HomeWorldWorld : બ્રાઝિલમાં લુલા દા સિલ્વાની ફરી બાજી! ચોથી વખત બન્યા રાષ્ટ્રપતિ,...

World : બ્રાઝિલમાં લુલા દા સિલ્વાની ફરી બાજી! ચોથી વખત બન્યા રાષ્ટ્રપતિ, બોલસોનારોને આપી માત

બ્રાઝિલના પ્રમુખ પદે લુલા ડી સિલ્વા ફરીથી ચૂંટાઈ આવતા અને ફ્લેવિયો બોલસોનારો હારી જતાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જબરદસ્ત ફટકો પડયો છે. અમેરિકામાં ટ્રમ્પની જેમ બ્રાઝિલમાં બોલસોનારો પણ જમણેરી વલણ ધરાવતા આગેવાન માનવામાં આવે છે. ટ્રમ્પના આકરા ટીકાકાર અને ડાબેરી વલણ ધરાવતા ડી સિલ્વા ચૂંટાઈ આવવાના પગલે બ્રાઝિલિયન શેરબજાર વધારે ટેરિફના ડરે ૨૦ ટકા ખાબક્યુ હતુ અને બ્રાઝિલિયન ચલણમાં પણ કડાકો બોલ્યો હતો. જ્યારે બોલસોનારોએ તો લુલાના વિજયને વિજય માનવાનો જ ઇન્કાર કરી દેતા વળતી કાર્યવાહી કરવાની તૈયારી આદરી છે.

બ્રાઝિલની ચૂંટણી ગણતરી સંપૂર્ણ થયા પછી બ્રાઝિલની ઇલેકશન કોર્ટે જણાવ્યું હતું કે ૮૧ વર્ષના લુલા ડી સિલ્વાએ બોલસોનારો પર ૪૪ લાખ મતની સરસાઈથી એટલે કે કુલ ૫૧.૮ ટકા મત સાથે વિજય મેળવ્યો છે. જ્યારે બોલસોનારોને ૪૮.૫ ટકા મત થતા હતા. જો કે બોલસોનારોએ તરત જ આ પરાજયને સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા વળતા પગલાં લેવાની તૈયારી શરૂ કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રથમ રાઉન્ડ વખતે બોલસોનારો ૨૨ લાખ વોટ આગળ હતા, બ્રાઝિલની ચૂંટણીનો ઇતિહાસ છે કે પહેલા રાઉન્ડમાં જે આગળ હોય તે જીતે છે, પરંતુ લુલાએ બીજા રાઉન્ડમાં બાજી પલટી હતી. આ પહેલાં અગાઉની પ્રમુખપદની ચૂંટણીમાં જેર બોલસોરનારોએ પણ લુલા દા’સિલ્વાના વિજયને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

આનો સીધો અર્થ એમ થાય કે દક્ષિણ અમેરિકાનું ૨.૬ લાખ કરોડ ડોલરની જીડીપી ધરાવતું બ્રાઝિલનું અર્થતંત્ર અમેરિકન પ્રમુખ ટ્રમ્પની માંગનો સતત પ્રતિકાર કરવાનું જારી રાખશે, પછી ભલેને ટ્રમ્પ ટેરિફની ધમકી આપે કે બીજા આર્થિક પ્રતિબંધો લાદવા સહિતનું કોઈપણ દબાણ કરે. લુલા ડી સિલ્વાની બ્રાઝિલિયન રાષ્ટ્રવાદની વાતને લોકોએ ઉપાડી લીધી હતી અને બીજા તબક્કામાં તેની તરફેણમાં ભારે મતદાન કર્યુ હતુ.

દક્ષિણ અમેરિકાનાં આર્જેન્ટીના, શીલી, કોલંબિયા અને પેરૂ જેવા દેશોમાં જ્યારે જમણેરી મોજું વ્યાપી રહ્યું છે ત્યારે લેફ્ટ-ફ્રોમ-સેન્ટર ઝૂકાવ ધરાવતા લુલા દ’સિલ્વાનો વિજય નોંધપાત્ર બની રહ્યો છે.વિશ્લેષકો કહે છે કે આ ચૂંટણી પછી દ’સિલ્વા ૨૦૩૦ સુધી સત્તા ઉપર રહેશે તેથી ૮૫ વર્ષના આ નેતા સતત ૧૬વર્ષ સુધી સત્તા સ્થાને રહેશે. પરંતુ સૌથી પહેલાં તો તેઓએ જમણેરી બહુમતી ધરાવતી સંસદનો સામનો કરવાનો રહેશે. બીજી તરફ દેશની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ છે. જીડીપીનો વિકાસ ધીમો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments