HomebusinessBusiness : Gold Prices and Crude Oil Rally Loses Momentum : સોનાના...

Business : Gold Prices and Crude Oil Rally Loses Momentum : સોનાના ભાવમાં તેજીથી વાપસી, ક્રૂડ ઓઇલના ઉછાળામાં ઘટાડો થતાં બજારને રાહત

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટતા અટકી પ્રત્યાઘાતી સુધારા પર રહ્યા હતા. ચાંદીના ભાવ જો કે ફરી ઘટયા હતા. પ્લેટીનમના ભાવ પણ પીછેહટ દર્શાવતા હતા. સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર આજે રૂ.૫૦૦થી ૬૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૧૧૪૩ તથા ૯૯૯ના રૂ.૧૪૧૭૧૦ રહ્યા હતા. જો કે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૧૯૬૦૦૦ વાળા રૂ.૧૯૪૪૭૯ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૫૭૪૩ વાળા આજે રૂ.૫૫૦૫૪ બોલાયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનામાં નીચા મથાળે ફંડોની ખરીદી ફરી જોવા મળી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૩૯૯૬થી ૩૯૯૭ વાળા નીચામાં ભાવ ૩૯૭૮ ડોલર થયા પછી ભાવ ફરી ઉછળી ઉંચામાં ૪૦૦૦ની સપાટી પાર કરી ૪૦૨૨થઈ ૪૦૧૩થી ૪૦૧૪ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. ડોલર ઈન્ડેક્સ વધ્યા મથાળેથી ઘટાડા પર રહેતાં વૈશ્વિક સોનામાં નીચા મથાળે બાઈંગ જોવા મળ્યું હતું. દરમિયાન, વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ઘટતા અટકી રૂ.૧૦૦૦ ઉંચકાઈ ૯૯૫ના ભાવ રૂ.૧૪૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૫૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૯૮૦૦૦ના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૫૩.૮૯ વાળા નીચામાં ૫૩.૬૧ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૫૪.૪૧ થઈ ૫૩.૯૪થી ૫૩.૯૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આસદીઠ ૧૫૫૪ વાળા નીચામાં ભાવ ૧૫૩૯ તથા ઉંચામાં ૧૫૬૬ થઈ ૧૫૪૩થી ૧૫૪૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૪૮ વાળા નીચામાં ભાવ ૧૦૩૮ તથા ઉંચામાં ભાવ ૧૦૬૦ થઈ ૧૦૫૨થી ૧૦૫૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૧ ટકા પ્લસમાં રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધતા અટકી છ મહિનાની ટોચ પરથી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ જે વિતેલા સપ્તાહના અંતે બેરલના વધી ઉંચામાં ૧૧૭ ડોલર પાર થઈ ગયા હતા તે આજે ભાવ પ્રત્યાઘાતી ઘટી નીચામાં ૧૧૪ થઈ ૧૧૪.૯૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, યુએસ ક્રૂડન ભાવ જે ઉંચામાં ૧૦૪ ડોલર નજીક પહોંચ્યા હતા તે આજે ઘટી નીચામાં ભાવ ૧૦૦.૬૦ થઈ ૧૦૦.૯૮ ડોલર રહ્યા હતા. ઈરાન યુદ્ધમાં શાંતિ સ્થાપવા પાકિસ્તાન પછી હવે કતાર તથા તુર્કીએ દ્વારા પણ મધ્યસ્થીના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. જો કે ઈરાન પ્રેરીત હાઉથી જૂથો તથા સાઉદી અરેબિયા વચ્ચે ઘર્ષણ વધ્યાના વાવડ પણ મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments