અમેરિકાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હોર્મુઝ પર સંપૂર્ણપણે અમારું નિયંત્રણ છે. ઇરાનના કોઈ એકસ્લ્ઝન ઝોન નથી. ઇરાન વહાણોના જવા માટે જે એકસ્લુઝન ઝોનની વાતો કરે છે તે ફક્ત વાતો છે, વાસ્તવમાં હોર્મુઝ પર ઇરાનનું નિયંત્રણ જ નથી. અમેરિકન નેવીએ હોર્મુઝમાંથી સુરંગો દૂર કરી દીધી છે. નોન-ઇરાનીયન બંદરો પરનો ટેન્કર ટ્રાફિક વધ્યો છે.
અમેરિકા ઇરાનના બંદરોની ઘેરાબંધી કરીને તેની શક્ય તેટલી ઓઇલ નિકાસને અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, જેથી તેને શક્ય તેટલો મોટો આર્થિક ફટકો મારી શકાય. અમેરિકાએ સોમવારે જણાવ્યું હતું કે ૯૪ કોમર્સિયલ જહાજોને રિડાયરેક્ટ કરવામાં આવ્યા છે અને ત્રણને અસમર્થ બનાવી દેવાયા છે.
ટ્રમ્પ તંત્રએ ઇરાનના હવાઈ ઉદ્યોગ પર પણ પ્રતિબંધ લગાવ્યા છે. તેના ભાગરુપે બે ડઝનથી પણ વધુ કોમર્સિયલ અને પ્રાઇવેટ એરલાઇન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદેશી કાર્ગો સર્વિસ પ્રોવાઇડરોને પણ આ પ્રતિબંધોના લપેટામાં લઈ લેવાયા છે. ઇરાનને નાણાકીય રીતે ખતમ કરી નાખવા માટે તેની સાથે જોડાયેલી બધા જ પ્રકારની નાણાકીય લાઇફલાઇન ખતમ કરવા આ પગલું લેવાયું છે, જેથી ઇરાન પરના આર્થિક પ્રતિબંધોને વધુ આકરા બનાવી શકાય. નવા પ્રતિબંધોનું ધ્યેય ઇરાનની એવિયેશન ઇકોસિસ્ટમને ખતમ કરવાનું છે, જે આમ પણ વર્ષોથી અમેરિકાના અગણિત પ્રતિબંધોનો સામનો કરી રહી છે.

અમેરિકાના નાણાપ્રધાને ધમકી આપી છે કે ઇરાનની એરલાઇન્સો સાથે જે પણ કારોબાર કરશે અમે તેના પર પણ પ્રતિબંધ મૂકી દઇશું. આ કંપની વૈશ્વિક નાણાકીય સિસ્ટમ સાથે આપમેળે કપાઈ જશે. ટ્રમ્પ તંત્રએ ૩૬ એકમો પર પ્રતિબધ મૂક્યો હતો, જે ઇરાનના એવિયેશન સેક્ટરને સમર્થન આપતી હતી.
ઇરાનને દાવો કર્યો છે કે તેના બેલિસ્ટિક મિસાઇલની સુધારેલી ક્ષમતા પ્રતિકારનો નવો જ સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે. આ સિદ્ધાંત છે તહેરાન કોઈપણ પ્રકારના હુમલાનો ફક્ત સામનો જ નહી કરી શકે, પરંતુ તે હુમલો થાય તે પહેલા જ તેને વળતો જવાબ આપી દેશે. ઇરાનની સરકારી સમાચાર સંસ્થાએ ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા મોહસીન રઝાઈને ટાંકીને આ વાત જણાવી હતી. પરંતુ તે હજી સુધી સ્પષ્ટ નથી કે આ મિસાઇલનું શું પરીક્ષણ થઈ ચૂક્યું છે આ મિસાઇલ અગાઉ બતાવાી હતી તે કાસીમ બસીર મિસાઇલ છે. ઇરાને જણાવ્યું હતુ કે કાસીમ બશીર મિસાઇલ ઇરાનની નવી સંરક્ષણાત્મક વ્યૂહરચનાનો મહત્ત્વનો હિસ્સો બની શેકે તેમ છે. આ મિસાઇલની રેન્જ કમસેકમ ૧,૨૦૦ કિ.મી.ની હોવાનું મનાય છે.
ઇઝરાયેલના અખબારના અહેવાલ મુજબ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને યુએઈએ ચેતવણી આપી હતી કે હમાસ ઇઝરાયેલ પર મોટાપાયા પર હુમલાનું આયોજન કરી રહ્યુ છે. હમાસે સાત ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હુમલો કર્યો તેના ગણતરીના દિવસો પહેલા યુએઈએ આ ચેતવણી આપી હતી. નેતન્યાહુએ યુએઈને તેના જવાબમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ કોઈપણ સ્થિતિનો સામનો કરવા સજ્જ છે. વાસ્તવમાં તેઓને આ હુમલો વેસ્ટ બેન્ક તરફથી થવાની આશા હતી, ગાઝાપટ્ટી પરથી આ પ્રકારનો હુમલો થવાની સંભાવના ન હતી.


