આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકો પોતાની સુંદરતા પર ધ્યાન આપી શકતા નથી. જેને લઈને બજારમાંથી મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી ત્વચામાં કોઈ ફરક પડતો નતી. પરંતુ કેટલાક એવા ઘરગથ્થુ ઉપચાર છે. જેનાથી તમે તમારી ત્વચા પરના ડાઘ-ધબ્બાને દૂર કરી શકો છો.
ત્વચાની સુંદરતા માટે કાચુ દૂધ નેચરલ ક્લીંજર, સ્ક્રબર અને મોઈશ્રાઇઝરનું કામ કરે છે. દૂધમાં પ્રાકૃતિક રીતે લેક્ટિક એસિડ, પ્રોટીન અને વિટામીન સહિતના તત્વો રહેલા છે. જે ત્વચાને મુલાયમ અને હેલ્ધી બનાવે છે. તો આવો દૂધના ઉપયોગથી કેવી રીતે ત્વચાની સુંદરતા વધારી શકાય છે.
કેવી રીતે કરવો કાચા દૂધનો ઉપયોગ
સૌ પ્રથમ એક કોટનમાં થોડૂંક કાચુ દૂધ લો અને ચહેરાને બરાબર સાફ કરો. તેને ગરદન પર પણ હળવા હાથે લગાવો, થોડીક મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો, આ ઉપાય તમે સવારે અને રાતે બન્ને સમયે કરી શકો છો.

કાચુ દૂધ ત્વાચ પર જામેલી ગંદકી અને ડેડ સ્કિનને સાફ કરવામાં મદદ કરે છે. લેક્ટિક એસિડ ત્વચાને પરતને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. તેમા રહેલા ફેટ અને પ્રોટીન ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે અને ચહેરા પર ડાઘ-ધબ્બા દબર કરે છે. સાથે ચહેરા પરની કરચલીની સમસ્યા દૂર કરી સ્કિનને ટાઈટ બનાવે છે.
આ સિવાય તમે સ્ક્રબિંગ માટે બેચમચી ઓટ્સ લો અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચેહરા પર લગાવીને બરાબર સર્કુલેશન મોશનમાં હાથથી રગડો. થોડીક મિનિટ બાદ ધોઈ લો. આ ઉપાયથી ત્વચાને લગતી સમસ્યાઓ દૂર થશે.


