HomeRECIPEDiwali 2026 Rice Chakli Recipe : દિવાળીના નાસ્તામાં બનાવો ક્રિસ્પી ચકરી, જાણો...

Diwali 2026 Rice Chakli Recipe : દિવાળીના નાસ્તામાં બનાવો ક્રિસ્પી ચકરી, જાણો બનાવવાની સરળ રીત

તમે દિવાળીમાં ખવાતો મનપસંદ ટેસ્ટી નાસ્તાની તૈયારી કરી શકો છો. જો પહેલી જ તમામ સામગ્રી લાવી રાખશો તો ઘરની સફાઈ બાદ સ્વાદિષ્ટ ચકરી બનાવવી તમને સરળ રહેશે.

બજારમાં વિવિધ સ્વાદિષ્ટ ચકરીનું વેચાણ

બજારમાં આજકાલ વિવિધ પ્રકારની ચકરી મળે છે. કોઈ ઘંઉના લોટમાં બનાવે છે, કોઈ બટરમાં તો બાળકો માટે હવે ચીઝ અને પેરીપેરી ચકરી પણ મળે છે. ચોખાના લોટ અને શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ‘ઇન્સ્ટન્ટ રાઇસ ચકલી’ સામાન્ય રીતે દક્ષિણ ભારતીય કે મહારાષ્ટ્રીયન શૈલીનો એક ઝડપી, કુરકુરો અને ખસ્તા નાસ્તો છે. જો કે આજકાલ ભારતભરમાં તે ફેમસ છે અને દિવાળીના નાસ્તામાં જરૂરથી બધાના ઘરોમાં હોય છે. આજે તમને અમે ઇન્સ્ટન્ટ ચકરી બનાવવાની સરળ રીત જણાવીશું.

ઇન્સ્ટન્ટ ચોખાની ચકરી બનાવો
ચકરી બનાવવા માટે સામગ્રી

ચોખાનો લોટ: 2 કપ (ઝીણો)

  • શેકેલા ચણાનો લોટ (દાળિયાનો પાવડર): ½ થી 1 કપ
  • તલ (સફેદ અથવા કાળા): 1.5 થી 2 મોટી ચમચી
  • અજમો અથવા જીરું: ½ થી 1 નાની ચમચી (કચરેલું)
  • લાલ મરચાનો પાવડર: 1 નાની ચમચી
  • હળદર: ¼ નાની ચમચી
  • હિંગ: ¼ નાની ચમચી
  • માખણ અથવા ગરમ તેલ (ઘી): 2 થી 2.5 મોટી ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર (આશરે ½ થી 1 નાની ચમચી)
  • ગરમ પાણી: લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ
  • તેલ: તળવા માટે તેલ

ચોખાની ચકરી બનાવવાની રીત

દિવાળીની મનગમતી વાનગી ચકરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલમાં ચોખાનો લોટ અને શેકેલા ચણાનો લોટ (બેસન) બંને સૂકી સામગ્રી ભેગી કરો. પછી તેમાં તલ, અજમો/જીરું, લાલ મરચાંનો પાવડર, હળદર, હિંગ અને મીઠું ઉમેરો.

લોટમાં આ વસ્તુઓ મિક્સ કર્યા બાદ તેમાં મોણ ઉમેરો. 2 ટેબલસ્પૂન તેલ અથવા ઘી પણ લઈ શકો છો. ત્યારબાદ તમારી આંગળીઓ વડે મોણને લોટમાં સારી રીતે મસળો, જ્યાં સુધી મિશ્રણ બારીક બ્રેડક્રમ્સ (કોરા ભૂકા) જેવું ન થઈ જાય.

મોણ નાખી મિક્સ કર્યા બાદ તેમાં થોડું-થોડું ગરમ ​​પાણી ઉમેરતા જઈને નરમ, મુલાયમ અને હાથમાં ન ચોંટે તેવો લોટ બાંધો. લોટ બહુ કઠણ કે બહુ નરમ ન હોવો જોઈએ. લોટ સુકાઈ ન જાય તે માટે તેને ભીના કપડાથી અથવા ઢાંકણથી ઢાંકી દો. હવે ચકલી પાડવાનો સંચો લો અને તેની અંદર થોડું તેલ હાથથી ચારેબાજુ લગાવી લો. પછી તેમાં લોટનો થોડો લુઓ લઈ ચકલી પાડવાના સંચામાં ભરો. પછી પેપરના નાના ટુકડાઓ અથવા એક સાફ થાળી પર ગોળાકાર કે સર્પાકાર આકારમાં ચકરીઓ પાડો. ચકરીના બહારના છેડાને હળવેથી દબાવીને બંધ કરો જેથી તેલમાં તળતી વખતે તે ખુલી ન જાય.
તમે થોડી ચકરી આ રીતે તૈયાર કર્યા બાદ ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ થોડું ગરમ થવા લાગે ત્યારે પેપર કે થાળઈમાં જે ચકરી પાડી છે તને હળવા હાથે અથવા તાવેતાથી લઈને કઢાઈમાં નાખી ધીમા તાપે તિરુપતિ તેલમાં તળો.

આ તમામ ચકરીને તમે જ્યાં સુધી તે સોનેરી બદામી અને કુરકુરી ન થઈ જાય ત્યાં સુધી તળો. અને પછી કાંણાવાણા ઝારા વડે તમામ ચકરીને એક પછી એક બહાર કાઢો અને વધારાનું તેલ નીકળી જાય તે માટે પેપર ટોવેલ પર મૂકો. બહાર કાઢેલ તમામ ચકરી સંપૂર્ણપણે ઠંડી થઈને રૂમ ટેમ્પરેચર પર આવી જાય, ત્યારબાદ તેને હવાચુસ્ત ડબ્બામાં (એરટાઈટ કન્ટેનરમાં) ભરીને રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments