વૈશ્વિક બજારોમાંથી મળી રહ્યા ઉત્સાહજનક સંકેતો અને સ્થાનિક માંગને પગલે આજે MCX માર્કેટમાં (કિંમતી ધાતુઓના બજારમાં) સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 3,600થી વધુનો ધરખમ વધારો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ રૂ. 1,000થી વધુનો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે.
સોનામાં રૂ. 1,043નો મજબૂત વધારો
આજના કારોબારી સત્રમાં સોનાના ભાવમાં સાર્વત્રિક લેવાલી નિકળતા નવો ઓપન ભાવ રૂ. 141270 ના સ્તરે ખૂલ્યો હતો, જે અગાઉના જૂના બંધ ભાવ રૂ. 140525 ની સરખામણીએ નોંધપાત્ર સુધારો દર્શાવે છે. દિવસ દરમિયાન સોનાએ રૂ. 141568 નો નવો હાઈ (સર્વોચ્ચ સ્તર) સ્પર્શ્યો હતો, જ્યારે નીચલો સ્તર રૂ. 141255 રહ્યો હતો. કારોબારની શરૂઆતમાં જ સોનાના ભાવમાં કુલ રૂ. 1043 નો મોટો વધારો નોંધાયો હતો.

ચાંદી રૂ. 3,625 ઊછળીને રૂ. 1.86 લાખને પાર
બીજી તરફ, ચાંદીના બજારમાં રોકેટ ગતિની તેજી જોવા મળી હતી. જૂના બંધ ભાવ રૂ. 182576 ની સામે ચાંદી આજે રૂ. 185414 ના મજબૂત સ્તરે ખૂલી હતી. દિવસ દરમિયાન ચાંદીમાં ભારે ખરીદી નિકળતા ભાવ રૂ. 186201 ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા. ટ્રેડિંગ દરમિયાન નીચલો સ્તર રૂ. 185290 નોંધાયો હતો. એક જ દિવસમાં ચાંદીમાં વેપારની શરૂઆતમાં જ રૂ. 3625 નો જોરદાર વધારો થતાં ખરીદદારો અને રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે.
જ્યારે ચાંદી રૂ. 185414 પર ખૂલી રૂ. 186201ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી. રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો.


