HomeBollywoodEntertainment : તારક મેહતા ના મેકર અસિત મોદી પર ભડકી એક્ટ્રેસ ઉર્વશી...

Entertainment : તારક મેહતા ના મેકર અસિત મોદી પર ભડકી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા, આપી ખુલ્લી ચેતવણી!

ઉર્વશી ધોળકિયાએ મુંબઈના જુહુ વિસ્તારમાં મોડી રાત સુધી ચાલી રહેલા બાંધકામ પર નારાજગી વ્યક્ત કરી. તેણે અસિત કુમાર મોદીને પણ પૂછપરછ કરી અને વહીવટ વિશે ખુલીને વાત કરી.

ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાએ એક સમસ્યા અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મુંબઈના જુહુમાં તેણે મોડી રાત સુધી ચાલતા બાંધકામને મિડનાઈટ હોરર એટલે કે અડધી રાતનો ડરામણો અનુભવ ગણાવ્યો છે, જેનાથી ત્યાં રહેતા લોકો ખૂબ પરેશાન છે. સાથે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અસિત મોદીને ખુલ્લેઆમ ચેતવણી આપી છે.

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે અસિત કુમાર મોદી સાથે જોડાયેલી એક પ્રોપર્ટી પર મોડી રાત સુધી બાંધકામ ચાલી રહ્યું છે. તેનો આરોપ છે કે પરવાનગી વગર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આના પર કોઈ અધિકારી કાર્યવાહી કરવા આવ્યા નથી. આ કામને કારણે ત્યાં રહેનારા લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. જો કામ નહીં અટકે? જેવી વાત છે, તો હવે તે પણ પોતાનો અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરે.

આ સિવાય ઉર્વશીએ જણાવ્યું કે ઘણા દિવસોથી સતત રાત્રિના સમયે ભારે મશીનોનો અવાજ, ડ્રિલિંગ અને ટ્રકોના અવાજથી લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને કામકાજ કરતા લોકોને સૌથી વધુ તકલીફ પડી રહી છે, કારણ કે તેમની ઊંઘ પૂરી થઈ શકતી નથી. તેણે નિયમોનો હવાલો આપતા કહ્યું કે રહેણાંક વિસ્તારોમાં બાંધકામ માટે નક્કી કરેલો સમય હોય છે, પરંતુ અહીં તેની અવગણના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, તેણે પોલીસને ફોન પણ કર્યો. પરંતુ સવારે લગભગ 4:23 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ઘણી વખત કોલ કરવા છતાં કોઈ મદદ મળી નહોતી, જે સિસ્ટમ પર મોટો સવાલ ઊભો કરે છે.

આ સમગ્ર મામલાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોની સુવિધાઓને લઈને ચર્ચા છેડી દીધી છે. ઉર્વશીએ પ્રશાસનને અપીલ કરી છે કે આવા મામલાઓમાં કડક પગલાં લેવામાં આવે, જેથી લોકોને શાંતિથી રહેવાનો અધિકાર મળી શકે. જે સાઈડ આ કામ ચાલી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રોપટી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીની છે તેથી તેનું નામ આ વિવાદ સાથે જોડાય ગયું અને બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે પ્રશાસન શું પગલાં લે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments