Home Blog Page 253

Ahmedabad : સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધની માઠી અસર હવે ગુજરાતના રસ્તાઓ પર દેખાઈ રહી છે. રાંધણ ગેસની તંગી બાદ હવે પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે તેવી અફવા વાયુવેગે આખા રાજ્યમાં પ્રસરતા જનજીવન ખોરવાયું છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની અડધો કિલોમીટર લાંબી કતારો લાગી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ભીડને કાબૂમાં લેવા અને બોલાચાલી રોકવા માટે અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. ગઇકાલ બપોરથી અફવા બાદ સરકારે વારંવાર પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાની અપીલ કરી. તેમ છતાં મોડી રાત સુધી પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. આજે પણ વહેલી સવારથી જ લોકો વાહનોમાં પેટ્રોલ નંખાવવા માટે કતારમાં લાગી ગયા છે.

અફવાને કારણે અમદાવાદમાં જ દરરોજના સરેરાશ 30 લાખ લિટર પેટ્રોલ અને 60 લાખ લિટર ડીઝલના વપરાશ સામે ગઇકાલે જ બમણો ઉપાડ નોંધાયો હોવાનો અંદાજ છે.આજે (24મી માર્ચ) સવારથી જ અખબારનગરથી પ્રગતિનગર અને અંકુર રોડ પેટ્રોલ પંપ પર ટ્રાફિક જોવા મળ્યો છે. અમદાવાદીઓ ઊંઘમાંથી ઉઠ્યા નથી કે બાઈક લઈને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા.

સરકારે રાજ્યમાં ઈંધણનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી. જોકે, જનતાને આ આશ્વાસન પર ભરોસો બેસતો નથી. લોકોને કોરોનાકાળનો એ સમય યાદ આવી રહ્યો છે જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન અને હોસ્પિટલના ખાટલા માટે સરકારી વાયદાઓ વચ્ચે રઝળપાટ કરવો પડ્યો હતો.

Goa : કાઉન્સિલરના પુત્રએ 30 સગીરાઓનું કર્યું જાતીય શોષણ, દારૂની મહેફિલમાં છતું થયું ‘પાપ’

0

ગોવાના કુડચડી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સ્થાનિક કાઉન્સિલરના 22 વર્ષીય પુત્ર, સોહમ નાઈક પર છોકરીઓનું જાતીય શોષણ કર્યું હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે.

ગોવાના કુડચડી (Curchorem) વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સ્થાનિક કાઉન્સિલરના 22 વર્ષીય પુત્ર, સોહમ નાઈક પર આરોપ છે કે તેણે આશરે 25 થી 30 સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ અને ગભરાટનું વાતાવરણ ઉભું કર્યું છે, કારણ કે આરોપી એક વગદાર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

તપાસમાં બહાર આવ્યું છે કે સોહમ નાઈક છેલ્લા ત્રણ વર્ષથી આ સગીરાઓને નિશાન બનાવી રહ્યો હતો. તે છોકરીઓ સાથે મિત્રતા કે સંપર્ક કેળવીને તેમના વાંધાજનક વીડિયો ઉતારી લેતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તે વારંવાર તેમનું શારીરિક શોષણ કરતો અને તેમને ડરાવીને મૌન રાખતો હતો. બદનામીના ડરથી કોઈપણ પીડિતા કે તેમના પરિવારે અત્યાર સુધી પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરી ન હતી.

આ આખી શયતાની કરતૂતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપી સોહમ તેના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. નશાની હાલતમાં તેણે અહંકારમાં આવીને આ માસૂમ છોકરીઓના ખાનગી વીડિયો તેના મિત્રોને બતાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ વાત બહાર ફેલાઈ અને જ્યારે સ્થાનિક લોકો અને વાલીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશGoa Curchorem Minor Exploitation Case, Soham Naik Goa Arrest News ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ કરી. વધતા દબાણ અને પુરાવાઓને આધારે પોલીસે રવિવારે મોડી રાત્રે સોહમ નાઈકની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આરોપીના ફોનની ફોરેન્સિક તપાસ કરી રહી છે જેથી વધુ પુરાવા એકત્ર કરી શકાય અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.

Entertainment : કંગના રનૌતનો 40મો જન્મદિવસે તેના પરિવાર સાથે PM મોદીની કરી મુલાકાત

0

કંગના રનૌતએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે વડાપ્રધાનને હિમાચલમાં બનેલી શાલ ભેટમાં આપી રહી છે. સાથે જ તેમના માટે ફૂલોનો ગુલદસ્તો પણ લાવી.બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આજે 40 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીને તેના જન્મદિવસે ફેન્સ અને પરિવારજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. કંગના રનૌત હિમાલચ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ છે અને અભિનેત્રીએ જન્મદિવસે જ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. અભિનેત્રીએ તેના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી છે.

કંગના રનૌતએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે વડાપ્રધાનને હિમાચલમાં બનેલી શાલ ભેટમાં આપી રહી છે. સાથે જ તેમના માટે ફૂલોનો ગુલદસ્તો પણ લાવી. કંગનાના ભાઈએ વડાપ્રધાનને ભેટમાં બ્રાસની વોલ ફ્રેમ આપી, જેમાં દશાવતાર બનાવવામાં આવેલા છે.

વડાપ્રધાન મોદીએ પણ કંગના અને તેમના પરિવારની સાથે થોડો સમય પસાર કર્યો, આ દરમિયાન તે અભિનેત્રીના ભત્રીજા સાથે રમતા જોવા મળ્યા. કંગનાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે ‘આજે પરિવાર સહિત વડાપ્રધાન સાથે સમય અને માર્ગદર્શન મળ્યો. મારા માટે એક યાદગાર જન્મદિવસ રહ્યો.’ ઉલ્લેખનીય છે કે હાલમાં કંગના રાજકારણમાં સક્રિય છે. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ તે મંડીની સાંસદ બની. આ દરમિયાન તેમની એક ફિલ્મ ઈમરજન્સી રિલિઝ થઈ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહીં. જો કે આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા.

Gandhinagar : કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત સજાગ છે, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી : CM ભૂપેન્દ્ર પટેલ

સરકાર અને તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખોટી અફવાઓના ડરથી પેનીક થવું નહીં. બીજી તરફ પુરવઠા અધિકારીએ દરેક જિલ્લાને એક પત્ર લખીને સંગ્રહખોરી સામે એક્શન લેવા આદેશ કર્યો છે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ શરૂ થતાં જ લોકોમાં ભારે પેનિક થયો હતો. ગઈકાલથી જ સમગ્ર રાજ્યમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવા માટે લોકોની ભારે લાઈનો લાગી હતી. સરકાર અને તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખોટી અફવાઓના ડરથી પેનીક થવું નહીં. બીજી તરફ પુરવઠા અધિકારીએ દરેક જિલ્લાને એક પત્ર લખીને સંગ્રહખોરી સામે એક્શન લેવા આદેશ કર્યો છે. બીજી તરફ મુખ્યમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે.

પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓમાં આવીને લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યાં છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્થિતિ કેવી છે તે સૌ લોકો જાણે છે. આવી સ્થિતિમાં આપણે બધાએ સાથી મળીને રહીએ. ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલ કે ગેસની કોઈ અછત નથી. પેટ્રોલ પંપ પર લાઈનોમાં ઉભા રહીને પેનિક ના કરો. કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત સજાગ છે. રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈને તકલીફ ન થાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્યાન આપે છે.

બીજી તરફ પુરવઠા વિભાગે કરેલા પરિપત્ર પ્રમાણે હાલમાં સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજયમાં કોઈ કોઈ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક બાઈંગ શરૂ થયું છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપો પર નિયમિત રીતે ઇંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેચાણ કરવામાં આવતાં પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ખોટી રીતે સંગ્રહ ના થાય તે માટે સૂચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે.

રાજયના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેંચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સિમિત કરવામાં આવે છે. તે સિવાયના કોઈપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેંચાણ કરી શકાશે નહીં. જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Rashifal : આજ ના રાશિફળ

0

મેષ: આજનો દિવસ આનંદદાયક તથા સફળતા આપનાર રહેશે. પ્રભાવશાળી લોકો સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહેશે. કોઈ લક્ષ્ય હાંસલ કરવામાં ભાઈઓનો પણ પૂરતો સહકાર મળશે.

વૃષભ: વૃષભ રાશિના લોકોને સમય પ્રમાણે પોતાના વર્તનમાં ફેરફાર કરવાનું જરૂરી છે. બાળકો સાથે વર્તન કરતી વખતે તેમની નજરિયેથી જોવું વધુ યોગ્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકીઓ યથાવત રહેશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જીવન સંબંધિત કેટલીક બદલાવ આવી શકે છે. સહકર્મચારીઓ સાથે તાળમેલ મજબૂત રહેશે અને કોઈ મહત્વના પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યની સફળતાનું આધાર બનશે.

કર્ક: કર્ક રાશિના જાતકોને આજે વ્યવસાયમાં લાભ મેળવવાની તક મળશે. પૈસાથી સંબંધિત બાબતોમાં પણ પ્રગતિ થશે. લાંબા સમય સુધી બેસીને કામ કરનારોએ પોતાની સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે.

સિંહ: સિંહ રાશિના લોકોને આજનો દિવસ મિશ્રિત રહેશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અગાઉની કેટલીક ભૂલોમાંથી શીખીને તમે તમારી કાર્યપદ્ધતિમાં કેટલાક ફેરફાર લાવશો, જે ઉત્તમ રહેશે. યુવાઓને કરિયર સંબંધિત કોઈ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળી શકે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ અને તાળમેલ યથાવત રહેશે.

કન્યા: કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારા કાર્ય લઈને આવશે. જીવનસાથી તરફથી સહકાર મળશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને તાળમેલ રહેશે. કોઈ મિત્રને મળવાથી જૂની મીઠી યાદો તાજી થશે.

તુલા: તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત ખુશખબર મળી શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે. સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં નેતૃત્વ, આયોજન અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડશે. સરકારી વિભાગ અથવા કોર્પોરેટ ક્ષેત્રમાં ઈન્ટરવ્યૂ સંબંધિત સંદેશ મળી શકે છે.

ધનુ: ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત بنانے માટે વધુ મહેનત કરશો. જીવનસાથી તમારી કોઈ કઠોર વાતને ગલત સમજી શકે છે, તેથી વાતચીત શાંત રાખો. સિંગલ લોકો કોઈ જવાબદાર અને પ્રભાવશાળી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવી શકે છે.

મકર: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો અને બંને સાથે સમય આનંદમાં પસાર થશે.

કુંભ: આજના દિવસે તમે કોઈ પણ પ્રકારની મુસાફરી અથવા પ્રવાસ પર જઈ શકો છો. દાંપત્ય જીવન સારું રહેશે. કામમાં સફળતા મળશે.

મીન: મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં પાર્ટનર સાથે સમજણ અને નજીકીઓ વધી શકે છે.

Kutch : ભુજમાં પેટ્રોલ-ડીઝલની અછત, બે પંપો થયા બંધ

0

કચ્છના મુખ્ય મથક ભુજમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અચાનક અછત સર્જાતા વાહનચાલકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે સ્થાનિક સ્તરે ઈંધણ પુરવઠા પર પડતી હોય તેવું જણાઈ રહ્યું છે. ભુજના સ્ટેશન રોડ પર આવેલા બે મુખ્ય પેટ્રોલ પંપો ઈંધણ ખૂટી પડવાને કારણે બંધ કરી દેવાની ફરજ પડી છે.

સ્ટેશન રોડ પરના પંપો બંધ થતાં તેની સીધી અસર શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે. અન્ય પંપો પર વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી લાઈનો લાગી છે. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર ચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પેટ્રોલ ભરાવી રહ્યા છે. ઘણા કિસ્સામાં મર્યાદિત જથ્થામાં ઈંધણ આપવામાં આવતું હોવાથી લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેના કારણે ઈંધણની આવકમાં ઘટાડો થયો છે. ભુજમાં અચાનક પંપો બંધ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના કારણે ચાલુ પંપો પર પણ ભીડ બેકાબૂ બની હતી.

હાલમાં તંત્ર અને પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા પરિસ્થિતિને થાળે પાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી નવો જથ્થો ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે.

Jamnagar : બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ તોડી નાખ્યા!

0

જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના નેતા અસલમ કરીમ ખીલજી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફી વચ્ચેના વૈમનસ્યે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગત રવિવારે(22 માર્ચ) રાત્રે AAP નેતા અસલમના ભત્રીજા સહિત ત્રણ યુવાનો પર હિચકારો હુમલો થયો હતો. જેમાં બે ગાડીમાં આવેલા 8 જેટલાં શખસોએ પીડિતોનો પીછો કરી વાહન રોકાવી લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરીને હાથ-પગ ભાંગી નાખ્યા હતા. આ ઘટનામાં ત્રણ યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટના સમયે ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીએ આજે(23 માર્ચ) વહેલી સવારે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ‘પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફીના કહેવાથી તેઓના મળતીયાઓએ ભત્રીજા નવાજ તેમજ તેની સાથેના રવુ અને અસલમને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હોવાથી હાથ પગ ભાંગી નાખ્યા છે.’

ગત 19મી ડિસેમ્બરના રોજ અલ્તાફ ખફીના મળતીયાઓએ ફરીયાદી અસલમ પર હુમલો થયો હતો. એ બનાવમાં અસલમનો ભત્રીજો નવાજ ફરિયાદી બન્યો હતો. જેનું વૈમનસ્ય રાખી જેલવાસ ભોગવી રહેલા અલ્તાફ ખફીના કહેવાથી 8 શખસોએ ગત 22 માર્ચ, 2026ના રોજ જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર નવાજ સહિત ત્રણ યુવકો પર ઘાતક હુમલો કર્યો હતો.

આ હુમલા દરમિયાન આરોપીઓએ પીડિત યુવકોની કારને રોકાવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે. હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને પહેલા જામનગરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલે સિક્કા પોલીસે અનવર ગફારભાઈ ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસભાઈ કુરેશી, લાલવાડીના વતની મહેબુબ ખફી, મોહસીન પચાસિયો, હનીફ મુસાભાઈ, હુસેન વધુ ખફી, હનીફ જાન મહંમદ ઉર્ફે રાંઝો સહિતના 9 આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Sports : ’60 વર્ષ સુધી રમી શકું છું…’, IPLમાંથી નિવૃત્તિ અંગે ધોનીએ ટીકાકારોને આપી દીધો ચોખ્ખો જવાબ

0

એમએસ ધોનીની IPL નિવૃત્તિને લઈને ચાહકોમાં હંમેશા ઉત્સાહ અને અટકળો રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે હવે ધોનીએ ટીકાકારોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. IPLની 19મી સીઝની શરૂઆત પહેલા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફેન ઇવેન્ટમાં એમએસ ધોનીએ ફરી એકવાર એક એવું નિવેદન આપ્યું જેનાથી ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. 44 વર્ષીય ધોનીએ મજાક-મજાકમાં કહ્યું કે, હું 60 વર્ષ સુધી IPL રમી શકુ છું. અને બસ આ સાંભળતા જ આખું ચેપોક ગુંજી ઉઠ્યું.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલા CSK ફેન ઇવેન્ટ દરમિયાન એક્ટર શિવકાર્તિકેયને મજાકમાં ધોનીને નિવૃત્તિની વાતોને અવગણીને લાંબા સમય સુધી રમવાનું કહ્યું. તેના પર ધોનીએ હસતાં-હસતાં જવાબ આપ્યો કે, ‘તે મુશ્કેલ હશે… પરંતુ હું પ્રયાસ કરી શકું છું.’

ધોનીનું આ નિવેદન સાંભળતા જ સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ‘ધોની-ધોની’ના નારા ગુંજવા લાગ્યા. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

ધોનીની ગણતરી IPL ઈતિહાસના સૌથી મટા ખેલાડીઓમાં થાય છે

  • 278 મેચ
  • 5439 રન
  • 5 વાર CSKને ચેમ્પિયન બનાવ્યું

ધોની IPL 2026માં પોતાની 19મી સીઝન રમવા જઈ રહ્યો છે. જોકે, તેણે 2024 પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી.

શું IPL 2026 ધોનીની છેલ્લી સીઝન હશે?

ધોનીના ભવિષ્ય અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે. CSKના CEO કાશી વિશ્વનાથને સ્પષ્ટતા કરી છે કે, ધોની IPL 2026માં આખી સીઝન રમશે, પરંતુ તેની ભૂમિકા પહેલા કરતા થોડી અલગ હોઈ શકે છે. છેલ્લી કેટલીક સીઝનમાં ધોનીની ભૂમિકામાં સ્પષ્ટ બદલાવ જોવા મળ્યો છે.

  • હવે તે કેપ્ટન નથી.
  • ફિનિશરના રોલમાં નીચલા ક્રમે બેટિંગ કરે છે.
  • Impact Player નિયમના કારણે મર્યાદિત ભૂમિકા

CSK એ આ વખતે સંજુ સેમસન જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં વિકેટકીપિંગની જવાબદારીઓ પણ વહેંચી શકાય છે અથવા ટ્રાન્સફર કરી શકાય છે. તેમ છતાં ધોનીનો અનુભવ અને હાજરી ટીમ માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ત્યારે જ્યારે IPL 2025માં CSK પ્રથમ વખત પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.

IPL 2026 CSK માટે એક નવી શરૂઆત પણ હોઈ શકે છે અને ધોનીના કરિયરનો અંતિમ અધ્યાય પણ હોઈ શકે છે. ચાહકોને આશા છે કે ‘માહી’ ફરી એકવાર મેદાન પર પોતાનો જાદુ બતાવશે. પછી ભલે તે 60 વર્ષની ઉંમર સુધી રમે કે આ સીઝન બાદ અલવિદા કહી દે.

Ahmedabad : અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પરેશાન

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની સપ્લાયને અસર પડી છે. જેના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં અનેક પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ના બોર્ડ જોવા મળી રહ્યા છે. સપ્લાયમાં ઘટાડો અને રજાઓના કારણે પેમેન્ટમાં વિલંબ જેવા કારણોસર ઈંધણની અછત સર્જાતા જનતા મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદમાં આફવાને લીધે કેટલાક પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી રહી છે. એક વાત એ પણ સામે આવી છે કે પેટ્રોલ પૂરતું છે પણ એની ડિલિવરી ટાઈમ ટુ ટાઈમ ન થવાને લીધે થોડીક મુશ્કેલી સર્જાઈ છે. મળતી માહિતી, અમદાવાદ શહેરની અંદર દસેક જેટલા પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો જથ્થો ડિલિવર થયો નથી જેને લીધે ટેમ્પરરી ક્લોઝ રાખ્યા છે બંધ કરાયા નથી. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતને લીધે લોકો પેટ્રોલ ભરાવવા માટે અત્યારે અમુક પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે. વડોદરામાં પણ ખાનગી પંપો પર શોર્ટ સપ્લાય હોવાથી વાહનચાલકો સરકારી પંપો તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં ‘પેનિક બાઈંગ’ જેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ઉમટી પડેલી ભીડને કારણે અનેક જગ્યાએ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને એસ.જી. હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો રસ્તા સુધી પહોંચતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એકતરફ પેટ્રોલ મેળવવાની દોડધામ અને બીજી તરફ આકરા તાપને કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોની હાલત કફોડી બની હતી. અફવાને પગલે સર્જાયેલી આ અવ્યવસ્થામાં સામાન્ય જનતા ગરમી અને જામ વચ્ચે પીસાતી જોવા મળી હતી

સુરતમાં ઓઈલ કંપનીઓએ સપ્લાયમાં અચાનક ઘટાડો કર્યો છે. અગાઉ જ્યાં દિવસની 3 ગાડીઓ આવતી હતી ત્યાં હવે માત્ર એકથી ગોઢ ગાડી જ માલ મળે છે. ઇન્ડસ્ટ્રિયલ કન્ઝ્યુમર્સને ડાયરેક્ટ કંપની પાસેથી મળતા ઓઇલમાં 12 રૂપિયાનો વધારો થતા, તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી બલ્ક ખરીદી કરી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતાના સ્ટોક પર પડી રહી છે.

રાજકોટ શહેરમાં પણ પંપો પર લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે, પેટ્રોલ પંપ એસોસિયેશને સ્પષ્ટતા કરી છે કે શહેરમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પડોશના અમુક પંપ બંધ હોવાથી લોકોમાં અફવા ફેલાઈ હતી, જેને કારણે ભીડ વધી હતી.

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં શનિ-રવિની રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ઘસારો વધતા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપો જથ્થો પૂર્ણ થતાં, મુસાફરોને ઈંધણ વગર રઝળવાનો વારો આવ્યો છે. સંચાલકોના જણાવ્યાનુસાર, સોમવાર સાંજ સુધીમાં નવો જથ્થો આવવાની શક્યતા છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિયેશનના સેક્રેટરી ધીમંતભાઈ ઘેલાણીએ જણાવ્યું હતું કે, ‘અત્યારે કોઈ મોટી અછત નથી. શનિ-રવિની બેન્ક રજાઓને કારણે ઘણા પંપ સંચાલકો પેમેન્ટ ભરી શક્યા નહોતા, જેના લીધે સપ્લાય અટક્યો છે. અમે રજૂઆત કરી છે કે શનિ-રવિમાં પણ રેગ્યુલર સપ્લાય ચાલુ રહેવો જોઈએ.’

આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. આમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત 60 ટકા LPGની આયાત કરે છે, જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPGનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. આ સિવાય ઓઈલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે તે અલગ છે.’

BREAKING NEWS : પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 9 શ્રમિકોના મોત

પ્રયાગરાજના ફાફામઉ વિસ્તારમાં આજે સોમવારે(23 માર્ચ) કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી થઈ હતી. મોટી દુર્ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 9 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

યુપીના પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દીવાલ ધરાશાયી થતાં ઘટના સમયે કામ કરી રહેલા અનેક શ્રમિકો કાટમાળ નીચે ફસાયા હતા. કોલ્ડ સ્ટોરેજ ચાંદપુરના ભૂતપૂર્વ ધારાસભ્યની હોવાનું જણાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દીવાલ તૂટી પડે તે પહેલાં વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો, જેના કારણે આખી દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.