Home Blog Page 255

Sports : ધોનીને ‘યેલો જર્સી’માં મેદાન પર જોઈ ચાહક યુવતી થઈ ભાવુક….

0

MS Dhoni Fan Viral Video: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની શરૂઆત પહેલા રવિવારે ચેપોક સ્ટેડિયમમાં ‘Roar 2026’ ચાહક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. રવિવારની સાંજ CSKના ચાહકો માટે ખૂબ જ ખાસ રહી હતી, જ્યાં હજારોની સંખ્યામાં પહોંચેલા દર્શકોએ પોતાના મનપસંદ ખેલાડીઓને નજીકથી જોયા હતા. આ ઈવેન્ટમાં CSKના જૂના દિગ્ગજો પણ સામેલ થયા હતા અને ચાહકોએ તેમને વર્ષો પછી મેદાન પર બેટિંગ અને બોલિંગ કરતા જોયા હતા.

સમગ્ર કાર્યક્રમમાં ખાસ વાત એ રહી કે જેવો મહેન્દ્રસિંહ ધોની મેદાન પર પીળી જર્સી સાથે ઉતર્યો આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. ધોનીની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુર હતા. આ દરમિયાન એક મહિલા ફેન તેને લાઈવ જોઈને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી ન હતી અને રડવા લાગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

ધોનીએ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે તે પોતાની કારકિર્દીના છેલ્લા તબક્કામાં છે. ભારતના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પાનું માનવું છે કે IPL 2026 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે.

ઉથપ્પાના જણાવ્યા અનુસાર, આ વખતે ધોનીનો રોલ થોડો બદલાયેલો જોવા મળી શકે છે. તેણે કહ્યું કે, IPL 2026 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. તે ‘મેન્ટર + પ્લેયર’ની ભૂમિકા ભજવી શકે છે. પહેલાની જેમ નંબર 7 પર નહીં, પરંતુ નંબર 8 પર બેટિંગ કરી શકે છે. એટલે કે ધોની ધીમે ધીમે પોતાની જાતને ટીમથી અલગ કરવાની તૈયારી કરી રહ્યો છે, જેથી નવી લીડરશિપ સંપૂર્ણપણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે.

CSKએ તાજેતરમાં સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો છે. આ નિર્ણયને પણ ધોની પછીના પ્લાનિંગ તરીકે જોવામાં આવી રહ્યો છે. ટીમ હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે.

જો કે રિટાયરમેન્ટની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ ધોનીની તૈયારી કંઈક અલગ જ કહાની કહી રહી છે. તે આ મહિને ચેન્નાઈ પહોંચીને જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. રાંચીમાં પણ તેણે પહેલાથી જ ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. એટલે કે ધોની હજુ પણ આખી સિઝન માટે તૈયાર દેખાઈ રહ્યો છે.

Jamnagar: ધ્રોલના સોયલ ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, પિતાએ પ્રેમી સાથે પકડી પાડતા ભર્યું અંતિમ પગલું

0

ધ્રોલ તાલુકાના સોયલ ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ યુવતીને પ્રેમી સાથે જોઈ લેતા સર્જાયેલી સ્થિતિ બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.ધ્રોલ તાલુકાના સોયલ ગામે ઘરે કોઈ ન હોવાથી પોતાના પ્રેમીને મળવા બોલાવનાર હેતલ ઝાપડા નામની યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ યુવતીને પ્રેમી સાથે જોઈ લેતા સર્જાયેલી સ્થિતિ બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સોયલ ગામે રહેતી હેતલ ઝાપડાના ઘરે જ્યારે પરિવારના સભ્યો ન હતા, ત્યારે તેણે પોતાના પ્રેમીને ઘરે મળવા માટે બોલાવ્યો હતો. જોકે, આ દરમિયાન યુવતીના પિતા અચાનક ઘરે આવી પહોંચ્યા હતા. પિતાને જોઈ જતાં યુવક તરત જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દીકરી સાથે અજાણ્યા યુવકને જોઈ પિતા તેને પકડવા માટે તેની પાછળ દોડ્યા હતા.

પિતા જ્યારે પેલા યુવકની પાછળ ગયા હતા, ત્યારે ઘરે એકલી રહેલી હેતલે લોકલાજ કે પિતાના ડરથી માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને તુરંત જ ગળેફાંસો ખાઈ લીધો હતો. પિતા જ્યારે પરત ફર્યા ત્યારે પુત્રીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતા જ ધ્રોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આકસ્મિક મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Ahmedabad : તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ છે. હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.

છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ પાડવાની ચિમકી આપતાં સરકારે બેકફુટ પર આવવું પડ્યું હતું. આ જ પ્રમાણે, શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું.

છેલ્લાં ત્રણેક દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે. કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે, હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે. એવો પરિપત્ર કરાયો છે કે, આંગણવાડી બહેનોએ શાળા, કોલેજો, રેલ્વે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતાં કૂતરાઓની ગણતરી કરવાની રહેશે. અને તાલુકા પશુચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે.

આમ, સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી પણ કામનો વધારો કરવો છે. હાઈકોર્ટના આદેશ પછી પણ આંગણવાડી બહેનોનો પગાર વધારો કરાયો નથી ત્યારે હવે વિધાનસભાનો ઘેરાવ કરવા તૈયારીઓ કરવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Kheda : મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, સમાજ અને SPGના આગેવાનો વધુ પ્રેશર કરશે તો આત્મહત્યા કરી લઈશું

0

પાટીદાર યુવતીએ એક વીડિયો વાયરલ કરીને કહ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. એસપીજીના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરે છે. જો અમને કંઈ પણ થશે તો તેના જવાબદાર એસપીજી ગ્રુપ અને પોલીસ રહેશે.

ખેડાના લસુન્દ્રામાં ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ કેસમાં પોલીસમાં નોકરી કરતાં ત્રણ અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કેસમાં મોટો વળાંક આવ્યો છે. પાટીદાર યુવતીએ એક વીડિયો વાયરલ કરીને કહ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. એસપીજીના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરે છે.

ખેડાના લસુન્દ્રામાં પાટીદાર યુવતીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતીની માતાએ તેને પાછી લાવવા માટે રબારી સમાજને વિનંતી કરી હતી. ત્યાર બાદ પાટીદાર આગેવાનો મેદાનમાં ઉતર્યા હતાં અને તેને પરત લાવવા માટે રબારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. પરંતુ ગઈકાલે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આ યુવતીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેનું અપહરણ કરીને રૂપિયા અને દાગીના પડાવવાની વાત કરી હતી. હવે આ ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. આ યુવતીએ એક વીડિયો વાયરલ કરીને કહ્યું છે કે, તેણે પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે અને એસપીજી રબારી સમાજને પ્રેશર કરે છે.

આ યુવતીએ વીડિયોમાં કહ્યું હતું કે, મેં રાજીખુશીથી આ લગ્ન કર્યાં છે. હું મારા પતિ સાથે ખુશ છું મને કોઈ તકલીફ નથી. મારા ઘરેથી હું કોઈ દાગીના લઈને ગઈ નથી. મને અને મારા પતિને પોલીસ અને એસપીજી ગ્રુપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. મારા સાસુ અને તેમના પરિવારને પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. જો વધુ પ્રેશર કરવામાં આવશે તો અમે આત્મહત્યા કરી લઈશું. હું જવાબ લખાવવા માટે પોલીસ સ્ટેશન હાજર થઈશ ત્યારે અમારી પર હુમલો થવાની શક્યતાઓ છે. જેથી પોલીસે અમને અને મારા સાસરિયાઓને રક્ષણ આપવું પડશે. જો અમને કંઈ પણ થશે તો તેના જવાબદાર એસપીજી ગ્રુપ અને પોલીસ રહેશે.

Ahmedabad : અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ કમિશનરે પિરાણા રોડ પર કરી વિઝીટ, અધિકારીઓને આપી જરૂરી સૂચના

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પિરાણા રોડ પર વિઝીટ કરી હતી.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને તે નિર્ણયોના કારણે શહેરીજનોને થોડો ફાયદો થયો છે, શહેરમાં ઘણી જગ્યાએ નવા વિકાસના કામો ચાલી રહ્યાં છે જેને લઈ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

આજે પિરાણા ખાતે પોલીસ કમિશનરે કરી વિઝીટ અને નારોલ-વિશાલ બ્રિજ પર ટ્રાફિકની સમીક્ષા કરવામાં આવી હતી, પિરાણા કટ બંધ કર્યા બાદ ટ્રાફિકમાં રાહત હોવાની વાત પોલીસ કમિશનર જી.એસ.મલિકે મિડીયાને કરી છે, નારોલથી વિશાલા વચ્ચે બ્રિજની કામગીરી ચાલુ છે અને પીરાણા કટ થોડા સમય પહેલા બંધ કર્યો અને તેને લઈ ટ્રાફિક હળવો થયો હોવાની વાત સામે આવી છે, પોલીસ કમિશનરનું વધુમાં કહેવું છે કે, ટ્રાફિક હળવો કરવા પોલીસ સ્ટાફમાં વધારો કર્યો છે અને આવતીકાલે પેલેડીયમ મોલ ખાતે કમિશનર ટ્રાફિકને લઈ વિઝીટ કરશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તો છે સાથે સાથે શહેરીજનો ટ્રાફિકના નિયમોનું જોઈએ એ રીતે પાલન કરતા નથી, અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તા કે જયાં સિગન્લ પર લોકો ઉભા રહે છે પરંતુ જે લોકોને ડાબી સાઈડ તરફ જઉં હોય તે લોકો માટે થોડું અઘરૂ એટલા માટે થઈ જાય કે લોકો સિગન્લ પર પણ ડાબી સાઈડ ઉભા રહી જાય છે અને જે લોકોને ડાબી સાઈડ વળવું છે તે લોકોને જગ્યા મળતી લોકો હોર્ન મારે છે તો પણ તેમને સાઈડ મળતી નથી, અમદાવાદ શહેર પોલીસ તમે ડ્રાઈવ ચલાવો છો એ સારી વાત છે પણ આ લેફટ સાઈડને લઈ પણ ડ્રાઈવ ચલાવો નહીતર લોકો પોતાના નિયમો ઘરના બનાવીને અન્યને સાઈડ આપતા નથી.

Business : સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

સોમવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. વધતા ભૂરાજકીય તણાવ અને મજબૂત અમેરિકન ડોલરના કારણે બંને કિંમતી ધાતુઓમાં વેચવાલી જોવા મળી હતી.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સોમવારે MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ ₹13,606 ઘટીને ₹2.13 લાખ પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો. જ્યારે સોનાના ભાવ ₹7,135 ઘટીને ₹1.37 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.

COMEX પર, સોનાના ભાવ લગભગ 3% ઘટીને 4,462 ડોલર પ્રતિ ઔંસ થયા. નોંધનીય છે કે, સોનાના ભાવ અગાઉના સપ્તાહમાં લગભગ 11% ઘટી ગયા હતા – જે 1983 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો માનવામાં આવે છે. તે જ સમયે, એશિયન ટ્રેડિંગ કલાકો દરમિયાન, ચાંદીના ભાવ પણ લગભગ 3% ઘટીને 67.5 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યા.

નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી ફુગાવા અંગે ચિંતા વધી છે. આનાથી યુએસ ફેડરલ રિઝર્વ સહિત કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ છે. સોનું એક બિન-ઉપજ આપતી સંપત્તિ હોવાથી, આવા વાતાવરણમાં તેની માંગમાં ઘટાડો થાય છે, જેના કારણે કિંમતો પર નીચે તરફ દબાણ આવે છે.

વધુમાં, યુએસ ડોલર અને યુએસ બોન્ડ યીલ્ડમાં મજબૂતાઈ સોના અને ચાંદી માટે પણ હાનિકારક સાબિત થઈ રહી છે. મજબૂત ડોલર અન્ય ચલણો ધરાવતા રોકાણકારો માટે સોનું વધુ મોંઘુ બનાવે છે, જેના કારણે માંગમાં ઘટાડો થાય છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,40,007 1,28,400
વડોદરા

1,40,007 1,28,400
રાજકોટ 1,40,007 1,28,400
સુરત 1,40,007 1,28,400
મુંબઈ 1,40,002 1,28,350
દિલ્હી 1,40,170 1,28,500
પશ્ચિમ એશિયામાં તણાવને લીધે અનિશ્ચિતતામાં વધારો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે ઈરાનને અલ્ટીમેટમ આપ્યા પછી તેલ બજારમાં અસ્થિરતા વધુ તીવ્ર બની હતી. તેમણે ચેતવણી આપી હતી કે પાલન કરવામાં નિષ્ફળતા ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર સંભવિત હુમલાઓનું કારણ બની શકે છે. જવાબમાં, ઈરાને ચેતવણી આપી હતી કે જો તેના પાયા પર હુમલો કરવામાં આવે તો તે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે અવરોધિત કરી શકે છે અને ઊર્જા, IT અને પાણી પુરવઠા માળખાને લક્ષ્ય બનાવી શકે છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ મધ્ય પૂર્વમાં હજારો વધારાના મરીન અને નૌકાદળના કર્મચારીઓને તૈનાત કરી રહ્યું છે. આનાથી આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે, જેની અસર વૈશ્વિક નાણાકીય બજારોમાં સ્પષ્ટપણે દેખાય છે.

વિશ્લેષકો નોંધે છે કે બજારની અનિશ્ચિતતા અને જોખમનું સ્તર હાલમાં ઊંચું છે. પરિણામે, રોકાણકારોની ભાવના સુરક્ષિત – છતાં ઉપજ આપનારા – વિકલ્પો તરફ વળી રહી છે, એક વલણ જે સોના અને ચાંદીના ભાવને દબાણ હેઠળ રાખી શકે છે.

સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ભાવ 2% થી વધુ ઘટીને લગભગ ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા. આ લખાય છે ત્યાં સુધીમાં, હાજર સોનાના ભાવ 2.5% થી વધુ ઘટીને $4,372.86 પ્રતિ ઔંસ થયા હતા. ભાવ ઘટાડાનું આ સતત નવમું સત્ર છે, જેના કારણે ધાતુ 2 જાન્યુઆરી પછી તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. ગયા અઠવાડિયે જ, ધાતુના ભાવ પહેલાથી જ 10% થી વધુ ઘટી ગયા હતા. દરમિયાન, હાજર બજારમાં ચાંદી પણ નબળી પડી હતી, 3.2% ઘટીને $65.61 પ્રતિ ઔંસ થઈ ગઈ હતી.

સોનાના ભાવમાં 43 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. ગયા અઠવાડિયે, ભાવ 10% થી વધુ ઘટીને $4,500 પ્રતિ ઔંસની નીચે બંધ થયા હતા.

Ahmedabad : અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારની રજામાં ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભય માહોલ ફેલાયો હતો.

મળતી માહિતી અનુસાર, ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન કોઈ બાબતે તકરાર થતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ બબાલ એટલી વધી ગઈ હતી કે ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખસે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી (DySP), ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઈંગોલી ગામે દોડી ગયો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર વહિદખાન પઠાણ પાસે રિવોલ્વરનું માન્ય લાયસન્સ છે કે નહીં? જો લાયસન્સ હોય, તો કાયદાનો ભંગ કરીને જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવા બદલ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા. જો હથિયાર ગેરકાયદે હોય, તો તે ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગેની પૂછપરછ કરાશે. હાલ ધોળકા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarat : સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબાવાઈ

0

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો આગામી 27મી માર્ચ, 2026 સુધી નોંધણી કરાવી શકશે.

અગાઉ ઘઉંની ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બીજી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ મુદત લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને સરકારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ 15 દિવસ માટે ખુલ્લી મૂકી છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંના પાક માટે આકર્ષક ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ટેકાનો ભાવ પ્રતિ 20 કિલો 517 રૂપિયા નક્કી કરાયા છે. બજાર ભાવ અને કુદરતી આફતો વચ્ચે ખેડૂતોને આર્થિક સુરક્ષા મળી રહેશે.

હાલમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આવા સમયે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા લંબાવવામાં આવતા ખેડૂતોને મોટો આર્થિક ટેકો મળી રહેશે. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઘઉંનું વ્યાપક વાવેતર થયું હોવાથી મહત્તમ ખેડૂતો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.

Entertainment : ‘ગજની’ ફેમ મધુ મંટેનાના ઘરે બંધાયું પારણું, 50 વર્ષની ઉંમરે બન્યા પિતા, ભગવાન કૃષ્ણનો માન્યો આભાર

0

આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ “ગજની” આજે પણ લોકોને યાદ છે. આ ફિલ્મમાં ચીલાચાલુ કરતાં એક નવી સ્ટોરી રૂજૂ કરવામાં આવી હતી. જેની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી. 21 માર્ચના રોજ આ ફિલ્મના નિર્માતાના જીવનમાં ખુશીનો પ્રસંગ આવ્યો. “ગજની”ના નિર્માતા મધુ મન્ટેના પિતા બન્યાની સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી જાહેરાત કરી. 50 વર્ષે પિતા બનવા પર મધુ મન્ટેનાએ ભગવાન કૃષ્ણના આભાર માન્યો.

રવિવારના દિવસે ગજની નિર્માતા મધુએ ઇન્સ્ટાગ્રામ પર એક ટૂંકી વિડિઓ ક્લિપ પોસ્ટ કરી. આ પોસ્ટમાં ભગવાન કૃષ્ણની તસવીર સાથે વાદળી રંગના બાળકના પગના નિશાન દર્શાવવામાં આવ્યા હતા. પોસ્ટ સામે આવ્યા પછી ચાહકો અને સેલિબ્રિટી તેમને અભિનંદન આપી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું, “કૃષ્ણજી, આ દૈવી આશીર્વાદ બદલ આભાર. તમે અમારા જીવનને પ્રેમ અને પ્રકાશથી ભરી દીધું છે. મેં અને ઇરાએ ગઈકાલે નવરાત્રી અને ઈદના શુભ પ્રસંગે અમારા બાળકનું સ્વાગત કર્યું.”

દંપતીએ માતાપિતા બનવાના ખુશખબર શેર કરતાની સાથે જ ચાહકો અને સેલિબ્રિટીઓએ તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. રાજકુમાર રાવે લખ્યું, “તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. તમારા નાના મહેમાનને મળવા માટે રાહ જોઈ શકતો નથી.” રવિના ટંડન, રાજકુમાર રાવ, પુલકિત સમ્રાટ અને નરગીસ ફખરી સહિત ઘણી હસ્તીઓએ પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેમને અભિનંદન આપ્યા.

ગજની નિર્માતા મધુ મન્ટેનાના ઇરા સાથે બીજા લગ્ન છે. મધુ મન્ટેનાના પહેલા લગ્ન નીના ગુપ્તાની પુત્રી મસાબા સાથે થયા હતા. 2019માં લગ્નના ચાર વર્ષ પછી, મસાબા ગુપ્તા અને મધુ મન્ટેનાએ છૂટાછેડા લીધા હતા. મસાબાથી અલગ થયા પછી, મધુએ 2023માં ઇરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા અને ત્રણ વર્ષ પછી આ દંપતી માતાપિતા બન્યા. ઉલ્લેખનીય છે કે મધુ મન્ટેના “ગજની”થી બોલિવૂડમાં પ્રખ્યાત થયા હતા. તેમણે ઘણી મોટી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હાલમાં તેમણે જુનૈદ ખાન અને ખુશી કપૂર અભિનીત “લવયાપા” નું નિર્માણ કર્યું, જેનું દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું હતું.

Ahmedabad : બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર

અમદાવાદમાં SOGએ બોપલ વિસ્તારમાંથી હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડ્યો છે. SOGએ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા એક શોરૂમ પાસેથી હાઈબ્રિડ ગાંજા સાથે બે શખસોની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક આરોપી ફરાર છે. મહત્ત્વનું છે કે, પોલીસે 9,05,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, SOGની ટીમે બાતમીના આધારે ગત મોડી રાતે બોપલમાં ગાંજો વેચવાની ફિરાકમાં આવેલા શખસો સામે કાર્યવાહી કરી છે. આ રેડ દરમિયાન નારોલમાં રહેતો શિવમસિંહ ભદોરિયા અને શાસ્ત્રીનગરમાં હેમંતકુમાર દેસાઈ પાસેથી 258.76 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 9,05,660 રૂપિયા જેટલી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ગાંજા ઉપરાંત મોપેડ અને 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 9,79,790નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બોપલનો રહેવાસી પૂર્વરાજસિંહ વાઘેલા હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.