નવા નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત સાથે જ 1 એપ્રિલથી દેશમાં ટેક્સ, બેન્કિંગ અને સામાન્ય જનજીવનને સ્પર્શતા અનેક મોટા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર પગારદાર કર્મચારીઓ અને ટેક્સપેયર્સના ખિસ્સા પર પડશે. સૌથી મોટો ફેરફાર ઇનકમ ટેક્સના કાયદામાં છે, જ્યાં જૂના 1961ના કાયદાના સ્થાને હવે ‘નવો આવકવેરા અધિનિયમ 2025’ લાગુ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
પગારદાર કર્મચારીઓ માટે HRA(હાઉસ રેન્ટ એલાઉન્સ) ક્લેમ કરવાના નિયમો હવે વધુ કડક બન્યા છે. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવતા હોવ, તો મકાનમાલિકનો PAN નંબર આપવો ફરજિયાત છે. એટલું જ નહીં, નવા ‘ફોર્મ 124’ મુજબ તમારે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે મકાનમાલિક તમારા પરિવારના સભ્ય છે કે નહીં. બીજી તરફ, હવે નવું PAN કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નહીં ગણાય; તે માટે વધારાના દસ્તાવેજો આપવા અનિવાર્ય બનશે, જેથી સુરક્ષા અને ચકાસણીની પ્રક્રિયા વધુ મજબૂત કરી શકાય.
ક્રેડિટ કાર્ડના વપરાશકારો માટે હવે સાવધ રહેવાનો સમય છે. જો તમે વર્ષ દરમિયાન ડિજિટલ માધ્યમથી 10 લાખથી વધુ અથવા કેશમાં 1 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, તો તેની જાણકારી સીધી આવકવેરા વિભાગને પહોંચશે. જોકે, સરકારે રાહત આપતા હવે ટેક્સ ભરવા માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગની મંજૂરી આપી છે, જે અગાઉ માત્ર નેટ બેન્કિંગ કે ડેબિટ કાર્ડ સુધી મર્યાદિત હતી. આ ઉપરાંત, જો કંપની તરફથી મળેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અંગત ખર્ચ માટે થશે, તો તેને કર્મચારીનો લાભ ગણી તેના પર ટેક્સ લાગી શકે છે, પરંતુ ઓફિશિયલ કામ માટેના ખર્ચ પર કોઈ ટેક્સ નહીં લાગે.
પર્યાવરણની જાળવણી અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા માટે સરકારે 1 એપ્રિલથી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% એથેનોલ ભેળવવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નવા ઈંધણની ગુણવત્તા માટેના નવા ધોરણો પણ લાગુ થશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
श्री पंचदशनाम जूना अखाड़ा के जगद्गुरु पद पर अभिषिक्त होने के उपरांत परम पूज्य जगद्गुरु स्वामी चक्रपाणि नन्द गिरि जी महाराज का प्रथम बार तीर्थराज प्रयागराज में आगमन हुआ। इस ऐतिहासिक अवसर पर उन्होंने अपने गुरुदेव के आदेशानुसार सर्वप्रथम प्रातःकाल त्रिवेणी संगम पहुंचकर विधिवत पूजन-अर्चन किया।तत्पश्चात जगद्गुरु महाराज ने वेणी माधव मंदिर में दर्शन-पूजन किया, उसके उपरांत महर्षि भारद्वाज आश्रम में पूजन कर सप्तऋषियों का स्मरण एवं दर्शन किया। इसके साथ ही उन्होंने संपूर्ण प्रयागराज धाम के प्रमुख तीर्थों के दर्शन किए तथा माँ ललिता देवी मंदिर में श्रद्धापूर्वक पूजा-अर्चना संपन्न की।इसके उपरांत जगद्गुरु महाराज मौज गिरी, जूना अखाड़ा, कीडगंज पहुंचे, जहां उन्होंने अपने पूज्य गुरुदेव श्री पंचदशनाम जूना अखाड़ा के संरक्षक पूज्य श्री हरि गिरि जी महाराज का आशीर्वाद प्राप्त किया तथा धर्म एवं राष्ट्रहित विषयों पर विस्तृत चिंतन किया।
इस पावन अवसर पर प्रयागराज के वरिष्ठ नेता कुमार नारायण (भयंदर) अपने दर्जनों समर्थकों के साथ उपस्थित होकर जगद्गुरु स्वामी चक्रपाणि जी महाराज का पुष्पमाला एवं पटका पहनाकर भव्य स्वागत एवं अभिनंदन किया। उन्होंने कहा कि यह हम सभी के लिए अत्यंत गौरव का विषय है कि स्वामी चक्रपाणि जी महाराज को जूना अखाड़ा द्वारा जगद्गुरु की उपाधि प्रदान की गई है। उन्होंने घोषणा की कि प्रयागराज सहित पूरे देश में जगद्गुरु महाराज के सम्मान में भव्य स्वागत कार्यक्रम आयोजित किए जाएंगे। साथ ही उन्होंने कहा कि श्री पंचदशनाम जूना अखाड़ा का भी पूरे देश में अभिनंदन एवं स्वागत किया जाएगा, जिसने यह ऐतिहासिक निर्णय लेकर सनातन धर्म की गरिमा को और ऊंचाई प्रदान की है। उन्होंने आगे कहा कि शीघ्र ही प्रयागराज में एक विशाल कार्यक्रम आयोजित किया जाएगा।
कार्यक्रम में केपी ट्रस्ट अध्यक्ष के सुपुत्र कौशलेंद्र नाथ सिंह सहित अनेक श्रद्धालुओं ने जगद्गुरु महाराज से आशीर्वाद प्राप्त किया। कौशलेंद्र नाथ सिंह ने कहा कि यह हम सभी के लिए गर्व का विषय है कि स्वामी चक्रपाणि जी महाराज को जगद्गुरु पद पर आसीन किया गया है।इस अवसर पर पत्रकारों से वार्ता करते हुए जगद्गुरु स्वामी चक्रपाणि जी महाराज ने कहा कि शीघ्र ही पूरे देश में “हिंदू स्वाभिमान यात्रा” निकाली जाएगी, जिसका उद्देश्य धर्म रक्षा, गौ रक्षा, मंदिरों की सुरक्षा एवं संतों तथा गौभक्तों की रक्षा सुनिश्चित करना होगा।पत्रकारों द्वारा वृंदावन में गौभक्त परसा बाबा की हत्या के संबंध में पूछे जाने पर उन्होंने कहा कि उन्हें पूर्ण विश्वास है कि उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी दोषियों को किसी भी स्थिति में नहीं छोड़ेंगे और शीघ्र ही न्याय सुनिश्चित होगा।
जगद्गुरु महाराज ने कहा कि अपने पूज्य गुरुदेव से विमर्श उपरांत श्री पंचदशनाम जूना अखाड़ा, विभिन्न हिंदू संगठनों एवं धार्मिक संस्थाओं के सहयोग से राष्ट्रव्यापी “हिंदू स्वाभिमान यात्रा” प्रारंभ की जाएगी।उन्होंने कहा कि उनके जीवन का उद्देश्य सदैव धर्म रक्षा, राष्ट्र रक्षा एवं हिंदू स्वाभिमान की रक्षा रहा है। श्रीराम जन्मभूमि आंदोलन में प्रमुख पक्षकार के रूप में उनकी भूमिका, राष्ट्रविरोधी शक्तियों के विरुद्ध उनके साहसिक कदम तथा हिंदू समाज के सम्मान हेतु उनके द्वारा किए गए कार्य सर्वविदित हैं। यह सम्मान केवल उनका नहीं, बल्कि समस्त राष्ट्रवादी एवं धर्मनिष्ठ समाज का सम्मान है।
कार्यक्रम में प्रमुख रूप से उपस्थित रहे – सुमित श्रीवास्तव, संचित निधि, आर.के. श्रीवास्तव, दिलीप श्रीवास्तव (दीपू), भानु प्रताप सिंह, अमित श्रीवास्तव (रिंकू), धर्मेंद्र कुमार श्रीवास्तव (समीर), कौशलेंद्र बहादुर सहित अनेक गणमान्य नागरिक एवं श्रद्धालु।
ભારતીય સિનેમાના ઇતિહાસમાં અમુક વર્ષો એવાં હોય છે જે તેની ભવ્યતા અને સુપરહિટ ફિલ્મો માટે સુવર્ણ અક્ષરે લખાયેલાં હોય છે. ૧૯૭૮નું વર્ષ આવું જ એક વર્ષ હતું. જ્યારે મોટા પડદા પર અમિતાભ બચ્ચનનો જાદુ ‘ડોન’, ‘મુકદ્દર કા સિકંદર’ અને ‘ત્રિશૂલ’ જેવી ફિલ્મો દ્વારા છવાયેલો હતો, ત્યારે ૨૪ માર્ચ ૧૯૭૮ના રોજ એક એવી ફિલ્મ રિલીઝ થઈ જેણે પોતાની સાદગી, રમુજ અને અનોખી વાર્તાથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા. એ ફિલ્મ એટલે બી. આર. ચોપરા નિર્મિત અને રવિ ચોપરા નિર્દેશિત ‘પતિ પત્ની ઔર વો’. આજે જ્યારે આ ફિલ્મને દાયકાઓ વીતી ગયા છે, ત્યારે પણ તેની તાજગી અકબંધ છે. ચાલો, આ ફિલ્મના વિવિધ પાસાઓ પર એક વિગતવાર નજર કરીએ.
૧. ૧૯૭૮નો સિનેમાઈ માહોલ અને પડકાર ૧૯૭૮ એ એક્શન અને એન્ગ્રી યંગ મેનનો જમાનો હતો. અમિતાભ બચ્ચન બોક્સ ઓફિસ પર રાજ કરતા હતા. આવા સમયે એક મધ્યમ વર્ગીય રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવી અને તેને સફળ બનાવવી એ નિર્માતા બી. આર. ચોપરા માટે એક મોટો પડકાર હતો. પરંતુ ચોપરા હાઉસ હંમેશા અનોખા વિષયો માટે જાણીતું હતું. ‘પતિ પત્ની ઔર વો’ એ લગ્નેતર સંબંધો (Extra-marital affair) જેવા ગંભીર વિષયને હાસ્યના પુટ સાથે રજૂ કરવાની હિંમત કરી હતી.
૨. વાર્તાનો વણાટ: જૂઠાણાંનો ખેલ ફિલ્મની વાર્તા રણજીત ચઢ્ઢા (સંજીવ કુમાર) નામના પાત્રની આસપાસ ફરે છે. રણજીત તેની સુંદર પત્ની શારદા (વિદ્યા સિન્હા) સાથે સુખી લગ્નજીવન માણી રહ્યો છે. તેને એક સંતાન પણ છે. પરંતુ પુરુષ સહજ સ્વભાવ અને ‘થોડુંક કંઈક અલગ’ કરવાની ઘેલછા તેને મુશ્કેલીમાં મૂકે છે. જ્યારે તેની ઓફિસમાં નવી સેક્રેટરી નિર્મલા (રંજીતા કૌર) આવે છે, ત્યારે રણજીત તેની તરફ આકર્ષાય છે. નિર્મલાની સહાનુભૂતિ મેળવવા માટે તે એક સફેદ જૂઠું બોલે છે – કે તેની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાય છે અને ટૂંક સમયમાં મૃત્યુ પામવાની છે! આ એક વાક્ય આખી ફિલ્મને મજેદાર વળાંકો આપે છે. પ્રેક્ષકો એ જોઈને લોટપોટ થઈ જાય છે કે કેવી રીતે રણજીત ઘરે પત્નીને સાચવે છે અને ઓફિસમાં નિર્મલા સામે ‘દુઃખી પતિ’નો અભિનય કરે છે.
૩. સંજીવ કુમાર: અભિનયનો સમ્રાટ આ ફિલ્મના આત્મા સંજીવ કુમાર છે. હરિભાઈ જરીવાલા (સંજીવ કુમાર) જે ભૂમિકા ભજવતા તેમાં પ્રાણ ફૂંકી દેતા. આ ફિલ્મમાં તેમનું કોમિક ટાઈમિંગ અદભૂત છે. તેમની આંખોની રમત અને સંવાદો બોલવાની શૈલીએ રણજીત ચઢ્ઢાના પાત્રને અમર કરી દીધું. રણજીત જ્યારે જૂઠું પકડાઈ જવાની બીકે ગભરાય છે, ત્યારે પ્રેક્ષકોને તેના પર ગુસ્સો આવવાને બદલે દયા અને હસવું આવે છે – આ જ સંજીવ કુમારની સફળતા હતી. તેમને આ ફિલ્મ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનું નોમિનેશન પણ મળ્યું હતું. વિદ્યા સિન્હાએ એક સમજદાર પત્ની તરીકેની ભૂમિકામાં સાદગી અને ગરિમા જાળવી રાખી છે, જ્યારે રંજીતાએ એક નિર્દોષ સેક્રેટરી તરીકે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે.
૪. સંગીત જે આજે પણ ગુંજે છે ફિલ્મનું સંગીત રવીન્દ્ર જૈને આપ્યું હતું, જેઓ મધુર ધૂન બનાવવા માટે જાણીતા હતા. આ ફિલ્મના ગીતો તેની સફળતામાં મોટો ફાળો આપે છે: ”ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે”: આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં કે સવારના સમયે રેડિયો પર આ ગીત ચોક્કસ સાંભળવા મળે છે. મહેન્દ્ર કપૂરના અવાજમાં આ ગીત ઉર્જા અને હાસ્યથી ભરપૂર છે.
”તેરે નામ તેરે નામ”: રવીન્દ્ર જૈને પોતે ગાયેલું આ ગીત રોમેન્ટિક અને મધુર છે, જે રણજીત અને શારદાના સંબંધોની કોમળતા દર્શાવે છે. ૫. બી. આર. ચોપરાનું માર્ગદર્શન અને સામાજિક સંદેશ બી. આર. ચોપરા હંમેશા તેમની ફિલ્મોમાં કોઈને કોઈ સામાજિક પાસું વણતા હતા. ભલે આ ફિલ્મ કોમેડી હતી, પણ તે લગ્નની પવિત્રતા અને વિશ્વાસ પર ભાર મૂકતી હતી. ક્લાઈમેક્સમાં જ્યારે રણજીતનું જૂઠું પકડાઈ જાય છે, ત્યારે જે રીતે શારદા તેને પાઠ ભણાવે છે તે એક મજબૂત સ્ત્રી પાત્રની ઓળખ છે. ફિલ્મનો અંત પણ ખૂબ જ વ્યંગાત્મક છે, જે દર્શાવે છે કે પુરુષ તેની ભૂલમાંથી ક્યારેય શીખતો નથી – જે આજે પણ પ્રસ્તુત લાગે છે.
૬. ૨૦૧૯ની રીમેક અને તુલના ૪૧ વર્ષ પછી, ૨૦૧૯માં આ ફિલ્મની રીમેક બનાવવામાં આવી જેમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેએ કામ કર્યું. જોકે આધુનિક પ્રેક્ષકોને રીમેક ગમી, પણ ૧૯૭૮ની ફિલ્મ જેવી સાદગી અને સંજીવ કુમાર જેવો પ્રભાવ લાવવો અશક્ય હતો. જૂની ફિલ્મમાં જે નિર્દોષતા હતી, તે રીમેકમાં ગ્લેમર પાછળ ક્યાંક ખોવાઈ ગઈ હતી.
૭. ઉપસંહાર ’પતિ પત્ની ઔર વો’ એ માત્ર એક ફિલ્મ નથી, પણ હિન્દી સિનેમાના એક એવા યુગનું પ્રતિબિંબ છે જ્યાં હિંસા વગર પણ વાર્તા હિટ થઈ શકતી હતી. ૨૪ માર્ચ ૧૯૭૮નો એ દિવસ ખરેખર સિનેમાપ્રેમીઓ માટે ભેટ સમાન હતો. આજે પણ જો તમારે હળવાશની પળો માણવી હોય, તો આ ફિલ્મ એક ઉત્તમ વિકલ્પ છે. એક શિક્ષક અને સાહિત્યકાર તરીકે મને લાગે છે કે આવી ફિલ્મો આપણને જીવનના ગંભીર પાસાઓને હળવી રીતે જોવાની દ્રષ્ટિ આપે છે. સંજીવ કુમારની એ સ્મિત અને “ઠંડે ઠંડે પાની સે” ની ધૂન આપણા હૃદયમાં કાયમ જીવંત રહેશે.
લેખક અશ્વિન ગોહિલ ની કલમે (લેખક, કવિ, સાહિત્યકાર)
આજનો દિવસ ફાયદાકારક રહેશે. સામાજિક વિસ્તાર વધશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે રસ રહેશે. આજે તમારી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે. તમે વ્યસ્ત રહેશો. તમને કોઈ મામલે મોટો નિર્ણય લેવો પડી શકે છે.
વૃષભ
આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો. જીવનસાથીને કોઈ કામમાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમે ઘણું શીખશો. માતા-પિતાની સાથે શોપિંગ કરવા જશો
મિથુન
આજે ઓફિસમાં કામનો દબાણ થોડો વધી શકે છે. તમે કેટલાક એવા મામલાઓમાં પડી શકો છો જેના ઉકેલમાં તમને થોડી મુશ્કેલી થઈ શકે. પારિવારિક કામોમાં ઘરના સભ્યોનો સહકાર મળશે. ખર્ચા અંગે તમે ચિંતિત રહી શકો છો. સાથે જ આજુબાજુની દરેક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે
કર્ક
આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરમાં બદલાવ લાવી શકે છે. આ રાશિના આર્ટ્સના વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવાની જરૂર છે. આજે તમારું કોઈ કામ પૂરૂં થવાના આરે આવી અટકી શકે, પરંતુ સાંજ સુધીમાં તે કામ પણ પૂર્ણ થઈ જશે.
સિંહ
આજે કલાત્મક કાર્યોમાં તમારી રસ વધશે. ધીરજથી નિર્ણય લેશો તો સફળતાના નવા માર્ગો ખુલશે. જીવનસાથીની મદદથી તમને કોઈ કામમાં ફાયદો થશે. તમને તમારા ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે, જેથી તમારી ઘણી ઉલઝનો દૂર થશે.
કન્યા
આજે પરિવારજનોનો સહકાર મળશે. તમારા કામ માટે અન્ય લોકોને સહમત કરાવવામાં તમે સફળ થશો. આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમને ફાયદો કરાવશે. આ રાશિના વેપારીઓને કોઈ વ્યક્તિ સાથે જરૂરી મુલાકાત કરવી પડી શકે છે.
તુલા
આજે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. તમારી તમામ પરેશાનીઓ દૂર થશે. કોઈ કામ માટે થોડું દોડધામ કરવું પડે. નવા કાર્યોમાં રસ વધશે. તમે કોઈ નવો કોર્સ જોડાવા વિશે વિચાર કરી શકો છો.
વૃશ્ચિક
આજે પ્રગતિનાં અનેક નવા રસ્તા દેખાશે. તમે પારિવારિક સંબંધોમાં સમન્વય સ્થાપવામાં સફળ થશો. સાંજે બાળકો સાથે સમય વિતાવશો. ઘણા દિવસોથી અટકેલા કામમાં સફળતા મળી શકે છે.
ધનુ
આજે વ્યાપારીઓને ધનલાભ થશે. તમે બાળકો સાથે ખુશીના પળો વિતાવશો. આ રાશિના સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે — તેમને કોઈ મોટી કંપનીથી જૉબ માટે કોલ અથવા ઈમેલ આવી શકે છે. તમારા સકારાત્મક વિચારોને કારણે બોસ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે.
મકર
આજે અગાઉ કરેલા કામમાં મહેનતનું સારું પરિણામ મળશે. ઓફિસનું આનંદદાયક વાતાવરણ તમને ઉત્સાહથી ભરશે. તમે જાતને એનર્જેટિક અનુભવશો. જીવનસાથી સાથે લાંબી વાતચીત થશે, જે સંબંધોને મજબૂત બનાવશે. નવા મિત્રો બનવાની શક્યતા છે. સામાજિક વિસ્તાર વધશે.
કુંભ
આજે તમારી કિસ્મતના તારા ઉજળા રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના છે તો તે આજે પૂર્ણ થશે. જીવનસાથી સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો, જે સંબંધોને મીઠા બનાવશે. આ રાશિના વકીલો માટે દિવસ ઉત્તમ — કોઈ મહત્વનું કેસ તમારા પક્ષમાં રહેશે.
મીન
આજે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતા થઈ શકે, પણ સાંજ સુધીમાં બધું સારું થઈ જશે. ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી શકે, જેથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ભૂલી શકો છો, તેથી જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખો.
અમરેલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની માતાના સંઘર્ષને યાદ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગેસની અછત અને ‘ઇટાલી’ કનેક્શન પર નિશાન સાધ્યું છે.
અમરેલી માર્કેટ યાર્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના બાળપણ અને માતાના સંઘર્ષને યાદ કરી ઉપસ્થિત જનમેદની સમક્ષ ભાવનાત્મક રજૂઆત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના શાસનમાં સામાન્ય જનતા પાયાની સુવિધાઓ માટે તરસતી હતી.
જગદીશ વિશ્વકર્માએ સ્ટેજ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, મારી માએ માથે લાકડા ઉઠાવીને ઘરનો ચૂલો સળગાવ્યો છે, એ દિવસો ક્યારેય ભૂલી ના જશો. તેમણે ઉમેર્યું કે, તેમની માતાએ મજૂરી કરીને તેમને સંસ્કાર આપ્યા છે અને આજે આ સ્થાન સુધી પહોંચાડ્યા છે. તેમણે પોતાની અને સામાન્ય જનતાની માતા-બહેનોના સંઘર્ષને ભાજપ સરકારની ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓ સાથે સાંકળીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં ગેસનો બાટલો મેળવવા માટે પણ મોટી લાગવગ જોઈતી હતી. માત્ર મોટા માણસોને જ સુવિધા મળતી હતી, જ્યારે ગરીબો લાકડા પર રાંધવા મજબૂર હતા. તેમણે આડકતરો પ્રહાર કરતા કહ્યું કે, તમારા નેતાઓ ઇટાલીથી આવ્યા છે, તેમને ચૂલા અને ધુમાડાની તકલીફની સમજ ક્યાંથી હોય? તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, કોંગ્રેસે હંમેશા માતા-બહેનોનું અપમાન કર્યું છે.
જગદીશ વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોડીએ જે રીતે લોકોની સેવા કરી છે, તેના કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે. તેમણે દાવો કર્યો કે, આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે. આ ઉગ્ર નિવેદનને પગલે અમરેલી સહિત રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
અમદાવાદ શહેરમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ઉચ્ચ શિક્ષિત પરિણીતા તેના પતિની વિકૃત માંગણીઓ અને માનસિક ટોર્ચરથી કંટાળીને જીવન ટૂંકાવવા રિવરફ્રન્ટ પહોંચી હતી. જો કે, 181 અભયમ હેલ્પલાઈનની સમયસૂચકતા અને કાઉન્સિલિંગ થકી અભયમની ટીમે મહિલાને ઉગારી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત મહિલા ઉચ્ચ અભ્યાસ કરેલી છે અને 10 વર્ષ પહેલા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ સુધી સંતાન સુખ ન મળતા દંપતીએ મેડિકલ તપાસ કરાવી હતી, જેમાં પતિ પિતા બનવા માટે સક્ષમ ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરની ગાઈડલાઈન મુજબ બેબી પ્લાનિંગ કરી હાલ તેમને પાંચ વર્ષનો દીકરો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી પતિની માનસિકતામાં વિકૃતિ આવતા તેણે પત્ની પાસે અઘટીત માંગણીઓ કરવાનું શરૂ કર્યું હતુ.
મહિલાના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ્યારે તેઓ બહાર ફરવા ગયા હતા, ત્યારે પતિએ તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કર્યું હતું. પતિની વિકૃતિ એટલી હદ વટાવી ગઈ હતી કે તે પોતાની પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતા જોઈને ખુશી અનુભવવા માંગતો હતો. આ દરમિયાન મહિલાએ મજબૂરીમાં ત્રણ વખત સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં ઘરે આવ્યા બાદ પણ પતિ એવી ઈચ્છા રાખતો કે પત્ની તેની સામે એવું વર્ણન કરે કે ટ્રાવેલિંગ દરમિયાન કોઈએ તેની સાથે છેડછાડ કરી શારીરિક સંબંધ બાંધ્યો હોય. પતિ અવારનવાર કુત્રિમ સાધનોનો ઉપયોગ કરી પત્નીને હેરાન કરતો હતો.
પતિના ત્રાસથી કંટાળી મહિલા જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા ગઈ, ત્યારે તેના જીમ ટીચરનો ફોન આવ્યો હતો. જીમ ટીચરે તેને ઈમોશનલ સપોર્ટ આપી પરત બોલાવી હતી. જીમ ટીચરના પણ છૂટાછેડા થયા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, બાદમાં આ મિત્ર (જીમ ટીચર) પણ મહિલાને મેન્ટલી ટોર્ચર કરવા લાગ્યો હતો અને જૂની ઘટનાઓ યાદ અપાવી હેરાન કરતો હતો. મહિલાને સમજાયું કે તે એક મુસીબતમાંથી નીકળી બીજી મુસીબતમાં ફસાઈ ગઈ છે.
જ્યારે મહિલાએ આ મિત્રથી છૂટકારો મેળવવા 181 અભયમની મદદ લીધી, ત્યારે તે મિત્રએ બંનેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધા હતા. અભયમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાયદાકીય પગલાં ભરતા તે વ્યક્તિએ તમામ ફોટા ડિલીટ કરી દીધા હતા અને ભવિષ્યમાં હેરાન ન કરવાની લેખિત બાહેધરી આપી હતી.
અભયમની ટીમે સમગ્ર મામલાની ગંભીરતા જોઈ મહિલાના પતિને પણ સમજાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિષ્ણાતોના મતે પતિની આ પ્રકારની વર્તણૂક ગંભીર માનસિક બીમારીના લક્ષણો હોઈ શકે છે, તેથી તેનું સાયકિયાટ્રિક કાઉન્સિલિંગ કરાવવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવી મહિલાને આગળની કાર્યવાહી માટે સલાહ આપવામાં આવી છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ મિત્રની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસ્તાન આવાસ પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ મિત્રની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસ્તાન આવાસ પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, બે મિત્રો બાઈક પર સાથે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
ભેસ્તાન આવાસ નજીક જાહેરમાં થયેલા આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, નસીબ જોગ ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને પરિવારે આરોપી મિત્ર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ડીંડોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ડીંડોલી પોલીસે ફરાર થઈ ગયેલા હત્યારા મિત્રની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નજીવી બાબતમાં થયેલી આ હત્યાએ સામાજિક સ્તરે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હત્યા પાછળ જૂની કોઈ અદાવત જવાબદાર હતી કે કેમ.
અમદાવાદના માધવપુરામાં પોલીસ ચોપડે ગત નવેમ્બર 2025માં નોંધાયેલા પોક્સોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. પોલીસે મળેલી બાતમીને આધારે સતત ત્રણ દિવસ સુધી વોચ ગોઠવી સિદ્ધપુરના મેત્રાણા ગામના ખેતરોમાં છુપાયેલા 21 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. આ સાથે જ ભોગ બનનારને છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગત 2 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના માધવપુરામાં ઘરકામ માટે ગયેલી સગીરાને 21 વર્ષીય યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાનું અવસાન થયેલું હોવાથી તે તેના કાકી સાથે રહીને ઘરકામમાં મદદ કરતી હતી.આ ઘટનાના દિવસે બપોરના સમયે સગીરા કામના સ્થળેથી અચાનક ગુમ થઈ હતી. ત્યારબાદ પરિવારને જાણવા મળ્યું હતું કે, સાબરમતી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવક સગીરાને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો છે.
સમગ્ર મામલે સગીરાના કાકીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી યુવકે વોટ્સએપ મેસેજ દ્વારા સગીરા તેની સાથે હોવાની જાણ કરી હતી. પરંતુ ત્યારથી આરોપીનું ઘર બંધ અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચઓફ હતો. આ પછી પોલીસે ચાર મહિના સુધી સતત આ અંગે તપાસ કરી હતી. અંતે ટેક્નિકલ રીતે અને હ્યુમન સોર્સ દ્વારા જાણવા મળ્યું હતું કે, આરોપી સગીરા સાથે સિદ્ધપુરના મેત્રાણા ગામમાં છુપાયેલો છે. જે બાદ પોલીસે ત્રણ દિવસ સુધી ત્યાં વોચ રાખીને આરોપીને ઝડપી લીધો હતો અને સગીરાને છોડાવી હતી.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ ઉપલબ્ધિ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે વડાપ્રધાન મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સરકાર ચલાવનાર હેડ તરીકે એક નવી ઓળખ સ્થાપિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ જોડાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીથી લઈને દેશના વડાપ્રધાન તરીકે સેવા આપતા તેમણે જાહેર જીવનમાં કુલ 8,931 દિવસ પૂર્ણ કર્યા છે. આ સાથે તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચેમલિંગના 8,930 દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ ઉપલબ્ધિ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે વડાપ્રધાન મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સરકાર ચલાવનાર હેડ તરીકે એક નવી ઓળખ સ્થાપિત કરી રહ્યા છે. તેમની આ સફર સતત મહેનત, પ્રતિબદ્ધતા અને દેશના સર્વાંગી વિકાસ માટેના દૃઢ સંકલ્પને દર્શાવે છે.
મોદીનો રાજકીય પ્રવાસ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયો હતો, જ્યાં તેમણે લાંબા સમય સુધી શાસન સંભાળ્યું અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે આર્થિક, ઔદ્યોગિક અને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ સતત સેવા, નેતૃત્વ અને દેશના વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
આ અવસરને ખાસ બનાવવા માટે નાગરિકોને NaMo App મારફતે શુભેચ્છા પાઠવવા, સેલ્ફી અને સ્ટિકર્સ શેર કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીનો આ માઈલસ્ટોન ભારતની વૃદ્ધિ ગાથાને વધુ મજબૂત બનાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે પોતાના જીવનના સૌથી મોટા પરિવર્તનને દુનિયા સાથે શેર કર્યું છે. અનાયાએ ખુલાસો કર્યો કે, તેણે થાઇલેન્ડમાં જેન્ડર-અફર્મિંગ સર્જરી કરાવી છે. અનાયાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં સર્જરી પછી તેના પિતા સાથેનો ફોટો શેર કરીને લખ્યું કે, ‘આ સફર સરળ નહોતી. ન ફક્ત મારા, પરંતુ મારા સમગ્ર પરિવાર માટે પણ…’
અનાયા મુજબ, શરૂઆતમાં આ પરિવર્તનને સમજવું અને તેનો સ્વીકાર કરવો એ પરિવાર માટે મુશ્કેલ હતો. ઘણા સવાલો અને મૂંઝવણ હતી, પરંતુ ધીરે-ધીરે બધુ સમજ્યાં. અયાનાએ તેના પિતાને લઈને સૌથી ખાસ વાત જણાવી કે, ‘આ મુશ્કેલી સમયે મારા પિતાનો સાથ મારા માટે સૌથા મોટી તાકાત બની. ભલે શરૂઆતમાં સમય લાગ્યો પરંતુ સાચો અને કોઈ શરત વગરનો સપોર્ટ મને મળ્યો.’
છેલ્લા કેટલાક વર્ષોમાં અનાયાની ટ્રાન્સફોર્મેશન સફર ધીમે ધીમે સામે આવી હતી. જન્મ સમયે અનાયાને પુરુષ માનવામાં આવી હતી અને શરૂઆતમાં તેનું નામ આર્યન રાખવામાં આવ્યું હતું. તેણે ક્રિકેટ પણ રમી હતી અને મુંબઈ અંડર-16, પુડુચેરી અંડર-19 અને મુંબઈ અંડર-23 ટીમો માટે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો.
2023માં અનાયાએ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી(HRT) શરૂ કરી અને તેના ટ્રાન્સફોર્મેશનને લઈને ખુલ્લેઆમ બોલવાનું શરૂ કર્યું. જો કે, આ સમયગાળા દરમિયાન તેણે અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ક્રિકેટમાં, જ્યાં શારીરિક ફેરફારોએ તેની રમતમાં અસર કરી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અનાયાએ એ પણ ખુલાસો કર્યો કે, આ સફર દરમિયાન તેને કેટલાક મુશ્કેલ અને દુઃખદ અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. અનેક મુશ્કેલી છતાં તેણે પોતાની જાતને સ્વીકારી અને આગળ વધતી રહી.