Home Blog Page 258

Gujarat : જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

0

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા એક રિક્ષાચાલકની યુવાન પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ માં ફ્રેન્ડશીપ કરનાર હૈદરાબાદના એક શખ્સ એ મિત્રતા તોડી નાખવાના મામલે ધાકધમકી આપી હતી, જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને હૈદરાબાદના શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અમૃતલાલ મહીડા નામના રીક્ષા ચાલકની યુવાન પુત્રી કે જેને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ માં દિનેશ નામક યુવક સાથે મિત્રતા થઈ હતી.થોડો સમય વાતચિત ચાલી હતી, પરંતુ યુવતીને પસંદ ન હોવાથી દિનેશ સાથે મિત્રતા તોડી નાખી હતી, જેથી તે ઉસકેરાયો હતો, અને યુવતીને ફોન કરીને ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

જેથી આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, ત્યાં રીક્ષા ચાલક અમૃતભાઈ દ્વારા હૈદરાબાદના દિનેશ નામના શખ્સ વીરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 351(3) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Entertainment : મણિરત્નમની આગામી ફિલ્મમાં એ આર રહેમાન સંગીત આપશે

0

મણિરત્નમ અને એએઆર રહેમાને ભૂતકાળમાં પણ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનની દિલ સે થી લઇને ઐશ્વર્યાની પોન્યિયનિ સેલ્વન સુધી મણિરત્મ અને રહેમાને દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે. તેની ફિલ્મમાં સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી જોવા મળવાની છે.

આ પહેલા એવી માહિતી હતી કે, મણિરત્નમની ફિલ્મમાં સાઇ અભ્યંકરનું સંગીત હશે.પરંતુ હવે એ આર રહેમાન હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. મણિરત્મની નવી ફિલ્મની જાણકારી તેની પ્રોડકશન કંપનીના સત્તાવાર ઇનસ્ટાગ્રામ પેજ મદ્રાસ ટોકીઝ પરઆપવામાં આવી હતી. મણિરત્નમ અને વિજય સેતુપતિની પણ આ બીજી ફિલ્મ સાથે હશે.

World : કતારમાં દરિયામાં હેલિકોપ્ટર તૂટી પડતા 6 લોકોના મોત, એક હજુ લાપતા, સર્ચ ઓપરેશન ચાલુ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કતારથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે કતારના દરિયાઈ વિસ્તારમાં એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. જેમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કતારના આંતરિક મંત્રાલયે આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અકસ્માત બાદ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે, જેની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

દુર્ઘટનાની જાણ થતાની સાથે જ કોસ્ટગાર્ડ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, સમુદ્રની પ્રતિકૂળ સ્થિતિ અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. ગુમ વ્યક્તિને શોધવા માટે આધુનિક સર્વેલન્સ સાધનો અને પ્રશિક્ષિત જવાનોની મદદ લેવામાં આવી રહી છે. કતારના સંરક્ષણ મંત્રાલયે પણ આ અકસ્માત અંગે પ્રાથમિક જાણકારી આપી હતી.

કતાર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય માટે અનેક યુનિટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. ગુમ વ્યક્તિને શોધવા અને અકસ્માતના કારણોની તપાસ કરવા માટે રેસ્ક્યુ જહાજો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સરકાર હવામાન અને સમુદ્રી મોજાની સ્થિતિ પર પણ સતત નજર રાખી રહી છે જેથી બચાવ કામગીરી સુરક્ષિત રીતે આગળ વધારી શકાય.

Panchamahal : ચૈત્ર નવરાત્રિમાં પાવાગઢ મતાજીના દર્શને આવેલો વડતાલનો યુવક ખીણમાં પડ્યો

0

ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં માતાજીના દર્શને આવેલા યુવકને ડુંગર પર અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. મંદિરે માતાજીના દર્શન કરવા માટે જતો યુવાન ખીણમાં પડ્યો હતો. અચાનક જ યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો.

ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં માતાજીના દર્શને આવેલા યુવકને ડુંગર પર અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. મંદિરે માતાજીના દર્શન કરવા માટે જતો યુવાન ખીણમાં પડ્યો હતો. અચાનક જ યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. તાત્કાલિક આ યુવકનું રેસક્યૂ કરી તેને સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન વડતાલનો 24 વર્ષનો યુવક તુષાર માતાજીના દર્શને પાવાગઢ આવ્યો હતો. ડુંગર ચઢીને માતાજીના દર્શન કરવા જતી વખતે અસહ્ય તાપને કારણે તેને ચક્કર આવ્યા હતાં. આ દરમિયાન તે ઢળી પડ્યો અને ખીણમાં ખાબક્યો હતો. તુષારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેનું તાત્કાલિક રેસ્કયૂ ઓપરેશન કરી તાત્કાલિક સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Ahmedabad : સિવિલ લિકર કૌભાંડમાં કોર્ટે ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વિકર પરમીટના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં 9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે તો બીજી તરફ તપાસ કરવા માટે 5 સભ્યોની કમિટી બનાવી છે જે મેડીકલ લીકર પરમીટ કૌભાંડની તપાસ કરી રહી છે. સિવિલ તંત્રએ 3 માસનો ડેટા પોલીસને સોંપ્યો છે. કૌભાંડ મુદ્દે 4 પરમિટ ધારકના નિવેદન નોંધાયા છે. પોલીસે આ કેસમાં 9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. પોલીસે તેમના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આરોપીઓને 25 માર્ચ 11 વાગ્યા બાદ ફરી કોર્ટમાં રજૂ કરાશે.

જે રોગી કલ્યાણ સમિતિ ફંડમાં કૌભાંડ થયું તે વિભાગના ફરજ બજાવતા અધિકારીઓને આ કૌભાંડની તપાસ સોંપાઈ છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.કર્મચારીથી લઈને સિનિયર કલાંકે ઉઘરાવેલા રુપિયાની ઉપર બેઠેલા લોકોને કેમ ખબર ના પડી. શા માટે માત્ર 9 અરજદારોની તપાસ કરાઈ છે. રોગી કલ્યાણ સમિતિમાં ફંડ જમા કરાવવાનુ કામ વરસોથી ચાલી રહ્યું છે તો અગાઉના વ્યવહારોની તપાસ પણ સત્વરે કરવી જરૂરી બની છે. જેથી મોટામાથાઓના નામ પણ ખુલી શકે છે. અમદાવાદ સિવિલ તંત્રએ પોલીસને ત્રણ માસનો ડેટા આપ્યો છે. જ્યારે પોલીસે 2025 અને 2026 સુધીનો ડેટા માંગ્યો છે.

પોલીસે સિવિલ તંત્રના કમ્પ્યુટર કબજે લીધા છે. આ કૌભાંડ મુદ્દે ચાર પરમીટ ધારકોના નિવેદન નોંધાયા છે. આજે પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસ કરશે. આરોપીઓએ લીકર પરમીટ માટે મેળવેલા નાણાં જમા કરાવ્યા નહોતા. કેટલા સમયથી આ કૌભાંડ ચાલતુ અને કોના ઈશારે રૂપિયા રોકડમાં લેવામાં આવતા હતાં તેની પણ તપાસ કરવામાં આવશે. 1.80 લાખના કૌભાંડની રકમ કોને કોને મળી તે અંગે તપાસ થશે.

National : PM મોદીએ બોલાવી હાઈ-લેવલ મીટિંગ, પશ્ચિમ એશિયાની બદલાતી પરિસ્થિતિ પર કરશે ચર્ચા

0

ગંભીર પરિસ્થિતિની સીધી અસર ભારત પર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) વરિષ્ઠ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.

પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિની સીધી અસર ભારત પર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) વરિષ્ઠ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બદલાતી વૈશ્વિક પરિસ્થિતિની સમીક્ષા કરવાનો અને ભારતની આર્થિક સ્થિરતા જાળવવાનો છે.

ભારત તેના ક્રૂડ ઓઈલ (કાચું તેલ) અને કુદરતી ગેસના પુરવઠા માટે પશ્ચિમ એશિયાના દેશો પર નિર્ભર છે. યુદ્ધ જેવી સ્થિતિમાં દરિયાઈ માર્ગો (લોજિસ્ટિક્સ) ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પીએમ મોદીની આ બેઠકમાં પેટ્રોલિયમ, વીજળી અને ખાતર ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સરકારનું પ્રાથમિક લક્ષ્ય એ છે કે દેશમાં ઈંધણનો પુરવઠો અવિરત રહે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધવા છતાં સ્થાનિક ગ્રાહકો પર તેનો બોજ ઓછો પડે.

નોંધનીય છે કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ભારત સરકાર આ સમગ્ર વિકાસ પર નજીકથી નજર રાખી રહી છે કારણ કે પશ્ચિમ એશિયામાં લાખો ભારતીયો વસે છે અને ત્યાંની અસ્થિરતા ભારતની સુરક્ષા અને વેપારી હિતોને નુકસાન પહોંચાડી શકે છે. બેઠકમાં ભારતીય નાગરિકોની સલામતી અને પ્રાદેશિક શાંતિ જાળવવા માટેના રાજદ્વારી વિકલ્પો પર પણ વિચારણા થવાની શક્યતા છે.

સરકાર પહેલેથી જ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો અને અન્ય દેશો સાથેના વેપાર સંબંધોની ચકાસણી કરી રહી છે જેથી કોઈપણ કટોકટીમાં ભારત આત્મનિર્ભર રહી શકે. આ હાઈ-લેવલ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયો આગામી દિવસોમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિની દિશા નક્કી કરશે. સરકાર ખાતરી કરવા માંગે છે કે આવશ્યક ચીજવસ્તુઓની અછત ન સર્જાય અને દેશની આર્થિક ગતિ જળવાઈ રહે.

Gujarat : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી

0

ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે ગુજરાતીઓમાં અમુક પ્રસંગો કે તહેવારોમાં હોટલમાં જઈને ગુજરાતી થાળી આરોગવા જવાની એક રસમ છે. પરંતુ હાલમાં પ્રવર્તેલી એલપીજીની અછતને કારણે ગુજરાતી થાળી પર અંદાજિત વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટોએ હાલમાં લાગુ કર્યો છે.

બ્લુમબર્ગના માર્ચ 2026ના અહેવાલો અનુસાર, ઈરાન યુદ્ધ અને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝના બંધ થવાથી ભારતમાં ઓઇલ અને LPGની અછત સર્જાઈ છે. આનાથી ગુજરાતી થાળીનો ખર્ચ વધ્યો છે. ગુજરાતી થાળીમાં સામાન્ય રીતે રોટલી, દાળ, બે-ત્રણ શાક, ભાત, ઘી, પાપડ, અથાણું, છાશ, કઢી અને ફરસાણ આવે છે. આ તમામ વાનગીઓ બનાવવામાં LPG અને ખાદ્ય તેલનો મુખ્ય વપરાશ થાય છે.

ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલથી વધી 105 ડૉલર સુધી પહોંચ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી 40%થી વધુ વધારો. ભારત 80% ક્રૂડ અને ત્રણ-ચતુર્થાંશ એલપીજી હોર્મુઝ માર્ગે આયાત કરે છે. આ અછતે ખાદ્ય તેલ અને પરિવહન ખર્ચ પણ વધાર્યા છે. એલપીજીના ભાવમાં સૌથી મોટો ફટકો ઘરગથ્થુ 14.2 કિલો સિલિન્ડરના ભાવમાં 7% વધારો થયો છે જે હવે 913 થયા છે. કોમર્શિયલ સિલિન્ડરની સામાન્ય કિંમત 1,900 હતી, પણ બ્લેક માર્કેટમાં હવે બમણી-ત્રણ ગણી થઈ ગઈ છે.

ઘરગથ્થુ એલપીજીમાં 7%ના વધારાથી રસોઈ ખર્ચમાં 20-30નો વધારો થયો છે. ખાદ્ય તેલ અને શાકભાજીના પરિવહન ખર્ચ વધતા એક થાળીનો કુલ ખર્ચ 8-12% મોંઘો થયો છે. જેની સીધી અસર ઘરેલું ગુજરાતી થાળી દાળ-ભાત-શાક-રોટલી પર થઈ છે.

રેસ્ટોરન્ટ એસોસિયેશન અનુસાર 80% રેસ્ટોરન્ટ એલપીજીના ઉર્જા સ્ત્રોત પર આધારિત છે. કોમર્શિયલ એલપીજીની અછતને કારણે ઘણી હોટલોમાં “ક્રાઈસિસ મેન” બનાવવું પડ્યું છે અને થાળીના ભાવમાં 10%થી વધુ વધારો થયો છે. મોટા ભાગની અમદાવાદની રેસ્ટોરન્ટે પોતાના ભાવમાં 20થી 50 રૂપિયાનો વધારો કર્યો છે. ઘણી હોટલોએ બીજી રીતે વડોદરા અને અમદાવાદમાં મેનુ કટ કર્યું છે. ખાતરની અછતથી લાંબા ગાળે શાકભાજી અને અનાજ પણ મોંઘા થશે અને તેના કારણે પણ ગુજરાતી થાળી વધુ મોંઘી થશે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ફૂડ ઈન્ફ્લેશન વધુ વધશે. સરકારે ઘરગથ્થુ એલપીજીના ભાવ ન વધે તે માટે અસરકારક પગલાં લીધા છે પરંતુ હોટલો અને ઢાબા હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.

Gujarat : યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરેશાન

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે ગુજરાતના સુપ્રસિદ્ધ શ્રદ્ધાધામો સુધી પહોંચી છે. આ યુદ્ધને કારણે સર્જાયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતને પગલે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને આણંદ જિલ્લાના પીપળાવ સ્થિત આશાપુરી માતાજીના મંદિરની ભોજન પ્રસાદી અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે.

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માટે ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદીની સેવા હાલ યુદ્ધના કારણે બંધ કરી દેવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યાનુસાર, શનિવાર અને રવિવારના રોજ અંદાજે 2 હજારથી વધુ ભક્તો ભોજનનો લાભ લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં 1 હજાર જેટલા ભક્તો અહીં પ્રસાદ લેતા હતા. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા રસોડામાં ઈંધણની અછત સર્જાઈ છે. મંદિર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેવી સિલિન્ડરની પૂર્તિ થશે, કે તુરંત ભોજન પ્રસાદી ફરી કાર્યરત કરવામાં આવશે.

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલું સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીનું મંદિર પણ ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં વર્ષોથી ચાલતી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઈંધણના અભાવે બંધ કરવી પડી છે. દર રવિવારે અહીં સમગ્ર ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ભોજનાલય બંધ થતા દૂર-દૂરથી આવતા ભક્તોને હવે બહારની હોટલો કે નાસ્તાના સેન્ટરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી કોમર્શિયલ ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ છે. મંદિર પ્રશાસનના તમામ પ્રયાસો છતાં જરૂરિયાત મુજબના બાટલા ન મળતા અંતે ભોજન પ્રસાદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છેકે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર જ નહીં, પરંતુ સામાન્ય જનતા અને ધાર્મિક સંસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે. સ્થાનિકો અને ભક્તોની માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના આ સમયગાળામાં આવશ્યક સેવાઓ અને ધાર્મિક સ્થાનો માટે ગેસની પૂર્તિ અગ્રતાના ધોરણે કરવામાં આવે, જેથી હજારો શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધા જળવાઈ રહે.

Entertainment : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મ આપનાર એક્ટર સાથે વાપસી કરશે અનુષ્કા શર્મા?

0

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. ફેન્સ ફરીથી તેનો અભિનય જોવા માટે ઉત્સુક છે. છેલ્લા આઠ વર્ષમાં તેની અભિનેત્રી તરીકે કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.અનુષ્કા શર્માને બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપની અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેણે અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે અને ભૂમિકાઓ ભજવી છે. જોકે, અભિનેત્રીએ છેલ્લા કેટલાક વર્ષોથી અભિનયથી વિરામ લીધો છે. છેલ્લા કેટલાક સમયથી તેના પુનરાગમનની ચર્ચાઓ ફેલાઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. જો કે, હવે અભિનેત્રીના પુનરાગમન અંગે કેટલાક મોટા અપડેટ્સ સામે આવ્યા છે જે ફેન્સના ચહેરા પર સ્મિત લાવી શકે છે. જો બધું બરાબર રહ્યું, તો અભિનેત્રી ટૂંક સમયમાં તેના આગામી પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે.

પરંતુ અભિનેત્રીનું પુનરાગમન ફક્ત પુનરાગમન જ નહીં, પણ એક ડેબ્યૂ પણ હશે. સાઉથ સિનેમાની વધતી જતી લોકપ્રિયતા અને બોલીવુડ સ્ટાર્સની વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને, અહેવાલો સૂચવે છે કે અભિનેત્રી સાઉથમાં પદાર્પણ કરી શકે છે. અમે તેનો આગામી પ્રોજેક્ટ શું હોઈ શકે છે તે જાહેર કરી રહ્યા છીએ.

અહેવાલો અનુસાર, અનુષ્કા શર્મા સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ, AA22xA6 સાથે વાપસી કરી શકે છે. જો એમ હોય, તો તે તેની સાઉથ ભારતીય પદાર્પણ હશે. જોકે, નિર્માતાઓ કે અભિનેત્રીએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. અગાઉ, તે મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત ફિલ્મ ચકદહા એક્સપ્રેસ સાથે વાપસી કરવાની હતી. જોકે, કેટલાક કારણોસર આ ફિલ્મ પર કામ પૂર્ણ થયું ન હતું, અને આ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો હતો. હવે, અભિનેત્રી સાઉથ ભારતીય પદાર્પણ કરી શકે છે.

AA22xA6 ની વાત કરીએ તો, પુષ્પા 2 પછી આ સાઉથ સુપરસ્ટારની સૌથી મોટી ફિલ્મ છે, અને તે એક સમાંતર બ્રહ્માંડ પર સેટ હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન શાહરૂખ ખાનની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મના દિગ્દર્શક એટલી દ્વારા કરવામાં આવી રહ્યું છે. દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે, અને રશ્મિકા મંદાના નકારાત્મક ભૂમિકા ભજવી રહી હોવાના અહેવાલો પણ છે. અહેવાલો એ પણ સૂચવે છે કે અલ્લુ ફિલ્મમાં ઘણા જુદા જુદા પાત્રો ભજવી શકે છે. જ્યારે ફિલ્મ વિશે હજુ સુધી ઘણા અપડેટ્સ આવ્યા નથી, એવું માનવામાં આવે છે કે નિર્માતાઓ અલ્લુ અર્જુનના 44મા જન્મદિવસ પર ટીઝર અને ટાઇટલ રિલીઝ કરી શકે છે.

National : નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ છોડ્યા

0

ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપનારા નેતા બની ગયા છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનો 8,930 દિવસનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. પીએમ મોદીના નામે હવે સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ નોંધાયા છે, જે એક મોટું માઇલસ્ટોન માનવામાં આવે છે.

પીએમ મોદીની આ યાત્રા 7 ઓક્ટોબર 2001ના રોજ શરૂ થઈ હતી, જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વર્ષ 2001 થી 2014 સુધી સતત ગુજરાતની કમાન સંભાળી. આ દરમિયાન રાજ્યમાં અનેક ચૂંટણીઓ આવી, પરંતુ તેઓ ક્યારેય હાર્યા નહીં. 2014માં ઐતિહાસિક જીત સાથે વડાપ્રધાન પદ સંભાળ્યું અને ત્યારબાદ 2019 અને 2024માં પણ સતત જનસમર્થન મેળવીને સત્તા પર યથાવત રહ્યા.

પીએમ મોદીએ પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે 2001માં ગુજરાતની જવાબદારી સંભાળી ત્યારે રાજ્ય ભૂકંપ, વાવાઝોડું અને દુષ્કાળ જેવી કુદરતી આફતો તેમજ રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું હતું. આ પડકારોએ જ તેમને મજબૂત બનાવ્યા. તેમણે પોતાની માતાની શીખને યાદ કરતા કહ્યું કે, “ગરીબો માટે કામ કરવું અને ક્યારેય લાંચ ન લેવી” એ જ તેમના જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે.

વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળના રિપોર્ટ કાર્ડ અંગે તેમણે દાવો કર્યો કે, છેલ્લા 11 વર્ષમાં દેશના 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારત આજે વિશ્વની મજબૂત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામ્યું છે. તેમણે નારી શક્તિ, યુવા શક્તિ અને ખેડૂતોના સશક્તિકરણને વિકસિત ભારતના લક્ષ્ય માટે અનિવાર્ય ગણાવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઉપલબ્ધિને નવા ભારતના નિર્માણની પાયાની ઈંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે, પીએમ મોદી છેલ્લા 24 વર્ષથી એક પણ રજા લીધા વિના દેશની સેવા કરી રહ્યા છે. બીજી તરફ, રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ રેકોર્ડ પીએમ મોદીની નેશન ફર્સ્ટની વિચારધારા અને પ્રામાણિકતાનું પ્રતીક છે.