Home Blog Page 259

Banaskantha : અંબાજીના ચાચર ચોકમાં ‘અંબાજી ઉત્સવ’નો પ્રારંભ, વહીવટદાર અને અધિક કલેક્ટરના હસ્તે મહોત્સવને ખુલ્લો મુકાયો

0

યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત બે દિવસીય ‘અંબાજી ઉત્સવ’નો ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો.વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આ મહોત્સવને અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં માઈભક્તો, યાત્રાળુઓ અને કલા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિ અને સાંસ્કૃતિક ઊર્જાનો અનોખો માહોલ સર્જાયો હતો. ઉત્સવના પ્રથમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સમૃદ્ધ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લોકસંગીત, ભક્તિ સંગીત, નૃત્ય અને હાસ્ય રસનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાની આગવી અને મનોરંજક શૈલીમાં લોકસાહિત્ય અને હાસ્યરસની સરવાણી વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઈન્દિરાબેન શ્રીમાળીએ ભાવભીની ભક્તિ સંગીતની રજૂઆત કરી માઈ ભક્તોને આધ્યાત્મિક ભાવમાં લીન કર્યા હતા, જ્યારે સુશ્રી રમિંદર ખુરાનાએ ઓડીસી નૃત્યની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા દર્શકોને મોહી લીધા હતા. કલ્પેશ દવે દ્વારા માતાજીની ભાવભીની સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રાસ મહોત્સવની રંગત જમાવી દર્શકોમાં નવરાત્રિની પરંપરાગત આનંદમય લાગણી પ્રગટાવી હતી.

આ પ્રસંગે અંબાજી વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રિના આ પાવન અવસરે માઈભક્તોમાં ભક્તિ, સાંસ્કૃતિક જાગૃતિ અને પરંપરાગત મૂલ્યોનો પ્રસાર થાય તે હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી યાત્રાધામની ઓળખ વધુ મજબૂત બને છે. તેમણે જણાવ્યું કે, ઉત્સવના બીજા દિવસે પણ લોક ગાયકો, ભજન મંડળો અને વિવિધ કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામવાની છે. સાથે સાથે ભક્તિમય વાતાવરણમાં માઈભક્તો માતાજીના દર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકશે. આ બે દિવસીય ‘અંબાજી ઉત્સવ’ ભક્તિ, સંસ્કૃતિ અને લોક કલાકૃતિઓનો અનોખો સંગમ બની યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો છે.

National : છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરમાં રોપવે તૂટતા એક મહિલાનું મોત, સાત ઘાયલ

0

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી રવિવારે સવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સુપ્રસિદ્ધ ખલ્લારી માતા મંદિર ખાતે રોપવે તૂટી પડવાને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે.છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી રવિવારે સવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સુપ્રસિદ્ધ ખલ્લારી માતા મંદિર ખાતે રોપવે તૂટી પડવાને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં રાયપુરની 28 વર્ષીય યુવતી આયુષી સતકરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, રવિવારે સવારે આશરે ૧૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. નવરાત્રિના ઉત્સવને કારણે મંદિરમાં ભારે ભીડ હતી. ભક્તો પહાડ પર સ્થિત માતાજીના મંદિરના દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા. જ્યારે રોપવેની ટ્રોલી પાયા તરફ આવી રહી હતી, ત્યારે અચાનક લોખંડનો કેબલ તૂટી ગયો હતો. ટ્રોલીમાં તે સમયે કુલ આઠ લોકો સવાર હતા, જે તમામ હવામાંથી સીધા જમીન પર પટકાયા હતા.

અકસ્માત થતા જ આસપાસના લોકો અને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ થયેલા તમામ સાત શ્રદ્ધાળુઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાની ગંભીરતા જોતા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ખલ્લારી માતા મંદિરમાં રોપવે અકસ્માતના સમાચાર અત્યંત પીડાદાયક છે. દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. મેં અધિકારીઓને આ ઘટનાની વિગતવાર તપાસ કરવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના આદેશ આપ્યા છે. જે કોઈ પણ વ્યક્તિ આ બેદરકારી માટે જવાબદાર હશે, તેને બક્ષવામાં આવશે નહીં.”

Entertainment : Dhurandhar 2ને લઈને કેમ ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ? ફેન્સે એક્ટ્રેસ પર ઉઠાવ્યા સવાલ!

0

ધુરંધર 2 સ્ટાર રણવીર સિંહની પત્ની અને બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરી રહી છે. દરેક વ્યક્તિ હમઝાની વાસ્તવિક જીવનની પત્ની પર સવાલ ઉઠાવી રહી છે.

રણવીર સિંહની ફિલ્મ ધૂરંધર: ધ રિવેન્જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર ₹500 કરોડથી વધુની કમાણી કરી છે. આ દરમિયાન, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર સમાચારમાં છે. જ્યાં તેમના પતિ અને બોલીવુડ સ્ટાર રણવીર સિંહની ફિલ્મ ધૂરંધર 2 માટે પ્રશંસા થઈ રહી છે, ત્યાં જ સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણને ટ્રોલ કરવામાં આવી રહી છે.

રણવીર સિંહની ધુરંધર 2ની સફળતાથી દરેક વ્યક્તિ ફિલ્મની સ્ટારકાસ્ટની પ્રશંસા કરી રહી છે. બોલીવુડથી લઈને સાઉથ ભારતના સ્ટાર્સ સોશિયલ મીડિયા પર રણવીર સિંહની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મના કલાકારો અને તેમના પરિવારો માટે ધુરંધર 2નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, પરંતુ દીપિકા પાદુકોણ ગેરહાજર રહી. પરિણામે, લોકોએ દીપિકાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

લોકો સોશિયલ મીડિયા પર દીપિકાને ટ્રોલ કરી રહ્યા છે કારણ કે તેઓ માને છે કે તે રણવીર સિંહને સપોર્ટ કરી રહી નથી. દીપિકા સંગીતકાર ઋષભ શર્માના કોન્સર્ટમાં જોવા મળી હતી, જેના કારણે દીપિકા પાસે કોન્સર્ટમાં હાજરી આપવા માટે સમય હોવા છતાં રણવીર સિંહ માટે પ્રશંસા પોસ્ટ ન કરવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ધુરંધર 2ની રિલીઝ પછી, દીપિકાએ સોશિયલ મીડિયા પર રણવીર સિંહ સંબંધિત કોઈ પોસ્ટ શેર કરી નથી, જેના કારણે ટ્રોલિંગ થઈ રહ્યું છે.

દીપિકા પાદુકોણે પણ આ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે, ત્યારે તેના ફેન્સ તેના સમર્થનમાં ઉભા છે. દીપિકાના ફેન્સના મતે, દીપિકાએ રણવીર સિંહના સમર્થનમાં ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. દીપિકાએ ફિલ્મની રિલીઝ ડેટ અને એડવાન્સ બુકિંગ અંગેની પોસ્ટ્સ પણ શેર કરી છે. લોકો એમ પણ કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર બધું દેખાડવું યોગ્ય નથી, તેથી દીપિકાને આ માટે ન્યાય ન આપવો જોઈએ. હવે, એ જોવું રસપ્રદ રહેશે કે દીપિકા પાદુકોણે આ બાબતે પોતાનું મૌન તોડે છે કે નહીં.

Business : સોનાના ભાવમાં કડાકો! એક અઠવાડિયામાં ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો લેટેસ્ટ રેટ

0

આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં 12% સુધીનો ઘટાડો થયો છે. મજબૂત ડોલર અને નફા-બુકિંગને કારણે બજાર દબાણ હેઠળ છે. જોકે, નિષ્ણાતો માને છે કે ઘટાડા પછી માંગમાં વધારો થઈ રહ્યો છે અને વધુ રિકવરીની આશા છે.

આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો, જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. મજબૂત યુએસ ડોલર અને કડક નાણાકીય નીતિના સંકેતોએ કિંમતી ધાતુઓ પર દબાણ લાવ્યું હતું. સામાન્ય રીતે, વૈશ્વિક તણાવના સમયમાં સોના અને ચાંદીની સલામત માંગ વધે છે, પરંતુ આ વખતે, આ વલણ નબળું પડતું દેખાય છે.

મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાના ભાવમાં થોડો વધારો થઈને ₹144,825 પ્રતિ 10 ગ્રામ બંધ થયો. જોકે, અઠવાડિયા દરમિયાન તેમાં ₹13,641નો ઘટાડો થયો, જે લગભગ 8.6% નો ઘટાડો દર્શાવે છે. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં તેમાં આશરે 2% નો વધારો થયો હતો, પરંતુ સાપ્તાહિક ધોરણે, ચાંદી ઘટીને ₹32,663 થઈ ગઈ, જે લગભગ 12.6% નો ઘટાડો દર્શાવે છે.

નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળના સૌથી મોટા કારણો યુએસ ડોલરનું મજબૂત થવું અને ફેડરલ રિઝર્વનું ઉદાસીન વલણ છે. રોકાણકારો દ્વારા નફા-બુકિંગને કારણે પણ ભાવમાં ઘટાડો થયો. જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને નબળા શેરબજાર જેવા પરિબળો સામાન્ય રીતે સોના અને ચાંદીને ટેકો આપે છે, પરંતુ આ વખતે તેમની અસર મર્યાદિત હતી.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,46,020 1,33,850
વડોદરા 1,46,020 1,33,850
રાજકોટ 1,46,020 1,33,850
સુરત 1,46,020 1,33,850
મુંબઈ 1,45,970 1,33,800
દિલ્હી 1,46,120 1,33,950

આગળ કયા સ્તરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે?
બજાર નિષ્ણાતોના મતે, સોના માટે ₹1.42 લાખનો સ્તર મહત્વપૂર્ણ છે. જો સોનું આ સ્તરથી ઉપર રહેશે, તો તેમાં ફરી એક તેજી જોવા મળી શકે છે, જેનાથી ભાવ ₹1.50 લાખથી ₹1.52 લાખ સુધી પહોંચી શકે છે. જો આ સ્તર તોડવામાં આવે છે, તો સોનું ₹1.35 લાખથી ₹1.40 લાખની રેન્જમાં જઈ શકે છે.

ચાંદી માટે ₹2.15 લાખ થી ₹2.20 લાખનો ઝોન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સ્તરથી નીચે જવાથી ચાંદી ₹2 લાખ અથવા ₹1.80 લાખ સુધી ઘટી શકે છે. જો આ સ્તરથી ઉપર રહે તો ₹2.40 લાખ થી ₹2.50 લાખ સુધીનો વધારો શક્ય છે.

જોકે, હાલના ઘટાડા છતાં, સોના અને ચાંદીની લાંબા ગાળાની માંગ મજબૂત રહે છે. ભારતની વાર્ષિક સોનાની માંગ 700 થી 800 ટન સુધીની છે, જે મજબૂત વપરાશને પ્રતિબિંબિત કરે છે. ભાવ ઘટાડા પછી, ખરીદદારો બજારમાં પાછા ફરી રહ્યા છે, ખાસ કરીને લગ્નની મોસમ નજીક આવી રહી છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ?

નિષ્ણાતો માને છે કે બજાર હાલ માટે અસ્થિર રહી શકે છે, તેથી રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. બાય-ઓન-ડિપ્સ વ્યૂહરચના ફાયદાકારક હોઈ શકે છે. એકંદરે, ટૂંકા ગાળામાં દબાણના સંકેતો છે, પરંતુ લાંબા ગાળામાં સોનું અને ચાંદી મજબૂત રોકાણ વિકલ્પો રહેશે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો- Gold Price Prediction : ભારતમાં સોનું 1.27 લાખ સુધી ગગડશે? ડોલરની મજબૂતી વચ્ચે સોનાના ભાવમાં ઘટાડાના સંકેત!

Anand : ગેસની અછતને કારણે પીપળાવધામ આશાપુરી માતાજીનું ભોજનાલય બંધ, શ્રદ્ધાળુઓ ભૂખ્યા પેટે પરત ફરવા મજબૂર

0

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરી માતાજીનું મંદિર હાલ એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ ગેસના બાટલાની સર્જાયેલી તીવ્ર અછતને કારણે મંદિરનું વિનામૂલ્યે ચાલતું ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે દૂર-દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

પીપળાવના આશાપુરી માતાજીના મંદિરે માત્ર આણંદ જિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને દર રવિવારે અહીં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. આ ભક્તો માટે મંદિરમાં વર્ષોથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ચાલતી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી સોજીત્રા પંથકમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે, જેની સીધી અસર હવે શ્રદ્ધાળુઓના જઠરાગ્નિ પર પડી છે.

મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્તરે કોમર્શિયલ ગેસની સપ્લાય ખોરવાઈ હોવાથી મંદિરમાં ભોજન રાંધવા માટે જરૂરી ઇંધણ ઉપલબ્ધ નથી. મંદિર પ્રશાસન દ્વારા પ્રયાસો કરવા છતાં ગેસની બોટલો ન મળતા અંતે ભોજનાલયને તાળા મારવાની નોબત આવી છે. દર્શન કરવા આવતા યાત્રિકો જે આશા સાથે ભોજન લેવા આવતા હતા, તેમને હવે બહાર હોટલો કે નાસ્તાના સેન્ટરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.

સ્થાનિકો અને ભક્તોની માંગ છે કે, તંત્ર દ્વારા સત્વરે ગેસની સપ્લાય પૂર્વવત કરવામાં આવે જેથી પવિત્ર યાત્રાધામમાં ફરીથી ભોજનની સુવિધા શરૂ થઈ શકે.

Surat : યોગગુરૂના આશ્રમમાં શંકાસ્પદ મહિલાઓની અવરજવર થતી, ગ્રામજનોએ કર્યો ગંભીર આક્ષેપ

0

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપવામાં આવેલી નકલી નોટોના કેસમાં યોગ ગુરૂ પ્રદીપનો સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે આવેલો આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ કેસમાં આશ્રમનું નામ ખૂલતાં જ લોકોમાં રોષ ફેલાયો છે.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપવામાં આવેલી નકલી નોટોના કેસમાં યોગ ગુરૂ પ્રદીપનો સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે આવેલો આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ કેસમાં આશ્રમનું નામ ખૂલતાં જ લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આશ્રમને જમીનદોસ્ત કરવા માગ કરી છે. નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય પાસે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ આશ્રમમાં મોડી રાત સુધી મહિલાઓની અવરજવર રહેતી હતી. ગ્રામજનોએ આ આશ્રમમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે, જ્યારે પણ આશ્રમનો વિરોધ કરવામાં આવતો ત્યારે ધમકીઓ મળતી હતી. આશ્રમમાં રહેતી મહિલાઓ દ્વારા કોલ કરીને ધમકીઓ આપવામાં આવતી હતી. માનહાનીનો કેસ કરવા સુધીની ધમકીઓ આપી હતી. બીજી તરફ કોરોડોની નકલી નોટ કૌભાંડમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. ઢોંગી બાબા પ્રદીપ જોટાંગિયાના પિતાએ દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણપારડી ગામના લોકોએ બાબાના પિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ગામના લોકોએ કહ્યું હતું કે, આ ઢોંગી પ્રદીપ બાબાના પિતા અમને ધમકાવે છે. પ્રદીપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો છે. આ આશ્રમમાં મહિલાઓ આવતી હતી. ત્યાં ખરાબ કામો થતા હોવાની પણ ગ્રામજનો દ્વારા આશંકા સેવાઈ છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ ધોરણપારડી ગામના લોકો 500ની નોટ લેતા નથી. જો કોઈ 500ની નોટ લે તો નંબર લખાવે છે.

Gujarat : જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને એક માસ પહેલાં જ લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લેતાં ભારે અરેરાટી

0


જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પિતાની સાથે ચા ની લારીમાં કામ કરતા હર્ષ ભરતભાઈ ડાંગર નામના 21 વર્ષના આહીર યુવાને ગઈકાલે હાપા નજીક એક માલગાડી હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.મૃતક યુવાન આવેશમાં આવીને પોતાના ઘેરથી નીકળી ગયો હતો, અને ટ્રેનના પાટા ઉપર ઉભો રહી ગયો હતો. જે દરમિયાન એકા એક ધસમસ્તી માલગાડી આવી ગઈ હતી, અને તેના દેહના બે ટુકડા થઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણ થતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતક યુવાનના દેહનો કબજો સંભાળ્યો હતો, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ મૃતદેહ તેના પિતાને સોંપી દીધો હતો.

પોલીસે મૃતક ના પિતા ભરતભાઈ કરસનભાઈ ડાંગરનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે મૃતક હર્ષ ડાંગરના લગ્ન આજથી માત્ર 37 દિવસ પહેલાં જ થયા હતા અને લગ્ન બાદ પોતાના શાસરા પક્ષમાં રાજકોટમાં કુટુંબીઓને ત્યાં રોટલા ખાવા માટે જવાનું હતું, જેથી તેની માતાએ રાજકોટમાં જવાનું કહેતાં પુત્રને પસંદ પડ્યું ન હતું, અને તેને મનમાં લાગી આવ્યું હોવાથી માલગાડી હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો હતો.

માલગાડીના લોકો પાયલોટ ને અચાનક ધ્યાનમાં આવ્યું હતું કે એક યુવાન પાટા પર અચાનક આવીને ઊભો રહી ગયો છે, પરંતુ કાંઈ સમજે તે પહેલાં તે માલગાડીની હડફેટમાં આવી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું હતું. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઇ છે.ચા ની લારી ચલાવતા ભરતભાઈ ડાંગર કે જેઓને સંતાનમાં એકનો એક પુત્ર હતો, અને હર્ષ ની પત્ની કે જેના હાથની હજુ મહેંદી સુકાઈ નથી, ત્યાં જ તેના માથાનો સેંથો ભૂસાયો છે તેથી પરિવારમાં આભ ફાટી પડ્યું છે.

Ahmedabad : કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક નીચે પટકાયું, ઈદના દિવસે મોટી દુર્ઘટના ટળી

અમદાવાદના કાંકરિયામાં રમઝાન ઈદના તહેવારની રજા માણવા ઉમટેલી ભીડ વચ્ચે એક ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. શનિવારે (21મી માર્ચ) ભારે ભીડનો લાભ ઉઠાવી જોખમી રીતે ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં એક સગીર બાળક નીચે પટકાયું હતું. સદનસીબે બાળક પાટાની બહારની તરફ ફેંકાયું હોવાથી તેનો બચાવ થયો છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ઈદ નિમિત્તે કાંકરિયામાં મુલાકાતીઓનો મહેરામણ ઉમટ્યો હતો. ટોય ટ્રેનમાં ક્ષમતા કરતા વધુ ભીડ હોવા છતાં કેટલાક ઉત્સાહી યુવકો અને બાળકો ડબ્બાઓ પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ચાલુ ટ્રેનમાં ચડવા-ઉતરવાના પ્રયાસમાં એક સગીર બાળકે સંતુલન ગુમાવ્યું અને તે જમીન પર પટકાયું હતું. આ ઘટનાને નજરે જોનારા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

કાંકરિયા તંત્રની સિક્યુરિટી હોવા છતાં લોકોના આવા બેજવાબદાર વર્તનને રોકવામાં નિષ્ફળતા મળી હોવાની ચર્ચા છે. કેટલાક મુલાકાતીઓ ટિકિટ વગર જ ટ્રેનમાં ચડીને જોખમ ખેડી રહ્યા હતા. મહત્ત્વનું છે કે, આ ઘટના બાદ કાંકરિયા પરિસરના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

Gandhinagar : કામદારોના જીવ સસ્તા, સરકારના વચનો પોકળ: ગુજરાતમાં ગટર સફાઈના નામે મોતનો ખેલ ક્યારે અટકશે?


ગાંધીનગર/અમદાવાદ: ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના દાવાઓ વચ્ચે એક કાળી વાસ્તવિકતા એ છે કે આજે પણ માણસે ગટરના ગંદા પાણીમાં ઉતરીને પોતાના જીવનું જોખમ ખેડવું પડે છે. મેન્યુઅલ સ્કેવેજિંગ (હાથેથી સફાઈ) પર પ્રતિબંધ હોવા છતાં, ગુજરાતમાં ગટર અને સેપ્ટિક ટેન્ક કામદારો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહી છે.
આંકડા બોલે છે: વરવી વાસ્તવિકતા


કેન્દ્ર અને રાજ્ય સરકાર ભલે કાગળ પર બધું ‘ઓલ ઈઝ વેલ’ બતાવે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે:

  • ગુજરાતનો ક્રમ: ગટર સફાઈ દરમિયાન થતા મોતમાં ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ છે.
  • તાજેતરનો આંકડો: છેલ્લા 5 વર્ષમાં (2019-2023) ગુજરાતમાં અંદાજે 58 થી વધુ કામદારો ગટર સફાઈ દરમિયાન શ્વાસ ગૂંગળામણને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
  • વર્ષ 2024-25: માત્ર વર્ષ 2024 અને 2025ના શરૂઆતના મહિનાઓમાં જ ગુજરાતમાં અનેક ઘટનાઓ બની છે. હજુ ગત મે 2025માં જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક ગારમેન્ટ ફેક્ટરીની સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઉતરેલા 3 યુવાન કામદારો (પ્રકાશ પરમાર, વિશાલ ઠાકોર અને સુનિલ રાઠવા) એ ઝેરી ગેસને કારણે જીવ ગુમાવ્યો હતો.
    દાવા સલામતીના ❌, હકીકતમાં મૃત્યુની ગેરંટી ✅
    સરકાર ‘નમસ્તે’ (NAMASTE) જેવી યોજનાઓ દ્વારા 100% મશીનરીથી સફાઈના વાયદા કરે છે, પણ જમીની હકીકત તપાસો તો:
  • સુરક્ષા સાધનોનો અભાવ: 90% કિસ્સાઓમાં કામદારો પાસે માસ્ક, ગ્લવ્સ કે ઓક્સિજન સિલિન્ડર હોતા નથી.
  • ખાનગી કોન્ટ્રાક્ટરોની મનમાની: નગરપાલિકાઓ અને ખાનગી એકમો કોન્ટ્રાક્ટ આપીને પોતાની જવાબદારી ખંખેરી નાખે છે. કોન્ટ્રાક્ટરો સસ્તા મજૂર મેળવવા માટે ગરીબ કામદારોને કોઈ પણ સુરક્ષા વગર ગટરમાં ઉતારે છે.
  • વળતર માટે વલખાં: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મૃતક આશ્રિતોને રૂ. 30 લાખ (અગાઉ 10 લાખ) વળતર મળવું જોઈએ, પરંતુ હજુ પણ અનેક પરિવારો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
    શું આને ‘અકસ્માત’ કહેવાય?
    સરકારી ચોપડે આને ઘણીવાર ‘અકસ્માત’ ગણાવીને ફાઈલ બંધ કરી દેવાય છે. પણ શું પૂરતા સાધનો વગર કોઈને ઝેરી ગેસવાળી ગટરમાં ઉતારવા એ ‘સંસ્થાગત હત્યા’ નથી? શું ભાજપ સરકારના ‘સલામતીના વચનો’ માત્ર ચૂંટણીના હોર્ડિંગ્સ સુધી જ સીમિત છે?

“જે રાજ્યમાં બુલેટ ટ્રેનના સપના જોવાતા હોય, ત્યાં માણસે ગટર સાફ કરવા માટે મરવું પડે તે શરમજનક છે.” — આ આક્રોશ આજે પીડિત પરિવારોમાં જોવા મળી રહ્યો છે.

  • ક્યાં ગયા સફાઈ માટેના આધુનિક મશીનો?
  • ગેરકાયદેસર રીતે કામદારોને ગટરમાં ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે કડક જેલની સજા કેમ નથી થતી?
  • સરકાર ક્યારે આ ‘મોતના ખેલ’ ને ગંભીરતાથી લેશે?
    તમારા મંતવ્યો: તમારા વિસ્તારમાં પણ શું હજુ માણસો ગટરમાં ઉતરે છે? ફોટો કે વિગત સાથે અમને જણાવો.

પાક્કો ગુજરાત ન્યૂઝનો સવાલ:

Ahmedabad : सावधान! देश के सामाजिक ताने-बाने को कुतर रहा है ‘लव जिहाद’ का दीमक: क्या खतरे में है हिंदू अस्मिता?


भारत, जो अपनी सांस्कृतिक और धार्मिक विरासत के लिए विश्वभर में विख्यात है, आज एक अदृश्य और गंभीर खतरे का सामना कर रहा है। ‘लव जिहाद’ का मुद्दा अब केवल व्यक्तिगत संबंधों तक सीमित नहीं रह गया है, बल्कि यह एक सुनियोजित षड्यंत्र के रूप में उभर रहा है जो केरल से लेकर गुजरात और उत्तर प्रदेश से लेकर पश्चिम बंगाल तक पूरे देश को अपनी चपेट में ले रहा है।


विदेशी फंडिंग और एंटी-हिंदू संगठनों का जाल
खुफिया सूत्रों और सामाजिक संगठनों की मानें तो इस पूरे खेल के पीछे करोड़ों रुपये की विदेशी फंडिंग काम कर रही है। देश के बाहर बैठे कुछ भारत-विरोधी तत्व और संगठन इस ‘डेमोग्राफिक वॉर’ को हवा दे रहे हैं। इनका मुख्य लक्ष्य 140 करोड़ की जनसंख्या वाले इस राष्ट्र में हिंदू धर्म की जड़ों को कमजोर करना है।


मुख्य बिंदु जो चिंता का विषय हैं:

  • सुनियोजित नेटवर्क: पंजाब, दिल्ली, महाराष्ट्र और मध्य प्रदेश जैसे राज्यों में पहचान छिपाकर हिंदू युवतियों को प्रेम जाल में फंसाने के मामले लगातार बढ़ रहे हैं।
  • फंडिंग की जांच: यह मांग अब ज़ोर पकड़ रही है कि केंद्र सरकार को इस पूरे नेटवर्क की जड़ों तक पहुँचने के लिए एक उच्च स्तरीय SIT (विशेष जांच दल) का गठन करना चाहिए।
  • जनसांख्यिकीय बदलाव: विशेषज्ञों का कहना है कि यदि धर्मांतरण और इस तरह के षड्यंत्रों पर लगाम नहीं लगाई गई, तो आने वाले दशकों में देश के धार्मिक संतुलन पर इसका बहुत बुरा प्रभाव पड़ सकता है।
    कड़े कानून और सामाजिक जागरूकता की आवश्यकता
    हालांकि गुजरात, उत्तर प्रदेश और हरियाणा जैसे राज्यों ने धर्मांतरण विरोधी सख्त कानून बनाए हैं, लेकिन ज़मीनी स्तर पर इस ‘दीमक’ को खत्म करने के लिए और अधिक कठोर कदमों की आवश्यकता है।
    “यह केवल कानून व्यवस्था का मुद्दा नहीं है, बल्कि यह हमारी आने वाली पीढ़ियों और धर्म की रक्षा का सवाल है। प्रशासन को संदिग्ध संस्थाओं के बैंक खातों और गतिविधियों की बारीकी से जांच करनी होगी।”
    महानगर मेट्रो का आह्वान
    राष्ट्र की सुरक्षा और धर्म की रक्षा हम सभी का साझा उत्तरदायित्व है। प्रशासन को चाहिए कि वह ऐसे एंटी-हिंदू संगठनों को चिन्हित करे और उनकी फंडिंग के स्रोतों को तुरंत बंद करे।