Home Blog Page 260

Gandhinagar : क्या सत्ता की हनक के आगे बेबस है खाकी? विधायक की ज़िद और पुलिस के स्वाभिमान पर गहराता संकट

गांधीनगर/अहमदाबाद: गुजरात की शांत वादियों में अचानक उठी एक राजनीतिक और प्रशासनिक चिंगारी ने पूरे राज्य का ध्यान अपनी ओर खींच लिया है। यह मामला केवल कुछ पुलिसकर्मियों के निलंबन का नहीं है, बल्कि यह सवाल उठाता है कि क्या एक लोकतांत्रिक व्यवस्था में ‘जनप्रतिनिधि’ का कद कानून और राज्य के गृह मंत्री के आदेशों से भी ऊंचा हो सकता है? ‘महानगर मेट्रो’ इस पूरे घटनाक्रम की तह तक जाकर सत्ता और सुरक्षा के बीच छिड़ी इस जंग का विश्लेषण कर रहा है।


पृष्ठभूमि: जब वर्दी का अपमान हुआ
घटना की शुरुआत तब हुई जब कुछ दुस्साहसी असामाजिक तत्वों ने सरेआम पुलिसकर्मियों को दौड़ाया। इस घटना का वीडियो जब सोशल मीडिया पर प्रसारित हुआ, तो राज्य की कानून-व्यवस्था पर गंभीर प्रश्नचिह्न लग गए। पुलिस का इस तरह अपमानित होना जनता के बीच असुरक्षा का भाव पैदा कर रहा था। मामले की गंभीरता को देखते हुए राज्य के गृह मंत्री हर्ष संघवी ने कड़ा रुख अपनाया और स्पष्ट किया कि अपराधियों में कानून का खौफ होना चाहिए। उन्होंने निर्देश दिया कि ऐसे तत्वों का सार्वजनिक रूप से ‘वरघोड़ा’ (जुलूस) निकाला जाए ताकि समाज में एक कड़ा संदेश जाए।


एक्शन और रिएक्शन: पुलिस की कार्रवाई बनाम राजनीतिक हस्तक्षेप
गृह मंत्री के आदेश का पालन करते हुए स्थानीय पुलिस ने तत्परता दिखाई और आरोपियों को पकड़कर उसी स्थान पर उनका जुलूस निकाला। आम जनता ने पुलिस की इस त्वरित कार्रवाई की सराहना की। लेकिन, यह राहत ज्यादा देर तक नहीं टिकी।


विधायक अल्पेश ठाकोर ने इस मामले में हस्तक्षेप करते हुए उच्च पुलिस अधिकारियों से तीखी शिकायत की। उनका तर्क था कि पुलिस का यह तरीका मानवाधिकारों और कानूनी प्रक्रियाओं के विरुद्ध है। चौंकाने वाली बात यह रही कि इस विरोध के तुरंत बाद, कर्तव्य पालन करने वाले पुलिसकर्मियों को निलंबित कर दिया गया।

इस निलंबन ने प्रशासन के भीतर और बाहर एक नई बहस छेड़ दी है:

  • दोहरा मापदंड: एक तरफ गृह मंत्री अपराधियों को कड़ा सबक सिखाने की बात करते हैं, तो दूसरी तरफ उन्हीं के दल या समर्थक दल के विधायक के दबाव में पुलिस पर कार्रवाई होती है। शासन का असली चेहरा कौन सा है?
  • पुलिस का गिरता मनोबल: यदि अपराधियों पर कार्रवाई करने के बदले पुलिसकर्मियों को ही सजा मिलेगी, तो भविष्य में कोई भी अधिकारी जोखिम लेने से डरेगा। क्या हम एक ऐसे समाज की ओर बढ़ रहे हैं जहाँ अपराधी बेखौफ होंगे और रक्षक लाचार?
  • कानून बनाम रसूख: क्या गुजरात में अब कानून की धाराएं किसी विधायक के रसूख के सामने गौण हो गई हैं? क्या उपमुख्यमंत्री या गृह मंत्री से भी अधिक शक्तिशाली एक विधायक की ‘सिफारिश’ है?
  • विशेषज्ञों की राय और जनता का पक्ष
    जानकारों का मानना है कि इस तरह की घटनाएं पुलिस बल के अनुशासन को चोट पहुँचाती हैं। यदि राजनीतिक हस्तक्षेप इसी तरह जारी रहा, तो राज्य की सुरक्षा व्यवस्था चरमरा सकती है। आम नागरिक भी सोशल मीडिया पर पूछ रहे हैं कि “जब पुलिस सुरक्षित नहीं है, तो हम कैसे होंगे?”
    निष्कर्ष
    सत्ता और संगठन के बीच का यह टकराव अंततः राज्य की कानून-व्यवस्था को नुकसान पहुँचा रहा है। ‘महानगर मेट्रो’ प्रशासन से यह स्पष्टता चाहता है कि क्या पुलिस को स्वतंत्र रूप से काम करने दिया जाएगा या वे केवल राजनीतिक रसूखदारों के हाथों की कठपुतली बनकर रह जाएंगे? अब गेंद सरकार के पाले में है—उसे खाकी का सम्मान बचाना है या सत्ता के अहंकार को प्रश्रय देना है।

Gujarat : નડિયાદમાં માણેકચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા

0

નડિયાદના માણેક ચોક વિસ્તારમાં પાલિકાની માલિકીની મલાવ તળાવની જમીન પર પાકા દબાણો ખડકી દેવાયા છે. ૧૯૮૧ માં માત્ર ખાણી- પીણીની લારીઓ ઉભી રાખવા માટે અપાયેલી ૧૨૦ ચોરસ ફૂટની જગ્યામાં આજે પાકા બાંધકામો અને પતરાના શેડ ખકદી દેવાયા છે. 

નડિયાદ પાલિકામાં ૨૦૨૨માં સામાન્ય સભામાં ઠરાવ નં. ૬૭ પસાર કરીને તમામ ગેરકાયદે દબાણો દૂર કર પ્રત્યક્ષ કબજો લેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ અત્યાર સુધીમાં તંત્રએ માત્ર દેખાડા પુરતી જ કામગીરી કરી છે. માણેક ચોકની વિવાદિત જગ્યામાં ભૂતકાળમાં પાલિકાએ ગેરકાયદે શેડ તોડવાની ઝુંબેશ કરી હતી. પરંતુ જમીનનો પ્રત્યક્ષ કબજો લેવાની પણ તસ્દી ક્યારેય લીધી નથી. રેકોર્ડ મુજબ, ૧થી૨૫ નંબરના સ્ટોલ ધારકોને ચોક્કસ શરતોએ જમીન ફાળવાઇ હતી. જેની મુદત પણ પૂર્ણ થઇ ચૂકી છતાં દબાણકારોપાલિકાને જાણ કર્યા વિના જ પાકા બાંધકામો કરી દીધા છે. જયારે મૂળ લાભાર્થીઓ પોતે ધંધો કરવાના બદલે પાલિકાની જમીન અન્ય વેપારીઓને તોતિંગ ભાડા આપી હોવાનું પાણ સામે આવ્યું છે. પાલિકાને એક રૂપિયો પણ ભાડું મળતુ નથી. જયારે અધિકારીઓ માત્ર નોટિસો આપીને સંતોષ માને છે. સંતરામ રોડ પર ડી.પી.દેસાઇના ખાંચાથી સંતરામ ટાવર સુધીના દુકાનદારોએ પોતાની દુકાનની પાછળના ભાગે તળાવની જમીનમાં ગેરકાયદે દબાણો કર્યા છે. તંત્ર દ્વારા ફાયર બ્રિગેડના રસ્તા નડતરરૂપ એક દુકાન તોડીને સંતોષ માન્યો હતો. પરંતુ વગદાર વેપારીઓએ સામે લાલ આંખ કરવામાં અધિકારીઓ પાછી પાની કરી રહ્યાં છે.

પાલિકાની જમીનમાં પેટા ભાડે સ્ટોલ પધરાવાયા

પાલિકાના નિયમો મુજબ ફાળવાયેલી જગ્યા અન્ય કોઈને આપી શકાતી નથી, તેમ છતાં માણેકચોકમાં મોટાભાગના સ્ટોલ અને શેડ અન્ય વેપારીઓને ભાડે આપી દેવાયા છે. મૂળ ફાળવણી ધારકો ઘરે બેઠા હજારો રૂપિયા ભાડું વસૂલે છે, જ્યારે પાલિકાની તિજોરીમાં ફૂટી કોડી પણ આવતી નથી.

46 વર્ષની પાલિકા અને મનપાની બેદરકારીથી દબાણો યથાવત્

વર્ષ ૧૯૮૧ માં લાયસન્સ ફીથી અપાયેલી જગ્યાઓ આજે સૌથી મોટા બજાર જેવું સ્વરૂપ ધારણ કરી ચુકી છે. છેલ્લા ૪૬ વર્ષમાં અનેક બોર્ડ બદલાયા અને અનેક અધિકારીઓ આવ્યા, પણ માણેકચોકનું દબાણ હટાવવાની કોઈએ તસ્દી લીધી નથી. ૨૦૧૦ માં અપાયેલી નોટિસોનો કચરાપેટીમાં નિકાલ કરી દેવાયો હતો, અને હવે ૨૦૨૨ ના ઠરાવની સ્થિતિ પણ તેના જેવી જ થતી જોવા મળી રહી છે. ત્યારે ઉચ્ચાધિકારીઓ હજુ પણ મૌન સેવીને બેસી રહેશે, તે અંગે ચર્ચાઓ ઉઠી છે.

Gujarat : ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી

0

અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી  રહી હોવાથી સરકાર દ્વારા થોકબંધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો ધમધમાટ ચાલુ છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ લોકાર્પણ કાર્યક્રમોમાં જનતાના પ્રતિનિધિઓ જ કાયદાનું પાલન કરવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નવી બસોને લીલી ઝંડી આપ્યા બાદ પોતે સ્ટીયરીંગ સંભાળ્યું હતું, પરંતુ આ દરમિયાન તેઓએ સીટબેલ્ટ ન બાંધીને ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ઉહાપોહ મચી ગયો છે.જેતપુર ખાતે નવી એસ.ટી. બસોના લોકાર્પણ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહમાં આવીને તેઓ પોતે ડ્રાયવિંગ સીટ પર બેસી ગયા હતા અને બસ ચલાવી હતી. જેનો વીડિયો બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમણે સીટબેલ્ટ પહેર્યો નહોતો. એક જવાબદાર નેતા તરીકે ટ્રાફિકના પાયાના નિયમની અવગણના ચર્ચાનો વિષય બની છે. આવી જ ઘટના સોમનાથમાં પણ જોવા મળી હતી. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ નવી બસના લોકાર્પણ સમયે ડ્રાયવિંગ સીટ સંભાળી હતી. તેમણે પણ સીટબેલ્ટ વગર જ બસ હંકારી હતી. સોશિયલ મીડિયામાં આ બંને નેતાઓના વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ‘શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે?’ 

અહીં સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે, શું ધારાસભ્ય પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટની હેવી બસ ચલાવવાનું કાયદેસરનું લાયસન્સ છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ કોઈપણ હેવી કોમશયલ વાહન ચલાવવા માટે ખાસ પ્રકારના લાયસન્સ અને ટ્રેનિંગની જરૂર હોય છે. જો કોઈ સામાન્ય નાગરિક લાયસન્સ વિના કે ટૂ-વ્હીલર પર હેલ્મેટ વિના પકડાય તો પોલીસ અને આરટીઓ તેને આકરો દંડ ફટકારે છે, કાયદાનો પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ, જેઓ ખુદ કાયદાના ઘડવૈયા ગણાય છે, તે જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરે ત્યારે આ તંત્ર કેમ આંખ આડા કાન કરે છે?ટ્રાફિક નિયમનનો દંડ ફક્ત આમજનતા ભરે ? લોકરોષ

સામાન્ય નાગરિક જો ટ્રાફિક સિગ્નલ પર દોરેલા પટ્ટાથી થોડું જ આગળ વાહન ઉભું રાખે તો પણ રૂા.૫૦૦ દંડ ફટકારી દેવામાં આવે છે. જ્યારે અન્ય ટ્રાફિક દંડની તો વાત જ સામાન્ય વર્ગના વાહનચાલકોને ફફડાવી દે છે. પરંતુ હવે જેતપુર અને સોમનાથના બંને ધારાસભ્યોએ જ સીટબેલ્ટ વગર એસ.ટી. બસ ચલાવી છે તો ટ્રાફિક પોલીસ મેમો ફાડશે ? પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

Gujarat : ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા

0

અમરેલી જિલ્લામાં વિવિધ ચીજવસ્તુને ચળકતી કરવાના કેમિકલ વેચવાના બહાને ગામડાઓમાં જઈ મહિલાની સાથે વાતચીત કરીને લીંબુ પાણીના નામે કેમિકલ જીભ પર મુકાવી ચાખવાનું કહી બેભાન જેવા બનાવીને સોનાના દાગીનાની ચીલઝડપ કરીને ભાગી જતાં બિહારના બે શખ્સોને અમરેલી જિલ્લા એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે લીધો છે.


અગાઉ બનેલા બનાવની વિગત એવી છે કે ધારી તાલુકાના ત્રંબકપુર ગામે વિવિધ લિકવીડ કેમિકલ વેચવાના બહાને બાઈક પર બેસીને બિહારના મહમદ શમશેર મહમદ ઇઝહાર શેખ અને તેનો જોડીદાર મહમદ ઝીયા ઉલ મહમદ ગફુર ગયા હતા. આ બન્ને શખ્સોએ વિજ્યાબેન ટાંકના ઘરે જઈ સોના ચાંદીના દાગીના ચમકાવી દેવા અને વાસણને નવા જેવા ચમકતા કરી દેવા માટે કામ કરીએ છીએ એમ કહીને એના ઘરમાં રહેલો કળશો માગી ચમકાવી દીધો હતો. એ પછી એક પીળા કલરનું લિકવીડ કાઢીને આ લીંબું પાણી છે એમ કહીને ચાખવા આપતા વિજયાબેનને ચાખવા આપતા જ તેને જીભમાં સ્હેજ બળતરા થવા લાગી હતી. બાદમાં ચકકર આવવા લાગતા એ જ વખતે આ બન્નેએ વિજયાબેને પહેરેલો સોનાનો ચેઈનની ચીલઝડપ કરીને નાસી છુટયા હતા.

Gujarat : સત્તાના જોરે ખાખી લાચાર? શું ધારાસભ્ય કાયદાથી પણ ઉપર? ‘પાક્કો ગુજરાત’નો વિશેષ અહેવાલ

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક એવી ઘટનાએ જોર પકડ્યું છે જેણે રાજ્યની કાયદો અને વ્યવસ્થા તેમજ રાજકીય દખલગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી લુખ્ખા તત્વોને જાહેરમાં પાઠ ભણાવવાની વાત કરે છે, તો બીજી તરફ શાસક પક્ષના જ ધારાસભ્યના દબાણ હેઠળ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ વિરોધાભાસે જનતામાં ભારે રોષ અને ચર્ચા જગાડી છે.


ઘટનાક્રમ: જ્યારે લુખ્ખાઓએ કાયદો હાથમાં લીધો
તાજેતરમાં રાજ્યમાં એક અત્યંત શરમજનક ઘટના બની હતી, જેમાં લુખ્ખા તત્વોએ પોલીસને જાહેરમાં દોડાવી હતી. ખાખી વર્દીધારી પોલીસકર્મીઓ જ્યારે અસામાજિક તત્વો સામે લાચાર દેખાયા, ત્યારે સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થતા જ પોલીસ બેડાની આબરૂના ધજાગરા ઊડ્યા હતા. આ ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે, “જે લુખ્ખાઓએ પોલીસને દોડાવી છે, તેમનો એ જ સ્થળે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવશે.”
ગૃહમંત્રીના આદેશ અને જનતાની માંગને માન આપી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તે લુખ્ખા તત્વોને પકડીને ઘટના સ્થળે લઈ જઈ તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આ કાર્યવાહીથી સામાન્ય નાગરિકોમાં એવો સંદેશ ગયો હતો કે કાયદાનો ડર હજુ જીવિત છે અને પોલીસનું મનોબળ મજબૂત છે.
ધારાસભ્યની એન્ટ્રી: કાયદો મોટો કે લોકપ્રતિનિધિ?
પરંતુ આ આખી ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ મામલે મધ્યસ્થી કરી. ધારાસભ્યએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી કે પોલીસની આ રીતે જાહેરમાં વરઘોડો કાઢવાની પદ્ધતિ યોગ્ય નથી. નવાઈની વાત તો એ છે કે, જે પોલીસે ગુનેગારોને ડામવા અને પોતાની આબરૂ બચાવવા પગલાં ભર્યા હતા, તે જ પોલીસકર્મીઓને ઉચ્ચ સ્તરેથી દબાણ આવતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા!
આ સસ્પેન્શન બાદ જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે:

  • કાયદાથી ઉપર કોણ? શું રાજ્યમાં ધારાસભ્યનું પદ કાયદાની પ્રક્રિયા અને ગૃહમંત્રીના આદેશો કરતાં પણ ઊંચું છે?
  • પોલીસનું મનોબળ કોણ તોડે છે? એક તરફ સરકાર પોલીસને ફ્રી હેન્ડ આપવાની વાતો કરે છે, તો બીજી તરફ નેતાઓની રજૂઆતથી પોલીસને જ સસ્પેન્ડ કરાય છે.
  • ગુનેગારોની વકીલાત કેમ? શું નેતાઓ પોતાની વોટબેંક સાચવવા માટે અસામાજિક તત્વોની તરફેણ કરી રહ્યા છે?
    પોલીસની લાચારી અને રાજ્યની સુરક્ષા
    જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી નિષ્ઠાપૂર્વક કામ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે નેતાઓની આવી દખલગીરી તેમને માનસિક રીતે તોડી નાખે છે. જો પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરશે, તો ભવિષ્યમાં કોઈ પણ પોલીસવાળો ગુંડાઓ પર હાથ નાખતા પહેલા સો વાર વિચારશે. આનાથી ગુનેગારો બેફામ બનશે અને સામાન્ય માણસની સુરક્ષા જોખમમાં મુકાશે.
    ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી જેવા ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા નેતાઓની સૂચનાઓને પણ જો એક ધારાસભ્યની રજૂઆત ઘોળીને પી જતી હોય, તો રાજ્યમાં કાયદાનું શાસન છે કે ‘વગદારો’નું? તે મોટો સવાલ છે.
    નિષ્કર્ષ: જનતાનો આક્રોશ
    ‘પાક્કો ગુજરાત’ જનતા વતી પૂછે છે કે, પોલીસને અપમાનિત કરી નેતાઓ શું સાબિત કરવા માંગે છે? જો લુખ્ખાઓ પોલીસને દોડાવશે અને નેતાઓ પોલીસને સસ્પેન્ડ કરાવશે, તો રક્ષણ કોણ કરશે? હવે સમય આવી ગયો છે કે સરકાર નક્કી કરે કે તેને ‘ખાખીનું સન્માન’ જાળવવું છે કે ‘નેતાઓના અહંકાર’ને પોષવો છે.
    રિપોર્ટ: પાક્કો ગુજરાત ટીમ

Surendranagar : ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ

0

 સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રોડ, ભૂગર્ભ ગટર અને ડ્રેનેજની સુવિધાના અભાવે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ખરાબ રસ્તા અને ઉભરાતી ગટરોને કારણે દર્શનાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. 

વિસ્તારમાં અનેક જગ્યાએ ગટર લાઈનો તૂટેલી હોવાથી રસ્તા પર દૂષિત પાણી ફરી વળવાની સમસ્યા કાયમી બની છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, નવા બનેલા રોડ પણ ટૂંકા સમયમાં તૂટી ગયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં આવે અને નવા રોડ રસ્તા બનાવવામાં આવે. આ ઉપરાંત, નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક પગલાં લેવાની પણ માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં આ પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે તેવું સ્પષ્ટ જણાવ્યું છે.

Gujarat : અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

0

અમરેલી જિલ્લામાં લૂંટ વીથ મર્ડર જેવા ગંભીર ગુના આચરી નાસી જતી ટોળકીને દામનગર પોલીસે પકડી પાડી હત્યા અને ચાંદીના કડાની લૂંટ સહિત કુલ પાંચ ગુનાઓ અને કેબલ ચોરી, મોટર ચોરી જેવા ગુનાઓ ઉકેલ્યા છે.


દામનગરમાં જ રહેતા અને આ જ તાલુકામાં ગંભીર ગુનાઓ આચરીને નાસી જતાં અર્જુન ગોરધન નાવડિયા, હાર્દિક ઉર્ફે બાવલો ગોરધન નાવડિયા અને કિશન ભૂપત પરમારને દામનગરના પોલીસ ઈન્સપેકટર સી.એન.દવે અને સ્ટાફે પકડી પાડી લાલ આંખ કરતા જ આ શખ્સો પોપટ બની ગયા હતા.

આ શખ્સોની કબૂલાત મુજબ આ શખ્સોએ નીર ઉર્ફે બોડો વિનુ પરમાર, સાહિલ ઉર્ફ પાપુડો વિનુ પરમાર વિગેરે મળી દામનગર નજીક હજીરા ધાર વિસ્તારમાં દાનાભાઈ ધનાભાઈ કામનીયા નામના માલધારી ચેકડેમ પાસે ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આ શખ્સોએ માલધારી વૃદ્ધે પહેરેલા કાંડામાં ચાંદીના કડાની લૂંટ કરવા દાનાભાઈને પકડીને બાજુમાં આવેલા ખાડામાં પાણીમાં નાખી દઈ ડૂબાડી દઈને ચાંદીના કડાની લૂટ ચલાવી નાસી ગયા હતા. આ ઉપરાંત દામનગરના એક અન્ય માલધારીને આ જ મોડસ ઓપરેન્ડીથી ચાંદીના કડાની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત સીમ વિસ્તારમાં કેબલ ચોરી, મોટર ચોરી સહિતના ગુનાઆની કબૂલાત આપી હતી.

Bollywood : અભિનેતા પ્રશાંત તમાંગના અવસાનથી સલમાન ખાનની ફિલ્મ ઘોંચમાં પડી

0

 સિંગર-એકટર પ્રશાંત તમાગનું 45 વરસની વયે કાર્ડિયેક એટેકથી અવસાન થયું હતું. 

અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ માતૃભૂમિ મે વોર રેસ્ટ  ઇન પીસમાં વિલનની ભૂમિકા ભજવી હતી અને ઘણા દ્રશ્યોના શૂટિંગ પણ કર્યાહતા.તેમજ તેના બે શેડયુલ પર હજી કામ કરવાનું બાકી હતું, જેમાં મુખ્યએકશન સીકવન્સ શૂટ કરવાની હતી. પરંત એકટરના નિધન પછી ફિલ્મસર્જક મૂંઝવણમાં પડી ગયો છે.પરિણામે હવે આ ફિલ્મની રિલીઝ લંબાવાની શક્યતા છે.આ ફિલ્મ પહેલાં જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવાની હતી આ પછી એપ્રિલ મહિનાની રિલીઝ કરવાની યોજના હતી પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ફરી લંબાઇ જાય તેવી પુરી શક્યતા છે.   

એક રિપોર્ટના અનુસાર, ફિલમસર્જક પ્રશાંતના બાકીનાદ્રશ્યોનું શૂટિંગ એઆઇ અને વીએફએક્સની મદદથી અભિનેતાના ચહેરાને  સુપરઈમ્પોઝ કરીને પુરુ કરશે. જોકે આ શૂટિંગ માટે પણ ફિલ્મસર્જકને તેના પરિવારની મંજુરી લેવી પડશે.સલમાનની આ ફિલ્મનું નામ પહેલાં બેટલ ઓફ ગલવાન હતું પરંતુ પછીથી માતૃભૂમિ કરવામાં આવ્યું હતું.આ ફિલ્માં સલમાન ખાન સાથે ચિત્રાંગદા જોડી જમાવવાની છે. 

Bollywood : ‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસને હચમચાવી દીધું! ઈદ પર કમાણીમાં તોડ્યા તમામ જૂના રેકોર્ડ

0

સમગ્ર દેશમાં ફિલ્મ ‘ધુરંધર 2’નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, થિયેટરો 24 કલાક ચાલવા છતાં પણ હાઉસફૂલ ચાલી રહ્યા અછે. બોલિવૂડ માટે ‘ફાયર’ ગણાતી આ ફિલ્મ, રિલીઝ થયા પછી હવે ‘ડાયનામાઈટ’ બની ચુકી છે. બુધવારે યોજાયેલા પ્રીવ્યૂ શોથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ‘ધુરંધર 2’ બોલીવુડમાં બોક્સ ઓફિસ સફળતાના મોટા રેકોર્ડ તોડવા આવી રહી છે. આ ફિલ્મ ઈતિહાસ બદલવાના મૂડમાં છે. હવે શનિવારે ‘ધુરંધર 2’ નું ઈદ સેલિબ્રેશન થિયેટરોમાં એવું ચાલી રહ્યું છે કે 3 દિવસ પૂરા થાય તે પહેલા જ ફિલ્મે 300 કરોડ કમાણીનો માઈલસ્ટોન પાર કરી લીધો છે. ક્રેઝ જણાવી રહ્યો છે કે ‘ધુરંધર 2’ શનિવારે બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો દિવસ બનાવવા જઈ રહી છે.

સૌથી ઝડપી 300 કરોડ

2014માં જ્યારે આમિર ખાનની ‘pk’એ પહેલીવાર 300 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ક્યારેય કોઈ ફિલ્મ આ આંકડો માત્ર 3 દિવસમાં પાર કરશે. પરંતુ ‘ધુરંધર 2’ માટે કંઈપણ અશક્ય નથી. શુક્રવારનો દિવસ પૂરો થવા સુધીમાં ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર કુલ 226 કરોડનું નેટ ઈન્ડિયા કલેક્શન કરી લીધું હતું.

સાંજે 7 વાગ્યા સુધીમાં 80 કરોડનું નેટ કલેક્શન

સેકનિલ્કના ટ્રેકિંગ પ્રમાણે જોઈએ તો ફિલ્મે શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં બોક્સ ઓફિસ પર 80 કરોડથી વધુનું નેટ કલેક્શન કરી નાખ્યું છે. આ સાથે જ ‘ધુરંધર 2’ નું કુલ કલેક્શન 300 કરોડનો આંકડો પાર કરી ગયું છે. આ પહેલા હિન્દી ફિલ્મોમાં સૌથી ઝડપી 300 કરોડ કમાવવાનો રેકોર્ડ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ ના નામે હતો, જેને માત્ર 5 દિવસ લાગ્યા હતા. ‘Pushpa 2’ એ શાહરૂખ ખાનની ‘જવાન’ને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો હતો, જેના હિન્દી વર્ઝનને 300 કરોડ પાર કરવામાં 6 દિવસ લાગ્યા હતા.

બોલિવૂડનો સૌથી મોટો દિવસ બનશે ઈદ 2026!

ઈદના દિવસે ‘ધુરંધર 2’ માટે અદભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલાથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી આ ફિલ્મને ઈદની ઉજવણીનો સાથ મળી ગયો છે. તમામ સ્થળે ફિલ્મના છેલ્લા શો રાત્રે 11 વાગ્યાને 55 મિનિટના છે અને તે પણ ‘ફાસ્ટ-ફિલિંગ’ મોડમાં છે. ગુરુવારે ‘ધુરંધર 2’ એ બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો દિવસ આપ્યો હતો અને માત્ર એક દિવસમાં 102 કરોડથી વધુનું નેટ કલેક્શન બોક્સ ઓફિસ પર મેળવ્યું હતું. શનિવારે જો સાંજે 7 વાગ્યા સુધીનું કલેક્શન જ 80 કરોડથી વધુ હોય, તો દિવસ પૂરો થતા સુધીમાં આ આંકડો ક્યાં જઈને અટકશે, તે કહેવું મુશ્કેલ છે! પરંતુ એટલું નક્કી છે કે ‘ધુરંધર 2’ ગુરુવારનો પોતાનો જ ટોપ રેકોર્ડ તોડવાની છે. જ્યારે ફાઈનલ આંકડા સામે આવશે ત્યારે નક્કી છે કે ઈદના દિવસે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘ધુરંધર 2’ હશે.

Bollywood : તાહા શાહ બદુશા કરણ જોહરની નજદિકિયાંમાં મુખ્ય રોલમાં દેખાશે

0

તાહા શાહ બદુશા કરણ જોહરની નજદિકયાં ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે.આફિલ્મમાં તેની સાથે ફ્રેશ સ્ટાર કાસ્ટ જોવા મળશે તેમ સૂત્રે જણાવ્યું હતુ. જોકે હજી અન્ય સ્ટારકાસ્ટ તેમજ અભિનેત્રી વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. અભિનેતા માટે આ એક ફક્ત પ્રોજેક્ટ જ નહીં પરંતુ એક ભાવનાત્મક ઉપલબ્ધિ છે. તેણે પોતાની કારકિર્દીની સફર પણ ધર્મા પ્રોડકશનની ગિપ્પી ફિલ્મથી કરી હતી.  એક રિપોર્ટ અનુસાર, નજદિકયાં ફિલ્મ એ મોર્ડન રિલેશનશિપ ડ્રામા હશે. તે આ ફિલ્મમાં આધુનિક પેઢીના યુવાનિયાઓના સંબંધ, ઉલઝનો અને ભાવનાઓને પડદા પર ઊતારશે. 

તાહાએ કરણ જોહર સાથે કામ કરવાની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે તેને  આ પ્રોજેક્ટ સાથે જોડાયાને ફુલ-સર્કલ મોમેન્ટ તરીકે ઓળખાવી હતી. 

તાહા સંજય લીલા ભણશાલીની હીરામંડી ઃધ ડાયમંડ બાઝારમાં જોવા મળ્યો હતો. તેની સાદગી અને દમદાર રોલથી તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા.