Home Blog Page 262

Entertainment : TV પર નાગિનોને રોકેટ લોન્ચ કરતા જોઈ દર્શકોના માથા ચકરાયા, સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉડાવી મજાક!

0

એકતા કપૂરનો શો નાગિન 7 જ્યારથી શરૂ થયો છે, ત્યારથી આ શો કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. લેટેસ્ટ એપિસોડમાં તો મેકર્સે હદ જ કરી નાખી છે.એકતા કપૂરના શો નાગિન 7 નો એક સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ક્લિપમાં દેશભક્તિ સાથેના આ કોમ્બિનેશને બધાનું ધ્યાન ખેંચી લીધું છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નાગિન 7ના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું કે નાગિનો પોતાના માનવ સ્વરૂપમાં રોકેટને લોન્ચ થતું જુએ છે. સાથે જ રોકેટ લોન્ચ થયા બાદ તેને સલામી પણ આપે છે. વળી, બેકગ્રાઉન્ડમાં વંદે માતરમની ધૂન સાંભળવા મળે છે. આ પ્રકારનો સીન પહેલા ક્યારેય બતાવવામાં આવ્યો નહોતો.જોકે, એકતા કપૂરના શો નાગિનમાં અવારનવાર કંઈક એવું બતાવવામાં આવે છે જે લોકોના દિલ પર છાપ છોડી જાય છે. કેટલાક લોકોને આ સીન મજેદાર લાગ્યો તો કેટલાકને ખૂબ જ અજીબ લાગ્યો. વાયરલ ક્લિપ જોયા પછી મોટાભાગના લોકો તો મજાક ઉડાવતા જ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા યુઝર્સ શોના મેકર્સ વિશે પણ વાતો કરી રહ્યા છે. એક યુઝરે તો રિએક્શન આપતા લખ્યું- આ કોઈ બોલીવુડની ફિલ્મના સીન જેવું છે. બીજા યુઝરે લખ્યું- આ નાગિનોએ ઇતિહાસ બદલી નાખ્યો. વળી, અન્ય એક યુઝરે કહ્યું- આ નાગિનોને બોર્ડર પર મોકલી દો.

એકતા કપૂરના શો નાગિનના અત્યાર સુધી 7 સીઝન આવી ચૂકી છે. પહેલી 6 સીઝનોને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. વળી, નાગિન 7માં પ્રિયંકા ચહર ચૌધરીને નાગિનના કેરેક્ટરમાં જોવામાં આવી રહી છે. નાગિનની ભૂમિકામાં પ્રિયંકાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ છ સીઝનોમાં જે-જે એક્ટ્રેસીસે નાગિનની ભૂમિકા ભજવી હતી તેમને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નાગિન 6 પછી તેજસ્વી પ્રકાશની પોપ્યુલારિટી અને પણ વધારે વધી ગઈ. તેણે આ સીઝન માટે ખૂબ મોટી રકમ પણ ચાર્જ કરી હતી.

Patna : જંકશન પર 100થી વધુ જીવંત કાચબાની તસ્કરી ઝડપાઈ, 5 આરોપીઓની કરાઈ ધરપકડ

0

જી.આર.પી. (GRP) દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ તસ્કરી નેટવર્ક ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું હતું.

પટના જંકશન પર ટ્રેનમાંથી 100થી વધુ જીવંત કાચબાઓને બચાવવામાં આવ્યા છે, જેના કારણે કાચબાઓની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો ભાંડો ફૂટ્યો છે. આ કાર્યવાહી દિલ્હી-માલદા ફરક્કા એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવી હતી, જ્યાં તસ્કરો દ્વારા કાચબાઓને બોરીઓમાં ભરીને ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહ્યા હતા.

જી.આર.પી. (GRP) દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ તસ્કરી નેટવર્ક ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું હતું. તસ્કરો કાચબાઓને પકડીને કાળા બજારમાં લાખો રૂપિયામાં વેચવાનું આયોજન કરી રહ્યા હતા. આ કાચબાઓને અત્યંત અમાનવીય પરિસ્થિતિમાં બોરીઓમાં બંધ કરી રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમની સ્થિતિ પણ નાજુક બની ગઈ હતી.

સમયસર કાર્યવાહી થતાં તમામ કાચબાઓને બચાવી લેવામાં આવ્યા છે. બાદમાં તેમને વન વિભાગને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર અને સંભાળ લેવામાં આવશે. આ કેસમાં આરોપીઓ સામે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી ચાલુ રહેશે અને સમગ્ર નેટવર્કને નાબૂદ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવનની સુરક્ષા માટે સતર્ક રહેવાની જરૂરિયાત ઉજાગર કરી છે. પોલીસ અને વન વિભાગના સંકલિત પ્રયાસોથી આવા ગુનાઓને રોકવા માટે વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Top News : ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં હડકંપ

0

અમેરિકા-ઈઝરાયલે યુદ્ધના આજે 22માં દિવસે ઈરાન પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને તાત્કાલીક ઈરાની અધિકારીઓ પણ ઘટનાસ્થલે દોડી આવ્યા છે.

ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂરના વિસ્તારો સુધી સંભળાયો છે. ઘટનાસ્થળે દોડી આવેલા ઈરાની અધિકારીઓએ તાત્કાલીક તપાસ શરૂ કરી દીધી છે, જેમાં કોઈપણ પ્રકારનું રેડિએશન ફેલાયું ન હોવાની પુષ્ટી થતા મોટી રાહત થઈ છે. એટલે કે પરમાણુ કચરો ફેલાવાનો જે ડર હતો તે ટળી ગયો છે.

ઈરાને દાવો કર્યો છે કે, વિસ્ફોટ છતાં આસપાસના રહેણાં વિસ્તારોમાં રહેનારા લોકો સંપૂર્ણ સુરક્ષિત છે. આ હુમલો અમેરિકા-ઈઝરાયલ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ કરાયો હોવાનો ઈરાની સરકારે દાવો કર્યો છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાના અને નષ્ટ કરવાના ઈરાદાથી આ બોંબમારો કરાયો છે.

દુશ્મન દેશો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં પ્લાન્ટ પર અનેક વાર હુમલા કરવામાં આવ્યા છે. દર વખતે તેના માળખા અને મશીનોનો નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. જોકે રાહતની વાત એ છે કે, હુમલાઓ છતાં પર્યાવરણને કોઈ મોટું નુકસાન થયું નથી.

જૂન-2025માં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન નતાંજ પ્લાન્ટ જ મુખ્ય ટાર્ગેટ પર હતું. આ યુદ્ધમાં અમેરિકા સીધું જ કૂદી પડ્યું હતું. હવે ફરી તે જ સ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે.

World : યુધ્ધ વચ્ચે અમેરિકાએ ભારત પાસે મદદ માંગી?જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું

0

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ફરતા એક ખોટા દાવાને ફગાવી દીધો છે કે અમેરિકાએ ઈરાન પર હુમલો કરવા માટે ભારત પાસેથી લશ્કરી મદદ માંગી છે.

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ફરતા એક ખોટા દાવાને ફગાવી દીધો છે કે અમેરિકાએ ઈરાન પર હુમલો કરવા માટે ભારત પાસેથી લશ્કરી મદદ માંગી છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયે આ દાવાઓને “ખોટા અને બનાવટી ગણાવ્યા. મંત્રાલયે લોકોને આવી પોસ્ટથી સાવધ રહેવા વિનંતી કરી. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચેતવણી જારી કરી હતી.

આ વાયરલ દાવો એક પત્રકાર દ્વારા કરવામાં આવ્યો હતો જેણે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) હેઠળ લશ્કરી સંપત્તિઓને ટેકો આપવા માટે પશ્ચિમ ભારતનો ઉપયોગ કરવાની શક્યતા શોધી રહ્યું છે. આ પોસ્ટમાં કોંકણ કિનારા નજીક સંભવિત ઓફશોર તૈનાત વિશે વધુ અનુમાન કરવામાં આવ્યું હતું અને તેને ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડવામાં આવ્યું હતું.

જોકે, MEA એ આ દાવાઓને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી. આ એક પોસ્ટના જવાબમાં હતું જેમાં લખ્યું હતું, “બ્રેકિંગ ન્યૂઝ, અમેરિકાએ ભારત પાસેથી લશ્કરી સાધનોનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે જેનો ઉપયોગ પશ્ચિમ ભારતથી ઈરાન પર બોમ્બમારો કરવા માટે કરવામાં આવશે.” અમલદારશાહીની દ્રષ્ટિએ, આ LEMOA ની વ્યાખ્યા છે.

Gujarat : માછીમારોને મોટી રાહત; માછીમારી બોટના ડીઝલ ભાવમાં રૂ. 22.43નો વધારો પાછો ખેંચાયો

0

ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમારોના આર્થિક હિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા માછીમારી બોટ માટેના ડીઝલના ભાવમાં કરવામાં આવેલો લિટર દીઠ રૂ. 22.43નો તોતિંગ વધારો હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યના હજારો માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ ઉપલબ્ધ થશે.

ગુજરાત મત્સ્ય સંઘ (GFCCA) અને ભારત પેટ્રોલિયમ વચ્ચે થયેલી ટેન્ડર પ્રક્રિયા બાદ અચાનક ભાવ વધારો ઝીંકવામાં આવતા માછીમારોમાં ચિંતા પ્રસરી હતી. આ ગંભીર બાબતે સ્થાનિક આગેવાનો અને માછીમારી સંસ્થાઓએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારમાં અસરકારક રજૂઆત કરી હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે: મત્સ્યોદ્યોગ ક્ષેત્રને ‘સ્પેશિયલ એક્સેપ્શન’ ગણીને રાહત આપવી જોઈએ. માછીમારોને ‘કન્ઝ્યુમર સેગમેન્ટ’ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણવા જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગુજરાતની આ વ્યાજબી રજૂઆતનો સ્વીકાર કર્યો છે. કેન્દ્ર દ્વારા ભારત પેટ્રોલિયમને આ ભાવ વધારો ત્વરિત અસરથી પાછો ખેંચવાની સૂચના આપવામાં આવી છે. “રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. આ નિર્ણયથી દરિયાકાંઠાના પરિવારોને આર્થિક રક્ષણ મળશે.” – જીતુભાઈ વાઘાણી, મત્સ્યોદ્યોગ મંત્રી. આ ત્વરિત નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીનો આભાર વ્યક્ત કર્યો છે.

Ahmedabad : અમદાવાદનો અનોખો વાહનચોર: એક્ટિવામાં પેટ્રોલ પૂરું થાય એટલે રસ્તામાં જ છોડી દેતો, અંતે આરોપી ઝડપાયો

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં ઝોન-5 LCB દ્વારા એક મહત્વની સફળતા મેળવતા, શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

વધુમાં ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આરોપી વિકાસ ત્રિવેદીની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવાને નિશાન બનાવતો હતો અને લોખંડના સળિયા વડે તેનું લોક તોડી નાખતો હતો.

નવાઈની વાત એ છે કે, આરોપી આ વાહનો વેચવા માટે નહીં પણ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચોરતો હતો. જ્યારે એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ જાય, ત્યારે તે વાહનને બ્રિજ નીચે કે અવાવરુ જગ્યાએ બિનવારસી હાલતમાં છોડી દઈ બીજા વાહનની ચોરી કરતો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે, જેમાં અગાઉ તેના પર વાહન ચોરીના 8 અને લૂંટનો 1 ગુનો નોંધાયેલો છે. મેટ્રો સ્ટેશનો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ કેસમાં આખી કરતુત રેકોર્ડ થઈ હતી. ખાસ કરીને અમરાઈવાડી મેટ્રો સ્ટેશનના ફૂટેજને આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. હાલ પોલીસે કુલ 14 એક્ટિવા રિકવર કર્યા છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

National : PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન PM મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ તહેવારોનો પવિત્ર સમય પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.

વાતચીત દરમિયાન પ્રાદેશિક સુરક્ષાને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. PM મોદીએ પશ્ચિમ એશિયામાં મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને તેની સખત નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે, આવા હુમલાઓ માત્ર પ્રાદેશિક સ્થિરતા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈન માટે પણ મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વિશ્વભરમાં માલસામાનની અવરજવર પર માઠી અસર પડી શકે છે.

વૈશ્વિક વેપારના હિતમાં PM મોદીએ ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ એટલે કે દરિયાઈ માર્ગો પર મુક્ત અવરજવરની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે શિપિંગ લેન્સ એટલે કે દરિયાઈ વેપારના માર્ગો સુરક્ષિત અને ખુલ્લા રહે તે અત્યંત મહત્ત્વનું છે.

આ વાતચીતમાં વડાપ્રધાને ઈરાનમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઈરાન સરકાર દ્વારા ભારતીય નાગરિકોની સલામતી માટે આપવામાં આવતા સતત સહયોગ અને સમર્થન બદલ તેમણે ઈરાનનો આભાર માન્યો હતો. આ ચર્ચા ભારત અને ઈરાન વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોને વધુ વેગ આપનારી સાબિત થશે.

Gondal : શ્રીરામ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત બાળકીનું મોત, પરિવારની ન્યાયની માંગ

0

ગોંડલ શહેરની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત બાળકી બંનેના મોત નીપજ્યા છે.

ગોંડલ શહેરની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં પ્રસૂતિ દરમિયાન માતા અને નવજાત બાળકી બંનેના મોત નીપજ્યા છે. આ બનાવને પગલે હોસ્પિટલ પરિસરમાં શોક અને રોષનું વાતાવરણ છવાઈ ગયું હતું. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના સત્તાધીશો અને સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે સારવારમાં દાખવવામાં આવેલી બેદરકારીને કારણે જ આ દુખદ ઘટના બની છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક શ્રીરામ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પરિસ્થિતિને થાળે પાડવા અને મામલાની ગંભીરતાને જોતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના આક્ષેપોને પગલે તટસ્થ તપાસના ભાગરૂપે માતા અને નવજાત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલ તંત્ર સામેના આક્ષેપો બાદ હવે પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલે ગોંડલ પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને લોકોમાં તબીબી સ્ટાફની કાર્યશૈલી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Gujarat : ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે

0

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહેલા હવામાનના પલટા વચ્ચે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે (21મી માર્ચ) સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે, આ માવઠાની અસર બાદ રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપના સંયુક્ત પ્રભાવને લીધે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં સામાન્ય વરસાદની શક્યતા છે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદી માહોલ શમતાની સાથે જ ફરી ઉનાળો પોતાનો મિજાજ બતાવશે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૩ દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું, જે આગામી દિવસોમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો અને મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે માર્ચ માસમાં આ પ્રકારે પવન, વાવાઝોડા અને કરા સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. આ અણધાર્યા ફેરફારને કારણે દિવસના તાપમાનમાં કામચલાઉ ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે ગરમીનો પ્રકોપ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

National : લક્ઝરી હોટલમાં રસોઈ બનાવતો શેફ રાત્રે કાળા કામ કરતો, પોલીસ પણ તેના કારનામાથી દંગ થઈ

0

કહેવાય છે કે ચોરની ચાર આંખો હોય છે. પરંતુ કાયદાના હાથ પણ લાંબા છે. ચોર કે ગુનેગાર કોઈપણ પદ્ધતિ અપનાવે ગમે ત્યારે પકડાઈ જાય છે. દિલ્હીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ચોરી કરવાની અનોખી રીત અને ચોરની હકીકતન જાણી પોલીસ પણ દંગ રહી ગઈ. દક્ષિણ પશ્ચિમ દિલ્હીની આર.કે. પુરમ પોલીસે એક એવા અનોખા ચોરની ધરપકડ કરી છે. જે બેવડુ જીવન જીવતો હતો. પકડાયેલ આ ચોર રાત્રે ચોરી કરતો અને સવારે લકઝરી હોટલમાં માસ્ટર શેફ તરીકે કામ કરતો હતો.

પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે નિકેશ (22), જે દ્વારકાની એક પ્રતિષ્ઠિત 5-સ્ટાર હોટલમાં સાઉથ ઈન્ડિયન શેફ તરીકે કાર્યરત હતો, તે લક્ઝરી લાઈફ સ્ટાઈલ અને મોજશોખ પૂરા કરવા માટે રાત્રિના અંધારામાં શાતિર ચોર બની જતો હતો. નિલેશની ચોરી કરવાની રીત ખૂબ જ હાઈટેક હતી. તે ખાસ કરીને એવા ઘરોને નિશાન બનાવતો હતો જ્યાં ‘ચાઈનીઝ લોક’ (ડિજિટલ કે અત્યાધુનિક તાળા) લાગેલા હોય. તેની પાસે એક માસ્ટર ચાવી હતી, જેનાથી તે મિનિટોમાં તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચોરી કર્યા પછી તે ઘરને ફરીથી તાળું મારી દેતો હતો, જેથી ઘરમાલિકને અંદર પ્રવેશતી વખતે કોઈ શંકા જ ન જાય.

આ ઘટનાની શરૂઆત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ થઈ હતી. આર.કે. પુરમ સેક્ટર-1માં રહેતા ટી. સેન પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગે ગયા હતા. જ્યારે તેઓ 18 ફેબ્રુઆરીએ પરત ફર્યા, ત્યારે ઘરનું મુખ્ય તાળું અકબંધ હતું. પરંતુ અંદર જઈને તપાસ કરતા તેમના હોશ ઉડી ગયા હતા. ઘરમાં રાખેલા ₹3.5 લાખ રોકડા અને મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના ગાયબ હતા.

પોલીસે જ્યારે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે એક શંકાસ્પદ યુવક અડધા કલાકમાં ગેટ ખોલીને સ્કૂટર પર સામાન સાથે ભાગતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી અને આખરે 5-સ્ટાર શેફ નિલેશની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સરળતાથી પૈસા કમાવવાની લાલચે તેને રસોઈયામાંથી ચોર બનાવી દીધો હતો.