Home Blog Page 263

National : લક્ઝરી હોટલમાં રસોઈ બનાવતો શેફ રાત્રે કાળા કામ કરતો, પોલીસ પણ તેના કારનામાથી દંગ થઈ

0

કહેવાય છે કે ચોરની ચાર આંખો હોય છે. પરંતુ કાયદાના હાથ પણ લાંબા છે. ચોર કે ગુનેગાર કોઈપણ પદ્ધતિ અપનાવે ગમે ત્યારે પકડાઈ જાય છે. દિલ્હીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ચોરી કરવાની અનોખી રીત અને ચોરની હકીકતન જાણી પોલીસ પણ દંગ રહી ગઈ. દક્ષિણ પશ્ચિમ દિલ્હીની આર.કે. પુરમ પોલીસે એક એવા અનોખા ચોરની ધરપકડ કરી છે. જે બેવડુ જીવન જીવતો હતો. પકડાયેલ આ ચોર રાત્રે ચોરી કરતો અને સવારે લકઝરી હોટલમાં માસ્ટર શેફ તરીકે કામ કરતો હતો.

પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે નિકેશ (22), જે દ્વારકાની એક પ્રતિષ્ઠિત 5-સ્ટાર હોટલમાં સાઉથ ઈન્ડિયન શેફ તરીકે કાર્યરત હતો, તે લક્ઝરી લાઈફ સ્ટાઈલ અને મોજશોખ પૂરા કરવા માટે રાત્રિના અંધારામાં શાતિર ચોર બની જતો હતો. નિલેશની ચોરી કરવાની રીત ખૂબ જ હાઈટેક હતી. તે ખાસ કરીને એવા ઘરોને નિશાન બનાવતો હતો જ્યાં ‘ચાઈનીઝ લોક’ (ડિજિટલ કે અત્યાધુનિક તાળા) લાગેલા હોય. તેની પાસે એક માસ્ટર ચાવી હતી, જેનાથી તે મિનિટોમાં તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચોરી કર્યા પછી તે ઘરને ફરીથી તાળું મારી દેતો હતો, જેથી ઘરમાલિકને અંદર પ્રવેશતી વખતે કોઈ શંકા જ ન જાય.

આ ઘટનાની શરૂઆત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ થઈ હતી. આર.કે. પુરમ સેક્ટર-1માં રહેતા ટી. સેન પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગે ગયા હતા. જ્યારે તેઓ 18 ફેબ્રુઆરીએ પરત ફર્યા, ત્યારે ઘરનું મુખ્ય તાળું અકબંધ હતું. પરંતુ અંદર જઈને તપાસ કરતા તેમના હોશ ઉડી ગયા હતા. ઘરમાં રાખેલા ₹3.5 લાખ રોકડા અને મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના ગાયબ હતા.

પોલીસે જ્યારે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે એક શંકાસ્પદ યુવક અડધા કલાકમાં ગેટ ખોલીને સ્કૂટર પર સામાન સાથે ભાગતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી અને આખરે 5-સ્ટાર શેફ નિલેશની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સરળતાથી પૈસા કમાવવાની લાલચે તેને રસોઈયામાંથી ચોર બનાવી દીધો હતો.

World : ભારત માટે ગુડ ન્યૂઝ, બે LPG ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે મળ્યું ગ્રીન સિગ્નલ

0

છેલ્લા 24 કલાકથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈ ક્રૂડ ઓઇલ ટેન્કર પસાર થયું નથી. ઈરાનની હુમલાની ધમકીને પગલે, ઘણા જહાજો સ્ટ્રેટમાં ફસાયેલા છે. આ સ્થિતિમાં, ભારત માટે એક મહત્વપૂર્ણ સારા સમાચાર છે.

આજે મધ્ય પૂર્વ યુદ્ધનો 22મો દિવસ છે. આ યુદ્ધને કારણે ઘણા દેશોમાં LPG અને ક્રૂડ ઓઇલનું સંકટ મંડરાઈ રહ્યું છે. ઈરાન ક્ષેત્રમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ઘણા દેશોમાં LPG અને ક્રૂડ ઓઇલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકથી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગમાંથી કોઈ ક્રૂડ ઓઇલ ટેન્કર પસાર થયું નથી. ઈરાનના હુમલાની ધમકી બાદ ઘણા જહાજો સ્ટ્રેટમાં ફસાયેલા છે. ભારત માટે એક સારા સમાચાર છે. ભારતના બે LPG ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે.
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ ચાલુ રાખે છે, જેના કારણે જહાજો ત્યાંથી પસાર થતા નથી. જોકે, ભારત માટે સારા સમાચાર છે, બે LPG ટેન્કરોને સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે.

સમાચાર એજન્સી રોઇટર્સે શિપિંગ ડેટા અને સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આગામી દિવસોમાં બે ભારતીય ધ્વજવાળા LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની તૈયારી કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોઈ ક્રૂડ ઓઇલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું નથી. ઈરાને જહાજો પર હુમલો કરવાની ધમકી આપી ત્યારથી સેંકડો જહાજો ત્યાં ફસાયેલા છે. હવે, તે જહાજો હોર્મુઝ થઈને ખાડીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા નથી. એ નોંધવું જોઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 ટકા તેલ અને LNG પુરવઠાનું વહન કરે છે.

Gujarat : Valsad દરિયાકાંઠે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો: મરીન કમાન્ડો દ્વારા ઉદવાડાથી ઉમરસાડી સુધી સઘન પેટ્રોલિંગ

0

વલસાડ જિલ્લાના દરિયાઈ પટ્ટા પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉદવાડાથી લઈને ઉમરસાડી સુધીના વિસ્તારોમાં કમાન્ડોની અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિઓને અટકાવવાનો અને દેશની દરિયાઈ સીમાઓને સુરક્ષિત કરવાનો છે.

પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડો દ્વારા દરિયામાં તરતી શંકાસ્પદ બોટ અને કિનારા પરની અજાણી વ્યક્તિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, દરિયાકાંઠાના અવાવરુ સ્થળો પર પણ કડક ચેકિંગ હાથ ધરાયું હતું જેથી કોઈ પણ અસામાજિક તત્વો ત્યાં આશરો ન લઈ શકે. આ પ્રકારની કામગીરીથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો કડક પહેરો જોવા મળી રહ્યો છે.

સુરક્ષા દળોએ આ તકે સ્થાનિક માછીમારો અને રહેવાસીઓને પણ સતર્ક રહેવા માટે વિશેષ અપીલ કરી છે. જો કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે અજાણી નૌકા દરિયામાં દેખાય, તો તેની તાત્કાલિક જાણ પોલીસ તંત્રને કરવા સૂચના આપવામાં આવી છે. જનતાના સહકાર અને કમાન્ડોના સતત નિરીક્ષણ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવામાં આવી રહી છે.

Ahmedabad : વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, મસાજની આડમાં દેહવ્યાપાર, ત્રણ રાજ્યોની યુવતીઓનું રેસ્ક્યુ

અમદાવાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલના એક સ્પા સેન્ટરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં અલગ-અલગ રાજ્યોની ત્રણ યુવતીઓને મુક્ત કરાવી, જ્યારે આરોપીઓ સામે અનૈતિક ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, હિમાલયા મોલના બીજા માળે આવેલા એક સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીની ચકાસણી કરવા માટે પોલીસે એક નકલી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલ્યો હતો. ત્યાં દેહવ્યાપાર ચાલતો હોવાની પુષ્ટિ થતા જ પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

દરોડા દરમિયાન સ્પાની અંદરથી મિઝોરમ, દિલ્હી અને ત્રિપુરાની વતની એવી ત્રણ મહિલાઓ મળી આવી હતી. આ યુવતીઓએ પોલીસને જણાવ્યું કે સ્પા મેનેજમેન્ટ દ્વારા અહીં રાખવામાં આવી હતી અને પ્રતિ ગ્રાહક આશરે એક હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ ઉપરાંત સ્થળ પરથી ઉત્તર પ્રદેશના વતની એવા સ્ટાફ સભ્ય સન્ની સંતોષની અટકાયત કરવામાં આવી છે. આ સ્પા ઇર્શાદ એસ. સૈયદ દ્વારા ચલાવવામાં આવતો હતો, જે બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને દેહવ્યાપારને પ્રોત્સાહન આપતો હતો.

દરોડા દરમિયાન સ્પાનો માલિક હાજર નહોતો અને હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્પાના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. બચાવવામાં આવેલી મહિલાઓને કાનૂની જોગવાઈઓ અનુસાર કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. પોલીસે અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ, ૧૯૫૬ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી ફરાર માલિકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad : નશામાં ધૂત કારચાલકની નફ્ફટાઈ, અકસ્માત સર્જી કહ્યું – ‘કાલે ફરીથી પીને ચલાવીશ કાર’

અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે નશાખોરોનો આતંક શહેરમાં વધવાની ફરિયાદ પણ અમદાવાદીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવામાં વધુ એક શખ્સે નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જે કારણે લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચાંદલોડિયામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ કાર ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી હતી. આ દરમિયાન નશામાં ભાન ભૂલેલા કાર ચાલકે 3થી 4 વાહનને અડફેટે લીધા હતા. આ અકસ્માત વિશ્વકર્મા મંદિરથી શાલિગ્રામ ફ્લેટ રોડ પર સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ અકસ્માત સર્જનાર આરોપી જયેશ પ્રજાપતિ નશાની હાલતમાં ઝડપાયો હતો. તેની નફટ્ટાઈ એટલી હદે વધી ગઈ કે તેણે સ્થાનિકોને કહ્યું કે, કાલે ફરીથી દારૂ પીને આવીશ, અને કાર ચલાવીશ. તમારે જે કરવું હોય તે કરી શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પોલીસ કે કાયદાનો મને કોઈ ડર નથી.

સ્થાનિક લોકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે બી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Entertainment : ટોપ 5 માં તારક મહેતાની એન્ટ્રી, નાગિન 7 અને અનુપમાના રેટિંગમાં ફેરફાર

0

TRP Week 10 Report 2026: વર્ષ 2026 ના 10મા અઠવાડિયાની TRP રિપોર્ટ જાહેર થયો છે. વર્લ્ડ કપ ફાઈનલની અસરથી નાગિન 7 અને લાફ્ટર શેફ્સ પટકાયા છે. જુઓ ટોપ 20 શોની યાદી.

ટેલિવિઝન દુનિયામાં દર અઠવાડિયે જેની આતુરતાથી રાહ જોવાય છે, તે BARC ની TRP રિપોર્ટ (વીક 10, 2026) સામે આવી ચુકી છે. આ અઠવાડિયે ક્રિકેટના ફીવર અને ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની સીધી અસર મનોરંજનના શો પર જોવા મળી છે. કેટલાક જૂના દિગ્ગજ શો ફેંકાઈ ગયા છે, તો ગોકુલધામ સોસાયટીના સભ્યોએ લાંબી છલાંગ લગાવી છે.

ટોપ 5 માં મોટો ફેરફાર
રેટિંગ્સમાં આ અઠવાડિયે પણ ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ એ સામાન્ય ઘટાડા છતાં નંબર 1 નું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ‘અનુપમા’ શો બીજા ક્રમે સ્થિર છે. સૌથી મોટો ઉલટફેર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો છે, જેણે સીધી ટોપ-5 માં એન્ટ્રી કરી લીધી છે. ‘તુમસે તુમ તક’ ત્રીજા ક્રમે અને ‘વસુધા’ એ પાંચમા ક્રમે રહી પોતાની પકડ મજબૂત કરી છે.

વર્લ્ડ કપ ફાઈનલને કારણે એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન 7’ ના રેટિંગમાં ગાબડું પડ્યું છે અને તે ખસીને 10મા ક્રમે આવી ગયો છે. જોકે, સૌથી ખરાબ હાલત ‘લાફ્ટર શેફ્સ’ ની થઈ છે, જે સીધો 15મા ક્રમે પટકાયો છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ આ અઠવાડિયે નબળું પડી 7મા સ્થાને પહોંચ્યું છે.

TRP Week 10: ટોપ 20 શોની યાદી

  1. ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી
  2. અનુપમા
  3. તુમસે તુમ તક
  4. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
  5. વસુધા
  6. ગંગા માઈ કી બેટિયાં
  7. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
  8. ઉડને કી આશા
  9. જગધાત્રી
  10. નાગિન 7

નવા શોની વાત કરીએ તો ‘તારા’ એ 1.1 રેટિંગ સાથે સારી શરૂઆત કરી 18મા ક્રમે જગ્યા બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી અઠવાડિયે જ્યારે ક્રિકેટનો ફિવર ઉતરશે, ત્યારે આ શો ફરી પોતાની બાદશાહત મેળવી શકે છે કે નહીં.

Business : AirIndiની ભૂલને કારણે ફ્લાઈટ અધવચ્ચેથી પાછી વળી, મુસાફરો કલાકો સુધી હવામાં રઝળ્યા

0

એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવામાં એક અત્યંત ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દિલ્હીથી કેનેડાના વેન્કુવર જવા માટે રવાના થયેલી ફ્લાઈટ AI-185 ને ટેક-ઓફના સાત કલાક બાદ ફરી દિલ્હી એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું

એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવામાં એક અત્યંત ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દિલ્હીથી કેનેડાના વેન્કુવર જવા માટે રવાના થયેલી ફ્લાઈટ AI-185 ને ટેક-ઓફના સાત કલાક બાદ ફરી દિલ્હી એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. આ ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન નહીં, પરંતુ એરલાઈન મેનેજમેન્ટની વહીવટી ભૂલ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. વિમાન જ્યારે ચીનના આકાશમાં કુનમિંગ પાસે પહોંચ્યું ત્યારે એરલાઈન અધિકારીઓને ભાન થયું કે જે વિમાન હવામાં ઉડી રહ્યું છે તેને કેનેડાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની કે ત્યાં લેન્ડ કરવાની કાયદેસરની મંજૂરી જ નથી.

વિગતો મુજબ, આ ફ્લાઈટ સવારે 11.34 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને કારણે વિમાને પૂર્વ દિશાનો રૂટ પસંદ કર્યો હતો. વિમાનમાં સેંકડો મુસાફરો સવાર હતા જેઓ કેનેડા પહોંચવાની આશામાં હતા. જોકે, લગભગ ચાર કલાકની મુસાફરી બાદ જ્યારે વિમાન ચીન સુધી પહોંચ્યું, ત્યારે જાણવા મળ્યું કે એર ઈન્ડિયાએ આ રૂટ પર બોઇંગ 777-200LR વિમાન તૈનાત કર્યું છે, જ્યારે કેનેડાની રેગ્યુલેટરી ઓથોરિટી પાસેથી એર ઈન્ડિયાને માત્ર તેના બોઇંગ 777-300ER ફ્લીટ માટે જ સંચાલન કરવાની પરવાનગી મળેલી છે.

આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમો મુજબ, ઘણા દેશો એરલાઈન્સને માત્ર ચોક્કસ પ્રકારના વિમાન મોડેલ અથવા ટેલ નંબરના આધારે જ લેન્ડિંગની મંજૂરી આપે છે. એર ઈન્ડિયા આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. જેવી આ ભૂલની જાણ થઈ કે તરત જ પાયલોટને વિમાન પાછું વાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વિમાન સાંજે આશરે 7:19 વાગ્યે દિલ્હીના રનવે પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. સદનસીબે, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હતા, પરંતુ કલાકો સુધી હવામાં રહ્યા બાદ ફરી એ જ જગ્યાએ પરત આવતા મુસાફરોમાં રોષ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.

એર ઈન્ડિયાએ આ આખી ઘટનાને ‘ઓપરેશનલ ઈસ્યુ’ ગણાવતા સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. એરલાઈને જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિમાન પરત બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ મુસાફરોને હોટલ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. એરલાઈને આ અસુવિધા બદલ માફી માંગી હતી અને બીજા દિવસે સવારે યોગ્ય વિમાન (બોઇંગ 777-300ER) દ્વારા તમામ મુસાફરોને વેન્કુવર મોકલવાની વ્યવસ્થા કરી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે કે આટલી મોટી એરલાઈન આવી પાયાની વહીવટી ભૂલ કેવી રીતે કરી શકે.

Ahmedabad News : અમદાવાદીઓને પડી જશે જલશો, રિવરફ્રન્ટ ખાતે ‘મિલેટ મહોત્સવ-2026’નો થયો પ્રારંભ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોને ‘અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ‘મિલેટ’ એ માત્ર આહાર નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તે શરીર માટે અત્યંત ગુણકારી અને પચવામાં હળવા હોય છે. દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં ૧૭ મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરતાં કૃષિમંત્રીએ કહ્યું કે રાસાયણિક ખેતી અને ઝેરયુક્ત અનાજના કારણે રોગોનું પ્રમાણ વધ્યું છે. જેની સામે અન્ન-મિલેટ્સ આરોગ્ય માટે ઉત્તમ છે અને તે ડાયાબિટીસ તેમજ કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપી શકે છે. તેમણે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાનો મોટા ભાગનો સમય પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે આપી રહ્યા છે. તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે આજે ૮ લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કુલ આશરે ૨૦ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. મિલેટ ઓછા પાણી અને ઓછા ખાતરમાં પણ ઉત્તમ ઉત્પાદન આપે છે, જે ક્લાયમેટ ચેન્જ સામે પણ લડવામાં મદદરૂપ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ વેલ્યૂ એડિશન અને પ્રોસેસિંગ યુનિટ માટે આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ૭૦૦થી વધુ મિલેટ સ્ટોલ્સ અને પ્રદર્શનો દ્વારા ખેડૂતોને સીધું માર્કેટ પૂરું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ વર્ષ ઉજવણીની શરૂઆત કરાવી મિલેટ્સને ભારત પૂરતું સીમિત ન રાખી, દેશ-વિદેશ સુધી પહોંચાડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, G20ના સમિટમાં પણ વિદેશના પ્રતિનિધિઓને મિલેટ્સની વાનગી પીરસવામાં આવી હતી. મિલેટ મહોત્સવની સફળતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ગયા વર્ષે પાંચ લાખથી પણ વધુ લોકોએ મિલેટ મહોત્સવ અને સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

વધુમાં, તેમણે મિલેટ્સમાં આવતા જુવાર, બાજરી અને રાગી સહિતના જાડા અનાજના ફાયદાઓ અને ગુણો સમજાવ્યા હતા. આ પ્રકારના અનાજથી શરીરમાં પૂરતું ન્યુટ્રિશન મળી રહે છે અને રાગીથી હાડકા મજબૂત થાય છે તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રકારના મિલેટ્સ મહોત્સવ થકી આગામી પેઢીને સ્વસ્થ જીવન આપવાનું સરકારનું લક્ષ્ય છે. ખેડૂતોની આવક બમણી કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે ત્યારે મિલેટ્સ મહોત્સવ થકી તેમાં આવતી પ્રોડકટ્સના ભાવ સારા મળતા થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું. ભવિષ્યમાં સ્વસ્થ અને નિરોગી રહેવા માટે તેમજ દવાઓથી બચવા માટે મિલેટ્સ તરફ વળવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, કૃષિ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Sports : KKRના મેન્ટરે પ્રેસ કોન્ફરન્સમાં ખોલી પોતાની જ પોલ..

0

IPL 2026 પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ તૈયારીઓમાં વ્યસ્ત છે અને પત્રકાર પરિષદ દ્વારા પોતાની ટીમ અંગે માહિતી આપી રહી છે. આ જ ક્રમમાં Kolkata Knight Riders એ 20 માર્ચે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજી હતી. આ કાર્યક્રમમાં ટીમના કપ્તાન Ajinkya Rahane, મુખ્ય પ્રશિક્ષક Abhishek Nayar, માર્ગદર્શક Dwayne Bravo અને ટીમ સાથે જોડાયેલા Shane Watson હાજર રહ્યા હતા.

પત્રકાર પરિષદ શરૂ થાય તે પહેલાં એક રસપ્રદ ઘટના બની, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. મેન્ટોર Dwayne Bravo અને મુખ્ય પ્રશિક્ષક અભિષેક નાયર વચ્ચે અનૌપચારિક વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન બ્રાવોએ હળવાશથી પોતાના વ્યક્તિગત જીવન અંગે વાત કરતા કહ્યું કે “મારા ઘરે બે છોકરીઓ છે…”. જોકે, તેઓ આગળ કંઈ કહે તે પહેલાં જ કપ્તાન અજિંક્ય રહાણેનું ધ્યાન માઇક્રોફોન તરફ ગયું, જે ચાલુ હતું. રહાણેએ તરત જ બ્રાવોને ચેતવણી આપી કે માઇક્રોફોન ચાલુ હોવાથી સાવધાની રાખવી જોઈએ. આ સૂચન મળતાં જ બ્રાવોએ પોતાની વાત અધૂરી રાખી દીધી અને વાતચીત ત્યાં જ બંધ થઈ ગઈ.

આ ઘટના થોડી ક્ષણ માટે મજેદાર અને આશ્ચર્યજનક રહી, કારણ કે પત્રકાર પરિષદમાં આવી વ્યક્તિગત વાત બહાર આવી જવી સામાન્ય નથી. જોકે, કોઈ વિવાદ સર્જાયો નહીં અને કાર્યક્રમ આગળ નિયમિત રીતે ચાલુ રહ્યો.ડ્વેન બ્રાવોનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથેનો સંબંધ તાજેતરના વર્ષોમાં મજબૂત બન્યો છે. તેઓ IPL 2025 દરમિયાન ટીમમાં માર્ગદર્શક તરીકે જોડાયા હતા. અગાઉ તેઓ Chennai Super Kings સાથે સંકળાયેલા હતા. હાલમાં તેમનો કરાર IPL 2026 સુધી માન્ય છે.માર્ગદર્શક તરીકે બ્રાવોનું મુખ્ય કામ ટીમ માટે વ્યૂહરચના તૈયાર કરવું અને ખાસ કરીને બોલિંગ વિભાગને માર્ગદર્શન આપવાનું છે. તેમની અનુભવી હાજરી KKR માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે, ખાસ કરીને જ્યારે ટીમ આગામી સીઝનમાં સારું પ્રદર્શન કરવાની આશા રાખે છે.

Up : Mathura Gau Rakshakની હત્યા બાદ CM યોગીનું મોટું નિવેદન

0

ઉત્તર પ્રદેશના મથુરામાં ગઈકાલે રાત્રે ગાય રક્ષક ચંદ્રશેખર બાબાનું ટ્રકે કચડીને મોત નીપજ્યું હતું. તેઓ સ્થાનિક રીતે ફરસા બાબા તરીકે જાણીતા હતા.તેમના સાથીઓએ દાવો કર્યો હતો કે રવિવારે વહેલી સવારે બાબા અને તેમના બે સાથીઓ પશુઓ ભરેલી ટ્રકનો પીછો કરી રહ્યા હતા

ઉત્તર પ્રદેશના મથુરામાં ગઈકાલે રાત્રે ગાય રક્ષક ચંદ્રશેખર બાબાનું ટ્રકે કચડીને મોત નીપજ્યું હતું. તેઓ સ્થાનિક રીતે ફરસા બાબા તરીકે જાણીતા હતા.તેમના સાથીઓએ દાવો કર્યો હતો કે રવિવારે વહેલી સવારે બાબા અને તેમના બે સાથીઓ પશુઓ ભરેલી ટ્રકનો પીછો કરી રહ્યા હતા.ટ્રકને ઓવરટેક કર્યા પછી બાબાએ તેની બાઇક તેની આગળ ઉભી રાખી. ડ્રાઇવરે ઝડપ વધારી, બાબાને કચડી નાખ્યો અને ભાગી ગયો. બાબાના મૃત્યુ પછી પરિસ્થિતિ તંગ બની ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે અધિકારીઓને સમગ્ર ઘટનાની નોંધ લેવા જણાવ્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા ઘટનાની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે આરોપીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. તેમણે ADG કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશ પાસેથી મથુરા ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી છે. મુખ્યમંત્રીને રિપોર્ટ કર્યા પછી, ADG મથુરા જવા રવાના થઈ શકે છે.ગૌ રક્ષક ચંદ્રશેખર બાબા, જેને ફરસા બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ દિલ્હી-કોલકાતા હાઇવે બ્લોક કરી દીધો. બંને બાજુ ઘણા કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો. પોલીસ ભીડને શાંત કરવા માટે પહોંચી હતી, પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમનો પીછો કર્યો અને તેમના પર પથ્થરમારો કર્યો, જેમાં કેટલાક ઘાયલ થયા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જનો આશરો લીધો.

સપાના વડા અખિલેશ યાદવે પણ મથુરા ઘટના પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ભાજપ ક્યાં તણાવ ભડકાવી શકે છે તે અંગે આપણે સાવચેત રહેવાની જરૂર છે. સાધુ સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે. વારાણસીમાં ખુલ્લેઆમ ગોળીબાર થઈ રહ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી.

પોલીસે કહ્યું – હવે બધું સામાન્ય છે
સમગ્ર મથુરા ઘટના અંગે ડીઆઈજી શૈલેષ પાંડેએ કહ્યું કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ટીયર ગેસના શેલ છોડીને લોકોને વિખેરવામાં આવ્યા છે. બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. હવે બધું સામાન્ય થઈ ગયું છે અને ટ્રાફિક જામ દૂર થઈ ગયો છે.