Home Blog Page 290

National : महंगाई और केंद्र की जनविरोधी नीतियों के खिलाफ ब्यावर में कांग्रेस का प्रचंड प्रदर्शन, पाँच बत्ती चौराहे पर प्रधानमंत्री का पुतला दहन

0

महंगाई, रसोई गैस और ईंधन की बढ़ती कीमतों तथा केंद्र सरकार की कथित जनविरोधी नीतियों के विरोध में कांग्रेस कार्यकर्ताओं ने रविवार को ब्यावर शहर के प्रमुख पाँच बत्ती चौराहे पर जोरदार प्रदर्शन किया। प्रदर्शन के दौरान कांग्रेस कार्यकर्ताओं ने केंद्र सरकार के खिलाफ नारेबाजी करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी का पुतला दहन कर विरोध दर्ज कराया।
यह विरोध प्रदर्शन गोविंद सिंह डोटासरा (प्रदेश अध्यक्ष, राजस्थान प्रदेश कांग्रेस कमेटी) के आह्वान तथा जिला अध्यक्ष किशोर चौधरी के निर्देशानुसार आयोजित किया गया। कार्यक्रम का नेतृत्व ब्यावर ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्ष एडवोकेट अजय शर्मा तथा जवाजा ब्लॉक अध्यक्ष धरमसिंह भाटी ने संयुक्त रूप से किया। इसमें विधानसभा क्षेत्र के विभिन्न क्षेत्रों से आए सैकड़ों कांग्रेस कार्यकर्ताओं ने भाग लिया।


प्रदर्शन को संबोधित करते हुए ब्लॉक अध्यक्ष एडवोकेट अजय शर्मा ने केंद्र सरकार पर तीखा हमला बोलते हुए कहा कि भाजपा सरकार की नीतियों ने आम आदमी की कमर तोड़ दी है। उन्होंने कहा कि लगातार बढ़ती महंगाई से आम जनता परेशान है और रसोई गैस, पेट्रोल व डीजल की कीमतों में बढ़ोतरी ने गृहणियों का बजट बिगाड़ दिया है। उन्होंने कहा कि कांग्रेस जनता की आवाज बनकर संघर्ष कर रही है और जब तक महंगाई पर नियंत्रण नहीं होता, तब तक यह आंदोलन जारी रहेगा।
जवाजा ब्लॉक अध्यक्ष धरमसिंह भाटी ने कहा कि केंद्र सरकार की गलत आर्थिक नीतियों और अमेरिका के साथ प्रस्तावित ट्रेड डील से देश के किसानों और युवाओं पर प्रतिकूल प्रभाव पड़ेगा। उन्होंने आरोप लगाया कि इससे कृषि क्षेत्र को नुकसान होगा और बेरोजगारी की समस्या और गंभीर हो सकती है। उन्होंने कहा कि देश की अर्थव्यवस्था को मजबूत करने के बजाय केंद्र सरकार की नीतियां आर्थिक असंतुलन की स्थिति पैदा कर रही हैं।
कार्यक्रम को संबोधित करते हुए कांग्रेस प्रत्याशी पारस पंच ने कहा कि घरेलू गैस सिलेंडर की कीमत में ₹60 की वृद्धि और कमर्शियल सिलेंडरों की किल्लत व्यापारियों और आमजन के साथ अन्याय है। उन्होंने कहा कि छोटे व्यापारी, होटल व्यवसायी और मध्यम वर्ग इन नीतियों से सबसे अधिक प्रभावित हो रहे हैं।
इस अवसर पर पूर्व जिला उपाध्यक्ष राजेन्द्र ओस्तवाल, नरेंद्र झंवर, पूर्व सभापति शांति बाई डाबला तथा पूर्व पार्षद राजेन्द्र बाबेल ने भी सभा को संबोधित किया और केंद्र सरकार की नीतियों की आलोचना करते हुए महंगाई, बेरोजगारी और आर्थिक संकट के मुद्दों पर विस्तार से अपनी बात रखी।
प्रदर्शन में कपासन प्रभारी आशीष पाल पदावत, अल्पसंख्यक जिलाध्यक्ष अजमत काठात, मेघराज बोहरा, शोभा चौधरी, हनुमान चौधरी, सतीश जाग्रत, रामचन्द्र टेलर, मंडल अध्यक्ष हिमांशु शर्मा, महिला कांग्रेस प्रदेश सचिव सुलक्षणा शर्मा, पूर्व जिला सचिव यशोदा गुर्जर, ब्यावर विधानसभा सेवादल अध्यक्ष मगन सोलंकी, एससी प्रकोष्ठ जवाजा ब्लॉक अध्यक्ष डॉ. जगदीश, अशोक साहू, रामलाल लखन, हनुमान साँखला, अनिल शर्मा, बालकिशन गोठवाल, सुनील कांठेड़, बृजवल्लभ पाराशर, रोहित बजारी, हरिसिंह परिहार, संजय शर्मा, रवि डंडायत, अभिषेक जैन, वृतन्जय आर्य, संदीप साँखला, नन्दकिशोर दगदी, ललित सोनी, दिलीप सोलिवाल, जय कुमार, हरीश साँखला, जुगल किशोर शर्मा, जसवंत सिंह, सलीमुद्दीन, अब्दुल मजीद कुरैशी, हेमंत त्रिपाठी, यूसुफ मोहम्मद, हेमसिंह, प्रकाश सिंह, अनिल यति, लक्ष्मण भट्ट, भगवान दास पालड़िया, राजेन्द्र दगदी, अर्जुन साँखला, विवेक कुमार, राधेश्याम शर्मा, चिमन शिवनगरी, मंगल सिंह भाटी, मनोज गौड़, बाबू भाई पंचोली, मनीष चौधरी, पवन शर्मा, कमल, लालचंद, हरीश साँखला, विष्णु प्रकाश सहित सैकड़ों कांग्रेस कार्यकर्ता मौजूद रहे।
प्रदर्शन के दौरान कांग्रेस कार्यकर्ताओं ने महंगाई के विरोध में जोरदार नारेबाजी की और चेतावनी दी कि यदि केंद्र सरकार ने जल्द ही महंगाई पर नियंत्रण नहीं किया तो कांग्रेस पार्टी प्रदेशभर में बड़े स्तर पर आंदोलन करेगी।

Narmada : 40 વર્ષના જુના ગ્રાહકનું શાલ ઓઢાડી,ટ્રોફી એવોર્ડ આપી 5000રોકડા આપી ગ્રાહકનું સાચું સન્માન કરાયું

0

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે નર્મદાના માંગરોળ ગામે આવેલ અનાજ કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા 40 વર્ષ જુના આદર્શ ગ્રાહકનું શાલ ઓઢાડી ટ્રોફી એવોર્ડ આપી 5000રોકડા આપી ગ્રાહકનું સાચું સન્માન કર્યું હતું

15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસછે. આજના દિવસે
નર્મદાના માંગરોળ ગામે આવેલ અનાજ કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા ગાંધીવાદી વિચારસરણી ધરાવતા મહેન્દ્રભાઈ પ્રજાપતિને ત્યાં છેલ્લા 40 વર્ષથી લક્ષ્મણ તડવી નામનો નિયમિત કાયમી આદર્શ ગ્રાહક બન્યો છે. જે અત્યંત પ્રામાણિક અને વિશ્વાસુ ગ્રાહક તરીકે 40 વર્ષથી એક ધારા ગ્રાહક બની દુકાનદાર તરીકે પ્રેમનો નાતો બંધાયો છે. જેના અનુસંધાને આજે મહેન્દ્ર કાકાએ આ ગ્રાહકનું ખાસ વિશેષ અનોખું સન્માન કર્યું હતું. ગ્રાહક લક્ષ્મણ તડવીને શાલ, ઓઢાડી,ટ્રોફી આપી 5000/-રોકડ રકમઆપી ગ્રામજનો અને ગ્રાહકો
ની ઉપસ્થિતિમાં અનોખું સન્માન કરી ગ્રાહક વંદનાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.

આ સન્માન કોઇ સમારંભમાં નહી,પરંતુ સાદગીથી દુકાને જ ગ્રામજનો અને ગ્રાહકોની હાજરીમા એવોર્ડ અર્પણ કરી સાચા ગ્રાહક નું સન્માન કર્યું હતું .ગ્રાહક બહેરા હોવાથી તેમના દીકરા વિક્રમ તડવીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આં પ્રસંગે 40 વર્ષપહેલા સૌ પ્રથમ ગ્રાહક નું પણ શાલ ઓઢાડી સન્માન કરી ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વારા ગ્રાહક વંદના કરી ગ્રાહકનું સાચું સન્માન કરવાનો અનોખો પ્રસંગ માંગરોલ ગામે યોજાયો હતો

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

 Rashi : 16 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજનો દિવસ ફાયદાકારક રહેશે. સામાજિક વિસ્તાર વધશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે રસ રહેશે. આજે તમારી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે. તમે વ્યસ્ત રહેશો. તમને કોઈ મામલે મોટો નિર્ણય લેવો પડી શકે છે.


વૃષભ

આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો. જીવનસાથીને કોઈ કામમાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમે ઘણું શીખશો. માતા-પિતાની સાથે શોપિંગ કરવા જશો.


મિથુન

આજે ઓફિસમાં કામનો દબાણ થોડો વધી શકે છે. તમે કેટલાક એવા મામલાઓમાં પડી શકો છો જેના ઉકેલમાં તમને થોડી મુશ્કેલી થઈ શકે. પારિવારિક કામોમાં ઘરના સભ્યોનો સહકાર મળશે. ખર્ચા અંગે તમે ચિંતિત રહી શકો છો. સાથે જ આજુબાજુની દરેક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.


કર્ક

આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરમાં બદલાવ લાવી શકે છે. આ રાશિના આર્ટ્સના વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવાની જરૂર છે. આજે તમારું કોઈ કામ પૂરૂં થવાના આરે આવી અટકી શકે, પરંતુ સાંજ સુધીમાં તે કામ પણ પૂર્ણ થઈ જશે.


સિંહ

આજે કલાત્મક કાર્યોમાં તમારી રસ વધશે. ધીરજથી નિર્ણય લેશો તો સફળતાના નવા માર્ગો ખુલશે. જીવનસાથીની મદદથી તમને કોઈ કામમાં ફાયદો થશે. તમને તમારા ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે, જેથી તમારી ઘણી ઉલઝનો દૂર થશે.


કન્યા

આજે પરિવારજનોનો સહકાર મળશે. તમારા કામ માટે અન્ય લોકોને સહમત કરાવવામાં તમે સફળ થશો. આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમને ફાયદો કરાવશે. આ રાશિના વેપારીઓને કોઈ વ્યક્તિ સાથે જરૂરી મુલાકાત કરવી પડી શકે છે.


તુલા

આજે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. તમારી તમામ પરેશાનીઓ દૂર થશે. કોઈ કામ માટે થોડું દોડધામ કરવું પડે. નવા કાર્યોમાં રસ વધશે. તમે કોઈ નવો કોર્સ જોડાવા વિશે વિચાર કરી શકો છો.


વૃશ્ચિક

આજે પ્રગતિનાં અનેક નવા રસ્તા દેખાશે. તમે પારિવારિક સંબંધોમાં સમન્વય સ્થાપવામાં સફળ થશો. સાંજે બાળકો સાથે સમય વિતાવશો. ઘણા દિવસોથી અટકેલા કામમાં સફળતા મળી શકે છે.


ધનુ

આજે વ્યાપારીઓને ધનલાભ થશે. તમે બાળકો સાથે ખુશીના પળો વિતાવશો. આ રાશિના સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે — તેમને કોઈ મોટી કંપનીથી જૉબ માટે કોલ અથવા ઈમેલ આવી શકે છે. તમારા સકારાત્મક વિચારોને કારણે બોસ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે.


મકર

આજે અગાઉ કરેલા કામમાં મહેનતનું સારું પરિણામ મળશે. ઓફિસનું આનંદદાયક વાતાવરણ તમને ઉત્સાહથી ભરશે. તમે જાતને એનર્જેટિક અનુભવશો. જીવનસાથી સાથે લાંબી વાતચીત થશે, જે સંબંધોને મજબૂત બનાવશે. નવા મિત્રો બનવાની શક્યતા છે. સામાજિક વિસ્તાર વધશે.


કુંભ

આજે તમારી કિસ્મતના તારા ઉજળા રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના છે તો તે આજે પૂર્ણ થશે. જીવનસાથી સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો, જે સંબંધોને મીઠા બનાવશે. આ રાશિના વકીલો માટે દિવસ ઉત્તમ — કોઈ મહત્વનું કેસ તમારા પક્ષમાં રહેશે.


મીન

આજે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતા થઈ શકે, પણ સાંજ સુધીમાં બધું સારું થઈ જશે. ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી શકે, જેથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ભૂલી શકો છો, તેથી જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખો.

Entertainment : સંજય દત્ત માટે પાકિસ્તાની ફેનની ખાસ ભેટ, ઇન્ફ્લુએન્સરે ગિફ્ટ કર્યો ગોલ્ડ પ્લેટેડ iPhone 17!

0

સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના એક પાકિસ્તાની ફેને, અભિનેતાને iPhone 17 ભેટમાં આપ્યો છે, જે ખૂબ જ ખાસ છે.બોલીવુડ અભિનેતા સંજય દત્તના ફેન્સ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. તેના ફેન્સ વિશ્વભરમાં છે. પાકિસ્તાનમાં પણ તેના મોટા પ્રમાણમાં ફેન્સ છે. આનું એક મહત્વનું કારણ એ છે કે અભિનેતાના મૂળ પાકિસ્તાનના છે. સુનીલ દત્તનું પૈતૃક ઘર પાકિસ્તાનમાં છે. હવે તેને એક પાકિસ્તાની ફેન તરફથી એક અમૂલ્ય ભેટ મળી છે.

સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પાકિસ્તાની ટિકટોકર કાશિફ ઝમીરે તેને સોનાનો પરખ ચડાવેલો iPhone 17 ભેટમાં આપ્યો છે. તે મળ્યા પછી અભિનેતા ખૂબ જ ખુશ છે. જો કે, તે માત્ર ભેટ નથી, પરંતુ ખૂબ જ ખાસ અને તેમના હૃદયની નજીક બની ગયો છે.

વીડિયોમાં, સંજય દત્ત બોક્સ ખોલે છે, તેને જુએ છે. પછી, એક પાકિસ્તાની ફેન તેને તે આપે છે. આ ફોનનો પાછળનો ભાગ સોનાની પરખ ચડાવેલો છે. આ ફોનની બીજી ખાસ વાત એ છે કે તેમાં સંજય દત્તના પિતા સુનીલ દત્ત અને નરગીસ દત્તના ફોટા પણ છે, જેમાં તેઓ તેની સાથે દેખાય છે. આ જોઈને અભિનેતાની ખુશીનો પાર રહ્યો નહીં.

વાયરલ વીડિયોમાં, કાશિફે કહ્યું કે તેણે આ ફોન ખાસ કરીને તેના પ્રિય સંજય દત્ત માટે ડિઝાઇન કર્યો છે. તેણે અભિનેતાને તેની પત્ની માન્યતા દત્ત માટે બનાવાયેલ જ્વેલરી સેટ પણ ભેટમાં આપી છે. iPhone 17 ₹182,900 થી શરૂ થાય છે, અને જ્યારે કસ્ટમાઇઝ કરવામાં આવે છે, ત્યારે તેની કિંમત વધુ વધી જાય છે. સંજય દત્તના વીડિયો પર અનેક પ્રતિક્રિયાઓ આવી છે.

Sports : T20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ બનશે.પિતા……

0

સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો અને ઈતિહાસ રચ્યો હતો. હવે સૂર્યકુમાર યાદવને આ ખુશી જલ્દી મળશે કારણ કે, તે પિતા બનવા જઈ રહ્યો છે. તેના ઘરમાં એક નાનું મહેમાન આવવાનું છે. દેવિશા શેટ્ટીની બેબી શાવર ઈવેન્ટનો એક વીડિયો સોશ

સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો અને ઈતિહાસ રચ્યો હતો. હવે સૂર્યકુમાર યાદવને આ ખુશી જલ્દી મળશે કારણ કે, તે પિતા બનવા જઈ રહ્યો છે. તેના ઘરમાં એક નાનું મહેમાન આવવાનું છે. દેવિશા શેટ્ટીની બેબી શાવર ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા એક સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે દેવિશા શેટ્ટીના બેબી શાવર ઈવેન્ટનો છે. વીડિયોમાં સૂર્યકુમાર યાદવ એક સફેદ સૂટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે દેવિશા સાડીના લુકમાં જોવા મળી રહી છે . આ દરમિયાન સૂર્યકુમાર યાદવ પોતાની પત્ની દેવિશા શેટ્ટીનો હાથ પકડી અંદર એન્ટ્રી કરતા જોવા મળી રહ્યો છે. આ સિવાય દેવિશા પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટી પહેલી વખત આર.એ પોદાર કોલેજમાં મળ્યા હતા. સૂર્યા અને દેવિશાની લવસ્ટોરી કોલેજથી શરુ થઈ હતી. ત્યારબાદ સૂર્યાએ તેને પ્રપોઝ કર્યું હતુ. અનેક વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2016માં બંન્ને લગ્ન કર્યા હતા. દેવિશા સાઉથ ઈન્ડિયન પરિવારમાંથી આવે છે.દેવિશા સૂર્યકુમાર યાદવને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળે છે.ટી20 વર્લ્ડકપ દરમિયાન પર દેવિશા પતિને સપોર્ટ કરતી સ્ટેડિયમમાં જોવા મળી હતી.

બેબી શાવરના વીડિયોમાં સૂર્યા અને દેવીશા એક હોલમાં આવતા જોવા મળે છે. ઘણા દિવસોથી, દેવીશા શેટ્ટીના પ્રેગ્નન્સી હોવાની અફવાઓ ચાલી રહી હતી, પરંતુ કોઈ પુષ્ટિ થઈ ન હતી. હવે, બેબી શાવરનો વીડિયો સામે આવતા, એ સ્પષ્ટ થઈ ગયું છે કે સૂર્યાની પત્ની ગર્ભવતી છે.ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ એક વીડિયો શેર કર્યો હતો.

Top News : હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ

0

Gujarat Weather Alert: ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગ(IMD) અનુસાર, આગામી 18થી 20 માર્ચ દરમિયાન અનેર જિલ્લામાં મેઘગર્જના સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે.

IMD અનુસાર, આગામી 18 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં માવઠાની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્ય કમોસમી વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

19 માર્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ દિવસે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે.

18-19 માર્ચ દરમિયાન કમોસમી માવઠાની સાથે આ જિલ્લાઓમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં માવઠાની સ્થિતિને પગલે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

Vadodara : મિત્ર સાથે ફરવા નીકળેલા યુવકે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, પરિવારમાં મચ્યો હડકંપ

0

વડોદરાના એક યુવકે હાલોલ પાસે પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. વડોદરાથી મિત્ર સાથે ફરવા નીકળેલા આ યુવકે અચાનક કેનાલમાં પડતું મૂકતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.

વડોદરાના એક યુવકે હાલોલ પાસે પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. વડોદરાથી મિત્ર સાથે ફરવા નીકળેલા આ યુવકે અચાનક કેનાલમાં પડતું મૂકતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં યુવકનો કોઈ પતો ન લાગતા પરિવારે કેનાલના કાંઠે આશા સાથે પડાવ નાખ્યો છે.

વડોદરાના રોહિત વસાવા નામના યુવક તેના મિત્ર રામુ વસાવા સાથે બાઈક પર સવાર થઈને વડોદરાથી હાલોલ તરફ ફરવા માટે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન હાલોલના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ પાસે રોહિત વસાવાએ અચાનક કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. એક સંતાનના પિતા એવા રોહિતે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

હાલમાં વાઘોડિયાના શરણેજ નર્મદા કેનાલના ગેટ પાસે પરિવારના સભ્યો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં પણ પરિવારજનો પોતાના વ્હાલસોયાની શોધમાં કેનાલના કિનારે આશા લગાવીને ઉભા રહ્યા છે. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની મદદથી યુવકને શોધવાની કામગીરી તેજ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

Ahmedabad : AI જનરેટેડ વીડિયો દ્વારા લોકોને ફસાવી રૂપિયા ખંખેરતુ નેટવર્ક, ક્રાઈમ બ્રાંચ તપાસમાં લાગી

અમદાવાદમાં AI જનરેટેડ વીડિયો દ્વારા લોકોને ફસાવી રૂપિયા ખંખેરતુ છેતરપિંડી કરતું મોટું નેટવર્ક સામે આવ્યું છે. એસ્કોર્ટ સર્વિસના નામે યુવતીઓના અભદ્ર વીડિયો મૂકી લોકોને આકર્ષી નાની રકમ પડાવી છેતરપિંડી કરવામાં આવતી હતી.

અમદાવાદમાં AI જનરેટેડ વીડિયો દ્વારા લોકોને ફસાવી રૂપિયા ખંખેરતુ છેતરપિંડી કરતું મોટું નેટવર્ક સામે આવ્યું છે. એસ્કોર્ટ સર્વિસના નામે યુવતીઓના અભદ્ર વીડિયો મૂકી લોકોને આકર્ષી નાની રકમ પડાવી છેતરપિંડી કરવામાં આવતી હતી.આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી છે.સાયબર ક્રિમીનલની આ નવા મોડસ ઓપરેન્ડી દ્વારા સોશિયલ મીડિયા પર યુવતીઓના અભદ્ર AI જનરેટેડ વિડીયો મૂકી લોકોને આકર્ષતા હતા.સંપર્ક કરનાર લોકોને અલગ અલગ બહાનાં બતાવી નાની રકમ માંગવામાં આવતી હતી. યુવતીઓના ફોટા અને વીડિયો બતાવી યુવાનોનો ટાર્ગેટ કરવામા આવતા હતા.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર એલ ગોયલે કહ્યું હતું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા દેશભરમા ફેલાયેલું મોટું નેટવર્ક બહાર આવ્યું છે. તપાસ દરમિયાન 120થી વધુ શંકાસ્પદ પ્રોફાઇલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્ક રાજસ્થાન અને છત્તીસગઢ માંથી ઓપરેટ થતું હતું.જેના આધારે પોલીસે ભોગ બનનારને શોધી ઓનલાઈન રૂપિયા ક્યા એકાઉન્ટમા ગયા છે અને તે કોણ ઉપયોગ કરી રહ્યુ છે તે અંગે તપાસ શરૂ કરી છે.સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રોફાઈલ બનાવી છેતરપિંડી કરવામા આવતી હોવાનો ખુલાસો થયો છે.

આવી પ્રોફાઇલ ક્યાંથી ચાલી રહી છે તેના આઈપી એડ્રેસ મેળવી તપાસ કરવામા આવી રહી છે. પોલીસે રિપોર્ટ કરી આવી પ્રોફાઇલ બંધ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ ઘણા લોકો બદનામીના ડરથી આવી છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા નથી.જેના કારણે ઠગો લાંબા સમયથી આવી પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા.હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા શંકાસ્પદ પ્રોફાઇલ ડીલીટ કરાવવા તેમજ આ નેટવર્ક સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ શંકાસ્પદ પ્રોફાઇલ કે ઓફર દેખાય તો તરત પોલીસને જાણ કરવી જેથી લોકો ભોગ બને તે પહેલા તેને અટકાવી દેવામા સફળતા મળે.

Entertainment : ‘કિસિંગ સીન કરવાના જ…’ઝરીન ખાનને બી-ગ્રેડ ફિલ્મો કરવા બદલ થયો પસ્તાવો! એક્ટ્રેસે આપ્યું મોટું નિવેદન!

0

બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન આજકાલ હિન્દી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. એક ઇન્ટરવ્યુમાં, તેણે ફિલ્મોમાં સતત સામેલ થવા પાછળનું કારણ સમજાવતા કહ્યું કે બી-ગ્રેડ ફિલ્મોએ તેની છબીને કલંકિત કરી છે અને તેને નીચું જોવામાં આવે છે.

બોલીવુડમાં ફિલ્મો કરતાં પોતાના લુક્સને કારણે વધુ ચર્ચામાં રહેતી અભિનેત્રી ઝરીન ખાન હાલમાં પડદા પરથી ગાયબ છે. તે ઘણા સમયથી ફિલ્મોમાં દેખાઈ નથી. તેનું અંગત જીવન પણ ખૂબ ચર્ચાનો વિષય રહ્યું છે. તે છેલ્લે 2021 માં એક ફિલ્મમાં જોવા મળી હતી. સમય જતાં, તેની કારકિર્દી નબળી પડી ગઈ, જેના પરિણામે તેણી હિન્દી ફિલ્મોથી લગભગ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. તેણે તેના ઇન્ટરવ્યુમાં ફિલ્મોમાં સતત સામેલ થવા પાછળનું કારણ સમજાવ્યું.

ઝરીન ખાન પૂજા ભટ્ટના પોડકાસ્ટ પર દેખાઈ હતી. ઝરીન ખાન હવે ફિલ્મોમાં જોવા મળતી નથી, અને તેની પાછળનું કારણ અજ્ઞાત છે. અભિનેત્રીએ હેટ સ્ટોરી 3 અને અક્સર 2 જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને એક બોલ્ડ અભિનેત્રી તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. પૂજા ભટ્ટના શો પર, તેણે આવી ફિલ્મો માટે જજ થવાનું ફરી જોયું અને કેવી રીતે, હેટ સ્ટોરી 3 પછી, લોકોએ તેના અભિનય માટે તેને નીચું જોવાનું શરૂ કર્યું.

ઝરીન ખાને જણાવ્યું કે ઘણા લોકોએ તેમને નીચું બતાવવાનો પ્રયાસ કર્યો, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીના લોકોએ. તેણે કહ્યું કે લોકો કહેતા હતા કે કારણ કે તે એક્ટિંગ કરી શકતી નથી, તેથી હવે કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું. આ સાથે એક્ટ્રેસે ફિલ્મ Aksar 2 વિશે પણ વાત કરી. આ ફિલ્મને લઈને ઘણી વિવાદિત ચર્ચાઓ પણ થઈ હતી. તે કહે છે કે ફિલ્મના ડિરેક્ટર Anant Mahadevanએ તેને વિશ્વાસ આપ્યો હતો કે Aksar 2માં Hate Story 3 જેવી કોઈ વસ્તુ નહીં હોય. તેને યોગ્ય સ્ક્રિપ્ટ અને નેરેશન આપવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેઓ સેટ પર પહોંચી ત્યારે બધું બદલાઈ ગયું હતું.

ઝરીન ખાને કહ્યું કે જ્યારે તે ફિલ્મની શૂટિંગ માટે સેટ પર પહોંચી, ત્યારે લગભગ દરેક બીજા સીનનો અંત કિસ સાથે થતો હતો અથવા અચાનક તેને બિકીની જેવા વસ્ત્રોમાં અથવા એવી કોઈ ડ્રેસમાં દેખાવું પડતું હતું. આ બાબતે એક્ટ્રેસે ડાયરેક્ટરને કહ્યું કે તેને આવા સીન કરવા કોઈ વાંધો નથી, પરંતુ તેને પહેલાં સંપૂર્ણપણે અલગ રીતે બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. ઝરીન ખાનનો દાવો છે કે જ્યારે ફિલ્મ સારી ચાલી શકે એવું લાગ્યું, ત્યારે તેમાં આવી વસ્તુઓ ઉમેરવામાં આવવા લાગી. પછી તેને ખબર પડી કે ડાયરેક્ટર બહુ નબળો હતો. તે પ્રોડ્યુસરને એક અલગ સ્ટોરી કહેતો હતો અને એક્ટ્રેસ તથા તેમના કોસ્ટ્યુમ ડિઝાઇનર શાહિદ આમિરને બીજી સ્ટોરી સંભળાવતો હતો.

ઝરીન ખાને ખુલાસો કર્યો કે નિર્માતાએ અચાનક કિસિંગ સીન અને ટોપલેસ સીનની માગણી કરી, કારણ કે તેણે આવી ફિલ્મો પહેલા પણ કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે આ સંપૂર્ણપણે અન્યાયી હતું. ફિલ્મ પૂર્ણ થયા પછી, તેને સ્ક્રીનિંગમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, ઝરીન ખાને કહ્યું કે તેણે આ પ્રોજેક્ટ સંપૂર્ણ સમર્પણ સાથે કર્યો હતો.

Rajkot : રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર

0

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ ગતિ શક્તિ યુનિટ, રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મુખ્ય વહીવટી અધિકારી (રોડ સેફ્ટી, ચર્ચગેટ) અમિત મનુવાલ ના માર્ગદર્શન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના ના દિશાનિર્દેશ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ, રાજકોટ) સુધીર દુબે અને તેમની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે.

​વર્તમાનમાં માત્ર દોઢ વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, અને બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂરું કરી લેવામાં આવશે.​આ નવી સુવિધા શરૂ થવાથી બી.ટી.એન.પી., બી.સી.એન., બી.ટી.પી.એલ.એન. સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે.

​નવા વેગન શેડનું કદ 172 મીટર × 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે. તેમાં ટ્રસ વગરની સ્વ-સમર્થિત હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટ લગાવવામાં આવી છે. શેડની અંદર વેગનની જાળવણી માટે ત્રણ રેલવે ટ્રેક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ભારે સાધનોના ઉપયોગ દરમિયાન ફ્લોરિંગને સુરક્ષિત રાખવા માટે હાર્ડોનાઈટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે.

​વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે લાઇન નંબર 1 અને 3ની સાથે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનાથી કર્મચારીઓ વેગન પર સુરક્ષિત રીતે પહોંચી શકશે. નવા શેડને રાજકોટ દિશા તરફથી લાઇન નંબર ૨૨ દ્વારા જોડવામાં આવ્યો છે, જ્યારે એસી લોકો ટ્રિપ શેડને લાઇન નંબર ૨૪ થી અલગ ઇલેક્ટ્રિફાઇડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે.

​આ પ્રોજેક્ટ હેઠળ 78 મીટર × 9 મીટરનું આધુનિક વહીવટી ભવન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦ રૂમ અને પ્રથમ માળે 12 રૂમ બનાવવામાં આવ્યા છે. તેમાં મહિલા કર્મચારીઓ માટે અલગ મહિલા વિશ્રામ ખંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પરિસરમાં અલગ પાર્કિંગ એરિયા, સર્વિસ રોડ (સીસી રોડ) અને પાણી પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેને હાલની ઓવરહેડ ટેન્ક સાથે જોડીને વેગન શેડ અને વહીવટી ભવનમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

​નવી સુવિધા શરૂ થવાથી માલવાહક વેગનની મરામત ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. જ્યાં પહેલા દરરોજ અંદાજે 12 વેગનની મરામત શક્ય હતી, હવે તે ક્ષમતા વધીને દરરોજ 56 વેગન થઈ જશે. આ સાથે જ આર.ઓ.એચ. (રૂટિન ઓવરહોલિંગ) આઉટટર્ન દર મહિને 70 વેગનથી વધીને 125થી વધુ વેગન થવાની સંભાવના છે.

​આ વ્યવસ્થાથી બીમાર વેગનને હવે લગભગ ૩ દિવસમાં ફિટ કરી શકાશે, જ્યારે પહેલા આમાં સરેરાશ 10 દિવસ જેટલો સમય લાગતો હતો. આનાથી યાર્ડમાં ભીડ ઘટશે અને માલ લોડિંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશે. સાથે જ અનેક ટેકનિકલ પરીક્ષણો અને ઓવરહોલિંગના કાર્યો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે.

​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધાથી હાપા યાર્ડમાં વેગનની મરામત અને જાળવણીનું કામ પહેલાની સરખામણીમાં ઘણું ઝડપી અને વધુ સારું બનશે. આનાથી વેગન જલ્દી ફિટ થઈને માલ પરિવહન માટે ઉપલબ્ધ થશે, યાર્ડમાં ભીડ ઘટશે અને ટ્રેનોનું સંચાલન વધુ સરળ રહેશે. પરિણામે ઉદ્યોગો અને વેપારીઓને માલસામાનના પરિવહનમાં વધુ સુવિધા મળશે અને રેલવેની માલ પરિવહન ક્ષમતા તેમજ આવકમાં પણ વધારો થશે.