Home Blog Page 294

Gujarat : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગૌવંશના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય

0

ગુજરાતના પશુપાલકો અને ગૌસેવા કરતી સંસ્થાઓના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉમદા નિર્ણય લીધો છે. રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંબાજી ખાતેથી વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યની પાંજરાપોળ-ગૌશાળાને પશુ નિભાવ માટે એક પશુ દીઠ દૈનિક રૂ. ૩૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩થી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યની ૧૬૦૦થી વધુ સંસ્થાઓના ૪.૫૦ લાખથી વધુ પશુઓ માટે અત્યાર સુધીમાં કુલ રૂ. ૧,૩૬૪ કરોડ જેટલી માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે.

આ યોજનાના નિયમ મુજબ, જે સંસ્થાઓની નોંધણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. ૩૧-૦૩-૨૦૨૨ પહેલા થઈ હોય તેમને જ આ સહાય મળવાપાત્ર હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પછી નોંધાયેલી ગૌશાળા-પાંજરાપોળને આ સહાય ન મળતી હોવાથી રાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થાઓની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર અભિગમ દાખવી ટ્રસ્ટ નોંધણીની મર્યાદા વધારવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

હવે આગામી નાણાકીય વર્ષ એટલે કે, તા. ૦૧-૦૪-૨૦૨૬થી, જે સંસ્થાઓની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં નોંધણી થયેલી હશે, તેવી તમામ ગૌશાળા-પાંજરાપોળો આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. નોંધણીની સમયમર્યાદા વધારવાના કારણે રાજ્યની અનેક ગૌસેવી સંસ્થાઓ આ યોજનાનો લાભ લઈ શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.પશુપાલન મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા પશુઓની જાળવણીની જે સેવાભાવી પ્રવૃત્તિ થાય છે, તેને આર્થિક બળ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય આ નિર્ણયથી સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે.

National : નવી દિલ્હી ખાતે આયોજિત MRO Xpo India 2026માં ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ’ થી સન્માનિત કરાયું….

0

ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની ગૌરવયાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. નવી દિલ્હીમાં યોજાયેલ MRO Xpo India 2026 માં ગુજરાતને પ્રતિષ્ઠિત “MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યું છે. વિમાનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને શ્રેષ્ઠ ઉડ્ડયન માળખું ઊભું કરવા બદલ રાજ્યના સક્રિય પ્રયાસોને આ એવોર્ડ દ્વારા વૈશ્વિક ઓળખ મળી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત તેની પ્રગતિશીલ નીતિઓ અને વ્યૂહાત્મક આયોજન દ્વારા MRO ઉદ્યોગ માટે ભારતમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર MRO હેંગરનો વિકાસ એ GUJSAILનું મહત્વનું યોગદાન છે, જે એરલાઇન્સ અને MRO સંસ્થાઓને વિશ્વસ્તરીય સુવિધા પૂરી પાડે છે.

સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને કુશળ માનવશક્તિની ઉપલબ્ધતાને કારણે ગુજરાત એરોસ્પેસ અને વિમાન જાળવણી ક્ષેત્રે રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. આ એવોર્ડ ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીનતા અને ઉદ્યોગ સહયોગ વધારવા માટેની ગુજરાત સરકારની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે.આ સિદ્ધિ બદલ હર્ષ વ્યક્ત કરતા અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે, આ માન્યતા ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને મજબૂત કરવાના અને ગુજરાતને ગ્લોબલ એવિએશન હબ તરીકે સ્થાપિત કરવાના રાજ્યના વિઝનને વધુ વેગ આપશે.ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ-GUJSAILએ આ કાર્યક્રમમાં ભાગ લઈ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.


Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસનો શંખનાદ.રાજીવ ગાંધી ભવન ખાતે વ્યૂહાત્મક બેઠકો, સંગઠન સાથે સશક્ત લડતનો સંકલ્પ

0

• આવનારી ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને પક્ષ મેદાનમાં ઉતરશે : શ્રી મુકુલ વાસનીક
• જન આક્રોશ યાત્રા, કોંગ્રેસ આપના દ્વાર સહિતના કાર્યક્રમો દ્વારા કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને સીધા લોકો વચ્ચે લઈ જઈ રાજ્ય સરકાર સામે જનતાના આક્રોશને વાચા આપી છે : શ્રી અમિત ચાવડા
• આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા, નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા કોંગ્રેસ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે : શ્રી અમિત ચાવડા
• મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન, બેરોજગારીથી યુવાનો વ્યથિત અને ગેસ સિલિન્ડર માટે લોકો લાઈનમાં ઊભા રહેવાની પરિસ્થિતિ – રાજ્યની જનતામાં ભારે અસંતોષ : શ્રી અમિત ચાવડા
• પ્રજાના સમર્થન અને કાર્યકરોની શક્તિ સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા સંપૂર્ણ રીતે સજ્જ છે : શ્રી અમિત ચાવડા
• જન આક્રોશ યાત્રા દરમિયાન સમગ્ર રાજ્યમાં સરકાર વિરુદ્ધ નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામેનો અસંતોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો; આ લહેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સકારાત્મક અસર આપશે : ડૉ. તુષારભાઈ ચૌધરી

આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓની વ્યૂહાત્મક બેઠકો યોજાઈ હતી. ચૂંટણી માટે સંગઠનાત્મક તૈયારીઓ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેમજ સમગ્ર રાજ્યમાં પ્રચારની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આ ચૂંટણીમાં સંગઠન, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સમન્વય સાથે મજબૂત વ્યૂહરચના બનાવીને મેદાનમાં ઉતરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ કમિટીઓની રચના કરીને ચૂંટણી માટે સચોટ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઈન કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, મેનીફેસ્ટો કમીટી, મીડિયા કમીટી તથા પબ્લિસિટી કમિટી સહિત તમામ કમિટીઓ સંગઠિત રીતે કાર્ય કરી રહી છે અને આજની બેઠકોમાં દરેક કમિટીના કાર્ય અને આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજના સારા અને પ્રામાણિક લોકોને રાજકારણમાં આવવા પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પહેલ કરી છે. મહાનગરોમાં QR કોડના માધ્યમથી અરજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી જાહેર જીવનમાં કાર્યરત, પ્રજાના પ્રશ્નો માટે સંઘર્ષ કરતા અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ ચૂંટણી લડવા ઇચ્છુક લોકો સીધી રીતે અરજી કરી શકે. સાથે સાથે સંગઠનના માધ્યમથી દરેક શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.


છેલ્લા સમયમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે વ્યાપક કાર્યક્રમો હાથ ધર્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે વ્યાપક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે. 20 માર્ચ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરીને જિલ્લા ચૂંટણી સમિતિ તથા પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પેનલ તૈયાર કરવામાં આવશે અને ચૂંટણીની જાહેરાત થાય તે સાથે જ ઉમેદવારોની અંતિમ પસંદગી જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ક્યાંક બ્રિજ તૂટી પડવાના બનાવો બન્યા છે તો ક્યાંક પાણીની ટાંકીમાં ખામીઓ સામે આવી છે અને વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો નોંધાયા છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓ પરેશાન છે, ગેસ સિલિન્ડર માટે લોકોને લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને કાળાબજારીની ફરિયાદો પણ સામે આવી રહી છે. બીજી તરફ યુવાનો પોતાના પ્રશ્નોને લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને રાજ્યની કોલેજોમાં ડ્રગ્સની સમસ્યા ચિંતાજનક બની રહી હોવાનું પણ જણાવાયું હતું.


વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, જનાક્રોશ યાત્રા અને કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આશરે 50 દિવસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું ભ્રમણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન પ્રજામાં રાજ્ય સરકાર સામે ઊભી થયેલી નારાજગી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ અંગેનો અસંતોષ સ્પષ્ટ રીતે સામે આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની કોંગ્રેસની તરફેણમાં મોટી સકારાત્મક અસર જોવા મળશે.


સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનશ્રી ભરતસિંહ સોલંકી, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ દેસાઈ, કન્વીનર ડૉ. હેમાંગ વસાવડા, કેમ્પેઈન કમિટીના ચેરમેનશ્રી શક્તિસિંહ ગોહિલ, વાઈસ ચેરમેનશ્રી પરેશભાઈ ધાનાણી, કન્વીનરશ્રી ગેનીબેન ઠાકોર, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેનશ્રી જગદીશભાઈ ઠાકોર, વાઈસ ચેરમેનશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કન્વીનરશ્રી હિંમતસિંહ પટેલ, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેનશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, વાઈસ ચેરમેનશ્રી જીગ્નેશભાઈ મેવાણી, કન્વીનરશ્રી બિમલભાઈ શાહ, મેનીફેસ્ટો કમીટીના ચેરમેનશ્રી શૈલેષભાઈ પરમાર, વાઈસ ચેરમેનશ્રી રૂત્વીકભાઈ મકવાણા, કન્વીનર ડૉ. મનિષ દોશી, મીડિયા કમીટીના ચેરમેન ડૉ. અમી યાજ્ઞિક, વાઈસ ચેરમેનશ્રી લલીતભાઈ કગથરા, કન્વીનરશ્રી ગ્યાસુદ્દીન શેખ તથા પબ્લિસિટી કમિટીના ચેરમેનશ્રી કદીરભાઈ પીરઝાદા, વાઈસ ચેરમેનશ્રી અનંતભાઈ પટેલ અને કન્વીનરશ્રી ચેતનભાઈ રાવલ સહીતના ઉપસ્થિત કમિટીના સભ્યોએ સંયુક્ત રીતે સંકલ્પ કરતા જણાવ્યું હતું કે સર્વે આગેવાનો, કાર્યકરો પ્રજાના સમર્થન સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સશક્ત રીતે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે સુસજ્જ છે.

હેમાંગ મહીપતરામ રાવલ

Rashifal : આજ ના રાશિફળ

0

મેષ
આજે તમારો દિવસ સારો રહેશે. કામકાજમાં નવી જવાબદારીઓ મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને અનાવશ્યક ખર્ચથી બચો.

વૃષભ
આજે ધન લાભના યોગ બની રહ્યા છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના અવસર મળી શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત ખુશી આપી શકે છે.

મિથુન
આજે તમને તમારા કામમાં સાવચેતી રાખવી પડશે. કોઈ બાબતને લઈને મન થોડું ચિંતિત રહી શકે છે, પરંતુ પરિવારનો સાથ મળશે.

કર્ક
આજેનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે. અટકેલા કામ પૂરાં થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.

સિંહ
આજે તમને મહેનતનું સારું ફળ મળી શકે છે. સામાજિક માન-સન્માન વધશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

કન્યા
આજે મુસાફરીના યોગ બની શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. ઘરે ખુશીનો માહોલ રહેશે.

તુલા
આજે તમને ધીરજથી કામ લેવું પડશે. કાર્યક્ષેત્રમાં થોડો પડકાર આવી શકે છે, પરંતુ સમજદારીથી તેનો ઉકેલ મળી જશે.

વૃશ્ચિક
આજે તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે. વ્યવસાયમાં લાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.

ધનુ
આજે નવા કામની શરૂઆત માટે દિવસ સારો છે. ધન લાભના સંકેતો મળી રહ્યા છે. કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે.

મકર
આજે તમને વધારે મહેનત કરવી પડી શકે છે. કામ પ્રત્યેની સમર્પણભાવના તમને સફળતા અપાવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ
આજે સર્જનાત્મક કાર્યોમાં રસ વધશે. નોકરી અને વ્યવસાયમાં નવી યોજનાઓ બની શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

મીન
આજેનો દિવસ તમારા માટે શુભ રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક બાબતોમાં લાભ થઈ શકે છે.

Gujarat : शक्तिसिंह गोहिल का कार्यालयसंसद सदस्य, राज्यसभा एवं राष्ट्रीय प्रवक्ता, एआईसीसी

0

‘नरेंद्र, सरेंडर क्यों?’: कांग्रेस सांसद शक्तिसिंह गोहिल ने पीएम मोदी पर संसद में साधा निशाना

राज्यसभा में गरजते हुए गुजरात से कांग्रेस के राज्यसभा सांसद शक्तिसिंह गोहिल ने कहा कि हमारे प्रधानमंत्री को इतना कमजोर और डोनाल्ड ट्रम्प के फरमानों के आगे झुकते हुए देखना बेहद चौंकाने वाला और दुखद है। उनके अनुसार, ट्रम्प भारत को युद्ध रोकने का निर्देश देते हैं और नई दिल्ली उनकी बात मान जाती है। ट्रम्प तय करते हैं कि भारत को अपना तेल कहां से खरीदना चाहिए और भारत घुटने टेक देता है। गोहिल ने कहा कि ट्रम्प बस प्रधानमंत्री से कहते हैं- “नरेंद्र, सरेंडर” और सरकार चुपचाप इस बात को मान लेती है।


सत्तारूढ़ भारतीय जनता पार्टी के उन दावों का मजाक उड़ाते हुए कि वैश्विक स्तर पर भारत का स्वाभिमान बढ़ा है, गोहिल ने कहा कि शासन की इस ‘नरेंद्र, सरेंडर’ शैली से राष्ट्रीय गौरव को ठेस पहुंच रही है। गोहिल ने उच्च सदन में कहा कि यह बेहद दुर्भाग्यपूर्ण है कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी में ट्रम्प का डटकर सामना करने की हिम्मत नहीं है, जो भारत के लिए ‘फैसले’ ले रहे हैं। ट्रम्प निर्देश देते हैं कि युद्ध रोक दो और आदेश देते हैं कि रूस से तेल मत खरीदो। उन्होंने आगे तंज कसते हुए कहा कि मुझे नहीं पता कि यह एपस्टीन फाइल्स का डर है या कोई और वजह, लेकिन मोदी जी हार मान लेते हैं और ‘नरेंद्र, सरेंडर’ के सिद्धांत का पालन करते हैं। सदन में तालियों की गड़गड़ाहट के बीच गोहिल ने कहा कि मोदी जी, हम आपके साथ हैं। आप डरिए मत। थोड़ी हिम्मत जुटाइए और ट्रम्प को बता दीजिए कि वह झूठे हैं।


संसद के बाद पत्रकारों से बात करते हुए गोहिल ने कहा कि भारत दुनिया का सबसे बड़ा लोकतंत्र और एक प्रमुख भू-राजनीतिक शक्ति है। इसके बावजूद जब डोनाल्ड ट्रम्प सार्वजनिक रूप से यह दावा करते हैं कि उन्होंने संघर्षों या रणनीतिक विकल्पों जैसे मुद्दों पर भारत को निर्देश दिया है, तो नरेंद्र मोदी की ओर से शायद ही कभी कोई तीखी या त्वरित प्रतिक्रिया आती है। वाशिंगटन के प्रति इस दृष्टिकोण को उन्होंने “नरेंद्र सरेंडर” नीति करार दिया। उन्होंने कहा कि यह धारणा इसलिए भी मजबूत हो रही है क्योंकि जब ट्रम्प भारत के फैसलों के बारे में ऐसे बड़े दावे करते हैं, तो प्रधानमंत्री इसका विरोध करने से असामान्य रूप से कतराते हैं।

गोहिल ने सवाल उठाया कि अमेरिका यह तय करने वाला कौन होता है कि हम रूस से तेल नहीं खरीद सकते? उन्होंने कहा कि सरकार का यह दावा पूरी तरह से खोखला है कि भारत का सम्मान और अंतरराष्ट्रीय स्तर पर रुतबा बढ़ा है। संयुक्त राज्य अमेरिका से कई भारतीयों को हथकड़ी लगाकर निर्वासित किए जाने का हवाला देते हुए उन्होंने पूछा कि अगर यह सच होता, तो क्या अमेरिका हमारे नागरिकों को हथकड़ी पहनाकर वापस भेजता ? इतिहास का एक उदाहरण देते हुए गोहिल ने याद दिलाया कि कैसे पूर्व प्रधानमंत्री इंदिरा गांधी ने एक अमेरिकी राष्ट्रपति को सख्ती से कह दिया था कि वाशिंगटन को यह तय करने का कोई अधिकार नहीं है कि भारत कौन सा चावल खाएगा। उन्होंने कहा कि इंदिरा गांधी ने स्पष्ट कर दिया था कि ऐसे फैसले भारत और भारत के लोग लेंगे, न कि संयुक्त राज्य अमेरिका।


गोहिल ने आरोप लगाया कि अब हमारे पास एक ऐसे प्रधानमंत्री हैं जो अमेरिका के सामने भारत के हितों को सरेंडर करने के लिए तैयार दिखते हैं। ट्रम्प को बस ‘नरेंद्र, सरेंडर’ कहना होता है और भारत चुपचाप इस बात का पालन कर लेता है।उन्होंने इस बात पर भी जोर दिया कि भारत की विदेश नीति पारंपरिक रूप से रणनीतिक स्वायत्तता पर आधारित रही है। यह वह सिद्धांत है जिसमें नई दिल्ली कूटनीति, रक्षा और ऊर्जा खरीद में अपना रास्ता खुद तय करती है। यह नीति दशकों से उन नेताओं द्वारा तैयार की गई थी जिन्होंने इस बात पर जोर दिया था कि भारत सभी वैश्विक शक्तियों के साथ जुड़ेगा, लेकिन किसी के सामने झुकेगा नहीं।


गोहिल के अनुसार, एक आत्मविश्वासी सरकार ऐसे दावों को सार्वजनिक रूप से और स्पष्ट तौर पर सुधारती है। लेकिन इसके बजाय, चूंकि “नरेंद्र सरेंडर” एक चलन बन गया है, इसलिए यह धारणा बढ़ रही है कि अमेरिका बिना किसी विरोध का सामना किए सार्वजनिक रूप से भारत के विकल्प तय कर सकता है।गोहिल ने अंत में पत्रकारों से कहा कि कूटनीति विनम्र हो सकती है, लेकिन संप्रभुता के साथ कोई समझौता नहीं किया जा सकता। जब विदेशी नेता इस तरह से बोलते हैं जैसे वे भारत के फैसले तय कर सकते हैं, तो पूरी दुनिया को नई दिल्ली से एक स्पष्ट संदेश जाना चाहिए कि भारत के फैसले सिर्फ भारत करता है।


National : ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આપી માહિતી

0

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ગેસનો સપ્લાય અસર થતા ભારતમાં રસોઈ ગેસની અછત ઉભી થવાની અફવાઓ ચાલી રહી છે. આ કારણે અનેક ગ્રાહકો જરૂર ન હોવા છતાં LPG સિલિન્ડરનું બુકિંગ કરી રહ્યા છે. હવે આ મામલે પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, મધ્ય-પૂર્વના દેશોમાંથી છ ટેન્કર અને એક LPG ભરેલા 22 ટેન્કર ભારત આવી રહ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ભારત પાસે એલપીજીનો પૂરતો ભંડાર છે અને આ પરિસ્થિતિ વચ્ચે પણ ટેન્કરો ભારત આવી રહ્યા છે. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી છે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, ‘ભારત પાસે ક્રૂડ ઓઈલનો પર્યાપ્ત ભંડાર છે. એલપીજીનું દૈનિક બુકિંગ અચાનક 75 લાખથી વધીને 88 લાખ પર પહોંચી ગયું છે.’ મંત્રાલયે પ્રજાને અપીલ કરી છે કે, ગભરાવાની જરૂર નથી, કારણ કે કેન્દ્ર સરકાર રસોઈમાં ઉપયોગ થતા ગેસને પ્રાથમિકતા આપી રહી છે. જે લોકો સિલિન્ડરની કાળાબજારી કરી રહ્યા છે, તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને પીએનજી કનેક્શન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે વિકટ પરસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે મંત્રાલયે ઈરાની જળમાર્ગમાં ભારતીય ધ્વજવાળા જહાજોની સુરક્ષાની પણ સંપૂર્ણ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, ‘ઈરાની અખાતમાં હાલ ભારતના કુલ 22 ટેન્કરો છે. આ ટેન્કરોમાંથી 6 એલપીજી ભરેલા, 1 એલએનજી, 4 ક્રૂડ ઓઈલ અને એક કેમિકલ ભરેલા ટેન્કરો સામેલ છે. જ્યારે અન્ય ટેન્કરો વેપાર સંબંધીત માલ-સામાન ભરેલા છે. આ ટેન્કરો દેશની ઊર્જા, ઉદ્યોગો, રસોઈ ગેસ અને વીજળી માટે ખૂબ જ મહત્ત્વના છે. ભારત સરકારે આ જહાજોને સુરક્ષિત લાવવા માટે નૌકાદલ અને રાજદ્વારી ચેનલોનો ઉપયોગ કરી રહી છે.

ચાર મંત્રાલયોની જોઈન્ટ પ્રેસ કોન્ફર્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારત દેશની ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મધ્ય-પૂર્વના સંકટ પર સંપૂર્ણ દેખરેખ રાખી રહી છે.. વર્તમાન સ્થિતિ વચ્ચે ભારત અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન સાથે સતત સંપર્કમાં છે. મધ્ય-પૂર્વની વર્તમાન સ્થિતિના કારણે ભારત સહિત વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય અને તેની કિંમતોને અસર પડી છે. કેન્દ્ર સરકાર રાજદ્વારી ચેનલો દ્વારા તે સુનિશ્ચિત કરી રહી છે કે, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે ભારતની દરિયાઈ વેપાર માર્ગમાં કોઈપણ અચડણો ઉભી ન થાત.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાની અખાતમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝ પાર કરી લીધું છે અને આ બંને જહાજ 16 અને 17 તારીખે ભારત પહોંચવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે. ઈરાની અખાતમાં ભારતીય ધ્વજવાળા કુલ 24 જહાજો છે, જેમાંથી આ બે જહાજે હોર્મુઝ પાર કરી લીધો છે અને તેો મુદ્રા અથવા કંડલા પોર્ટ પર પહોંચવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલે ભયાનક હુમલા કર્યા બાદ ઈરાનની સ્થિતિ બદતર થઈ ગઈ છે. ઈરાને પણ વળતો જવાબ આપવાની સાથે પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. ઈરાને કતર, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય પ્લાન્ટ પર હુમલાઓ કર્યા હાવના કારણે સપ્લાય ચેન અટકી ગયો છે. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગે પણ હુમલાઓ થઈ રહ્યા છે. આ કારણે અનેક દેશોના ટેન્કરો ત્યાં અટવાઈ પડ્યા છે. બીજીતરફ ઈરાને ભારતીય ટેન્કરોને મોટી રાહત આપીને હોર્મુજમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. હોર્મુઝ જળમાર્ગ વિશ્વભર માટે ખૂબ મહત્ત્વનો છે. વિશ્વમાં સૌથી વધુ ટેન્કરોની આયાત-નિકાસ આ જળમાર્ગ પરથી જ થાય છે. જોકે યુદ્ધના કારણે આ જળમાર્ગ પર સૌથી ગંભીર અસર પડી છે.

National : યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી! ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો

0

એર ઈન્ડિયા અને ઈન્ડિગો બાદ હવે અકાસા એર દ્વારા પણ ફ્લાઈટની ટિકિટો પર વધારાનો ચાર્જ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા વધારાને પગલે આ નિર્ણય લેવાયો છે. એરલાઇનના સત્તાવાર નિવેદન અનુસાર, 15 માર્ચથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ટિકિટના દરોમાં વધારો જોવા મળશે.

અકાસા એર 15 માર્ચથી ફ્લાઈટની ટિકિટ પર 199થી લઈને 300 રૂપિયા સુધીનો ઈંધણ સરચાર્જ (Fuel Surcharge) લાગુ કરશે. અગાઉ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગો જેવી એરલાઈન્સે પણ વધારાનો ફ્યુલ ચાર્જ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે આ સરચાર્જની રકમ ઉડાનના સમયગાળા (Distance/Duration) ના આધારે અલગ-અલગ નક્કી કરવામાં આવશે.

મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે આ વધારો માત્ર નવા બુકિંગ પર જ લાગુ થશે. 15 માર્ચ, 2026 ના રોજ રાત્રે 00:01 વાગ્યા પછી કરવામાં આવેલી તમામ બુકિંગ પર જ આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. જે મુસાફરોએ આ સમય પહેલા પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને આ મોંઘા ભાડાની અસર થશે નહીં.

મહત્વનું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં અંદાજિત 85 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એરલાઇનના સંચાલન ખર્ચના લગભગ 40% હિસ્સો ધરાવે છે, જેના કારણે એરલાઈન કંપનીઓ ફ્યુઅલ સરચાર્જ વધારી ટિકિટના ભાવમાં વધારો કરી રહી છે.

Entertainment : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળી ગઈ નવી દયાબેન! અસિત મોદીએ કર્યું કન્ફર્મ – ટૂંક સમયમાં થશે વાપસી!

0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોને દયાબેન વગર મજા નથી આવી રહી. દિશા વાકાણીને શોને છોડી ગયાને ઘણા વર્ષ થઈ ગયા છે. તેના પાછા ફરવાની આશા લગભગ ખતમ થઈ ગઈ હતી.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના દર્શકો દયાબેનના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, હવે નિર્માતા અસિત મોદીએ સારા સમાચાર આપ્યા છે. તેઓ કહે છે કે દયાબેન ટૂંક સમયમાં પરત આવશે. તેણે કહ્યું કે તેને દયાના પાત્ર માટે કેટલાક સારા ઓપ્શન મળ્યા છે. નજીકના ભવિષ્યમાં દર્શકો સમક્ષ નવી દયા રજૂ કરવામાં આવશે.

અસિત મોદીએ કહ્યું, અમે ટૂંક સમયમાં દયા ભાભીનું પાત્ર પાછું લાવીશું. લોકો કહી રહ્યા છે કે દયા ભાભી ગયા પછી તેમને શો ગમ્યો નથી. હું આ વાત સાથે સંપૂર્ણપણે સંમત છું. અમારી આખી ટીમ દયા ભાભીને ટૂંક સમયમાં શોમાં પાછા લાવવા માટે કામ કરી રહી છે.

અસિત આગળ સમજાવે છે, મેં આ ભૂમિકા માટે કેટલાક લોકોને શોર્ટલિસ્ટ કર્યા છે તમે તેમને જલ્દી મળશો. દિશાના શો છોડીને ગયા પણ ઘણા વર્ષો થઈ ગયા છે, અને અમે હજુ પણ તેની યાદ અપાવીએ છીએ. તે તેના સાથી કલાકારો અને ક્રૂની ખૂબ કાળજી રાખતી હતી. અમારો ટાર્ગેટ દિશા વાકાણી જેવી વ્યક્તિને શોધવાનું છે.

અસિત મોદીએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિશા વાકાણીનું વાપસી હવે ભગવાનના હાથમાં છે. તેમણે ઘણી બધી બાબતોનો પ્રયાસ કર્યો છે, પરંતુ દિશા તેની કૌટુંબિક જવાબદારીઓ નિભાવી રહી છે, તેથી એવું લાગે છે કે તે હવે શોમાં ક્યારેય પાછી નહીં ફરે.

Rajkot : કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો

0

રાજકોટમાં કાકા-ભત્રીજીના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. મૂળ મધ્ય પ્રદેશના અને રાજકોટમાં મજૂરી કામ કરતા પરિવારની 14 વર્ષીય સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા અને હોસ્પિટલ પહોંચતા આ કાકાની ક્રૂરતા સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, સગીરાને પેટમાં અસહ્ય દુ:ખાવો થતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તપાસ દરમિયાન બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી. તબીબોએ આ ગોળીઓની તપાસ કરી પિતાને જણાવ્યું કે આ ગર્ભનિરોધક ગોળીઓ છે.

તબીબોની વાત સાંભળી પિતાએ પુત્રીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા સગીરાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું કે, તેની સાથે જ રહેતો 37 વર્ષીય કૌટુંબિક કાકો છેલ્લા 5 મહિનાથી જ્યારે પિતા કામે જતા ત્યારે તેની સાથે બળજબરી કરતો હતો. પોતે પકડાઈ ન જાય તે માટે તે સગીરાને ગર્ભનિરોધક ગોળીઓ ખાવા માટે મજબૂર કરતો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 37 વર્ષીય આરોપીની પત્ની બાળકો સાથે પિયરમાં રિસામણે હતી. ઘરમાં પત્નીની ગેરહાજરીનો લાભ ઉઠાવી નરાધમે પોતાની જ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. 5 મહિના પહેલા જ્યારે પિતા મજૂરી કામે બહાર હતા ત્યારે પ્રથમ વખત આ કુકર્મ આચરવામાં આવ્યું હતું. હાલ બાળકીના પિતાની ફરિયાદના આધારે રાજકોટ બી-ડિવિઝન પોલીસે ત્ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે BNSની કલમ 65(1),351(3) અને પોક્સો એક્ટની કલમ 4(2) તથા 6(1) મુજબ ગુનો દાખલ કર્યો છે.

Entertainment : UK07 Rider અનુરાગ ડોભાલની હાલત ગંભીર! મેનેજરે આપી લેટેસ્ટ અપડેટ, ફેન્સને કરી પ્રાર્થના અપીલ!

0

ફેમસ યુટ્યુબર અનુરાગ ડોભાલના સ્વાસ્થ્ય વિશે અપડેટ આવી ગયું છે. બધા જાણે છે કે અનુરાગ હાલમાં હોસ્પિટલમાં છે અને સારવાર હેઠળ છે. આ દરમિયાન, યુકે રાઇડરના મેનેજરે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. અનુરાગ ડોભાલના મેનેજર રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી. પોસ્ટમાં રોહિતે યુકે રાઇડરના લેટેસ્ટ હેલ્થ અપડેટ શેર કર્યા. અનુરાગ ડોભાલના મેનેજરે લખ્યું કે આજે સવાર સુધી અનુરાગની હાલત સ્થિર હતી, પરંતુ હવે તેની હાલત ગંભીર બની ગઈ છે કારણ કે અકસ્માતમાં તેના ફેફસાંને પણ નુકસાન થયું છે.

આ કારણે, તેને ગંભીર ચેપ લાગ્યો છે અને તેને ગંભીર ન્યુમોનિયા હોવાનું પણ નિદાન થયું છે. અનુરાગ હાલમાં ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ છે, અને અમે તને બધાને તેના માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ. અનુરાગના મેનેજરની આ પોસ્ટથી યુકે રાઇડરના ફેન્સની ચિંતા વધી ગઈ છે, જેઓ અનુરાગના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અનુરાગ ડોભાલે થોડા દિવસો પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પોતાના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. યુકેના રાઇડરે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પછીથી અનુરાગ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે.

અનુરાગ કહે છે કે તેના પરિવારે તેને હેરાન કર્યો છે. જોકે, તેના ભાઈ કલામ ઇન્કે માગ કરી છે કે જો તેના દાવામાં કોઈ સત્ય હોય તો તેણે પુરાવા આપવા જોઈએ. કલામ ઇન્કે તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પણ પોસ્ટ કર્યા છે. જોકે, ફક્ત અનુરાગ અને તેનો પરિવાર જ સત્ય જાણે છે, પરંતુ દરેક વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.