Home Blog Page 304

National: હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત

0

અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા જંગના કારણે દુનિયાભરમાં તેલના પુરવઠા પર મોટી અસર પડી છે, ત્યારે ભારત માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાથી 1,35,335 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને નીકળેલું લાઈબેરિયન જહાજ ‘શેનલોંગ’ (Shenlong) સુરક્ષિત રીતે મુંબઈ બંદરે પહોંચી ગયું છે.

2 અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને પસાર કરીને ભારત પહોંચનારું આ પ્રથમ ઓઇલ ટેન્કર છે. આ જહાજ મુંબઈના જવાહર દ્વીપ પર લાંગરવામાં આવ્યું છે અને ત્યાંથી તેલ ખાલી કરીને મુંબઈની રિફાઇનરીઓમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ જહાજની મુસાફરી જોખમોથી ભરેલી હતી. હુમલાખોરોની નજરથી બચવા માટે ભારતીય કેપ્ટન સુક્ષાંત સિંહ સંધુ અને 29 ક્રૂ મેમ્બરોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી વખતે જહાજની ટ્રેકિંગ સિસ્ટમ(AIS) બંધ કરી દીધી હતી. આ જહાજના આગમનથી દેશમાં તેલની અછત અને ખાસ કરીને એલપીજી(LPG) સિલિન્ડરના પુરવઠામાં જે મુશ્કેલી પડી રહી હતી, તેમાં મોટી રાહત મળવાની આશા છે. આ કાચા તેલને માહુલ વિસ્તારની રિફાઇનરીમાં પ્રોસેસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવવામાં આવશે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા જળવાઈ રહેશે.

જોકે, એક તરફ આ સફળતા મળી છે, તો બીજી તરફ હજુ પણ ભારતના 28 જેટલા જહાજો તે જોખમી વિસ્તારમાં ફસાયેલા છે. આ દરમિયાન એક ચિંતાજનક ઘટના પણ બની છે, જેમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સથી ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈલેન્ડના જહાજ ‘મયુરી નારી’ પર હુમલો થયો હતો. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે અને જણાવ્યું છે કે વ્યાપારી જહાજોને નિશાન બનાવવા તે ગંભીર બાબત છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલી આ હિંસા વચ્ચે ભારત અત્યારે પોતાના અન્ય જહાજોની સુરક્ષા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

Dubai : બુર્જ ખલીફા નજીક ડ્રોન વિસ્ફોટ, બિલ્ડિંગમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

0

દુનિયાની સૌથી ઊંચી ઇમારત ‘બુર્જ ખલીફા’ ની નજીક ડાઉનટાઉનમાં એક ડ્રોન વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર દુબઈ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દુબઈ સરકારના મીડિયા કાર્યાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, મધ્ય દુબઈના વ્યસ્ત વિસ્તારોની નજીક સ્થિત અલ બદા’આ નજીક વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ એક શક્તિશાળી ધડાકો સાંભળ્યો હતો અને ત્યારબાદ વિસ્તારમાં ઇમારતો ઉપર નાના ધુમાડાના વાદળો ઉછળતા જોયા હતા.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે. ઈરાન અને તેના સમર્થિત જૂથો દ્વારા અખાતી દેશોમાં સ્થિત વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવાની આશંકાઓ પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.

દુબઈના ક્રીક હાર્બર વિસ્તારમાં ગુરુવારે સવારે એક હાઈ-રાઈઝ બિલ્ડિંગ સાથે ડ્રોન અથડાયા બાદ ઈમારતમાં મોટું ગાબડું પડી ગયું હોવાની સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. દુબઈ ગવર્મેન્ટ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે આ ઘટના બની હતી અને ઈમારત પર ડ્રોન પડતા જ આગ ફાટી નીકળી હતી, જે અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો અને સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. હાલમાં સત્તાધીશો આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું અને હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે સઘન તપાસ કરી રહ્યા છે.

મિડલ ઈસ્ટના દેશો અત્યારે ગંભીર સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવતા આ પ્રકારના હુમલાઓએ સંરક્ષણ નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે, કારણ કે આર્થિક રીતે સમૃદ્ધ એવા દુબઈ જેવા શહેરો પર તેની સીધી અસર પડી શકે છે.

અમેરિકા આ સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં જો અન્ય દેશો ખેંચાય તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે, તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. અહેવાલ મુજબ, આ વિસ્ફોટથી થયેલા નુકસાન અને જાનહાનિ વિશે હજુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે આ ડ્રોન ક્યાંથી આવ્યું હતું અને તેનો હેતુ શું હતો.

Gandhinagar : ઓડિશાના વન અધિકારી તાલીમાર્થીઓ ગીર ફાઉન્ડેશન અને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે

ઓડિશા ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ, અંગુલ, ઓડિશા ખાતે મધ્ય પ્રધેશના રાજ્યના તાલીમ લઈ રહેલ 41 ફોરેસ્ટ રેન્જ ઓફિસર (2025-27 બેચ) એ તેમના વેસ્ટ ઈન્ડિયા સ્ટડી ટુરના ભાગરૂપે આજે ‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી.

ઓડિશા ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ, અંગુલ, ઓડિશા ખાતે મધ્ય પ્રધેશના રાજ્યના તાલીમ લઈ રહેલ 41 ફોરેસ્ટ રેન્જ ઓફિસર (2025-27 બેચ) એ તેમના વેસ્ટ ઈન્ડિયા સ્ટડી ટુરના ભાગરૂપે આજે ‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી.GEER ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેઓએ વાર્તાલાપ દરમિયાન તાલીમાર્થીઓએ ‘ગીર’ ફાઉન્ડેશન સંસ્થાની વિવિધ કામગીરી વિષે માહિતી મેળવી હતી તેમજ વાર્તાલાપ દરમિયાન ગુજરાતના વન વિસ્તારો, વન્યજીવો, વન સંરક્ષણ, પ્રોટેક્શન, જૈવિક-વિવિધતા વગેરે વિષે ચર્ચા કરીને સમજ કેળવી હતી તથા વન વિસ્તારોના વ્યવસ્થાપન અંગે વિવિધ અભિગમો તથા પ્રાદેશિક પર્યાવરણીય વિશિષ્ટતાઓ અંગે વધુ સમૃદ્ધ સમજ કેળવી હતી.

આ સિવાય તાલીમાર્થીઓએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત દરમિયાન ડાયનાસોર અને ફૉસિલ પાર્ક, બૉટૅનિકલ ગાર્ડન તથા પ્રાણીસંગ્રહાલયની ની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે પ્રાણીઓની સંભાળ, પાર્ક વ્યવસ્થાપન, ફૉસિલ અને તેનું મહત્વ, વાન્સ્પતિક વિવિધતા વગેરે જેવા વિષયો પર માહિતી મેળવી હતી.

તાલીમાર્થીઓ રિમોટ સેન્સિંગ અને જી.આઈ.એસ. એકમની મુલાકાત દરમિયાન મૅપિંગ, રિમોટ સેન્સિંગ ડેટાનું મહત્ત્વ અને વન સુરક્ષામાં અને સંરક્ષણમાં તેનું મહત્વ અને ટૅક્નૉલૉજીના વ્યાપક ઉપયોગ વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. ઇકૉલૉજિકલ મૉનિટરિંગ એન્ડ રિસર્ચ લૅબોરેટરીમાં જમીન અને પાણીના નમૂના એકત્ર કરવાની અને અત્યાધુનિક ઉપકરણો દ્વારા તેનું પૃથ્થકરણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ તથા વન સંરક્ષણ માટે આ માહિતીના ઉપયોગ અંગે તેઓ માહિતગાર કર્યા હતા.

Gujarat : LPGની અછત હવે શિક્ષણ પર! આણંદની શાળામાં મધ્યાહન ભોજન માટે ગેસની તંગી, આચાર્યએ કરી રજૂઆત

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યમાં સર્જાયેલી LPG ગેસની અછત હવે સરકારી શાળાઓ સુધી પહોંચી છે. આણંદ જિલ્લાની એક શાળાએ મધ્યાહન ભોજન યોજના (PM પોષણ યોજના) ખોરવાય નહીં તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માગ કરી છે.

આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા આ ગંભીર મુદ્દે લેખિત પત્ર લખવામાં આવ્યો છે. શાળાના આચાર્યે ગેસ એજન્સીને પત્ર લખીને જણાવ્યું છે કે, માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે પુરવઠામાં 6 રાંધણગેસના સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજનમાં ગેસની અછતને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ભવિષ્યમાં બાળકોનું ભોજન બંધ ન થાય તે માટે આ પૂર્વતૈયારીના ભાગરૂપે રજૂઆત કરાઈ છે.

વર્તમાન સમયમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે પ્રોપેન અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં કાપ મૂકાયો છે. આ સ્થિતિની અસર ધીરે ધીરે અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળી રહી છે. આસોદર કન્યા શાળાના આચાર્યે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, મધ્યાહન ભોજનની સુચારુ વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાના સિલિન્ડરનો જથ્થો ફાળવવો અત્યંત અનિવાર્ય છે.

Sabarkantha : હિંમતનગરના મોતીપુરા પાસે શાળાએથી ઘરે જતાં સગીર વિદ્યાર્થીનું અપહરણ

0

સુરક્ષિત ગણાતા ગુજરાતમાં બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે.સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા પાસે સ્કૂલેથી ઘરે જઈ રહેલા 14 વર્ષના સગીરાનું અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો છે.

સુરક્ષિત ગણાતા ગુજરાતમાં બાળકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે.સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા પાસે સ્કૂલેથી ઘરે જઈ રહેલા 14 વર્ષના સગીરાનું અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા લોકો સગીર વિદ્યાર્થીનું અપહરણ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા નજીકથી સ્કૂલેથી ઘરે જઈ રહેલા 14 વર્ષના સગીર વિદ્યાર્થીનું અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો છે. સગીરના પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. 9મા ધોરણમાં ભણતો રોહિત પારગી સ્કૂલેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતાં. સમગ્ર મામલે પોલીસે સર્વેલન્સ સહિત અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. પુત્રના અપહરણની ઘટના બનતાં જ પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ છે. અપહરણની ઘટનાને લઈને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.

Ahmedabad : નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે નીકળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા ગયેલા CNCD (ઢોર ત્રાસ અંકુશ વિભાગ)ના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પર પશુપાલકોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCDની ટીમ નરોડા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન જ્યારે ટીમ દ્વારા ઢોરને ડબ્બે પૂરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે ભરવાડ વાસમાં રહેતા કેટલાક શખસો ઉશ્કેરાઈ ગયા હતા. પશુપાલકોએ કાયદો હાથમાં લઈ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરી હતી.

હુમલાખોરો કર્મચારીઓને માર મારીને ભાગી રહ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટના નજીકના એક ફ્લેટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ઢોર માલિકો તંત્રની ટીમ પર હુમલો કરી રહ્યા છે. આ CCTV ફૂટેજ હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો બની શકે છે.

આ હિંસક હુમલા બાદ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ હિંમત દાખવી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર શખસો સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઢોર પકડવાની કામગીરી ચાલુ રહેશે અને અવરોધ ઉભો કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Sports : શિવમ દુબે એ પિતાને ગિફ્ટમાં આપ્યો T20 વર્લ્ડકપ વિજેતા મેડલ

0

ભારતીય ટીમને T20 વર્લ્ડકપ 2026 જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર શિવમ દુબેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેના પિતાને વિનિંગ મેડલ આપતો જોવા મળી રહ્યો છે.સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 8 માર્ચે યોજાયેલી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને T20 વર્લ્ડકપ 2026 જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઘણા ખેલાડીઓએ મહત્વપૂર્ણ ક્ષણોમાં પોતાના પ્રદર્શન દ્વારા ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આવું જ એક નામ બેટિંગ ઓલરાઉન્ડર શિવમ દુબેનું છે, જેને માત્ર બેટથી ફિનિશરની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી, આ સાથે બોલિંગમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું. વર્લ્ડકપ જીત્યાના બીજા જ દિવસે શિવમ દુબે અમદાવાદથી સીધો મુંબઈ સ્થિત પોતાના ઘરે ગયો, ત્યારબાદ હવે તેમનો એક ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે.

સતત 2 T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ રહેલા શિવમ દુબેએ તેના પિતાને વિનિંગ મેડલ આપ્યો. મુંબઈ પરત ફર્યા પછી શિવમ દુબેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે તેના પિતા સાથે જોવા મળે છે, જેને ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી છે, અને તે મેડલ આપી રહ્યો છે.
શિવમ દુબેએ વીડિયોનું કેપ્શન આપ્યું છે “મારા જીવનનો રિયલ હીરો.” જ્યારે તે અમદાવાદથી ઘરે પરત ફરવાનો હતો, ત્યારે તેને ફ્લાઈટ મળી નહીં. તેને ટ્રેનમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. તેને થર્ડ-ટાયર ટિકિટ બુક કરાવી, પોતાનો ફેસ છુપાવ્યો અને પ્રસ્થાનના 5 મિનિટ પહેલા ટ્રેનમાં ચઢી ગયો, ઉપરની સીટ પર સૂઈ ગયો.

શિવમ દુબેના T20 વર્લ્ડ કપ 2026માં પ્રદર્શનમાં 9 મેચ રમી છે, જેમાં 8 ઈનિંગમાં બેટિંગ કરીને 39.16ની એવરેજથી 235 રન બનાવ્યા હતા, જેમાં 1 અડધી સદી અને 169.06નો સ્ટ્રાઈક રેટ હતો. બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેને 9 મેચમાં 5 ઈનિંગમાં 29.2ની એવરેજથી 5 વિકેટ લીધી હતી.

Gir Somnath : વેરાવળના દરિયામાં 23 નોટિકલ માઈલ દૂર માછીમાર ઈજાગ્રસ્ત, કોસ્ટગાર્ડે રેસ્કયૂ કરીને બચાવી લીધો

0

વેરાવળથી લગભગ 23 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરતી બોટમાંથી એક માછીમાર ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તાત્કાલિક હરકતમાં આવી હતી.

વેરાવળથી લગભગ 23 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરતી બોટમાંથી એક માછીમાર ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તાત્કાલિક હરકતમાં આવી હતી. ફિશિંગ બોટ ગુરુ કૃપા તરફથી મેડિકલ ડિસ્ટ્રેસ કોલ મળતા જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-149ને મદદ માટે મોકલવામાં આવી હતી.

માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન તરત જ શરૂ કરવામાં આવ્યું હતું.કોસ્ટ ગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત માછીમારને બોટ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઘાયલ માછીમારને વેરાવળ ખાતે કોસ્ટ ગાર્ડ જેટી પર લાવવામાં આવ્યો હતો. ત્યાં સ્ટેશન મેડિકલ ઓફિસર દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.પ્રાથમિક સારવાર બાદ માછીમારને વધુ સારવાર માટે વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમયસર મળેલી કોસ્ટ ગાર્ડની મદદથી માછીમારને બચાવી શકાયો હોવાનું જણાવાયું છે.

National : Sawariya Seth Mandirમાં 46 કરોડોની રોકડ અને કિલોગ્રામમાં સોના-ચાંદીનું દાન જોઈ લોકો થયા દંગ..અતૂટ શ્રદ્ધાનો સૈલાબ

0
ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત પ્રખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં ખજાનો ખૂલ્યો અને અધધધ…દાનનો રેકોર્ડ કરાયો હોવાનું સામે આવ્યું.

ભારત મંદિરોનો દેશ કહેવાય છે. લોકોની શ્રદ્ધા અને આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. દરેક મંદિરનો રસપ્રદ ઇતિહાસ અને મહત્વ છે. રાજસ્થાનના સાંવરિયા મંદિરમાં ભક્તોની અતૂટ આસ્થાનું સ્થાન છે. ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત પ્રખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં ખજાનો ખૂલ્યો અને અધધધ…દાનનો રેકોર્ડ કરાયો હોવાનું સામે આવ્યું. મંદિરના માસિક તિજોરીની ગણતરીના સાતમા અને અંતિમ રાઉન્ડમાં 46 કરોડોની રોકડ અને સોના-ચાંદીનું દાન કરાયું હોવાનો ખુલાસો થયો.

સાંવરિયામંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વખતે તિજોરીને 365.787 મિલિયન રૂપિયા મળ્યા છે. વધુમાં, મંદિર વહીવટીતંત્રે દાન ખંડ અને ઓનલાઈન દાન દ્વારા 104.528 મિલિયન રૂપિયા પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું. ભક્તોએ મોટી માત્રામાં કરોડો રૂપિયા અને કિમંતી એવા સોના-ચાંદીનું દાન કરી સાંવરિયા શેઠમાં રહેલા પોતાની શ્રદ્ધા દર્શાવી. જણાવી દઈએ કે 29 ડિસેમ્બર 2025ના રોજ મંદિરનો ભંડાર ખોલી દાનની ગણતરી કરવાની શરૂઆત થઈ હતી. ભક્તોની મોટી ભીડને કારણે ગણતરી પ્રક્રિયામાં વિક્ષેપ પડતા તેના કુલ 7 રાઉન્ડ કરવામાં આવ્યા હતા. મંદિરની તિજોરી ખોલ્યા બાદ ભેટની ગણતરીના સાતમાં અને અંતિમ રાઉન્ડમાં કરોડો રૂપિયાના દાનનો ખુલાસો થયો.

આ મંદિર લોકોની ભગવાન કૃષ્ણ પ્રત્યેની આસ્થાનું પ્રતિક છે. સાંવલિયા શેઠ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે . અહીં સ્થાપિત કૃષ્ણની મૂર્તિ શ્યામ રંગની છે, તેથી ભક્તો તેમને પ્રેમથી સાંવલિયા સેઠ કહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અહીં તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમને સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપે છે.

સાંવરિયા શેઠ મંદિરમાં કૃષ્ણ ભગવાના દર્શન કરવા ફક્ત રાજસ્થાન જ નહીં દેશભરમાથી લોકો આવે છે. અંહી આવતા ભક્તોની સંખ્યા ખૂબ મોટી છે. પૂનમ, અગિયારસ અને તહેવારના દિવસોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. મંદિરની તિજોરીનો ભંડાર ખૂલતા આટલી મોટી રકમની ગણતરી અને ચકાસણીએ ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે. હવે તપાસ કરવામાં આવશે કે મંદિરમાં આ ભંડોળ અને દાનનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ભક્તોને કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

Business : ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે પેટ્રોલ ડીઝલની પ્રાઇઝ જોઇ? જાણો લેટેસ્ટ રેટ

0

ઇરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઇને કાચા તેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે આવો જાણીએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં શું આવ્યો ફેરફારમધ્ય પૂર્વ યુદ્ધે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. દિવસ જાય તેમ ક્રૂડ ઓઇલના ભાવ વધતા જાય છે. વળી ઓઇલ ટેન્કરો અને જહાંજ પર પણ હુમલા થઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ બધાને કારણે શેરબજાર તો ડાઉન જ છે. ત્યારે આવો જાણીએ 12 માર્ચના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો.

હોર્મુઝ સ્ટ્રેટમાં કાર્ગો જહાજ પરના હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધ્યા, જેના કારણે ફુગાવો વધ્યો અને વૈશ્વિક ઉધાર ખર્ચમાં વધારો થયો. બ્રેન્ટ લગભગ 7% વધીને $98 ને વટાવી ગયો. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના તેના કટોકટી ભંડારમાંથી રેકોર્ડ 400 મિલિયન બેરલ તેલ છોડવાના નિર્ણયથી રાહત મળી નહીં. યુએસ ક્રૂડ 7.5% વધીને $93.80 પ્રતિ બેરલ થયું, જે રાતોરાત 4% થી વધુ વધારો દર્શાવે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 7.7% વધીને $99.03 પ્રતિ બેરલ થયું.

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી દ્વારા તેના ભંડારમાંથી 400 મિલિયન બેરલ તેલ છોડવાની યોજના હોવા છતાં આ બન્યું, જે તેના ઇતિહાસમાં આ પ્રકારનું સૌથી મોટું પગલું છે. યુએસએ કહ્યું કે તે IEA યોજનાના ભાગ રૂપે આવતા અઠવાડિયાથી 172 મિલિયન બેરલ તેલ છોડશે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 96.10 91.77
ગાંધીનગર 94.95 90.27
રાજકોટ 94.93 90.63
વડોદરા 94.11 89.78
સુરત

94.40 90.09

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.

ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો