Home Blog Page 306

National : જંગના મેદાનમાંથી 169 ભારતીયોનું રેસ્ક્યુ, વાંચો ફરીદાબાદની 23 વર્ષીય પાયલોટની સાહસગાથા

0

હરિયાણાની 23 વર્ષીય પાયલોટ દીપિકા અધના અને તેની ઓલ-વુમન ક્રૂ ટીમે યુદ્ધ જેવી સ્થિતિમાં UAE થી 169 ભારતીય નાગરિકોને સુરક્ષિત દિલ્હી પહોંચાડી સાહસની મિસાલ પેશ કરી હતી.

જ્યારે પરાક્રમ અને કર્તવ્યની વાત આવે છે, ત્યારે ભારતની દીકરીઓ હંમેશા મોખરે રહે છે. આવું જ એક સાહસ હરિયાણાના ફરીદાબાદની 23 વર્ષીય મહિલા પાયલોટ દીપિકા અધનાએ કરી બતાવ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સર્જાયેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે દીપિકાએ પોતાની જાનના જોખમે 169 ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પહોંચાડીને માનવતા અને સાહસનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું આપ્યું છે.

જ્યારે દીપિકાને આ અત્યંત સંવેદનશીલ રેસ્ક્યુ મિશનની જાણ થઈ, ત્યારે સ્થિતિ ખૂબ જ નાજુક હતી. દીપિકાએ ભાવુક થઈને તેના પરિવારને મજાકમાં કહ્યું હતું કે, મમ્મી, ચાચુ… છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી ન દેખાવ. પરંતુ ગભરાવાને બદલે તેના પરિવારે દીપિકાને પ્રોત્સાહિત કરી અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા આશીર્વાદ આપ્યા હતા.

આ મિશનની સૌથી ગૌરવશાળી બાબત એ હતી કે, આખી ફ્લાઈટનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કેપ્ટન દીપિકા સહિત તમામ છ ક્રૂ મેમ્બર્સ મહિલાઓ હતી. ફ્લાઈટ ભારતથી ઉડાન ભરીને UAE ના રાસ અલ ખૈમાહ એરપોર્ટ પહોંચી હતી. ત્યાં માત્ર એક જ કલાકની અંદર તમામ 169 મુસાફરોને વિમાનમાં બેસાડીને ભારતના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.

ઉડાન દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, દીપિકા અને તેની ટીમે ધીરજ ગુમાવી નહીં અને થોડી જ વારમાં સંપર્ક ફરી સ્થાપિત થતા વિમાન સુરક્ષિત રીતે દિલ્હી ઉતર્યું હતું. વતન પરત ફરેલા મુસાફરોના ચહેરા પર રાહતની લકીરો સ્પષ્ટ દેખાતી હતી અને સૌએ આ મહિલા શક્તિનો આભાર માન્યો હતો.

Ahmedabad : સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 235 કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરી તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરી 2027 સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે.

મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી 15મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના 30 પૈકી 18 દરવાજા નવા નાખવા અને અન્યમાં રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી નદીનું પાણી છોડી દેવાશે. નદી ખાલી હોવાનો સીધો ફાયદો કોર્પોરેશનને મળશે, જેથી સુભાષ બ્રિજ તોડતી વખતે તેનો કાટમાળ નદીના પટમાં જમા કરી સરળતાથી નિકાલ કરી શકાય.

બ્રિજ ડિમોલિશનની પ્રક્રિયા માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. સુભાષ બ્રિજ જૂની બેલેન્સ કેન્ટી લિવર પદ્ધતિથી બનેલો હોવાથી તેના 6 સ્પાન તોડવા માટે સુરત SVNIT અથવા IIT પાસે સ્પેશિયલ મેથડ તૈયાર કરાવવામાં આવી છે. એપ્રિલ માસથી જ ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે. અધિકારીઓના જણાવ્યાનુસાર, નદી ખાલી હશે તે દરમિયાન જ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે જેથી ચોમાસા પહેલા પાયાનું કામ શરૂ થઈ શકે.

હાલમાં બ્રિજની આસપાસ સોઈલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નવા બ્રિજની ડિઝાઇન નક્કી કરવા માટે જમીન કેટલી ઊંડી છે અને તે કેટલો ભાર સહન કરી શકશે તેનું સાયન્ટિફિક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર ઓફિસ તરફના છેડેથી ટેસ્ટિંગની શરૂઆત કરી દેવામાં આવી છે, જે નવા સ્ટ્રક્ચરના પાયા નાખવા માટે પાયારૂપ સાબિત થશે.

વાસણા બેરેજ ખાતે ‘ડેમ સેફ્ટી’ અંતર્ગત થનારી મરામત અને સુભાષ બ્રિજનું નવનિર્માણ, આ બંને પ્રોજેક્ટ્સ એકસાથે ચાલવાના હોવાથી આ ઉનાળો સાબરમતી નદી કોરી જોવા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એવી રીતે આયોજન કરાયું છે કે નદીમાં ફરી પાણી ભરવામાં આવે તે પહેલાં જોખમી સ્ટ્રક્ચર હટાવી લેવામાં આવે, જેથી ભવિષ્યમાં બાંધકામ વખતે કોઈ અવરોધ ન આવે.

Modasa : સાબરમતી CNG પંપ પાછળ જંગલ વિસ્તારમાં ભીષણ આગ, પંપ પર અફરાતફરીનો માહોલ

0

મોડાસામાં જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ CNG પંપ સુધી પહોંચવાની ભીતિને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં CNG પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ CNG પંપ સુધી પહોંચવાની ભીતિને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની ઘટનાની ગંભીરતાને જોતા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી CNG પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ત્રણ વોટર બાઉઝર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.

જંગલ વિસ્તારમાં આગ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં સ્થાનિક વન વિભાગને તેની જાણ પણ ન હોવાનું સામે આવતા વહીવટી તંત્રની મોટી બેદરકારી છતી થઈ છે. જંગલ વિસ્તાર હોવા છતાં વન વિભાગની ટીમ સમયસર ત્યાં પહોંચવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Entertainment : પરિવારની વિરુદ્ધ જઈને મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ કર્યા લગ્ન, મુસ્લિમ યુવક સાથે હતું દોઢ વર્ષનું અફેર!

0

મહાકુંભ દરમિયાન વાયરલ થયેલી યુવતી મોનાલિસાએ લગ્ન કરી લીધા છે. તેના લગ્નના વીડિયો અને તસવીરો હાલમાં ખૂબ ચર્ચામાં છે. મોનાલિસાએ પોતાના મુસ્લિમ પ્રેમી ફરમાન ખાન સાથે લગ્ન કર્યા છે.

મહાકુંભ દરમિયાન વાયરલ થયેલી મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણે પોતાના મુસ્લિમ પ્રેમી ફરમાન ખાન સાથે લગ્ન કર્યા છે. બુધવારે મોનાલિસાએ અરુમનૂર મંદિર ખાતે ફરમાન સાથે લગ્ન કર્યા. લગ્ન પ્રસંગે મંદિરમાં ફેન્સ, મીડિયા અને રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા પછી કપલે ભગવાન સમક્ષ માથું ટેક્યું અને ત્યારબાદ પુજારી પાસેથી આશીર્વાદ લીધા.

તેના લગ્નમાં કેરળના શિક્ષણમંત્રી વી. શિવનકુટ્ટી, સીપીએમના રાજ્ય સચિવ એમ. વી. ગોવિંદન અને સંસદ સભ્ય એ. એ. રહીમ હાજર રહ્યા હતા. પ્રસંગે બોલતાં એ. એ. રહીમે કહ્યું કે આ લગ્ન કેરળની સાંપ્રદાયિક સૌહાર્દની પરંપરાને દર્શાવે છે. તેમણે કહ્યું, લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે અને એ સ્વર્ગ કેરળ છે. અમે અહીં તેમના આ ઉત્સવમાં જોડાવા આવ્યા છીએ. શિક્ષણમંત્રી શિવનકુટ્ટીએ પણ આ પ્રસંગને રાજ્ય માટે ગૌરવનો ક્ષણ ગણાવ્યો અને કહ્યું, આ જ સાચી કેરળ સ્ટોરી છે. તેમણે કેરળની સામાજિક સૌહાર્દની પરંપરાનો ઉલ્લેખ કર્યો.

મોનાલિસા મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરની રહેવાસી છે, જ્યારે ફરમાન મહારાષ્ટ્રના રહેવાસી છે. મોનાલિસા અને ફરમાન ખાન લગભગ દોઢ વર્ષથી સંબંધમાં હતા. પરંતુ તેના પરિવારે આ લગ્નનો વિરોધ કર્યો હતો. જ્યારે પરિવારજનોએ તેમના પ્રેમ અને લગ્નનો વિરોધ કર્યો ત્યારે મોનાલિસા અને ફરમાને કેરળમાં આશરો લીધો. મોનાલિસાએ સુરક્ષા માંગતા તિરુવનંતપુરમના થંપનૂર પોલીસ મથકે આશરો લીધો હતો.

આ પહેલાં તે જ દિવસે મોનાલિસા પોતાના પ્રેમી ફરમાન ખાન સાથે તિરુવનંતપુરમ પહોંચી હતી. તેણે પોલીસનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તેમના પિતા વિજયસિંહ ભોસલે તેની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી, કારણ કે શારીરિક ઉત્પીડનનો કોઈ આરોપ મૂકાયો નથી.

અહેવાલો મુજબ તેમના પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો હતો અને શરૂઆતમાં દાવો કર્યો હતો કે મોનાલિસા સગીર છે. જોકે પોલીસની તપાસમાં ખાતરી થઈ કે તે અઢાર વર્ષની છે. કહેવામાં આવે છે કે તેના પિતા તેને પાછા લઈ જવા માટે કેરળ પહોંચ્યા હતા, પરંતુ મોનાલિસાએ તમની સાથે જવા માટે ઇન્કાર કરી દીધો હતો. પોલીસે પરિસ્થિતિની સમીક્ષા કરી અને ખાતરી કરી કે મોનાલિસાને પોતાની પસંદગીથી લગ્ન કરવાનો કાનૂની અધિકાર છે. પોલીસે આ વાત તેમના પિતાને પણ સ્પષ્ટ કરી દીધી.

મોનાલિસા મહાકુંભ દરમિયાન વાયરલ થઈ હતી. મહાકુંભમાં તે માળા વેચતી હતી અને તે દરમિયાન તેમની એક તસવીર સામાજિક માધ્યમો પર વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ દરેક જગ્યાએ મોનાલિસાની જ ચર્ચા થવા લાગી. મોનાલિસાની કિસ્મત સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. તેમને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. તેમણે અનેક મોટા બ્રાન્ડ માટે પણ ફોટોશૂટ કર્યા અને સંગીત વિડિઓમાં પણ કામ કર્યું.

તે ફિલ્મ દ ડાયરી ઓફ મણિપુરમાં જોવા મળશે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનો ટ્રેલર ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત થયો હતો. આ ફિલ્મ માટે મોનાલિસાએ ખૂબ મહેનત કરી છે અને ચાહકો આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. તે ઉપરાંત મોનાલિસા પૂવર વિસ્તારમાં દિગ્દર્શક પી. બિનુ વર્ગીસની મલયાલમ ફિલ્મ નગમ્માનું ચિત્રણ પણ કરી રહી છે.

Business : LPG કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધ્યું, માંગ 20 ગણી વધી

0

ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે વિશ્વભરમાં ગેસ કટોકટી સર્જાઈ છે. ભારતમાં, મોટાભાગના શહેરોમાં એલપીજી સિલિન્ડર મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. આના કારણે દેશમાં ઇન્ડક્શન સ્ટવ (ઇન્ડક્શન કુકટોપ) ના વેચાણમાં વધારો થયો છે.

એલપીજી સિલિન્ડર મેળવવાનામ મુશ્કેલી પડતા લોકોએ ઇન્સ્ટન્ટ કોમર્સ પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સ્ટવ ખરીદવા તરફ દોટ મુકી છે, જેના કારણે ઘણી પ્રોડક્ટ્સનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. ૨૪ કલાકની અંદર, ઇન્સ્ટન્ટ કોમર્સ પર ઇન્ડક્શન સ્ટવની માંગ ૧૦ ગણી અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ૨૦ ગણી વધી ગઈ છે. દરમિયાન, કેટલાક ઇન્ડક્શન સ્ટવ ઉત્પાદકોના શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

એલપીજી કટોકટી બાદ ઇન્ડક્શન સ્ટવનું વેચાણ વધતા ઇન્સ્ટન્ટ કોમર્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઇન્ડક્શન કુકટોપ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, તેથી માંગમાં વધારો થયો છે. પરંતુ મોટાભાગની પ્રોડક્ટ્સ પહેલાથી જ સ્ટોકમાંથી બહાર છે, જેના કારણે થોડા વિકલ્પો ઉપલબ્ધ છે.

આ પ્લેટફોર્મ ના સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડક્શન કુકટોપનું વેચાણ સામાન્ય સમયની તુલનામાં ૧૦ ગણું વધ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસમાં જ ઇન્ડક્શન કુકટોપનું વેચાણ ત્રણ ગણું વધ્યું છે.નિષ્ણાતોના મતે, મેટ્રો શહેરોમાં જ્યાં લોકો એલપીજી સિલિન્ડર પર આધાર રાખે છે, ત્યાં સંભવિત ગેસની અછતના ભયને કારણે લોકો વૈકલ્પિક વિકલ્પ તરીકે ઇન્ડક્શન કુકટોપ ખરીદી રહ્યા છે. દરમિયાન, સરકારે કોમર્શિયલ એલપીજી પુરવઠા પર પ્રતિબંધો લાદ્યા છે.

Patan : ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શનની માગ કરી

0

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતિય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતિય લગ્નના વિવાદ બાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. ગાયિકાએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી સોશિયલ મીડિયા પર પોતાની અને પતિની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

મળતી માહિતી અનુસાર, રાધનપુરના સીનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં છે. જેને લઈને ગાયિકાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેને અને તેના પતિને જાનનું જોખમ છે. આ મામલે તેમણે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગણી કરી છે.કિંજલ રબારીએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી છે કે, ‘મેં મારા પરિવારને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા આખરે લગ્નનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયામાં મારા પતિ સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. મારા લગ્નને લઈને કોઈએ ખોટી અફવાઓ ફેલાવવી નહીં.’

પોલીસ સુરક્ષાની માગ કરતા કિંજલ રબારીએ કહ્યુ કે, ‘અમારા લગ્ન બાદ મારૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગ કરી છે. મને કે મારા પતિને લાગતા વળગતાને કોઈ નુકસાન થયું તો જવાબદાર મારા પરિવારજનો હશે.’

Gujarat : ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ? ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 કર્મી સસ્પેન્ડ

0

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ જામી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર જગ્યાએ નીચ હરકત કરનારા કર્મચારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કથિત વીડિયોમાં બેથી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરતા, દારૂ પીતા અને માંસાહાર કરતા જોવા મળ્યા હતા. આ મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમા લજવનારા કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી ભરતગીરી ધનગીરી,ભાર્ગવ ચૌહાણ, શૈલેશગીરી ગૌસ્વામી, ધવલગીરી ગૌસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગૌસ્વામી, વિજયભાઈ ત્રિવેદી અને સમીયા રામ રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ અપવિત્ર ઘટના બાદ મામલતદારની સીધી દેખરેખ હેઠળ આખાય મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું છે.

આ મામલે એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘ગિરનાર પર્વત પર ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદો અગાઉ પણ મળી હતી. આ વીડિયો પુરાવા તરીકે સામે આવતા જ કડક પગલાં લેવાયા છે. હાલમાં મામલતદાર હેઠળની વ્યવસ્થામાં આ લોકોની નિમણૂક હંગામી ધોરણે કરાઈ હતી. જેમને હવે દૂર કરી દેવાયા છે અને વધુ તપાસમાં જે પણ કસૂરવાર ઠરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

Vadodara : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે

0

ગાજરાવાડી સુએજ પંપીંગ સ્ટેશન નજીક શિવનગરમાં છેલ્લા સાતેક મહિનાથી સ્વસ્તિક ક્લિનિકના નામે બોગસ ડોક્ટર એલોપથી દવાઓ આપી રહ્યો હોવાની વિગતો મળતા એસ.ઓ.જીની ટીમે કોર્પોરેશનના ડોક્ટરને સાથે રાખી છાપો માર્યો હતો.

પોલીસે ધવલ ભરતભાઈ કવાડ(હાલ રહે. શંકરપુરા, રાવપુરા મૂળ રહે. વાઘનગર, મહુવા, ભાવનગર)ની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી મળી આવી નહોતી. પોલીસે દવાખાનામાંથી ગ્લુકોઝના બોટલ, કફ સીરપ, એન્ટીબાયોટિક્સ, ઇન્જેક્શન્સ તેમજ અન્ય દવાઓ મળી રૂ.30 હજારની કિંમતની દવાઓ કબજે કરી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા બદલ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

NATIONAL : ‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત

0

મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે. આ હુમલામાં બે ભારતીયોના મોત થયાના અહેવાલથી વિદેશ મંત્રાલયે ચિંતા અને રોષ વ્યક્ત કર્યો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, 11મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના ધ્વજ ધરાવતા ‘મયુરી નારી’ નામના જહાજ પર ઈરાની સુરક્ષા દળો (IRGC) દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું. આ જહાજ યુએઈના ખલીફા બંદરથી રવાના થઈ ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. બુધવારે સવારે 11 વાગ્યે જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રોયલ થાઈ નેવીએ 20 ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા છે, જ્યારે હજુ પણ 3 સભ્યો ગુમ હોવાનું જણાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાની ઘટના ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે.’ આ સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં બે ભારતીયોના મોત થયા છે અને એક નાગરિક ગુમ છે. વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાથી અને નિર્દોષ ક્રૂ સભ્યોના જીવ જોખમમાં મૂકવાથી વૈશ્વિક વેપારની સ્વતંત્રતા જોખમાય છે, જે તાત્કાલિક બંધ થવી જોઈએ.

ગલ્ફ દેશોમાં અંદાજે 1 કરોડ) ભારતીયો વસે છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ પ્રવાસીઓની સુરક્ષા અને સુખાકારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવને પગલે ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના પુરવઠાનો 20 ટકા ભાગ પસાર થાય છે. ઈરાન દ્વારા અહીં જહાજો પર કરાતા હુમલાઓને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાવાની અને તેલના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

Entertainment : એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા, ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા

0

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા છે. 11 માર્ચના રોજ સાંજે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરે આ કપલે એક પ્રાઈવેટ સેરેમનીમાં રજિસ્ટર મેરેજ કર્યા છે. કૃતિકા અને ગૌરવે કોઈ ભવ્ય અને પરંપરાગત લગ્નના બદલે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

લગ્નના અવસર પર કૃતિકા કામરા લાલ રંગની ચંદેરી સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ સાડી તેને તેની માતાએ ભેટમાં આપી હતી. તેને કૃતિકાની પોતાની બ્રાન્ડ ‘સિન્નાબાર’ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે પરંપરાગત ચંદેરી કલાને બચાવવા અને મહિલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.

બીજી તરફ ગૌરવ કપૂરે ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડનો આઈવરી અને ગોલ્ડ રંગનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો, જે સાંજના માહોલ સાથે મેળ ખાતો હતો.બાદ ઘરના ટેરેસ પર એક આફ્ટર-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને યુવરાજ સિંહ પાર્ટીમાં પહોંચ્યા હતા. બીજી તરફ નેહા ધૂપિયા, અંગદ બેદી, સોહા અલી ખાન, મલાઈકા અરોરા અને પૂજા ગૌર જેવા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સામેલ થયા હતા.

પોતાના લગ્નને લઈને ગૌરવ અને કૃતિકાએ કહ્યું કે, ‘અમે હંમેશાથી માનતા આવ્યા છીએ કે જીવનની સૌથી ખાસ ક્ષણો એ છે જે તમે તમારા પ્રિયજનો સાથે શેર કરો છો. અમને ખૂબ આનંદ છે કે અમે અમારા પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે મુંબઈમાં અમારા જીવનના આ નવા અધ્યાયની શરૂઆત કરી શક્યા છીએ.’