Home Blog Page 307

Gujarat : LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતમાં LPG સિલિન્ડરના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને DGPs સાથે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આશરે 2 કલાક ચાલેલી આ બેઠકમાં દેશભરમાં LPGની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી અને ઘરેલું ગેસનો પુરવઠો કોઈપણ અડચણ વગર ચાલુ રહે તે માટે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારે રાજ્યોને LPG બોટલિંગ પ્લાન્ટ્સ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પરિવહન વાહનોની સુરક્ષા સઘન બનાવવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ગેસના પુરવઠાનું રોજબરોજ મોનિટરિંગ કરવા અને કાળાબજારી કરનારાઓ સામે કડક હાથે કામ લેવા જણાવાયું છે. લોકોમાં ફેલાતી અફવાઓને ડામવા માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને જનજાગૃતિ અભિયાન શરૂ કરવા તેમજ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ કે જૂના વીડિયો દ્વારા ગભરાટ ફેલાવતા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

બેઠકમાં એ માહિતી પણ આપવામાં આવી હતી કે, રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા અને ઘરગથ્થુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યાપારી એકમો માટે LPG વિતરણ પર અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, પરંતુ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પરિસ્થિતિ પર ચોવીસ કલાક નજર રાખવા માટે એક ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કર્યો છે, જેથી રાજ્યો સાથે રીયલ-ટાઇમ સંકલન સાધી શકાય.

Gandhinagar : કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી, મંત્રી મનીષા વકીલે કહ્યું, આંગણવાડીઓનું ડિજિટલ મોનિટરિંગ થઈ રહ્યું છે

આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જેઓ ‘શું બદલાયું’ તેમ પૂછે છે તેમને જણાવીએ કે કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર નહોતી.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને ‘પોષણ ટ્રેકર’ છે, જેનાથી છેવાડાના બાળક સુધી મળતી સુવિધાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. આજે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા છેવાડાના નાગરિકો સુધી પહોંચી છે. મંત્રીએ કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા જણાવ્યું કે, એક સમયે આંગણવાડી એટલે અંધારું ઓરડું અને યોજનાઓ માત્ર કાગળ પર રહી ભ્રષ્ટાચારના કૂવામાં હોમાઈ જતી હતી. પરંતુ આજે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની આંગણવાડીઓ ‘સ્માર્ટ’ બની છે, જ્યાં બાળકો સ્માર્ટ ટીવી અને નવીનતમ પદ્ધતિઓથી શિક્ષણ મેળવી રહ્યા છે.

Article : पेड़ के कटने का मतलब है, अपने पैरों पर कुल्हाड़ी…!!

आज भी पेड़ों के कटने की रफ्तार कम नहीं हो रही! विकास से किसे इनकार होगा? जो भी व्यक्ति प्रगतिशील दुनिया की अपेक्षा करता है, उसका हिस्सा बनना चाहता है, वह कभी विकास विरोधी नहीं हो सकता। बल्कि वह पर्यावरण का बेहतर और संवेदनशील प्रेमी हो सकता है, जो विकास और पर्यावरण, दोनों के बीच जरूरी संतुलन के बारे में सोचता है!धरती का एक पेड़ कटता है, तो न जाने कितने पंछी इधर से उधर हो जाते हैं। एक पेड़ के कटने का मतलब है धरती की एक बड़ी छाया लुप्त हो गई।

एक पेड़ काटने का मतलब है पर्यावरण का बड़ा नुकसान। एक पेड़ के कटने का मतलब है, अपने पैरों पर कुल्हाड़ी मारना। मगर दुर्भाग्य की बात है कि विकास के नाम पर वर्षों से लगे हरे-भरे पेड़ काट दिए जाते हैं। कुछ पेड़ तो सदियों पुराने होते हैं। विकास से किसे इनकार होगा, लेकिन पर्यावरण-प्रेमी समझ नहीं पाते कि यह विकास की कैसी इमारत है, जो विनाश की नींव पर खड़ी हो रही है।कभी पर्यावरण संरक्षण की खूब बातें होती थीं लेकिन अब विकास तो हो रहा है लेकिन पर्यावरण समाप्त होता जा रहा है!देश के अन्य हिस्सों में भी लोग अपने स्तर पर प्रयास कर रहे है। सवाल है कि क्या ऐसे लोग विकास की इच्छा नहीं रखते। जहां अफसरशाही राजनीति के सिर पर सवार हो जाती है, वहां विनाश ही नजर आने लगता है। ज्यादातर मामलों में यह स्पष्ट रूप से देखा गया है कि पेड़ों की कटाई या पहाड़ों की खुदाई के पीछे सरकार वे अफसरों का बड़ा हाथ होता है! ये सरकार व उनके अफसर वातानुकूलित दफ्तरों में बैठकर पर्यावरण की चिंता तो करते हैं, मगर बाद में अजीबोगरीब निर्णय लेकर पर्यावरण का सत्यानाश करने पर तुल जाते हैं। उन्हें इससे कोई मतलब नहीं कि पर्यावरण का जो नुकसान होगा, उसकी भरपाई कैसे होगी। आज पूरे देश का ऋतु चक्र गड़बड़ाया हुआ है। दुर्भाग्य की बात है कि वर्षों से यह खेल चल रहा है। पेड़ों की निरंतर कटाई हो रही है। सड़को व पहाड़ों की निरंतर खुदाई हो रही है। विकास के नाम पर कुछ चौड़ी सड़कें बन रही हैं। कुछ कारखाने स्थापित हो रहे हैं, लेकिन इसके एवज में जो बड़ा नुकसान हो रहा है, वह पता नहीं क्यों, किसी को दिख नहीं रहा। यह हरी-भरी उपजाऊ धरती पेड़ों से जितनी भरपूर रहेगी, उतना ही पर्यावरण स्वस्थ रहेगा। पर्यावरण का संतुलन बना रहेगा। पेड़, नदी, पहाड़- ये सभी पर्यावरण का संतुलन कायम करते हैं। पेड़ कट रहे हैं और नदियां प्रदूषित हो रही हैं। पहाड़ की छाती पर हथौड़े चल रहे हैं, जिसके कारण प्रकृति की आत्मा आहत हो रही है। यह बुनियादी बात है, लेकिन इसे समझने वाले लोग कम होते जा रहे हैं। यही कारण है कि बिना किसी झिझक या हिचक के, एक नहीं, सैकड़ों, और हजारों पेड़ काट दिए जाते हैं। यह देख कर धरती चीत्कार उठती है, लेकिन उसके आर्तनाद को सुनने वाले कहीं और मस्त रहते हैं!जिन्हें इस धरती की चिंता है, वे बेचारे चीखते रह जाते हैं। मुट्ठी भर लोग आंदोलन करते हैं। डंडे खाते हैं, और हताश होकर बैठ जाते हैं। पर्यावरण के विनाश के विरुद्ध आवाज उठती रहती है, लेकिन वे आवाजें नक्कारखाने की तूती की तरह होती है। किसी को कोई फर्क नहीं पड़ता। ये आवाजें उठती हैं और धीरे-धीरे खामोश हो जाती हैं।

Vadodara : આરટીઓની કાર્યવાહી – બે વર્ષમાં ચોરી થયેલ ૯૩ વાહનો બ્લેકલિસ્ટ કરાયા

0

શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે આરટીઓ (પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી) દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ચોરી થયેલા કુલ ૯૩ વાહનોને બ્લેકલિસ્ટ કરાયા છે, જેથી આવા વાહનોનો કોઈપણ પ્રકારનો વ્યવહાર અટકાવી શકાય.

વર્ષ ૨૦૨૫માં ચોરી થયેલા ૮૦ વાહનોમાં ૨ -મોટા વાહનો, ૭- કાર, ૨ – થ્રી વ્હીલર તથા ૬૯ – ટુ વ્હીલર વાહનોનો સમાવેશ થાય છે. ઈન્દોરના – ૧, દિલ્હીના-૨, ભોપાલ-૧, બોડેલીના-૨ અને સુરતના- ૧ વાહનનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા શહેરના -૩૦ વાહનો ચોરી થયેલા હોવાનું નોંધાયું છે. વર્ષ ૨૦૨૬માં ચોરી થયેલા ૧૩ વાહનોમાં ૧૧ – બાઈક અને ૨ – કારનો સમાવેશ થાય છે. આ વાહનો ભોપાલ અને વડોદરા સહિતના શહેરોમાંથી ચોરાયા છે.

અત્રે નોંધનીય છે કે,શહેરમાં જ્યારે કોઈ વાહન ચોરી થવાની ઘટના બને છે ત્યારે પીડિત દ્વારા પોલીસ મથકે એફઆઈઆર નોંધાવવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા તેની માહિતી આરટીઓ વિભાગને મોકલવામાં આવે છે. આ માહિતીના આધારે આરટીઓ સંબંધિત વાહનને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરે છે.આરટીઓ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા વાહનો પર કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન થઈ શકતું નથી. જેમાં વાહનનું નામ ટ્રાન્સફર, માલિકીના બદલાવ સહિતની વાહન સંબંધિત તમામ કામગીરી પર પ્રતિબંધ આવી જાય છે. આ પગલાંના કારણે ચોરી થયેલા વાહનોના ગેરકાયદેસર વેચાણ અથવા અન્ય ઉપયોગને અટકાવવામાં મદદ મળેછે. વાહન ચોરી થવા પર લોકો તરત જ ફરિયાદ નોંધાવે તે જરૂરી છે.

Vadodara : સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા

0

વડોદરામાં રોજેરોજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બનાવો બની રહ્યા છે ત્યારે ગઇરાત્રે સમા વિસ્તારમાં એક લગ્નમાં આવેલા અમદાવાદના બે ડોક્ટર અને એક એન્જિનિયર દારૃના નશામાં ઝડપાઇ ગયા હતા.

સમા-સાવલી રોડ પર રાત્રે બે કાર વચ્ચે સાધારણ અકસ્માતનો બનાવ બનતાં બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું.પરંતુ ત્યારબાદ અકસ્માત કરનાર કારનો ચાલક કાર ચલાવી શકે તેવી સ્થિતિમાં નહિ હોવાથી પેટ્રોલપંપ પરથી કોઇ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.સમા પોલીસે તપાસતાં ત્રણેય જણા દારૃના નશામાં ચૂર જણાયા હતા.જેથી તેમને પોલીસ વાનમાં લઇ જવાયા હતા અને કાર ક્રેન વડે કબજે કરી હતી.

પૂછપરછ દરમિયાન કાર ચાલકનું નામ પરાગ પૂંજાલાલ ચૌહાણ (સોફ્ટવેર એન્જિનિયર) તેમજ પાછળ બેઠેલામાં તેનો ભાઇ ડો.અંકુર પૂંજાલાલ ચૌહાણ (સ્કીન સ્પેશિયાલિસ્ટ) અને ડો. ધૈર્ય ચેતનકુમાર આચાર્ય(એમબીબીએસ)હોવાનું ખૂલ્યું હતું. ત્રણેય જણા ચાણક્યપુરી સોસાયટી,ડમરૃ સર્કલ પાસે,ઘાટલોડિયા, અમદાવાદમાં રહેતા હોવાનું પોલીસે કહ્યું હતું.

Vadodara : કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી

0

કાર ભાડે રાખ્યા બાદ પરત નહિ કરતા ભેજાબાજને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હાલોલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

આજવારોડના કમલાનગર ખાતેથી પોલીસે અરવિંદ ઉર્ફે કરણ રમણભાઇ વાદી (મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ,કંજરી રોડ,હાલોલ હાલ રહે.વુડાના મકાનમાં,તરસાલી, વડોદરા)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં રૃ.૩૦ હજારના માસિક ભાડેથી લીધેલી કાર પરત નહિ કરવા બદલ હાલોલ ખાતે નોંધાયેલા ગુનામાં પોલીસ શોધી રહી હોવાની વિગતો ખૂલી હતી.

પોલીસે હાલોલ પોલીસનો સંપર્ક કરી તપાસ કરતાં અરવિંદ વાદી કાર વગે કરવામાં પાવરધો હોવાનું જાણવા મળ્યું હતું.અરવિંદે એક-બે નહિં પણ ૧૧ કાર આવી રીતે ભાડે રાખ્યા બાદ પરત નહિ કરી હોવાની વિગતો જાણવા મળી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમની તપાસમાં અરવિંદ સામે અગાઉ ખંડણી,વ્યાજ,મારામારી અને જુગાર જેવા ગુનાઓ પણ નોંધાયેલા હોવાની વિગતો ખૂલી હતી.જેથી હાલોલ પોલીસ દ્વારા હવે ધરપકડ તેમજ રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસની તપાસ બાદ ભાડે લીધેલી કાર ક્યાં છે અને કેવી રીતે વગે કરી છે તેની વિગતો ખૂલશે.

Vadodara : શહેરના કમાટીબાગનું પ્લેનેટોરિયમ ૨૨ કરોડના ખર્ચે ફરી કાર્યરત કરાશે

0

શહેરના કમાટીબાગમાં આવેલું મધ્ય ગુજરાતનું એક માત્ર સરદાર પટેલ પ્લેનેટોરિયમ છેલ્લા અઢી વર્ષથી બંધ છે.હવે તેને ફરી શરુ કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

મળતી વિગતો પ્રમાણે ૧૯૭૬માં શરુ કરાયેલા આ પ્લેનેટોરિયમનો ડોમ ૧૨.૫ ડાયામીટરનો ડોમ છે.જેના પર પ્રોજેકટર થકી આકાશ દર્શન કરાવવાની સાથે સાથે કોમેન્ટરી થકી બ્રહ્માંડની રસપ્રદ જાણકારી પૂરી પાડવામાં આવતી હતી.૨૦૨૩ના સપ્ટેબર મહિનામાં આ પ્રોજેકટર ખોટકાયું હતું અને તેનું સમારકામ શક્ય બન્યું નથી.

પ્લેનેટોરિયમના ઈન્ચાર્જ ડાયરેકટર ડો.પ્રત્યુષ પાટણકરનું કહેવું છે કે, એનેલોગ ટેકનોલોજી પર આધારિત પ્રોજેકટર જ્યારથી પ્લેનેટોરિયમ શરુ થયું ત્યારથી કામ કરી રહ્યું હતું.આ મશિનના પાર્ટસ પણ મળે તેમ નથી.જેના કારણે હવે ડિજિટલ ટેકનોલોજી આધારિત હાઈ રિઝોલ્યુશન પ્રોજેકટર વસાવીને પ્લેનેટોરિયમ ફરી કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.પ્રોજેકટર અને બીજા ફેરફાર સાથે લગભગ ૨૨ કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ છે.મુંબઈ, અમદાવાદનીસ સાયન્સ સિટિની પ્લેનેટોરિયમની મુલાકાત લીધા બાદ  મ્યુનિિસિપલ કોર્પોરેશનમાં સ્ટડી રિપોટ સુપરત કરવામાં આવ્યો છે અને ટેન્ડરો પણ મંગાવવામાં આવ્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રક્રિયા એક મહિનામાં પૂરી થઈ જશે.વર્ષના અંત સુધીમાં પ્લેનેટોરિયમ ફરી કાર્યરત થાય તેવી આશા છે.

બ્રહ્માંડ દર્શન પહેલા કરતા વધારે રોચક બનશે

ત્રણ ભાષામાં કોમેન્ટરી સાંભળી શકાશે

ડો.પાટણકરનું કહેવું છે કે, નવા પ્લેનેટોરિયમમાં પણ ડોમ પર જ બ્રહ્માંડ દર્શન જોવા મળશે.આ માટે ડોમમાં કેટલાક ફેરફાર કરવા પડશે.અત્યાધુનિક પ્રોજેકટરના કારણે બ્રહ્માંડ દર્શનનો કાર્યક્રમ અગાઉના પ્રોજેકટર કરતા વધારે આકર્ષક રીતે નિહાળી શકાશે.તેની સાથે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં શહેરીજનો કોમેન્ટરી સાંભળી શકશે.દર વર્ષે નવા પ્રોગ્રામનો પણ ઉમેરો થશે.દરેક કાર્યક્રમ ૩૦ થી ૪૦ મિનિટનો રહેશે.દર્શકોને મુંબઈના નહેરુ પ્લેનેટોરિયમ જેવો અનુભવ થશે.

Gujarat : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ

0

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ હાથ ધરી છે. બાકી વેરો ન ભરતા ૧૪ દુકાનોને સીલ કરી છે અને એક જ દિવસમાં ૮.૪૧ લાખનો બાકી વેરો વસૂલવામાં આવ્યો છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટે કવાયત હાથ ધરાઇ છે. ૩૧ માર્ચ પહેલા દુકાનો, બિલ્ડિંગો, મકાનોના બાકી વેરો ભરી દેવા માટે તાકીદ કરી છે. મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની કડક વસૂલાત શરૂ કરી છે. જેમાં આજે મહાનગરપાલિકાએ મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે સ્વરૂપ કોમ્પ્લેક્સમાં, ટૂંકી ગલી પાસે મનિષ માર્કેટમાં આવેલી ૧૪ ગિકાનનો ૨.૩૫ લાખનો બાકી વેરો ન ભરતા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે મહાનગરપાલિકાએ અન્ય મિલકત ધારકો પાસેથી ૮.૪૧ લાખનો બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. દુકાનદારો, મકાન માલિકો દ્વારા બાકી વેરો ૩૧ માર્ચ પહેલા ભરવામાં નહીં આવે તો મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદાની જોગાવાઇને આધિન પણ કાર્યવાહી કરવામાં આવશે.

Bollywood : ફલાઈટના ધાંધિયાથી દીપિકા પેરિસ ફેશન વીકમાં ન પહોંચી

0

દીપિકા પદુકોણ હાલ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ ખોરવાઈ ગઈ હોવાથી પેરિસ ફેશન વીકમાં પહોંચી શકી નથી.

પેરિસમાં તેના આગમન અને શો માટેની તૈયારીઓ થઇ રહી હતી.પરંતુ ઇરાન-ઇઝારયલના યુદ્ધના કારણે થયેલી ફ્લાઇટ્સ રદ થવાથી તે શોમાં પહોંચી શકી ન હતી. તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. દીપિકાને સ્પોન્સર કરનારી આંતરારાષ્ટ્રીય બ્રાન્ડના મેનેજમેન્ટએ દીપિકાના નિર્ણયને સાહજિક રીતે સ્વીકાર્યો હતો. દીપિકાએ હાલ સંખ્યાબંધ ફિલ્મ પ્રોજેક્ટસ ગુમાવ્યા છે અને પેરિસ ફેશન વીકમાં ભાગ લેવાની તક ગુમાવવાના કારણે તેના માટે એક મહત્વની આંતરરાષ્ટ્રીય તક પણ સરી ગઈ છે.

Bollywood : કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ

0

પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન પોતાની ભૂરી આંખો અને સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થયેલી મોનાલિસા ફરી ચર્ચામાં આવી છે. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની રહેવાસી મોનાલિસાએ પરિવારના વિરોધ વચ્ચે મુસ્લિમ પ્રેમી ફરમાન સાથે લગ્ન કરી લીધા છે અને સુરક્ષાની માંગ સાથે કેરળના તિરુવંતપુરમ સ્થિત તમ્પાનૂર પોલીસ સ્ટેશન પહોંચી છે.

ફેસબુક પર થઈ હતી મુલાકાત

મોનાલિસા અને મહારાષ્ટ્રના રહેવાસી ફરમાન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા થઈ હતી. અલગ-અલગ ધર્મના હોવાને કારણે મોનાલિસાના પિતા જય સિંહ ભોસલે આ સંબંધનો સખત વિરોધ કરી રહ્યા છે. મોનાલિસાનો આરોપ છે કે, પરિવાર તરફથી તેના પર દબાણ કરવામાં આવતું હતું અને ધમકીઓ પણ મળતી હતી, જેના કારણે તેણે ઘર છોડવું પડ્યું હતું.

ડરના કારણે મધ્યપ્રદેશથી કેરલ ગઈ

પોલીસ પૂછપરછમાં બંનેએ કહ્યું કે, સામાજિક અને ધાર્મિક દબાણથી દૂર સુરક્ષિત રહેવા માટે તેઓએ કેરળ આવવાનું પસંદ કર્યું. પોલીસ તપાસમાં મોનાલિસા પુખ્ત વયની હોવાનું સાબિત થતા, કાયદેસર રીતે તેને પોતાની મરજી મુજબ ફરમાન સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. પોલીસે તેના પિતાને પણ સ્ટેશન બોલાવી આ અંગે જાણ કરી હતી.

રુદ્રાક્ષ વેચતા વાયરલ થઈ હતી મોનાલિસા

વર્ષ 2025ના મહાકુંભમાં મોનાલિસા તેના પરિવાર સાથે રુદ્રાક્ષ અને માળા વેચતી હતી, ત્યારે તેનો વિડિયો વાયરલ થયો હતો. ફેમસ થયા બાદ સનોજ મિશ્રા દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં કામ કરવાની તક મળી હતી. હાલમાં તે મોડેલિંગ, બ્રાન્ડ પ્રમોશન અને અન્ય મનોરંજન પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે.