Home Blog Page 317

Sports : વર્લ્ડકપ જીત્યા પછી પિતાને યાદ કરીને ભાવુક થયો રિંકુ સિંહ,પોસ્ટ થઈ વાયરલ

0

રિંકુ સિંહે T20 વર્લ્ડ કપ દરમિયાન પોતાના પિતાને ગુમાવ્યા હતા. T20 વર્લ્ડ કપ દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. હવે, T20 વર્લ્ડ કપ જીત્યા પછી, રિંકુ સિંહે તેના પિતા માટે એક ખાસ પોસ્ટ લખી છે

રિંકુ સિંહે T20 વર્લ્ડ કપ દરમિયાન પોતાના પિતાને ગુમાવ્યા હતા. T20 વર્લ્ડ કપ દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. હવે, T20 વર્લ્ડ કપ જીત્યા પછી, રિંકુ સિંહે તેના પિતા માટે એક ખાસ પોસ્ટ લખી છે. તેમાં તેણે વ્યક્ત કર્યું છે કે તે તેના પિતાને કેટલા યાદ કરશે. રિંકુ સિંહે એ પણ સમજાવ્યું કે તે તેના પિતાના મૃત્યુ પછી T20 વર્લ્ડ કપમાં રમવા માટે કેમ પાછો ફર્યો.

રિંકુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર તેના પિતા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો. તેમાં તેણે એક ખાસ નોંધ લખી: “મેં ક્યારેય તમારી સાથે વાત કર્યા વિના આટલા દિવસો વિતાવ્યા નથી. મને ખબર નથી કે હું તમારા વિના કેવી રીતે રહીશ, પણ મને દરેક પગલે તમારી જરૂર પડશે.”

રિંકુ સિંહે આગળ લખ્યું, “તમે મને શીખવ્યું કે ફરજ પહેલા આવે છે, તેથી હું મેદાન પર તમારા સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે જ્યારે તમારું સ્વપ્ન પૂર્ણ થયું છે, તો હું ઈચ્છું છું કે તમે મારી સાથે હોત. હું દરેક નાની-મોટી ખુશીમાં તમને યાદ કરીશ. હું તમને ખૂબ યાદ કરીશ, પપ્પા.”T20 વર્લ્ડ કપમાં રિંકુ સિંહનું બેટ શાંત રહ્યું. ડાબા હાથના આ ખેલાડીએ પાંચ મેચમાં 8 ની સરેરાશથી માત્ર 29 રન બનાવ્યા. રિંકુ સિંહની નિષ્ફળતા બાદ, ભારતીય ટીમે બેટિંગ ક્રમમાં મોટો ફેરફાર કર્યો, સંજુ અને અભિષેક શર્માને ઓપનિંગમાં મોકલવામાં આવ્યા અને રિંકુ સિંહની જગ્યાએ તિલક વર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. બેટિંગ કોમ્બિનેશનમાં આ ફેરફારથી ભારતીય ટીમની બેટિંગ મજબૂત બની, જેના પરિણામે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતી ગઈ.

રિંકુ સિંહના ખરાબ પ્રદર્શન બાદ, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તે T20 ટીમમાં પોતાનું સ્થાન બનાવી રહેશે. જોકે, રિંકુને હવે IPL પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રિંકુ સિંહ 28 માર્ચથી શરૂ થનારી IPL 2026 માં KKR તરફથી રમશે.

Gandhinagar : જંગલેશ્વર ડિમોલિશન પર મોટા સમાચાર, નિર્દોષ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર ફાળવવા સરકાર વિચારણાને આધિન નિર્ણય કરશે

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જો નિર્દોષ લોકોના મકાનો તોડાયા હોય તો તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવાના મુદ્દે સરકાર વિચારણા કરી શકે છે.રાજકોટના જંગલેશ્વર ડીમોલેશન મામલે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જો નિર્દોષ લોકોના મકાનો તોડાયા હોય તો તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવાના મુદ્દે સરકાર વિચારણા કરી શકે છે.

આ મુદ્દે કોંગ્રેસના સભ્ય દ્વારા ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન દરમિયાન જે લોકો નિર્દોષ રીતે અસરગ્રસ્ત બન્યા છે, તેમને સરકાર તરફથી શું રાહત આપવામાં આવશે. તેના જવાબમાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જરૂર પડ્યે સરકાર વિચારણાને આધિન નિર્ણય કરશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટા પાયે મકાનોના નિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર દ્વારા ગુજરાતમાં કુલ ૯ લાખ ૫૭ હજાર મકાનોને મંજુરી આપવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૯ લાખ ૧૫ હજાર મકાનોનું નિર્માણ પૂર્ણ થયું હોવાનું ગૃહમાં જણાવાયું હતું.વિપક્ષ દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નમાં ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન બાદ ઘરવિહોણા બનેલા લોકોને આવાસ યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે અને જરૂર પડશે તો નિયમો મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Morbi : સિરામિક ઉદ્યોગ પર ‘યુદ્ધ’નું ગ્રહણ: વધુ 70 કારખાનાઓને લાગ્યા તાળાં

0

મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર હાલમાં કાળા વાદળો છવાયા છે. વૈશ્વિક ભૌગોલિક તણાવ અને ઈંધણની તીવ્ર અછતને કારણે આ ઉદ્યોગ અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.મોરબીનો સિરામિક ઉદ્યોગ, જે ભારત જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં ટાઇલ્સ અને સેનિટરી વેર પહોંચાડે છે, તે હાલમાં ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર મોરબીના કારખાનાઓ પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ વધુ 70 કારખાનાઓ બંધ થઈ જતાં ઉદ્યોગપતિઓ અને શ્રમિકોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

સિરામિકના એકમો બંધ થવા પાછળનું મુખ્ય કારણ પ્રોપેન ગેસની ભારે અછત માનવામાં આવી રહી છે. છેલ્લા છ દિવસથી પ્રોપેન ગેસની નિયમિત સપ્લાય ખોરવાઈ ગઈ છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, જેના કારણે મોરબીમાં અત્યાર સુધીમાં કુલ 170 એકમો બંધ કરવાની ફરજ પડી છે. ગેસ વિના ભઠ્ઠીઓ (Kilns) ચલાવવી અશક્ય હોવાથી કરોડો રૂપિયાના ઓર્ડર્સ પેન્ડિંગ પડ્યા છે અને દૈનિક ટર્નઓવરને મોટો ફટકો પડ્યો છે.

મોરબી આસપાસના વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. ઉદ્યોગકારો મૂંઝવણમાં છે કે ગેસની નિયમિત સપ્લાય ક્યારે શરૂ થશે? જો યુદ્ધ લાંબુ ચાલશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી ક્યારે ધમધમતો થશે તે એક મોટો પ્રશ્નાર્થ છે. હજારો શ્રમિકોની રોજીરોટી પણ આ સ્થિતિને કારણે જોખમમાં મુકાઈ છે. તંત્ર અને ઉદ્યોગ સંગઠનો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ પર કોઈનું નિયંત્રણ ન હોવાથી હાલમાં ‘થોભો અને રાહ જુઓ’ની સ્થિતિ છે.

Entertainment : લગ્નના 9 વર્ષ પછી પણ આ એક્ટ્રેસની કોખ છે સૂની, 43 વર્ષની વયે મા બનવા માટે તરસી મોનાલિસા

0

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ગણાતી મોનાલિસાને કોઈ પરિચયની જરૂર નથી. તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે.

માતા બનવાની તૈયારી કરી રહેલી આ સુંદરી બીજું કોઈ નહીં પણ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા છે. તેણે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુ઼ડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. તેના અભિનય ઉપરાંત, મોનાલિસા તેની સુંદરતા અને ગ્લેમરસ અંદાજ માટે પણ હેડલાઇન્સમાં રહે છે.

43 વર્ષની ઉંમરે મોનાલિસાનો ખોળો ખાલી છે માતા નથી બની શકી. એક ઇન્ટરવ્યુમાં, મોનાલિસાએ લગ્નના નવ વર્ષ પછી પણ માતા ન બની શકવાનું દુઃખ વ્યક્ત કર્યું. ફિલ્મીગ્યાન સાથેના એક ઇન્ટરવ્યુમાં, મોનાલિસાએ કહ્યું કે તે લગ્ન પછીથી જ માતા બનવાની ઝંખના કરી રહી છે.

અભિનેત્રીએ કહ્યું કે તે હવે એક પરિવાર પણ ઇચ્છે છે. મોનાલિસાએ 2017 માં વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. તે તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. મોનાલિસાએ તેના બાળકના આયોજન વિશે ચર્ચા કરી અને કહ્યું, હુ મારી જાતને એક માતા તરીકે જોવા માગુ છું. મને બાળકો જોઈએ છે, પરંતુ તે ખૂબ મુશ્કેલ છે કારણ કે હું ખૂબ વિચારું છું અને નકારાત્મક બની જાઉં છું. અભિનેત્રીએ તેના પતિ વિક્રાંતને પોતાનો સપોર્ટ ગણાવ્યો.

મોનાલિસાનો પતિ તેને આશ્વાસન આપવાનો પ્રયાસ કરે છે, અને કહે છે કે તે આટલું નકારાત્મક ન બને. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ અભિનેત્રીને શક્ય તેટલી વહેલી તકે માતા બને તે જોવા માટે ઉત્સુક છે. મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે, જેમની પાસે મજબૂત ફેન ફોલોઇંગ છે અને ફેનના દિલમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.

મોનાલિસા ભોજપુરી ફિલ્મોમાં કામ કરે છે, પણ તે કોલકાતાની છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા તે એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. એક કાકાએ તેને ફિલ્મોમાં હાથ અજમાવવાનું સૂચન કર્યું. ત્યારબાદ આ અભિનેત્રી ફિલ્મો તરફ વળી.

Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપના અનેક નેતાઓના પત્તા કપાઈ શકે, વાંચી લો આ કારણો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપના અનેક નેતાઓના પત્તા કપાઈ શકે છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને કોર્પોરેશનોમાં ત્રણ ટર્મ અને 60 વર્ષના નિયમ ઉમેદવારો માટે યથાવત રાખે તેવી પ્રબળ સંભાવનાઓ છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ અનેક નેતાઓના પત્તા કપાઈ શકે છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને કોર્પોરેશનોમાં ત્રણ ટર્મ અને 60 વર્ષના નિયમ ઉમેદવારો માટે યથાવત રાખે તેવી પ્રબળ સંભાવનાઓ છેઆગામી દિવસોમાં ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે જિલ્લા અને શહેરોમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે.એક પ્રકારે નવી કેડર તૈયાર કરવા માટે તત્કાલીન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના સમયથી આ નિયમો અમલમાં લાવવામાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણય ની સીધી અસર અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો પર પણ જોવા મળશે.વર્તમાન અને પૂર્વ મેયર સહિત અનેક જુના જોગીઓના પત્તા કપાઈ જવાની સંભાવના છે.

અંદાજે 32 જેટલા વર્તમાન અથવા પૂર્વ કાઉન્સિલરો એવા છે જે ત્રણ ટર્મ પૂરા કરી ચૂક્યા છે અથવા 60 વર્ષથી વધુ ઉંમરના છે, જેના કારણે આગામી ચૂંટણીમાં તેમને ટિકિટ મળવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.

ત્રણ ટર્મ ના કાઉન્સિલરની વાત કરીએ તો બોડકદેવ વોર્ડના ભાજપના કાઉન્સિલર કાંતિભાઈ પટેલ, વેજલપુર વોર્ડના દિલીપ બગરિયા, રાણીપ વોર્ડના દશરથ પટેલ, નારણપુરા વોર્ડના ગીતાબેન પટેલ, સરદારનગર વોર્ડના કંચન પંજવાણી, ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર ( પૂર્વ મેયર), સરસપુર વોર્ડના ભાસ્કર ભટ્ટ, સૈજપુર બોઘા વોર્ડના મહાદેવ દેસાઈ, નારણપુરા વોર્ડના જતીન પટેલ, નારણપુરા વોર્ડ જયેશ પટેલ , ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂત તથા બાપુનગર વોર્ડના અશ્વિન પેથાણી અને શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન ( મેયર)નો સમાવેશ થાય છે.

60 વર્ષથી ઉપરના હોદેદારોની યાદી ઉપર નજર કરવામાં આવે તો ચાંદલોડિયા વોર્ડના ભરત પટેલ ઉંમર વર્ષ 64,બોડકદેવ વોર્ડના કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 63, નવા વાડજ વોર્ડના યોગેશ પટેલ ઉંમર વર્ષ 62, ઘાટલોડીયા બોર્ડના ભાવનાબેન પટેલ ઉમર વર્ષ 62, વેજલપુર બોર્ડના દિલીપ બગડીયા ઉંમર વર્ષ 62, ચાંદખેડા બોર્ડના યોગેશ બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ 61, શાહપુર વોર્ડના પ્રતાપ આગજા ઉંમર વર્ષ 61, સરખેજ બોર્ડના અલકા શાહ ઉંમર વર્ષ 61, ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના વાસંતી પટેલ ઉંમર વર્ષ 61, નિકોલ વોર્ડના બળદેવ પટેલ ઉંમર વર્ષ 61 અને જોધપુર બોર્ડના અરવિંદ પરમાર ઉમર વર્ષ 61નો સમાવેશ થાય છે.

અમદાવાદ મનપા ની જેમ અન્ય શહેરોમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક લોકોના પત્તા કાપવાની સંભાવના રહેલી છે. આ મુદ્દે રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરનું કહેવું છે કે આનાથી એક નવી કેડર ઉભી થશે.ભાજપે વિધાનસભામાં પણ યુવાન લોકોને તક આપી એનાથી આજે ધારાસભ્યો અને મંત્રીઓ ૪૦-૫૦ વર્ષ છે.કોર્પોરેશનમાં પણ મોટેભાગે ૪૦ વર્ષ સુધીની ઉંમરના ચૂંટણીલક્ષી રાજનીતિ મા તક મળે એવું લાગે છે.

Gujarat : ‘એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલ’ અમલી બનશે, રોડ, બ્રિજ, બિલ્ડિંગ સહિત તમામ સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સનું થશે સતત નિરીક્ષણ

0

આ નિર્ણય માત્ર એક ટેક્નિકલ ઈનોવેશન નથી પણ સરકારની સંવેદનશીલતા, પારદર્શકતા તથા સમયબદ્ધ જવાબદારીનો સશક્ત દાખલો છે. રાજ્ય સરકારે આ પહેલ વડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસની સાથે-સાથે સુરક્ષા, ગુણવત્તા તથા જાહેર વિશ્વાસ; ત્રણેય સમાન રીતે ફરજિયાત છે.

નાગરિકોની સલામતી તથા જાહેર મિલ્કતોના સંરક્ષણને ટોચની પ્રાથમિકતા આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલ’ અમલી બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ કરવામાં આવેલા આ નિર્ણય સાથે જ હવે રાજ્યમાં હયાત રોડ, બ્રિજ, બિલ્ડિંગ સહિત તમામ સરકારી તેમજ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રાજ્ય કક્ષાએથી ઈન્ટીગ્રેટેડ મૉનિટરિંગ થશે કે જેથી કોઈ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય પ્રજાની સલામતી માટે જોખમકારક ન બને.

આ નિર્ણય માત્ર એક ટેક્નિકલ ઈનોવેશન નથી પણ સરકારની સંવેદનશીલતા, પારદર્શકતા તથા સમયબદ્ધ જવાબદારીનો સશક્ત દાખલો છે. રાજ્ય સરકારે આ પહેલ વડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસની સાથે-સાથે સુરક્ષા, ગુણવત્તા તથા જાહેર વિશ્વાસ; ત્રણેય સમાન રીતે ફરજિયાત છે.

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે સામાન્ય વહિવટી વિભાગ (જીએડી) દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ રાજ્યના રોડ, બ્રિજ, સરકારી ઇમારતો તથા અન્ય નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત 1.50 લાખથી વધુ જાહેર સંપત્તિઓની હવે એક જ સેન્ટ્રલાઈઝ્ડ ડિજિટલ પ્લેટફૉર્મ પર નોંધણી થશે. જીઆઈએસ આધારિત લોકેશન, ફોટોગ્રાફ્સ, સંરક્ષક અધિકારીની વિગતો તથા ખાસ ડિજિટલ ઓળખ; આ સંપૂર્ણ વ્યવસ્થા મિલ્કતોની આવરદાની વૈજ્ઞાનિક તેમજ સતત દેખરેખ સુનિશ્ચિત કરશે. તેનાથી માત્ર વર્તમાન સુરક્ષા જ મજબૂત નહિં થાય પણ ભવિષ્યની બાંધકામ પ્રક્રિયા પણ ડેટા આધારિત બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ વહિવટી અભિગમનાં કેન્દ્રમાં નાગરિક સલામતી છે. એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પણ મિલ્કતની માળાખકીય નબળાઈ, નિરીક્ષણમાં વિલંબ કે રિપૅરિંગની જરૂરિયાત પ્રત્યે બેદરકારી ન થાય. સ્વચાલિત નિરીક્ષણ કૅલેન્ડર તથા રિયલ-ટાઇમ ઍલર્ટ સિસ્ટમ વહીવટી તંત્રને સમયસર કાર્યવાહી માટે ફરજ પાડશે.

તેના હેઠળ આ એકીકૃત પોર્ટલ પર ફીલ્ડ ઑફિસર્સ ડિજિટલ લૉગિન વડે નિરીક્ષણ રિપોર્ટ તથા ફોટોગ્રાફ્સ અપલોડ કરશે. જિલ્લા કલેક્ટરો તથા મહાનગર પાલિકા કમિશ્નરોએ સાપ્તાહિક, માસિક તથા ત્રિમાસિક સમીક્ષા કરવાની રહેશે. પ્રભારી સચિવો જિલ્લા પ્રવાસ દરમિયાન જરૂરી નિર્દેશો આપશે.

જીએડીમાં રચાયેલી ડેડિકેટેડ એસેટ સેફ્ટી મૉનિટરિંગ સેલ રાજ્ય કક્ષાએ ડેલી મૉનિટરિંગ કરશે તથા મુખ્ય સચિવને નિયમિત રિપોર્ટ સોંપશે. આ વ્યવસ્થા મુખ્યમંત્રીની નેમ તથા ગ્રાઉન્ડ ઈમ્પ્લિમેન્ટેશન વચ્ચે કોઈ અંતર ન રહે એ સુનિશ્ચિત કરશે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલ લાગુ કરવાનો નિર્ણય ગુજરાતના વહીવટી ઇતિહાસમાં એક માઇલ સ્ટોન સાબિત થશે. આ માત્ર એક પોર્ટલ નથી પણ સલામત, પારદર્શક અને વિશ્વાસનીય ગુજરાતના મજબૂત પાયા સમાન છે.

Sports : એ ફાઈનલમાં આ સ્ટાર ખેલાડીના બેટથી મચાવી ધૂમ, કમબેકનું ખોલ્યું રહસ્ય

0

ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ પહેલા ફોર્મમાં ન હતો, પરંતુ તેને ફાઈનલમાં ધમાકેદાર બેટિંગ કરી. તેને આનું રહસ્ય જાહેર કર્યું છે.ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ કરીને ઓપનર અભિષેક શર્માએ બધાનું ધ્યાન ખેંચ્યું. ઘણી નિષ્ફળતાઓ પછી અભિષેક શર્માએ શાનદાર ઈનિંગ રમી, જેનાથી ટીમ ઈન્ડિયાને એક ભવ્ય સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.

ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તે સમયે ખરાબ ફોર્મમાં રહેલા અભિષેક શર્માએ માત્ર 21 બોલમાં 52 રન બનાવ્યા. 247.62 ના સ્ટ્રાઈક રેટથી રમતા અભિષેકે 6 ચોગ્ગા અને 3 જબરદસ્ત છગ્ગા પણ ફટકાર્યા.

આ શાનદાર ઈનિંગ પાછળનું રહસ્ય જણાવતા અભિષેક શર્માએ કહ્યું કે “મેં શિવમ દુબેના બેટથી બેટિંગ કરી. તેથી હું શિવમ દુબેનો આભાર માનવા માગુ છું. સવારે મેં વિચાર્યું કે મારે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શુભમન ગિલ આસપાસ ન હતો, તેથી મેં શિવમ દુબેનું બેટ ઉપાડ્યું.” શિવમ દુબે ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર ફોર્મમાં હતો, લગભગ દરેક મેચમાં ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઈનિંગ રમી રહ્યો હતો.

શરૂઆતમાં નિષ્ફળતાઓ હોવા છતાં અભિષેક શર્માને ટીમ દ્વારા મજબૂત સપોર્ટ મળ્યો. આ વિશે બોલતા તેને કહ્યું કે “છેલ્લા એક મહિનાથી મારી સાથે જે થઈ રહ્યું છે તેનાથી હું સંઘર્ષ કરી રહ્યો છું. આ સમય દરમિયાન તમને ફક્ત એક જ વસ્તુ ચાલુ રાખે છે તે છે તમે જે કંપની રાખો છો તે. જ્યારે તમારી આસપાસના લોકો તમને સુધારવામાં મદદ કરે છે, ત્યારે તે ફરક પાડે છે. જ્યારે હું બેટ સાથે સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો, ત્યારે બધાએ મારામાં વિશ્વાસ કર્યો. બધાએ કહ્યું કે હું તે કરી શકું છું.”

Bhuj : ખાવડા હાઈવે પર મોંઘીદાટ કાર બળીને ખાખ, લાખોની રોકડ અને દસ્તાવેજો રાખ

0

ભુજ-ખાવડા હાઈવે પર લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ચાલતી વખતે અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કાર બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર આજે એક ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ચાલતી વખતે અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કાર બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ખાવડાથી ભુજ તરફ જઈ રહી હતી ત્યારે હાઈવે પર અચાનક તેમાં આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતો જોઈ ચાલકે તાત્કાલિક ગાડી સાઈડમાં ઉભી રાખીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. જોકે, કારની અંદર રહેલા અગત્યના દસ્તાવેજો અને રોકડ રકમ પણ આગમાં સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગયા છે.

આગ લાગતાની સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, કાર પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ મટીરીયલની બનેલી હોવાથી આગે ખૂબ જ ટૂંકા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર ફાઈટરની ટીમ પહોંચે તે પહેલા જ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી.

Surat : ST બસમાં કિન્નરે મચાવ્યો આતંક ,બસમાં બેઠેલા મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી તોફાન કર્યું

0

સુરત શહેરમાં એસટી બસમાં કિન્નર દ્વારા હંગામો મચાવવાની ઘટના સામે આવી છે. રાજપીપળાથી સુરત આવી રહેલી એસટી બસમાં કિન્નરે મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી હતી અને પૈસા નહીં આપતા બસમાં જ વિવાદ ઉભો કર્યો હતો. ઘટનાને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ રાજપીપળાથી સુરત જતી એસટી બસ જ્યારે કીમ ચાર રરસ્તા નજીક પહોંચી ત્યારે એક કિન્નર બસમાં ચઢી હતી. બસમાં ચઢ્યા બાદ તેણે મુસાફરો પાસેથી પૈસા માંગવા શરૂ કર્યા હતા. કેટલાક મુસાફરોએ પૈસા આપ્યા હતા, જ્યારે કેટલાકે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.આ દરમિયાન એક વૃદ્ધ મુસાફરે પૈસા આપવા ઇનકાર કરતા કિન્નર અને વૃદ્ધ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. કિન્નરે વૃદ્ધ મુસાફર સાથે મારામારી કરતા બસમાં ગભરાટ ફેલાયો હતો.

પરિસ્થિતિ બેકાબૂ બનતા બસના કંડક્ટરે બસને સાઈડમાં ઊભી રાખી તાત્કાલિક 112 ઈમરજન્સી હેલ્પલાઈન પર જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બસમાં બેઠેલા તમામ મુસાફરોને બસ સાથે નજીકના પોલીસ મથક લઈ જવાયા હતા.પોલીસ મથકે પહોંચ્યા બાદ બસમાં હાજર મુસાફરોએ કિન્નર વિરુદ્ધ અરજી આપી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે.

World : ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ…’ મિનાબની સ્કૂલ પરના હુમલા મુદ્દે તહેરાન ટાઈમ્સનો આક્રોશ

0

ઈરાનના દક્ષિણ શહેર મિનાબમાં અમેરિકા દ્વારા કરાયેલા કથિત મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. આ હુમલામાં પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતા 150થી 165 જેટલા બાળકોના કરુણ મોત નિપજ્યાના અહેવાલ છે. ઈરાનના અખબાર ‘તહેરાન ટાઈમ્સ’એ આ ઘટનાના વિરોધમાં ફ્રન્ટ પેજ પર મૃતક બાળકોની તસવીરો છાપી છે, જેનું શીર્ષક છે- ‘ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ.’ આ ફોટો સાથેના અહેવાલમાં તહેરાન ટાઈમ્સે અમેરિકાની આકરી ટીકા કરી છે.

બીજી તરફ, અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઇમ મેગેઝિનના તાજા અંકના કવરમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) લખેલી લાલ રંગની 8 કેપ દર્શાવાઈ છે, જેના પર 8 અલગ-અલગ દેશના નામ વ્યંગાત્મક રીતે લખેલા છે. જેમ કે, મેક અમેરિકા ગ્રેટ અગેઈનની જેમ, મેક ઈરાન ગ્રેટ અગેઈન. જાણે ટ્રમ્પનું આ સૂત્ર આ બધા દેશો સુધી પહોંચી ગયું હોય. આ એ છે દેશો છે, જેની સામે ટ્રમ્પે લશ્કરી કાર્યવાહી કરી છે. આ અહેવાલ મુજબ, 2025માં જ ટ્રમ્પે એટલા હવાઈ હુમલાનો આદેશ આપ્યો જેટલા અગાઉના કેટલાક પ્રમુખોએ તેમના સમગ્ર કાર્યકાળમાં પણ આપ્યા નહોતા.

ઈરાનના જણાવ્યાનુસાર, મિનાબમાં સ્કૂલ પર કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં 150થી 165 લોકોના મોત થયા છે, જે તમામ નિર્દોષ બાળકો હતા. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમણે વળતો આક્ષેપ કરતા જણાવ્યું કે, આ હુમલો ઈરાનના જ ખામીયુક્ત શસ્ત્રોને કારણે થયો હોઈ શકે છે.

આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુનિયાભરમાં વિવિધ સંઘર્ષને લગતી બાબતોનું સંશોધન કરીને પ્રકાશિત કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા બેલિંગકેટના નિષ્ણાત ટ્રેવર બોલના વિશ્લેષણ મુજબ, આ હુમલાના ફૂટેજ દર્શાવે છે કે, તેમાં ‘ટોમાહોક’ ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ થયો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ટોમાહોક મિસાઈલ સિસ્ટમ મુખ્યત્વે અમેરિકા પાસે છે, જ્યારે ઈઝરાયલ પાસે આવી સિસ્ટમ નથી. એટલું જ નહીં, ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં પણ એવું તારણ નીકળ્યું છે કે આ હુમલો મોટા ભાગે અમેરિકન સૈન્ય દ્વારા જ કરાયો છે.

નોંધનીય છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન કેમ્પેનમાં ‘કોઈ નવું યુદ્ધ નહીં’ (No New Wars) નું વચન આપ્યું હતું. તેઓ પોતાની જાતને ‘પ્રેસિડેન્ટ ઓફ પીસ’ તરીકે રજૂ કરતા અને દાવો કરતા કે તેમની સરકાર અમેરિકાને વિદેશી યુદ્ધો અને ઝઘડાથી દૂર રાખશે. પરંતુ તેમના કાર્યકાળના માત્ર 2 વર્ષમાં જ આ દાવા પર પ્રશ્નચિહ્નો સર્જાયા છે. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને તેના આગામી અંકમાં ‘Trump’s War’ નામે કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં ટ્રમ્પના ‘No New Wars’ વચન અને વાસ્તવિક લશ્કરી કાર્યવાહી વચ્ચેનો તફાવત દર્શાવાયો છે.