Home Blog Page 319

Gujarat : અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે

0

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની આગાહી પણ જાહેજ કરવામાં આવી છે. અમદાવાદમાં આજે (10મી માર્ચ) ગરમીને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 11મી માર્ચના રોજ યલો ઍલર્ટ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં યલો ઍલર્ટની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 7 ડિગ્રીથી વધુ છે. આ સાથે જ 10થી 13 માર્ચ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, ’10મી અને 11મી માર્ચના રોજ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગંભીર હિટવેવની સ્થિતિ રહેશે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનની આ સ્થિતિ યથાવત્ રહેશે અને કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. હાલમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની છે.’

Gandhinagar : ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને ઘરથાળના પ્લોટ આપવાની યોજના વધુ સરળ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ તેમજ બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ તેમજ બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને આપેલા દિશા નિર્દેશો અનુસાર હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને યોજનાઓનો લાભ આપવો પડશે.

મુખ્યમંત્રીના દિશા નિર્દેશ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને સામાજીક-આર્થિક અને જાતિ આધારીત ગણતરી 2011 અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારની આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી જનમન યોજના વગેરે અન્વયે પાત્રતા યાદી તૈયાર કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલા કોઇ પણ સરવે અંતર્ગત આવાસ યોજનાઓની સહાય માટે લાયકાત ધરાવતા હોય અથવા પાત્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ કરવા પાત્ર હોય અથવા રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આવાસને લગતી વખતોવખત બહાર પાડવામાં આવનાર આવાસ યોજનાઓની સહાય માટે તે યોજનાના ધોરણો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ વિવિધ કલ્યાણ યોજનાઓ જેમના માટે બનાવવામાં આવે છે તેવા દરેક જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાનો લાભ 100 ટકા પહોંચાડવાનો સેચ્યુરેશન એપ્રોચ અપનાવવાની પ્રેરણા આપેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ગરીબલક્ષી નિર્ણયને પરિણામે આવાસ વિહોણા વધુ ગ્રામીણ ગરીબોને આવાસ માટે ઘર થાળનો પ્લોટ મળતો થશે તેમજ બધા જરૂરતમંદ લાભાર્થીઓને આવરી લઈને આ સેચ્યુરેશન એપ્રોચ પણ સાકાર કરી શકાશે.

Vadodara : કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત, માંગ કરતા સપ્લાય અડધો થતા વેટિંગ લિસ્ટ લંબાયું

0

વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, ઓલ ગુજરાત ઈન્ડેન ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના જણાવ્યા અનુસાર, માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત વધવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે.વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓલ ગુજરાત ઈન્ડેન ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના જણાવ્યા અનુસાર, માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત વધવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે.

એસોસિએશનના સહમંત્રી હિરેન સુખડીયાએ આ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વડોદરામાં દૈનિક 14,000 સિલિન્ડરની જરૂરિયાત છે, પરંતુ તેની સામે હાલમાં 20,000 થી વધુ ઈન્ક્વાયરી આવી રહી છે. ઘણા ગ્રાહકો ભવિષ્યની અછતને ધ્યાનમાં રાખીને સિલિન્ડરનો ‘સ્ટોક’ (સંગ્રહ) કરવા ઈચ્છી રહ્યા છે, જેના કારણે બજારમાં કૃત્રિમ અછત જેવી સ્થિતિ ઉભી થઈ છે.

વડોદરા શહેરમાં 36 જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સ કાર્યરત છે. સામાન્ય દિવસોમાં પ્રત્યેક એજન્સી પાસે સરેરાશ 700 ગેસ બોટલ આવતી હોય છે, તેની સામે હાલ માત્ર 300 થી 350 બોટલ જ મળી રહી છે. એટલે કે, સપ્લાય અડધો થઈ ગયો છે, જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી એકમો પર પડી રહી છે.

તંત્ર અને એસોસિએશન દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હિરેન સુખડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, એવી માહિતી મળી રહી છે કે રશિયા ભારતને ગેસ પુરવઠો આપશે, જેનાથી ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જવાની આશા છે. તેમણે લોકોને ગભરાઈને જરૂર કરતા વધારે બોટલ સ્ટોક ન કરવા સલાહ આપી છે.

Ahmedabad : ગુજરાત ATSનો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર પ્રહાર, એર કાર્ગો દ્વારા વિદેશ મોકલાતી હતી દવાઓ

ગુજરાત ATS એ ‘એટોમિડેટ’ નામની નશાકારક દવાને ગેરકાયદે રીતે એર કાર્ગો મારફતે થાઈલેન્ડ અને મલેશિયા મોકલતા ભૌતિક પદમણી અને ચેતન વાવડીયાને ATS એ દબોચી લીધા છે.ગુજરાત ATS એ નશાકારક દવાઓની વિદેશમાં હેરાફેરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ‘એટોમિડેટ’ નામની નશાકારક દવાને ગેરકાયદે રીતે એર કાર્ગો મારફતે થાઈલેન્ડ અને મલેશિયા મોકલતા ભૌતિક પદમણી અને ચેતન વાવડીયાને ATS એ દબોચી લીધા છે.

ATS દ્વારા અગાઉ સુરતથી નિકુંજ ગઢિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેણે 28 ફેબ્રુઆરીએ નશાકારક દવાઓનો જથ્થો વિદેશ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ અલગ-અલગ ડમી ફર્મ બનાવીને દવાઓને ‘મિસલેબલ’ (ખોટું નામ આપીને) કરી વિદેશી દેશોમાં મોકલતી હતી. ૭ માર્ચે નિકુંજની ધરપકડ બાદ પોલીસને મળેલી કડીઓ પરથી ભૌતિક અને ચેતનની સંડોવણી બહાર આવી હતી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ‘એટોમિડેટ’ ડ્રગને હજુ સુધી ‘શિડ્યુલ H’ (Schedule H) કેટેગરીમાં સામેલ કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડાયું છે, પરંતુ તે સત્તાવાર રીતે શિડ્યુલમાં ન હોવાથી આરોપીઓ તેનો જથ્થો ઓન-પેપર સરળતાથી ખરીદી લેતા હતા. આ કાયદાકીય છટકબારીનો લાભ લઈને તેઓ નશાકારક દવાઓને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્લાય કરતા હતા.

ATS હવે આ ગેંગના અન્ય સભ્યો અને આ દવાઓ કયા મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી ખરીદવામાં આવતી હતી, તેની તપાસ કરી રહી છે. વિદેશમાં બેઠેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ હવે સાયબર અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લઈ રહી છે.
આ પણ વાંચો: Rajkot: રાજ્યમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કોર્ડનું સર્ચ ઓપરેશન

Lifestyle : ઘરમાં નાના મચ્છરો પરેશાન કરતાં હોય તો અજમાવો આ જાદુઈ ટીપ્સ, ગંભીર બીમારીથી બચશો

0

મચ્છર કરડવાથી મુખ્યત્વે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ અને યલો તાવ જેવી ગંભીર બીમારીઓ થાય છે. કુદરતી રીતે મચ્છર ભગવાડવાની આ ટીપ્સથી ઘરે બનાવો દવા.

મચ્છર કરડવાથી મુખ્યત્વે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ અને યલો તાવ જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ બીમારીથી બચવા ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અને શરીર ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરવા તેમજ ઘરમાં મચ્છરના સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. બજારમાં મચ્છર ભગાડનાર મળતી દવા શ્વાસ તેમજ એલર્જીના દર્દીઓ માટે નુકસાનકારક હોવાનું નિષ્ણાતો કહે છે. તમે કુદરતી ઘટકોમાંથી મચ્છર ભગાડનાર દવા ઘરે જ બનાવી શકો છો. તેમની તમારા સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી.

લીમડાના તેલનો પ્રયોગ કરી મચ્છર ભગાડી શકો. આ ચમત્કારીક તેલ બનાવવા લીમડાના તેલની સાથે નાળિયેરનું તેલ પણ લેવાનું રહેશે. આ તેલ બનાવવા માટે લીમડાના તેલ અને નાળિયેરના તેલને સરખા ભાગે મિક્સ કરો. તેને શરીર પર લગાવવાથી મચ્છર નજીક આવતા નથી.ઘરની અંદરથી મચ્છરોને દૂર રાખવા લવિંગ અને લીંબુ પણ અસરકારક છે. એક લીંબુને વચ્ચેથી કાપી લો. તેના પર ૭-૮ લવિંગ ખોસી દો. આવા લીંબુના ટુકડાને રૂમના ખૂણામાં રાખવાથી તેની ગંધથી મચ્છરો ભાગી જાય છે.


કપૂરની તીવ્ર ગંધ મચ્છરોને બિલકુલ પસંદ નથી હોતી. એક વાટકીમાં પાણી લો અને તેમાં કપૂરની ૨-૩ ગોટીઓ નાખો. આ વાટકીને રૂમના એક ખૂણે મૂકી દો. અથવા રૂમની બારી-બારણાં બંધ કરી 15-20 મિનિટ માટે કપૂર સળગાવો, જેનાથી બધા મચ્છર મરી જશે કે બહાર નીકળી જશે.

આજકાલ, ખાવાની આદતો, તણાવ અથવા ખરાબ જીવનશૈલી પેટ સંબંધિત સમસ્યાઓનું સૌથી મોટું કારણ છે. ઉનાળાની ગરમીમાં સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાક પેટમાં સમસ્યા સર્જે છે. ગરમીમાં તીખું અને મસાલેદાર ખાવાનો શોખ ક્યારેક એટલો ગંભીર બની જાય છે કે વ્યક્તિને એસિડીટી અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વધુ પડતું તીખું અને મસાલેદાર ખાવાથી ફક્ત એસિડિટી નહીં અલ્સર જેવા રોગનું પણ કારણ થાય છે. એટલે જ આ સમસ્યાનું શરૂઆતમાં જ નિયંત્રણ લાવું જોઈએ. હેલ્થ એક્સપર્ટના મતે એસિડીટી દૂર કરવા આ ઘરેલુ ઉપાય વધુ અસરકારક છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ પેટમાં બળતરા, ખાધા પછી છાતીમાં વિચિત્ર બળતરા અને એસિડ રિફ્લક્સ મુખ્યત્વે અન્નનળીમાં પેટના એસિડના લીક થવાને કારણે થાય છે. ચરબીયુક્ત અથવા તળેલા ખોરાક, મસાલેદાર ખોરાક, ચોકલેટ, કેફીન, આલ્કોહોલ અથવા ફુદીનો જેવા આહાર પરિબળો, તેમજ ખાધા પછી તરત જ સૂઈ જવું, વધુ પડતું ખાવું અને ધૂમ્રપાન જેવી જીવનશૈલીની આદતો પણ આ સમસ્યાના કારણો માનવામાં આવે છે.

એસિડિટી અને એસિડ રિફ્લક્સ (છાતીમાં બળતરા) એ આજની દોડધામભરી જીવનશૈલીમાં સામાન્ય સમસ્યા છે. દવાઓ વિના પણ રસોડાની કેટલીક વસ્તુઓ દ્વારા તમે આમાં તાત્કાલિક રાહત મેળવી શકો છો. છાતીમાં સખત બળતરા થતી હોય, તો એક ગ્લાસ ઠંડુ દૂધ (ખાંડ વગરનું) પીવાથી એસિડ શાંત થાય છે. દૂધમાં રહેલું કેલ્શિયમ એસિડને ન્યુટ્રલાઈઝ કરવામાં મદદ કરે છે. જમ્યા પછી એક ચમચી વરિયાળી ચાવવાથી પાચન સુધરે છે અને ગેસ-એસિડિટીમાં રાહત મળે છે. તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો. એક ગ્લાસ પાણીમાં જીરું ઉકાળીને તેને ઠંડુ કરીને પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

કેટલાક કુદરતી ઉપાયોથી આ સમસ્યાને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રિત કરી શકાય છે. ક્રોનિક તબક્કામાં, આ ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ તરફ દોરી શકે છે, જ્યાં પેટમાં એસિડનું વારંવાર રિફ્લક્સ અન્નનળીને નુકસાન પહોંચાડે છે, જે ગંભીર ગૂંચવણો પેદા કરી શકે છે. એક્સપર્ટના મતે મતે, તમારી જીવનશૈલીમાં ફેરફાર કરી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો કરી શકો છો.

Entertainment : હવે કેવી છે સલીમ ખાનની તબિયત? હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે? જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

0

બોલિવૂડના દિગ્ગજ સ્ક્રીનરાઇટર સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈને મોટી ખબર સામે આવી છે. 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 88 વર્ષના સલીમ ખાનની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે. ડોકટરો અનુસાર સલીમ ખાનની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે. આ સારા સમાચારથી સલમાન ખાનના પૂરા પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

રિપોટ્સ અનુસાર સલીમ ખાનની રિકવરી ફાસ્ટ થશે તો આગામી ત્રણથી ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી ખાન પરિવાર આ વાતને લઈને ચિંતામાં હતો. પરંતુ હવે મેડિકલ સુપરવિઝનમાં સલીમ ખાનની હાલત સુધારા પર છે. મિનિમલ બ્રેઇન હેમરેજની સફળતાપૂર્વક સારવાર થઇ છે અને અત્યાર સુધીના પ્રોગ્રેસમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં સલીમ ખાનની હેલ્થ અપડેટ જાવેદ અખ્તરે આપી હતી. એક બુક લોન્ચ ઇવેન્ટ દરમિયાન જાવેદ અખ્તરે તેમના જૂના મિત્ર અને રાઇટર પાર્ટનર સલીમ ખાનની હેલ્થને વાત કરી હતી. જાવેદ અખ્તરે જણાવ્યું હતુ કે, “સલીમ હવે ઠીક છે, ધીરે ધીરે રિકવર થઈ રહ્યાં છે. ખુરશી પર બેસીને વાતો કરી રહ્યાં છે અને પહેલાં કરતાં સારું છે.”

સલમાન ખાનના પિતા સલીમ ખાને 24 નવેમ્બર 2025 ના રોજ પરિવાર સાથે પોતાનો 90મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સલીમ ખાનની જોડી ફેમસ લેખક જાવેદ અખ્તર સાથે જાણીતી હતી, જેમને ‘જંજીર’, ‘દીવાર’, ‘શોલે’ અને ‘ડોન’ જેવી યાદગાર ફિલ્મો આપી. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. આટલું જ નહીં આ ફિલ્મોએ હિન્દી સિનેમાની છબી પણ બદલી.

નોંધનીય છે કે જ્યારે સલીમ ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવા પડ્યાં હતા ત્યારે પૂરો ખાન પરિવાર ત્યાં હાજર રહ્યો હતો. આટલું જ નહીં સંજય દત્તથી લઇને અનેક સેલેબ્સ સલીમ ખાનને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે હવે પિતાની હેલ્થમાં સુધારો થતા સલમાન ખાન કામ પર પરત ફર્યો છે. સલમાન ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ને લઇને વ્યસ્ત છે.

ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત

0

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી 27 માર્ચ સુધી ઉજવવામાં આવશે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે પ્રતિપદા તિથિ પર વિધિવત રીતે કળશ સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજા સાથે નવરાત્રિનું સમાપન થશે. આ વખતે ઘટસ્થાપનાના દિવસે ત્રણ મોટા ખાસ યોગ બનશે. બીજી એક ખાસ વાત એ છે કે ઘટસ્થાપના દરમિયાન ચૈત્ર અમાસનો પ્રભાવ પણ રહેશે. તો ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રીની તિથિ કઈ છે અને ઘટસ્થાપનાના દિવસે કયા શુભ યોગ બની રહ્યા છે.

ચૈત્ર નવરાત્રિ 2026ની તિથિ

હિન્દુ પંચાગ પ્રમાણે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 19 માર્ચે સવારે 6:52 વાગ્યે શરૂ થશે અને 20 માર્ચે સવારે 4:52 વાગ્યા સુધી રહેશે. 19 માર્ચે સૂર્યોદય અમાસ તિથિમાં જ થશે. તેથી ઘટસ્થાપના દરમિયાન અમાસનો પ્રભાવ પણ રહેશે. જ્યોતિષીઓનું કહેવું છે કે, આ દુર્લભ સંયોગ લગભગ 72 વર્ષ પછી બની રહ્યો છે.

પ્રતિપદા તિથિ પર 3 શુભ યોગ

શુક્લ યોગ- 19 માર્ચના રોજ સવારે શરૂ થઈને રાત્રે 01:17 વાગ્યા સુધી રહેશે.

બ્રહ્મ યોગ- 19 માર્ચની રાત્રે 01:17 વાગ્યે શરૂ થઈને 20 માર્ચની રાત સુધી પ્રભાવી રહેશે.

સર્વાર્થ સિદ્ધિ યોગ- 20 માર્ચના રોજ સવારે 4:05 વાગ્યાથી 6:25 વાગ્યા સુધી રહેશે.

કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

19 માર્ચે કળશ સ્થાપના માટે બે ખાસ શુભ મુહૂર્ત જણાવવામાં આવ્યા છે. પ્રથમ શુભ મુહૂર્ત સવારે 6:02 વાગ્યાથી 7:43 વાગ્યા સુધીનું છે. બીજું શુભ મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 સુધીનું છે.

9 દિવસ દેવીના 9 સ્વરૂપોનું પૂજન

પ્રથમ દિવસ, 19 માર્ચ: દેવી શૈલપુત્રીની પૂજા ઘટસ્થાપના

બીજો દિવસ, 20 માર્ચ: દેવી બ્રહ્મચારિણીની આરાધના

ત્રીજો દિવસ, 21 માર્ચ: દેવી ચંદ્રઘંટાની પૂજા

ચોથો દિવસ, 22 માર્ચ: દેવી કુષ્માંડાની આરાધના

પાંચમો દિવસ, 23 માર્ચ: દેવી સ્કંદમાતાની પૂજા

છઠ્ઠો દિવસ, 24 માર્ચ: દેવી કાત્યાયનીની આરાધના

સાતમો દિવસ, 25 માર્ચ: દેવી કાલરાત્રિની પૂજા

આઠમો દિવસ, 26 માર્ચ: દેવી મહાગૌરીની પૂજા

નવમો દિવસ, 27 માર્ચ: દેવી સિદ્ધિદાત્રીની પૂજા

દસમો દિવસ, 28 માર્ચ: પારણ તિથિ

CISF Raising Day 2026 : ભારતના પરમાણુ શસ્ત્રોનું રક્ષણ કયું દળ કરે છે અને તે ક્યાં તૈનાત છે?

0

ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોની વારંવાર ચર્ચા થાય છે. ઇરાન પર હુમલો કરવા માટે અમેરિકાએ જે મુખ્ય કારણ આપ્યું છે તે એ છે કે ઇરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે, જે વિશ્વ શાંતિ માટે હાનિકારક છે.

ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોની વારંવાર ચર્ચા થાય છે. ઇરાન પર હુમલો કરવા માટે અમેરિકાએ જે મુખ્ય કારણ આપ્યું છે તે એ છે કે ઇરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે, જે વિશ્વ શાંતિ માટે હાનિકારક છે. ભારત પણ એક પરમાણુ સશસ્ત્ર દેશ છે. કોઈપણ દેશ માટે પરમાણુ પ્લાન્ટ અને શસ્ત્રોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સંદર્ભમાં, ભારતના પરમાણુ શસ્ત્રો અને પ્લાન્ટની સુરક્ષાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના રક્ષણ માટે કયું દળ તૈનાત છે? સરળ અને સીધો જવાબ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ. જોકે, આ અર્ધસત્ય છે. આ કેન્દ્રીય દળ પરમાણુ પ્લાન્ટની બાહ્ય સુરક્ષાનું સંચાલન કરે છે. તેની સાથે, પરમાણુ શસ્ત્રો અને પ્લાન્ટની સુરક્ષા માટે ઘણી અન્ય સુરક્ષા પ્રણાલીઓ તૈનાત છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) નો સ્થાપના દિવસ દર વર્ષે 10 માર્ચે ઉજવવામાં આવે છે. ચાલો આ મહત્વપૂર્ણ દળની જવાબદારીઓને સમજવાની આ તકનો લાભ લઈએ.

CISF ની સ્થાપના ભારત સરકાર દ્વારા 1969 માં જાહેર ક્ષેત્રની કંપનીઓને સુરક્ષા પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. આમ, 10 માર્ચ 2026ના રોજ સંગઠન 57 વર્ષનું થયું. ધીમે ધીમે, સંગઠને તેના PSU ઉપરાંત અન્ય જવાબદારીઓ સ્વીકારવાનું શરૂ કર્યું. હાલમાં, તે દેશના તમામ એરપોર્ટની સુરક્ષા માટે જવાબદાર છે. તે જહાજો અને મહાનગરોની સુરક્ષાનું પણ નિરીક્ષણ કરે છે. હાલમાં, આશરે 1,90,000 કર્મચારીઓ અને અધિકારીઓ આ સંગઠનનો ભાગ છે. તેઓ પરમાણુ પ્લાન્ટની સુરક્ષા માટે પણ તૈનાત છે.

ભારત એક પરમાણુ શક્તિ છે. પરમાણુ ઊર્જા અને શસ્ત્રોની સુરક્ષા દેશની સાર્વભૌમત્વ માટે મહત્વપૂર્ણ છે. ભારતે તેની પરમાણુ સંપત્તિના રક્ષણ માટે બહુ-સ્તરીય સુરક્ષા નેટવર્ક સ્થાપિત કર્યું છે. આમાં તકનીકી સુરક્ષા અને ખાસ પ્રશિક્ષિત લશ્કરી દળોનો સમાવેશ થાય છે.

ભારતમાં ઘણા મહત્વપૂર્ણ પરમાણુ પ્લાન્ટ છે. આ દેશના વિવિધ ભાગોમાં સ્થિત છે અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે. સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ મુખ્યત્વે લગભગ તમામ સુવિધાઓની સુરક્ષા માટે જવાબદાર છે.

તારાપુર પરમાણુ પાવર સ્ટેશન (મહારાષ્ટ્ર): આ ભારતનો સૌથી જૂનો પરમાણુ પાવર પ્લાન્ટ છે.

રાવતભાટા (રાજસ્થાન): આ પરમાણુ પાવર પ્રોજેક્ટ રાવતભાટામાં સ્થિત છે. તે એક સંવેદનશીલ વિસ્તાર છે.

કલ્પક્કમ (તમિલનાડુ): તેમાં મદ્રાસ પરમાણુ પાવર સ્ટેશન અને ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર છે. કોસ્ટ ગાર્ડ અને CISF બંને તેની સુરક્ષા માટે તૈનાત છે.

નરોરા (ઉત્તર પ્રદેશ): ગંગા નદીના કિનારે સ્થિત, આ પ્લાન્ટમાં ખૂબ જ કડક સુરક્ષા છે.

કાકરાપાર (ગુજરાત): તે પશ્ચિમ ભારતમાં એક મુખ્ય પાવર સ્ટેશન છે.

કૈગા (કર્ણાટક): તે ગાઢ જંગલો વચ્ચે આવેલું છે, તેથી તેની સુરક્ષા માટે એક ખાસ દેખરેખ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કુડનકુલમ (તમિલનાડુ): આ ભારતનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ છે. અહીં સુરક્ષા આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરે છે.

પરમાણુ સુરક્ષા ફક્ત કર્મચારીઓની તૈનાતી સુધી મર્યાદિત નથી; તેમાં અનેક સ્તરોનો સમાવેશ થાય છે. તેમાં ઊંચી દિવાલો, કાંટાળા તાર અને ઇલેક્ટ્રિક વાડનો સમાવેશ થાય છે. પ્રવેશદ્વારો પર કડક સુરક્ષા હાથ ધરવામાં આવે છે. સેન્સર, મોશન ડિટેક્ટર અને નાઇટ વિઝન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. પરમાણુ પ્લાન્ટની કમ્પ્યુટર સિસ્ટમને બાહ્ય ઇન્ટરનેટથી અલગ રાખવામાં આવે છે. હેકર્સ તેમના પર હુમલો કરતા અટકાવવા માટે તેને એર-ગેપિંગ કહેવામાં આવે છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (RAW) જેવી ગુપ્તચર એજન્સીઓ પણ પરમાણુ સુવિધાઓ માટેના સંભવિત જોખમો વિશે માહિતી શેર કરે છે.પરમાણુ પ્લાન્ટ ફક્ત આતંકવાદી હુમલાઓ માટે સંવેદનશીલ નથી. કુદરતી આફતો અથવા તકનીકી નિષ્ફળતાઓ પણ નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ને રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ જોખમોનો સામનો કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. દરેક સુવિધા પર નિયમિતપણે મોક ડ્રીલ કરવામાં આવે છે.

National : અનંત અને રાધિકા સાથે રામેશ્વરમ કૈફે પહોંચ્યા મુકેશ અંબાણી જાણો કઇ ડિશ છે ફેવરિટ?

0

અંબાણી પરિવાર કોઇપણ પ્રસંગે હમેંશા એકસાથે જોવા મળે છે. ત્યારે મુંબઇમાં શરુ થયેલા રામેશ્વરમ કૈફેના આઉટલેટ પર પણ અંબાણી પરિવાર વાનગીઓની લિજ્જત માણતા જોવા મળ્યો હતો. અહીં મુકેશ અંબાણી, અંનત અને રાધિકા એકસાથે જોવા મળ્યા હતા. રામેશ્વરમ કૈફેમાં તેઓએ તેમની પસંદગીની સાઉથ ઇન્ડિયન ફૂડની મજા માણી હતી. અહીં અંબાણી પરિવાર સાદા વસ્ત્રોમાં જોવા મળ્યો હતો. તેમને જોવા માટે રામેશ્વરમ કૈફે બહાર લોકોની ભીડ એકત્ર થઇ હતી.

મુકેશ અંબાણી, અનંત અને રાધિકા ચર્ચગેટ વિસ્તારમાં આવેલા રામેશ્વરમ કૈફેના નવા આઉટલેટ પર પહોંચ્યા હતા. મુકેશ અંબાણીની મનપસંદ ડિશ ઇડલી-સાંભર છે. દર રવિવારે તેઓ દક્ષિણ ભારતીય ભોજન જમે છે. મુંબઇમાં પ્રખ્યાત સાઉથ ઇન્ડિયા ફૂડ અને ગુજરાતી ભોજનના રેસ્ટોરન્ટમાં તેઓ જમવાના શોખીન છે. મૈસૂર કૈફે અને સ્વાતિ સ્નેક્સ તેમના પસંદગીના રેસ્ટોરન્ટમાંના એક છે.

મુકેશ અંબાણીએ કાળા રંગની પેન્ટ અને બેજ રંગની સ્વેટ શર્ટ પહેરી હતી. તો અનંત અંબાણીએ નેવી બ્લૂ કલરની શર્ટની સાથે કાળા રંગની પેન્ટ અને બુટ પહેર્યા હતા. તો સાથે જ રાધિકાએ સફેદ રંગનો ફ્રોક પહેર્યો હતો. અને સાથે જ ગુલાબી રંગનો સ્ટોલ ખભા પર નાંખ્યો હતો. અંબાણી પરિવારની સાદગી જોવા માટે લોકોની ભીડ જમા થતી જોવા મળી હતી.

Gujarat : રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી

0

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસરમાં વધારો થયો છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસરમાં વધારો થયો છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. શહેરમાં 41 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં રાતના સમયે ઉકળાટ રહેશે. ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે.

રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો છે. ગરમીને લીધે રાજકોટના રસ્તા ખાલીખમ જોવા મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાના લોક ડાઉન જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યાં છે. સુરતમાં પણ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો છે. લોકોએ ભર બપોરે બહાર નીકળવાનું ટાળ્યું છે.