Home Blog Page 320

National : અનંત અને રાધિકા સાથે રામેશ્વરમ કૈફે પહોંચ્યા મુકેશ અંબાણી જાણો કઇ ડિશ છે ફેવરિટ?

0

અંબાણી પરિવાર કોઇપણ પ્રસંગે હમેંશા એકસાથે જોવા મળે છે. ત્યારે મુંબઇમાં શરુ થયેલા રામેશ્વરમ કૈફેના આઉટલેટ પર પણ અંબાણી પરિવાર વાનગીઓની લિજ્જત માણતા જોવા મળ્યો હતો. અહીં મુકેશ અંબાણી, અંનત અને રાધિકા એકસાથે જોવા મળ્યા હતા. રામેશ્વરમ કૈફેમાં તેઓએ તેમની પસંદગીની સાઉથ ઇન્ડિયન ફૂડની મજા માણી હતી. અહીં અંબાણી પરિવાર સાદા વસ્ત્રોમાં જોવા મળ્યો હતો. તેમને જોવા માટે રામેશ્વરમ કૈફે બહાર લોકોની ભીડ એકત્ર થઇ હતી.

મુકેશ અંબાણી, અનંત અને રાધિકા ચર્ચગેટ વિસ્તારમાં આવેલા રામેશ્વરમ કૈફેના નવા આઉટલેટ પર પહોંચ્યા હતા. મુકેશ અંબાણીની મનપસંદ ડિશ ઇડલી-સાંભર છે. દર રવિવારે તેઓ દક્ષિણ ભારતીય ભોજન જમે છે. મુંબઇમાં પ્રખ્યાત સાઉથ ઇન્ડિયા ફૂડ અને ગુજરાતી ભોજનના રેસ્ટોરન્ટમાં તેઓ જમવાના શોખીન છે. મૈસૂર કૈફે અને સ્વાતિ સ્નેક્સ તેમના પસંદગીના રેસ્ટોરન્ટમાંના એક છે.

મુકેશ અંબાણીએ કાળા રંગની પેન્ટ અને બેજ રંગની સ્વેટ શર્ટ પહેરી હતી. તો અનંત અંબાણીએ નેવી બ્લૂ કલરની શર્ટની સાથે કાળા રંગની પેન્ટ અને બુટ પહેર્યા હતા. તો સાથે જ રાધિકાએ સફેદ રંગનો ફ્રોક પહેર્યો હતો. અને સાથે જ ગુલાબી રંગનો સ્ટોલ ખભા પર નાંખ્યો હતો. અંબાણી પરિવારની સાદગી જોવા માટે લોકોની ભીડ જમા થતી જોવા મળી હતી.

Gujarat : રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી

0

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસરમાં વધારો થયો છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસરમાં વધારો થયો છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. શહેરમાં 41 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં રાતના સમયે ઉકળાટ રહેશે. ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે.

રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો છે. ગરમીને લીધે રાજકોટના રસ્તા ખાલીખમ જોવા મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાના લોક ડાઉન જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યાં છે. સુરતમાં પણ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો છે. લોકોએ ભર બપોરે બહાર નીકળવાનું ટાળ્યું છે.

Gujarat : પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા ખળભળાટ

0

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે (10મી માર્ચ) ખળભળાટ મચી ગયો હતો. ગોધરાની મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે જોડાયેલા પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

માહિતી અનુસાર, ગોધરા પોસ્ટ ઓફિસના સત્તાવાર મેઈલ આઈડી પર એક ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઈને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટની કામગીરી માટે આવેલા નાગરિકોમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે બિલ્ડિંગના ખૂણેખૂણે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

Gandhinagar : ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત

ગાંધીનગરમાં મંગળવારે (10મી માર્ચ) એક અકસ્માત સર્જાયો હતો. ઈન્દ્રોડા ગામના કટ પાસે રોડ પર મુકવામાં આવેલા બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના એક યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, મૂળ સુદાનનો રહેવાસી આ યુવક પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. ઈન્દ્રોડા ગામના કટ નજીક રસ્તા પર સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે મુકવામાં આવેલા બેરિકેટ સાથે તેનું મોપેડ પૂરઝડપે અથડાયું હતું. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક મોપેડ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવક સુદાનનો નાગરિક છે. તે ગાંધીનગરની જ કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે હાલ યુવકની ચોક્કસ ઓળખ કરવા અને તે કઈ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છે તેની તપાસ તેજ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

National : ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

0

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર ‘નો-ફોલ્ટ'(no-fault basis) ધોરણે આપવું જોઈએ.સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે 10 માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે, ‘ભારત સરકાર કોવિડ-19 વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી’ ઘડે. આ પ્રકારની વળતર યોજનાની શરૂઆતને સરકારે ‘કોઈ ભૂલની કબૂલાત’ તરીકે ના જોવી જોઈએ. ‘નો-ફોલ્ટ’ ફ્રેમવર્કનો અર્થ એ નથી કે સરકાર પોતાની ભૂલ કે કાયદાકીય જવાબદારી સ્વીકારી રહી છે.’

સુપ્રીમ કોર્ટ બે યુવતીના માતા-પિતા દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમનું કોવિડ વેક્સિનની આડઅસરને કારણે થયું હતું. આ અરજીમાં મૃત્યુની સ્વતંત્ર તપાસ, ઓટોપ્સી રિપોર્ટની સમયસર રજૂઆત અને આર્થિક વળતરની સાથે આડઅસરોની વહેલી ઓળખ માટે ગાઈડલાઈન્સ બનાવવાની માંગ કરાઈ હતી.આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે વેક્સિનની આડઅસર તપાસવા માટે કોઈ નિષ્ણાતોની નવી સમિતિ બનાવવાની જરૂર નથી કારણ કે, હાલની વૈજ્ઞાનિક મૂલ્યાંકન પદ્ધતિઓ પૂરતી છે. વધુમાં, આ ચુકાદો અન્ય પ્રતિકૂળ અસર પામેલી વ્યક્તિને તેમના વ્યક્તિગત કાયદાકીય ઉપાયો(legal remedies) શોધતા અટકાવશે નહીં.

કેરળ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2022માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વેક્સિનના કારણે થતા મૃત્યુ માટે વળતરની ગાઈડલાઈન્સ બનાવવા કહ્યું હતું. આ કેસમાં એક મહિલાએ તેના પતિના મૃત્યુ બદલ વળતર માંગ્યું હતું. કેન્દ્ર સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેને ત્યારબાદ અન્ય અરજીઓ સાથે જોડવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે માત્ર કોવિડ-19ને મહામારી જાહેર કરાઈ છે. વેક્સિનની અસરોને નહીં. તેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ વળતરની કોઈ જોગવાઈ નથી. સરકારે એમ પણ જણાવ્યું કે રસીકરણ માટેના મેડિકલ પ્રોટોકોલ વૈશ્વિક સ્તરના છે, જે એડવર્સ ઈફેક્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) એટલે કે આડઅસરની વહેલી ઓળખ અને સારવારની ખાતરી કરે છે.

National : દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત

0

રાજસ્થાનના ભિવાડીને અડીને આવેલા હરિયાણાના સરહદી વિસ્તારમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાપડિયાવાસમાં આવેલી સિગ્નેચર ગ્લોબલ બિલ્ડર સોસાયટીમાં માટીના ખોદકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા અનેક શ્રમિકો દટાયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત શ્રમિકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.

મળતી માહિતી મુજબ, નિર્માણાધીન સોસાયટીમાં માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક માટી ધસી પડી હતી અને ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. માટીમાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો હાથ ધરાયા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને ભિવાડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ કેટલાક લોકો માટી નીચે દટાયા હોવાની આશંકા છે. આ કારણોસર વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સ્થિતિને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અકસ્માતના સમાચાર મળતા જ ઘટનાસ્થળે કામ કરતા અન્ય શ્રમિકો અને તેમના પરિજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પરિવારો પોતાના સ્વજનોની માહિતી મેળવવા માટે હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

World : ‘જહાજ ડૂબાડવામાં મજા આવે છે!’, ઈરાનના સૈનિકોના મોત પર ટ્રમ્પનું અટ્ટહાસ્ય, દુનિયા સ્તબ્ધ

0

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘અમેરિકન સૈનિકોને ઈરાની જહાજોને કબજે કરવાના બદલે તેને તોડી પાડીને ડૂબાડી દેવામાં વધુ મજા આવી રહી છે.’ ટ્રમ્પે દાવો કર્યો કે છેલ્લા સાડા ત્રણ દિવસમાં અમેરિકન સેનાએ ઈરાની નેવીના 46 જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. જ્યારે તેમણે અધિકારીને પૂછ્યું કે આ જહાજોને જપ્ત કેમ ન કર્યા, ત્યારે તેમને જવાબ મળ્યો હતો કે જહાજોને ડૂબાડવું વધુ સુરક્ષિત છે અને તેમાં વધુ આનંદ આવે છે.

જોકે, યુદ્ધ કેટલો સમય ચાલશે તે અંગે ટ્રમ્પના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. એક તરફ તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઈરાનની નેવી અને એરફોર્સ લગભગ ખતમ થઈ ગઈ છે અને યુદ્ધ તેના અંતિમ તબક્કામાં છે, તો બીજી તરફ સાંસદો સામે તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાન સંપૂર્ણપણે પરાજિત ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે. અમેરિકા પોતાના નિર્ધારિત સમય કરતાં ઘણું આગળ હોવા છતાં, ટ્રમ્પે કહ્યું કે હજુ ‘પૂરતી જીત’ મળી નથી.

બીજી તરફ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) એ ટ્રમ્પના દાવાઓને ફગાવતા આક્રમક વલણ અપનાવ્યું છે. IRGC એ નિવેદન આપ્યું છે કે યુદ્ધનો અંત ક્યારે આવશે તે તેઓ નક્કી કરશે. એટલું જ નહીં, તેમણે ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલના હુમલા ચાલુ રહેશે, તો તેઓ આ વિસ્તારમાંથી એક લિટર તેલ પણ બહાર જવા દેશે નહીં. આ ધમકીના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરો બનવાની ભીતિ છે.

વર્તમાન સંઘર્ષને કારણે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ પર અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. વિશ્વના તેલ અને ગેસના કુલ પુરવઠાનો 20% હિસ્સો આ માર્ગે પસાર થાય છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ટેન્કરો અટવાઈ પડ્યા છે. ગલ્ફના દેશોમાં સ્ટોરેજ ફૂલ થઈ જવાથી તેલનું ઉત્પાદન પણ રોકવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ આ યુદ્ધ વકર્યું છે, જેમાં ઈઝરાયલ ઈરાનની સત્તા પલટાવવા માંગે છે, જ્યારે અમેરિકાનું લક્ષ્ય ઈરાનના મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને નષ્ટ કરવાનું છે. આ વિવાદાસ્પદ નિવેદનો અને સૈનિકોના મોતના મામલે ટ્રમ્પના હસતા ચહેરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સવાલો ઊભા કર્યા છે.

Ahmedabad : ભાજપ આગામી ચૂંટણીમાં યુવા ઉમેદવારોને સૌથી વધુ ટિકિટ આપશે, જાણો આ વખતે કોનું પત્તુ કપાશે

આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે.

આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ભાજપ આ ચૂંટણીમાં યુવાઓને વધુ ટિકિટ આપશે. બીજી તરફ ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવશે.

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ભાજપ યુવાનોને વધારે પ્રમાણમાં ટિકિટ આપશે. ત્રણ ટર્મથી વધુ સમય ચૂંટણી લડ્યા હોય તેવા અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણયના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાઈ શકે છે. તેમને હવે ભાજપના ધારાધોરણો અનુસાર ટિકિટ નહીં મળી શકે. અમદાવાદની વાત કરીએ તો વર્તમાન 32 કોર્પોરેટરોને આ વખતે ટિકિટ નહીં મળવાની શક્યતાઓ છે.

કોંગ્રેસ પશ્ચિમ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ઉતારી શકે

અમદાવાદ મહાનગર પાલિકામાં ત્રણ ટર્મથી ઉપરના અથવા તો 60 વર્ષથી વધુના 32 કાઉન્સિલર છે. થોડા સમય બાદ સંગઠન ચૂંટણીલક્ષી કામગીરી કરશે. સામે કોંગ્રેસે પણ યુવાનો પર મદાર રાખવાનું ચાલુ કર્યું છે. પક્ષ દ્વારા પાર્ટીના કાર્યક્રમોમાં સક્રિય રહેનારા કાર્યકરોને ટિકિટ આપશે. સમીકરણ બદલાયા બાદ પરિવારમાંથી પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ઉતારી શકે છે.

ત્રણ ટર્મથી વધુ ટર્મ ધરાવતા કાઉન્સિલરો ઉપર નજર કરીએ તો

ભાજપના કાઉન્સિલર કાંતિભાઈ પટેલ

વેજલપુર વોર્ડના દિલીપ બગરિયા

રાણીપ વોર્ડના દશરથ પટેલ

નારણપુરા વોર્ડના ગીતાબેન પટેલ

સરદારનગર વોર્ડના કંચન પંજવાણી

ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર

સરસપુર વોર્ડના ભાસ્કર ભટ્ટ

સૈજપુર બોઘા વોર્ડના મહાદેવ દેસાઈ

નારણપુરા વોર્ડના જતીન પટેલ

ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂત

બાપુનગર વોર્ડના અશ્વિન પેથાણી

શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન

નારણપુરા જયેશ પટેલ

સાબરમતી અરુણ સિંહ રાજપૂત બીજેપી

સાબરમતી રાણા રમેશભાઈ બીજેપી

રાણીપ દશરથ પટેલ બીજેપી

નવા વાડજ યોગેશ પટેલ બીજેપી

ઘાટલોડિયા પ્રવીણ પટેલ

થલતેજ નીરૂબેન ડાભી બીજેપી

નારણપુરા બ્રિન્દા સુરતી બીજેપી

નારણપુરા ગીતા બેન પટેલ બીજેપી

સરદારનગર ચંદ્રપ્રકાશ ખાન ચંદાની બીજેપી

નરોડા રાજેન્દ્ર સોલંકી બીજેપી

સૈજપુર બોઘા રેશ્મા કુકરાની બીજેપી

કુબેરનગર કામિનીદેવી ઝા

અસારવા અનસૂયા બેન પટેલ બીજેપી

શાહીબાગ જશુભાઈ ચૌહાણ બીજેપી

60 વર્ષથી ઉપરના હોદેદારોની યાદી ઉપર નજર કરીએ તો….
ચાંદલોડિયા વોર્ડના ભરત પટેલ ઉંમર વર્ષ 64

બોડકદેવ વોર્ડના કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 63

નવા વાડજ વોર્ડના યોગેશ પટેલ ઉંમર વર્ષ 62

ઘાટલોડીયા બોર્ડના ભાવનાબેન પટેલ ઉમર વર્ષ 62

વેજલપુર બોર્ડના દિલીપ બગડીયા ઉંમર વર્ષ 62

ચાંદખેડા બોર્ડના યોગેશ બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ 61

શાહપુર વોર્ડના પ્રતાપ આગજા ઉંમર વર્ષ 61

સરખેજ બોર્ડના અલકા શાહ ઉંમર વર્ષ 61

ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના વાસંતી પટેલ ઉંમર વર્ષ 61

નિકોલ વોર્ડના બળદેવ પટેલ ઉંમર વર્ષ 61

જોધપુર બોર્ડના અરવિંદ પરમાર ઉમર વર્ષ 61

Ahmedabad : ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચોરી!

ગુજરાત સહિત દેશભરની રેસ્ટોરન્ટ્સમાં ચાલતી આવકવેરા અને GSTની ચોરી ડામવા માટે આવકવેરા વિભાગે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. ગ્રાહકો પાસેથી બિલ બનાવી નાણાં વસૂલ્યા બાદ રેકોર્ડમાંથી બિલનો નાશ કરી દેવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. હવે આ પ્રકારની ડિજિટલ ચોરી પકડવા માટે ઈન્કમ ટેક્સ વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બિગ ડેટા એનાલિટિક્સનો સહારો લીધો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, અનેક રેસ્ટોરાં માલિકોએ ખાસ પ્રકારના બિલિંગ સોફ્ટવેર ડેવલપ કરાવ્યા હતા. આ સોફ્ટવેરની મદદથી રોકડમાં લેવાયેલા બિલના ડેટા સિસ્ટમમાંથી ડિલીટ કરી દેવામાં આવતા હતા. સત્તાવાર રેકોર્ડમાં માત્ર જૂજ વેચાણ જ દર્શાવીને ઇન્કમ ટેક્સ અને GSTની જવાબદારી ઘટાડી દેવામાં આવતી હતી. ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા છેલ્લા 30 દિવસના બિલિંગ રેકોર્ડ્સ એકસાથે સાફ કરી દેવામાં આવતા હતા, જેથી અધિકારીઓને ગેરરીતિની ગંધ ન આવે.

આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક મોટી સોફ્ટવેર કંપનીના ડેટા સેન્ટર પરથી અંદાજે 60 ટેરાબાઇટ (TB) જેટલો વિશાળ ટ્રાન્ઝેક્શન ડેટા જપ્ત કર્યો છે. આ સોફ્ટવેર પ્લેટફોર્મ દેશના બિલિંગ માર્કેટનો 10 ટકા હિસ્સો ધરાવે છે અને તેની સાથે દેશભરની 1.77 લાખ રેસ્ટોરન્ટ્સના આઈડી જોડાયેલા છે.

પરંપરાગત પદ્ધતિઓને બદલે હવે ટેકનોલોજી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. લાખો ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરી ક્યાં અને કેવી રીતે ડેટામાં છેડછાડ થઈ છે તે શોધવામાં આવી રહ્યું છે. અમદાવાદની ફોરેન્સિક અને એનાલિટિક્સ લેબમાં સોફ્ટવેરના કોડિંગ અને ડિલીટ થયેલા ડેટાની રિકવરી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શંકાસ્પદ આર્થિક વ્યવહારોની પેટર્ન પકડવામાં આવી રહી છે.ગુજરાતના સાત મુખ્ય શહેરોની મોટી રેસ્ટોરન્ટ્સ અત્યારે ઇન્કમ ટેક્સના રડાર પર છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, મોટા પ્રમાણમાં ડેટાના વિશ્લેષણ બાદ જે માલિકોએ જાણીજોઈને આવક દબાવી છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની વસૂલાત કરવામાં આવશે.

Sports : વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું બમ્પર ઈનામ જાહેર

0

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા 10 માર્ચ, મંગળવારના રોજ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ માતબર રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમને 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે 6 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમે રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર ખિતાબ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ભારતે પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે.

આ શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વાર(2007, 2024 અને 2026) આ ટ્રોફી જીતી છે. અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ અને ઈંગ્લેન્ડ 2-2 વાર આ ખિતાબ જીતી ચૂક્યા છે, પરંતુ હવે ભારત 3 ખિતાબ સાથે મોખરે છે. BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ જીત ભારતીય ક્રિકેટ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.