Home Blog Page 334

Happy Women’s Day Wishes : सिर्फ एक दिन नहीं, हर दिन तुम्हारा है… जैसी दिल छू लेने वाले मैसेज भेजकर अपनी लेडी लव को कहें ‘Happy Women’s Day’

Happy Women’s Day Wishes for Wife/Girlfriend: हर साल 8 मार्च को दुनियाभर में महिलाओं के योगदान, मेहनत, साहस और उनके अधिकारों का सम्मान करने के लिए अंतर्राष्ट्रीय महिला दिवस मनाया जाता है। इस साल यह 8 मार्च 2026, दिन रविवार यानी कल मनाया जाएगा। यह खास दिन समाज को महिलाओं के साथ होने वाले अन्याय, असमानता और शोषण के खिलाफ एकजुट होकर खड़े होने की प्रेरणा देता है। इसलिए इस दिन लोग अपनी जिंदगी की खास महिलाओं को प्यार और सम्मान जताने के लिए शुभकामनाएं भेजते हैं।
अगर आप इस खास अवसर पर अपनी पत्नी या गर्लफ्रेंड को खास महसूस कराना चाहते हैं, तो आप यहां दिए गए विशेज को कार्ड पर लिखकर या सोशल मीडिया के जरिए भेज अंतर्राष्ट्रीय महिला दिवस की शुभकामनाएं दे सकते हैं।

पत्नी या गर्लफ्रेंड को महिला दिवस की शुभकामना भेजने के लिए विशेज (Happy Women’s Day Wishes for Wife/Girlfriend)

1-तुम हंसती रहो, तुम चहकती रहो,

तुम प्रेरणा बनकर चमकती रहो,

तुम हक के लिए लड़ो समाज से

एक बदलाव हो तुम्हारी आवाज से।

2-हौसलों की उड़ान है नारी,

सपनों की पहचान है नारी।

हर मुश्किल को आसान बना दे,

ऐसी महान है नारी।

महिला दिवस की शुभकामनाएं।

3-नारी सिर्फ एक नाम नहीं,

बल्कि हिम्मत और सम्मान की पहचान है।

उसके बिना अधूरी है हर कहानी,

नारी ही जीवन की असली शान है।

महिला दिवस की शुभकामनाएं।

4-तेरे होने से ही जिंदगी में खुशियों की बहार है,

तेरी बातों में जैसे प्यार का संसार है।

तू हमेशा यूं ही मुस्कुराती रहे,

महिला दिवस की ढेरों शुभकामनाएं।

5-तेरी मुस्कान ही मेरी सबसे बड़ी खुशी है,

तेरी खुशी में ही मेरी जिंदगी बसी है।

तू यूं ही हमेशा खुश और सफल रहे,

महिला दिवस की शुभकामनाएं।

6-तेरी मुस्कान से ही रोशन मेरी हर राह होती है,

तेरे साथ से ही हर सुबह खास होती है।

तू यूं ही हौसलों से दुनिया जीतती रह,

महिला दिवस की शुभकामनाएं।

7-नारी की मुस्कान में छुपी है खुशियों की बहार,

नारी के बिना अधूरा है ये पूरा संसार।

उसकी ताकत और साहस को दिल से सलाम,

महिला दिवस की ढेरों शुभकामनाएं।

8-नारी है शक्ति, नारी है सम्मान,

नारी से ही सजा है पूरा संसार।

हर कदम पर बढ़ती रहे आपकी पहचान,

महिला दिवस की हार्दिक शुभकामनाएं।

9-तुम्हें पंखों से नहीं, हौसलों से उड़ान पसंद है

किसी और की पहचान नहीं, अपनी काबिलियत की पहचान है।

महिला दिवस की ढेरों शुभकामनाएं।

10-क्यों कहती है दुनिया कि नारी कमजोर हैं,

आज भी नारी के हाथों में घर चलाने की डोर हैं।

Happy Womens Day !

11-गिरकर उठना आता है तुम्हें

इसलिए हर मोड़ पर अपनी राह को आसान बनाती हो तुम

महिला दिवस की शुभकामनाएं।

12-लोग कहते हैं तेरा क्या अस्तित्व नारी,

दुःखों को दूर कर,

खुशियों को बिखेरे नारी।

Happy Womens Day !

13- हजारों फूल चाहिए एक माला बनाने के लिए

हजारों दीपक चाहिए एक आरती सजाने के लिए

हजारों बूंद चाहिए समुद्र बनाने के लिए

पर एक स्त्री अकेली ही काफी है

घर को स्वर्ग बनाने के लिए!

Happy Womens Day !

14-मां के साथ ममता मिलती, बहन से मिलता हमेशा दुलार,

नारी शक्ति को पूजनीय समझो, ये लगाती जीवन की नैया पार।

नारी के बिना पुरुष अधूरा है। नारी से ही घर पूरा है।

Happy Womens Day !

Jamnagar : જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં મોડી રાતે અઢી વાગ્યે જુગાર અંગે પોલીસના દરોડાથી નાસભાગ

0

જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈકાલે મોડી રાત્રે ઘોડીપાસા નો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સીટી એ. ડિવિઝન પોલીસની ટીમને મળતાં અઢી વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો, ત્યારે ભારે નાશ ભાગ થઈ હતી. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જયારે અન્ય પાંચ જુગારીયા તત્વો ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈ રાતે અઢી વાગ્યે પહોંચી જઇ ઉપરોક્ત સ્થળેથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા શાહનવાજ ઉર્ફે નવાજ રજાકભાઈ આંબલીયા, મહેબુ ઉર્ફે મુસાભાઇ ઓડિયા, અને હસન ઉર્ફે બોદુ હાજી ભાઈ આંબલીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 4,500ની રોકડ રકમ અને ઘોડીપાસાના જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

Dholka : ચલોડા ગામે SOGના દરોડા, 5.3 કિલો પોષડોડા સાથે 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો

0

અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમે ધોળકા તાલુકાના ચલોડા ગામે સફળ દરોડો પાડી નશાકારક માદક પદાર્થ પોષડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે ધોળકા તાલુકાના ચલોડા ગામે સફળ દરોડો પાડી નશાકારક માદક પદાર્થ પોષડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય SOGને મળેલી બાતમીના આધારે ચલોડા ગામે રહેતા કિરીટભાઈ ઉર્ફે મફતભાઈ ચુનીભાઈ પટેલ (ઉં.વ. 65) ના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી અંદાજે 5.329 કિલોગ્રામ વજનના નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ એટલે કે પોષડોડા મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રૂ. 79,935ની કિંમતનું પોષડોડા અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 80,435નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી કિરીટભાઈ પટેલ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટની કલમ 8(સી), 15(બી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધ વયે નશાના કારોબારમાં સંડોવણી સામે આવતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

Business : ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતાની સીધી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. ઈઝરાયલ, અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ઊભા થયેલા પુરવઠાના અવરોધોને પહોંચી વળવા માટે સરકારી ઓઇલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમમાં ફેરફાર કર્યો છે.

અત્યાર સુધી ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા. પરંતુ હવે 21 દિવસનો ‘લોક-ઈન પિરિયડ’ ફરજિયાત કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકો અગાઉના સિલિન્ડરની ડિલિવરી લીધાના ઓછામાં ઓછા 21 દિવસ પછી જ નવું સિલિન્ડર બુક કરાવી શકશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ‘પેનિક બુકિંગ’ અને હોર્ડિંગ અટકાવવાનો છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને સમયસર ગેસ મળી રહે.

ઈરાન અને સમગ્ર મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે દરિયાઈ વેપાર માર્ગો પર જોખમ વધી રહ્યું છે. જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે લોકો ભવિષ્યમાં અછત સર્જાશે તેવા ડરથી જરૂરિયાત કરતા વધુ સિલિન્ડર બુક કરાવવા લાગે છે. આનાથી વિતરણ પ્રણાલી પર અચાનક ભાર વધે છે અને બજારમાં કૃત્રિમ અછત સર્જાય છે. ઓઇલ કંપનીઓએ આ પરિસ્થિતિને ટાળવા માટે સોફ્ટવેરમાં ફેરફાર કરીને બુકિંગ સમય મર્યાદા વધારી દીધી છે.

નોંધનીય છે કે, સાતમી માર્ચ 2026થી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં પણ અંદાજે 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં થયેલા ઉછાળાને કારણે 11 મહિના બાદ પ્રથમ વખત આ ભાવવધારો ઝીંકાયો છે.

ગેસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે દેશમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જો તમારી પાસે ડબલ સિલિન્ડર કનેક્શન છે, તો પણ તમારે રિફિલ માટે નિર્ધારિત અંતરાલનું પાલન કરવું પડશે. ડિલિવરી સમયે આવતો DAC આપવો હવે વધુ અનિવાર્ય બનશે જેથી પારદર્શિતા જળવાઈ રહે.

Women’s Day 2026 : સ્ત્રી શરીરના એ 7 ‘સુપર પાવર્સ’ જે વિજ્ઞાનને પણ ચોંકાવી દે

0

કુદરતે સ્ત્રી અને પુરુષ બંનેને અલગ શક્તિઓ આપી છે, પરંતુ જૈવિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતા સ્ત્રીઓનું શરીર કોઈ ‘સુપર વુમન’ થી ઓછું નથી. જેને આપણે ઘણીવાર ભાવનાત્મક નબળાઈ ગણીએ છીએ, તે વાસ્તવમાં તેમની સૌથી મોટી તાકાત છે. ચાલો જાણીએ સ્ત્રીઓના શરીરમાં છુપાયેલી એ 7 મહાશક્તિઓ વિશે, જે તેમને અજેય બનાવે છે.

  1. અજેય પીડા સહન કરવાની ક્ષમતા
    વિજ્ઞાન કહે છે કે માનવ શરીર અમુક હદ સુધી જ પીડા સહન કરી શકે છે, પરંતુ બાળજન્મ વખતે સ્ત્રી જે પીડા સહન કરે છે તે હાડકાં તૂટવા જેવી ગંભીર પીડા કરતા પણ વધુ હોય છે. સ્ત્રીના શરીરમાં હોર્મોનલ ફેરફારો પીડા સહન કરવાની એવી ક્ષમતા આપે છે જે કુદરતી રીતે પુરુષોમાં જોવા મળતી નથી.
  2. કુદરતી ‘ઇમ્યુનિટી બૂસ્ટર’
    સ્ત્રીઓમાં રહેલું એસ્ટ્રોજન હોર્મોન માત્ર પ્રજનન માટે જ નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તે શરીરમાં સોજા ઘટાડે છે અને ચેપ સામે લડવાની ક્ષમતા વધારે છે, જેના કારણે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ સામાન્ય બીમારીઓનો સામનો વધુ મજબૂતીથી કરી શકે છે.
  3. દીર્ધાયુષ્યનું વરદાન
    દુનિયાના લગભગ દરેક ખૂણે સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય પુરુષો કરતા વધારે હોય છે. આ પાછળનું કારણ માત્ર સારી જીવનશૈલી જ નથી, પણ જૈવિક રચના પણ છે. સ્ત્રીનું શરીર વૃદ્ધત્વની પ્રક્રિયા સામે લડવામાં અને જીવલેણ રોગોથી બચવામાં વધુ કાર્યક્ષમ હોય છે.
  1. મલ્ટિટાસ્કિંગમાં માસ્ટરી
    ન્યુરોસાયન્સ મુજબ, સ્ત્રીઓના મગજના ડાબા અને જમણા ગોળાર્ધ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે. આ કારણે તેઓ એક જ સમયે ઓફિસનું કામ, ઘરની સંભાળ અને અન્ય જવાબદારીઓ કોઈ પણ મૂંઝવણ વગર સંભાળી શકે છે.
  2. હાઈ ઈમોશનલ ઈન્ટેલિજન્સ (EQ)
    સ્ત્રીઓ અન્યના ચહેરાના હાવભાવ અને અવાજના લહેકા પરથી તે વ્યક્તિના મનની વાત જાણી લેવામાં વધુ માહેર હોય છે. આ ભાવનાત્મક સમજ તેમને સામાજિક સંબંધો જાળવવામાં અને મુશ્કેલ સંબંધો સુધારવામાં મદદરૂપ થાય છે.
  3. અદભૂત ‘રિકવરી’ પાવર
    ગર્ભાવસ્થા જેવી નવ મહિનાની લાંબી પ્રક્રિયા અને બાળજન્મ પછી પણ સ્ત્રીનું શરીર જે રીતે ફરીથી સામાન્ય સ્થિતિમાં આવે છે તે વિજ્ઞાન માટે એક આશ્ચર્ય છે. તેમની જૈવિક સંરચના અત્યંત લવચીક હોય છે, જે ગંભીર બીમારીઓ કે શસ્ત્રક્રિયા પછી ઝડપથી સાજા થવાની ક્ષમતા આપે છે.
  4. માનસિક લડાયક મિજાજ
    તણાવ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ વધુ લવચીક (Resilient) સાબિત થાય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં હાર માનવાને બદલે રસ્તો કાઢવાની તેમની આંતરિક શક્તિ તેમને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે.

Baroda : ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો રમાવાનો હોવાથી વડોદરા શહેરમાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારત પાસે ત્રીજો T20 વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમ પોતાની પ્રથમ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે એડિચોટીનું જોર લગાવશે.ફાઈનલ મેચને લઈને વડોદરાના વિવિધ વિસ્તારોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અનેક જાહેર સ્થળોએ એલઈડી સ્ક્રીન અને પ્રોજેક્ટર દ્વારા મેચ લાઈવ જોવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ક્રિકેટપ્રેમીઓ પરિવાર અને મિત્રો સાથે ભેગા થઈને આ ઐતિહાસિક મુકાબલો નિહાળવા ઉત્સુક છે.

શહેરમાં ક્રિકેટપ્રેમીઓએ ભારતની જીત માટે ખાસ તૈયારીઓ પણ કરી છે. ભારત વિજયી બને તો ભવ્ય આતશબાજી કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક લોકોએ મેચ જોવા માટે પોતાનો સમય અગાઉથી ફાળવી લીધો છે.વડોદરાવાસીઓનું કહેવું છે કે, ભારતીય ટીમ અત્યાર સુધીના ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતી આવી છે અને ફાઈનલમાં પણ ભારત હોટ ફેવરિટ માનવામાં આવે છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે ભારતીય ખેલાડીઓ પોતાની શ્રેષ્ઠ રમત બતાવી દેશને વધુ એક ચેમ્પિયન ટ્રોફીનો ગૌરવ અપાવશે.

Ahmedabad : GLS યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

યુનિવર્સિટીની ‘કોલેજિએટ વિમેન ડેવલપમેન્ટ કમિટી (CWDC)’ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષના મહિલા દિવસની થીમ ‘ગિવ ટુ ગેઈન’ (Give to Gain)ને ધ્યાનમાં રાખીને, સમાજમાં સ્ત્રીઓની સહનશક્તિ, પ્રેમ, ત્યાગ અને નેતૃત્વના ગુણોને બિરદાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજની યુવતીઓ અને મહિલા સ્ટાફને પ્રોત્સાહિત કરવાનો અને નારીત્વનું ગૌરવ વધારવાનો હતો. GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. ચાંદની કાપડિયાએ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.ડો. કાપડિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે મહિલાઓને સમાન તકો મળે છે, ત્યારે તેઓ માત્ર ભાગ જ નથી લેતી, પરંતુ પ્રગતિની ગતિને વેગ આપે છે. મહિલાઓ એકબીજાને ટેકો આપીને સામ્રાજ્ય ઊભું કરે છે. તેઓ સમાજની ઘડવૈયા છે; તેમનું સન્માન કરવું એ આખા સમાજનું સન્માન કરવા બરાબર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મહિલાઓમાં જન્મજાત શક્તિ હોય છે, તેથી સમાજે તેમને નેતૃત્વ કરવાની તકો પૂરી પાડવી જોઈએ.

કાર્યક્રમના અંતે ‘S/He Fest’ યોજાયો હતો, જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ‘She Thrives: Feel to Heal’ કાર્યક્રમનું આયોજન આ સાથે જ, મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ GLS યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી દ્વારા મહિલા સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય માટે ‘She Thrives: Feel to Heal’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ‘માઇન્ડફુલનેસ’ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ (તણાવ મુક્તિ) અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ, માનસિક સુખાકારી માટે સ્વ-જાગૃતિ અને પોતાની સંભાળ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ફેકલ્ટી મેમ્બર્સના સર્વાંગી વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Jamnagar : હાપામાં મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું મરચું બળીને ખાખ

0

જામનગરના હાપા વિસ્તારમાં આવેલી મસાલાની ફેક્ટરીમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં મસાલા મરચાનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જામનગરના હાપા વિસ્તારમાં આવેલી ‘મધુસુદન મસાલા’ની ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં મસાલા અને ખાસ કરીને મરચાનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં ફેક્ટરીમાં રહેલો લાખો રૂપિયાનો મરચાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે આ ભીષણ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગ કેવી રીતે લાગી તે અંગેની તપાસ કરવામાં આવશે.

Gandhinagar : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી વાત, કહ્યું, લગ્ન બાદ ઘરે પધારેલી ‘વહુ’ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપો

તા.૮ માર્ચના રોજ ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ૩૫મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં કલોલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ અને સરકાર વચ્ચેનો હૃદયથી જોડાયેલો અતૂટ સંબંધ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજના યુવાનોનો વિકાસ અને મજબૂત નેતૃત્વ એ સરકારનું મુખ્ય ધ્યેય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળથી શરૂ થયેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘રોકેટ ગતિએ’ આગળ વધી રહી છે, જે સમાજના સહયોગ અને આશીર્વાદનું પરિણામ છે.

ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, “ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીમાં સીધી મદદ મળે તેવા કાર્યો પહેલા માત્ર સપના સમાન હતા, જે આજે વાસ્તવિકતા બન્યા છે.” તેમણે અપીલ કરી હતી કે, છેવાડાનો કોઈ પણ પરિવાર આ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેની જવાબદારી સમાજના અગ્રણીઓની છે.

સામાજિક પરિવર્તન અને શિક્ષણ પર ભાર મુકતા મંત્રીએ દીકરાઓની માતાઓને ભાવુક વિનંતી કરતા જણાવ્યું કે, “આજે લગ્ન બાદ ઘરે પધારેલી ‘વહુ’ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપજો.”સાથેજ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસોથી સમાજ માટે નિર્માણ પામનાર શૈક્ષણિક ભવન અંગે તેમણે ખુશી વ્યક્ત કરી સૌને સામાજિક દૂષણો દૂર કરવા અને સરકારના સહયોગી બની સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા સંકલ્પ લેવડાવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, મુખ્ય યજમાન કાંતિજી ઠાકોર સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

National : ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

0

પશ્ચિમ એશિયા (West Asia) માં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા છે.વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ માર્ગો આંશિક રીતે ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં 52,000 થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે.

યુદ્ધની સ્થિતિને કારણે એરસ્પેસ બંધ થવા અને સુરક્ષાના કારણોસર હવાઈ કામગીરીને મોટી અસર થઈ છે. માત્ર શનિવારે જ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી આશરે 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. 35 ફ્લાઈટ્સ રદ થઈ છે, જ્યારે 36 ફ્લાઈટ્સનું આગમન રદ કરવામાં આવ્યું છે. 22 ફ્લાઈટ્સ રદ થઈ છે અને 17 ફ્લાઈટ્સનું આગમન રદ કરાયું છે. દિલ્હી એરપોર્ટ ઓપરેટર (DIAL) એ ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, પશ્ચિમ તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં વિલંબ થઈ શકે છે અથવા તેમના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

વિદેશ મંત્રાલયે વિસ્તારના તમામ ભારતીય નાગરિકોને કેટલીક અપીલ કરી છે કે, સ્થાનિક સત્તાવાળાઓની માર્ગદર્શિકાનું કડક પાલન કરો. ભારતીય મિશનો (એમ્બેસી) દ્વારા જારી કરવામાં આવેલી સલાહ (Advisory) ને અનુસરો. કોઈપણ સહાય માટે ભારતીય મિશનો દ્વારા સ્થાપિત 24-કલાક ચાલુ હેલ્પલાઈન નો સંપર્ક કરો. ભારત સરકાર સહાયની જરૂરિયાતવાળા તમામ લોકોને સુવિધા પૂરી પાડવા માટે આખા ક્ષેત્રની સરકારો સાથે મળીને કામ કરી રહી છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ હવે વધુ વકરી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાની ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહ્યા છે, જ્યારે ઈરાને પણ વળતો હુમલો કરીને ઇઝરાયલી અને અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા છે. સુરક્ષાની સ્થિતિ અત્યંત અનિશ્ચિત બનેલી છે.