Home Blog Page 395

Sports : બીજી વખત વરરાજા બનશે ગબ્બર! આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સંગ રોમેન્ટિક તસવીરો વાઇરલ, પીઠી ચોળાઈ!

0

ક્રિકેટ જગતનો લોકપ્રિય ‘ગબ્બર’ એટલે કે શિખર ધવન અત્યારે ભારે ઉત્સાહમાં છે. 40 વર્ષની વયે શિખર ધવન પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તે પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે બીજી વાર લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. સોફી શાઈન આયર્લેન્ડની રહેવાસી છે અને તે શિખર કરતા 5 વર્ષ નાની છે.

આ કપલ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફંક્શનની તસવીરો શેર કરીને ફેન્સને સતત અપડેટ આપી રહ્યું છે. તાજેતરમાં સોફી શાઈને તેમના હલ્દી અને મહેંદી ફંક્શનની તસવીરો શેર કરી છે, જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

લગ્નની વિધિઓમાં સોફી શાઈન અસલ ભારતીય લુકમાં જોવા મળી રહી છે. હલ્દી ફંક્શન માટે તેણે ઓરેન્જ-રેડ કલરનો ભારે એમ્બ્રોઈડરી વાળો લહેંગો અને યલો કલરનો દુપટ્ટો પહેર્યો છે. આ લુકમાં સોફી ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. બીજી તરફ શિખર ધવન વ્હાઇટ સલવાર-કુર્તા અને યલો નેહરુ જેકેટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે. સોફીએ પોતાના હાથમાં કલીરે પણ ફ્લોન્ટ કર્યા છે અને ચૂડા સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. મહેમાનો આ નવદંપતી પર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, સોફી આયર્લેન્ડની એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને તેમનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ખૂબ જ શાનદાર છે. તેણે આયર્લેન્ડની જ કેસલરોય કોલેજમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. હાલમાં તે અબુ ધાબીમાં આવેલી ‘નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશન’માં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજને કારણે તે અવારનવાર લોકોનું ધ્યાન ખેંચે છે, તેમ છતાં તે અંગત જીવનમાં લાઈમલાઈટથી દૂર રહેવાનું અને સાદગી જાળવી રાખવાનું વધુ પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, શિખર ધવનના આ બીજા લગ્ન છે. અગાઉ વર્ષ 2012માં તેણે ઓસ્ટ્રેલિયાની આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને ‘જોરાવર’ નામનો એક પુત્ર પણ છે. જોકે, થોડા વર્ષો પહેલા તેમના છૂટાછેડા થઈ ગયા હતા. હવે શિખર અને સોફી ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે તેઓ લગ્ન કરીને પોતાની નવી જિંદગી શરૂ કરવા માટે સુપર એક્સાઈટેડ છે. ફેન્સ પણ હવે આ જોડીને વરરાજા અને દુલ્હનના પોશાકમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Ahmedabad : પ્રેમચંદનગરમાં PG મામલે ‘જંગ’, કોર્પોરેશનની મંજૂરી વગર સીલ તોડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

0

અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારના પ્રેમચંદનગરમાં પેઈંગ ગેસ્ટ (PG) સંચાલકો અને સ્થાનિક રહીશો વચ્ચેનો ગજગ્રાહ હવે ઉગ્ર બન્યો છે. AMC દ્વારા મારવામાં આવેલા સીલ તોડવાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે હંગામો મચ્યો છે.

પ્રેમચંદનગર સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલો PGનો વિવાદ આજે રસ્તા પર આવી ગયો હતો. શાંત રહેણાંક વિસ્તારમાં પીજી સંચાલકોની કથિત મનમાની સામે રહીશોએ એકઠા થઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનો આરોપ છે કે PGમાં રહેતા યુવક-યુવતીઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને ન્યૂસન્સ (અડચણ) ઊભું કરવામાં આવે છે.

રહીશોની માંગ છે કે AMC આ મામલે કડક કાર્યવાહી કરી કાયમી ધોરણે PG ખાલી કરાવે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે કોર્પોરેશન દ્વારા મકાનોને સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ સંચાલકોએ કોઈ પણ કાયદેસરની મંજૂરી વગર આ સીલ તોડીને અંદર પ્રવેશ કર્યો છે. સોસાયટીના રહીશોએ એકઠા થઈને ઢોલ વગાડી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને PG મુક્ત સોસાયટીની માંગ દોહરાવી હતી.

સામે પક્ષે PG સંચાલકોએ સ્થાનિકોના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે: “અમે AMC ની યોગ્ય મંજૂરી લીધા બાદ જ મકાનમાં પ્રવેશ કર્યો છે. અમને માલ-સામાનની હેરફેર કે અન્ય વ્યવસ્થા માટે તંત્ર દ્વારા 3 દિવસની મુદત આપવામાં આવી છે.” સ્થાનિકો હવે આરપારના મૂડમાં છે. તેઓનું કહેવું છે કે રહેણાંક વિસ્તારની શાંતિ ભંગ કરનારા આવા પીજી સંચાલકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સખત હાથે કામ લે અને રહેણાંક સોસાયટીઓમાં વ્યાવસાયિક રીતે ચાલતા PG એકમોને કાયમી તાળા મારે.

National : ‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ

0

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મામલે NCP (SP) નેતા રોહિત પવારે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના રાજીનામાની માંગ કરી છે અને આ દુર્ઘટના પાછળ કોઈ મોટા કાવતરાની આશંકા વ્યક્ત કરી છે.

રોહિત પવારે જણાવ્યું કે તેમણે આ અકસ્માત અંગે પોતાની રીતે તપાસ કરી છે, જેમાં અનેક ચોંકાવનારી ક્ષતિઓ સામે આવી છે. પ્રભાવશાળી લોકોનું સંરક્ષણ થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે દાવો કર્યો કે, જે કંપનીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું (VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ), તેને સત્તામાં બેઠેલા પ્રભાવશાળી લોકોનું સંરક્ષણ પ્રાપ્ત છે. આ ઉપરાંત ષડયંત્રની આશંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો કોઈ VSR કંપનીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય, તો તે પણ આ ષડયંત્રનો ભાગ છે. તેમણે DGCA ના અધિકારીઓ પર પણ કંપનીને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.

રોહિત પવારે દાવો કર્યો કે, અકસ્માત સમયે વિમાનમાં એક નહીં પણ અનેક ધડાકા થયા હતા, જેનાથી બ્લેક બોક્સની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે છે.તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં મુસાફરોનો સામાન રાખવામાં આવે છે ત્યાં વધારાના પેટ્રોલના કેન રાખવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી અને અકસ્માત થયો.

રોહિત પવારે કહ્યું કે, “આ મામલે જો અજિત પવારને કોઈ ન્યાય અપાવી શકે તેમ હોય તો તે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છે. હું પીએમ મોદીને ઈમેલ દ્વારા પત્ર પણ લખીશ.” આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને પણ આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવારનું 28 જાન્યુઆરી, 2026 ના રોજ એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત તેમના વતન બારામતીમાં લેન્ડિંગ દરમિયાન થયો હતો. તે Learjet 45 (રજિસ્ટ્રેશન VT-SSK) હતું, જે દિલ્હી સ્થિત VSR વેન્ચર્સ દ્વારા સંચાલિત હતું. અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા હતા, જેમાં પાઈલટ સુમિત કપૂર, કો-પાઈલટ શાંભવી પાઠક, કેબિન ક્રૂ પિંકી માલી અને ખાનગી સુરક્ષા અધિકારી વિદિપ જાદવનો સમાવેશ થાય છે. વિમાન બારામતી એરસ્ટ્રીપથી થોડા મીટર પહેલા સવારે 8:30 થી 8:45 ની વચ્ચે ક્રેશ થયું હતું.

Srinagar : કાશ્મીરમાં CRPFનું વાહન નહેરમાં ખાબક્યુ, 7 CRPF જવાન ઘાયલ

0

શ્રીનગરમાં શનિવારે સીઆરપીએફ જવાનો ભરેલી કાર નહેરમાં ખાબકી હતી. સૌરાના દાગપોરા વિસ્તારમાં CRPF બંકર વાહન રસ્તા પરથી લપસીને નહેરમાં પડી ગયું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા નવ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જવાનો ઘાયલ થયા છે. અહમદનગરના દાગપોરા રોડ પર આ અકસ્માત થયો . ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર નહેરમાં પડી ગઇ હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતની વિગતો સૂચવે છે કે શ્રીનગરના અહમદ નગર વિસ્તારમાં આ ઘટના બની હતી જ્યારે ડ્રાઇવરે બુલેટ પ્રૂફ બંકર વાહનનું સંતુલન ગુમાવ્યું હતું. વાહન રસ્તા પરથી સરકી ગયું અને પાણીની નહેરમાં પડી ગયું.ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા લોકો ઘટનાસ્થળે દોડી ગયા અને ફસાયેલા સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી. 21મી બટાલિયનના સૈનિકોને સારવાર માટે નજીકના સૌરા સ્થિત શેર-એ-ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે સૈનિકોને નાની ઈજાઓ થઈ છે અને તેમની સ્થિતિ સ્થિર જાહેર કરવામાં આવી છે.

ઘાયલ કર્મચારીઓની ઓળખ નાગિન્દર સિંહ (36), અજિત કુમાર રામ (36), રાજ કિશોર રાય (40), અમિત કુમાર યાદવ (38), રાજધન રામ (55), માનકર કુમાર (40) અને નીરજ કુમાર (45) તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તબીબી ટીમો તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

Gujarat : કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યૂબરે ફિનાઈલ ગટગટાવ્યું, જૂનાગઢમાં પાંચ શખસો વિરૂદ્ધ ફરિયાદ

0

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકીની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા, તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ત્રાસથી કંટાળી યુવકે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યૂબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો. જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લીધુ હતું.

આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી છે. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે.

Gujarat : BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

0

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કમલમ ખાતે પ્રદેશ પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક પૂર્ણ થયા બાદ સૂત્રોના હવાલાથી મોટા રાજકીય સંકેતો સામે આવ્યા છે.બેઠક દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રભારીઓની કામગીરી અંગે સ્પષ્ટ અને કડક શબ્દોમાં માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે, “તમે પ્રભારવાળા જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો.

તેમણે કડક ટકોર કરતા કહ્યું કે પ્રભારી જિલ્લામાં ન્યાયની વાત કરો છો અને પોતાના જિલ્લામાં પાર્ટી બની જાવ છો – આ નીતિ યોગ્ય નથી.”

તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું કે પ્રતિનિધિની પોતાના સમાજ પર મજબૂત પકડ હોવી જોઈએ, કારણ કે અંતે તેનો લાભ પાર્ટીને જ મળે છે.

રાષ્ટ્રીય અધ્યક્ષે શહેર પ્રમુખોને સંબોધતા જણાવ્યું કે, “તમે જે હોદ્દા પર છો તેનાથી બે સ્ટેપ ડાઉન જઈને કામગીરી કરશો તો જ સારું પરિણામ મળશે.”

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સીધા લોકો સાથે સંપર્કમાં રહેવા અને પોતાની છબી સકારાત્મક રાખવાની પણ સલાહ આપવામાં આવી.

રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ફરી આજે સોશિયલ મીડિયા મજબૂત કરવા અને સક્રિય રહેવા કરી ટકોર

Entertainment : અમિતાભ બચ્ચન બ્લોગ પર હંમેશા પોતાની લાગણીઓ અને વિચારો શેર કરતા હોય છે. ફરી એક વખત અમિતાભ બચ્ચન ભાવુક દેખાયા.

0

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. સદીના મહાનાયક રહેવા ઇન્સ્ટા પોસ્ટ અથવા બ્લોગ દ્વારા હંમેશા ફેન્સ સાથે કનેકટ રહે છે. અગાઉ અમિતાભની એક ક્રિપ્ટીક પોસ્ટને લઈને ફેન્સ ચિંતાતુર થયા હતા. ત્યારે ગઇકાલે ફરી એક વખત અમિતાભ બચ્ચન ભાવુક દેખાયા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પુત્ર અભિષેકની પ્રસંસા કરી. બ્લોગ પર હંમેશા પોતાની લાગણીઓ અને વિચારો શેર કરતા હોય છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે તેઓ એકલાતાપણું અને બેચેની અનુભવી રહ્યા હતા. પરંતુ અભિષેક અચાનક તેમના રૂમમાં આવ્યો અને તેમને મળ્યો વાતચીત કરી. તેમની ચિંતા, એકલતા અને બેચેની બધું જ દૂર થઈ ગયું.

શહેનશાહ તરીકે લોકપ્રિય અમતિભ બચ્ચન 83 વર્ષે પણ સક્રિય છે. ફિલ્મો અને રીયાલિટી શો સાથે તેઓ બ્લોગ પણ લખતા હોય છે. તાજેતરમાં પોતાના બ્લોગમાં પોતાના પુત્ર અભિષેકની પ્રશંસા કરી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું, અભિષેક એક અદ્ભુત, વિચારશીલ જીવનસાથી, મિત્ર અને ઘણું બધું છે.” આ પહેલી વાર નથી જ્યારે અમિતાભે તેમના પુત્ર અભિષેકની પ્રશંસા કરી હોય. તેમણે અગાઉ તેને પોતાનો સાચો ઉત્તરાધિકારી ગણાવ્યો છે. તેમણે અભિષેકના અભિનયની પણ પ્રશંસા કરી છે.

અભિષેક બચ્ચને ત્યારે અમિતાભને મળ્યા જયારે તેઓ એકલતાપણું અનુભવી રહ્યા હતા. બચ્ચને પોતાના બ્લોગમાં આ બાબતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું હતું કે ”અલગ થવાની, વિભાજનની, ફક્ત નકામીપણાની વેદનામાં… એક સ્વાગતભર્યો શ્વાસ આવે છે… પુત્ર… મારા રૂમમાં અચાનક આવે છે… એક આશ્ચર્ય… બધી નકારાત્મકતા, ચિંતા, ચિંતા ધોઈ નાખે છે…” તેમણે પુત્ર અભિષેક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેને એક મિત્ર અને એક મહાન જીવનસાથી કહ્યો.

અમિતાભના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બચ્ચન છેલ્લે એક્શન ડ્રામા “વેટ્ટૈયાં” માં જોવા મળ્યા હતા, વર્ષો બાદ પોતાના ખાસ મિત્ર રજનીકાંત સાથે સહયોગ કર્યો હતો. જયારે અભિષેક બચ્ચન છેલ્લે “કાલીધર લપટા” માં જોવા મળ્યો હતો. આગામી સમયમાં અભિષેક “રાજા શિવાજી” માં જોવા મળશે, જેનું દિગ્દર્શન રિતેશ દેશમુખ દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના જીવન પર આધારિત છે. વધુમાં, તે શાહરૂખ ખાન સાથે “કિંગ” માં પણ જોવા મળશે.

UP : પગાર 6 હજાર અને નોટિસ મળી 2 કરોડની ! યુવક બોલ્યો, મને ફસાવાઇ રહ્યો છે

0

ડુમરિયાગંજ વિસ્તારના એક યુવાનને GST વિભાગ દ્વારા આશરે ₹2 કરોડ (આશરે $20 મિલિયન) ની કર ચુકવણીની માંગણી કરતી નોટિસ મોકલવામાં આવી છે. જેનાથી પીડિત ઓમ પ્રકાશ વર્મા, આઘાતમાં છે અને મૂંઝવણ અનુભવી રહ્યા છે.

આ ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. ડુમરિયાગંજ વિસ્તારના એક યુવાનને GST વિભાગ દ્વારા આશરે ₹2 કરોડ (આશરે $20 મિલિયન) ની કર ચુકવણીની માંગણી કરતી નોટિસ મોકલવામાં આવી છે. જેનાથી પીડિત ઓમ પ્રકાશ વર્મા, આઘાતમાં છે અને મૂંઝવણ અનુભવી રહ્યા છે. તેઓ કહે છે કે હું એક ગરીબ માણસ છું. હું છ થી સાત હજાર રૂપિયામાં કામ કરું છું. મને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

હકીકતમા, ઓમ પ્રકાશ ડુમરિયાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારવાથિયા મુસ્તખામ ગામના રહેવાસી છે. તેમને GST વિભાગ તરફથી ₹1,99,42,313 (આશરે $130 મિલિયન) ની કર ચુકવણીની માંગણી કરતી નોટિસ મળી હતી. આ નોટિસ 10 ફેબ્રુઆરીએ મેઇલ કરવામાં આવી હતી.નોટિસ વાંચીને ઓમ પ્રકાશ ચોંકી ગયા. વર્મા છ થી સાત હજાર રૂપિયા કમાય છે અને ખાનગી શિક્ષક છે. તેમણે સૌપ્રથમ ડુમરિયાગંજ પોલીસ સ્ટેશનમાં આ બાબત અંગે અરજી દાખલ કરી.

મુખ્યાલય ખાતે સેલ્સ ટેક્સ વિભાગમાં પૂછપરછ કર્યા પછી, તેમને ખબર પડી કે કોઈએ તેમના પાન કાર્ડનો દુરુપયોગ કરીને નવી દિલ્હી અને ફર્રુખાબાદમાં અલગ અલગ કંપનીઓ બનાવી છે. તે કંપનીઓ સાથે વ્યવહારો કરવામાં આવ્યા હતા. નવી દિલ્હી સ્થિત ઓમ ટ્રેડર્સે ગયા વર્ષે ₹11,07,90,628 નો વ્યવહાર કર્યો હતો, અને પીડિતને ₹1,99,42,313 નો ટેક્સ ચૂકવવા માટે પોસ્ટ દ્વારા નોટિસ મળી હતી.

પીડિતાએ જણાવ્યું કે હું સિદ્ધાર્થનગરના ભારવથિયા મુસ્તખામનો રહેવાસી છું. મારી પાસે એક પાન કાર્ડ હતું, જેનો કોઈએ બે કંપનીઓ બનાવવા માટે દુરુપયોગ કર્યો હતો. એક દિલ્હીમાં ઓમ ટ્રેડર્સ નામથી નોંધાયેલ છે, અને બીજી ફાર્રુખાબાદમાં વર્મા એન્ટરપ્રાઇઝ નામથી નોંધાયેલ છે. મને 10 ફેબ્રુઆરીએ નોટિસ મળી. તે ₹2 કરોડની હતી. હું એક ગરીબ માણસ છું, અને હું ડરી ગયો હતો. હું આ મામલાની તપાસ કરાવવા માટે દોડી ગયો. મેં ડુમરિયાગંજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ દાખલ કરી.”

જ્યારે હું નૌગઢ ગયો, ત્યારે કરવેરા વિભાગના ડેપ્યુટી કમિશનરે મને કહ્યું કે તે મારા નામે નોંધાયેલ છે. ત્યારથી હું આમતેમ દોડી રહ્યો છું. આ નોટિસ દિલ્હીથી આવી છે. હું એક ખાનગી શિક્ષક છું અને ₹6,000-7,000 નો પગાર મેળવું છું. હું આની સંપૂર્ણ તપાસ ઇચ્છું છું. મને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

World : સહારાના રણમાંથી 9.5 કરોડ વર્ષ જૂની ડાયનાસોરની અનોખી પ્રજાતિના અવશેષો મળ્યાં, 40 ફૂટની ઊંચાઈ

0

ઉત્તર નાઈજરના અગાદેઝ વિસ્તારમાં જીવવૈજ્ઞાનિક પોલ સેરેનોના નેતૃત્વમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ડાયનોસોરની એક નવી પ્રજાતિના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો આશરે 9.5 કરોડ વર્ષ જૂના એટલે કે ક્રિટેશિયસ યુગના હોવાનું મનાય છે. વર્ષ 2022માં કરવામાં આવેલા આ ખોદકામમાં વૈજ્ઞાનિકોને ડાયનોસોરની ત્રણ ખોપરીઓ સહિત શરીરના અનેક મહત્ત્વપૂર્ણ હાડકાં મળી આવ્યા હતા.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ડાયનોસોર આશરે 40 ફૂટ લાંબો હતો અને તેનું વજન 5થી 7 ટન જેટલું હોવાનો અંદાજ છે. તેની શારીરિક વિશેષતાઓ તેને અન્ય થેરાપોડ(Therapod) ડાયનોસોરથી તદ્દન અલગ પાડે છે.

  • મગર જેવી ચાંચ: તેની પાસે મગર જેવી લાંબી ચાંચ અને ખાસ માછલી પકડવા માટે રચાયેલા અણીદાર દાંત હતા.
  • વહાણના સઢ જેવી પીઠ: તેની પીઠ પર વહાણના સઢ જેવો વિશિષ્ટ આકાર હતો.
  • વળાંકદાર ખોપરી: આ ડાયનોસોરની ખોપરી આશરે 20 ઈંચ ઊંચી અને વળાંકદાર હતી, જે તેની સૌથી મોટી ઓળખ બની છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ડાયનોસોર સંપૂર્ણપણે જળચર નહોતો, પરંતુ તે પાણીની આસપાસ રહેવાનું વધુ પસંદ કરતો હતો. તે નદીઓ અને તળાવોના ઓછા ઊંડા પાણીમાં ઊભા રહીને પોતાની લાંબી ચાંચ વડે માછલીઓ અને અન્ય જળચર જીવોનો શિકાર કરતો હતો. સહારાના રણમાં મળેલી આ શોધ પ્રાચીન જીવસૃષ્ટિના રહસ્યો સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Entertainment : રવિ દુબે અને સરગુનના ઘરે ગુંજશે કિલકારી, લગ્નના 12 વર્ષ પછી ફેમસ અભિનેત્રી બનશે માતા

ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત અને પ્રિય યુગલોમાંના એક રવિ દુબે અને સરગુન મહેતા પણ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. લગ્નના 12 વર્ષ પછી આ કયુટ કપલના ઘરે પારણું બંધાશે.

બોલીવુડમાં ભારતી સિંહ, ગૌહર ખાન અને સોનમ કપૂર સહિતની અભિનેત્રીઓએ ચાહકોને ખુશખબર આપી છે કે તેઓ બીજી વખત માતા બન્યા છે. હવે ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત અને પ્રિય યુગલોમાંના એક રવિ દુબે અને સરગુન મહેતા પણ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. લગ્નના 12 વર્ષ પછી આ કયુટ કપલના ઘરે પારણું બંધાશે.

સરગુન અને રવિ હવે ગર્ભાવસ્થાની અફવાઓને કારણે આજે સમાચારની હેડલાઈન બન્યા છે. હાલમાં આ કયુટ કપલ તેમના શો “જુલિયટ જટ્ટ દી” ના પ્રમોશન માટે રિયાલિટી શો બિગ બોસ 19 માં આવ્યા હતા. સરગુન પ્રેગનન્ટ હોવાની આ શો બાદ અફવા શરૂ થઈ હતી. હાલમાં બંનેને હોસ્પિટલની બહાર જોવા મળતા ચાહકોએ અનુમાન લગાવ્યું કે આ કપલ ટૂંક સમયમાં કોઈ સારા સમાચારની અપેક્ષા રાખી શકે છે. જોકે, આ દંપતીએ હજુ સુધી આ અફવાની પુષ્ટિ કરી નથી. રવિ અને સરગુન મહેતા ટીવી સીરીયરલમાં અભિનય કરવા ઉપરાંત પોતાની પ્રોડકશન કંપની પણ ખોલી છે. તેમના નિર્માણમાં બનેલ ડ્રામા સુપરહિટ થયો. જેના બાદ ઇન્ડસ્ટ્રીમાં લોકો આ કપલને લકી માનવા લાગ્યા છે.

રવિ અને સરગુનની પ્રેમકથા વિશે વાત કરીએ તો, તેઓ પહેલી વાર “12/24 કરોલ બાગ” ના સેટ પર મળ્યા હતા અને અહીંથી જ તેમની પ્રેમકથા શરૂ થઈ હતી. આ સિરિયલમાં, તેઓએ એક ઓનસ્ક્રીન કપલની ભૂમિકા ભજવી હતી. તેમનો ઓનસ્ક્રીન રોમાંસ ટૂંક સમયમાં વાસ્તવિક જીવનના પ્રેમમાં પરિણમ્યો, જોકે તેઓએ લાંબા સમય સુધી તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. ત્યારબાદ રવિએ “નચ બલિયે 5” દરમિયાન સરગુનને પ્રપોઝ કર્યું અને તેઓએ 7 ડિસેમ્બર, 2013 ના રોજ લગ્ન કર્યા. રવિ દુબેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ, રામાયણમાં રણબીર કપૂર અને યશ જેવા દિગ્ગજ સ્ટાર સાથે જોવા મળશે. અભિનેતા પોતે પણ આ ફિલ્મને લઈને ઉત્સુક છે.