Home Blog Page 396

Jamnagar : જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝી જતાં મૃત્યુ નિપજવાથી ભારે અરેરાટી

0

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક મહિલા પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં તિરુપતિ સોસાયટીમાં ગયા હતા, અને કરિયાવરની વિધિ ચાલી રહી હતી, જે દરમિયાન જમીન પરનું ફ્લોરિંગ સળગવા લાગતાં મહિલાની સાડીને તેની ઝાળ અડી ગઈ હતી, અને તેઓ પણ ગંભીર સ્વરૂપે તમામ જાનૈયાઓ ની વચ્ચે દાઝી ગયા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જે બનાવને લઈને લગ્ન સમારંભમાં ભારે સોંપો પડી ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતા અને જીઆઇએસએફમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા (37) કે જેઓના ભાણેજ ના લગ્ન જામનગરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં યોજાયા હતા.ગત 8મી તારીખે જાહેરમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, અને માંડવામાં સિધ્ધરાજસિંહ ના પત્ની ભાવનાબા સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ.વર્ષ. 34) કે જેઓ પોતાની ભાણેજના કરિયાવરની વિધિના પ્રસંગમાં હાજરી આપી રહ્યા હતા.

જે દરમિયાન નીચે જમીન પર પાથરેલું પ્લાસ્ટિકનું ફ્લોરિંગ કે તેમાં કોઈપણ રીતે આગ લાગી ગઈ હશે, અને સળગતું હશે, જેના ઉપર ભાવનાબાની સાડી નો છેડો અડી જતાં પાછળથી સાડી એકાએક સળગવા લાગી હતી, અને તેઓએ સાડીનું ડ્રાયકલીન કરાવી હોવાથી તેમાં કેમિકલ હોવાના કારણે આગ ક્ષણભરમાં જ તેઓની સાડીમાં પ્રસરી ગઈ હતી, અને સર્વે જાનૈયાઓની વચ્ચે તેઓએ ભારે બુમાબુમ કરીમૂકી હતી, અને ત્યાં હાજર રહેલા અન્ય કુટુંબીઓએ ઠારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્ષણભરમાંજ ભાવનાબેન 70 ટકાથી વધુ દાઝી ગયા હતા, અને તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ગત 14મી તારીખે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને સમગ્ર પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

આ બનાવ અંગે મૃતક ભાવનાબા ના પતિ સિધ્ધરાજસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભાવનાબા ના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ભાવનાબા ને 14 વર્ષ અને 13 વર્ષના બે સંતાનો છે, જેઓ માતા વિહોણા બની ગયા છે.

જામનગર માં તિરૂપતિ સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં ભાવનાબા સિદ્ધરાજસિંહ જાડેજા નામના મહિલાનું વિચિત્ર અકસ્માતમાં દાઝી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, જે બનાવમાં તેઓએ ડ્રાયક્લિન કરાવેલી સાડી મૃત્યુનું કારણ બની છે.

જે સાડીમાં કેમિકલ લગાવેલું હોવાથી જમીન પરનું ફ્લોરિંગ સળગવાથી સાડીમાં કેમિકલ હોવાના કારણે ક્ષણભરમાં જ સાડી સળગી ઊઠી હતી, અને તેની અગ્નિજવાળામાં ભાવનાબા સપડાઈ ગયા હતા, અને મૃત્યુ નિપજ્યું હતું.

Business : US ટેરિફને લઇને સોના ચાંદીની કિંમતમાં ઉછાળો, જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ

0

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સ્થાનિક બજારની અસ્થિરતા વચ્ચે શનિવારે 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સ્થાનિક બજારની અસ્થિરતા વચ્ચે શનિવારે 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રોકાણકારો વિશ્વભરમાં ચાલી રહેલી આર્થિક પ્રવૃત્તિઓ અને મુખ્ય વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ જ કારણ છે કે કિંમતી ધાતુઓમાં વધઘટ ચાલુ રહે છે. રોકાણકારો સોના અને ચાંદીના રોકાણો અંગે પણ સાવધાનીપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે.

અમેરિકામાં ટેરિફ અંગેના તાજેતરના વિકાસની સોના અને ચાંદીના ભાવ પર નોંધપાત્ર અસર પડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા વૈશ્વિક ટેરિફની જાહેરાત અને અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, કિંમતી ધાતુઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો.

ચાંદીના ભાવ
દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં 10 ગ્રામ ચાંદી ₹2,750 માં વેચાઈ રહી છે. ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹27,500 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2,900 છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ
1,59,330
1,46,050
રાજકોટ 1,59,330 1,46,050
વડોદરા 1,59,330 1,46,050
સુરત 1,59,330 1,46,050
દિલ્હી 1,59,430 1,46,150
મુંબઈ 1,59,280 1,46,000
સોનામાં કેમ વધ્યો ભાવ ?

યુએસ ટેરિફના કારણે બજારમાં ખળભળાટ મચી ગયો છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. અન્ય કિંમતી ધાતુઓ સાથે હાજર સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ સુરક્ષિત સંપત્તિ તરીકે સોના તરફ વળ્યા છે.

BREAKING NEWS : ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’

0

ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે (21 ફેબ્રુઆરી) એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા કહ્યું કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ગત કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટ રીતે અનુભવાયો છે. પ્રમુખ લૂલાનો આ પ્રવાસ ઐતિહાસિક ‘AI Impact Summit’ને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશોની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરે છે.’

Ahmedabad : અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ

0

અમદાવાદમાં સરસપુરના વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં શુક્રવારે (20મી ફેબ્રુઆરી) રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામ સામે મારામારી થઈ હતી. પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.

સરસપુરમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ માં ગઈકાલે રાત્રે યુવતીના લગ્ન હતા જેમાં ઊંચા આવે છે ડીજે વાગી રહ્યું હતું. ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ધીમે ગીતો વગાડવા કહ્યું હતું જે બાબતે બંને કોમના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં ફોરફોડ કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા.દરમિયાન પોલીસને જાણ થતા શહેરકોટડા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે પહોંચી મામલો થાળે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધ હતી. પોલીસે સાત આરોપીઓની અટકાયત પણ કરી છે. હાલ ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

Up : 33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વીડિયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા

0

યુપીના બાંદા જિલ્લામાંથી સામે આવેલી આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે. અહીં એક સરકારી એન્જિનિયર અને તેની પત્નીએ મળીને માસૂમ બાળકોના જીવન નરક બનાવી દીધા હતા. સિંચાઈ વિભાગના પૂર્વ જુનિયર એન્જિનિયર રામભવન અને તેની પત્નીએ છેલ્લા 10 વર્ષમાં અંદાજે 33 બાળકોનું જાતીય શોષણ કર્યું અને તેના બિભત્સ વીડિયો બનાવી ડાર્ક વેબ દ્વારા 47 દેશોમાં વેચ્યા હતા. આ મામલાની ગંભીરતાને જોતા કોર્ટે તેને ‘રેરેસ્ટ ઓફ રેર’ કેસ ગણાવીને પતિ-પત્ની બંનેને ફાંસીની સજા ફટકારી છે.

આ આંતરરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઈન્ટરપોલને ડિજિટલ મોનિટરિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી. ઈન્ટરપોલે ભારતની તપાસ એજન્સીઓને એલર્ટ કરી અને ઑક્ટોબર 2020માં સીબીઆઈએ(CBI) આ કેસ હાથમાં લીધો. તપાસ દરમિયાન જ્યારે એન્જિનિયરના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્કમાંથી બાળકોના શોષણના સેંકડો ફોટો અને વીડિયો મળી આવ્યા હતા, જેણે તપાસ અધિકારીઓને પણ સ્તબ્ધ કરી દીધા હતા.

રામભવન બાળકોને ઓનલાઈન ગેમ રમવાની લાલચ, પૈસા અથવા નાની ભેટ આપીને પોતાના જાળમાં ફસાવતો હતો. આ નેટવર્ક 2010થી 2020 દરમિયાન બાંદા અને ચિત્રકૂટ વિસ્તારમાં સક્રિય હતું. જે બાળકો જાળમાં ફસાઈ જતા, તેમને ડરાવી-ધમકાવીને કે બ્લેકમેલ કરીને તેમનું શોષણ કરવામાં આવતું હતું. આ અત્યાચારનો ભોગ બનેલા કેટલાક બાળકોની ઉંમર તો માત્ર 3 વર્ષ જેટલી નાની હતી. આ શારીરિક અને માનસિક ત્રાસને કારણે ઘણા બાળકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ગંભીર માનસિક આઘાતમાં જીવી રહ્યા છે.

સીબીઆઈએ ફેબ્રુઆરી 2021માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 74 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. પોક્સો કોર્ટે 160 પાનાના ઐતિહાસિક ચુકાદામાં બંને ગુનેગારોને ફાંસીની સજા સંભળાવતા કહ્યું કે, ‘બંનેને ત્યાં સુધી ફાંસી પર લટકાવવામાં આવે જ્યાં સુધી તેમનું મૃત્યુ ન થાય.’ આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે દરેક પીડિત બાળકને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, જેથી તેમના પુનર્વસન અને ભવિષ્યને સુરક્ષિત કરી શકાય.

Surat : સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, બ્લેકમેઈલ કરનારી મહિલા મિત્રની અટકાયત

0

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડરને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે તેની મહિલા મિત્ર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં બ્લેકમેલિંગ અને મિલકતો પડાવી લેવાની વિગતો સપાટી પર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા. તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, મહિલા મિત્ર તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધોનો અંત લાવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી. મહિલા મિત્રએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકી અપાતા તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું.

બીજી તરફ, ધરપકડ કરાયેલી મહિલાએ પણ પોલીસમાં અરજી કરી ચોંકાવનારા દાવા કર્યા હતા. તેણે આ ઘટનાને આપઘાત નહીં પણ ‘મર્ડર’ ગણાવ્યું હતું. આક્ષેપ કર્યો હતો કે પરિવાર મૃતક તુષાર ઘેલાણીનો ઉપયોગ માત્ર ‘એટીએમ મશીન’ તરીકે કરતો હતો અને તેમને માન-સન્માન આપતો નહોતો. આ ઉપરંત તેણે એવો પણ દાવો કર્યો હતો કે દીકરીના લગ્ન માટે તુષારભાઈએ તેની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

ઉમરા પોલીસે બંને પક્ષોની અરજી અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે, હાલ પોલીસે મહિલા મિત્ર સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે.

Gujarat : કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં 15 એકમોને રૂપિયા 71 હજારનો દંડ કરાયો

0

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ખાદ્ય એકમો ખાતે સ્વચ્છતાલક્ષી તપાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ તપાસણી દરમિયાન સ્વછતાનો અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા ૧૫ જેટલા એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૭૧,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ તપાસણી ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા એકમોમાં જય અંબે દાળવડા, જય જલારામ ખમણ હાઉસ, એ જે. ફૂડ જંક્શન, બોમ્બે સેન્ડવીચ, પટેલ સેન્ડવીચ, બ્રહ્માણી લાઈવ વેફર્સ, એવર ફ્રેશ સ્પેશિયલ, છાશ વાલા, હેપ્પી વાલી ફીલિંગ, ડોમિનોઝ પિઝા અને કચ્છી દાબેલી ખાતે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેને કારણે આ ખાદ્ય એકમો પાસેથી કુલ રૂપિયા ૫૯૦૦૦ અને પ્રકાશ મસાલા અને એવર ફ્રેશ બેકરી ખાતેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા કુલ રૂપિયા ૧૨,૦૦૦ મળીને શુક્રવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કુલ ૧૫ જેટલા એકમો પાસેથી કુલ રૂપિયા ૭૧ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ખાદ્ય એકમો ખાતે તપાસણી ઝુંબેશ ચાલુ રહેશે, જેથી સ્વચ્છતા રાખવી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી છે.

Kheda : કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા

0

ખેડા એલસીબીએ કમળા ચોકડી નજીક પંચર થયેલી કારમાંથી વિદેશી દારૂના બિયરના ૨૮૮ નંગ (કિંમત રૂ.૬૩,૩૬૦)નો જથ્થો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની ગાડી મળી કુલ રૂ.૩,૬૩,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એલસીબી પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ એક કાર વિદેશી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મળેલી કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીનો ચાલક યુટર્ન મારી વરસોલા ચોકડી થઈ કમળા ચોકડી તરફ નાસી ગયો હતો. કમળા ચોકડી નજીક કટમાંથી યુ ટર્ન લેવા જતા અચાનક ડ્રાઇવર સાઈડનું ગાડીનું ટાયર ફાટયું હતું. જેથી ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. એલસીબી પોલીસે આ ગાડીની તલાસી લેતા વિદેશી દારૂના બિયરના ૨૮૮ ટીન (કિંમત રૂ.૬૩,૩૬૦) મળી આવ્યા હતી. જેથી પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની કાર સહિત રૂપિયા ૩,૬૩,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat : સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ

0

ડાકોરમાં નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે. છેલ્લા ચાર મહિનાથી શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાયેલો છે, પરંતુ નવાઈની વાત એ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે આ અંગે કોઈ માહિતી જ નથી.

ડાકોર નગરપાલિકાના રહીશો ‘એ’ ગ્રેડનો ટેક્સ ભરતા હોવા છતાં તેમને લાઈટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે વલખાં મારવા પડી રહ્યા છે. મોટાભાગના રહીશોને પાણી માટે પોતાના બોર બનાવવા પડયા છે, જ્યારે ગટર ઉભરાવાની સમસ્યા ઠેર-ઠેર જોવા મળી રહી છે. નંદનવન સોસાયટી સહિત વોર્ડ નંબર ૬માં લાંબા સમયથી લાઈટો બંધ છે, જેને કારણે સ્થાનિકોને ભાકે હાલાકી વેઠવા પડી રહી છે. સ્થાનિક આગેવાને સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત કરી, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પાલિકાના વાયરમેન જોસફભાઈના જણાવ્યા અનુસાર, પાલિકામાં છેલ્લા ચાર મહિનાથી ઈલેક્ટ્રિકનો કોઈ સમાન કે રિપેરિંગ મટીરીયલ જ લાવવામાં આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે, ચીફ ઓફિસર સંજયભાઈ પટેલને માત્ર રોડ-રસ્તા અને પેવરબ્લોક જેવા ‘કમિશન’ વાળા કામોમાં જ રસ છે. જનહિતના કામોમાં તેઓ ઉદાસીન છે. ચીફ ઓફિસરની કામગીરીથી મામલે ભાજપના શહેર પ્રમુખ અને અગ્રણીઓએ લેખિતમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ચીફ ઓફિસર છેલ્લા પાંચ વર્ષમાં બે વખત બદલાઈને ફરી ડાકોરમાં જ આવી ગયા છે અને વિકાસના કામોની ‘ઘોર ખોદી’ રહ્યા છે. ફરિયાદ બાદ હવે ચીફ ઓફિસરે માત્ર ઈલેક્ટ્રિક સામાન મંગાવવા માટે કર્મચારીની નિમણૂક કરવાની સૂચના આપી છે. ડાકોરવાસીઓ હવે સવાલ કરી રહ્યાં છે કે, તેમને અંધારપટમાંથી ક્યારે મુક્તિ મળશે?

Surendranagar : સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

0

 હોળી-ધૂળેટીના તહેવારોને લક્ષમાં રાખીને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના નવા-નવા પેંતરા રચવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા તાલુકાના સામતપર ગામ પાસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવા બની રહેલા ટોલ નાકા પાસે લાકડા ભરેલી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતા, તેમાંથી લાકડાની આડમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી નાની-મોટી કુલ ૩,૮૧૬ બોટલ (કિં.રૂ.૩૯,૦૯,૫૦૪) ઝડપી પાડી છે. પોલીસે દારૂ, ટ્રક (૧૦ લાખ), મોબાઈલ અને ૧૨૦ મણ લાકડા મળી કુલ રૂ.૪૯,૧૯,૫૦૪નો મુદ્દામાલ સાથે આરીફ મુસાભાઇ લાખા (રહે. ગડુ ગામ, તા. માળીયા હાટીના, જિ.જુનાગઢ) અને ઉમરભાઈ જુસબ લાખા (રહે. જામવાળી ગામ, તા.માંગરોળ, જિ.જુનાગઢ)ની ધરપકડ કરી છે. આ જથ્થો હરિયાણાથી ભરીને જેતપુર પહોંચાડવાનો હતો.

આ ટ્રક હરિયાણાથી રાજસ્થાન અને ગુજરાતના મહેસાણા, બહુચરાજી, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર શહેર પસાર કરીને સાયલા સુધી પહોંચી હતી. જ્યાંથી આગળ જેતપુર પહોંચે તે પહેલા સાયલા ઝડપાઇ ગયો છે. સાયલામાં નવા પીઆઈ ઉપાધ્યાયની નિમણૂક બાદ એલસીબી દ્વારા થયેલી આ બીજી મોટી રેડ છે, જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને સતર્કતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ આ મામલે ઝડપાયેલા બંને શખ્સ, ટ્રકમાં દારૂ ભરી આપનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસને સોંપવામાં આવી છે.