Home Blog Page 405

Bollywood : સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું! વેન્ટિલેટર પર રખાયા પણ સર્જરીની જરૂર નહીં

0

બોલિવૂડના દિગ્ગજ લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડૉક્ટરો દ્વારા જાહેર કરાયેલ હેલ્થ અપડેટ અનુસાર, તેમને ‘મિનિમલ બ્રેઈન હેમરેજ’ થયું હોવાનું નિદાન થયું છે. 

સલીમ ખાનની હાલતમાં સુધારો, ઓપરેશનની જરૂર નહીં પડે

જોકે, રાહતની વાત એ છે કે તેમની સ્થિતિમાં હાલ સર્જરીની કોઈ આવશ્યકતા જણાતી નથી. વધુ ઉંમરના કારણે રિકવરી થોડી ધીમી છે, તેમ છતાં તેમની હાલતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. વરિષ્ઠ ડૉક્ટર જલીલ પારકરે જણાવ્યું કે, તેમની સ્થિતિ સમજવા માટે ‘ડિજિટલ સબટ્રેક્શન એન્જિયોગ્રાફી'(DSA) કરવામાં આવી છે અને હાલ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

ડૉક્ટર્સની ટીમ દ્વારા 24 કલાક સખત મોનિટરિંગ

સલીમ ખાનને ગત 17 ફેબ્રુઆરીએ હાઈ બ્લડ પ્રેશર અને બ્રેઈન હેમરેજની ફરિયાદ બાદ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડૉક્ટર્સની ટીમ 24 કલાક તેમની દેખરેખ રાખી રહી છે અને સ્થિતિ વધુ સ્થિર થતા તેમને વેન્ટિલેટર પરથી હટાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં સલમાન ખાન, અરબાઝ ખાન, હેલન અને સલમા ખાન સહિત સમગ્ર પરિવાર અને જાવેદ અખ્તર જેવી હસ્તીઓ હોસ્પિટલ પહોંચી હતી. ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Sports : T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે ભારતની 17 રને જીત, વરુણ-શિવમ દૂબેનું શાનદાર પ્રદર્શન

0

ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ, જેમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે  20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 193 રન બનાવ્યા, 194 રનનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન જ બનાવી શકી હતી. ભારતનો 17 રને વિજય થયો હતો. ટી20 વર્લ્ડકપ 2026માં આ ભારતની સતત ચોથી જીત છે.

ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. કુલદીપ યાદવ, વાઇસ કેપ્ટન અક્ષર પટેલની જગ્યાએ અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદરને ચાન્સ અપાયો હતો, ભારત તરફથી શિવમ દુબેએ 66 રન જ્યારે હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. વરુણ ચ્રકવર્તીએ 3 તો શિવમ દૂબેએ 2 વિકેટ ખેરવી, બૂમરાહ, હાર્દિકની 1-1 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.

હવે 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ સુપર 8ના પહેલા મુકાબલામાં ભારતની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. ICC ટી20 વર્લ્ડકપમાં ભારત અને સાઉથ આફ્રિકા 7 વખત આમને સામને આવ્યા છે જેમાં ભારત 5 તો સાઉથ આફ્રિકા 2 વખત જીત્યું છે. 

National : केन्द्रीय कर्मचारी सावधान! आठवें वेतन आयोग को लेकर आ गया ये बड़ा व्हाट्सएप स्कैम

0

आठवें वेतन आयोग को लेकर करीब एक करोड़ केंद्रीय कर्मचारी और पेंशनधारी बेसब्री से इंतजार कर रहे हैं. इसी उत्सुकता का फायदा उठाकर साइबर ठग नया व्हाट्सएप स्कैम चला रहे हैं. रिपोर्ट्स के मुताबिक, ठग केंद्रीय कर्मचारियों को एक व्हाट्सएप मैसेज भेज रहे हैं जिसमें दावा किया जा रहा है कि वे आठवें वेतन आयोग के तहत अपनी संशोधित (रिवाइज्ड) सैलरी का तुरंत आकलन कर सकते हैं. इसके लिए एक लिंक दिया जाता है और उस पर क्लिक कर एक APK फाइल डाउनलोड करने को कहा जाता है.

कैसे हो रहा है फर्जीवाड़ा?

पहली नजर में यह एक साधारण सैलरी कैलकुलेटर जैसा लगता है, लेकिन वास्तव में यह एक खतरनाक मालवेयर होता है. जैसे ही यूजर APK फाइल डाउनलोड करता है, ठगों को मोबाइल पर रिमोट एक्सेस मिल सकता है. वे आपके फोन का संवेदनशील डेटा चुरा सकते हैं. बैंकिंग ऐप्स, ओटीपी और पासवर्ड तक पहुंच बनाकर बैंक खाते से पैसा निकाल सकते हैं.

अधिकारियों ने चेतावनी दी है कि कई बार यूजर को तुरंत यह एहसास भी नहीं होता कि उसके साथ धोखाधड़ी हो चुकी है. जब तक पता चलता है, तब तक खाते से रकम निकाली जा चुकी होती है.

सरकार ने क्या कहा?

सरकार की ओर से सार्वजनिक चेतावनी जारी की गई है कि ऐसे संदिग्ध व्हाट्सएप मैसेज और लिंक से सावधान रहें. आठवें वेतन आयोग से जुड़ी कोई भी आधिकारिक जानकारी केवल सरकारी वेबसाइट या अधिकृत माध्यमों से ही जारी की जाएगी.

क्या करें, क्या न करें?

✔ किसी भी अनजान लिंक पर क्लिक न करें.

✔ व्हाट्सएप या सोशल मीडिया से आई APK फाइल डाउनलोड न करें.

✔ केवल गूगल प्ले स्टोर/एप्पल ऐप स्टोर से ही ऐप डाउनलोड करें.

✔ बैंकिंग डिटेल्स, ओटीपी या पासवर्ड किसी से साझा न करें.

✔ संदिग्ध गतिविधि दिखे तो तुरंत बैंक और साइबर क्राइम हेल्पलाइन (1930) पर शिकायत करें.

कुल मिलाकर, आठवें वेतन आयोग को लेकर उत्सुकता समझ में आती है, लेकिन इसी का फायदा साइबर अपराधी उठा रहे हैं. सतर्क रहना ही सबसे बड़ा बचाव है.

World : ટ્રમ્પના ટેરિફના પગલે ભારતે રશિયા પાસેથી ઓઇલ આયાત ઘટાડી દીધી

0

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર ઓગસ્ટમાં નાખેલી ટેરિફના પગલે ભારતની રશિયામાંથી ક્રૂડની આયાત જાન્યુઆરી ૨૦૨૫ની ટોચના ૪.૮૧ અબજ ડોલરથી ૪૦ ટકા ઘટીને જાન્યુઆરી ૨૦૨૬ના અંતે ૨.૮૬ અબજ ડોલર થઈ ગઈ છે.  ભારતીય રીફાઇનરીઓએ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કરવાના પરિણામે આયાતમાં ઘટાડો થયો છે. 

ભારતે આ પહેલા રશિયા પાસેથી ૨૦૨૨-૨૩માં ૩૧ અબજ ડોલર, ૨૦૨૩-૨૪માં ૪૬.૪૯ અબજ ડોલર અને ૨૦૨૪-૨૫માં ૫૦.૨૮ અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. આના પહેલાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેતું જ ન હતુ. આ પહેલાં ભારતે ૨૦૧૨-૧૩માં વેનેઝુએલા પાસેથી ૧૪.૧૦ અબજ ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, પરંતુ પછી ભૂરાજકીય કારણસર તે આયાત બંધ કરી હતી. 

આ આયાત ૨૦૨૧-૨૨માં શૂન્ય હતી. 

ભારત હવે અમેરિકા પાસેથી અને વેનેઝુએલે પાસેથી ક્રૂડ ઓઇલની જંગી આયાત કરશે તેમ માનવામાં આવે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે ભારત વેનેઝુએલા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી કરશે. આમ ટ્રમ્પ ભારતની સસ્તા ક્રૂડની માંગ પર સંમત થયા છે અને તેના પરિણામે ભારત પણ ટ્રમ્પની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવાની માંગ પર સંમત થયું છે. તેના કારણે બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ થયું હતું.

ભારતીય રીફાઇનરો આગામી મહિનાઓમાં રશિયાની બદલે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ખરીદવા લાગશે. હાલમાં તેઓ વેનેઝુએલાની ઓફર પર વિચાર કરી રહ્યા છે.

 બીજી બાજુએ ભારતે ખરીદી ઘટાડતા રશિયાના ઓઇલ ટેન્કરો ચીન તરફ વળ્યા છે અને ચીને રશિયા પાસેથી ઓઇલના પુરવઠાની ખરીદીમાં વધારો કર્યો છે. આમ તે અહીં ભારતે ઘટાડેલી ખરીદીને સરભર કરી રહ્યુ છે. 

​Article : બજેટનું ‘જ્ઞાન’ અને સામાન્ય માણસનું ‘તાણ’: એક હાસ્ય કટાક્ષ

0

​ફેબ્રુઆરી મહિનો આવે એટલે બે જ જણા ટેન્શનમાં હોય, એક પેલી વેલેન્ટાઈન ડે વાળી પાર્ટી અને બીજો મારો ગરીબડો સામાન્ય માણસ! હમણાં કનુભાઈએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. આંકડો સાંભળીને તો મને એમ થયું કે આટલામાં તો આખું મંગળ ગ્રહ ભાડે રાખી લેવાય! પણ પછી ખબર પડી કે આ તો આપણું ગુજરાત છે, અહીં ‘વિક્રમી’ શબ્દ વગર તો ચા પણ ગળે નથી ઉતરતી.


​સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિકનો તિતિક્ષા યોગ
​બજેટમાં ‘સ્માર્ટ પાર્કિંગ’ માટે 100 કરોડ ફાળવ્યા છે. સાહેબ, અહીં સ્માર્ટ પાર્કિંગની જરૂર નથી, ‘સ્માર્ટ ડ્રાઈવિંગ’ની જરૂર છે! અમારે ત્યાં તો રિક્ષાવાળો એવી રીતે રિક્ષા ઘુસાડે છે કે જાણે એની રિક્ષામાં હાઈડ્રોલિક સિસ્ટમ હોય અને એ હવામાં ઉડી જવાની હોય. હવે ટ્રાફિકમાં ફસાયેલો માણસ જ્યારે રેડિયો પર સાંભળે કે “ગુજરાત વાયર-ફ્રી બનશે”, ત્યારે એને એમ થાય કે “ભાઈ, પહેલા મને આ ટ્રાફિક-ફ્રી તો કરો!” ગાડીના ટાયર ઘસાઈ જાય પણ સિગ્નલ પરથી ગાડી એક ઇંચ ન ખસે, એને જ તો સાચું ‘સ્થિર બજેટ’ કહેવાય!
​લાઈટ બિલ અને અંડરગ્રાઉન્ડ વાયર
​સરકારે કહ્યું કે વીજળીના તાર અંડરગ્રાઉન્ડ કરીશું. બહુ સારું! એટલે હવે પતંગ ચગાવતી વખતે તારમાં ભરાવવાની બીક નહીં. પણ સાહેબ, તાર ભલે જમીનમાં જાય, લાઈટ બિલ તો આસમાને જ જાય છે ને? ગૃહિણીઓ તો હવે રાત્રે દીવો પ્રગટાવતા પણ વિચારે છે કે ક્યાંક આનો પણ ટેક્સ ન આવી જાય! મોંઘવારી એવી વધી છે કે હવે તો શાકભાજી લેવા જઈએ ત્યારે થેલીમાં શાક ઓછું અને દુઃખ વધારે હોય છે.
​મોંઘવારી પર ‘કલમ’નો ફટકો
​મોંઘવારી વિશે તો શું કહેવું? એક નાનકડી પંક્તિ યાદ આવે છે:
​બજેટમાં આંકડાઓનો એવો જાદુ છવાયો છે,
કે સામાન્ય માણસનો ગજવો બિચારો ગભરાયો છે.
ઘી-તેલના ભાવ જોઈને હવે તો એવું લાગે છે,
કે રસોડામાં રાંધણ ગેસ નહીં, પણ લોહી ઉકળાયો છે!
​રોજગારી અને ‘ડીજીટલ સ્ટેક’નો ડખો
​સરકારે ‘યુનિફાઈડ ડિજિટલ સ્ટેક’ની વાત કરી કે ડોક્યુમેન્ટ્સ વારંવાર નહીં આપવા પડે. ભલે સાહેબ, ડોક્યુમેન્ટ્સ તો એક જ વાર આપીશું, પણ સામે ‘રોજગારીનો ઓર્ડર’ પણ જો એક જ વાર મળી જાય તો કેવું સારું? અત્યારે તો યુવાનો એટલા ડિજિટલ થઈ ગયા છે કે નોકરીની જાહેરાત જોવા માટે પણ પપ્પાના હોટસ્પોટ પર આધાર રાખવો પડે છે!
​યોજનાઓનો મારો અને જનતાનો વારો
​’નમો ગુજરાત કૌશલ્ય મિશન’ અને ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ’… નામ તો એવા છે કે સાંભળીને એમ થાય કે કાલે જ હું એરોપ્લેન બનાવતો થઈ જઈશ. પણ ઓફિસમાં જઈએ ત્યારે ખબર પડે કે ત્યાં તો હજી ‘સર્વર ડાઉન’ની જૂની પુરાણી બીમારી ચાલે છે! બજેટમાં લાખો કરોડોની જોગવાઈ થાય છે, પણ સામાન્ય માણસના ખિસ્સામાં તો હજી ‘લોચો’ જ છે.
​ટૂંકમાં કહીએ તો, બજેટ એટલે એવી સ્કીમ જેમાં સરકાર આપણને લાલ ગાજર બતાવે અને આપણે એ ગાજરનો હલવો ખાવાના સપના જોતા જોતા સૂઈ જઈએ!
​લેખક : અશ્વિન ગોહિલ

National : ૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા

0

૨ અને ૯ એપ્રિલે રાજ્યસભાની ૩૭ બેઠકો ખાલી પડી રહી છે. આ ૩૭ બેઠકો માટે ૧૬ માર્ચે ચૂંટણી યોજાશે. આ માટે ૨૬ ફેબુ્રઆરીએ નોટિફિકેશન જારી કરવામાં આવશે અને તે દિવસથી જ ચૂંટણીની પ્રક્રિયા શરૃ થઇ જશે.

દસ રાજ્યોમાં કુલ ૩૭ બેઠકો માટે મતદાન થશે. આ દસ રાજ્યોમાં મહારાષ્ટ્ર(૭ બેઠકો), ઓડિશા (૪ બેઠકો), તેલંગણા (૨ બેઠકો), તમિલનાડુ (૬ બેઠકો), છત્તીસગઢ (૨ બેઠકો), પશ્ચિમ બંગાળ (૫ બેઠકો), આસામ (૩ બેઠકો), હરિયાણા (૨ બેઠકો), હિમાચલ પ્રદેશ (૧ બેઠક) અને બિહાર (૫ બેઠકો)નો સમાવેશ થાય છે.

ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૫ માર્ચ છે. ૬ માર્ચે ફોર્મની સમીક્ષા કરવામાં આવશે. ઉમેદવારો ૯ માર્ચ સુધી પોતાનું ફોર્મ પરત લઇ શકે છે. મતદાન ૧૬ માર્ચે થશે અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી મત ગણતરી શરૃ થઇ જશે.ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ૨૦ માર્ચ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. ચૂંટણી પંચે આ ચૂંટણી માટે કેટલાક ખાસ નિર્દેશ જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે બેલેટ પેપર પર પોતાની પસંદ બતાવવા માટે ફક્ત ઇન્ટીગ્રેટેડ વોયલેટ કલરની સ્કેચ પેનનો જ ઉપયોગ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં રાજ્યસભા સભ્યોની કુલ સંખ્યા ૨૪૫ છે. તેમાં ૨૩૩ સાંસદોની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. જ્યારે ૧૨ સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

રાજ્યસભાની ચૂંટણી અન્ય ચૂંટણીથી અલગ હોય છે. તેમાં પ્રજા ડાયરેક્ટ મતદાન કરી શકતી નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજ્યસભા સભ્યોની પસંદગી કરે છે.

આ ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાજ્યસભા ચૂંટણીમાં જીત માટે જરૃરી મતોની સંખ્યા અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ રાજ્યસભા બેઠકોને આધારે નક્કી કરવામાં આવે છે. તેમાં ધારાસભ્યના વોટનું મૂલ્ય ૧૦૦ માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને આસામમાં ભાજપની કે તેના ગઠબંધનની સરકાર છે. જેના કારણે રાજ્યસભામાં ભાજપની બેઠકો વધવાની શક્યતા છે.

રાજ્યસભાનાં જે અગ્રણી સાંસદોની ટર્મ પૂર્ણ થઇ રહી છે તેમાં શરદ પવાર (એનસીપી-એસપી), અભિષેક સિંઘવી (કોંગ્રેસ), સાકેત ગોખલે (તૃણમુલ), રામદાસ અથવાલે (આરપીઆઇ-એ), એમ થંબિદુરાઇ (એઆઇએડીએમકે), તિરુચિ સિવા (ડીએમકે)નો સમાવેશ થાય છે.

Gujarat : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી અપાઈ લીલીઝંડી

0

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવજાત શિશુઓને સમયસર તેમજ સચોટ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતેથી ૧૦૮ સેવા હેઠળ ૧૧ નવી અત્યાધુનિક ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’નો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય નાણા મંત્રી શ્રી કમલેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવી ૧૧ અત્યાધુનિક ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવશે.

આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના એક પણ બાળકનું આરોગ્ય સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સરકારે સંકલ્પ કર્યો છે. નવજાત શિશુઓ માટે સંજીવની સમાન આ નવી એમ્બ્યુલન્સ ખાસ કરીને ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને એક હોસ્પિટલથી બીજી ઉચ્ચ સુવિધા ધરાવતી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવા માટે તૈયાર કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા ઉપલબ્ધ રહેશે, જે રાજ્યના નવજાત શિશુ મૃત્યુદરમાં વધુ ઘટાડો કરવામાં પાયાની ભૂમિકા ભજવશે.

આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આજે ગુજરાત દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આરોગ્ય ક્ષત્રે પણ અનેક આરોગ્યલક્ષી યોજનોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અંતરિયાળ ગામની અંદર નાના PHC સેન્ટરમાં જ્યારે ડિલેવરી થતી હોય ત્યારે નવું જન્મેલું બાળક ઘણીવાર ગંભીર બીમારી અથવા કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન લાગેલું હોય તો તેને મોટા સેન્ટર સુધી સુરક્ષિત રીતે લઈ જવા માટે અદ્યતન એમ્બ્યુલન્સની જરૂર પડતી હોય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા આજે વધુ ૧૧ નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે.

આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવી ચારણ, અધિક નિયામક શ્રી નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

REPOTER : જીગર બારોટ

Gujarat : ગાંધીનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા રૂ. ૨૭૩ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ-ખાતમૂર્હત

ગાંધીનગરના ઇન્ફોસીટી વિસ્તારમાં રૂ. ૧૪.૧૭ કરોડના ખર્ચે એક અર્બન પોલીસ સ્ટેશન અને કક્ષા બીના ૩૬ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. કુલ ૨૮૭૬.૯૦૬ ચો.મી. પ્લોટ એરીયામાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં ૪૩ કાર માટે પાર્કિંગ, રેન વોટર હારવેસ્ટીંગ, સોલર રૂફ ટોપ અને ફાયર ફાઇટીંગ સીસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

પોલીસ હેડ ક્વાર્ટર, સેક્ટર-૨૭ ખાતે આધુનિક રહેણાંક સુવિધા

સેક્ટર-૨૭ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ માટે રૂ. ૮૯.૦૭ કરોડના ખર્ચે કક્ષા બીના ૨૮૦ નવા આવાસો બનાવવામાં આવશે. આ સંકુલમાં બેઝમેન્ટ પાર્કિંગ, ઓપન જીમ, ચીલ્ડ્રન પ્લે એરીયા, સોલર પેનલ અને દરેક બ્લોક દીઠ ૨ લિફ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

સી.પી.સી કેન્ટીન અને જીમ્નેશીયમનું લોકાર્પણ

પોલીસ જવાનોના કલ્યાણ માટે સેક્ટર-૨૭ ખાતે રૂ. ૨.૨૩ કરોડના ખર્ચે ૧,૩૨૦ ચો.મી.ના પ્લોટ એરીયામાં સી.પી.સી. કેન્ટીન અને જીમ્નેશીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીન, મિલ્ક પાર્લર, વેજીટેબલ શોપ અને જનરલ સ્ટોર હશે, જ્યારે પ્રથમ માળ પર આધુનિક જીમ્નેશીયમ હોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું આજે નાયબ મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાદરોડા ખાતે જેલ સંકુલનો વિકાસ

ભાદરોડા ખાતે રૂ ૧૫૮.૫૮ કરોડના ખર્ચે એક વિશાળ જેલ સંકુલ તૈયાર કરવામાં આવશે. જેમાં જીલ્લા જેલ, હાઇસીક્યુરીટી જેલ અને ઓપન જેલનો સમાવેશ થાય છે. જીલ્લા જેલમાં ૫૬૦ કેદીઓની ક્ષમતા સાથે લાયબ્રેરી, હોસ્પિટલ અને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર જેવી સુવિધાઓ તથા ૪૦૪ કેદીઓ માટેની હાઇસીક્યુરીટી જેલમાં વિડીયો કોર્ટ રૂમ અને સ્ટડી સેન્ટરની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત ૧૨૦ કેદીઓની ક્ષમતા ધરાવતી ઓપન જેલમાં કલ્ચર હોલ, ઓડીટોરીયમ અને કાઉ શેડ જેવી વિશિષ્ટ સુવિધાઓ હશે.

આ સમગ્ર સંકુલમાં સ્ટાફ માટે કુલ ૧૨૭ રહેણાંકી આવાસો પણ બનાવવામાં આવશે.


REPOTER : ઋચા

Rajkot : કોટડા સાંગાણીના રાજપરામાં ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતા બોગસ ડોકટરને SOGએ ઝડપી પાડ્યો

0

રાજકોટ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નકલી તબીબો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ ઝુંબેશ અંતર્ગત કોટડાસાંગણી તાલુકાના રાજપરા ગામે વર્ષોથી ક્લિનિક ચલાવતા એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ નાઓએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ કરતા બોગસ ડોકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય.

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ કોટડાસાંગાણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ નૈમીષભાઇ મહેતા તથા પો.કોન્સ.વિપુલભાઇ ગોહિલ તથા રણજીતભાઇ ધાધલ નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, જે હકિકત આધારે કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રેહેતો અને બોગસ ક્લિનિક ચલાવતો ભાવેશભાઇ રમેશભાઇ કોઠીયાની ધરપકડ કરી તેના કબ્જામાંથી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્થો જેની કિ.રૂ.૧૨,૮૬૫ સાથે ઝડપી પાડી કોટડાસાંગાણી પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rashi : 19 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ: આજનો દિવસ આનંદ અને સફળતા લાવનાર રહેશે. પ્રભાવશાળી લોકો સાથેની ચર્ચા ખૂબ જ સકારાત્મક રહેશે. કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભાઈઓનું પણ પૂરું સહકાર મળશે.

વૃષભ: વૃષભ રાશિના લોકોને સમય પ્રમાણે પોતાના વર્તનમાં બદલાવ લાવવો જરૂરી છે. બાળકો સાથે વર્તન કરતી વખતે તેમના દ્રષ્ટિકોણથી વિચારવું યોગ્ય રહેશે. પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મીઠાશ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકીઓ ટકી રહેશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જીવનમાં કેટલાક સકારાત્મક બદલાવ આવશે. સહકર્મચારીઓ સાથે સારી સમજણ રહેશે અને કોઈ મહત્ત્વના પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યની સફળતા માટે આધારરૂપ બનશે.

કર્ક: કર્ક રાશિના લોકો માટે આજે વ્યવસાયમાં લાભના અવસર મળશે. પૈસા સંબંધિત કામોમાં પણ પ્રગતિ થશે. લાંબા સમય સુધી બેસીને કામ કરનારોએ પોતાની પોઝિશન સુધારવાની જરૂર છે.

સિંહ: સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. જીવનસાથી સાથે કોઈ મતભેદ થઈ શકે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તમે તમારી કાર્યપદ્ધતિમાં બદલાવ લાવશો, જે ખૂબ જ લાભદાયક રહેશે. યુવાઓને કરિયર સંબંધિત પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે. પરિવારમાં સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ રહેશે.

કન્યા: કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ સારો રહેશે. જીવનસાથી તરફથી સહકાર મળશે. ઘરમાં સભ્યો વચ્ચે પ્રેમપૂર્ણ વાતાવરણ રહેશે. કોઈ મિત્રની મુલાકાતથી જૂની યાદો તાજી થશે.

તુલા: તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. તમને તમારી અટકેલી રકમ મળી શકે છે. નોકરીમાં તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકોને આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે. સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં નેતૃત્વ, આયોજન અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડશે. સરકારી વિભાગ અથવા કોર્પોરેટ સેક્ટરમાં ઈન્ટરવ્યુ સંબંધિત સંદેશ મળી શકે છે.

ધનુ: ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા વધુ મહેનત કરશો. જીવનસાથી તમારી કોઈ કડક વાતને ગેરસમજી શકે છે, એટલે સંવાદ શાંત રાખો. સિંગલ લોકોને કોઈ જવાબદાર અને પ્રભાવશાળી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે.

મકર: આજનો દિવસ મકર રાશિના લોકો માટે સારો રહેશે. જીવનસાથી સાથે ફરવા જઈ શકો અને એકબીજા સાથે સારો સમય વિતશો.

કુંભ: આજના દિવસે તમે કોઈ મુસાફરી અથવા પ્રવાસ પર જઈ શકો છો. દાંપત્ય જીવન સારું રહેશે. કામમાં સફળતા મળશે.

મીન: મીન રાશિના લોકોને આજે આનંદ મળશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં જીવનસાથી સાથે સમજણ અને નજીકીઓ વધશે.