કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આ વર્ષની હોળી આર્થિક લાભ લઈને આવી શકે છે. એવા મજબૂત સંકેતો મળી રહ્યા છે કે સરકાર હોળી પૂર્વે જ મોંઘવારી ભથ્થા(DA)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આ નિર્ણય લેવાશે, તો લાખો લોકોના પગાર અને પેન્શનની રકમમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં જ વર્ષના પ્રથમ છ માસિક ગાળાના DAની જાહેરાત કરતી હોય છે, જેના કારણે હાલ સૌની નજર કેન્દ્રના આ આગામી પગલા પર છે.
વર્ષમાં બે વાર વધે છે મોંઘવારી ભથ્થું
સરકારી નિયમો મુજબ, મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત ફેરફાર કરવામાં આવે છે. પ્રથમ વધારો જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળા માટે હોય છે, જેની જાહેરાત માર્ચમાં કરવામાં આવે છે. જ્યારે બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર માટે હોય છે, જેની જાહેરાત દશેરા કે દિવાળીની આસપાસ થાય છે. ગયા વર્ષે સરકારે DAમાં 3%નો વધારો કર્યો હતો, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58% પર પહોંચ્યું હતું. આ વખતે પણ કર્મચારીઓને 2%થી 3%ના વધારાની આશા છે, જે DAને 60%ના આંકડા સુધી પહોંચાડી શકે છે.
8મા પગાર પંચ અંગે લેટેસ્ટ અપડેટ
બીજી તરફ, 8મા પગાર પંચની રચના માટે સરકારે મંજૂરી આપી દીધી છે અને તેની સત્તાવાર વેબસાઇટ પણ લાઇવ થઈ ગઈ છે. પંચે કર્મચારીઓ અને યુનિયનો પાસેથી સૂચનો માંગ્યા છે, જેના માટે 16 માર્ચ, 2026 સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, આ નવા પગાર પંચની ભલામણો સંપૂર્ણપણે લાગુ થવામાં હજુ સમય લાગી શકે છે, પરંતુ તેના અમલીકરણની પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2026થી જ ગણવામાં આવશે તેવી ચર્ચા છે. ત્યાં સુધી કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ જ લાભ મળતા રહેશે.
જેકી શ્રોફ પર્યાવરણ માટે વર્ષોથી કામ કરતા આવ્યા છે. હવે તેમણે “મિટ્ટીની અવાજ” નામની એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલનો હેતુ યુવાનોને પર્યાવરણ માટે સક્રિય રીતે જોડવા અને તેમને પોતાની જવાબદારી સમજાવવાનો છે।
જેકી શ્રોફ કહે છે કે જો ભવિષ્ય યુવાનોનું છે, તો હરિયાળી ધરતીની જવાબદારી પણ તેમની જ છે. ધરતીને સાચી દિશામાં લઈ જવા માટે યુવાનો સાથે મળીને કામ કરવું જરૂરી છે. ‘મિટ્ટીની અવાજ’ માત્ર યુવાનો સાથે વાત કરવાની નહીં, પરંતુ તેમની વાત સાંભળવાની પણ એક પહેલ છે।
‘મિટ્ટીની અવાજ’નું પ્રથમ કાર્યક્રમ સુરતની પી.પી. સાવાણી યુનિવર્સિટીમાં યોજાશે. યુનિવર્સિટીના વાર્ષિક કોલેજ ફેસ્ટના ત્રીજા દિવસે પર્યાવરણને સમર્પિત કરવામાં આવશે. આ દિવસે પેનલ ચર્ચા, સામાજિક સંદેશ સાથેનું મનોરંજન અને એક સંગીત કાર્યક્રમ યોજાશે, જેથી લોકો પર્યાવરણ વિશે વધુ જાગૃત બની શકે।
આ પહેલમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવશે અને ઓછો કચરો થાય તેવા પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ માત્ર દર્શક નહીં, પરંતુ સ્વયંસેવક અને સક્રિય ભાગીદાર બનશે।
આયોજકો ‘હાર્ટફુલનેસ’ સાથે મળીને વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવશે, જેથી વાત સાથે કામ પણ થાય।
‘મિટ્ટીની અવાજ’ યુવાનોની આગેવાનીમાં પર્યાવરણ માટે એક સકારાત્મક ચળવળ બનતી જોવા મળી રહી છે।
ગુજરાત સરકારે રાજ્યના ધાર્મિક અને પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે ચમકાવવા માટે બજેટમાં મોટી જાહેરાતો કરી છે. શ્રદ્ધાળુઓની આસ્થા, પ્રવાસીઓ અને રાજ્યના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને અંબાજી, સોમનાથ અને લોથલ જેવા ઐતિહાસિક સ્થળો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
અંબાજી કોરિડોર માસ્ટરપ્લાન માટે 300 કરોડ રૂપિયાની જાહેરાત
શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની સુવિધામાં વધારો કરવા અને મંદિર પરિસરને વધુ ભવ્ય બનાવવા માટે ₹300 કરોડના ખર્ચે ‘અંબાજી કોરિડોર’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલ કોરિડોરની જેમ જ અંબાજીમાં પણ માસ્ટરપ્લાન મુજબ વિકાસ કાર્યો હાથ ધરાશે.
બસ પોર્ટ: સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રદ્ધાળુઓ માટે પરિવહન સરળ બનાવવા માટે મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને આઇકોનિક બસ સ્ટેશન બનાવવામાં આવશે. સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી માટે ₹20 કરોડ ફાળવવામાં આવ્યા છે.
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવાશે
ગુજરાતના આકાશમાં હવે વધુ વિમાનો ગુંજશે. દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સાથે સાથે પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આનાથી પ્રવાસન અને વેપાર બંનેને વેગ મળશે.
શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ અને જોગવાઈ
•મેળા અને પરિક્રમા: ગિરનાર મહાશિવરાત્રી મેળો અને મા નર્મદા પરિક્રમા પથ પર પદયાત્રીઓ માટે ₹20 કરોડના ખર્ચે પાયાની સુવિધાઓ ઊભી કરાશે.
•આસ્થાના કેન્દ્રોનો વિકાસ: દ્વારકા, ડાકોર અને માતાના મઢ (આશાપુરા) ખાતે પણ પ્રવાસી સુવિધાઓમાં વધારો કરાશે.
•લોથલ: હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા લોથલ ખાતે ટ્રંક ફેસિલિટી વિકસાવવા માટે PPP મોડલ પર કામ થશે.
• બીચ ટુરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડ
‘વેડ ઇન ગુજરાત’: હવે ગુજરાત બનશે વેડિંગ ડેસ્ટિનેશન
રાજ્ય સરકારે ગુજરાતને લગ્ન માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે ‘વેડ ઇન ગુજરાત’ (Wed In Gujarat) કેમ્પેઇન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આનાથી પ્રવાસન ઉદ્યોગમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
બહુ વખણાયેલી ફિલ્મ ‘તુમ્બાડ’ની સીકવલ બની રહી હોવાની ચર્ચા લાંબા સમયથી છે. જોકે, હવે આ સીકવલ ફરી ટ્રેક પર આવી હોવાનું કહેવાય છે. અક્ષય ખન્ના તથા નવાઝુદ્દિન સિદ્દિકીને આ ફિલ્મમાં રોલની ઓફર કરાઈ હોવાનું જાણવા મળે છે.
મૂળ ફિલ્મ કરતાં સીકવલને વધારે મોટાં બજેટ સાથે વિશાળ સ્કેલ પર બનાવવાનું પ્લાનિંગ છે. એટલે જ આ બે કલાકારોને તેમાં રોલ ઓફર કરાયા છે. જોકે, બનેએ હજુ સુધી આખરી સંમતિ આપી છે કે કેમ તે તત્કાળ જાણવા મળ્યું નથી.
ફિલ્મની ટીમ દ્વારા હજુ સુધી કાસ્ટિંગ કે શૂટિંગ પ્લાનિંગ વિશે કોઈ સત્તાવાર વિગતો અપાઈ નથી.
આપણા સમાજમાં એક અલિખિત નિયમ છે “પુરુષોએ મજબૂત દેખાવું જ જોઈએ.” નાનપણમાં જ્યારે કોઈ છોકરો પડી જાય અને રડવા લાગે, ત્યારે તેને તરત જ કહેવામાં આવે છે, “અરે, તું તો છોકરો છે, છોકરીઓની જેમ શું રડે છે?” આ એક વાક્યથી જ તેના મન પર એક ‘અદ્રશ્ય કવચ’ ચડાવવાની શરૂઆત થઈ જાય છે.માનવ શરીરની રચના એવી રીતે થઈ છે કે જ્યારે પણ વ્યક્તિ ભાવનાત્મક કે શારીરિક આઘાત અનુભવે, ત્યારે મગજમાં રહેલું ‘એમિગડાલા’ (Amygdala) સક્રિય થાય છે. આ ભાગ ભય, દુઃખ અને ચિંતા જેવી લાગણીઓ માટે જવાબદાર છે. પુરુષોના મગજમાં પણ એ જ ‘પેઈન રિસેપ્ટર્સ’ હોય છે જે સ્ત્રીઓમાં હોય છે. એક પિતા આખો દિવસ ઓફિસમાં અપમાન સહન કરે છે અથવા આર્થિક તંગીથી ઝઝૂમે છે, પણ ઘરે આવીને બાળકો સામે હસે છે. તે પોતાની પીડા એટલા માટે નથી કહેતા કારણ કે તેમને લાગે છે કે જો તેઓ તૂટી જશે, તો આખું ઘર વિખેરાઈ જશે. કરિયરની નિષ્ફળતા કે બ્રેકઅપ વખતે યુવાનો મિત્રો સાથે પાર્ટી કરે છે અથવા ગુસ્સો કરે છે, પણ એકાંતમાં ઓશીકું ભીનું કરતા ડરે છે. તેમને લાગે છે કે રડવાથી તેમની ‘ઈમેજ’ ખરાબ થશે. જ્યારે લાગણીઓ બહાર નથી આવતી, ત્યારે તે શરીરના અન્ય માર્ગો શોધે છે શારીરિક બીમારી સંશોધનો મુજબ, જે પુરુષો પોતાની લાગણીઓ દબાવે છે, તેમનામાં હાઈ બ્લડ પ્રેશર અને અનિદ્રા (Insomnia) નું પ્રમાણ વધુ જોવા મળે છે. જે દર્દ આંસુ બનીને નથી વહેતું, તે ઘણીવાર ચિડિયાપણા અથવા અકારણ ગુસ્સા તરીકે બહાર આવે છે. મન હળવું કરવાની રીતો જો તમે એક પુરુષ છો અને તમારી અંદર ભાવનાઓનો વંટોળ છે, તો આ બાબતો અજમાવી જુઓ. સૌથી પહેલા સ્વીકારો કે તમને દુઃખ થઈ રહ્યું છે. દુઃખી થવું એ માનવીય સહજ પ્રવૃત્તિ છે, નબળાઈ નહીં. ‘સેફ સ્પેસ’ શોધો એવા એકાદ મિત્ર અથવા પરિવારના સભ્યને શોધો જે તમને જજ કર્યા વગર સાંભળે. જો કોઈ ન મળે, તો ડાયરી લખવાની આદત પાડો. રડવામાં કોઈ વાંધો નથી જ્યારે મન ખૂબ ભરાઈ આવે, ત્યારે એકાંતમાં રડી લેવું. આંસુ વહેવાથી મગજમાં ‘ઓક્સિટોસિન’ અને ‘એન્ડોર્ફિન’ જેવા ફીલ-ગુડ હોર્મોન્સ મુક્ત થાય છે. મદદ માંગવામાં ગર્વ અનુભવો જો તણાવ વધુ હોય, તો પ્રોફેશનલ કાઉન્સેલર કે થેરાપિસ્ટની મદદ લો. મનનું ઓપરેશન પણ શરીરના ઓપરેશન જેટલું જ જરૂરી છે. પુરુષ હોવાનો અર્થ ‘પથ્થર’ હોવો એવો ક્યાંય નથી લખ્યો. સાચો મર્દ એ છે જે પોતાની અને બીજાની લાગણીઓને સમજી શકે છે. જો તમારી આસપાસ કોઈ પુરુષ બહુ શાંત થઈ ગયો હોય, તો તેને પ્રેમથી પૂછજો “શું થયું છે?” કદાચ તમારા આ એક પ્રશ્નથી તેનું વર્ષોનું દબાયેલું દર્દ હળવું થઈ જાય.
આંસુ એ નબળાઈ નથી, પણ મન શુદ્ધ કરવાની પ્રક્રિયા છે.
મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશની દુર્ઘટના વધુ જટિલ બની રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ જણાવ્યું છે કે, બારામતી એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયેલા લિયરજેટ વિમાનના બંને ઇન્ડિપેન્ડન્ટ બ્લેક બોક્સ આગમાં સંપૂર્ણપણે બળી ગયા છે. AAIB એ કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માંથી ડેટા મેળવવા માટે બ્લેક બોક્સ બનાવતી કંપનીની વિશેષ સહાય માંગી છે.
ડેટા રિકવરી માટેના પ્રયાસો
AAIB ના જણાવ્યા અનુસાર, વિમાનમાં બે પ્રકારના રેકોર્ડર હતા:
DFDR (ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર): L3-કોમ્યુનિકેશન્સ દ્વારા નિર્મિત આ રેકોર્ડરનો ડેટા AAIB ની લેબોરેટરીમાં સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યો છે. તે વિમાનની ગતિ, ઊંચાઈ અને દિશા જેવા ટેકનિકલ માપદંડોની વિગત આપે છે.
CVR (કોકપિટ વોઈસ રેકોર્ડર): હનીવેલ દ્વારા નિર્મિત આ રેકોર્ડરની તપાસ હજુ ચાલુ છે. પાયલોટો વચ્ચેની વાતચીત અને એર ટ્રાફિક કંટ્રોલર (ATC) સાથેના સંવાદને પુનઃપ્રાપ્ત કરવા માટે ઉત્પાદક દેશના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
નિષ્ણાતો અને રાજકીય નેતાઓના સવાલ
દુર્ઘટનામાં વિમાનનો પાછળનો હિસ્સો સલામત દેખાતો હોવા છતાં બ્લેક બોક્સ કેવી રીતે બળી ગયા, તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. એર સિક્યુરિટી એક્સપર્ટ્સ સમગ્ર મામલે સવાલો ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લેક બોક્સ ઉચ્ચ તાપમાન અને દબાણ સહન કરવા માટે ધાતુના કવચમાં સુરક્ષિત હોય છે, તો પછી આ કિસ્સામાં તે કેવી રીતે ક્ષતિગ્રસ્ત થયા? તે પણ એક મોટો સવાલ છે.
આ અંગે વિવિધ નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે.
સંજય રાઉત (શિવસેના UBT): તેમણે CVR ને થયેલા નુકસાનને રહસ્યમય ગણાવતા કહ્યું કે આ બાબત અત્યંત ગંભીર છે.
રોહિત પવાર (NCP SP): તેમણે આક્ષેપ કર્યો છે કે કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, વીએસઆર વેન્ચર્સ મોટાભાગની ફ્લાઇટ્સમાં નિયમિતપણે CVR બંધ રાખતી હતી, જે ગેરકાનૂની છે.
હવે શું થશે?
તપાસના નિયમો મુજબ, અકસ્માતના 30 દિવસની અંદર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) ને પ્રારંભિક રિપોર્ટ સુપરત કરવો પડશે. ભારત સરકાર નક્કી કરશે કે આ રિપોર્ટ જાહેર કરવો કે ગુપ્ત રાખવો.
અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાત વિધાનસભા સત્રમાં આજે 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું, કનુ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરતાં નવો વિક્રમ બનાવ્યો, આ વખતે ગુજરાતના બજેટનું કદ 4,08,053 કરોડ છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 63 હજાર 184 કરોડની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે 13 મોટી જાહેરાતો
-મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે રૂ. 3055 કરોડની જોગવાઇ
-નમો લક્ષ્મી યોજના માટે રૂ. 1250 કરોડ, RTEના વિદ્યાર્થીઓ માટે રૂ. 827 કરોડની જોગવાઈ
-મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે રૂ. 598 કરોડની જોગવાઇ-પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકામાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણ કરાશે
दिल्ली विश्वविद्यालय की मूल्य संवर्धन पाठ्यक्रम समिति द्वारा ‘गीता के माध्यम से नेतृत्व उत्कृष्टता’ विषय पर दो दिवसीय 16-17 फरवरी को क्षमता संवर्धन कार्यशाला (कैपिसिटी बिल्डिंग वर्कशॉप) का आयोजन किया गया। दिल्ली विश्वविद्यालय के विभिन्न महाविद्यालयों में पढ़ाने वाले शिक्षकों के लिए आयोजित इस कार्यशाला के उद्घाटन सत्र में मूल्य संवर्धन पाठ्यक्रम समिति के अध्यक्ष प्रो. निरंजन कुमार ने बताया कि आज के वैज्ञानिक युग में दिल्ली विश्वविद्यालय की मूल्य संवर्धन पाठ्यक्रम समिति द्वारा गीता जैसे धर्म ग्रंथ पर चार कोर्सेस बनाए गए हैं।
पाठ्यक्रम निर्माण पर चर्चा करते हुए प्रो.निरंजन ने आगे कहा कि ‘गीता केवल धार्मिक ग्रन्थ नहीं है;बल्कि आधुनिक नेतृत्व और प्रबंधन की अवधारणाओं की प्रभावी व्याख्या करने वाला दार्शनिक ग्रंथ है’।उन्होंने बताया कि भारत के पहले गवर्नर-जनरल वॉरेन हेस्टिंग्स से लेकर जर्मनी के विल्हेल्म हम्बोल्ट और शोपेनहावर, अमेरिका के राल्फ इमर्सन और हेनरी डेविड थोरो और इंग्लैंड के एल्डस हक्सले आदि अनेक दार्शनिक गीता की दार्शनिक उत्कृष्टता, सार्वभौमिक अपील और आध्यात्मिक गहनता से अत्यंत प्रभावित थे। प्रो. निरंजन ने कहा कि आज इन्टरनेट और एआई के समय में जहाँ सामूहिकता खत्म होती जा रही है ऐसे में गीता हमें स्व से पर की ओर अर्थात् मनुष्यता की ओर ले जाती है। प्रो. कुमार ने कहा कि मूल रूप से हमारे भीतर एक पशु बैठा होता है जो तामसिक होता है, और गीता हमें उस तमोगुण से सतोगुण की ओर लेकर जाती है। उन्होंने कहा कि इस प्रकार के पाठ्यक्रमों का निर्माण बच्चों के जीवन को सही दिशा देने में सहायक सिद्ध होंगे।
कार्यक्रम के मुख्य अतिथि बिहार राज्य के डीजीपी डॉ. परेश सक्सेना ने गीता के महत्व पर प्रकाश डालते हुए कहा कि गीता नेतृत्व के विविध आयामों को स्पष्ट रूप से प्रस्तुत करती है। महाभारत के विभिन्न पात्रों के माध्यम से उन्होंने गीता में निहित नेतृत्व क्षमता को विस्तार से समझाया। जो व्यक्ति समाज का आदर्श होता है।आम जनता उसका ही अनुसरण करती है और गीता व्यक्ति के बेहतर चरित्र निर्माण में महत्वपूर्ण भूमिका निभाती है।शांति,त्याग, मृदुलता,निर्भयता एवं अहिंसा आदि गुण नेतृत्व के लिए अनिवार्य हैं जो गीता हमें आत्मसात करने की प्रेरणा देती है।आधुनिक नेतृत्व के विभिन्न सिद्धांत जिन्हें आज पश्चिमी विचारधारा से जोड़ा जाता है उनके मूल तत्व गीता में पहले से ही स्पष्ट रूप में विद्यमान हैं।आज के समय में एक संतुलित समाज और समग्र नेतृत्व के निर्माण में गीता की प्रमुख भूमिका है। कार्यशाला में प्रो.प्रभात मित्तल,प्रो.महिमा ठाकुर,प्रो. पंकज मिश्र,प्रो.रजनी साहनी,इस्कॉन के रोमी कुमार आदि ने भी संबोधित किया। दिल्ली विश्वविद्यालय की मूल्य संवर्धन पाठ्यक्रम समिति शिक्षकों के लिए इस प्रकार की कार्यशालाओं का आयोजन लगातार करती रहती है।
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપમાં સતત ચોથી જીત મેળવી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગ્રુપ D ના પોતાના અંતિમ મેચમાં, આફ્રિકન ટીમે UAE ને છ વિકેટથી હરાવ્યું.આ વિજય સાથે, એડન માર્કરામની આગેવાની હેઠળની ટીમે ચાર મેચમાંથી આઠ પોઈન્ટ મેળવીને તેમના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું. ન્યુઝીલેન્ડ પણ આ ગ્રુપમાંથી આગળ વધ્યું. કેનેડા, UAE અને અફઘાનિસ્તાન બહાર થઈ ગયા.
દક્ષિણ આફ્રિકાનો સુપર 8 શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા હવે 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુપર 8માં ભારતનો સામનો કરશે. ત્યારબાદ તેઓ 26 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે, તે પણ અમદાવાદમાં. તેમની છેલ્લી સુપર 8 મેચ 1 માર્ચે દિલ્હીમાં ઝિમ્બાબ્વે સામે થશે. દક્ષિણ આફ્રિકા છેલ્લે 2024 T20 વર્લ્ડ કપમાં રનર-અપ રહ્યું હતું અને ફરી એકવાર ટાઇટલ માટે દાવેદાર છે.
શરાફુના બેટનું પ્રદર્શન
યુવા ટોપ-ઓર્ડર બેટ્સમેન અલીશાન શરાફુના 45 રનની મદદથી UAE 20 ઓવરમાં 6 વિકેટે 122 રન સુધી પહોંચવામાં મદદ કરી. બેટિંગમાં ઉતરતા, UAE તેમની સારી શરૂઆતનો લાભ લેવામાં નિષ્ફળ ગયો અને પોતાનો રસ્તો ગુમાવી બેઠો. જોકે, શરાફુએ જોરદાર લડત આપી, 38 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કોર્બિન બોશ (3/12) એ ત્રણ વિકેટ લીધી. એનરિચ નોર્કિયાએ 28 રનમાં 2 વિકેટ લીધી.
દક્ષિણ આફ્રિકા સરળતાથી જીત્યું
દક્ષિણ આફ્રિકાએ 123 રનના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો અને 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 123 રન બનાવીને મેચ જીતી લીધી. આફ્રિકન ટીમ માટે ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 36 રન બનાવ્યા, જેમાં એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી. કેપ્ટન એડન માર્કરામે 11 બોલમાં 28 રન અને રાયન રિકેલ્ટન 16 બોલમાં 30 રન બનાવ્યા. ક્વિન્ટન ડી કોક 16 બોલમાં 14 રન બનાવીને આઉટ થયા. ટ્રિસ્ટન સ્ટબ્સ 6 રન બનાવીને અણનમ રહ્યા, અને જેસન સ્મિથ 3 રન બનાવીને અણનમ રહ્યા.
અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27 ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટૅક્નોલૉજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
ગુજરાત બજેટ 2026 ની મોટી જાહેરાત
(1) નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે, 260 કરોડ રૂપિયાની જોગવાઈ
નવી સ્કૂલો: રાજ્યમાં વધુ 926 PM-SHRI સ્કૂલો અને બાલવાટિકાથી ધો. 10 સુધીની ‘સંકલિત શાળાઓ’ પણ શરુ કરાશે. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી: ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં ‘ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી’ બનાવાશે
(10) અમદાવાદને ઓલિમ્પિક રેડી સીટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ
સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવાશે
મા યોજનામાં 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કર્યો’
ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લઈ ચૂક્યા છે. આ યોજના માટે ₹3472 કરોડ ફાળવવામાં આવ્યા છે.
‘નવી 2,000 આંગણવાડીઓ બનાવવા ₹360 કરોડ’
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરવા ઉપરાંત નવી બે હજાર આંગણવાડીઓનાં નિર્માણ માટે 360 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
‘75 લાખથી વધારે કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ’
નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના આશરે 75 લાખથી વધારે કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે.
3 લાખ 15 હજારથી વધારે આવાસો બનાવાશે’
એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી ‘ઘર સૌના માટે’નો સંકલ્પ લીધો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધારે આવાસો માટે ₹4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.