અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને હવે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. 1278 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સજ્જ કરવામાં આવશે. આ રોકાણ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં, પરંતુ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો લાવશે તેવું માનવામાં આવે છે.
શું છે સરકારનો માસ્ટર પ્લાન?
આ બજેટનો મુખ્ય હેતુ અમદાવાદમાં રમતગમતનું એવું માળખું તૈયાર કરવાનો છે જે ઓલિમ્પિકના ધોરણોને સમકક્ષ હોય.
• આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: શહેરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમનું નિર્માણ થશે.
• પરિવહન સેવા: રમતવીરો અને પ્રેક્ષકોની અવરજવર માટે સ્પોર્ટ્સ વેન્યુઝને મેટ્રો અને BRTS જેવી આધુનિક જાહેર પરિવહન સેવાઓ સાથે જોડવામાં આવશે.
• સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ: SVP સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે રૂ.500 કરોડની જોગવાઈ
દિલ્હી યુનિવર્સિટીએ સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) ના સહયોગથી “લીડર્સ ટોક” નામનો નેતૃત્વ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું. ડીયુ વાઇસરેગલ લોજના કન્વેન્શન હોલમાં આયોજિત, ઇન્ફોસિસના સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો સાથે નેતૃત્વ, નીતિશાસ્ત્ર, ઉત્પાદકતા અને કાર્યના ભવિષ્ય પર વાત કરી. પ્રખ્યાત પત્રકાર સુધીર ચૌધરીએ સત્રનું સંચાલન કર્યું. કાર્યક્રમ દરમિયાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ભારતના ટેક ક્ષેત્રમાં તેની વધતી જતી ભૂમિકા પરના પ્રશ્નનો જવાબ આપતા, એન.આર. નારાયણ મૂર્તિએ કહ્યું કે માનવ મન કરતાં વધુ સારું કંઈ નથી.
એન.આર. નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે જ્યારે AI નાના કાર્યોને સ્વચાલિત કરી શકે છે, તે માનવોને વિચારસરણી, સર્જનાત્મકતા અને સુધારેલા નિર્ણય લેવાની ક્ષમતા તરફ દોરી જશે. તેમણે AI ને ખતરાને બદલે વરદાન ગણાવ્યું. પુનઃકૌશલ્ય, પુનઃપ્રશિક્ષણ અને શીખવાની ઇચ્છા સાથે, માનવ મગજમાં સુધારો થતો રહેશે. મૂર્તિએ ભાર મૂક્યો કે પરિવર્તન સતત રહે છે. યુવાનો માટે AI-સંચાલિત વિશ્વમાં સુસંગત રહેવા માટે, શ્રેષ્ઠ “શીખવાની ક્ષમતા”, જ્ઞાન પ્રાપ્ત કરવાની અને તેને વિવિધ પરિસ્થિતિઓમાં લાગુ કરવાની ક્ષમતા, આવશ્યક છે.
તેમના જીવનને આકાર આપનારા અનુભવો વિશેના પ્રશ્નના જવાબમાં, એન.આર. નારાયણ મૂર્તિએ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ પ્રસંગ શેર કર્યો જેનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો. નારાયણ મૂર્તિએ સમજાવ્યું કે જ્યારે તેઓ દસમા ધોરણમાં હતા, ત્યારે એક વિજ્ઞાન શિક્ષકે એક પ્રયોગ દરમિયાન મીઠાનો સાવધાનીપૂર્વક ઉપયોગ કર્યો. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે, શિક્ષકે સમજાવ્યું કે આ સંસાધન શાળાનું હતું, અને તેથી સમુદાયનું હતું, અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. મૂર્તિએ કહ્યું કે આ પાઠ તેમના વ્યવસાયિક નીતિશાસ્ત્રનું કેન્દ્ર બન્યું અને બાદમાં તે પાયો બનાવ્યો જેના પર ઇન્ફોસિસનું નિર્માણ થયું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સફળતા માટે નીતિશાસ્ત્ર સાથે સમાધાન કરવું જરૂરી છે, ત્યારે મૂર્તિએ કહ્યું કે તેઓ સખત અસંમત હતા. તેઓ આવક, નફો અને બજાર મૂડીકરણ જેવા નાણાકીય પરિબળોને ગૌણ માનતા હતા. તેમના મતે, સાચી સદ્ભાવના બધા હિસ્સેદારો સાથે પરસ્પર આદરથી આવે છે. મૂર્તિએ જણાવ્યું હતું કે સૌથી સફળ ઉદ્યોગસાહસિક બનવાની ઇચ્છા રાખવાને બદલે, તેમણે હંમેશા આદરને પ્રાથમિકતા આપી છે. તેમણે સમજાવ્યું કે આદર ગુણવત્તાયુક્ત ડિલિવરી, નૈતિક પ્રથાઓ, મજબૂત કર્મચારી પ્રતિબદ્ધતા અને આખરે, ટકાઉ આવક સુનિશ્ચિત કરે છે. આ અર્થમાં, આવક પ્રાથમિક ધ્યેય નહીં, પણ આદરનું આડપેદાશ બને છે. સફળતાની તેમની યાત્રામાં સૌથી પડકારજનક સમયગાળામાંના એકનું વર્ણન કરતા, મૂર્તિએ 1990 ના દાયકામાં ફોર્ચ્યુન 10 યુએસ કંપની સાથેની તેમની કંપનીની ભાગીદારીને યાદ કરી, જેણે ઇન્ફોસિસના વ્યવસાયમાં લગભગ 25% યોગદાન આપ્યું હતું. ટૂંકા ગાળાના ભાવ નિર્ધારણના નિર્ણયના ગંભીર લાંબા ગાળાના પરિણામો આવ્યા હતા, જેના પરિણામે નોંધપાત્ર નુકસાન થયું હતું. આ આંચકો છતાં, ઇન્ફોસિસ 1998 સુધીમાં સ્વસ્થ થઈ અને ફરીથી ગતિ મેળવી. આ ઘટનાએ ટૂંકા ગાળાના લાભો કરતાં લાંબા ગાળાના વિચારસરણીના મહત્વને વધુ મજબૂત બનાવ્યું. તેમની મેનેજમેન્ટ શૈલીનું વર્ણન કરતા, મૂર્તિએ કહ્યું કે જ્યારે તેઓ ઓફિસની બહાર મૈત્રીપૂર્ણ છે, ત્યારે તેઓ બોસ તરીકેની તેમની ભૂમિકા વિશે સ્પષ્ટ છે. તેઓ જાહેરમાં પ્રશંસા અને ખાનગીમાં ટીકા કરવાના સિદ્ધાંતનું પાલન કરે છે. ઇન્ફોસિસનો પ્રદર્શન સુધારણા કાર્યક્રમ (PIP) નબળા પ્રદર્શન કરનારા કર્મચારીઓને છ મહિનાનો ટેકો પૂરો પાડે છે. જો સુધારો ન થાય, તો મુશ્કેલ નિર્ણયો લેવામાં આવે છે, જે હંમેશા સંસ્થાને લાભ આપે છે. વિદ્યાર્થીઓ સાથેના પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન, મૂર્તિએ સંસ્કૃતિ, શિક્ષણ અને અનુભવ દ્વારા બંધાયેલા વિશ્વાસના પાયા વિશે વાત કરી. મહાત્મા ગાંધીને ટાંકીને, તેમણે નેતૃત્વના મહત્વ પર ભાર મૂક્યો, કહ્યું કે સંઘર્ષ અને સખત મહેનત વિના કંઈપણ મૂલ્યવાન પ્રાપ્ત કરી શકાતું નથી. તેમણે કહ્યું કે ખ્યાતિ અને અભિવાદન કામચલાઉ છે, જેમ કે ફરતી સ્પોટલાઇટ. નેતૃત્વની સાચી ઓળખ નમ્રતા, સૌજન્ય અને પોતાના કાર્યને બોલવા દેવાની છે. કાર્યક્રમની શરૂઆતમાં, ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાએ સ્વાગત પ્રવચન આપ્યું. તેમના ભાષણમાં, તેમણે ભાર મૂક્યો કે શાસન મૂલ્યો અને પ્રામાણિકતા દ્વારા સંચાલિત હોવું જોઈએ. ડૉ. અઢિયાએ પણ SOUL વિશે વિગતવાર માહિતી પૂરી પાડી. ચર્ચાનું સંચાલન SOUL ના જોઈન્ટ CEO ગૌરવ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સમજાવ્યું કે SOUL નો પ્રાથમિક ઉદ્દેશ્ય એવા નેતાઓનો વિકાસ કરવાનો છે જે લોકોના કલ્યાણ માટે કામ કરી શકે. સત્રના સમાપન પર, DU સાઉથ કેમ્પસના ડિરેક્ટર પ્રોફેસર રજની અબ્બી અને COLના ડિરેક્ટર પ્રોફેસર પાયલ માગોએ મહેમાનોનું સન્માન કર્યું.
દસાડા તાલુકાના ઝેઝરી ગામથી અંકેવાળીયા જવાના કાચા માર્ગ પર આવેલા મયુરખાન મલેકના ખેતરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડબ (ઘાસ)ના ઢગલા નીચે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ ૧૩૪૪ નંગ (કિં.રૂ.૮,૬૩,૧૮૪)જપ્ત કર્યો છે. બુટલેગરોએ ધરપકડથી બચવા માટે ખેતરમાં કડબની આડમાં આ જથ્થો છુપાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ કેસમાં પોલીસે ઝેઝરીના મયુરખાન મહમદખાન મલેક અને પીપળી ગામના બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ મલેક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પર મળી આવ્યા ન હતા. પોલીસે હાલ તમામ મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રશ્મિકા મંદાના તથા વિજય દેવરકોંડાના આગામી તા. ૨૬મી એ ઉદયપુરમાં યોજાનારાં લગ્નનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. એવી વાત બહાર આવી છે કે આ લગ્નમાં બોલિવુડ કે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાંથી પણ કોઈ સેલિબ્રિટીને આમંત્રણ અપાયું નથી.
યુગલના નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેના પરિવારજનો તથા કેટલાક ચુનંદા મિત્રોની મર્યાદિત હાજરીમાં જ લગ્ન આટોપાવાના છે.
લગ્નના ફોટા લીક ન થાય તે માટે તમામ મહેમાનોને લગ્ન સ્થળે મોબાઈલ ચાલુ નહિ રાખવા જણાવી દેવાયું છે. લગ્ન સંબંધિત વિધિઓ ૨૪મી ફેબુ્રઆરીથી શરુ થઈ જશે. તેમાં અંગત સ્વજનોને જ આમંત્રણ અપાયું છે. ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે હૈદરાબાદમાં અલગથી રિસેપ્શન યોજાવાનું છે.
રશ્મિકા અને વિજય બનેએ પોતાનાં હસ્તાક્ષરમાં મિત્રોને આ રિસેપ્શન માટે આમંત્રણ પવ્વ્યાં હોવાનું કહેવાય છે.
લગ્ન બાદ રશ્મિકા તથા વિજય બંને આશરે એક મહિનાનો બ્રેક લેશે તેવી સંભાવના છે.
નેતાઓ દ્વારા અપાતી હેટ સ્પીચનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે રાજકીય પક્ષો અને રાજનેતાઓએ દેશમાં ભાઇચારો વધે તેવા જ પ્રયાસો કરવા પડે અને બંધારણીય મૂલ્યોનું પાલન કરવું પડે એકબીજાનું માન જાણવીને ચૂંટણી લડવી જોઇએ. જોકે હેટ સ્પીચ માટે ગાઇડલાઇન જાહેર કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી જોકે કેટલાક સુધારા સાથે આ મામલે નવી અરજી દાખલ કરવાની પણ સુપ્રીમે અરજદારને છૂટ આપી છે.
આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્મા દ્વારા અપાયેલી કથિત હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આ પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ બીવી નાગરત્ના, જોયમાલ્યા બાગ્ચીની બેંચ દ્વારા આ પિટિશનની સુનાવણી કરાઇ હતી જેને નવ લોકો દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં બંધારણીય પદ ધરાવતી વ્યક્તિ દ્વારા ગેરબંધારણીય સ્પીચ આપવા પર રોક લગાવવા ગાઇડલાઇન જાહેર કરવા માગ કરાઇ હતી.
અરજદારો તરફથી હાજર વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે નેતાઓ દ્વારા હેટ સ્પીચ આપવી ખરેખર ટોક્સિક બનતું જાય છે, આ અંગે કઇક યોગ્ય પગલા લેવાની જરૂર છે. આ અરજી કોઇ વ્યક્તિગત ટાર્ગેટ નથી. જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે અરજી ખરેખર વ્યક્તિગત ટાર્ગેટ છે, કેમ કે તેમાં માત્ર હેમંતા બિસ્વા સર્માના ભાષણનો જ ઉલ્લેખ છે. બાદમાં કપિલ સિબ્બલ તેનો ઉલ્લેખ હટાવવા તૈયાર થઇ ગયા હતા.
સુપ્રીમે નવેસરથી અરજી કરવાની છૂટ આપી હતી. જ્યારે બેંચમાં સામેલ ન્યાયાધીશ નાગરત્નાએ મૌખિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાજનેતાઓએ દેશમાં ભાઇચારો વધે તેવા પ્રયાસો કરવા જોઇએ. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ એક સવાલ વિચારોને લઇને કર્યો હતો, તેમણે કહ્યું હતું કે વ્યક્તિ બોલે તે પહેલા તેના મનમાં વિચાર આવે છે, કોઇના વિચારને કેવી રીતે કન્ટ્રોલ કરી શકાય? માની લો કે હેટ સ્પીચ રોકવા ગાઇડલાઇન જાહેર કરી દઇએ પરંતુ શું તેનું યોગ્ય રીતે પાલન થશે? બાદમાં આ સમગ્ર મામલે બે સપ્તાહ બાદ સુનાવણી કરવાનું સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું હતું.
રણવીરે પોતે ‘ડોન થ્રી’ ફિલ્મ છોડી દેતાં ફરહાન અખ્તરને થયેલાં ૪૦ કરોડના નુકસાનનું વળતર ચૂકવવાનો ઈન્કાર કરી દેતાં બંને વચ્ચે થયેલી તકરાર સમગ્ર બોલિવુડમાં ચર્ચાનો વિષય બની છે. હવે બંને વચ્ચે સમાધાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રોડયૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આ મામલે મધ્યસ્થી થાય તેવી સંભાવના છે.
પ્રોડયૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાને હજુ આ તકરાર અંગે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. પરંતુ, તે પણ સમાધાન કરાવવા માટે પ્રયત્નશીલ બની રહ્યું છે. બીજી તરફ એક ચર્ચા અનુસાર આમિરના ઘરે પણ ફરહાન અખ્તર તથા તેના પાર્ટનર રિતેશ સિધવાની સહિત કેટલાક બોલિવુડ નિર્માતાઓની બેઠક મળી હતી. તેમાં નિર્માતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે રણવીર જેવું જ વલણ અન્ય કલાકારો પણ અપનાવે અને નિર્માતાઓને આર્થિક નુકસાન થાય તે પહેલાં આ બાબતે કોઈ નીતિ નક્કી કરવી જરુરી છે. જોકે, બાદમાં આમિરે પોતે કોઈ મધ્યસ્થી કરવાનો હોવાનું નકાર્યું હતું. રણવીરે ‘ડોન થ્રી’ છોડી દેતાં ફરહાને પ્રિ પ્રોડક્શન સહિત અન્ય બાબતો પર ખર્ચેલા ૪૦ કરોડ રુપિયા એળે ગયા છે. તેણે રણવીરને આ નુકસાનનું વળતર ભરપાઈ કરી દેવા જણાવ્યુું છે પરંતુ રણવીર તે માટે ધરાર ઈન્કાર કરી રહ્યો છે.
વિશ્વના સર્વોચ્ચ જૈન ધર્મમાં, દીક્ષા લીધા પછી સાધક બ્રહ્મચર્યનું વ્રત તોડતા હોવાના અસંખ્ય કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. સામાન્ય રીતે, લોકો જૈન સાધુને જોઈને તેને નમન કરે છે. જોકે, મુઠ્ઠીભર સાધુઓ મહિલાઓ સાથે અફેર રાખતા પકડાય છે.
થોડા સમય પહેલા ગુજરાતના ઇડરમાં બે સાધુઓ પકડાયા હતા. આ સાધુઓને જેલમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા. દુઃખની વાત છે કે તેઓ હજુ પણ સાધુના વેશમાં રહે છે. સાગર ચંદ્ર સાગર નામના એક બદમાશ સાધુએ આ સાધુઓ સાથે અફેર રાખતી મહિલાને 10 લાખ રૂપિયાની ઓફર કરી હતી અને કેસ પાછો ખેંચવા કહ્યું હતું. સૌ પ્રથમ, સાગર ચંદ્ર સાગરને 10 લાખ રૂપિયા ક્યાંથી મળ્યા? સાગર ચંદ્ર સાગરના જૈન સાધ્વી સાથે અસામાન્ય સ્થિતિમાં ચેટ કરતા બિભત્સ ફોટા કોઈ છોકરી સાથે નહીં,પણ એક સાધ્વી સાથે પણ સામે આવ્યા છે. હાર્દિક હુંડિયાએ કહ્યું કે એક મહિલા સાથે ચેટ કરતા બીજા સાધુનો વીડિયો સામે આવ્યો છે. આ સાધુ પણ સાગર સમુદાયનો છે. હાર્દિક હુંડિયાએ દેશભરના તમામ સંગઠનોને હાથ જોડીને વિનંતી કરી છે કે કોઈપણ સાધુ ચાતુર્માસ કરતા પહેલા, તેમણે આ સલાહ ધ્યાનમાં લેવી જોઈએ. જો બે સાધુ હોય, એક વૃદ્ધ સાધુ અને એક યુવાન સાધુ, તો ચાતુર્માસ ન કરાવવો જોઈએ. યુવાન સાધુઓ વૃદ્ધ સાધુની આડ માં ખોટા કાર્યો કરે છે. જો કોઈ યુવાન સાધુ એકલા ગોચરી માટે જાય અને એક મહિલા એકલી હાજર હોય, તો તેના પરિણામો સારા નથી હોતા. ઘણા સાધુઓ ધાર્મિક વિધિઓ મુજબ તેમના ઉપાશ્રય માં મોટી સંખ્યામાં મૂર્તિઓ રાખે છે. મંદિર નજીક હોવા છતાં તેઓ ઉપાશ્રયમાં કેમ રાખે છે? એવી પણ ચર્ચા છે કે તેઓ દેવી-દેવતાઓની મૂર્તિઓનો પણ વેપાર કરે છે, દાવો કરે છે કે આ મૂર્તિઓ મંત્રોચ્ચાર માટે રાખેલ છે. હાર્દિક હુંડિયાએ આ સાધુઓને પૂછ્યું કે મૂર્તિઓના નામે વેપાર શા માટે? હાર્દિક હુંડિયાએ ખાસ કરીને સરકાર તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોને વિનંતી કરી છે કે જ્યારે પણ તમે જૈન સાધુના કાર્યક્રમમાં જાઓ અથવા જૈન સાધુની મુલાકાત લો, ત્યારે તમારે પહેલા દીક્ષાના નિયમોનું પાલન થયેલ છે કે નહીં તે જોવું જોઈએ. સાધુના વસ્ત્રો પહેરીને જૈન શાસ્ત્રોમાં દીક્ષા પછી માઈક નો ઉપયોગ કરવાની મનાઈ છે. જૈન સાધુઓને પણ વાહનોમાં સવારી કરવાની મનાઈ છે. તેઓ સૂર્યાસ્ત પછી ખોરાક અને પાણીનો ત્યાગ કરે છે અને સૂર્યોદય પછી 48 મિનિટ પછી ખોરાક અને પાણીનું સેવન કરી શકે છે. હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે સંઘ 25મો તીર્થંકર હોવાથી, જેઓ બેદરકારીભર્યા આચરણ કરે છે તેમને સાધુનો વેશ ન પહેરવા દેવો જોઈએ. પાંચ મહાવ્રત પ્રતિજ્ઞાઓનું ઉલ્લંઘન કરવા સિવાય બીજું શું ખોટું થઈ શકે? આવા ખોટા કાર્યો કરનારાઓ તેનાથી પણ વધુ પાપી કાર્યો કરી શકે છે. જૈન અગ્રણી હાર્દિક હુંડિયાએ હાથ જોડીને સરકારને વિનંતી કરી છે કે જો આ સાધુઓ પાસે આધાર કાર્ડ નથી, તો કાલે સાધુના વેશમાં જ્યારે વ્યક્તિ પંચ મહાવ્રતનું ઉલ્લંઘન કરી શકે છે અને કંઈ પણ કરી શકે છે? સરકારે આવા જૈન સાધુઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો સાધુના વેશમાં ન્યાય આપી શકતા નથી તેમને તેમના સાધુ નાં કપડાં ઉતારીને સમાજ માં પાછા મોકલી દેવા જોઈએ.
ઈરાન સાથે પરમાણુ કરાર મુદ્દે ચાલી રહેલી રાજદ્વારી મંત્રણાઓ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વ(મિડલ ઈસ્ટ)માં પોતાની સૈન્ય તાકાતમાં તોતિંગ વધારો કરીને સૌને ચોંકાવી દીધા છે. એકતરફ મંત્રણાના ટેબલ પર વાતચીત ચાલી રહી છે, તો બીજીતરફ અમેરિકાએ યુદ્ધની તૈયારી જેવી ફિલ્ડિંગ ગોઠવી દીધી છે.
ભારે સૈન્ય જમાવટ કરાઈ
છેલ્લા 24 કલાકમાં અમેરિકાએ મધ્ય પૂર્વમાં 50થી વધુ અત્યાધુનિક લડાયક વિમાનો તૈનાત કર્યા છે. મિલિટ્રી એવિએશન મોનિટરિંગ મુજબ, અમેરિકાએ F-22, F-35 અને F-16 જેવા ઘાતક ફાઈટર જેટ્સને આ વિસ્તારમાં મોકલ્યા છે. આ વિમાનોની સાથે હવામાં ઈંધણ ભરી શકે તેવા ટેન્કર વિમાનો પણ મોકલવામાં આવ્યા છે, જે સૂચવે છે કે અમેરિકન સેના લાંબા સમય સુધી હવાઈ ઓપરેશન ચલાવવા માટેની તૈયારી કરી રહી છે. માત્ર આટલું જ નહીં, અમેરિકાએ કેરેબિયનથી તેના એરક્રાફ્ટ કેરિયર ગ્રુપ(યુદ્ધ જહાજોનો કાફલો)ને પણ મધ્ય પૂર્વ તરફ રવાના કરી દીધું છે.મંત્રણામાં શું છે અવરોધ?
સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગે પરોક્ષ વાતચીતનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જોકે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હજુ પણ પ્રમુખ ટ્રમ્પ દ્વારા નિર્ધારિત ‘રેડ લાઈન્સ’ અથવા કડક શરતો સ્વીકારવા તૈયાર નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન પર ભારે દબાણ બનાવીને તેને પોતાની શરતો મુજબ પરમાણુ કાર્યક્રમ અટકાવવા મજબૂર કરી રહ્યું છે.
સકારાત્મકતા અને અનિશ્ચિતતા
આટલા સૈન્ય દબાણ છતાં, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ વાતચીતને ગંભીર અને રચનાત્મક ગણાવી છે. તેમણે સંકેત આપ્યો છે કે અગાઉની બેઠક કરતા પ્રગતિ સારી છે, પરંતુ કોઈ પણ સમજૂતી જલ્દી થાય તેવી શક્યતા નથી. બીજી તરફ, ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલબુસૈદી આ મંત્રણામાં મધ્યસ્થી કરી રહ્યા છે અને તેમણે પણ માહોલ સકારાત્મક હોવાનું જણાવ્યું છે. આગામી બે અઠવાડિયામાં ઈરાન નવા પ્રસ્તાવ સાથે પરત ફરી શકે છે.
અમેરિકાની આ બેવડી વ્યૂહરચના — એકતરફ મંત્રણા અને બીજીતરફ સૈન્ય ઘેરાબંધી — સ્પષ્ટપણે દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનને કોઈ પણ કિંમતે હળવાશથી લેવા માંગતું નથી.
विश्व में उच्च कोटि के उच्च जैन धर्म में एक मुमुक्षु आत्मा दीक्षा लेने के बाद ब्रह्मचर्य व्रत भंग के किस्से बहुत सामने आ रहे है। सामान्य त: जैन साधु को देखते ही लोग वंदन करने लग जाते है। लेकिन उंगली पर गिने जाये ऐसे कुछ साधु महिलाओं के साथ रंगरेलियां करते पकड़े जाते हैं, गुजरात के इडर में दो साधु पकड़े गए थे, ये साधु जेल में भी जा के आए , बड़े दुःख की बात है वो आज भी साधु वेश में बैठे है। इन साधु के साथ रंगरेलियाँ करने वाली महिला को सागर चंद्र सागर नामक एक कुसाधु १०लाख की ऑफर करता है और कहता है की ये केस रफ़ा दफ़ा कर दो । पहली बात तो सागर चंद्र सागर १० लाख लाया कहां से ? ये सागर चंद्र सागर किसी लड़की के साथ नहीं जैन साध्वीजी के साथ भिबित्स अवस्था में चेट करते फोटो बाहर आ गए है। हार्दिक हुंडिया ने कहा एक और साधु की वीडियो एक लेडी के साथ चैट करती बाहर आई है। यह साधु भी सागर समुदाय से है ।
हार्दिक हुंडिया ने देश के तमाम संघों से दो हाथ जोड़ के बिनंती की है कि कोई भी साधु के चातुर्मास करने पहले मेरी यह बात ध्यान में लें । एक बुजुर्ग और एक युवा साधु ये दो साधु हो तो चातुर्मास ना करायें । युवा साधु बुजुर्ग साधु की आड़ में ग़लत काम करते है। गोचरी के नाम पर युवा अकेला साधु जाता है तो सामने अकेली महिला रहती है तो परिणाम सही नहीं है। कई साधु बड़ी संख्या में मूर्तिया उपाश्रय में विधि विधान के नाम रखते है , जब की मंदिर उपाश्रय के पास होने के बावजूद भी उपाश्रय में क्यों ? चर्चा तो ये भी है कि ये मूर्ति का व्यापार भी करते है जिस में भगवान , देव देवी की भी मूर्ति होती है और ये कहकर व्यापार किया जाता है की ये मंत्रोच्चार वाली मूर्तिया है। हार्दिक हुंडिया का उन साधुओ से सवाल है की मूर्ति के नाम पर व्यापार क्यों ? हार्दिक हुंडिया ने देश की सरकार से और गुजरात , महाराष्ट्र , राजस्थान और मध्य प्रदेश की सरकार से खास बीनतीं है की आप जो भी जैन साधु के प्रोग्राम में या दर्शन करने जाते हो तो पहले तो ये भी देखो की दीक्षा लेने के बाद साधु वेश में दीक्षा के कितने नियम पालते है ? जैन शास्त्रों में दीक्षा लेने के बाद माइक का भी उपयोग की मनाई है । जैन साधु को गाड़ी में बैठना भी मना है , शाम को सूर्यास्त होने के बाद अन्न जल का भी त्याग रहता है , फिर सुबह सूर्योदय होने के ४८ मिनीट बाद अन्न जल ले सकते है। बहुत ही कठिन है साधु जीवन । लेकिन कुछ शिथिलाचारी साधु के कारन सभी साधु को तकलीफ़ होती है । हार्दिक हुंडिया ने कहा कि संघ २५ वा तीर्थंकर है तो शिथिलाचार करने वाले साधुवेश में कैसे है ? नहीं होने चाहिये। पंच महाव्रत के भंग के अलावा और क्या ग़लत काम हो सकता है ? ऐसे ग़लत काम करने वाले कल कोई और भी ग़लत काम कर सकते है। जैन श्रेष्ठी हार्दिक हुंडिया ने सरकार से दो हाथ जोड़ के बिंनती करते हुवे कहा है की इन साधुओ के पास आधार कार्ड होता नहीं है तो कल साधु वेश में जो पंच महाव्रत का भंग कर सकता है वो कुछ भी कांड कर सकता है ? सरकार ऐसे जैन साधु के ख़िलाफ़ कड़क से कड़क कार्यवाही करे और साधु वेश के साथ जो न्याय ना दे सके उनको वापस साधु वेश के कपड़े उतार के संसार में भेज दिया जाये।
રાજકોટની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે વધુ એક વખત કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા પોલીસે કોર્ટની કાર્યવાહીમાં અડચણ ન આવે તે રીતે બે કલાક સુધી ચેકીંગ કર્યું હતું. ધારણા મુજબ જ ધમકી પોકળ પુરવાર થઇ હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ધમકીભર્યા ઇમેઇલ કોણ મોકલી રહ્યું છે તે વિશે પોલીસ તંત્રને કોઇ માહીતી જ મળી રહી નથી.
સાયબર ક્રાઇમના ગુનાઓની તપાસ માટે રાજકોટમાં ખાસ સાયબર લેબ બનાવવામાં આવી છે. આમ છતા અવાર-નવાર રાજકોટ કોર્ટ અને કલેક્ટર ઓફીસને બોમ્બથી ઉડાડવાની ધમકીભર્યા ઇમેઇલ કોણ મોકલી રહ્યું છે તે વિશે કોઇ માહિતી બહાર આવતી નથી. આજના કિસ્સામાં પણ તેમ જ થયું છે. સાયબર ક્રાઇમ પોલીસના સુત્રોએ જણાવ્યું કે, આજનો ઇમેઇલ પણ વીપીએનનો ઉપયોગ કરી મોકલવામાં આવ્યો છે. જેને કારણે ઇમેઇલ ક્યાંથી મોકલાયો છે તે વિશે કોઇ માહિતી મળી નથી.
આજે સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ રાજકોટની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. જે અંગે પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરાતા એસઓજીની ટીમ, બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ, ક્યુઆરટી અને ડોગ સ્ક્વોડ સાથે સ્થળ પર પહોંચી હતી. ગાંધીગ્રામ-૨ પોલીસનો કાફલો અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
વારંવાર આ પ્રકારની ધમકી મળતી હોવાથી આજે પણ પોલીસે કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવ્યું ન હતું. કોર્ટની કાર્યવાહીમાં કોઇ પણ જાતની અડચણ ન આવે તે રીતે કોર્ટનો ખુણેખુણો તપાસ્યો હતો. અંદાજે બે કલાક સુધી ચાલેલી આ કવાયતના અંતે કોઇપણ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતા ધમકી પોકળ પુરવાર થઇ હતી.