સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલની ફિલ્મ તૂ હૈ મેરી કિરન 23 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા બંનેએ ઘણા સમય પછી મોટા પડદા પર વાપસી કરી છે. એવામાં મેકર્સને આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તેને ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. બોક્સ ઓફિસ પર તેની શરૂઆત ઘણી ઠંડી રહી છે. તૂ હૈ મેરી કિરન પહેલા દિવસે 50 લાખ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકી નથી. ફિલ્મને સિનેમાઘરોમાં દર્શકો મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ તૂ હૈ મેરી કિરન
રિપોર્ટ અનુસાર, તૂ હૈ મેરી કિરન એ પહેલા દિવસે ભારતમાં આશરે 14 લાખ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે તેનું કુલ ગ્રોસ કલેક્શન લગભગ 15 લાખ રૂપિયા રહ્યું છે. જોકે આ શરૂઆતના આંકડા છે, સત્તાવાર ડેટા આવ્યા પછી તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ વીકેન્ડ પર બોક્સ ઓફિસ પર કેવું પરફોર્મ કરે છે.

તૂ હૈ મેરી કિરન વિશે જાણો
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલની ફિલ્મ તૂ હૈ મેરી કિરન એક સાયકોલોજિકલ સસ્પેન્સ-થ્રિલર છે. લગ્ન પછી આ રિયલ લાઇફ કપલની સાથે પહેલી ફિલ્મ છે. તેનું ડિરેક્શન કરણ રાવલે કર્યું છે. ફિલ્મમાં અંકિત ગુપ્તા, ઝરીના વહાબ અને શર્લિન સેઠ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
શું છે તૂ હૈ મેરી કિરનની સ્ટોરી?
ફિલ્મની સ્ટોરી કિરન મિત્તલ મલ્હોત્રા (સોનાક્ષી સિંહા) ની આસપાસ ફરે છે, જે એક લેખિકા છે અને પોતાના પતિ રિયાન (અંકિત ગુપ્તા) સાથે રહે છે. એક દિવસ તેને ઘરના કબાટમાંથી એક જૂનો રહસ્યમય ફ્લિપ ફોન મળે છે, જેના દ્વારા તેની વાતચીત સમર ખુરાના (ઝહીર ઇકબાલ) સાથે શરૂ થાય છે.
આશ્ચર્યની વાત એ છે કે કિરન વર્ષ 2026 માં જીવી રહી છે, જ્યારે સમર 2016 માં એટલે કે 10 વર્ષ પાછળ છે. શરૂઆતમાં બંને વચ્ચેની વાતચીત સામાન્ય લાગે છે, પરંતુ ધીમે ધીમે કિરન પ્રત્યે સમરનો લગાવ એક ઝનૂનમાં બદલાઈ જાય છે. તે ભૂતકાળમાં રહીને કિરનના વર્તમાનને બદલવાનો અને તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી કિરનની જિંદગી જોખમમાં મુકાઈ જાય છે.


