મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર પિંપળગાંવ સડક નજીક ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
નાગપુર-રાયપુર હાઈવે પર સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, ભંડારા જિલ્લાના પિંપળગાંવ સડક ખાતે આવેલા ભાઉ ઢાબા નજીક આ અકસ્માત થયો હતો. નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે તેમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.અકસ્મતમાં મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

ત્રણ લોકો ઇજાગ્રસ્ત
અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર માટે સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભંડારા SPએ અકસ્માતની પુષ્ટિ કરી
ભંડારા પોલીસ અધિક્ષક નૂરુલ હસને અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પિંપળગાંવ સડક નજીક નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ બાળકો સહિત 8 લોકોનાં મોત થયા છે. ત્રણ ઇજાગ્રસ્તોને સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનું કારણ જાણવા તપાસ
પોલીસ દ્વારા અકસ્માત બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં સર્જાયો તેની વધુ વિગતો હજુ સામે આવી નથી. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.


