Home Blog Page 151

Rashifal : આજ કા રાશિફળ….

0

મેષ
આજનો દિવસ ઉત્સાહ અને ઊર્જાથી ભરેલો રહેશે. તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની શક્યતા છે. નોકરીમાં નવા અવસર મળી શકે છે, જ્યારે વેપારીઓ માટે નવા કોન્ટ્રાક્ટ્સ ફાયદાકારક સાબિત થશે. પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે. આરોગ્ય સારું રહેશે, પરંતુ વધારે કામના ભારને કારણે થાક લાગી શકે છે.

વૃષભ
આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વિચારી લો. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખો, કારણ કે અચાનક ખર્ચ વધી શકે છે. પરિવાર તરફથી સહકાર મળશે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે. આરોગ્યમાં થોડી નબળાઈ અનુભવાઈ શકે છે, તેથી આરામ જરૂરી છે.

મિથુન
આજનો દિવસ નવી શરૂઆત માટે અનુકૂળ છે. નોકરીમાં પ્રગતિના સંકેતો છે અને સિનિયર્સનો સહયોગ મળશે. મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે. પૈસાની આવકમાં વધારો થશે. માનસિક રીતે શાંતિ અનુભવશો. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
આજે ભાવનાત્મક રીતે થોડી અસંતુલિતતા અનુભવાઈ શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા પ્રયત્ન કરો. નોકરીમાં ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે. પૈસાની બાબતમાં સમજીને ખર્ચ કરો. આરોગ્યમાં પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

સિંહ
આજનો દિવસ આત્મવિશ્વાસ વધારશે. તમે તમારી મહેનતથી સફળતા મેળવી શકશો. વેપારમાં લાભ થવાની શક્યતા છે. પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. આરોગ્ય મજબૂત રહેશે.

કન્યા
આજે તમને તમારા કામમાં વિશેષ ધ્યાન આપવું પડશે. કોઈ નવી જવાબદારી મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

તુલા
આજનો દિવસ સંતુલન જાળવવાનો રહેશે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. નોકરીમાં પડકારો આવી શકે છે, પરંતુ તમે સમજદારીથી હલ કરી શકશો. પૈસાની બાબતમાં સાવચેતી રાખો. આરોગ્ય સામાન્ય રહેશે.

વૃશ્ચિક
આજે ગુપ્ત બાબતો બહાર આવી શકે છે, તેથી સાવચેત રહો. નોકરી અને વેપારમાં સફળતા મળશે. પરિવાર તરફથી સહયોગ મળશે. પ્રેમ જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે.

ધનુ
આજનો દિવસ યાત્રા માટે અનુકૂળ છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ થશે. પૈસાની સ્થિતિ સુધરશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. આરોગ્ય સારું રહેશે.

મકર
આજે કામમાં વ્યસ્તતા રહેશે, પરંતુ પરિણામ સકારાત્મક મળશે. સિનિયર્સ તમારી મહેનતની પ્રશંસા કરશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરિવાર તરફથી સહકાર મળશે. આરોગ્ય સામાન્ય રહેશે.

કુંભ
આજનો દિવસ સર્જનાત્મક કામ માટે ઉત્તમ છે. નવી વિચારો પર કામ કરી શકો છો. નોકરીમાં નવા અવસર મળી શકે છે. મિત્રો સાથે સમય પસાર કરશો. આરોગ્ય સારું રહેશે.

મીન
આજે તમારી આંતરિક શક્તિ મજબૂત રહેશે. કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળશે. નોકરીમાં પ્રગતિ થશે. પૈસાની આવકમાં વધારો થશે. પરિવાર સાથે ખુશીભર્યો સમય પસાર થશે. આરોગ્ય ઉત્તમ રહેશે.

National : આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઈડલાઈન

0

નેશનલ હાઈવે પર ટ્રક અને માલવાહક વાહનો ચલાવતા ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોડિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે એટલે કે 15 એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થશે.

નવા નિયમો મુજબ વાહન માલિકોને રાહત આપતા સરકારે નક્કી કર્યું છે કે, જો ગાડીમાં નિર્ધારિત ક્ષમતા કરતા 10 ટકા સુધી વધારાનું વજન હશે, તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. નાની ભૂલોને કારણે ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન ન થાય તે હેતુથી આ રાહત આપવામાં આવી છે.

જોકે, 10 ટકાથી વધુ વજન હોય તો ભારે દંડનો નિયમ બનાવાયો છે. જો ઓવરલોડિંગ 10 ટકાથી 40 ટકાની વચ્ચે હશે, તો સામાન્ય ટોલ ટેક્સ કરતા બમણો ટેક્સ ભરવો પડશે. જ્યારે 40 ટકાથી વધુ ઓવરલોડિંગના કિસ્સામાં ટોલ ટેક્સના ચાર ગણા નાણાં ચૂકવવા પડશે. હાઈવે પર મુકાયેલા વેઈંગ મશીન દ્વારા વજનની ચકાસણી કરવામાં આવશે અને આ દંડની રકમ સીધી FASTagમાંથી કાપવામાં આવશે.

નિયમમાં ખાસ શરત એ છે કે, જો કોઈ ટોલ પ્લાઝા પર વજન કરવાનું મશીન ન હોય અથવા ખરાબ હોય, તો વાહન ચાલક પાસેથી વધારાનો કોઈ દંડ લેવામાં આવશે નહીં. આવા સંજોગોમાં માત્ર સામાન્ય ટોલ જ ચૂકવવાનો રહેશે. આ સાથે જ ઓવરલોડિંગ કરનારા વાહનોનો ડેટા સીધો સરકારી ‘વાહન’ પોર્ટલ પર અપડેટ થશે.

Lifestyle : 52ની ઉંમરમાં પણ 25 જેવી ફિટનેસ! Malaika Arora એ શેર કરી પોતાની ફિટનેસનું સિક્રેટ!

0

બોલિવૂડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં મલાઈકા અરોરાનું નામ મોખરે છે. 52 વર્ષની ઉંમરે પણ મલાઈકાએ જે રીતે પોતાનું ફિગર જાળવી રાખ્યું છે.

બોલિવૂડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં મલાઈકા અરોરાનું નામ મોખરે છે. 52 વર્ષની ઉંમરે પણ મલાઈકાએ જે રીતે પોતાનું ફિગર જાળવી રાખ્યું છે, તે કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. ઘણાને લાગે છે કે આ માત્ર મોંઘી ટ્રીટમેન્ટનું પરિણામ છે, પરંતુ સત્ય એ છે કે મલાઈકા તેના શિસ્તબદ્ધ જીવન, કડક આહાર અને નિયમિત વર્કઆઉટને કારણે આટલી ફિટ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર એક ખાસ વર્કઆઉટ વીડિયો શેર કરીને ચાહકોને ફિટનેસ ટિપ્સ આપી છે.

10 એપ્રિલના રોજ શેર કરેલા વીડિયોમાં મલાઈકાએ ‘કોર ટ્રેનિંગ’ પર ભાર મૂક્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, “તમારા કોરને તાલીમ આપો, તમારા શરીરને રૂપાંતરિત કરો.” મલાઈકાના મતે, શરીરને આકર્ષક ‘કલાકગ્લાસ’ આકાર આપવા માટે પેટના સ્નાયુઓ પર કામ કરવું ખૂબ જરૂરી છે. તેણે દરેક કસરતના 20 પુનરાવર્તનો (Reps) અને કુલ 5 સેટ કરવાની સલાહ આપી છે.

મલાઈકાએ સૂચવેલી મુખ્ય કસરતો:

ક્રંચ (Crunches): જો તમારે ઉપરના પેટના સ્નાયુઓને (Upper Abs) ટોન કરવા હોય તો ક્રંચ શ્રેષ્ઠ છે. તે રેક્ટસ એબ્ડોમિનિસ સ્નાયુ પર સીધી અસર કરે છે.

લેગ રેઝ (Leg Raises): પેટના નીચેના ભાગમાં જમા થયેલી ચરબી ઘટાડવા અને નીચેના સ્નાયુઓને મજબૂત કરવા માટે પગ ઉંચા કરવાની કસરત અત્યંત અસરકારક છે.

સીઝર્સ (Scissors): કાતરની જેમ પગ હલાવવાની આ કસરત નીચલા પેટ અને હિપ ફ્લેક્સર્સને ટોન કરે છે. તે કોર સ્ટ્રેન્થ વધારવા માટે જાણીતી છે.

સાઇડ ટ્વિસ્ટ્સ (Side Twists): કમરને પાતળી અને આકર્ષક બનાવવા માટે સાઇડ ટ્વિસ્ટ્સ કરવા જોઈએ. તે તમારા ઓબ્લિક્સ (કમરની બાજુના સ્નાયુઓ) ને આકાર આપે છે.

શિસ્ત અને આહારનું મહત્વ

મલાઈકા જણાવે છે કે માત્ર કસરત કરવાથી એબ્સ નથી બનતા. કસરતની સાથે પ્રોટીનયુક્ત આહાર અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. જો તમે પણ વધતી ઉંમરે મલાઈકા જેવી ફિટનેસ ઈચ્છો છો, તો આ વર્કઆઉટ રૂટિનને તમારા જીવનનો હિસ્સો બનાવી શકો છો.

National : ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર

0

પવિત્ર અમરનાથ યાત્રા 2026 ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતા જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે.

વર્ષ 2026 માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૩ જુલાઈ ૨૦૨૬ થી યાત્રાનો પ્રારંભ થશે. 28 ઓગસ્ટ 2026 (રક્ષાબંધનના દિવસે) ના દિવસે યાત્રાની પુર્ણ થશે. આ પવિત્ર યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે?

યાત્રામાં જોડાવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન એટલે કે નોંધણીની પ્રક્રિયા 15 એપ્રિલ 2026 થી શરૂ કરવામાં આવશે. ભક્તો વિવિધ માધ્યમોથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ દ્વારા. પંજાબ નેશનલ બેંક (PNB), SBI અને જમ્મુ-કાશ્મીર બેંકની નિયુક્ત શાખાઓ દ્વારા.

અમરનાથ યાત્રાનું ધાર્મિક મહત્વ

માન્યતા છે કે, આ પવિત્ર ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું, તેથી જ આ સ્થાનનું નામ અમરનાથ પડ્યું છે. અહીં બરફનું શિવલિંગ કુદરતી રીતે બને છે અને તે ચંદ્રના કદ મુજબ વધ-ઘટ થાય છે, જે વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સંગમ છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

કડક સુરક્ષા અને પડકારો

અમરનાથ યાત્રા ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત કઠિન માનવામાં આવે છે. પહાડી રસ્તાઓ, કાતિલ ઠંડી અને ઓક્સિજનની અછત છતાં દર વર્ષે લાખો ભક્તો બાબા બરફાનીના દર્શને પહોંચે છે. શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે મેડિકલ સુવિધાઓ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે.

Junagadh : કાળવા ચોકમાં આંબેડકર જયંતિની ઉજવણી વચ્ચે ‘આખલા યુદ્ધ’, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવવો પડ્યો

0

જૂનાગઢ શહેરમાં આજે આંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે શહેરના મુખ્ય એવા કાળવા ચોક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉજવણીમાં વ્યસ્ત હતા.

જૂનાગઢ શહેરમાં આજે આંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે શહેરના મુખ્ય એવા કાળવા ચોક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક બે તોતિંગ આખલાઓ એકબીજા સાથે ભીષણ રીતે બાખડી પડ્યા હતા. આખલાઓ વચ્ચેના આ યુદ્ધને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. રખડતા ઢોરની આ સમસ્યાને કારણે ઉજવણીનો માહોલ થોડીવાર માટે ભયમાં પલટાઈ ગયો હતો.

આખલાઓ લડતા-લડતા રસ્તાની વચ્ચે આવી ગયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલી એક રિક્ષા સાથે જોરદાર રીતે ભટકાયા હતા. આ અથડામણને કારણે રિક્ષા પલટી ખાતા સહેજમાં બચી હતી અને રિક્ષામાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આસપાસના દુકાનદારો અને લોકોએ આ દ્રશ્યો જોઈને જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે શહેરના મુખ્ય ચોકમાં આ પ્રકારે ઢોરનો ત્રાસ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી.

સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરવામાં આવી હતી. આખલાઓ એટલા ઉગ્ર હતા કે સામાન્ય લોકો તેમને છૂટા પાડવાની હિંમત કરી શકતા નહોતા. અંતે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લડતા આખલાઓ પર પાણીનો મારો ચલાવી તેમને મહામુસીબતે છૂટા પાડ્યા હતા. આખલાઓ દૂર જતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ ઘટનાએ જૂનાગઢ મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.

Recipe : ઉનાળાનું અમૃત સ્વાદિષ્ટ લસ્સી, બજાર જેવી ડિલિશિયસ રજવાડી Lassi ઘરે બનાવો

0

ઉનાળાની કાળઝાળ ગરમીમાં મન હંમેશા કંઈક ઠંડું પીવા માટે તરસે છે. બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક્સ કે કેમિકલયુક્ત પીણાં ક્ષણિક ઠંડક તો આપે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવા સમયે ઘરે બનાવેલી ઠંડી લસ્સી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. તે માત્ર શરીરને ઠંડક જ નથી આપતી, પણ તેમાં રહેલા પ્રોટીન અને વિટામિન્સ સ્ફૂર્તિ પણ જાળવી રાખે છે.

ઘરે પણ બની શકે બજાર જેવી મલાઈદાર લસ્સી

ઘણાને પ્રશ્ન હોય છે કે બજાર જેવી ઘટ્ટ અને મલાઈદાર લસ્સી ઘરે કેમ નથી બનતી? અહીં કેટલીક સરળ ટિપ્સ આપી છે જેનાથી તમે પણ માસ્ટર શેફ જેવી લસ્સી બનાવી શકશો. આ ઘરે બનાવેલા પીણું માત્ર ઠંડકની અનુભૂતિ જ નહીં પરંતુ શક્તિ પણ વધારે છે અને સારું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે, કારણ કે તે પ્રોટીન, વિટામિન્સ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. યોગ્ય પદ્ધતિથી, તમે ઘરે બજાર જેવી ડિલિશિયસ અને ટેસ્ટી લસ્સી તૈયાર કરી શકો છો. આ બાબતોનું જરૂર ધ્યાન રાખો.

રજવાડી લસ્સી બનાવી શરીરને આપો ઠંડક
રજવાડી લસ્સી તેના ઘટ્ટ ટેક્સચર, કેસરની સુગંધ અને ડ્રાય ફ્રૂટ્સના ભરપૂર ઉપયોગને કારણે જાણીતી છે. ઘરે બજાર જેવી જ રાજવાડી લસ્સી બનાવવાની રીત નીચે મુજબ છે.

જરૂરી સામગ્રી:

તાજું દહીં: ૨ કપ (ઘટ્ટ અને મોળું)
દળેલી ખાંડ: ૪ થી ૫ મોટી ચમચી (સ્વાદ મુજબ)
તાજી મલાઈ: ૨ મોટી ચમચી (ઉપરથી નાખવા માટે)
કેસર: ૮-૧૦ તાંતણા (૧ ચમચી ગરમ દૂધમાં પલાળેલું)
ઇલાયચી પાવડર: ૧/૨ ચમચી
ડ્રાય ફ્રૂટ્સ: કાજુ, બદામ અને પિસ્તાની કતરણ
ગુલાબજળ: ૩-૪ ટીપાં
બરફના ટુકડા: જરૂર મુજબ
રજવાડી લસ્સી બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘટ્ટ દહીં લો. યાદ રાખો કે દહીંમાંથી પાણી કાઢી લીધેલું હોય તો લસ્સી વધુ સારી બનશે. દહીંમાં દળેલી ખાંડ, એલચી પાવડર અને પલાળેલું કેસર (દૂધ સાથે) ઉમેરો. જો તમને ગુલાબની સુગંધ ગમતી હોય, તો થોડા ટીપાં ગુલાબજળ પણ ઉમેરી શકાય. હવે પરંપરાગત લાકડાના રવૈયા (જેણી) વડે દહીંને સરખી રીતે વલોવી લો. મિક્સરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે મિક્સરમાં ફેણ વધુ આવે છે પણ લસ્સી પાતળી થઈ જાય છે. રવૈયાથી વલોવેલી લસ્સી ઘટ્ટ અને દાણાદાર બને છે. વલોવતી વખતે જ તેમાં ૨-૩ બરફના ટુકડા ઉમેરો. લસ્સી વધુ પાતળી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. લસ્સી તૈયાર થઈ જાય એટલે તેને કાચના ગ્લાસમાં અથવા માટીના કુલ્લડમાં કાઢો. ગ્લાસમાં ઉપરથી એક ચમચી તાજી મલાઈ મૂકો. ત્યારબાદ તેના પર કાજુ, બદામ અને પિસ્તાની કતરણ છાંટો. ઉપરથી ૨-૩ કેસરના તાંતણા મૂકીને સજાવો. યાદ રાખો કે ઘટ્ટ લસ્સીમાં જો દહીં પાતળું હોય, તો તેને મલમલના કપડામાં ૧ કલાક બાંધી રાખો (હંકર્ડ કર્ડ), જેથી વધારાનું પાણી નીકળી જાય.

લસ્સી બનાવવામાં રાખો આ બાબતનું ધ્યાન

પરફેક્ટ લસ્સી માટે દહીંની ગુણવત્તા સૌથી મહત્વની છે. હંમેશા તાજા દહીંનો ઉપયોગ કરો. દહીંને વલોવતા પહેલા ખાતરી કરો કે તેમાં કોઈ ગઠ્ઠા ના રહે. રજવાડી મીઠી લસ્સી બનાવવા માટે ગળપણ માટે ખાંડ ઉમેરો. સુગંધ અને સ્વાદ માટે એલચી પાવડર અને થોડું ગુલાબજળ ઉમેરવાથી તે શાહી લસ્સી બની જશે. લસ્સી બનાવતી વખતે તેને મિક્સરમાં વધુ પડતી ન ફેરવવી. મિક્સરના બદલે જો પરંપરાગત રવૈયા (જેણી) થી વલોવવામાં આવે, તો લસ્સી ઘટ્ટ રહે છે અને તેનો સ્વાદ બરકરાર રહે છે. વધુ બરફ લસ્સીને પાતળી અને બેસ્વાદ બનાવી દે છે. જો શક્ય હોય તો લસ્સીને કુલડી (માટીના ગ્લાસ) માં પીરસો. માટીની સોડમ લસ્સીના સ્વાદને અનેકગણો વધારી દેશે.

Gujarat : Kodinarની રોણાજ ચોકડી પાસે ચશ્માના વેપારી પર જીવલેણ હુમલો, કારમાં આવેલા શખ્સોએ યુવાનને કર્યો લોહીલુહાણ

0

ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી એક ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી રોણાજ રોડ ચોકડી પાસે ચશ્મા વેચવાનું કામ કરતા અવતારસિંઘ નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.

ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી એક ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી રોણાજ રોડ ચોકડી પાસે ચશ્મા વેચવાનું કામ કરતા અવતારસિંઘ નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ધોળે દિવસે થયેલી આ હિંસક ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. હુમલાખોરો એટલી બેરહેમીથી તૂટી પડ્યા હતા કે ઈજાગ્રસ્ત યુવાન લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.

આ ઘટના અંગે ઈજાગ્રસ્તની પત્નીએ અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો કોઈ અકસ્માત કે તાત્કાલિક વિવાદનું પરિણામ નથી, પરંતુ જૂની અદાવત રાખીને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો છે. વિરોધીઓએ સુપારી આપીને આ જીવલેણ હુમલો કરાવ્યો છે. કારમાં સવાર થઈને આવેલા 3થી 4 શખ્સોએ અચાનક ગાડી ઉભી રાખી લાકડી અને ધોકા જેવા હથિયારો વડે અવતારસિંઘને માર મારવાનું શરૂ કર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ કોડીનાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે, જેથી હુમલાખોરો જે કારમાં આવ્યા હતા તેની ઓળખ કરી શકાય. પત્નીના નિવેદનના આધારે જૂની દુશ્મનીના પાસા પર પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. ધોળે દિવસે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Aravalli : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે શામળાજી ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ

0

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહી છે.

સરહદ પારથી આવતા નાના-મોટા તમામ વાહનોની પોલીસ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતી ખાનગી લક્ઝરી બસો, કાર અને ટ્રકોને અટકાવીને તેમાં કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી રહી છે. ચૂંટણી સમયે મતદારોને રિઝવવા માટે કોઈ માદક પદાર્થો કે કેફી પીણાં (દારૂ) નો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં ન આવે તે માટે પોલીસ રાત-દિવસ સતર્ક રહીને કામગીરી કરી રહી છે.

સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન દારૂ અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરીની શક્યતાઓ વધી જતી હોય છે. આ ‘રંગીન’ મિજાજ ધરાવતા તત્વોના મનસૂબાને નિષ્ફળ બનાવવા માટે પોલીસ પ્રશાસન એલર્ટ બન્યું છે. ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટરની મદદથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સરહદી ચેકિંગ ચાલુ રહેશે, જેથી રાજ્યમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારના લોભ-લાલચ વગર નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ શકે.

Entertainment : राही के सुहाग को छीनेगी प्रेरणा, माही और अंश मिलकर करेंगे गौतम का पर्दाफाश

0

स्टार प्लस के पॉपुलर शो अनुपमा में इन दिनों खूब तमाशा देखने को मिल रहा है. शो की कहानी को देख अब ऐसा लग रहा है कि जैसा धोखा अनुपमा को मिला था. अब वैसा ही धोखा राही को मिलने वाला है.रुपाली गांगुली के शो अनुपमा में अब तक देखने को मिला कि प्रेम रेस्टोरेंट ना ओपन होने की वजह से हर किसी पर गुस्सा निकालता फिर रहा है.प्रेम को लगने लगा है कि वो कुछ नहीं कर सकता है, क्योंकि वो लूजर है. ऐसे में राही जब उसको समझाने की कोशिश कर रही होती है तो वो और भी ज्यादा गुस्सा हो जाता है.

इसी बीच प्रेरणा कहती है कि रेस्टोरेंट के लाइसेंस के लिए हमें फिर से कोशिश करनी चाहिए, उसके बाद प्रेम हद से ज्यादा गुस्सा हो जाता है.कोठारी मेंशन में इन दिनों सिर्फ हाई वोल्टेज ड्रामा ही देखने को मिल रहा है. ऐसे में प्रेरणा एक नई प्लानिंग करती है.

प्रेरणा समझ जाएगी कि अब प्रेम काम की बात नहीं करना चाहता तो बात को घूमा देगी. वो कहती है कि उसे बाहर घूमने और माचा टी पीने का मन कर रहा है. वो कहती है कि उसकी एक फ्रेंड है वो सोशल मीडिया पर जेन-जी जैसा व्यवहार कर रही है. उसके बाद कॉलेज से जुड़ी बहुत सारी मजेदार बातें हैं.

उसके बाद प्रेरणा के संग जाने के लिए प्रेम मान जाता है.प्रेरणा के इरादों को वसुंधरा समझने लगती है.वो कहती है कि प्रेम को जिसकी जरूरत है, उसे अपने काम की प़ड़ी है. वसुंधरा की बातों को राही समझ जाती है लेकिन उसके पास कहने के लिए कुछ भी नहीं होता है.

अब आने वाले एपिसोड में देखने को मिलेगा कि क्या वाकई प्रेरणा और प्रेम की लव स्टोरी शुरू होने वाली है. क्या प्रेरणा अब प्रेम को राही से दूर कर देगी.उधर, माही और अंश मिलकर गौतम की सच्चाई पता लगाने की कोशिश करते हैं. वो गौतम को उसकी गर्लफ्रेंड के संग देख लेते हैं. अंश वीडियो बना लेता है. माही और अंश दोनों ही गौतम से अपना बदला लेना चाहते हैं.

World : લેબનોન અને ઇઝરાયલ વચ્ચે ફરી તણાવ, જાણો શું થયુ હતુ 43 વર્ષ પહેલા?

0

લેબનોન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ફરી એકવાર 43 વર્ષ પહેલા જેવા જ સમયે છે. 17 મે 1983ના રોજ, બંને દેશોએ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલા ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા, જે તેમની પ્રથમ અને છેલ્લી સીધી રાજ્ય-સ્તરીય વાટાઘાટો હતી. આ કરારમાં ઇઝરાયલી સૈનિકોની પાછી ખેંચી લેવા અને યુદ્ધનો અંત લાવવાનો સમાવેશ થતો હતો, પરંતુ 1984 માં રદ કરવામાં આવ્યો હતો. હવે, દાયકાઓ પછી, બંને દેશોના રાજદૂતો વોશિંગ્ટનમાં સામ-સામે મળી રહ્યા છે, જે રાજદ્વારી ઉકેલની આશાને ફરીથી જાગૃત કરે છે.

17 મે 1983ના રોજ લેબનોન સંપૂર્ણ વિકસિત ગૃહયુદ્ધની પકડમાં હતું, અને 14 એપ્રિલ, 2026 ના રોજ, પરિસ્થિતિ મોટાભાગે સમાન રહે છે. તે સમયે, PLO ખ્રિસ્તી-મુસ્લિમ લશ્કર અને સીરિયન સૈન્યએ દેશ પર પ્રભુત્વ મેળવ્યું હતું. આજે, લેબનોનમાં હિઝબુલ્લાહનું વર્ચસ્વ છે. 1982માં ઇઝરાયલે આખા લેબનોન પર આક્રમણ કર્યું. નબળી કેન્દ્રીય સરકાર, બાહ્ય દળોની દખલગીરી અને આંતરિક વિભાજન આ ચાર મુખ્ય પરિબળો હતા જે કરારની નિષ્ફળતા તરફ દોરી ગયા. સીરિયાના હાફેઝ અલ-અસદે ખુલ્લેઆમ વિરોધ કર્યો અને લેબનોન પર દબાણ કર્યું હતુ.

1983માં, લેબનોનમાં અનેક લશ્કરી જૂથો એકબીજા સાથે લડી રહ્યા હતા. આજે, દેશ હિઝબુલ્લાહ અને અન્ય જૂથો વચ્ચે વહેંચાયેલો છે, પરંતુ સંપૂર્ણ વિકસિત ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું નથી. હાલમાં આંતરરાષ્ટ્રીય દબાણ ઊંચું છે. અમેરિકા, ફ્રાન્સ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ ઇચ્છે છે. આ આજે પણ સૌથી મોટી સમસ્યા છે. જો હિઝબુલ્લાહ તેના શસ્ત્રો છોડે નહીં અને ઈરાનનું દબાણ ચાલુ રહે, તો આ વાટાઘાટો 1983ની જેમ માત્ર ઔપચારિકતા સાબિત થઈ શકે છે. જો કે, હજુ પણ આશાનું કિરણ છે, કારણ કે 43 વર્ષ પછી, લેબનોન થાકી ગયું છે.