Home Blog Page 152

Chhattisgarh : વેદાંતાના પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટ્યું, 40 મજૂર થયા ઘાયલ

0

ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં અનેક મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 4થી 5 લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

છત્તીસગઢના સક્તિ જિલ્લામાં આવેલા સિંઘીતરાઈ વિસ્તારમાં આવેલા વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યાના સમયે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટમાં અચાનક બોઈલર ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં આશરે 30થી 40 જેટલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં અનેક મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 4થી 5 લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ મામલે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.ઘટના બાદ પાવર પ્લાન્ટ પરિસરમાં હાહાકાર મચી ગયો છે. માહિતી મળતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત-બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે.

Surat : SVNITમાં ડાન્સિંગ નાઇટ બની ‘ફાઇટીંગ નાઇટ’, નશામાં ધૂત જુનિયરોએ સિનિયર વિદ્યાર્થીને બેરહેમીથી ફટકાર્યો

0

સુરતની SVNIT કેમ્પસમાં આયોજિત ડાન્સિંગ નાઇટ દરમિયાન ભયાનક મારામારીની ઘટના સામે આવી છે. આનંદ-પ્રમોદ માટે આયોજિત આ કાર્યક્રમમાં અચાનક વિવાદ સર્જાતા મામલો બિચક્યો હતો.

સુરતની SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) કેમ્પસમાં આયોજિત ડાન્સિંગ નાઇટ દરમિયાન ભયાનક મારામારીની ઘટના સામે આવી છે. આનંદ-પ્રમોદ માટે આયોજિત આ કાર્યક્રમમાં અચાનક વિવાદ સર્જાતા મામલો બિચક્યો હતો. આરોપ છે કે મિકેનિકલ એન્જિનિયરિંગના કેટલાક જુનિયર વિદ્યાર્થીઓએ મળીને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના એક સિનિયર વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાથમિક માહિતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મારામારીના વીડિયોમાં જોઈ શકાય છે કે જુનિયર વિદ્યાર્થીઓ અત્યંત આક્રમક મૂડમાં હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હુમલો કરનાર વિદ્યાર્થીઓ નશામાં ધૂત હતા અને તે હાલતમાં જ તેમણે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર મામલે કોલેજના પ્રોફેસરોની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. આરોપ છે કે ઘટના સ્થળે હાજર જવાબદારોએ મામલો થાળે પાડવાને બદલે શંકાસ્પદ મૌન સેવ્યું હતું, જેને કારણે વિવાદ વધુ વકર્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક SVNIT કેમ્પસ ખાતે પહોંચી ગયો હતો. જોકે, પોલીસ પહોંચતા જ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસને પરત મોકલી દેવાઈ હોવાની પણ ચર્ચા છે. હાલમાં આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે કોલેજ પ્રશાસન અને પોલીસ દ્વારા કસૂરવાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Sports : શું ધોની KKR સામે રમશે? જાણો CSKની સંભવિત પ્લેઇંગ 11

0

IPLમાં CSK અને KKRની ટીમો એકબીજા સામે આજે ટકરાશે.બંને ટીમો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. KKR હજુ સુધી જીતનો ખાતો ખોલી શક્યું નથી, જોકે CSK એ મોડેથી જીતનો સિલસિલો શરૂ કર્યો છે. આજની મેચ રસપ્રદ રહેશે, પરંતુ તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને રહેલી બે ટીમો વચ્ચે

IPLમાં CSK અને KKRની ટીમો એકબીજા સામે આજે ટકરાશે.બંને ટીમો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. KKR હજુ સુધી જીતનો ખાતો ખોલી શક્યું નથી, જોકે CSK એ મોડેથી જીતનો સિલસિલો શરૂ કર્યો છે. આજની મેચ રસપ્રદ રહેશે, પરંતુ તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને રહેલી બે ટીમો વચ્ચેની લડાઈ છે. બંને ટીમો એકબીજાને પાછળ છોડીને આગળ વધવાનો પ્રયાસ કરશે. ચાલો સમજવાનો પ્રયાસ કરીએ કે આજે કઈ ટીમ જીતી શકે છે.

CSK અને KKR વચ્ચે IPL મેચ આજે સાંજે 7:30 વાગ્યે યોજાવાની છે. આ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. CSK માટે સારા સમાચાર એ છે કે સંજુ સેમસને પાછલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે હવે ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે 115 રનની અણનમ ઇનિંગ રમી હતી. જો તેઓ આ રીતે બેટિંગ કરવાનું ચાલુ રાખશે, તો KKR માટે મુશ્કેલી પડશે તેમાં કોઈ શંકા નથી.

CSK પાસે હાલમાં સંપૂર્ણપણે નવું બોલિંગ આક્રમણ છે. ખાસ કરીને સ્પિનરો નવા છે. અફઘાનિસ્તાનના નૂર અહેમદ અને વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈન આ જવાબદારી સંભાળી રહ્યા છે. ખલીલ અહેમદ ફાસ્ટ બોલિંગથી શરૂઆત કરે છે. તે સારી સ્વિંગ ઉત્પન્ન કરે છે, જે KKR માટે સારી વાત નથી. CSK ને ઘરે રમવાનો પણ ફાયદો થઈ શકે છે. જોકે તાજેતરના સમયમાં ઘણી ટીમોએ CSK ને ઘરેલુ મેદાન પર હરાવ્યું છે, KKR તેમના કરતા નોંધપાત્ર રીતે નબળી દેખાય છે.

KKR ની વાત કરીએ તો,અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમ હજુ સુધી તેની લય શોધી શકી નથી. ટીમ પાસે એક પોઈન્ટ છે, જે એક મેચ રદ થવાને કારણે પણ હતો. ટીમની ઓપનિંગ જોડી સારું પ્રદર્શન કરી રહી નથી. મિડલ ઓર્ડર પણ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. સૌથી મોંઘા ખેલાડી તરીકે પહોંચેલા કેમેરોન ગ્રીન ન તો રન બનાવી રહ્યા છે કે ન તો વિકેટ મેળવી રહ્યા છે, જે ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે. જો સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી આજની મેચમાં સારું પ્રદર્શન કરે તો જ ટીમને જીતવાની તક મળશે. આમ, આજે CSK ની જીતની શક્યતા 60 ટકા અને KKR ની 40 ટકા દેખાય છે.

દરમિયાન, એમએસ ધોની તેની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે તેણે સોમવારે મેદાનમાં ઉતરીને બેટિંગનો અભ્યાસ કર્યો હતો અને ટૂંક સમયમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. જોકે, ચેન્નાઈ મેનેજમેન્ટ તેના વિશે શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે. આજે તેના રમવા અંગે કોઈ ખાતરી નથી, પરંતુ તેની વાપસી ટીમને મજબૂત બનાવશે. કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પાસે એક સારો સલાહકાર પણ હશે.

Mumbai : ટેક્નો કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી 2 વિદ્યાર્થીઓના મોત, પોલીસે 5 લોકોની કરી ધરપકડ

0

કોન્સર્ટમાં સામેલ આ ગ્રુપના 3 વિદ્યાર્થીઓએ કથિત રીતે ડ્રગ્સનું સેવન કર્યું. વિદ્યાર્થીઓની ઉંમર 23થી 25 વર્ષની વચ્ચે હતી. ડ્રગ્સ લેવાના થોડા સમય બાદ જ તેમની તબિયત અચાનક બગડવા લાગી.

મુંબઈમાં એક હાર્ડ ટેક્નો કોન્સર્ટ દરમિયાન ડ્રગ્સનું સેવન બે વિદ્યાર્થીઓ માટે જીવલેણ બન્યું છે. 11 એપ્રિલે નેસ્કો વેરહાઉસમાં આયોજિત આ ઈવેન્ટ બાદ 3 વિદ્યાર્થીઓની તબિયત લથડી, જેમાંથી 2 લોકોના મોત થયા છે. પોલીસે આ કેસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝર સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

આ કેસ 11 એપ્રિલનો છે, જ્યારે નેસ્કો વેરહાઉસમાં એક હાર્ડ ટેક્નો કોન્સર્ટ આયોજિત કરવામાં આવ્યો હતો, આ ઈવેન્ટમાં ઈટલીના ટેક્નો આર્ટિસ્ટસ પણ સામેલ થયા હતા, જેના કારણે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક કોલેજના વિદ્યાર્થીઓનું ગ્રુપ પણ કોન્સર્ટમાં સામેલ થયું હતું. કોઈને અંદાજો નહતો કે તે મ્યૂઝિક ઈવેન્ટ કેટલાક કલાકોમાં જ દુર્ઘટનામાં બદલાઈ જશે.

કોન્સર્ટમાં સામેલ આ ગ્રુપના 3 વિદ્યાર્થીઓએ કથિત રીતે ડ્રગ્સનું સેવન કર્યું. વિદ્યાર્થીઓની ઉંમર 23થી 25 વર્ષની વચ્ચે હતી. ડ્રગ્સ લેવાના થોડા સમય બાદ જ તેમની તબિયત અચાનક બગડવા લાગી, સ્થિતિ ગંભીર બનતા જોઈને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્યા સુધીમાં શરીર પર ડ્રગ્સની અસર ખતરનાક સ્તર પર પહોંચી ચૂકી હતી.

તેમાંથી બે મહિલા વિદ્યાર્થીઓને હિન્દૂ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યારે એક પુરૂષ વિદ્યાર્થીઓને ગોરેગાંવની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. ડોક્ટરોએ 3 વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ સ્થિતિ સતત બગડતી રહી. સારવાર દરમિયાન ગોરેગાંવની ખાનગી હોસ્પિટલમાં દાખલ 24 વર્ષીય યુવકનું મોત થયું. ત્યારે ટ્રોમા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી 24 વર્ષીય મહિલા વિદ્યાર્થીનું પણ સોમવારે મોત થયું. બીજી અન્ય મહિલા વિદ્યાર્થિની સ્થિતિ પણ હાલમાં ગંભીર છે અને તે ICUમાં જિંદગીનો જંગ લડી રહી છે.

ઘટનાની જાણકારી મળતા જ વાનરાઈ પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી અને કેસની તપાસ શરૂ કરી. પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝર સામેલ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યું.

પોલીસે આરોપીની વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને NDPS એક્ટ હેઠળ કડક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમાં ડ્રગ્સની ખરીદી, કબ્જો અને ગુનાહિત ષડયંત્ર જેવા ગંભીર આરોપ સામેલ છે. ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ સમગ્ર નેટવર્કનો ખુલાસો કરવાના પ્રયત્ન કરી રહ્યું છે.

Baroda : AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા રજૂઆત

વડોદરા પાલિકાની આગામી તા.26મી યોજાનારી ચૂંટણી અંગે ઉમેદવારોના ફોર્મ રદ કરવા બાબતે વોર્ડ 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે અરજ કરી હતી. જેમાં એક જ વોર્ડમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીનું બે ઉમેદવારોને પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. જેથી આ બંને ઉમેદવારોના ફોર્મ રદ કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જે રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ ગુજરાત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબત અંગેનો આદેશ મુજબ તેની પેટા કલમ 9 મુજબ ચૂંટણી અધિકારી સમક્ષ એક કરતાં વધુ ઉમેદવાર માટે ફોર્મ રજૂ થાય તેવા સંજોગોમાં ચૂંટણી અધિકારી તેમની સમક્ષ જે ઉમેદવારનું ઉમેદવારી પત્ર પ્રથમ રજૂ થયું હોય અને તેવા ઉમેદવાર માટે મુદત દરમિયાન ફોર્મ રજૂ થયું હોય તેવા ઉમેદવારને પક્ષનો માન્ય ઉમેદવાર હોવાનું સ્પષ્ટ રીતે જણાવાયું છે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સહિત વડોદરા ખાતે પણ વોર્ડના લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા મહમદ સલીમ મહમદ સઈદ અને મિતેષ નગીનભાઈ મકવાણા એમ બે વ્યક્તિને સામાન્ય બેઠક પર પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો (અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબત)માં શરતો સંતોષાતી નહિ હોવાનો તેમણે આક્ષેપ કરતા કોંગ્રેસી મહિલા ઉમેદવાર અમી રાવતે ચૂંટણી અધિકારી સમક્ષ વિવિધ નિયમોના આધારેચૂંટણી અધિકારી સમક્ષ પત્રક નમુનો ‘ખ’ રજૂ થયો છે. તેવા ઉમેદવારને પક્ષનો માન્ય ઉમેદવાર ગણાય. તે સિવાયના ઉમેદવારો કે જેમની તરફેણમા પણ પક્ષ તરફથી નમૂના ‘ખ’ મળ્યા છે તેવા ઉમેદવારોને ચૂંટણી અધિકારી તે પક્ષના ઉમેદવાર ગણશે નહીં. આમ બે વ્યક્તિને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. તેના ઉમેદવારોના ફોર્મ નામંજૂર કરવા તેમણે સઘન રજૂઆતો કરી હતી.

Ahmedabad : ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસ તપાસ તેજ બની છે. આ મામલે આજે (14મી એપ્રિલ) પોલીસે જે પ્રોવિઝન સ્ટોર પરથી ખીરું ખરીદવામાં આવ્યું હતું, તે સ્ટોરના બે યુવકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન તેડાવ્યા છે. બીજી તરફ, પોલીસ હવે એફએસએલ અને વિશેરા રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહી છે.

બાળકીઓના માતા-પિતા વિમલભાઈ અને ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગઈકાલે (13મી એપ્રિલ) બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ દરમિયાન માતા-પિતાએ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે ખીરું ખાધા બાદ જ બાળકીઓની તબિયત બગડી હતી અને તેમના મોત થયા હતા. પોલીસને અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ ચોંકાવનારી નવી હકીકત મળી નથી.

પોલીસે હાલમાં ખીરું વેચનાર વેપારીઓની પૂછપરછ શરૂ કરી છે જેથી એ જાણી શકાય કે ખીરું ક્યાંથી આવ્યું હતું અને તેમાં કોઈ ભેળસેળ હતી કે કેમ. આ તમામ પુરાવાઓ એકઠા કર્યા બાદ જ પોલીસ કોઈ ચોક્કસ તારણ પર પહોંચશે.

આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના જણાવ્યાનુસાર, તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિ અંગેની વાતો લખેલી હતી. આ અંગે માતા ભાવનાબેનની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મને પહેલેથી જ એક દીકરી હતી, તેથી જો બીજું બાળક દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવાર જેવી એક સામાન્ય ઈચ્છા હતી. આ બાબતને કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ સાથે અત્યારે સાંકળવામાં આવી નથી.’

ચાંદખેડા પીઆઈ (PI) એ જણાવ્યું હતું કે, ‘આ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો એફએસએલ અને વિશેરા રિપોર્ટ છે, જેને આવતા હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. બાળકીઓના શરીરમાંથી ઝીંક અને એલ્યુમિનિયમ જેવા તત્વો મળ્યા હોવાની વાત છે, જેની સત્તાવાર પુષ્ટિ અહેવાલો આવ્યા બાદ જ થશે. રિપોર્ટ આવ્યા બાદ કેડી હોસ્પિટલના ડોક્ટરોનો પણ અભિપ્રાય લેવામાં આવશે કે જ્યારે બાળકીઓને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેમની સ્થિતિ શું હતી અને કયા પ્રકારની દવાઓ આપવામાં આવી હતી.’

National : શ્રમિકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘આ વિકસિત ભારતની અસલી ઓળખ’

0

ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં પગાર વધારાની માંગ સાથે શ્રમિકોનું પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બાદ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી છે, પરંતુ આ ઘટના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાએ ચર્ચા જગાવી છે. તેમણે શ્રમિકોની સ્થિતિને દેશના મજૂરની અંતિમ ચીસ ગણાવી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ દ્વારા શ્રમિકોના આર્થિક સંઘર્ષનો ચિતાર આપ્યો હતો. નોઈડામાં કામ કરતા મજૂરનો પગાર રૂપિયા 12,000 છે, જ્યારે ભાડું રૂપિયા 4,000 થી રૂપિયા 7,000 સુધીનું હોય છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, જ્યારે રૂપિયા 300નો વાર્ષિક પગાર વધારો મળે છે, ત્યારે મકાનમાલિકો રૂપિયા 500 ભાડું વધારી દે છે. આ બેફામ મોંઘવારી મજૂરનું ગળું ટૂંપે છે. શ્રમિકો રૂપિયા 20,000 પગારની માંગ કરી રહ્યા છે, જેને રાહુલે તેમનો અધિકાર ગણાવ્યો છે.

રાહુલ ગાંધીએ આ સ્થાનિક પ્રદર્શનને વૈશ્વિક પરિસ્થિતિ સાથે જોડતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સપ્લાય ચેઇન તૂટી ગઈ છે, જેનાથી ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમણે એક મહિલા શ્રમિકનો ઉલ્લેખ કર્યો જેણે જણાવ્યું કે, ગૅસના ભાવ વધે છે પણ પગાર નહીં. ગૅસ સંકટમાં લોકોએ રૂપિયા 5,000માં પણ સિલિન્ડર ખરીદ્યા હશે. રાહુલે આરોપ લગાવ્યો કે, આ વૈશ્વિક મોંઘવારી અને ટેરિફ વૉરનો બોજ વડાપ્રધાનના મિત્ર ઉદ્યોગપતિઓ પર નહીં, પણ રોજેરોજ કમાઈને ખાતા મજૂર પર પડ્યો છે.

રાહુલ ગાંધીએ નવેમ્બર 2025થી અમલી બનેલા ચાર નવા શ્રમ કાયદાઓ પર નિશાન સાધ્યું હતું. આ કાયદાઓ દ્વારા કામના કલાકો વધારીને 12 કલાક કરી દેવામાં આવ્યા છે. સરકારે કોઈપણ ચર્ચા વગર ઉતાવળમાં આ કાયદા લાગુ કર્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો. જે મજૂર રોજ 12 કલાક ઊભા રહીને કામ કરે છે અને બાળકોની ફી દેવું કરીને ભરે છે, શું તેની માંગ ગેરવાજબી છે?

રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ દેશની કરોડરજ્જુ સમાન શ્રમિકોની સાથે છે, જેમને સરકારે બોજ સમજી લીધા છે. નોઈડાના આ પ્રદર્શનોએ દેશમાં વધતી મોંઘવારી અને શ્રમ અધિકારોના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવી દીધો છે.

Business : ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો

0

મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ડેટા મુજબ વાર્ષિક આધારે છૂટક મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 3.21%થી વધીને માર્ચમાં 3.4% થયો છે. રાહતની વાત એ છે કે, કેટલાક શાકભાજી અને કઠોળ તેમજ ટૂંકા ગાળા માટે સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે મધ્ય વર્ગને મોંઘવારીમાં આંશિક રાહત મળી છે. દેશના નાગરિકો જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે, તેનો ભાવ કેટલો વધ્યો અને કેટલો ઘટ્યો છે, તે આધારે તૈયાર કરાયેલ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)ના ડેટા મુજબ, માર્ચમાં ગામડામાં 3.63 અને શહેરમાં 3.11 ટકા છૂટક મોંઘવારી દર નોંધાયો છે.

રૉયટર્સે 45 અર્થશાસ્ત્રીઓ પાસેથી માહિતી મેળવીને અનુમાન લગાવ્યું હતું કે, માર્ચમાં મોંઘવારી દર સામાન્ય 3.48 ટકા વધી શકે છે. ઈંધણની કિંમતોમાં ઝડપી વધારો થવાથી અને યુદ્ધથી ઉભા થયેલા તણાવના કારણે મોંઘવારીમાં વધારો થયો છે, જોકે તે જ મહિનામાં સોનાની કિંમત લગભગ 11 ટકા ઘટવાથી મોંઘવારીને આંશિક રીતે કાબુમાં રહી છે. બીજીતરફ વિશ્વમાં સંકટથી મોંઘવારી ચિંતાજનક સ્થિતિએ વધવાની આશંકા હતી, જોકે ભારતીય રિઝર્વ બેંક મોંઘવારી કાબુ રાખવામાં સફળ થયું છે. RBI છેલ્લા 12 મહિનાથી 4 ટકાની નીચે સુધી મોંઘવારી દર જાળવી રાખવામાં સફળ થયું છે.

ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવમાં થતા ફેરફારનું માપ કરતી ‘કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI)’ના ડેટા મુજબ ખાણી-પીણી પણ મોંઘા થયા છે અને તેનો ફેબ્રુઆરીમાં 3.48% થી વધીને માર્ચમાં 3.87% થયો છે. આ દર ગામડામાં 3.96 અને શહેરમાં 3.71 ટકા નોંધાયો છે. આનાથી એ કહી શકાય કે, જીવનજરૂરી ચીજોની કિંમતો પર દબાણ વધવાના કારણે ભાવમાં વધારો થયો છે.

ઘર સંબંધીત (ભાડું અને મેઈન્ટેનન્સ) મોંઘવારી દર 2.11 ટકા પર કાબુમાં રહી છે. તેનો દર ગામડામાં 2.54 ટકા અને શહેરમાં 1.95 ટકા નોંધાયો છે. એટલે કે ઘર સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે.

જુદા જુદી ચીજવસ્તુઓની કિંમતોની વાત કરીએ તો ક્યાં કિંમતો ઘટી છે, તે ક્યાં કિંમતો વધી છે, જેના કારણે મોંઘવારીમાં આંશિત રાહત મળી છે. ડુંગળી (27.76 ટકા), બટાકા (18.98 ટકા), લસણ (10.18)જેવી શાકભાજીની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે ખાણી-પીણીની કુલ મોંઘવારી કાબુમાં રહી શકી છે. કઠોડમાં તુવેર દાળ અને વટાણ જેવી દાળની કિંમતોમાં પણ ઘટાડો થયો છે.

કેટલીક ખાસ કેટેગરીઓની કિંમતમાં જોરદાર ઉછાળો થયો છે. ચાંદીના ઘરેણાની કિંમતમાં 148.61 ટકાનો ધરખમ વધારો થયો છે. સોના અને હીરાના ઘરેણાની કિંમતો પણ 45.92 ટકા વધી છે. ખાણી-પીણી ચીજવસ્તુઓમાં સામેલ નારિયેળ, ટામેટા (35.99 ટકા) અને ફુલાવર (34.11 ટકા)ની કિંમતમાં ઘણો વધારો થયો છે.

આ ઉપરાંત પર્સનલ કેર, સામાજિક સુરક્ષા અને અન્ય ચીજવસ્તુઓ-સેવાઓમાં સૌથી વધુ 18.65 ટકા મોંઘી થઈ છે. જ્યારે ટ્રાન્સપોર્ટ સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે. શિક્ષણ (3.30 ટકા), રેસ્ટોરન્ટ અને રહેવાની સુવિધા (2.88 ટકા)નો ખર્ચ વધવાથી પણ મોંઘવારી આંશિક વધી છે.

રાજ્યો મુજબ વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી તેલંગણામાં 5.83 ટકા, આંધ્ર પ્રદેશમાં 4.05 ટકા અને કર્ણાટકમાં 3.96 ટકા નોંધાઈ છે. એકંદરે દેશમાં કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, તો કેટલાકમાં ઘટાડો થયો છે, જેના કારણે વૈશ્વિક સંકટથી જે આશંકા ઉભી થઈ હતી, તે મુજબ મોંઘવારી કાબુ રહી છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિએ નાણાંકીય વર્ષ 2026-27માં છૂટક મોંઘવારી દર 4.6 ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે. અંદાજ મુજબ મોંઘવારી દર પ્રથમ ત્રિમાસિક (Q1)માં 4.0 ટકા, બીજા (Q2)માં 4.4 ટકા, ત્રીજા (Q3)માં 5.2 ટકા અને ચોથા ત્રિમાસિક (Q4)માં ઘટીને 4.7 ટકા રહેવાની સંભાવના છે. એપ્રિલમાં સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આરબીઆઈએ કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ મજબૂત છે, જોકે વૈશ્વિક તણાવ યથાવત્ રહશે કે પછી વધશે તો દેશ બહારની અસર આ આધારસ્તંભ પર પડી શકે છે.

National : મલ્લિકાર્જુન ખડગેને હાથ મિલાવ્યો..પછી કહી એવી વાત કે ખડખડાટ હસી પડ્યા PM

0

મંગળવારે સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત જોવા મળી

મંગળવારે સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત જોવા મળી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને અન્ય ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં, વડા પ્રધાન અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા (LOP) ખડગેએ ટૂંકી વાતચીત દરમિયાન એકબીજાનું અભિવાદન કર્યું અને સ્મિત કર્યું. ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા પછી, વડા પ્રધાન મોદી ખડગે પાસે ગયા અને હાથ મિલાવ્યા. બંને નેતાઓએ ટૂંકી વાતચીત કરી. ત્યારબાદ, તેઓ સાથે હસતા જોવા મળ્યા.

થોડા દિવસો પહેલા, વડા પ્રધાન મોદી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓ એકબીજાની નજીક ઉભા હતા, થોડા નમ્ર શબ્દોની આપ-લે કરતા હતા અને પછી પોતપોતાના કાર્યક્રમો માટે રવાના થયા હતા. પીએમ મોદીએ સંસદ સંકુલમાં આંબેડકરની 135મી જન્મજયંતિ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર માટે આંબેડકરનો ટેકો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્ર નિર્માણમાં તેમના પ્રયાસો ખૂબ પ્રેરણાદાયક છે. તેમનું જીવન અને કાર્ય પેઢીઓને ન્યાયી અને પ્રગતિશીલ સમાજ બનાવવા માટે પ્રેરણા આપતા રહેશે.

ખડગેએ આંબેડકરને એક સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે વર્ણવ્યા જેમણે ભારતને તેનો નૈતિક અને બંધારણીય આત્મા આપ્યો અને લોકોને બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોનું રક્ષણ કરવા અપીલ કરી. તેમણે વધુમાં કહ્યું કે બાબાસાહેબ માત્ર ભારતીય બંધારણના ઘડવૈયા જ નહોતા પરંતુ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાય માટે અથાક યોદ્ધા પણ હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ અને આંબેડકરના આદર્શો પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ તેમની રક્ષા માટે પોતાની બધી શક્તિથી લડશે.

Ahmedabad : બુટલેગરનો નવો કીમિયો નાકામ, કેમિકલના બેરલમાં છુપાવી લવાતો 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે પોલીસને થાપ આપવા માટે અવનવા હાઈટેક કીમિયા અપનાવી રહ્યા છે. સરખેજ પોલીસે સાણંદ-સરખેજ હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડીને કેમિકલના બેરલમાં છુપાવીને લવાતી વિદેશી દારૂની 5,600 બોટલો ઝડપી પાડી છે. પોલીસે કુલ 10.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, 13મી એપ્રિલના રોજ સરખેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાણંદ-સરખેજ હાઈવે પર આવેલી સાગર હોટલ પાછળ ‘સહયોગ એસ્ટેટ’ના ગોડાઉન નંબર-1માં મુંબઈથી કેમિકલના નામે દારૂનો મોટો જથ્થો આવ્યો છે. પોલીસે ગુજરાત ગુડ્સ સર્વિસ ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉન બહાર પડેલા લોખંડના 8 મોટા બેરલ શંકાસ્પદ જણાતા તેને ખોલાવતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ જથ્થો મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટ સ્થિત જ્યોતિ કેમિકલ્સ ટ્રેડર્સમાંથી મોકલવામાં આવ્યો હતો. બિલ્ટી અને દસ્તાવેજોમાં ‘વી.વી. કેમિકલ્સ’ના નામે ‘Pu Hardner’ કેમિકલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ માલ અમદાવાદના સરખેજ થઈને ગાંધીધામ મોકલવાનું મોટું ષડયંત્ર હતું.હાલ પોલીસે 5,600 વિદેશી દારૂની બોટલો સહિત 10,12,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માલની ડિલિવરી લેવા આવેલા આકાશ ભરવાડ (ડ્રાઈવર)ની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા ડ્રાઈવર આકાશ ભરવાડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, બે મહિના પહેલા ધ્રાંગધ્રામાં એક અજાણ્યા શખસે તેને વધુ ભાડાની લાલચ આપી આ કામમાં જોડ્યો હતો. તેને ફોન પર સૂચના મળી હતી કે સરખેજથી કેમિકલના બેરલ ગાંધીધામ પહોંચાડવાના છે. પોલીસ તપાસમાં ટ્રાન્સપોર્ટ મેનેજર ગ્યાસુદ્દીન ઉર્ફે સાજીદભાઈ પાસે રહેલા દસ્તાવેજો પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.