Home Blog Page 308

Vadodara : સિવિલ જજની પરીક્ષામાં યુનિ.ની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ

0

સિવિલ જજ( જૂનિયર ડિવિઝન) માટે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ દ્વારા લેવાયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીના પૂર્વ અને વર્તમાન  વિદ્યાર્થીઓ ઝળકયા છે.

એમ.એસ.યુનિવર્સિટીના એલએલએમ પાર્ટ ૨ના વિદ્યાર્થી પ્રિયાંશ રાઠોડે આખા રાજ્યમાં પહેલો ક્રમ પ્રાપ્ત કર્યો છે તો અન્ય બે પૂર્વ  વિદ્યાર્થિનીઓ શ્રુતિ પાસી ૧૭મા  અને ધન્વી જોષી ૨૮મા ક્રમાંકે રહી છે.આ સ્ટુડન્ટસનું આજે વાઈસ ચાન્સલેર પ્રો.ભણગેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા પ્રીલિમ, મેઈન અને ઈન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે.લગભગ ૮૦૦૦ ઉમેદવારોએ પ્રીલિમ પરીક્ષા આપી હતી અને તેમાંથી મેઈન પરીક્ષા અને બાદમાં ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરાયા હતા.

Surendranagar : કુડા ચોકડી નજીક ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત

0

ધ્રાંગધ્રા હાઈવે પર બેફામ દોડતા ડમ્પર અને ટ્રકે વધુ એક મહિલાનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના ભોપાભાઈ પાટડિયા અને તેમના પત્ની લીલાબેન બંને ગત સોમવારે સવારે બાઈક પર ધ્રાંગધ્રા ખાતે ખરીદી કરવા માટે આવી રહ્યા હતા.

દરમિયાન કુડા ચોકડી પર રોડ ક્રોસ કરવા માટે રાહ જોઈને ઉભા હતા ત્યારે પાછળથી બેફામ આવતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા લીલાબેનના પગ પર ડમ્પરનું ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તરફ રાહદારીઓ દ્વારા તાત્કાલિક ૧૦૮ની મદદથી મહિલાએ ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. પરંતુ મહિલાની ઇજાઓ ગંભીર હોવાને લીધે રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અકસ્માતના એક દિવસ બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતક મહિલાના પતિ ભોપાભાઈ પાટડિયાએ ડમ્પર ચાલક વિરૃદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat : વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર

0

અખાતી દેશોમાં ભડકેલા યુધ્ધના કારણે હવે ગેસ સિલિન્ડરો માટે મારામારી જોવા મળી રહી છે.ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાં કાપ મૂકવાના કારણે ફૂડ ઈન્ડસ્ટ્રીઝ પર ગંભીર અસર થઈ રહી છે.

વડોદરામાં હોટલો અને રેસ્ટોરન્ટો બાદ હવે ફરસાણની દુકાનોના વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે.શહેરના ફરસાણના વેપારીઓના એસોસિએશનના પૂર્વ પ્રમુખ રાધેશ્યામભાઈનું કહેવું છે કે, ફરસાણના ઘણા વેપારીઓ પાસે પાઈપલાઈન ગેસ અને ડિઝલની ભઠ્ઠીની સુવિધા છે.તેમને તો વાંધો આવે તેમ નથી પણ ૫૦૦થી વધારે વેપારીઓ એવા છે જેઓ ફરસાણ બનાવવા માટે ગેસ સિલિન્ડર પર આધારિત છે અને તેમની ચિંતા વધી છે.કારણકે વેપારીઓ પાસે ગેસ સિલિન્ડરનો સ્ટોક તો હોતો નથી.આ વેપારીઓને ગેસ સિલિન્ડર નહીં મળે તો પ્રોડક્શન ઓછું કરવું પડશે અથવા તો બંધ કરવું પડશે.બીજી તરફ ફરસાણ એસોસિએશનના વર્તમાન પ્રમુખ ભરતભાઈ રાણાનું કહેવું છે કે, રેસ્ટોરન્ટો કરતા ફરસાણના વેપારીઓની સ્થિતિ ઓછી ખરાબ છે.હજી સુધી મને વેપારીઓ તરફથી કોઈ ગંભીર ફરિયાદ મળી નથી તેમજ ફરસાણના ભાવ વધે તેવી સ્થિતિ અત્યારે તો દેખાતી નથી.શક્ય છે કે, કેટલાક વેપારીઓને ગેસ સિલિન્ડર ના હોય તો બીજેથી ફરસાણ મંગાવીને વેચવું પડે.

રાંધણ ગેસની અછત યથાવત રહી તો ૧૫ માર્ચ પછી કેટરિંગ સર્વિસના સંચાલકો નવા ઓર્ડર નહીં લઈ શકે

ડીલરો કહે છે કે, કોમર્શિયલ ગેસના સિલિન્ડરોનું ભલે બૂકિંગ કરાવ્યું હોય પણ મળવાની ગેરંટી નથી

કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી કેટરિંગ સર્વિસ ચલાવતા સંચાલકોના માથા પર પણ ચિંતાના વાદળો છવાયેલા છે.વડોદરાના કેટરર્સ એસોસિએશનના પ્રમુખ કૃણાલ પટેલનું કહેવું છે કે, તા.૧૫ માર્ચ સુધી લગ્નસરાની સિઝન છે.જોકે શિયાળાની સરખામણીએ ઉનાળામાં લગ્નો ઓછા હોય છે એટલે મોટાભાગના સંચાલકો મેનુમાં ફેરફાર કરીને કે લાઈવ કાઉન્ટર ઓછા રાખીને ઓર્ડર પૂરા કરી શકે તેમ લાગે છે.ઉપરાંત સંચાલકો એક બીજાની પાસે પડેલા સિલિન્ડરથી કામ ચલાવી રહ્યા છે.જોકે કોઈની પાસે પાંચથી વધારે સિલિન્ડર એક સાથે ઉપલબ્ધ હોતા નથી.કારણકે તેનાથી વધારે સિલિન્ડર રાખવાની મનાઈ છે.જો ગેસની અછત યથાવત રહી તો તા.૧૫ માર્ચ પછી કેટરિંગ સર્વિસના સંચાલકો કોઈ પણ જાતના ઓર્ડર નહીં લઈ શકે.ડીલરો પાસે પણ જાણકારી નથી કે કોર્મશિયલ સિલિન્ડર ક્યારથી નિયમિત રીતે મળતા થશે.બૂકિંગ અગાઉથી કરાવ્યું હોય તો પણ અત્યારે ડીલરો કહે છે કે , તમે બૂક કરાવ્યા હોય તેટલા સિલિન્ડર મળવાની ગેરંટી નથી.

Vadodara : બે યુવકના દુષ્કર્મતી સગીરા ગર્ભવતી ટ્રસ્ટમાં કામ માટે ગયેલી સગીરા પર ૩૭ વર્ષના સંચાલકનું દુષ્કર્મ

0

જ્યોતી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંસ્થામાં કામ માટે ગયેલી ૧૬ વર્ષની સગીરા પર  ટ્રસ્ટના સંચાલકે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા અન્ય એક યુવાને પણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા ગર્ભવતી થતાં સમગ્ર મામલો બહાર આવતા આખરે પોલીસે ગુનો નોંધી ટ્રસ્ટના સંચાલક સહિત બંને બળાત્કારીઓની ધરપકડ કરી છે.

૧૬ વર્ષની સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પુત્રી મકરપુરા વિસ્તારમાં આવેલી જ્યોતી ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કામ માટે ગઇ હતી ત્યારે ટ્રસ્ટના ૩૭ વર્ષના સંચાલક પંકજ રમેશભાઇ પરમાર (રહે.શ્રીજી વસાહત, દશામાતાના મંદિર પાસે, માણેજા, મૂળ રહે.શીનોર ગામ, તા.ડભોઇ)એ દુષ્કર્મ ગુજાર્યું હતું. 

આ ઉપરાંત મારી પુત્રી ૨૦ વર્ષના જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઇ ગોહિલ (રહે.વીએમસી ક્વાટર્સ, ટીપી-૧૩, છાણીજકાતનાકા)ના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવી હતી ત્યારે જતીન ઉર્ફે આદેશે પણ પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન પુત્રી ગર્ભવતી થયાની જાણ થઇ હતી પરંતુ મારા પતિની તબિયત સારી રહેતી નહી હોવાથી પુત્રીએ ડરના કારણે કશું કહ્યું ન હતું. પતિના એક મિત્રએ હિંમત આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પોલીસે ટ્રસ્ટના સંચાલક પંકજ રમેશભાઇ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઇ ગોહિલની ધરપકડ કરી હતી જ્યારે પીડિતાના પેટમાં ગર્ભ કોનો છે તે દિશામાં પણ મેડિકલ તપાસ કરવામાં આવશે.

Rashi : 12 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજનો દિવસ ફાયદાકારક રહેશે. સામાજિક વિસ્તાર વધશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે રસ રહેશે. આજે તમારી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે. તમે વ્યસ્ત રહેશો. તમને કોઈ મામલે મોટો નિર્ણય લેવો પડી શકે છે.


વૃષભ

આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો. જીવનસાથીને કોઈ કામમાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમે ઘણું શીખશો. માતા-પિતાની સાથે શોપિંગ કરવા જશો.


મિથુન

આજે ઓફિસમાં કામનો દબાણ થોડો વધી શકે છે. તમે કેટલાક એવા મામલાઓમાં પડી શકો છો જેના ઉકેલમાં તમને થોડી મુશ્કેલી થઈ શકે. પારિવારિક કામોમાં ઘરના સભ્યોનો સહકાર મળશે. ખર્ચા અંગે તમે ચિંતિત રહી શકો છો. સાથે જ આજુબાજુની દરેક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.


કર્ક

આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરમાં બદલાવ લાવી શકે છે. આ રાશિના આર્ટ્સના વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવાની જરૂર છે. આજે તમારું કોઈ કામ પૂરૂં થવાના આરે આવી અટકી શકે, પરંતુ સાંજ સુધીમાં તે કામ પણ પૂર્ણ થઈ જશે.


સિંહ

આજે કલાત્મક કાર્યોમાં તમારી રસ વધશે. ધીરજથી નિર્ણય લેશો તો સફળતાના નવા માર્ગો ખુલશે. જીવનસાથીની મદદથી તમને કોઈ કામમાં ફાયદો થશે. તમને તમારા ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે, જેથી તમારી ઘણી ઉલઝનો દૂર થશે.


કન્યા

આજે પરિવારજનોનો સહકાર મળશે. તમારા કામ માટે અન્ય લોકોને સહમત કરાવવામાં તમે સફળ થશો. આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમને ફાયદો કરાવશે. આ રાશિના વેપારીઓને કોઈ વ્યક્તિ સાથે જરૂરી મુલાકાત કરવી પડી શકે છે.


તુલા

આજે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. તમારી તમામ પરેશાનીઓ દૂર થશે. કોઈ કામ માટે થોડું દોડધામ કરવું પડે. નવા કાર્યોમાં રસ વધશે. તમે કોઈ નવો કોર્સ જોડાવા વિશે વિચાર કરી શકો છો.


વૃશ્ચિક

આજે પ્રગતિનાં અનેક નવા રસ્તા દેખાશે. તમે પારિવારિક સંબંધોમાં સમન્વય સ્થાપવામાં સફળ થશો. સાંજે બાળકો સાથે સમય વિતાવશો. ઘણા દિવસોથી અટકેલા કામમાં સફળતા મળી શકે છે.


ધનુ

આજે વ્યાપારીઓને ધનલાભ થશે. તમે બાળકો સાથે ખુશીના પળો વિતાવશો. આ રાશિના સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે — તેમને કોઈ મોટી કંપનીથી જૉબ માટે કોલ અથવા ઈમેલ આવી શકે છે. તમારા સકારાત્મક વિચારોને કારણે બોસ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે.


મકર

આજે અગાઉ કરેલા કામમાં મહેનતનું સારું પરિણામ મળશે. ઓફિસનું આનંદદાયક વાતાવરણ તમને ઉત્સાહથી ભરશે. તમે જાતને એનર્જેટિક અનુભવશો. જીવનસાથી સાથે લાંબી વાતચીત થશે, જે સંબંધોને મજબૂત બનાવશે. નવા મિત્રો બનવાની શક્યતા છે. સામાજિક વિસ્તાર વધશે.


કુંભ

આજે તમારી કિસ્મતના તારા ઉજળા રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના છે તો તે આજે પૂર્ણ થશે. જીવનસાથી સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો, જે સંબંધોને મીઠા બનાવશે. આ રાશિના વકીલો માટે દિવસ ઉત્તમ — કોઈ મહત્વનું કેસ તમારા પક્ષમાં રહેશે.


મીન

આજે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતા થઈ શકે, પણ સાંજ સુધીમાં બધું સારું થઈ જશે. ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી શકે, જેથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ભૂલી શકો છો, તેથી જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખો.

Entertainment : ન 50 લાખ કેશ, ન કાર કે ટીવી… બિગ બોસ વિનર ગૌરવ ખન્નાને હજુ સુધી કંઈ જ નથી મળ્યું!

0

ટીવી અભિનેતા ગૌરવ ખન્નાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાનના શો બિગ બોસની 19મી સીઝન જીતીને ફરહાના ભટ્ટને હરાવી હતી. તે સમયે, એવું જાહેર થયું હતું કે તેને ₹50 લાખ રોકડા, એક કાર અને એક ટેલિવિઝન મળશે. જોકે, ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો છે.

ફેમસ ટીવી અભિનેતા ગૌરવ ખન્નાએ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 19નો ખિતાબ જીત્યો. તેણે 7 ડિસેમ્બર, 2025 ના રોજ ટ્રોફી જીતી હતી. આ વર્ષે, બિગ બોસ વિજેતાને કાર અને ટીવી સાથે 50 લાખ રૂપિયા ઇનામ તરીકે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયા પછી પણ, ગૌરવ ખન્નાને તેની બિગ બોસ પ્રાઇઝ મની, કાર અને ટીવી મળ્યા નથી. તેણે આ વાતનો ખુલાસો પોતાના યુટ્યુબ વ્લોગમાં કર્યો છે.

ઘણા ફેન્સે ગૌરવને રોકડ પુરસ્કાર, કાર અને ટીવી મેળવવા વિશે પૂછ્યું. ગૌરવે પોતાના વ્લોગમાં તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. તેણે કહ્યું, મને હજુ સુધી તે વસ્તુઓ મળી નથી. આનો અર્થ એ થયો કે ગૌરવ ભલે બિગ બોસ 19 ટ્રોફી ઘરે લઈ ગયો હોય, પરંતુ શોમાં જીતેલા રોકડ પુરસ્કાર અને અન્ય વસ્તુઓ મેળવવા માટે તેને વધુ રાહ જોવી પડશે.

બિગ બોસ 19 માં ભાગ લીધા પછી ગૌરવ ખન્નાનું જીવન ઘણું બદલાઈ ગયું છે. ગૌરવ પહેલાથી જ એક અભિનેતા હતા, પરંતુ બિગ બોસે તેને ખૂબ જ બદલી નાખ્યા છે. લોકો હવે તેમને ઓળખી રહ્યા છે. ગૌરવે કહ્યું, એક અભિનેતા માટે તમારા વાસ્તવિક નામથી ઓળખાય તે ખૂબ જ ખાસ છે.

તેણે કહ્યું, બિગ બોસે મારા કરિયર કરતાં મારા અંગત જીવન પર વધુ અસર કરી છે. ભવિષ્યમાં તે મારા કામમાં કેટલો બદલાવ લાવશે તે કહેવું હજુ વહેલું છે. પહેલાં, લોકો મને મોટાભાગે મારા પાત્રો, જેમ કે અબીર, શરમન, કેવિન અથવા અનુજ દ્વારા ઓળખતા હતા અને મને તે નામોથી બોલાવતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હું જ્યાં પણ જાઉં છું, દુબઈમાં પણ, લોકો મને જીકે, જીકે, ગૌરવ કહે છે. આટલા વર્ષો સુધી અલગ અલગ ભૂમિકાઓ ભજવ્યા પછી, જ્યારે લોકો તમને તમારા વાસ્તવિક નામથી બોલાવે છે ત્યારે તે ખૂબ જ ખાસ હોય છે.

Gandhinagar : શ્રમિકોની ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી, ખેડામાં 39 કારખાનાઓ સામે 232 ફોજદારી કાર્યવાહી કરાઈ

રાજ્યમાં શ્રમ કાયદાઓના અસરકારક અમલીકરણ ઉપરાંત ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવા રાજ્યનું શ્રમ તંત્ર કટિબધ્ધ છે તેમ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

રાજ્યમાં શ્રમ કાયદાઓના અસરકારક અમલીકરણ ઉપરાંત ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવા રાજ્યનું શ્રમ તંત્ર કટિબધ્ધ છે તેમ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.આ સંદર્ભે શ્રમિકોની ફરિયાદો અને રજૂઆતોના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬૬, જામનગર જિલ્લામાં ૪૧૬ એકમોની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી.

જ્યારે ખેડા જિલ્લામાં ૬૬૭ એકમોની સ્થળ તપાસ કરી, ૭૩ કારખાનાઓને શો કોઝ નોટીસ આપવામાં આવી હતી. જે પૈકી ૩૪ કારખાના પાસે કાયદાની જોગવાઇઓનું પાલન કરાવાયું છે તેમજ પૂર્તતા ન કરનારાં ૩૯ કારખાના સામે કુલ ૨૩૨ ફોજદારી કેસો અદાલતના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા કુલ ૨૨૯ કેસનો નિકાલ કરી, કસૂરવાર માલિકને રૂ. ૫,૨૦,૦૦૦/- દંડ કરવામાં આવ્યો હોવાનું શ્રમમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે શ્રમિકો કે શ્રમિક સંગઠનો તરફથી કોઈ એકમ સામે ફરિયાદ કે અરજી મળે, તેવા કિસ્સામાં સંબંધિત ઔદ્યોગિક એકમમાં રૂબરૂ સ્થળ તપાસ અને નિરીક્ષણ કરવામાં આવે છે.ખાસ કરીને, શ્રમિકો તરફથી મોટા ભાગે પગાર, બોનસની અપૂરતી ચૂકવણી, ગ્રેચ્યુઇટીની રકમનો વિવાદ અથવા શ્રમયોગીને છૂટા કરવા સહિતની ફરિયાદો મળતી હોય છે. જેમાં શ્રમ વિભાગ દ્વારા શ્રમયોગી અને ઔદ્યોગિક એકમ વચ્ચે સમજૂતીના પ્રયત્નો કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Ahmedabad : આગ ઝરતી ગરમીની આગાહી, આગામી 7 દિવસ હીટવેવનું એલર્ટ

અમદાવાદમાં IMD દ્વારા 7 દિવસ માટે હીટવેવનું યલો એલર્ટ અપાયું છે. પારો 41 ડિગ્રી સુધી પહોંચતા AMC દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકાયો છે.અમદાવાદીઓ માટે આગામી સાત દિવસ કપરા સાબિત થવાના છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં પ્રચંડ ગરમી અને હીટવેવને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. 12 ફેબ્રુઆરી સવારથી જ ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે, જેને પગલે જનજીવન પર વ્યાપક અસર પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, તારીખ 12 થી 18 માર્ચ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધીને 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. માર્ચ મહિનાના મધ્યમાં જ તાપમાનનો પારો 40 ને પાર કરી જતાં લોકો અત્યારથી જ અસહ્ય ઉકળાટ અને લૂનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે અને બજારોમાં સન્નાટો પથરાઈ રહ્યો છે.

ભીષણ ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘હીટ એક્શન પ્લાન’ અમલમાં મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના બગીચાઓ અને જાહેર સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. BRTS બસ સ્ટેન્ડ અને ગીચ વિસ્તારોમાં હીટવેવથી બચવા માટેના સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરોને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા નાગરિકોને બપોરે 12 થી 4 કલાક દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું અને બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અત્યંત અનિવાર્ય છે.

Banaskantha : અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે

0

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ દ્વારા સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન દ્વારા આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો ઘરબેઠા મંદિરની વિવિધ સેવાઓ અને માહિતી મેળવી શકશે.

Ambaji Temple Official એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર (play.google.com) અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જેમાં ભક્તો ઓનલાઇન ઘરે બેઠા મોહનથાળ પ્રસાદનું બુકિંગ કરાવી શકશે. જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટે દાન આપવાની સુવિધા છે. એટલે કે ભક્તો ડિજિટલ દાન કરી શકશે.

આ સાથે તેમાં મંદિરના દર્શન અને આરતીનો સમય પણ જાણી શકાશે. તો મંદિર સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો અને સેવા કેમ્પનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ મળશે.

અંબાજી મંદિરમાં દર વર્ષે અંદાજે 1.20 કરોડ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થાય છે અને કરોડોનું દાન આવે છે. આ તમામ પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર સાથે જોડવા માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થા વધુ સુગમ બનશે અને વહીવટી પારદર્શિતામાં વધારો થશે.ખાસ વાત એ છે કે, આ એપ્લિકેશન એક માઈભક્ત દ્વારા નિઃશુલ્ક તૈયાર કરી આપવામાં આવી છે. આગામી સમયમાં યાત્રિકો માટે આ એપ દર્શન અને વ્યવસ્થાના આયોજનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

Kitchen Hacks : વર્કિંગ વુમન માટે રસોડાના બેસ્ટ કિચન હેક્સ, અપનાવો સ્માર્ટ ટિપ્સ સમયની થશે મોટી બચત

0

વર્કિંગ વુમન માટે વ્યસ્ત શિડયુલમાં રસોડાના કેટલાક કાર્યો વધુ સમય માંગી લે છે. રસોઈના નાના કામોમાં વર્કિંગ વુમન કલાકો સુધી વ્યસ્ત રહે છે. કામ કરતી મહિલાઓ માટે, રસોડું, ઓફિસ અને ઘરના કામોનું સંતુલન રાખવું વધુ પડકારજનક બની જાય છે. આવી સ્થિતિમાં, દરેક મહિલાએ જાણવું જોઈએ તેવા કેટલાક હેક્સ છે. આ હેક્સ તમારા માટે જાદુઈ લાકડીની જેમ કામ કરશે અને બધા મુશ્કેલ કાર્યો મિનિટોમાં પૂર્ણ કરશે. આ કિચન હેક્સ ફક્ત વર્કિંગ વુમન નહીં દરેક મહિલા માટે ઉપયોગી છે.

આદુ-લસણની પેસ્ટ પહેલાથી બનાવી લો. તૈયાર કરેલ પેસ્ટમાં થોડું મીઠું અને તેલ ઉમેરો અને પેસ્ટને બરફના ક્યુબ ટ્રેમાં મૂકો. તેને ફ્રીઝરમાં મૂકો; તે સારી રીતે જામી જશે. કઢી બનાવતી વખતે દર વખતે ફક્ત એક ક્યુબનો ઉપયોગ કરો. તમારે તેને વારંવાર બનાવવાની જરૂર રહેશે નહીં, અને સ્વાદ સંપૂર્ણ રહેશે.
લીલા મરચાં ઝડપથી સુકાઈ જાય અથવા કાળા થઈ જાય, તો તેમના ડાળા કાપી નાખો અને તેમને ટીશ્યુ પેપરમાં લપેટી લો. તેમને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો. આ તેમને તાજા રાખશે અને બગડતા અટકાવશે.
શાકભાજી માટે લસણ છોલવામાં ૧૫ થી ૨૦ મિનિટ લાગે છે. લસણને પાણીમાં પલાળી રાખો અને પછી તેને છોલી લો. બધી છાલ સરળતાથી નીકળી જશે.
ભીંડાનું શાક બનાવો ત્યારે તેમાં થતી ચિકાશ રોકવા તમે રસોઈ કરતી વખતે લીંબુનો રસ અથવા ખાટો પાવડર ઉમેરી દો. આનાથી ભીંડા ચીકણા થવાનું બિલકુલ બંધ થશે.
તમે છાલ વગર ટામેટાં વાપરવા માંગતા હો, તો તેમને થોડીવાર ગરમ પાણીમાં પલાળી રાખો. આનાથી છાલ સરળતાથી નીકળી જશે અને તમારી મહેનત બચશે.
ડુંગળી કાપતી વખતે દરેક વ્યક્તિ રડે છે કારણ કે તેમાં સલ્ફર હોય છે. પરંતુ રડવાનું ટાળવા માટે, કાપતા પહેલા ડુંગળીને ૧૦-૧૫ મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો. પછી, તેને ઝડપથી અને રડ્યા વિના કાપી લો.
ઉનાળા દરમિયાન ધાણા અને ફુદીનાને તાજા રાખવા માટે, તેમને કાગળના ટુવાલમાં લપેટી લો. પછી, તેમને હવાચુસ્ત પાત્રમાં બંધ કરો અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. આ તેમને લાંબા સમય સુધી તાજા રાખશે, પરંતુ તેમને અલગ રાખો.