Home Blog Page 309

Dang : ચીખલી રેન્જના જંગલ વિસ્તારમાં લાગી આગ, વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના

0

ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વનકર્મીઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ડાંગના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવતા વન વિભાગ ચિંતામાં મુકાયું છે. જિલ્લામાં આવેલા ચીખલી રેન્જના જંગલ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ. મળતી માહિતી મુજબ દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા ચીખલી રેન્જના જંગલ વિસ્તારમાં અચાનક આગ લાગી.

આગ લાગતા જ જંગલના સુકા પાન, ઝાડ અને ઝાડીઓમાં આગ ઝડપથી ફેલાવવા લાગી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ તીવ્ર ગરમી અને સુકાં પાનના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ વન વિભાગ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વનકર્મીઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ વધુ વિસ્તારોમાં ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારમાં ફાયર લાઈન બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વન વિભાગના કર્મચારીઓ દ્વારા હાજર રહેલા સાધનો અને અન્ય ઉપલબ્ધ સાધનોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે આસપાસના ગામના લોકો પણ આગને કાબૂમાં લેવા માટે મદદરૂપ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

આગના કારણે જંગલ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી હજુ બહાર આવી નથી. પ્રાથમિક રીતે ઝાડ-ઝાડીઓ અને સુકાં પાનને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવે, ત્યારબાદ નુકસાનનું આકલન કરવામાં આવશે. વન વિભાગે લોકોને જંગલ વિસ્તારમાં સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.

Gandhinagar : મધુર ડેરીમાં દૂધ લેવાનો ઇન્કાર કરતા પશુપાલકો લાલઘૂમ, ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા

અમદાવાદ જિલ્લા ડેરી સંઘ અને પશુપાલકો વચ્ચેનો ગજગ્રાહ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે.ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર મુકાયેલા પ્રતિબંધને પગલે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ગાંધીનગરના દહેગામમાં દૂધના ભાવ અને ડેરી સંઘો વચ્ચેના વિવાદે જોર પકડ્યું છે.અમદાવાદ જિલ્લા ડેરી સંઘ અને પશુપાલકો વચ્ચેનો ગજગ્રાહ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે.ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર મુકાયેલા પ્રતિબંધને પગલે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.દહેગામમાં પશુપાલકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે.ગઈકાલે રાત્રે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યા બાદ આજે સવારે પશુપાલકોના ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પશુપાલકોએ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સામે મોરચો માંડ્યો છે. વિરોધના પ્રતીક રૂપે પશુપાલકોએ રસ્તા પર દૂધના કેન ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.નહેરુ ચોકડીથી દૂધ કેન્દ્ર સુધી રેલી કાઢવામાં આવી હતી.પશુપાલકો દૂધ કેન્દ્રને તાળાબંધી કરવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધ્યા હતા.પરંતુ પોલીસની સતર્કતા અને સમજાવટને કારણે મામલો શાંત પડ્યો હતો.

પશુપાલકોએ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આકાશ ગજવી દીધું હતું. પશુપાલકોનું આ ટોળું ત્યારબાદ દહેગામ મામલતદાર કચેરીએ પહોંચ્યું હતું, જ્યાં ન્યાયની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પશુપાલકો પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી તરફ રવાના થયા છે.પશુપાલકોની ચીમકી છે કે જો વહેલી તકે આ વિવાદનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

Sports : IPL 2026 પહેલા ‘કિંગ’ કોહલી તૈયાર, RCBએ વીડિયો પોસ્ટ કર્યો, ફેન્સમાં ભારે ઉત્સાહ

0

IPL 2026ની શરૂઆત પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) એ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આઈપીએલની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે આરસીબીએ એક વીડિયો શેર કરતા લખ્યું કે, ‘રન મશીન સંપૂર્ણ રીતે તૈયાર છે, ચાલો આઈપીએલ 2026 શરૂ કરીએ.’ ટીમના આ આત્મવિશ્વાસભર્યા મેસેજથી સ્પષ્ટ સંકેત મળે છે કે ફ્રેન્ચાઈઝી આગામી સીઝન માટે સજ્જ છે.

જ્યારે પણ આરસીબી દ્વારા ‘રન મશીન’ શબ્દ વાપરવામાં આવે છે, ત્યારે તેમનો સંકેત ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી તરફ જ હોય છે. 2008થી IPLમાં ડેબ્યૂ કરનાર કોહલી આજે પણ આરસીબીની બેટિંગ લાઇનઅપનો સૌથી મજબૂત સ્તંભ છે. આઈપીએલના ઈતિહાસ પર નજર કરીએ તો, કોહલીએ અત્યાર સુધી 267 મેચમાં 39.54ની એવરેજ અને 132.85ના સ્ટ્રાઈક રેટથી કુલ 8,661 રન બનાવ્યા છે. જેમાં તેણે 8 સેન્ચુરી અને 63 ફિફ્ટી ફટકારી છે, જ્યારે 113 રન તેનો હાઈએસ્ટ સ્કોર રહ્યો છે.

વિરાટ કોહલીના કરિયરનું સૌથી યાદગાર વર્ષ 2016 રહ્યું છે, જેમાં તેણે માત્ર 16 મેચમાં 973 રન બનાવીને રેકોર્ડ સર્જ્યો હતો. તે સીઝનમાં તેણે 4 સેન્ચુરી ફટકારી હતી, જે આજે પણ આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. કોહલીએ અત્યાર સુધીમાં 771 ચોગ્ગા અને 291 છગ્ગા ફટકારીને મેદાન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ જ કારણ છે કે ચાહકો તેને સાચા અર્થમાં ‘રન મશીન’ માને છે.

Ahmedabad : પાલડીમાં ફાલ્કન કાર્ગોની ઓફિસમાં આવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો

અમદાવાદમાં ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ધડાકાની જાણ થતા જ પોલીસ વિવિધ એજન્સી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અમદાવાદમાં ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ધડાકાની જાણ થતા જ પોલીસ વિવિધ એજન્સી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ફાયરની ટીમ દ્વારા ધડાકો કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે આ ધડાકો પાર્સલમાં આવેલા સિલિકોન સ્પ્રેમાં થયો હોવાનું અનુમાન છે. પોલીસે આ પાર્સલ ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરી છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ફાલ્કન કાર્ગો ઓફિસમાં અચાનક ઘડાકો થતાં હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પાર્સલમાં આવેલા સિલિકોન સ્પ્રેના કેનમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સિલિકોન સ્પ્રે તડકામાં રાખવામાં આવતા તેના કારણે અંદર દબાણ વધી ગયું હતું અને બ્લાસ્ટ થયો હોઈ શકે છે.

બ્લાસ્ટની તીવ્રતા પણ નોંધપાત્ર હોવાનું કહેવાઈ રહ્યું છે.ઘટના બાદ પોલીસ દ્વારા કાર્ગો ઓફિસમાં આવેલા અન્ય પાર્સલનું પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ અન્ય જોખમી સામાન તો નથી ને તેની ખાતરી કરી શકાય.સાથે જ પોલીસ દ્વારા તે પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને કોણે મોકલ્યા હતા તેની માહિતી પણ મંગાવવામાં આવી છે.

Sports : સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા, T20 વર્લ્ડકપ જીતવા બદલ મળ્યું સન્માન

0

ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે બંને મુંબઈમાં રહે છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના ઘરે મળ્યા અને તેમનું સન્માન કરવામાં આવ્યું.T20 વર્લ્ડકપ 2026માં ભારતની જીત બાદ મુંબઈમાં સેલિબ્રેશન ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દુબેને ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ સન્માનિત કર્યા.

સન્માન સમારોહ મુંબઈમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે યોજાયો હતો, જ્યાં બંને ક્રિકેટરોને અભિનંદન આપવામાં આવ્યા હતા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડની ટીમને 96 રનથી હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી. સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે બંને ભારતની T20 વર્લ્ડકપ 2024 વિજેતા ટીમના સભ્યો પણ હતા, જેના કારણે તેઓ સતત ટાઈટલ જીતનારી ટીમનો ભાગ બન્યા.બેઠક દરમિયાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમના પ્રદર્શનની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેમના પ્રયાસોએ ભારતના ટ્રોફીના સફળ બચાવમાં કેવી રીતે ફાળો આપ્યો અને દેશને ગૌરવ અપાવ્યું. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈક પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભાએ સમગ્ર ભારતીય ટીમને તેમની નોંધપાત્ર સફળતા બદલ સન્માનિત કરવા માટે અભિનંદન ઠરાવ પસાર કર્યો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ સંદેશ શેર કર્યો હતો, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમને ટુર્નામેન્ટમાં તેમની નોંધપાત્ર સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મુંબઈના બંને ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. સૂર્યકુમાર યાદવે 9 મેચમાં 30.25ની એવરેજ અને 136 થી વધુના સ્ટ્રાઈક રેટથી 242 રન બનાવીને ટીમની કેપ્ટનશીપ કરી. તેનું બેસ્ટ પ્રદર્શન વાનખેડે સ્ટેડિયમ ખાતેની પહેલી મેચમાં આવ્યું, જ્યાં તેને યુએસએ સામે અણનમ 84 રનની ઈનિંગ રમીને ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવ્યું. શિવમ દુબેએ પણ મુખ્ય ભૂમિકા ભજવી, 169 થી વધુના સ્ટ્રાઈક રેટથી 235 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી, ખાસ કરીને મધ્ય ઓવરોમાં સ્પિન બોલિંગ પર પ્રભુત્વ મેળવ્યું.

ભારતની જીતે ઈતિહાસ રચ્યો કારણ કે ટીમ ઘરઆંગણે T20 વર્લ્ડકપ જીતનાર અને ટાઈટલ બચાવનાર પ્રથમ ટીમ બની. આ જીત સાથે ભારતે 2007 અને 2024માં જીત મેળવ્યા બાદ ત્રીજી વખત T20 વર્લ્ડકપ જીત્યો. આ જીત માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Surat : વર્ષો બાદ સુરતના રસ્તા પર ડબલ ડેકર બસ દોડશે : ડુમસ સી ફેઝના મુલાકાતીઓ માટે બે ઈલેકટ્રીક ડબલડેકર એસી બસની સુવિધા ઉભી કરાશે

0

સુરતીઓના પીકનીક ડેસ્ટીનેશન ડુમસ સી ફેઝ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ હવે સુરતીઓના ડુમસ સી ફેઝની મજા ડબલ થાય તે માટે હવે એસી ડબલ ડેકર બસ શરૂ કરવા માટે આયોજન કર્યું છે. ડુમસ સી ફેઝના મુલાકાતીઓ માટે બે ઈલેકટ્રીક ડબલડેકર એસી બસની સુવિધા ઉભી કરવા માટે સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી દીધી છે. હવે આગામી સમયમાં બે ઈલેક્ટ્રીક એસી ડબલ ડેકર બસ ખરીદવા માટેની કવાયત પણ શરૂ થઈ ગઈ છે.

સુરત શહેરમાં વર્ષો પહેલાં રેલવે સ્ટેશનથી મોરાભાગળ અને અન્ય રૂટ પર ડબલ ડેકર બસ ચાલતી હતી. પરંતુ ત્યાર બાદ ટ્રાફિક સમસ્યાના કારણે ડબલ ડેકર બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. વર્ષો પહેલા ડબલ ડેકરની મજા અનેક સુરતીઓએ માણી હતી પરંતુ હવે સુરતીઓ માટે ભૂતકાળ બની ગયેલી ડીઝલ ડબલ ડેકરના બદલે ઇલેક્ટ્રિક એ.સી. ડબલ ડેકર બસ સુરતીઓ માટે નજરાણું બનવા જઈ રહી છે.

હાલમાં ગયેલી સ્થાયી સમિતિની બેઠકમાં સુરત શહેર માટેની જાહેર પરિવહન સુવિધા માટે 2 ડબલ ડેકર એ.સી. ઈલેકટ્રીક બસ ડ્રાઈવર તેમજ 10 વર્ષના કોમ્પ્રીહેન્સીવ એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ સહિત ખરીદ કરવા માટેની દરખાસ્તને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવર સહિત 10 વર્ષના કોમ્પ્રીહેન્સીવ મેઈન્ટેનન્સ સહિત ખરીદી કરવા ટેન્ડર મંગાવી સ્વીચ મોબીલીટી ઓટોમેટીવ લિમિટેડ, ચેન્નાઈને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. તે ભાવે અને શરતે સુરત મહાનગરપાલિકા માટે 02 ડબલ ડેકર એ.સી. ઈલેકટ્રીક બસ ખરીદવા તથા અન્ય કામગીરી માટે મ્યુનિ. કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા છે.

જોકે, ગોપી તળાવ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે મુલાકાતીઓ માટે ડબલ ડેકરની જાહેરાત કરવામા આવી હતી પરંતુ તે આજ સુધી શરૂ થઈ શકી નથી. હવે પાલિકાએ સુરતીઓના પિકનિક માટેના હોટ ડેસ્ટિનેશન ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ માટે બે એસી ડબલ ડેકર બસ શરૂ કરવા માટે કવાયત શરૂ કરી છે. આ પ્રોજેક્ટ માટે ડબલ ડેકર બસ શરૂ થશે કે ગોપી તળાવ પ્રોજેક્ટની જેમ ડબલ ડેકર ફાઈલમાંથી બહાર આવશે કે નહીં તે તો સમય જ બતાવશે.હાલમાં સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપ્યા બાદ ડેબલ ડેકર માટેની કવાયત શરૂ કરી છે જો તે સફળ થાય તો ડુમસ સી ફેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે બે એસી ડબલડેકર બસ દોડતી જોવા મળશે. જેના કારણે આ જગ્યાએ મુલાકાતીઓની મજા બેવડી થઈ જશે.

National : દેશભરમાં ગેસનું સંકટ,અયોધ્યામાં ‘શ્રી રામ રસોઈ’ બંધ, દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં ગેસ ખાલી!

0

પશ્ચિમ એશિયાના યુદ્ધે ભારતની રસોઈના બજેટ અને વ્યવસ્થાને વેરવિખેર કરી દીધી છે. બુધવારે દેશભરના અનેક મહાનગરોમાં રાંધણ ગેસની તીવ્ર અછત જોવા મળી હતી.પશ્ચિમ એશિયાના યુદ્ધે ભારતની રસોઈના બજેટ અને વ્યવસ્થાને વેરવિખેર કરી દીધી છે. બુધવારે દેશભરના અનેક મહાનગરોમાં રાંધણ ગેસની તીવ્ર અછત જોવા મળી હતી, જેના કારણે માત્ર સામાન્ય ઘરોમાં જ નહીં, પરંતુ મોટા ધાર્મિક સ્થળો અને સરકારી સંસ્થાઓમાં પણ કામગીરી અટકી પડી છે.

યુપીના અયોધ્યામાં રામ મંદિર નજીક સ્થિત ‘શ્રી રામ રસોઈ’ દ્વારા કરવામાં આવતું ભોજન વિતરણ ગેસના અભાવે કામચલાઉ ધોરણે સ્થગિત કરવાની ફરજ પડી છે. આ રસોઈ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને ભોજન કરાવવામાં આવતું હતું. બીજી તરફ, દેશની રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં પણ ગેસ પૂરો થઈ જતાં વકીલો અને સ્ટાફ માટેનો મુખ્ય કોર્સ (Main Course) રદ કરવામાં આવ્યો છે. કેન્ટીન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી સપ્લાય સામાન્ય નહીં થાય ત્યાં સુધી માત્ર સેન્ડવીચ અને સલાડ જેવી ચીજો જ ઉપલબ્ધ રહેશે.

રાંધણ ગેસના મુદ્દે બુધવારે લોકસભામાં વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો હતો. દક્ષિણ ભારતમાં ચેન્નાઈ અને તમિલનાડુના ભાગોમાં વાણિજ્યિક ગેસના અભાવે ઘણી હોટલોએ તેમના સ્ટાફને રજા આપી દીધી છે, જ્યારે મુંબઈની હોટલોએ તેમનું મેનુ ટૂંકાવવું પડ્યું છે. રેલવે મુસાફરો માટે પણ ટ્રેનમાં ભોજનની ઉપલબ્ધતા અંગેની ચિંતા વધી રહી છે.

દિલ્હી, બિહાર, ભોપાલ અને ચંદીગઢ જેવા શહેરોમાં LPG એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો લાગી છે. ખાસ કરીને ઓનલાઇન બુકિંગ સિસ્ટમ ખોરવાઈ જતાં લોકોને રૂબરૂ જઈને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સરકાર ભલે પૂરતા સ્ટોકનો દાવો કરે, પરંતુ પશ્ચિમ એશિયાના સંકટને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Gujarat : બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત

0

બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બે બાઈક સવાર વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓ બાઈક મારફતે ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે વિદ્યાર્થીના બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માતના બનાવમાં બંને વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા છે.

સાતસણ અને ગુંદરી ગામના આશાસ્પદ વિદ્યાર્થીઓના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના નામ

હરેશસિંહ શેરસિંહ રાજપૂત (ઉં.વ.17, રહે.ગુંદરી)

લાલાભાઇ વિહાભાઇ ચૌધરી (ઉં.વ.17 રહે. સાતસણ)

World : ઘર નીચે દટાયેલું હતું અબજોનું સોનું, 110 વર્ષે ખોદીને કાઢ્યું, માટીના વાસણમાં મળ્યાં 409 સિક્કા

0

રશિયાના નાના શહેર ટોર્ઝોકમાં એક જૂના ઘરના પાયા નીચે દટાયેલો માટીનું વાસણ મળી આવ્યુ છે. આ વાસણની અંદરથી 409 સોનાના સિક્કા સુરક્ષિત હાલતમાં મળી આવ્યા છે. એક્સપર્ટસનો અંદાજ છે કે આ ખજાનો લગભગ 110 વર્ષથી જમીનની નીચે દટાયેલો હતો. સિક્કાઓની મિન્ટિન્ગ ડેટ 1848થી 1911ની વચ્ચેની બતાવવામાં આવી રહી છે, જેનાથી સંકેત મળે છે કે ખજાનો રશિયન ક્રાંતિના સમયમાં છુપાવવામાં આવેલો હશે. આ શોધ રશિયન ઈતિહાસ અને તે સમયની આર્થિક પરિસ્થિતિઓને સમજવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ શોધ ત્યારે થઈ જ્યારે વિસ્તારમાં નવા કન્સ્ટ્રક્શન પહેલા રેસ્ક્યૂ એક્સકેવેશન કરવામાં આવી રહ્યુ હતું. ખોદકામ દરમિયાન પુરાતત્વીય ટીમે એક જૂના પથ્થરનો પાયો હટાવ્યો. પાયાની નીચે તેમને તૂટેલું માટીનું વાસણ મળી જેને કંદ્યુષ્કા કહેવામાં આવે છે. આ નાનું વાસણ હોય છે જેમાં હેન્ડલ અને સાંકડી ગરદન હોય છે. જ્યારે ટીમે વાસણના ટુકડાઓની તપાસ કરી, ત્યારે તેમને અંદર સોનાના સિક્કાઓનો મોટો સંગ્રહ મળ્યો. કુલ 409 સોનાના સિક્કા મળી આવ્યા.

કોઈન એનાલિસિસ બાદ જાણવા મળ્યું કે, મોટાભાગના સિક્કા 10 રુબલ વેલ્યૂના હતા. આમાંથી કેટલાક સિક્કા ઝાર નિકોલસ પ્રથમના શાસનકાળના છે, પરંતુ મોટાભાગના સિક્કા તેમના પુત્ર ઝાર નિકોલસ દ્વિતીયના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા.1917ની રશિયન ક્રાંતિ રશિયાના ઈતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી. તે સમયે રાજાશાહીનો અંત આવ્યો હતો અને દેશમાં ભારે ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. યુદ્ધ, આર્થિક સંકટ અને રાજકીય પરિવર્તનના કારણે લાખો લોકોની જિંદગી અચાનક બદલાઈ ગઈ હતી.

ઘણા પરિવારોએ પોતાની બચતને સુરક્ષિત રાખવા માટે જમીનમાં છુપાવી દીધી હતી. પુરાતત્વવિદોનું માનવું છે કે ટોર્ઝોકમાં મળેલો આ ખજાનો પણ આ સમયગાળા દરમિયાન છુપાવવામાં આવ્યો હશે. શક્ય છે કે જે વ્યક્તિએ સિક્કા છુપાવ્યા હતા તે પછીથી તેને લેવા માટે પાછો ન આવી શક્યો હોય.

હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ખજાનો કોનો હતો. ઈતિહાસનો રેકોર્ડ દર્શાવે છે કે તે સમયે આ વિસ્તારના રસ્તા પર લગભગ 24 ઘર હતા. જ્યાં પાદરી, દુકાનદાર, એકાઉન્ટન્ટ અને મજૂરો જેવા લોકો રહેતા હતા. પરંતુ એક સમસ્યા છે. તે સમયના ઘરોના નંબરો વર્તમાન ઘરો સાથે મેળ ખાતા નથી. તેથી હાલમાં એ જાણવું મુશ્કેલ છે કે, અસલી માલિક કોણ હતો. હવે આ સિક્કાઓ ટોર્ઝોકના ઓલ-રશિયન હિસ્ટોરિકલ એન્ડ એથનોગ્રાફિક મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. એક્સપર્ટસ તેનું આગળનું રિસર્ચ અને એનાલિસિસ કરશે.

Bhakti : पापमोचिनी एकादशी : जानें तिथि, शुभ मुहूर्त और पापों से मुक्ति के उपाय

0

चैत्र कृष्ण पक्ष में पड़ने वाली पापमोचनी एकादशी संवत की आखिरी एकादशी होती है, जोकि चैत्र नवरात्रि से पहले आती है. इस एकादशी व्रत से जाने-अनजाने पापों से मुक्ति मिलती है.

पापमोचिनी एकादशी 2026 कब है?
पंचांग के अनुसार वर्ष 2026 में चैत्र मास के कृष्ण पक्ष की एकादशी तिथि का आरंभ 14 मार्च को प्रातः 08 बजकर 10 मिनट से होगा तथा इसका समापन 15 मार्च को प्रातः 09 बजकर 16 मिनट पर होगा। उदयातिथि के अनुसार 15 मार्च 2026, रविवार को पापमोचिनी एकादशी का व्रत रखा जाएगा। व्रत का पारण 16 मार्च को द्वादशी तिथि पर किया जाएगा।

पापमोचिनी एकादशी व्रत महत्व :

धार्मिक मान्यतानुसार, पापमोचिनी एकादशी जैसा कि नाम से ही स्पष्ट होता है, पापों का नाश करने वाली एकादशी. नाम के अनुरूप यह फल प्रदान करने वाली मानी जाती है. जो साधक इस दिन व्रत रखकर श्रद्धापूर्वक पूजन और नियमों का पालन करने हैं भगवान विष्णु उनके जाने-अनजाने किए पापों से मुक्ति देते हैं. साथ ही पापमोचिनी एकादशी व्रत के पुण्यफल से साधक को मोक्ष की प्राप्ति होती है.

पौराणिक कथा
पुराणों में वर्णित कथा के अनुसार च्यवन ऋषि के पुत्र मेधावी ऋषि घोर तपस्या में लीन थे। उनकी तपस्या से देवलोक विचलित हो उठा। देवराज इंद्र ने अप्सरा मंजुघोषा को उनकी तपस्या भंग करने भेजा।

मोह के प्रभाव में आकर ऋषि की साधना भंग हो गई और वे वर्षों तक सांसारिक आकर्षण में उलझे रहे। जब उन्हें अपनी भूल का बोध हुआ, तो वे अत्यंत दुखी हुए और पापों से मुक्ति का उपाय खोजने लगे।

तब देवर्षि नारद ने उन्हें पापमोचिनी एकादशी व्रत का रखने का सुझाव दिया। विधिपूर्वक व्रत रखने तथा भगवान नारायण की आराधना से मेधावी ऋषि पुनः तपोबल प्राप्त कर पापों से मुक्त हुए।

व्रत विधि
पापमोचिनी एकादशी का व्रत दशमी तिथि की रात्रि से ही प्रारंभ करना चाहिए।

प्रातः काल ब्रह्ममुहूर्त में उठें, स्नान करें और स्वच्छ वस्त्र धारण करें।
घर के पूजा स्थल को साफ करें और उसमें भगवान विष्णु की प्रतिमा या चित्र स्थापित करें।
दीप, धूप, पुष्प, तुलसी दल और पंचामृत से पूजन करें।
ॐ नमो भगवते वासुदेवाय मंत्र का जप करें।
दिनभर फलाहार या निर्जल व्रत रखें।
रात्रि में भजन-कीर्तन एवं विष्णु सहस्रनाम का पाठ करें।
द्वादशी को प्रातः ब्राह्मण या निर्धन व्यक्ति को भोजन कराकर व्रत का पारण करें।
व्रत के साथ मन, वचन और कर्म को पवित्र रखें।

पापों से मुक्ति के उपाय
भगवान के सम्मुख अपने दोषों को स्वीकार कर क्षमा मांगें।
तुलसी को जल अर्पित कर परिक्रमा करें।
विष्णु सहस्रनाम या हरिनाम संकीर्तन करें।
सत्य, करुणा और संयम का पालन करें।
जरूरतमंदों की सहायता करें।

एकादशी पर दान की महिमा
सनातन परंपरा में दान को महान तप कहा गया है। कहा जाता हिय कि विशेष रूप से एकादशी के दिन किया गया दान अक्षय फल देने वाला माना गया है। अन्नदान, वस्त्रदान, गौदान या दक्षिणा इन सबका अपनी-अपनी जगह विशेष महत्व है।

स्कंदपुराण में दान का उल्लेख करते हुए कहा गया है

न्यायोपार्जितवित्तस्य दशमांशेन धीमतः।

कर्तव्यो विनियोगश्च ईश्वरप्रीत्यर्थमेव च।।

अर्थात् उचित साधनों द्वारा और श्रेष्ठ बुद्धि बल द्वारा अर्जित की गई संपत्ति में से 10वां भाग अपना कर्त्तव्य मानकर दान में दे देना चाहिए। अपने दान को भगवान की प्रसन्नता के लिए अर्पित करो।

दान के प्रमुख लाभ
पापों का क्षय: पात्र व्यक्ति को किया गया दान संचित पापों को नष्ट करता है।
कर्मों की शुद्धि: सेवा भाव से किया गया कार्य आत्मिक उन्नति का मार्ग बनता है।
ईश्वरीय कृपा: दान देने से भगवान की विशेष कृपा प्राप्त होती है।
मोक्ष का मार्ग: व्रत और दान करने से जातक मोक्ष की दिशा में अग्रसर हो जाता है।

पापमोचिनी एकादशी आत्मशुद्धि और आत्मजागरण का दिव्य पर्व है। इस पावन अवसर पर व्रत, जप, ध्यान और दान का संकल्प लें। भगवान श्रीहरि की आराधना कर अपने जीवन को मोक्षमार्ग की ओर अग्रसर बनाएं।