Home Blog Page 310

Health : मोमोज खाने से हुई मौत जानिए कितना नुकसानदायक है ये

0

मोमोज आजकल सबसे फेवरेट फास्टफूड में से एक है. लोग इसे बड़ी चाव से खाना पसंद करते हैं. चलिए आपको बताते हैं कि क्या इसको खाने से आपकी जान भी जा सकती है.

पंजाब के तरनतारन शहर में एक दर्दनाक घटना सामने आई है, जहां संदिग्ध परिस्थितियों में दो सगे भाई-बहनों की मौत हो गई. बताया जा रहा है कि शनिवार शाम सड़क किनारे एक रेहड़ी से खाना खाने के बाद रात में उनकी तबीयत बिगड़ गई थी. रविवार सुबह जब माता-पिता उन्हें अस्पताल लेकर पहुंचे तो डॉक्टरों ने दोनों बच्चों को मृत घोषित कर दिया.

परिवार के अनुसार बच्चों ने शनिवार शाम को एक रेहड़ी वाले से मोमोज और चैंप खाए थे. खाना खाने के कुछ ही समय बाद दोनों को उल्टियां होने लगीं. शुरुआत में घर पर ही उल्टी रोकने की दवा दी गई, जिसके बाद वे सो गए. लेकिन रविवार सुबह जब काफी देर तक बच्चे नहीं जागे तो परिजन घबरा गए और उन्हें तुरंत अस्पताल लेकर पहुंचे, जहां डॉक्टरों ने उन्हें मृत घोषित कर दिया. चलिए आपको बताते हैं कि क्या मोमोज खाने से मौत भी हो सकती है.

Dr. Chandril Chugh, US Trained Adult & Pediatric Neurologist ने सोशल मीडिया पर एक वीडियो शेयर करके बताया कि जो लोग मोमोज खाना खूब पसंद करते हैं, उन्हें इससे होने वाली 4 बीमारियों के बारे में पता होना चाहिए. उनके अनुसार इससे फैटी लिवर की दिक्कत होती है, क्योंकि सारा मैदा लिवर में जाता है और बाद में इस तरह की दिक्कत पैदा करता है. दूसरा यह ब्लड प्रेशर और हार्ट डिजीज का भी कारण बनता है. ऐसा इसलिए होता है क्योंकि जो स्पाइसी चटनी हम इसके साथ खाते हैं, उसमें सोडियम पाई जाती है. वे आगे बताते हैं कि इसके चलते कैंसर की भी दिक्कत हो सकती है. चौथा सबसे बड़ा कारण हार्ट अटैक से होने वाली मौत का है. डॉ. चंद्रिल बताते हैं कि तेल के चलते हार्ट में ब्लॉकेज की समस्या होती है, जिसके चलते आज यंग लोगों में भी हार्ट अटैक से मौत की समस्या बढ़ रही है.

मोमोज खाने के लिए AIIMS ने जारी की एडवाइजरी,मैदा पहुंचाता है अग्नाशय को नुकसान ,खराब गुणवत्ता वाले इंग्रेडिएंट पहुंचाते हैं नुकसान,तीखी चटनी से बवासीर का खतरा ,मोमोस में मिलाया जाता है मोनो-सोडियम ग्लूटामेट,मोनो-सोडियम ग्लूटामेट मोटापा बढ़ाता है,मोमोज को ठीक से चबाएं निगलें नहीं

एक और अहम बात यह है कि ज्यादातर मोमोज मैदा से बनाए जाते हैं. मैदा दरअसल अनाज का वह हिस्सा होता है जिसमें फाइबर नहीं के बराबर होता है. इसे मुलायम और सफेद बनाने के लिए कई बार रासायनिक प्रक्रिया से गुजारा जाता है. कुछ एक्सपर्ट का मानना है कि ऐसे रसायन लंबे समय तक अधिक मात्रा में सेवन करने पर शरीर के लिए नुकसानदेह हो सकते हैं. यह पैंक्रियास पर असर डाल सकते हैं और शरीर में इंसुलिन बनने की प्रक्रिया को भी प्रभावित कर सकते हैं.

Sports : ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી

0

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની ઐતિહાસિક જીત બાદ દરેક ખેલાડીઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, પરંતુ ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર શિવમ દુબેની ઘરવાપસીની કહાની ખૂબ જ રસપ્રદ છે. ફાઈનલમાં માત્ર 8 બોલમાં 25 રનની તોફાની ઈનિંગ રમનાર શિવમ દુબે અમદાવાદથી મુંબઈ જવા માટે ફ્લાઈટ ન મળતા ટ્રેનના થર્ડ-એસી કોચમાં મુસાફરી કરીને છૂપી રીતે ઘરે પહોંચ્યો હતો. પોતાના બાળકોને મળવાની આતુરતાને કારણે દુબેએ સેલિબ્રિટી હોવા છતાં સામાન્ય મુસાફરની જેમ ટ્રેનમાં જવાનો નિર્ણય કર્યો હતો.

શિવમ દુબેએ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર માસ્ક અને માથા પર ટોપી પહેરી હતી. ભીડથી બચવા માટે તે ટ્રેન ઉપડવાની માત્ર 5 મિનિટ પહેલા જ પ્લેટફોર્મ પર પહોંચ્યો હતો અને સીધો અપર બર્થ પર જઈને સૂઈ ગયો હતો. મુસાફરી દરમિયાન જ્યારે ટિકિટ ચેકરે નામ વાંચીને શંકા વ્યક્ત કરી, ત્યારે તેની પત્ની અંજુમે ઓળખ આપવાની ના પાડી દીધી હતી. આ રીતે કોઈને પણ ખબર પડ્યા વગર દુબે આખી રાત ટ્રેનમાં સૂતા-સૂતા મુંબઈ પહોંચ્યો હતો.

જોકે, મુંબઈના બોરીવલી સ્ટેશન પર ઉતરતી વખતે ભીડમાં ઓળખાઈ જવાનો ડર હોવાથી દુબેએ સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. પોલીસ પણ એ જાણીને હેરાન રહી ગઈ હતી કે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. અંતે, પોલીસના રક્ષણ હેઠળ શિવમ દુબે કોઈપણ હોબાળા વગર સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચ્યો હતો. દુબેએ જણાવ્યું કે તે પોતાના બાળકોને મળવા માટે એટલો બેચેન હતો કે તે ફ્લાઈટની રાહ જોવા માંગતો ન હતો.

Banaskantha : અંબાજી દર્શન હવે વધુ સુલભ બનશે, પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાશે

0

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી રાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.

જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે ૧ કરોડ ૨૦ લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.

Gujarat : ગુજરાત ATSએ ઝડપેલ 22 કિલો એટોમિડેટ પાવડરનો કેસ, તપાસ દરમિયાન વધુ 5 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરાયો

0

ગુજરાત એટીએસએ 22 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરીને 3 આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓએમલેશિયા મોકલવા એલોવેરા લેબલના 25.05 કિલો પાવડરના છ પાર્સલ મોકલ્યા હતા.

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના એક રેકેટનો પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથધરી છે. ATSએ 22 કિલો એટોમિડેટ પાવડર જપ્ત કરીને 3 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ATSએ અગાઉ નિકુંજ ગઢીયાની ધરપકડ કરી હતી.

તેની પૂછપરછ દરમિયાન ચેતન વાવડીયા અને ભૌતિક પદમણીના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ બંનેને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુરતા પુરાવા મળતા બંને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે મુંબઈ એર કાર્ગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ મલેશિયા મોકલવા માટે કુલ 25.05 કિલો પાવડરના છ પાર્સલ મોકલ્યા હતા, જેમાં એલોવેરા પાવડરનું લેબલ લગાવવામાં આવ્યું હતું.

પરંતુ ડ્રગ ડિટેક્ટર કિટથી તપાસ કરતાં તેમાંમાંથી 22 કિલો પાવડર એટોમિડેટ હોવાનું બહાર આવ્યું હતું. આ પદાર્થ મલેશિયામાં પ્રતિબંધિત ગણાય છે. મિસડિકલેરેશન અને મિસલેબલિંગ દ્વારા ગેરકાયદે રીતે પાવડર વિદેશમાં મોકલાતો હતો. આરોપી નિકુંજ ગઢિયા દ્વારા એર કાર્ગો માટે મોકલવામાં આવેલ એરેમેક્સ હબમાંથી 4 કિલો એટોમિડેટ જપ્ત કરવામાં આવ્યું હતું જે 2 માર્ચે DSUN કેમિકલ્સ એન્ડ ફાર્મા (જે તેના નામે નોંધાયેલ નથી) દ્વારા મોકલવામાં આવ્યું હતું. તે મુખ્ય કાર્ટેલ સભ્ય ચુઆ ઝી ઝુઆનને મોકલવામાં આવી રહ્યું હતું અને તેને એલોવેરા પાવડર તરીકે ખોટી રીતે લેબલ કરવામાં આવ્યું હતું. આરોપી ચેતન વાવડિયાના નામે નોંધાયેલ રુદ્ર એન્ટરપ્રાઇઝના ઓફિસ પરિસરમાંથી 5 કિલો ઇટોમિડેટ API જપ્ત કરવામાં આવ્યું.

કુલ જપ્ત જથ્થો

01-લોજિસ્ટિક્સ હબમાંથી 30 કિલો ઇટોમિડેટ જે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે બાકી છે

02-સુરતમાં ઓફિસ પરિસરમાંથી 5 કિલો એટોમિડેટ

03-થાઇલેન્ડના કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા 15 કિલો જપ્ત

Entertainment : આમીર ખાનનો પુત્ર જૂનૈદ ખાન સાઉથની ફેમસ અભિનેત્રી સાથે કરશે રોમાન્સ, જાણો કયારે રજૂ થશે ફિલ્મનું ટ્રેલર

0

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન માટે વર્ષ 2026 ખૂબ જ મહત્વનું સાબિત થવા જઈ રહ્યું છે. જુનૈદ ખાનની આગામી ફિલ્મ ‘એક દિન’નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના પોસ્ટરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે તેમાં સાઉથની ફેમસ અભિનેત્રી સાઈ પલ્લવી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જો કે જુનૈદની આ ત્રીજી ફિલ્મ છે. આમિર ખાનના પ્રોડક્શન દ્વારા સમર્થિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ એક એવી વાર્તા રજૂ કરે છે જ્યાં પ્રેમ ફક્ત એક જ બાજુ હોય છે.

વર્ષ 2025 માં જૂનૈદ ખાનની ફિલ્મ “લવયાપા” બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહ્યા બાદ, હવે તે ફરી એકવાર મોટા પડદા પર નસીબ અજમાવવા તૈયાર છે. આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ “એક દિન” નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની સાથે ફિલ્મની રિલીઝ ડેટ અને ટ્રેલર અંગેની મહત્વની વિગતો પણ સામે આવી છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “પ્યાર મેં બસ એક મૌકા ચાહિયે.” આ સાથે જ ફિલ્મના ટ્રેલર લોન્ચ અને તેની રિલીઝને પણ સત્તાવાર જાહેરાત કરી.

મીડિયા અહેવાલ મુજબ જૂનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’નું 11 માર્ચ, 2006ના રોજ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. જયારે 1 મે, 2026ના દિવસે આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થશે તેવી નિર્માતા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી. દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી આ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં પદાર્પણ કરતી હોવાથી આ ફિલ્મ વધુ ચર્ચામાં છે. તેમજ આમિર ખાન અને મન્સૂર ખાન ઘણા લાંબા સમય પછી આ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. નવોદિત જુનૈદ સાથે સાઈની જોડી પડદા પર ચાહકો માટે નવો અનુભવ હશે.

“એક દિન” ની વાર્તા વર્ષ 2016 માં આવેલી લોકપ્રિય થાઈ ફિલ્મ “વન ડે” પર આધારિત છે, જેને સ્નેહા દેસાઈ અને સ્પંદન મિશ્રાએ ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઢાળી છે. ફિલ્મનું સંગીત રામ સંપથે તૈયાર કર્યું છે, જ્યારે હૃદયસ્પર્શી ગીતો ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. સુનીલ પાંડે દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક ડ્રામા પાસે આમિર ખાનને ઘણી અપેક્ષાઓ છે, કારણ કે જુનૈદની છેલ્લી થિયેટર રિલીઝ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી.

Patan : ઉત્તર ગુજરાતના 2 જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું થશે બંધ, કેનાલ સાફ કરવા નર્મદા નિગમનો કડક નિર્ણય

0

ઉત્તર ગુજરાતના ખેડૂતોને નર્મદાના પાણીને લઈ ફટકો પડયો છે અને નર્મદાનું પાણી આપવાનું થશે બંધ જેમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો ઉનાળું પાકને લઈ પડયો છે અને 15 માર્ચથી નર્મદાનું પાણી આપવાનું થશે બંધ અને પાટણ અને બનાસકાંઠામાં સિંચાઈ અટકાવાશે કેમકે જેટલી પણ કેનાલો છે તેને સાફ કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય નર્મદા નિગમનો સામે આવ્યો છે જેમાં કેનાલની સફાઈ માટે સિંચાઈનું પાણી બનાસકાંઠા અને પાટણના ખેડૂતોને નહી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, તો કેનાલમાં જે ખેડૂતોએ બિનઅધિકૃત મશીનો લગાવ્યા છે તેને હટાવવા માટે સૂચના આપવામાં આવી છે, નિયમ ભંગ કરનારના પંપ જપ્ત થશે અને રાધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કર્યો છે.

તો બીજી તરફ નર્મદા નિગમે આ બાબતને લઈ પરિપત્ર કર્યો છે જેને લઈ ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે, ખેડૂતોનો આક્ષેપ છે કે, ઉનાળું પાકને લઈ તૈયારીઓ ચાલે છે ત્યારે જ પાણી નહી આપો તો સિંચાઈ અને પાક કઈ રીતે કરી શકીશું, તો નર્મદા નિગમ દ્વારા કોઈ અન્ય વ્યવસ્થા પણ સિંચાઈ માટે કરી આપવામાં આવી નથી તેવી વાત સામે આવી છે.

World : હૈદરાબાદ-ફૂકેટ ફ્લાઇટમાં લેન્ડિંગ દરમિયાન સર્જાઇ ટેકનિકલ ખામી, 133 યાત્રીનો આબાદ બચાવ

0

હૈદરાબાદથી ફુકેટ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ સમસ્યા સર્જાઇ હતી. વિમાનને ફુકેટ એરપોર્ટ પર હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું હતુ. એરલાઇનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમસ્યા નોઝ વ્હીલને લગતી હતી. પાયલટ અને ક્રૂની સતર્કતાને કારણે 133 યાત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઇ ન હતી.

આ ઘટના 11 માર્ચના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX938માં બની હતી. જે હૈદરાબાદથી ફુકેટ માટે રવાના થઈ હતી. વિમાનમાં આશરે 133 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા. લેન્ડિંગ દરમિયાન સર્જાયેલી ટેકનિકલ સમસ્યાએ એરપોર્ટ અધિકારીઓ અને મુસાફરો માટે થોડા સમય માટે ચિંતાનું કારણ બન્યું હતું. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે. ફ્લાઇટ IX938 હૈદરાબાદથી સવારે આશરે 6-10 કલાકે ઉડાન ભરી હતી અને લગભગ 11-24 કલાકે ફુકેટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી. વિમાન ઉતરતાની સાથે જ તેનું નોઝ વ્હીલ તૂટી ગયું. જેના કારણે વિમાન રનવે પર અટવાઈ ગયું અને તેને તરત જ આગળ વધવામાં મુશ્કેલી પડી હતી.

એરપોર્ટ અધિકારીઓ અને ટેકનિકલ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ વિમાનને હેંગરમાં ખેંચી લેવામાં આવ્યું હતું, જ્યાં વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે. વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઘટનાને કારણે ફુકેટ એરપોર્ટ પર કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડર અનુસાર, એરપોર્ટનો એકમાત્ર રનવે અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો હતો.

National : દિલ્હી સહિત અનેક શહેરોમાં LPGની ભારે અછત, અનેક રેસ્ટોરન્ટ્સને તાળા મારવાની નોબત

0

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠો ખોરવાતા ભારતમાં LPG લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસની કટોકટી વધુ ઘેરી બની છે. બુધવારે દેશના વિવિધ ભાગોમાં પરિસ્થિતિ ત્યારે ચિંતાજનક બની જ્યારે અનેક શહેરોમાં ગેસનો સપ્લાય અચાનક અટકી ગયો. ગેસ એજન્સીઓ અને વેરહાઉસની બહાર વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન જેવા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અત્યારે રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે જ ગેસ પુરવઠો ઠપ્પ થતા નાના રેસ્ટોરન્ટ માલિકો અને હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક હોટલ માલિકોએ ફરિયાદ કરી છે કે ગેસ ન હોવાને કારણે તેમને વ્યવસાય બંધ કરવાની ફરજ પડી છે. જે હોટલો ચાલુ છે તે પણ બંધ થવાના આરે છે, કારણ કે લાંબા સમયથી કરેલા બુકિંગ છતાં સિલિન્ડર મળી રહ્યા નથી.

એક તરફ સરકાર સતત દાવો કરી રહી છે કે દેશમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી, પરંતુ બીજી તરફ ગ્રાહકોને કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. લોકોમાં એવી ચિંતા ફેલાઈ રહી છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ અછત હજુ વધી શકે છે.

સામાન્ય જનતાનું કહેવું છે કે ઓનલાઇન બુકિંગ કર્યાના ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં ડિલિવરી મળી રહી નથી. ગેસ એજન્સીઓ સિલિન્ડરની અછત હોવાનું જણાવી રહી છે. ગ્રાહકો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે LPG ના પુરવઠાને તાત્કાલિક સામાન્ય કરવામાં આવે જેથી રસોડાના બજેટ અને જરૂરિયાતો પર વધુ અસર ન પડે.

Breaking News : સચિનના ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આજે(11 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી આસપાસના વિસ્તારોમાંથી પણ વધારાની મદદ બોલાવવી પડી હતી.

આગ પર કાબૂ મેળવવા માટે અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નોટિફાઈડ એરિયાના ફાયર ફાઈટરોની સાથે અન્ય સ્ટેશનોથી પણ વધુ ટીમોને મદદ માટે રવાના કરવામાં આવી છે. હાલમાં ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

Entertainment : અનુપમામાં મોટો ટ્વિસ્ટ! ગોવાના દરિયાકિનારે ખીલશે નવો પ્રેમ? ફેન્સમાં ભારે ઉત્તેજના

0

રૂપાલી ગાંગુલીનો શો અનુપમા વધુ એક છલાંગ લગાવી રહ્યો છે. આ છલાંગ પછી, શોની સ્ટોરી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અનુપમા હવે ગોવા ગઈ છે, જ્યાં તેના જીવનમાં એક નવા પુરુષનો પ્રવેશ થયો છે.

અનુપમા સ્ટાર પ્લસના સૌથી પ્રિય શોમાંનો એક છે, જે દર્શકોને તેની ભાવનાત્મક સ્ટોરી, પરિચિત પાત્રો અને સતત વળાંકોથી મોહિત રાખે છે. વર્ષોથી, આ શોએ માત્ર દર્શકોનું મનોરંજન જ નથી કર્યું પરંતુ અસંખ્ય સામાજિક મુદ્દાઓને પણ સ્પર્શ્યા છે, જે તેને આકર્ષક અને અર્થપૂર્ણ બનાવે છે. દરેક નવા વળાંક સાથે, મેકર્સ કંઈક નવું લાવે છે જેની દર્શકો આતુરતાથી રાહ જુએ છે, અને હવે નવા પ્રોમોએ ફરી એકવાર ફેન્સમાં ઉત્સાહ જગાવ્યો છે.

મેકર્સ હવે શો માટે એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં એક નાનો ટાઈમ લીપ દર્શાવવામાં આવ્યો છે. પ્રોમો દર્શાવે છે કે અનુપમા હવે ગોવા સ્થળાંતરિત થઈ ગઈ છે અને ત્યાં તેના જીવનનો એક નવી શરૂઆત કરી છે. પ્રોમોની શરૂઆત અનુપમાના દરિયા કિનારે સાયકલ ચલાવવાથી થાય છે, જેમાં એક નાની છોકરી તેની પાછળ બેઠી હોય છે. છોકરી અનુપમાને ઝડપથી સાયકલ ચલાવવાનું કહે છે.

થોડી જ વારમાં અનુપમા દરિયા કિનારે આવેલી ઘણી નાની દુકાનો વચ્ચે પોતાનો ફૂડ સ્ટોલ ક્યાં મૂકવો તે વિચારતી બતાવવામાં આવે છે. આસપાસ શોધ કર્યા પછી, તેને મોજાઓ પાસે એક જગ્યા મળે છે અને તે ત્યાં પોતાનો સ્ટોલ લગાવવાનું નક્કી કરે છે. ત્યારબાદ તે નાસ્તો વેચતી અને લોકોને પોતાનો ખોરાક અજમાવવા માટે આમંત્રિત કરતી જોવા મળે છે. જોકે ત્યાંથી પસાર થતા એક કપલ પૂછે છે કે ગોવાના બીચ પર કોઈ ઢોકળા કેમ ખાવા માંગશે, જેના કારણે અનુપમા મૂંઝવણમાં મુકાઈ જાય છે. પછી પ્રોમો એક રસપ્રદ વળાંક લે છે. સચિન ત્યાગી, જે શોમાં પ્રવેશ્યો છે, તે નજીકના દરિયા કિનારે બેઠો જોવા મળે છે. મોજા નજીક આવતાની સાથે જ તે ત્રણ, બે, એક ગણવાનું શરૂ કરે છે અને અચાનક એક જોરદાર મોજું આવે છે, જેના કારણે અનુપમા પોતાનું સંતુલન ગુમાવે છે અને તેનો સ્ટોલ પડી જાય છે.

જ્યારે અનુપમા ઉભા થવાનો પ્રયાસ કરે છે, ત્યારે સચિન ત્યાગી તેની પાસે આવે છે અને મદદનો હાથ આપે છે. પરંતુ તેને ઉપર ખેંચવાને બદલે, તે તેને એક નાનો કાગળ આપે છે અને ચાલ્યો જાય છે. જ્યારે અનુપમા કાગળ ખોલે છે, ત્યારે તેમાં એક પ્રેરક વાક્ય હોય છે. તેને જતા જોઈને, અનુપમા વિચારમાં પડી જાય છે. આ પ્રોમો દર્શકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.