Home Blog Page 312

Entertainment : મલાઈકા અરોરાના વીડિયોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી, નાની ઉંમરના હિરો સાથે અફેર, અભિનેત્રીએ તોડયું મૌન

0

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં જોવા મળે છે. મલાઈકા અરોરાના સોરાબ બેદીના એક વીડિયોએ અત્યારે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે. આ વીડિયો બાદથી ચર્ચા શરૂ થઈ છે કે મલાઈકા અને સોરભ બેદી વચ્ચે અફેર છે. અભિનેત્રીએ અફેરની રૂમર પર મૌન તોડયું. મલાઈકાએ સ્પષ્ટતા કરી કે તે અને સોરબ ફક્ત મિત્રો છે.

મલાઈકા અરોરા અને સોરાબ બેદીનો એક વીડિયો અત્યારે વાયરલ થયો. જેમાં સોરાબે મલાઈકાને પોતાના હાથમાં પકડી રાખી હતી. તેઓ સાથે મસ્તી કરી રહ્યા હતા, ડાન્સ કરતી વખતે રીલ શૂટ કરી રહ્યા હતા. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી. વાયરલ વીડિયોમાં બંને કેમેસ્ટ્રી જોઈ યુઝર્સ બંને વચ્ચે અફેર હોવાનું અનુમાન લગાવ્યું. યુઝર્સે વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે મલાઈકા તેનાથી નાની ઉંમરના હિરો સાથે રિલેશનમાં છે. સોરબ બેદી સાથેના રિલેશનને લઈને આખરે મલાઈકા અરોરાએ તેમના સંબંધને લઈને ખુલાસો કર્યો.

સોશિયલ મીડિયામાં અફેરની અફવા પર મલાઈકા અને સોરાબ બેદીએ સ્પષ્ટતા કરી. મલાઈકાએ અફેરની વાતને નકારી. જયારે સોરાબ બેદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ બંને સારા મિત્રો છે. આ સાથે તેણે મલાઈકાની પહેલી મુલાકાત પણ યાદ કરી. સોરાબે ખુલાસો કર્યો કે મોડેલિંગના દિવસોમાં, તેના માર્ગદર્શકો, ડેલનાઝ દારૂવાલા અને વાહબિઝ મહેતાએ તેને મલાઈકા સાથે પરિચય કરાવ્યો હતો. તેમના દ્વારા, તે તેના સામાજિક વર્તુળનો ભાગ બન્યો અને મલાઈકાની પાર્ટીઓમાં હાજરી આપવા લાગ્યો. બસ, આ જ રિલેશન છે અમારી વચ્ચે અફેર જેવું કંઈ નથી.

થોડા સમય પહેલા પણ મલાઈકા અરોરા તેના વીડિયોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. આ વીડિયો બાદથી મલાઇકાના જીવનમાં કોઈ મિસ્ટ્રી મેનની એન્ટ્રી થયાની ચર્ચાએ જોર પકડયું છે. આ મિસ્ટ્રી મેન બિઝનેસ મેન હર્ષ મહેતા છે. જયારે બંનેએ વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન કરતા ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં બંને વચ્ચે રિલેશન હોવાની અટકળો વહેતી થઈ. બંનેમાંથી કોઈપણ દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જયારે હાલમાં સોરબ બેદી સાથેના સંબંધને લઈને મલાઈકા ચર્ચામાં છે.

Himmat Nagar : મેરેજ બ્યુરો ચલાવતા દંપતીએ લગ્નના નામે અનેકને છેતર્યા, પોલીસે અર્બુદાનગરમાં દરોડા પાડી તપાસ તેજ કરી

0

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મેરેજ બ્યુરો ચલાવીને નિર્દોષ લોકોને લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. હિંમતનગર પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરી છે અને શહેરની અર્બુદાનગર સોસાયટીમાં ધામા નાખ્યા છે.

મળતી માહિતી મુજબ, હિંમતનગરની અર્બુદાનગર સોસાયટીમાં ‘દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો’ ચલાવતા એક દંપતી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હતું. લગ્ન કરાવી આપવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ વાયદાઓ પૂરા ન કરી છેતરપિંડી કરવામાં આવતી હતી. હિંમતનગર પોલીસની ટીમ આ દંપતીના ઘરે તપાસ કરવા પહોંચી હતી અને વિવિધ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ લગ્ન કરાવી આપવાનું કહીને અત્યાર સુધી પાંચ જેટલા કિસ્સાઓમાં છેતરપિંડી આચરી છે. ભોગ બનનારા લોકોએ પોલીસનો સંપર્ક કરતા આ સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો છે. પોલીસને શંકા છે કે, ભોગ બનનારાઓની સંખ્યા હજુ પણ વધી શકે છે, કારણ કે મેરેજ બ્યુરોના નામે આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી.

હિંમતનગર પોલીસે આ મામલે અન્ય પીડિતોને પણ સામે આવવા અપીલ કરી છે. જે લોકો ‘દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો’ અથવા આ દંપતી દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા હોય, તેઓ સીધો પોલીસનો સંપર્ક કરી શકે છે. હિંમતનગર પોલીસે કાર્યવાહી માટે ખાસ મોબાઈલ નંબર 9998828188 જાહેર કર્યો છે. પોલીસે ખાતરી આપી છે કે, ભોગ બનનારની માહિતી ગુપ્ત રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના બાદ હિંમતનગરમાં મેરેજ બ્યુરોના નામે ચાલતી અન્ય સંસ્થાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે દંપતીની અટકાયત કરવા અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

Sports : સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!

0

T20 વર્લ્ડ કપ 2026નું ટાઈટલ જીતીને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે. ભારત આ ટ્રોફી રેકોર્ડ ત્રીજી વખત જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. આ ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય ક્રિકેટમાં ભવિષ્યની તૈયારીઓ અને નવા કેપ્ટન અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ટી20 ફોર્મેટમાં કેપ્ટનશિપની રેસમાં અત્યારે સંજુ સેમસનનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ વર્લ્ડ કપમાં સતત 3 ફિફ્ટી ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સેમસનને હવે સૂર્યકુમાર યાદવના અનુગામી તરીકે જોવામાં આવી રહ્યો છે.

સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો છે, પરંતુ 35 વર્ષની ઉંમરે તેની લાંબી કેપ્ટનશિપ પર સવાલો ઊઠી શકે છે. વર્ષ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક અને આગામી ટી20 વર્લ્ડ કપ સુધીમાં સૂર્યા 37 વર્ષનો થઈ જશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ ભવિષ્યના પ્લાન પર કામ કરી રહી છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ સંજુ સેમસનને કેપ્ટન પદ માટે પ્રબળ દાવેદાર ગણાવ્યો છે. કૈફનું માનવું છે કે સંજુ પાસે તે અનુભવ અને સમજ છે જે એક સારા કેપ્ટન માટે જરૂરી હોય છે.

કૈફે સંજુના આઈપીએલ અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જો સૂર્યા પદ છોડે છે તો સંજુ તે જગ્યા ભરી શકે છે. તેણે રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર કેપ્ટનશિપ કરી છે અને ટીમને 2022ના ફાઈનલ સુધી પહોંચાડી હતી. હાલમાં તેની ઉંમર માત્ર 31 વર્ષ છે, જે તેને ટીમ ઈન્ડિયાના આગામી લાંબા ગાળાના કેપ્ટન બનવા માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે.

Gujarat : અંબાલાલ પટેલની આગાહી, 18થી 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની શક્યતા

0

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા જણાવાયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા જણાવાયું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 14થી 18 માર્ચ સુધી પશ્ચિમિ વિક્ષેપ આવશે. 18થી 25 માર્ચ સુધી રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ધીમે ધીમે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ હતું કે, 18થી 25 માર્ચ સુધી ઈરાન અને ઈરાકમાં વરસાદ થશે જેની અસર ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા છે. ભારે પવનના કારણે આંબા પર રહેલો મોર પણ ખરી પડશે. કચ્છ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોથી લઈને રાજસ્થાન થઈને ગુજરાત સુધી વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ભારતમાં દક્ષિણ, પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. કડાકા અને ભડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે અને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરામાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.જૂનાગઢ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે, બીજી તરફ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહી શકે છે, તો આગામી સમયમાં હજી પણ ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

Gir Somnath : ગીર સોમનાથમાં ખેરના લાકડા ઝડપાયા, ભાવેશ ભીલની વન વિભાગે કરી અટકાયત

0

ગીર સોમનાથમાં ખેરના લાકડા ઝડપાયા હોવાની વાત સામે આવી છે અને ગીર સોમનાથ વન વિભાગે આ ખેરના લાકડા ઝડપી પાડયા છે, ડાલામાં આ ખેરના લાકડા લઈને જતા હતા અને ગીર સોમનાથ વન વિભાગે ઝડપ્યા છે.ગીર સોમનાથમાં ખેરના લાકડા સાથે એક શખ્સની વન વિભાગે અટકાયત કરી છે અને નગડિયાથી આવતો ગેરકાયદે જથ્થો પકડાયો છે, ભાવેશ ભીલની વન વિભાગે કરી અટકાયત અને ગેરકાયદે લાકડાનું કટિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, વન વિભાગે કડક કાર્યવાહી હાથધરીને ગુનો નોંધ્યો છે.

ગીર સોમનાથના નવાબંદર ગામે ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો છે અને ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામેથી લાવવામાં આવતો હતો ખેરનો જથ્થો, વન વિભાગે બાતમી આધારે વાહન અટકાવી તપાસ કરતા સામે આવ્યું કે, લાકડાનો જથ્થો ગેર કાયદેસર છે અને વાહનનો ચાલક વન વિભાગને જવાબ આપી શકયો ન હતો અને પૂછપરછમાં સામે આવ્યું કે, જંગલામાંથી આ લાકડાનું કટીંગ કરીને વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો.

વન વિભાગની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ જંગલમાં જઈને લાકડાનું કટિંગ કર્યુ અને તેને ગાડીમાં ભરીને લાવવામાં આવતો હતો, ત્યારે આ સમગ્ર ઘટનામાં વન વિભાગે તપાસ કરી છે કે, જથ્થો કયાંથી આવતો હતો અને કોને આપવાનો હતો, ત્યારે ગેર કાયદેસર રીતે લાકડા લેતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

Sports : ‘કીર્તિ આઝાદ શું બોલે છે…’ ટ્રોફી મંદિર લઈ જવાના વિવાદ પર ઈશાન કિશન ભડક્યો, જુઓ શું કહ્યું

0

ભારતની T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયા ટ્રોફીને સ્ટેડિયમ નજીક હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા ગઈ હતી, જે મામલે ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે વિવાદ ઉભો કર્યો હતો. હવે આ મામલે ઈશાન કિશને શાંતિપૂર્વક જવાબ આપ્યો છે.

ટીમ ઈન્ડિયાની જીત બાદ ઈશાન કિશન આજે (10 માર્ચ) પટણા પહોંચી ગયો છે અને અહીં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક પત્રકારે પૂર્વ ક્રિકેટ કીર્તિ આઝાદના તે નિવેદન અંગે સવાલ પૂછ્યો હતો, જેમાં આઝાદે મંદિરમાં વર્લ્ડકપ ટ્રોફી લઈ જવા પર ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પરના યુઝર્સોએ ટીએમસી સાંસદને આડેહાથ લીધા હતા. જોકે જ્યારે ઈશાનને કીર્તિ આઝાદના નિવેદન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે વિવાદથી બચવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અનોખા અંદાજમાં શાંતિપૂર્વક જવાબ આપ્યો અને વાતચીત ટીમ ઈન્ડિયાની ઐતિહાસ જીત તરફ વાળી દીધી હતી.

ઈશાન કિશને કહ્યું કે, ‘હું હજુ તાજેતરમાં જ શાનદાર વર્લ્ડકપ જીતને આવ્યો છું, તેથી તમે સારા પ્રશ્નો પુછો. કીર્તિ આઝાદે શું કહ્યું, તેના પર હું શું કહું? તમે એવું પૂછો કે, કેવું લાગી રહ્યું છે, કેટલી મજા આવી.’ ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડકપમાં ભારતની જીત થયા બાદ સુકાની સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અમદાવાદ સ્ટેડિયમ પાસે એક હનુમાન મંદિરમાં ટ્રોફી સાથે દર્શન કર્યા હતા. તેઓ પગપાળા ચાલીને ટ્રોફી લઈને મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટ કીર્તિ આઝાદને ટીમ ઈન્ડિયાની મંદિરમાં જવાની આ રીતથી વાંધો પડ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, વર્લ્ડકપ આખા દેશની જીત છે. તેમણે લખ્યું કે, વર્લ્ડકપમાં જીત 140 કરોડ ભારતીયનું ગર્વ છે, ભલે તેઓનો કોઈપણ ધર્મ હોય, અને રમત આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ટીમ ઈન્ડિયાની આ રીતને શરમજનક ગણાવી સૂર્યકુમાર યાદવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આઝાલે લખ્યું હતું કે, ‘જ્યારે આપણે 1983માં કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યા હતા, ત્યારે ટીમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી એમ દરેક ધર્મના ખેલાડીઓ હતા. આપણે ટ્રોફીને આપણી ધાર્મિક જન્મભૂમિ, આપણી માતૃભૂમિ ભારત હિન્દુસ્તાનમાં લાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટ્રોફીને આ વિવાદમાં શા માટે ખેંચવામાં આવી રહી છે? મસ્જિદ કેમ નહીં? ચર્ચ કેમ નહીં? ગુરુદ્વારા કેમ નહીં? આ ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે – સૂર્યકુમાર યાદવ કે જય શાહના પરિવારનું નહીં! સિરાજે ક્યારેય મસ્જિદમાં તેનું પ્રદર્શન કર્યું નથી. સંજુ તેને ક્યારેય ચર્ચમાં લઈ ગયો નથી, જેની (સંજુની) ભૂમિકા મહત્વની હતી અને તે ‘મેન ઓફ ધ ટુર્નામેન્ટ’ હતો. આ ટ્રોફી દરેક ધર્મના 140 કરોડ ભારતીય નાગરિકોની છે – આ કોઈ એક ધર્મનો વિજય ઉત્સવ નથી!’

ઈશાન કિશને ટી20 વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે દરેક મેચમાં ઓપનિંગમાં આવીને દમદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. તેણે ખરાખરીની મેચોમાં પણ શ્રેષ્ઠ બેટિંગ કરી હતી. ઈશાને વર્લ્ડકપમાં કુલ 9 મેચમાં 317 રન ફટકાર્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. તેણે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્કપની પોતાની શ્રેષ્ઠ મેચ રમીને 77 રન નોંધાવ્યા હતા અને ભારતને 61 રનથી જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 25 બોલમાં 54 રન ફટકારતા ટીમ ઈન્ડિયા મોટો સ્કોર બનાવવામાં સફળ થયું હતું.

Gujarat : પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ

0

ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ પર આવેલા છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગર પર આજે ભીષણ આગ ફાટી નીકળતા કુદરતી સંપત્તિને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મધ્યપ્રદેશના વેલાર ગામેથી શરૂ થયેલી આ આગ પવનની દિશા સાથે સરહદ ઓળંગીને છોટાઉદેપુરના જંગલો સુધી પહોંચી ગઈ છે. જેના કારણે કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાય છે.

બપોરના સુમારે મધ્યપ્રદેશના વેલાર ગામના જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પડોશી રાજ્યમાંથી પ્રસરીને છોટાઉદેપુર તાલુકાના વાઘ સ્થળ ડુંગર સુધી પહોંચી ગઈ હતી. હાલ સમગ્ર ડુંગર વિસ્તાર આગની ચપેટમાં છે, જેના કારણે સ્થાનિક વન્યજીવો અને વનસ્પતિ સામે મોટું સંકટ ઊભું થયું છે.

જંગલમાં લાગેલી આ ભીષણ આગને કારણે વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને ઝેરી જીવજંતુઓ પોતાની જાન બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે. અત્યારે પાનખરની ઋતુ હોવાથી સૂકા પાંદડા અને લાકડાં બળતણમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. આગની ગરમી કિલોમીટરો દૂર સુધી અનુભવાઈ રહી છે.

આગની જાણ થતા જ છોટાઉદેપુર વન વિભાગના 25 જેટલા કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. જોકે, ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાથી ફાયર ફાઈટરના બંબા જંગલની અંદર સુધી પહોંચી શકતા નથી. વનકર્મીઓ પરંપરાગત રીતે લીલા ઝાડના પાંદડાઓ અને ડાળીઓ વડે આગને કાબૂમાં લેવા મથામણ કરી રહ્યા છે, પરંતુ વિકરાળ જ્વાળાઓ સામે આ પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. રાત્રિના અંધકારમાં પહાડી વિસ્તારમાં કામગીરી કરવી વનકર્મીઓ માટે જોખમી બની રહી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજમાં હોળી પછીના તહેવારોમાં બાધા પૂરી કરવા માટે ઘણીવાર જંગલના અમુક હિસ્સામાં ‘ધવ’ (આગ) લગાવવાની પરંપરા હોય છે, જે ક્યારેક આવા મોટા અકસ્માતોનું કારણ બને છે. જો વહેલી તકે આગ પર કાબૂ નહીં મેળવાય, તો જંગલના મોટા હિસ્સાની સાથે કિંમતી સાગ અને અન્ય વૃક્ષો રાખ થઈ જશે.

Vadodara : વડોદરામાં રસ્તા ખોદકામથી નાગરિકો પરેશાન : પીક અવર્સમાં ટ્રાફિક જામ, ઉડતી ધૂળથી વેપારીઓ અને રહેવાસીઓની મુશ્કેલી વધી

0

વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ, ડ્રેનેજ અને બ્રિજના કામોને કારણે નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનના કામો છથી આઠ મહિના સુધી ચાલે તેવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કેટલાક બ્રિજના કામો છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યા છે.

શહેરમાં જ્યાં જ્યાં પાણીની ટાંકી અને સંપ આવેલી છે, ત્યાં આસપાસના રસ્તાઓ વારંવાર તોડી નાખવામાં આવતા નાગરિકો અકળાઈ રહ્યા છે. ઘણા સ્થળોએ રસ્તાના પેચવર્કની કામગીરીમાં યોગ્ય માપદંડો જળવાતા નથી અને કામ દરમિયાન યોગ્ય સુપરવિઝન થતું નથી એવી ફરિયાદો ઉઠી રહી છે.

શહેરમાં અવારનવાર પાણીની લાઈન તૂટી જતા રસ્તાઓ ફરી ખોદવામાં આવે છે. કેટલાક માર્ગો પર ભૂવા પડવાના બનાવો પણ સામે આવે છે. ઘણા સ્થળોએ તાત્કાલિક સમારકામ કર્યા બાદ પણ માર્ગને રાબેતા મુજબ શરૂ કરવામાં મોડું થાય છે. કેટલાક નવા બનેલા રસ્તાઓ અંગે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે.

મ્યુનિ. અધિકારીનું કહેવું છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન જાનમાલને નુકસાન ન થાય તે માટે વરસાદી કાંસ અને ડ્રેનેજના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ જૂની પાણીની લાઈનો બદલવાની તેમજ નવી પાણીની લાઈન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ તમામ કામો શક્ય તેટલા વહેલા પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

હાલ શહેરના ઘણા વિસ્તારોમાં ચાલી રહેલા કામોને કારણે ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે. ધૂળ ઉડતા નાગરિકો અને વેપારીઓ બંનેને મુશ્કેલી પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે લાંબા સમયથી ચાલતી કામગીરીના કારણે દુકાનોમાં ગ્રાહકોની આવક ઘટી ગઈ છે. ધૂળથી બચવા માટે માલસામાન ઢાંકીને રાખવો પડે છે, જ્યારે ભાડે દુકાન ધરાવતા વેપારીઓ માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની છે.

નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક જામના કારણે સમય તેમજ પેટ્રોલ-ડીઝલનો વ્યય વધી રહ્યો છે. કામના સ્થળે રસ્તો સાંકડો થઈ જવાથી અથવા ડાયવર્ઝનના કારણે પણ વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં નાના-મોટા અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નાગરિકોનો મત છે કે કામ ચાલી રહ્યું હોય તેવા સ્થળોએ યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીના પગલાં લેવામાં આવવા જોઈએ.

Gandhinagar : રૂ.500 કરોડના ખર્ચે અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી, રમતગમત વિભાગ માટે રૂ.2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ

ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ‘ડબલ એન્જિન’ સરકારે આ વર્ષે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦૦૬ કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ અનેકગણી છે.

મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે રૂ. ૧,૩૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૈશ્વિક ફલક પર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ૩૩૫ એકરમાં ફેલાયેલું ‘SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ’ આ મિશનનું કેન્દ્રબિંદુ બનશે. આ એન્ક્લેવમાં ૧૨,૦૦૦ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, ૨૪,૦૦૦ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને ૧૮,૦૦૦ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે.

રાજ્યના અન્ય મહત્વના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં ૧૪૩ એકર વિસ્તારમાં ૫૦,૦૦૦ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદના ભાટ ખાતે ૧૩૫ એકરમાં ૧૭,૫૦૦ ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ‘ઓલિમ્પિક ગેમ્સ વિલેજ’ બનાવવામાં આવશે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ માત્ર ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ ભવિષ્યની મોટી રમતગમતની સ્પર્ધાઓ બાદ આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ‘હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર’ તરીકે વિકસાવવામાં આવશે. આ સુવિધાઓ ગુજરાતના યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી શકે.

રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. ૧૬૫ કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં હોકીની રમતને વધુ વેગ આપવા માટે રૂ.૯૦ કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મંત્રીએ ગર્વભેર જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૦માં પ્રારંભ થયેલા ‘ખેલ મહાકુંભ’માં રમતવીરોની સંખ્યા ૧૬.૫૦ લાખથી વધીને આજે વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૨ લાખ સુધી પહોંચી છે.

ઈન સ્કુલ યોજના હેઠળ રાજ્યની ૨૩૦ શાળાઓમાં ૧.૨૯ લાખથી વધુ બાળકોને તાલીમ મળી રહી છે. જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) પાછળ વાર્ષિક રૂ. ૯૫ કરોડનો ખર્ચ કરી ૫૩૦૦થી વધુ બાળકોને તાલીમ આપી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૭૦ અને રાજ્ય કક્ષાએ ૧૯૩૮ મેડલ જીત્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાતી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આજે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫ ની ૬૮મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરોએ ૩૨ ગોલ્ડ, ૩૧ સિલ્વર અને ૫૪ બ્રોન્ઝ સાથે કુલ ૧૧૭ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના યુવાનોની બૌદ્ધિક અને શારીરિક શક્તિ ખીલવવા માટે સરકારે ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે રૂ. ૧૮૭ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં આદિવાસી વિસ્તારોમાં ૧૨ નવી લાઈબ્રેરીઓ અને ૧૬ સોલાર પાવર આધારિત લાઈબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. સાહિત્યકારો માટે ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ની રકમ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨ લાખ અને ‘યુવા ગૌરવ પુરસ્કાર’ની રકમ રૂ. ૫૧ હજારથી વધારીને રૂ. ૧ લાખ કરાઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ માટે રૂ. ૨૨૬ કરોડના ખર્ચે કચ્છના વડીમેડી અને પ્રભાસ પાટણના સૂર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળોનું રિસ્ટોરેશન કરવામાં આવશે. કેવડિયા ખાતે ૫૬૨ રજવાડાની એકતાનું ભવ્ય સંગ્રહાલય અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન આધારિત મ્યુઝિયમ આકાર લઈ રહ્યા છે. આ ઉપરાંત, ‘કલા મહાકુંભ’ અને ‘માધવપુર ઘેડના મેળા’ જેવા આયોજનો દ્વારા ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર યુવાનોને માત્ર મેડલ અને રોજગારી જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ગૌરવ સાથે વિશ્વ ફલક પર ‘ચેમ્પિયન્સ’ તરીકે સ્થાપિત કરવા કટિબદ્ધ છે. આજે રજૂ કરવામાં આવેલા માત્ર આંકડાઓ નથી પરંતુ તે ગુજરાતના યુવાનોના પરસેવાની કમાણીને મેડલમાં બદલવા માટેનો સરકારનો મક્કમ નિર્ધાર છે. આજનું ગુજરાત હવે રમતગમતના મેદાનમાં પણ વિશ્વસ્તરે ડંકો વગાડવા સજ્જ છે તેમ મંત્રીએ વધુમાં કહ્યું હતું. વિધાનસભા ગૃહમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની રૂ. ૨,૦૦૬ કરોડની અંદાજપત્રિય માગણીઓ પસાર કરવામાં આવી હતી.

World : ઇરાન યુધ્ધના પગલે દુબઇમાં લોકોએ પાલતું પ્રાણીઓને કેમ રખડતા મુકયા ?

0

ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ખાડી દેશોની પરિસ્થિતિ વિકટ બની છે. યુએઇ, ઓમાન,બહેરીન અને કુવૈતમાં યુએસના આર્મી બેઝ પર ઇરાન મિસાઇલ હુમલો કરીને અફરા કફરી મચાવે છે. ઇરાનની કેટલીક મિસાઇલો અને ડ્રોન નિશાન ચુકીને કોમર્શિયલ વિસ્તારમાં પણ ફાટે છે. યુએઇના દુબઇ શહેરની વાત કરીએ તો સૌથી પરેશાન જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુબઇમાં ઇરાની હુમલા પછી ગભરાઇ ગયા છે. પોતાના પાલતું ડૉગ અને કેટને રસ્તા પર ભગવાન ભરોસે છોડી રહયા છે.

ઇરાન યુધ્ધ ને પાલતું પ્રાણીઓ રખડતા મુકવા સાથે શું કનેકશન છે તે સમજવા જેવું છે. ડેલી સ્ટારના અહેવાલ અનુસાર લોકો હતાશ થઇને પશુ ચિકિત્સકોને પોતાના પાલતુ પશુઓને ઇચ્છા મુત્યુની પણ વિનંતી કરે છે. અનેક એનિમલ વેલફેર સેન્ટરમાં મરવા માટે મુકવામાં આવેલા પશુઓની સંખ્યા ખૂબ વધી રહી છે. સોશિયલ મીડિયામાં અત્યંત ચિંતા પ્રેરે તેવા ફોટા વાયરલ થયા છે જેમાં ડોગ્સને થાંભલા સાથે બાંધીને ખોરાક-પાણી માટે છોડી દેવાયા છે. ધ બાર્કિગ લૉટ નામની એક સંસ્થાના કાર્યકરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે તેના મૂળમાં દુબઇમાં પશુઓને સ્થળાંતરિત કરવામાં ડોક્યુમેન્ટસની કડાકૂટ જવાબદાર છે. ખાસ કરીને યુધ્ધના પગલે દેશ છોડવાનું વિચારી રહેલા વિદેશીઓ પાલતું પ્રાણીઓને રેગિસ્તાનમાં ભગવાન ભરોસે છોડી દે છે.

મિડલ ઇસ્ટમાં હાલમાં હજારો બ્રિટિશ નાગરિકો ફસાયેલા છે જેમાંથી ૧ લાખ જેટલા લોકોએ એકઝિટ માટે વિદેશ મંત્રાલયને અરજી કરી છે જેની વિગતમાં પોતાની સાથેના પાલતું પ્રાણીઓનો કોઇ જ ઉલ્લેખ નથી. સંભવત આ બ્રિટિશ મૂળના નાગરિકો પરિવાર સાથે બોરિયા બિસ્તર બાંધી રહયા છે પરંતુ પેટસને સાથે રાખવાનું ટાળે છે. સ્થાનિક ડૉગ રિહાઉસિંગ સમૂહ કે ૯ ફ્રેન્ડસના જણાવ્યા મુજબ પાલતું જાનવર છોડી રહેલા માલિકોની વધતી જતી સંખ્યાથી પરેશાન છે. દુબઇ સહિત સમગ્ર મીડલ ઇસ્ટમાં ઇરાન અને ઇઝરાયેલ દ્વારા સતત મિસાઇલ અને ડ્રોન હુમલા જોતા સમગ્ર ક્ષેત્રમાં આવન જાવન ઠપ્પ છે.