Home Blog Page 314

Sports : વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 131 કરોડનું ઈનામ મળતાં હરભજન સિંહ ચોંક્યો, BCCIને આપી સલાહ

0

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી રેકોર્ડ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ઐતિહાસિક જીત બદલ BCCIએ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે, જે 2024માં અપાયેલા ઇનામ કરતા 6 કરોડ વધુ છે. ભારત હવે ટાઈટલ જાળવી રાખનાર અને યજમાન તરીકે ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જોકે, પૂર્વ સ્પિનર હરભજન સિંહે આટલી મોટી સફળતા સામે હજુ વધુ ઇનામની અપેક્ષા વ્યક્ત કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘હું હજુ પણ વધુ રકમની અપેક્ષા રાખી રહ્યો હતો, કારણ કે જ્યારે આટલું મોટું લક્ષ્ય હાંસલ કરવામાં આવે ત્યારે તેનું ઈનામ પણ એટલું જ મોટું હોવું જોઈએ. જોકે, આખા વર્લ્ડ કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા અને વિશ્વને ભારતની તાકાત બતાવવા બદલ હું ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.’

વર્લ્ડ કપ ટ્રોફીને મંદિરે લઈ જવા બદલ કીર્તિ આઝાદે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘ટ્રોફી સમગ્ર દેશની છે, તો તેને અન્ય ધર્મસ્થાનો પર કેમ ન લઈ જવાઈ? તેમના મતે વિવિધતા ધરાવતા ભારતમાં તમામ ધર્મોનું સન્માન થવું જોઈએ.’આ નિવેદન પર હરભજન સિંહે આકરો જવાબ આપતા કહ્યું કે, ‘આ મુદ્દાને ખોટી રીતે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. જો કોઈ ખેલાડીની શ્રદ્ધા મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં હોય, તો તે ત્યાં જઈ શકે છે.જો ખેલાડીઓએ પોતાની આસ્થા મુજબ ભગવાન પાસે પ્રાર્થના કરી હોય અને જીત બાદ આભાર માનવા મંદિરે ગયા હોય, તો તેમાં ખોટું શું છે? રમતની જીતની ઉજવણી કરવાને બદલે આવા નિવેદનો આપવા તે કમનસીબ છે.’

સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત બાદ ICC તરફથી ભારતને વિજેતા તરીકે અંદાજે 21.5 કરોડ રૂપિયા($2.34 મિલિયન)નું ઈનામ મળ્યું છે. જ્યારે રનર્સ-અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમને અંદાજે 10.75 કરોડ રૂપિયા($1.17 મિલિયન)ની રકમ ફાળવવામાં આવી છે. આ જીત સાથે ભારતે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

Ahmedabad : ઉનાળાના પ્રારંભે જ લીંબુનો ભાવ 250 રુપિયા પ્રતિ કિલોને આંબ્યો, 10 દિવસમાં 4 ગણી કિંમત વધી

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. ગરમીના આ વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, શિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાંના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

લીંબુની માંગમાં થયેલા અચાનક વધારાને કારણે, સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવવધારો આ વર્ષે માર્ચમાં જ જોવા મળી રહ્યો છે, જેમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો 200થી 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. નવાઈની વાત એ છે કે, વર્ષ 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની આવક ગત વર્ષ કરતા 20% વધી હોવા છતાં, ભાવમાં થયેલો આ તોતિંગ વધારો સામાન્ય જનતા માટે આઘાતજનક સાબિત થયો છે.

સામાન્ય રીતે બજારમાં કોઈપણ વસ્તુના ભાવ માંગ અને પુરવઠાના આધારે નક્કી થતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નફાખોર તત્વોનું નિયંત્રણ વધ્યું હોય તેમ ભાવમાં મનસ્વી રીતે વધારો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે લીંબુના ભાવ એપ્રિલ અને મે મહિનામાં વધતા હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના પ્રારંભથી જ ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ જમાલપુર APMCમાં લીંબુનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 90થી 120 રૂપિયા છે, જ્યારે છૂટક બજારમાં આ ભાવ સીધો બમણો થઈને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ઉનાળાના પ્રારંભે જ જે લીંબુ અગાઉ 60થી 80 રૂપિયામાં મળતા હતા, તેના ભાવ માત્ર દસ દિવસમાં વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની વાર્ષિક આવક 31 હજાર ક્વિન્ટલ વધીને કુલ 1.75 લાખ ક્વિન્ટલ થઈ હોવા છતાં ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદના બજારમાં લીંબુનો 50% જથ્થો ભાવનગર અને પાલિતાણા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવે છે, જ્યારે બાકીનો 50% જથ્થો મદ્રાસ, હૈદરાબાદ અને મહારાષ્ટ્ર જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં મે-જૂનથી જાન્યુઆરી સુધી લીંબુની સીઝન હોય છે, પરંતુ આ વખતે મહેસાણાના પ્રખ્યાત લીંબુની આવક ઓછી થઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ બજારમાં 50% તાજા અને 50% કોલ્ડ સ્ટોરેજના લીંબુનું વેચાણ થઈ રહ્યું છે. અસહ્ય ગરમી અને લીંબુના આસમાને પહોંચેલા ભાવને કારણે હવે લોકો લીંબુ પાણીના બદલે ફ્લેવર્ડ એનર્જી ડ્રિંક્સ તરફ વળી રહ્યા છે.

Entertainment : ગોવિંદા અને સુનીતા આહુજાના છૂટાછેડાની ચર્ચાઓ પર પુત્રી ટીનાએ તોડ્યું મૌન કહ્યું- છેલ્લા 2 વર્ષ સારા નથી…!

0

ગોવિંદા અને સુનિતા આહુજાની પુત્રી, ટીના આહુજાએ તેના માતાપિતાના છૂટાછેડાની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું. અભિનેત્રીએ તેની માતાના વ્લોગમાં આ વિષય પર વાત કરી હતી.ગોવિંદા અને સુનિતા આહુજા તેમના સંબંધોને લઈને ઘણીવાર સમાચારમાં રહે છે. ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ અભિનેતા પર અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ, તેમના છૂટાછેડાની અફવાઓ સામે આવી હતી. હવે, ગોવિંદા અને સુનિતા આહુજાની પુત્રી ટીના આહુજાએ તેના માતાપિતાના છૂટાછેડાની અફવાઓ વિશે વાત કરી છે. ટીના આહુજાએ પણ તેના માતાપિતાના સંબંધોમાં તિરાડ અંગે પોતાના વિચારો શેર કર્યા.

ટીના આહુજાએ સુનિતાના યુટ્યુબ વ્લોગનું આયોજન કર્યું હતું અને છૂટાછેડાની અફવાઓ પર પણ ચર્ચા કરી હતી. વ્લોગમાં, ટીનાએ કહ્યું, આપણે ભારતીય મહિલાઓ બીજાઓ માટે ઘણું બધું કરીએ છીએ અને પોતાના વિશે વિચારતા નથી. તેથી આજે મેં મારી મમ્મી માટે કંઈક ખાસ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ ટીનાએ તેના માતાપિતાના છૂટાછેડાની અફવાઓ પર વાત કરતા કહ્યું, છેલ્લા બે વર્ષ સારા નહોતા. અમારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

પાછળથી વ્લોગમાં, ટીનાએ તેની માતા માટે એક ભેટ ખરીદી અને તેને આપી. ભેટ પ્રાપ્ત કર્યા પછી, સુનિતાએ ટીનાને કહ્યું, બધું મર્યાદામાં હોવું જોઈએ. મેં મારી બધી ફરજો પૂર્ણ કરી છે, અને હવે હું મારા માટે જીવું છું. હું તેને લાયક છું. ટીનાએ પછી ઉમેર્યું, આપણે આત્મનિર્ભર બનવું જોઈએ કારણ કે આપણે કોઈના પ્રેમ માટે પોતાને ભૂલી જઈએ છીએ.

ટીના અને સુનિતાનો આ વ્લોગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ઇન્ટરવ્યુમાં સુનિતા આહુજાએ તેના પતિ ગોવિંદા પર અન્ય અભિનેત્રી સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ગોવિંદાએ આ આરોપો પર પોતાનું મૌન તોડતા કહ્યું, મેં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, અને મારો ક્યારેય કોઈનો પીછો કરવાનો કોઈ ઇરાદો નહોતો. મારી એક પણ અભિનેત્રી દાવો કરી શકતી નથી કે મેં તેમને હેરાન કર્યા છે. મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, અને મારા પરિવારને ઉશ્કેરવામાં આવી રહ્યું છે. જ્યારે સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા, ત્યારે સુનિતાએ પોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઈ પણ મને અને ગોવિંદાને અલગ કરી શકતું નથી.

Entertainment : વિવાદો વચ્ચે પણ ધમાકેદાર કમાણી, 12 દિવસમાં જાણો કેટલા કરોડ કમાઈ

0

f”ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ના મોટા સ્ટાર, ના કોઈ ધુરંધર છતાં આ ફિલ્મ રિલીઝ થયાના 12મા દિવસે પણ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. વિપુલ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ રિલીઝ થતા પહેલા અનેક વિવાદમાં સપડાઈ હતી. ફિલ્મને પ્રોપગેન્ડા, પ્રચારના આરોપો, કાનૂની લડાઈ તેમજ રાજકીય રીતે પણ અનેક વિરોધનો સામનો કરવો પડયો. મીડિયા અહેવાલ મુજબ આ ફિલ્મે ભારતમાં માત્ર 12 દિવસમાં અંદાજિત ₹40.61 કરોડની કમાણી કરવામાં સફળ રહી. જે તેની સફળતા બતાવે છે.

સિનેમાઘરમાં અત્યારે તાપસી પન્નુની ફિલ્મ “અસ્સી” અને શાહિદ કપૂરની “ઓ રોમિયો” કમાણી માટે સંઘર્ષ કરી રહી છે. અદિતી અરોરા અને વિપુલ શાહની “ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” આ બે મજબૂત કલાકારની ફિલ્મનો સામનો કરી રહી છે. અનેક વિવાદ બાદ પણ ધ કેરળ સ્ટોરી 2 સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. તેમાં રહેલ વિષયવસ્તુ વધુ વાસ્તવિક છે તે નિર્માતા દ્વારા દાવો કરાયો હતો. કોઈ મોટા સ્ટાર ના હોવા છતાં આ ફિલ્મ બીજા અઠવાડિયે બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. બીજી કોઈ ફિલ્મ રિલીઝ ના થવાનો ફાયદો કેરળ સ્ટોરી 2 ને થઈ રહ્યો છે.

“ધ કેરળ સ્ટોરી 2” સની દેઓલની “બોર્ડર 2” પછી વર્ષની બીજી સૌથી સફળ ફિલ્મ બની છે. આ ફિલ્મ દરરોજ ₹1 કરોડ (આશરે $10 મિલિયન) થી વધુ કમાણી કરે છે. રિલીઝના બીજા અઠવાડિયામાં પણ, તે હજુ પણ પ્રભાવશાળી કલેક્શન કરી રહી છે. “ધ કેરળ સ્ટોરી 2” એ તેના પહેલા અઠવાડિયામાં ₹22.34 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ તેણે 8મા દિવસે ₹2.70 કરોડ, 9મા દિવસે ₹3.75 કરોડ, 10મા દિવસે ₹3.30 કરોડ અને 11મા દિવસે ₹1.95 કરોડની કમાણી કરી હતી. ‘ધ કેરળ સ્ટોરી 2’ એ તેની રિલીઝના 12મા દિવસે 2.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Gandhinagar : ગરમીને કારણે બાળકોને લૂ લાગી શકે, શાળાનો સમય સવારનો કરવા શિક્ષક સંઘની માગ

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં આજે હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય બદલવા માગ કરવામાં આવી છે.ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં આજે હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય બદલવા માગ કરવામાં આવી છે. વધી રહેલી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. આજે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને પ્રાથમિક શાળાના બાળકોના હિતમાં શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધી રહેલી ગરમી વચ્ચે પ્રાથમિક શાળામાં સમય બદલવા માગ કરવામાં આવી છે. ગરમીને કારણે વિદ્યાર્થીઓને લૂ લાગવાની દહેશત હોવાથી શાળાનો સમય બદલવા માગ કરાઈ છે.

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, વધી રહેલી ગરમીને કારણે નાના બાળકોને લૂ લાગવાની દહેશત છે. જેથી આગામી 15 માર્ચથી શાળાનો સમય સવારનો કરવો જરૂરી છે. આરટીઈના નિયમો મુજબ શાળાના કલાકોનું કામકાજ પૂર્ણ છે. સવારની પાલીમાં જો બાળકો આવશે તો ગરમીના કારણે લૂ લાગવાથી અને બિમારીથી બચી શકે છે.

National : સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છામૃત્યુ’ ની મંજૂરી આપી, ચુકાદો સંભળાવતા જસ્ટિસ રડી પડ્યા

0

સુપ્રીમ કોર્ટે એક અત્યંત પીડાદાયક મામલામાં માનવીય અભિગમ અપનાવતા 13 વર્ષથી અચેત અવસ્થામાં પથારીવશ યુવક હરીશ રાણાને ‘પેસિવ યુથેનેશિયા’ (ઈચ્છામૃત્યુ)ની મંજૂરી આપી દીધી છે. ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ પોતાના 100% દિવ્યાંગ પુત્રની હાલત જોઈ ન શકાતા કોર્ટ પાસે આ માગણી કરી હતી.જસ્ટિસ જે.બી. પારદીવાલાની ખંડપીઠે આ મામલે દિલ્હીની AIIMS હોસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. નિષ્ણાત તબીબોની ટીમે રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારો થવાની હવે કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં.

આ કરુણ ઘટના વર્ષ 2013ની છે. હરીશ રાણા ચંદીગઢમાં અભ્યાસ કરતો હતો ત્યારે હોસ્ટેલના ચોથા માળેથી નીચે પકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. છેલ્લા 13 વર્ષથી તે પથારીવશ હતો અને સતત અચેત અવસ્થામાં હોવાથી તેના શરીરમાં ગંભીર ઘા (Bedsores) પણ પડી ગયા હતા. દીકરાની આવી હાલત જોઈને લાચાર બનેલા માતા-પિતાએ અંતે ભારે હૈયે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

કોર્ટે હરીશ માટે ‘પેસિવ યુથેનેશિયા’ની મંજૂરી આપી છે. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે આપવામાં આવતા કૃત્રિમ લાઈફ સપોર્ટ (જેમ કે વેન્ટિલેટર અથવા ફીડિંગ ટ્યુબ) ધીમે ધીમે હટાવી લેવામાં આવે છે, જેથી કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ગરિમાપૂર્ણ મૃત્યુના અધિકારને માન્યતા આપી છે. ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારદીવાલાએ ભાવુક થતા કહ્યું હતું કે, “આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ સ્થિતિ અત્યંત દુખદ છે.”

Ahmedabad : ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન

0

કાળઝાળ ગરમી માટે જાણીતા અમદાવાદ શહેરમાં આ વર્ષે માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં જ સૂર્યદેવતાએ આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા જ તેની સીધી અસર જનજીવનની સાથે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ જોવા મળી રહી છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બનેલો નવો રોડ ગરમીના કારણે પીગળવા લાગતા કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ખોખરા વોર્ડમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજ મંદિર સુધીના આશરે પોણો કિલોમીટરના માર્ગ પર હજુ બે મહિના પહેલા જ ડામરનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. રોડને વધુ મજબૂત અને લિસ્સો બનાવવા માટે તેના પર ડામરનું ખાસ પડ પાથરવામાં આવ્યું હતું. પરંતુ, ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન વધતા આ ડામર પીગળીને સપાટી પર આવી ગયો છે.

આકાશમાંથી વરસતી ગરમીના કારણે ડામર પીગળતા રોડ પરથી પસાર થતા રાહદારીઓના ચંપલ રોડ પર ચોંટી રહ્યા છે. એટલું જ નહીં, રસ્તા પર ઉડતી ધૂળની રજકણો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો પણ આ પીગળેલા ડામર પર ચોંટી જતાં નવો બનેલો રોડ અત્યારથી જ બિસ્માર દેખાવા લાગ્યો છે. વાહનચાલકોને પણ લપસણા બનેલા માર્ગ પર વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સામાન્ય રીતે મે માસની કાળઝાળ ગરમીમાં આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના પ્રારંભે જ ડામર પીગળવાની શરૂઆત થતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગરમીની સાથે સાથે રોડ બનાવવામાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. અત્યારથી જ જો આવી સ્થિતિ હોય, તો એપ્રિલ અને મે માસમાં અમદાવાદના રસ્તાઓની હાલત કેવી થશે તેને લઈને અત્યારથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Business : યુદ્ધ વચ્ચે પેટ્રોલ ડીઝલને લઇને રાહતના સમાચાર, જાણો લેટેસ્ટ ભાવ

0

ઇરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઇને કાચા તેલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા લાગ્યા હતા. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને WTI ક્રૂડ ઓઇલ બંનેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છેઇરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઇને કાચા તેલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવા લાગ્યા હતા. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને WTI ક્રૂડ ઓઇલ બંનેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આવો જાણીએ 11 માર્ચના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો.

IEA દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો તેલ ભંડાર છોડવાના પ્રસ્તાવના સમાચાર પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ દબાણ હેઠળ રહ્યા. ભાવ 3% ઘટીને $89 ની નજીક પહોંચી ગયો. યુએસ નેવીના રક્ષણ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી એક ટેન્કર પસાર થઈ રહ્યું હોવાના અહેવાલોએ પણ ઘટાડામાં ફાળો આપ્યો. ડોલર થોડો વધુ ઘટ્યો. એક અહેવાલ છે જેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) તેના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો બજારમાં છોડવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે તેલના વધતા ભાવ ઘટાડવા માટે આ કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જથ્થો 182 મિલિયન બેરલથી વધુ હોઈ શકે છે. અગાઉ 2022 માં, જ્યારે રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો હતો, ત્યારે IEA દેશોએ લગભગ સમાન જથ્થો બે વાર બજારમાં છોડ્યો હતો.

Rajkot : બેડી યાર્ડમાં 90 હજાર મણ નવા ઘઉંની આવક નોંધાઈ, 15 માર્ચથી અન્ય જણસની ખરીદી શરૂ થશે

0

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની મોટી આવક નોંધાઈ છે. યાર્ડમાં અત્યાર સુધી 90 હજાર મણ નવા ઘઉંની આવક નોંધાઈ છે.ઘઉં ટુકડાનો ભાવ પ્રતિ મણ રૂ. 425 થી 500 સુધી નોંધાયો છે. બેડી યાર્ડમાં ધાણાની આવક પણ સારી રહી છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની મોટી આવક નોંધાઈ છે. યાર્ડમાં અત્યાર સુધી 90 હજાર મણ નવા ઘઉંની આવક નોંધાઈ છે.ઘઉં ટુકડાનો ભાવ પ્રતિ મણ રૂ. 425 થી 500 સુધી નોંધાયો છે. બેડી યાર્ડમાં ધાણાની આવક પણ સારી રહી છે. જ્યાં કુલ 93 હજાર મણ ધાણાની આવક આ યાર્ડમાં નોંધાઈ છે. બીજી તરફ કપાસની આવકમાં પણ વધારો નોંધાયો છે.

રાજકોટના બેડી યાર્ડમાં 4700 મણ કપાસની આવક થવા પામી છે. આ ઉપરાંત આગામી 15મી માર્ચથી બેડી યાર્ડમાં ઘઉં, ચણા, ધાણા અને મરચાંની ખરીદી શરૂ થશે. ખેડૂતો પોતાની જણસને લઈને વેચાણ માટે યાર્ડમાં આવશે જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. કેટલાક ખેડૂતોને કહેવું છે કે, આ વખતે ઘઉંની જણસના ભાવ મળ્યા છે પણ જે ભાવ હોવા જોઈએ તેવા નથી મળ્યા.

રાજકોટના બેડી યાર્ડના આગેવાનોએ ખેડૂતોની જણસને સારી રીતે ખરીદી શકાય તે માટે માર્કેટ યાર્ડમાં સરળ અને પાર દર્શક વેચાણ વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ખેડૂતોને તેમની જણસનો યોગ્ય ભાવ મળે તેવી પણ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે ઘઉં અને ધાણા સહિત અન્ય પાકની આવક સારી હોવાનું અનુમાન છે અને આથી ખેડૂતો અને વેપારીઓ બંને માટે આશાવાદ છે.

National : મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી

0

દેશનાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) જ્ઞાાનેશ કુમારે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે બંગાળમાં કોઇ પણ ચૂંટણી હિંસાને સહન કરવામાં આવશે નહીં.

કેન્દ્રીય ચૂંટણી પંચની પૂર્ણ પીઠ દ્વારા બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સતત બે દિવસ ઉંડી સમીક્ષા કર્યા પછી કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે બંગાળનાં મતદારોને ખાતરી આપી હતી કે આગામી ચૂંટણી સપૂર્ણ હિંસા રહિત અને દબાણ રહિત વાતાવરણમાં પૂર્ણ કરાવવામાં આવશે.

રાજકીય દળો અને નેતાઓને સ્પષ્ટ સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ કોઇ પણ સ્તરે મતદારો અથવા કોઇ પણ ચૂંટણી અધિકારીને ડરાવવા અથવા ધમકાવવાનો પ્રયત્ન સહન કરી લેવામાં આવશે નહીં.તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવણી સાબિત થવા પર સંબધિત વ્યકિતની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે મતદાતા ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે સમગ્ર રાજ્યમાં ખૂબ જ સુક્ષ્મ રીતે કેન્દ્રીય દળો પૂરતા પ્રમાણમાં તૈનાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે પંચે વ્યાપક સુરક્ષા અને ટેકનિકલ વ્યવસ્થાની યોજના બનાવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં રાજ્યનાં તમામ ૮૦,૦૦૦થી વધારે મતદાન કેન્દ્રો પર ૧૦૦ ટકા લાઇવ વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી દિલ્હી અને કોલકાતામાં બેસેલા અધિકારીઓ ડાયરેક્ટ મતદાન પ્રક્રિયા પર નજર રાખી શકે.

વેબકાસ્ટિંગના માધ્યમથી મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે. જેના કારણે કોઇ પણ પ્રકારની અનિયમિતતા અથવા દબાણની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પરત ફર્યા પછી ચૂંટણી પંચ ૧૫ અથવા ૧૬ માર્ચની આસપાસ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એસઆઇઆરમાં જે મતદારોનાં નામ વિચારાધીન શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેના પર મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ અનુસાર આ કેસોને ન્યાયિક અધિકારી જોઇ રહ્યાં છે અને તેનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. વિલંબિત અથવા વિચારાધીન ૬૦ લાખથી વધારે નામોના વેરિફિકેશન અંગે તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે પૂરતો સમય છે અને સુનિશ્ચિત કરવામાં આવશે તે કોઇ પણ કાયદેસર મતદારનું નામ મતદાર યાદીમાંથી બહાર ન રહે.