Home Blog Page 321

Sports : વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું બમ્પર ઈનામ જાહેર

0

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા 10 માર્ચ, મંગળવારના રોજ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ માતબર રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમને 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેની સરખામણીએ આ વખતે 6 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમે રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર ખિતાબ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ભારતે પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે.

આ શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વાર(2007, 2024 અને 2026) આ ટ્રોફી જીતી છે. અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ અને ઈંગ્લેન્ડ 2-2 વાર આ ખિતાબ જીતી ચૂક્યા છે, પરંતુ હવે ભારત 3 ખિતાબ સાથે મોખરે છે. BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ જીત ભારતીય ક્રિકેટ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.

Gandhinagar : સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો

0

ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના પહેલા નોંધાયેલી સગીર બાળને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવા સંબંધેની ફરિયાદમાં એસઓજી પોલીસ દ્વારા આરોપી અને સગીર બાળાને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સના આધારે રાજકોટ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં પહોંચીને આરોપીની ધરપકડ કરવામાં આવ્યાનું પોલીસ અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

છેલ્લે માણસાના પાલડી વ્યાસ વિસ્તારમાં રહેતા અને મુળ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામના વતની એવા કીરીટ રમેશભાઇ રાવળ નામના ૨૯ વષય યુવકની સામે સગીર વયની બાળાને લગ્નની લાલચ આપીને વાલીપણામાંથી ભગાડી જવા સંબંધે અપહરણની ફરિયાદ બાળાના વાલી દ્વારા પાંચ મહિના પહેલા માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા આરોપીના સ્વજનો અને મિત્રોની તપાસ કરવા સાથે ટેકનીકલ સર્વેલન્સનો સપોર્ટ લેવામાં આવતાં તેનો નંબર રાજકોટ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં ટ્રેસ થયો હતો. આ સાથે પોલીસ ટુકડી રાજકોટ પહોંચી હતી. આરોપીની ધરપકડ કરવા સાથે સગર બાળાને પણ શોધી કાઢવામાં આવી હતી.

Chhota udaipur : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ

0

છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આગામી 17મી માર્ચના રોજ વર્તમાન ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતી હોવાથી, વહીવટદારના શાસન પૂર્વે જ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે જિલ્લાનું વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો આવેલી છે. સાત તાલુકાની છોટા ઉદેપુર તાલુકા પંચાયત 26 બેઠકો, પાવીજેતપુર તાલુકા પંચાયત 18 બેઠકો, કવાંટ તાલુકા પંચાયત 26 બેઠકો, નસવાડી તાલુકા પંચાયત 22 બેઠકો, બોડેલી તાલુકા પંચાયત 24 બેઠકો, સંખેડા તાલુકા પંચાયત 18 બેઠકો, કદવાલ તાલુકા પંચાયત; 16 બેઠકો આમ કુલ 150 બેઠકો આવેલી છે.

છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 2100 EVM અને 28 બેલેટ યુનિટ 2500 કન્ટ્રોલ યુનિટ મંગાવવામાં આવ્યા છે અને તેનું ચેકીંગ પણ કરી લેવામાં આવ્યું છે. છોટાઉદેપુર ખાતે પોલીટેકનિક કોલેજ માં સ્ટ્રોંગ રૂમ માં મૂકી દેવામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવશે ત્યારે દરેક તાલુકા મથકના અધિકારીઓને EVM મશીનો ફાળવી દેવામાં આવશે. જિલ્લાના સાત તાલુકામાં 1049 મતદાન મથકો આવેલા છે અને તમામની ચકાસણી કરવા માટે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલી છે જ્યારે ચૂંટણી ફરજ બનાવનાર કર્મચારીઓના લિસ્ટ તાલુકા મથકેથી મંગાવવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ તો ચૂંટણીઓ ગાજી રહી છે અને તારીખ 17 માર્ચના રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી પાંખના પાંચ વર્ષ પૂરા થતા હોવાથી વહીવટદારનું શાસન આવશે હાલ તો છેલ્લા દિવસો સત્તા પૂરી થવાના દિવસો હોવાથી ગ્રાન્ટ વાપરવા માટે ની તમામ તૈયારીઓ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. જ્યારે રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણી માટે તૈયારીઓ માં લાગી ગઈ છે ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી છોટા ઉદેપુર જિલ્લામાં ચૂંટણી લડનાર હોવાથી ત્રણેય પાર્ટીઓ દોડધામ કરી રહી છે.

Rajkot : પોલીસ કર્મીએ પરીણિત હોવાની હકીકત છુપાવી, યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

0

રાજકોટ શહેરમાં પોલીસ વિભાગને શરમમાં મુકતી ઘટના સામે આવી છે. અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટ શહેરમાં પોલીસ વિભાગને શરમમાં મુકતી ઘટના સામે આવી છે. અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણ નામના કોન્સ્ટેબલ વિરુદ્ધ યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ પીડિતા અને આરોપી વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધી હતી.

આ દરમિયાન આરોપીએ પોતે અવિવાહિત હોવાની વાત કહી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.યુવતીનો આરોપ છે કે આરોપી કોન્સ્ટેબલે પરિણીત હોવાની હકીકત છુપાવી રાખી હતી અને લગ્ન કરવાની ખાતરી આપીને અનેક વખત તેના સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.બાદમાં યુવતીને જાણવા મળ્યું કે આરોપી પહેલેથી જ પરિણીત છે.હકીકત બહાર આવતા યુવતીએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કોન્સ્ટેબલ અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Bhavnagar : ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં મોટી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ બેંકની ચાર શાખાઓમાંથી 7 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ શાખાઓમાં તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસરનો સમાવેશ થાય છે.ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં મોટી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ બેંકની ચાર શાખાઓમાંથી 7 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ શાખાઓમાં તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસરનો સમાવેશ થાય છે. સાયબર ગઠિયાઓએ રવિવારે બેંકના સોફ્ટવેરને હેક કરીને બિનઅધિકૃત ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ચાર શાખાઓમાં મોટી સાયબર ફ્રોડની ઘટના બની છે. જેના કારણે આ બેંકની તમામ શાખાઓમાં હાલમાં લેવડ દેવડ સહિતના કામો બંધ કરવામાં આવ્યા છે. બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે. સાયબર ફ્રોડની ઘટના બનતાં બેંકમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે અને વધુ નુકસાન ટાળવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. બેંકમાં સાયબર ફ્રોડની ઘટનાને લઈને ગ્રાહકોમાં પણ મોટી ચિંતા ઉભી થઈ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકમાં તળાજા, ભરતનગર, સુભાષનગર, સિદસર શાખામાં સાયબર ગઠિયાએ બેંકની જ સાત કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. રવિવારે બેંકનું સોફ્ટવેર હેક કરીને રકમ ટ્રાન્સફર કરી નાંખી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બેંકમાં થયેલા ફ્રોડની ચર્ચાઓ વાયુ વેગે પ્રસરી જતાં બેંકના ગ્રાહકો અને થાપણદારોમાં મોટી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

Entertainment : સની અને પ્રીતિની ફિલ્મનું ટાઈટલ બદલીને બટવારા 1947 કરાયું

0

મુંબઇ : આમિર ખાનની પ્રોડક્શન કંપનીએ રાજ કુમાર સંતોષીનાં દિગ્દર્શન હેઠળ બનાવેલી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’નું ટાઈટલ બદલવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ અસગર વજાહતનાં પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહોર નહિ દેખ્યા વો જન્મ્યા હિ નહિ’ પર આધારિત છે. જોકે, આમિર ખાનને ડર લાગ્યો હતો કે હાલના રાજકીય માહોલમાં પોતે પાકિસ્તાનનાં શહેરનું નામ ટાઈટલમાં હોય તેવી ફિલ્મ રજૂ કરશે તો નેગેટિવ પબ્લિસિટી થઈ શકે છે. આથી તેણે ફિલ્મનું ટાઈટલ બદલીને ‘બટવારા ૧૯૪૭ કરી નાખ્યું છે.

આ ફિલ્મ દ્વારા વર્ષો પછી પ્રીતિ ઝિન્ટા મોટા પડદે પાછી ફરી રહી છે. આ ઉપરાંત વર્ષો બાદ સની દેઓલ ફરી રાજકુમાર સંતોષીનાં દિગ્દર્શન હેઠળ કામ કરી રહ્યો છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર હોવાનું કહેવાય છે. જોકે, આમિર ખાને તેની કુટેવ મુજબ ફિલ્મનાં સર્જનમાં વારંવાર દખલ કરતાં તેના અને રાજકુમાર સંતોષી વચ્ચે તથા તેના અને સની દેઓલ વચ્ચે મતભેદો પણ સર્જાયા હોવાનું કહેવાય છે.

Entertainment : “રામાયણ” ફિલ્મના રણબીર કપૂર અને સાઈ પલ્લવીના વાયરલ ફોટાનું સત્ય શું છે? આશિષ શર્માએ કર્યો ખુલાસો

0

“રામાયણ” ફિલ્મના રણબીર કપૂર અને માતા સીતા તરીકે સાઈ પલ્લવીના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થયા હતા. રામની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ શર્માએ આ વાતનો ખુલાસો કર્યો કે આ ફોટા વાસ્તવિક નથી.

રણબીર કપૂરની ફિલ્મ “રામાયણ” આજકાલ સમાચારમાં છે. આ ફિલ્મ મોટા પાયે બની રહી છે અને તેમાં ઘણા જાણીતા સ્ટાર્સ જોડાયેલા છે. આ જ કારણ છે કે ચાહકો ફિલ્મ સાથે જોડાયેલી દરેક વિગતો પર નજર રાખી રહ્યા છે. હવે, નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભગવાન રામ તરીકે રણબીર કપૂર અને માતા સીતા તરીકે સાઈ પલ્લવીના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થયા હતા. આ ફોટાએ ચાહકોમાં ઘણી ચર્ચા જગાવી હતી, પરંતુ પછીથી જાણવા મળ્યું કે આ ફોટા વાસ્તવિક નહીં પણ નકલી હતા. રામની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ શર્માએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

“રામાયણ” ફિલ્મને લઈને ફેન્સમાં ઉત્સુકતા છે. આ જ વિષય પર સમયાંતરે અનેક ટીવી શો પણ બન્યા છે. ટીવી અભિનેતા આશિષ શર્મા કે જેમણે 2015-16ના ટીવી શો “સિયા કે રામ” માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. “રામાયણ” ફિલ્મના રણબીર અને સાઈ પલ્લવીના ફર્સ્ટ લુક લીક થવા પર આશિષ શર્માએ ખુલાસો કર્યો. આ ફોટા વાસ્તવિક નથી પરંતુ AI જનરેટેડ છે. અભિનેતાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થયા છે તે ખરેખર તેમના શોનો એક એડિટેડ ફોટો હતો.

આર્શિષ શર્માએ ફોટો નકલી હોવાની સાબિતી પણ આપી. તેમણે લખ્યું, “આ રહ્યો, બીજો ‘ઓરિજિનલ’ લીક થયેલો ફોટો. AI મારા વાળ પણ બદલી શક્યું નહીં.” તેમણે “સિયા કે રામ” માંથી ઓરિજિનલ ફોટો પણ પોસ્ટ કર્યો, જે સ્પષ્ટ કરે છે કે વાયરલ ફોટો ડિજિટલી બદલાયેલો હતો. સ્ટાર પ્લસનો શો “સિયા કે રામ” સીતાના પરિપ્રેક્ષ્યમાં રામાયણની વાર્તાને ફરીથી કહે છે. મદિરાક્ષી મુંડલે આશિષ શર્મા સાથે સીતાનું પાત્ર ભજવે છે. કરણ સુચક લક્ષ્મણ, કાર્તિક જયરામ રાવણ અને ડેનિશ અખ્તર સૈફી હનુમાનનું પાત્ર ભજવે છે.

ઉલ્લેખનીય છે કે દિગ્દર્શક નિતેશ તિવારીની ફિલ્મ “રામાયણ” બે ભાગમાં બની રહી છે. પહેલો ભાગ દિવાળી પર રિલીઝ થવાનો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાન તરીકે કામ કરશે. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હોવાનું કહેવાય છે.

Sports : અર્શદીપ સિંહ પર ભારે પડશે ફાઈનલ મેચનો ગુસ્સો! માફી માંગી છતાં આવી સજા આપી શકે છે ICC

0

ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી અને કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. જોકે, આ ભવ્ય વિજયની ઉજવણી વચ્ચે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના આક્રમક વર્તન બદલ ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) તેની સામે કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

ફાઈનલ મેચ દરમિયાન અર્શદીપ સિંહની બીજી ઓવરમાં એક વિવાદાસ્પદ ક્ષણ સર્જાઈ હતી. અર્શદીપે ફિલ્ડિંગ કરતી વખતે બોલ સીધો ન્યુઝીલેન્ડના બેટર ડેરિલ મિશેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગ પર વાગ્યો હતો. આ ઘટના બાદ મેદાન પર ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મિશેલે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો.

અર્શદીપ સિંહ પર ICC આચાર સંહિતાની કલમ 2.9 ના ભંગનો આરોપ લાગી શકે છે. કોઈ પણ ખેલાડી કે બેટર તરફ જોખમી રીતે બોલ કે અન્ય સાધન ફેંકવું એ રમતની ભાવના સામે માનવામાં આવે છે. આ લેવલ-1નો ગુનો ગણાય છે. જેમાં ખેલાડીને તેની મેચ ફીના 50 ટકા સુધીનો દંડ અને 1 થી 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે.

જો કોઈ ખેલાડીના ખાતામાં 24 મહિનાની અંદર 4 ડિમેરિટ પોઈન્ટ જમા થાય, તો તેના પર એક ટેસ્ટ અથવા બે વ્હાઇટ-બોલ મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. જોકે અર્શદીપે મેચ બાદ મિશેલની માફી માંગી લીધી હતી, પરંતુ ICC ભૂતકાળના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરી શકે છે.ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના જેડન સીલ્સ પર યશસ્વી જયસ્વાલ તરફ બોલ ફેંકવા બદલ મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ ફટકારવામાં આવ્યો હતો.

Jamnagar : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ….

0

જામનગરમાં પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં પરાણે પ્રીતનો કિસ્સો સામે આવ્યો છે, અને એક પરિણીત યુવતીને તેણીના 10 વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી આવી બળજબરીપૂર્વક હાથ પકડી પરિણીતાને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરી ધમકી આપવાની અને લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની, અને પોતે પણ મરી જવાની ધમકી આપી હોવાથી મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં પોતાના માતા પિતાને ઘેર પતિ સાથે આંટો દેવા માટે આવેલી એક પરિણિત યુવતિએ પોતાના પૂર્વ પ્રેમી એવા કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના વતની જુનેદ જુસબ ખેરાણી સામે પોતાનું બાવડું પકડી પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરી ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામનો વતની છે, અને પરણિત યુવતી સાથે આજથી દસ વર્ષ પહેલા આરોપી પ્રેમ સંબંધ ધરાવતો હતો. પરંતુ ફરિયાદી યુવતીએ કચ્છ જિલ્લાના આદિપુરના એક યુવાન સાથે લગ્ન કરી લીધા હતા, અને જે લગ્નમાં થકી હાલ આઠ વર્ષનું એક સંતાન પણ છે, અને તેણી કચ્છમાં પતિ સાથે રહે છે.

દરમિયાન ગઈકાલે પોતાના પતિ અને બાળક સાથે જામનગરના પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા પોતાના માતા પિતાને ઘેર આંટો દેવા માટે આવી હતી, જ્યાં ઉપરોક્ત આરોપી જુનેદ ઘરમાં ઘૂસી આવ્યો હતો, અને હાથ પકડી લઈ પોતાની સાથે લગ્ન નહીં કરે તો તને મારી નાખીશ, અને હું પણ આપઘાત કરી લઈશ તેવી ધમકી આપી હોવાથી આ પોલીસ ફરિયાદ કરી છે. જે બનાવ સંબંધે સિટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Ahmedabad : અમદાવાદના કાલુપુરના ઐતિહાસિક જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા, લાખોના કિંમતી આભૂષણોની ચોરી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરના ઝવેરીવાડની લહેરિયા પોળ સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરોએ અત્યંત ચાલાકીપૂર્વક દેરાસરના ગર્ભગૃહમાં પ્રવેશી લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.મળતી માહિતી મુજબ, તસ્કરોએ દેરાસરના ગર્ભગૃહના ઉપરના ભાગમાં આવેલા લોખંડના સળિયા અને જાળી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીને અંજામ આપતા પહેલા તસ્કરોએ પુરાવા નાબૂદ કરવાના હેતુથી દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખ્યા હતા, જેથી તેમની હિલચાલ કેદ ન થઈ શકે.

સોના-ચાંદીના મુગટ, ટીકા, કપાલી અને ભ્રમર, ચક્ષુ (આંખો)ની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, કુલ રૂ. 7.84 લાખની મતાની ચોરી થઈ હોવાનો અંદાજ છે.આ ઘટનાની જાણ થતા જ કાલુપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ઓળખ થઈ શકે.