Home Blog Page 323

Business : કોમર્શિયલ LPGની અછત, ભારતના આ મેટ્રો શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટમાં અસર

0

ઈરાન-યુએસ-ઇઝરાયલ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે LPG અને કુદરતી ગેસના પુરવઠા પર નોંધપાત્ર અસર પડી છે.તેના જવાબમાં,ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે કુદરતી ગેસની ફાળવણી માટે સ્પષ્ટ પ્રાથમિકતા યાદી જારી કરી છે

ઈરાન-યુએસ-ઇઝરાયલ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે LPG અને કુદરતી ગેસના પુરવઠા પર નોંધપાત્ર અસર પડી છે.તેના જવાબમાં,ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે કુદરતી ગેસની ફાળવણી માટે સ્પષ્ટ પ્રાથમિકતા યાદી જારી કરી છે. ગેસની અછતની સ્થિતિમાં, હવે તે નક્કી કરવામાં આવ્યું છે કે કયા ક્ષેત્રને સૌથી વધુ ગેસ મળશે.સરકારે જણાવ્યું છે કે ઘરેલુ વપરાશકર્તાઓ અને આવશ્યક ક્ષેત્રોને કોઈ અછતનો સામનો કરવો પડશે નહીં. તેથી, તેમને 100% પુરવઠો મળશે, એટલે કે કોઈ કાપ નહીં આવે. આમાં શામેલ છે:

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. ટ્રમ્પે સંકેત આપ્યો કે આ ક્ષેત્રમાં યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક તેલ પુરવઠામાં લાંબા સમય સુધી વિક્ષેપ પડવાની આશંકા ઓછી થઈ શકે છે.

મધ્ય પૂર્વ (Middle East) માં વધતા જતા તણાવ અને યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. ભારત માટે આ સ્થિતિ બેવડો ફટકો સાબિત થઈ શકે તેમ છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું 80% થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે.જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ નિયંત્રણ બહાર જાય, ત્યારે દેશના નાણાકીય ગણિત બગડવા લાગે છે. આ ગંભીર મુદ્દા પર સરકારના સંભવિત પગલાં અને અસરો નીચે મુજબ છે:

ક્રૂડ ઓઇલ મોંઘું થતા સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડે છે.જેમાં ડીઝલના ભાવ વધતા શાકભાજી,અનાજ અને અન્ય ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે, જે અંતે ગ્રાહકોના ખિસ્સા પર ભાર નાખે છે. ત્યારે ઓઇલ ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડતા હોવાથી ડોલર સામે રૂપિયો નબળો પડી શકે છે.

સરકાર પાસે આ સંકટને પહોંચી વળવા માટે મર્યાદિત પરંતુ અસરકારક વિકલ્પો છે કે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો: જો આંતરરાષ્ટ્રીય ભાવ ખૂબ વધે, તો સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપી શકે છે. જોકે, આનાથી સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થાય છે.રશિયા-યુક્રેન યુદ્ધ સમયે ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું હતું. સરકાર ફરીથી એવા દેશો સાથે વાતચીત કરી શકે છે જે ડિસ્કાઉન્ટ ભાવે તેલ આપી શકે.વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Petroleum Reserves): ભારત પાસે કટોકટીના સમય માટે અનામત તેલનો જથ્થો છે. સરકાર આ ભંડારમાંથી તેલ છોડીને બજારમાં સપ્લાય જાળવી રાખવાનો પ્રયાસ કરી શકે છે.લાંબા ગાળાના ઉકેલ તરીકે સરકાર ઇથેનોલ મિશ્રણ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) પર વધુ ભાર મૂકી રહી છે જેથી તેલ પરની નિર્ભરતા ઘટે.

ભારત માટે આ માત્ર આર્થિક નહીં પણ રાજદ્વારી કસોટી પણ છે. ભારત મધ્ય પૂર્વના દેશો (ખાસ કરીને ઇઝરાયેલ, ઈરાન અને સાઉદી અરેબિયા) સાથે સારા સંબંધો ધરાવે છે. ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિની અપીલ કરીને સપ્લાય ચેઇન ખોરવાય નહીં તેવા પ્રયાસો તેજ કરશે.

Gujarat : આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો

0

 કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે થોડા દિવસો પૂર્વે થયેલી હિંસક મારામારીની ઘટનામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને ઘટનાસ્થળે પંચનામા માટે લાવવામાં આવ્યા હતા. આ સમયે આરોપીઓને પોલીસ વાનમાંથી બહાર કાઢવા અને તેમના વરઘોડાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ આંત્રોલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો.

આંત્રોલી ગામમાં ગત ૬ માર્ચના રોજ બે પક્ષો વચ્ચે જૂની અદાવતમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીમાં એક મહિલા અને એક પુરૂષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભોગ બનનાર પક્ષ દ્વારા આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે કુલ ૬ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ બાપ-દીકરાની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તપાસ અધિકારીઓ દ્વારા પંચનામું કરવા માટે પોલીસ વાનમાં આંત્રોલી ગામમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે પોલીસની ગાડી આરોપીઓને લઈને ગામમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ફરિયાદી પક્ષના લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા. પોલીસ દ્વારા આરોપીઓને પંચનામું કરવા માટે લાવવામાં તો આવ્યા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેમને સરકારી ગાડીની બહાર કાઢવામાં આવ્યા નહોતા. આરોપીઓ ગાડીની અંદર જ હોવાનું જોઈને હાજર રહેલા ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતા.

સ્થાનિક લોકોએ આરોપીઓને ગાડીમાંથી નીચે ઉતારી તેમનો વરઘોડો કાઢવાની માંગણી કરી હતી. ગ્રામજનોનું કહેવું હતું કે, આરોપીઓએ ગામમાં આતંક મચાવી ગંભીર ગુનો કર્યો છે, તેથી તેમને જાહેરમાં લાવવા જોઈએ. આ માંગણી સંતોષવામાં ન આવતા લોકોના ટોળાએ આંત્રોલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી હતી અને આખા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લીધો હતો.

ગામમાં તંગદિલી વધતા આતરસુંબા પોલીસના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાથી ગામમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. હાલમાં આંત્રોલી ગામમાં પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. પોલીસે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આરોપીઓના વરઘોડાની માંગ પર અડગ રહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે લાંબો સમય સુધી ઘર્ષણ ચાલ્યું હતું.

Gujarat : કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા

0

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી કુડા ચોકડી પાસે બેફામ દોડતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નરાળી ગામની મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી કુડા ચોકડી પાસે નરાળી ગામના દંપતી બાઈક પર ધ્રાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મીઠું ભરેલા ડમ્પરના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા બાઈક પર સવાર લીલાબેન ભોપાભાઈ પાટડિયા પર ટ્રકનું ટાયર પગના ભાગે ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદેે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તને ગંભીર ઇજાઓ પહોંચી હોય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને ટ્રક ચાલક સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી.

Gujarat : સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ

0

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનિંગ દુકાનદારોએ પોતાના લાંબા સમયના પડતર પ્રશ્નો અને કમિશન બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં દુકાનદારોએ સરકારની નીતિઓ સામે રોષ ઠાલવતા વહેલી તકે પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી.

જિલ્લામાં અંદાજે ૫૦૦થી વધુ રેશનિંગ દુકાનદારો છે, જેઓ હજારો કાર્ડધારકો સાથે જોડાયેલા છે. રજૂઆત મુજબ, સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવેલા સીબીડીસી પ્રોજેક્ટ હેઠળ દુકાનદારોને વધારાની કામગીરી સોંપવામાં આવી છે. વાસ્તવમાં આ કામગીરી વીસીઇ (ગ્રામીણ કોમ્પ્યુટર સાહસિક) દ્વારા કરવાની હોય છે, છતાં તે દુકાનદારો પર લાદવામાં આવતા અસંતોષ ફેલાયો છે.વધુમાં, અગાઉ સરકારે કેવાયસીની કામગીરી પેટે દીઠ રૃ. ૫ વળતર આપવાનું નક્કી કર્યું હતું, જે આજદિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. દુકાનદારોએ આક્ષેપ કર્યોે હતો કે તેમને નિયમિત અને પૂરતું કમિશન પણ મળતું નથી. જો આ પડતર માંગણીઓ સત્વરે સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ તકે મોટી સંખ્યામાં એસોસિએશનના સભ્યો અને દુકાનદારો હાજર રહ્યા હતા.

Gandhinagar : મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું

 રવિવારની સાંજ ભારતીય ક્રિકેટ ચાહકો માટે રોમાંચક હતી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરતા ગાંધીનગરના મુસાફરો માટે આ અનુભવ આથક આઘાત સમાન રહ્યો હતો. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની ફાઈનલ જોવા ઉમટેલી મેદનીનો લાભ ઉઠાવવામાં સરકારી કોર્પોરેશન તંત્ર પણ પાછળ રહ્યું નથી. મેટ્રો રેલ દ્વારા મોડી રાત સુધી ટ્રેન દોડાવવાની જે સુવિધા આપવામાં આવી હતી, તેની પાછળ મુસાફરો પાસેથી ખિસ્સા કાતરૃ ભાડું વસૂલવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.સામાન્ય રીતે કોઈપણ સેવામાં એડવાન્સ બુકિંગ કે મોટી સંખ્યામાં મુસાફરો હોય ત્યારે રાહત આપવામાં આવતી હોય છે, પરંતુ મેટ્રો રેલવે અહીં ઉલ્ટી ગંગા વહાવી છે. ગાંધીનગરના ક્રિકેટ ચાહકો જ્યારે સાંજે મેચ જોવા સ્ટેડિયમ જવા નીકળ્યા ત્યારે ગાંધીનગરથી મોટેરા સ્ટેડિયમ સુધીની ટિકિટ માત્ર રૃપિયા ૨૦ હતી. જોકે, આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, મેચ પૂર્ણ થયા બાદ રાત્રે ૧૦ થી ૧૨થ૩૦ ના ગાળામાં જ્યારે મુસાફરો પરત ફર્યા, ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર-૧ સુધીનું ભાડું સીધું  રૃપિયા ૫૦ વસૂલવામાં આવ્યું હતું.આમ, જે અંતર કાપવા માટે સાંજે માત્ર ૨૦ રૃપિયા ખર્ચવા પડયા હતા, તેના માટે રાત્રે અઢી ગણું ભાડું વસૂલીને મેટ્રો પ્રશાસને જાણે મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હોય તેમ જણાય છે. ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે કે મેટ્રોએ સુવિધા આપવાના બહાને નફાખોરીનું મોટું પ્લેટફોર્મ ઉભું કરી દીધું હતું.

સ્ટેડિયમની અંદર તો લૂંટ ફાટી પડી હોય તેવા દ્રશ્યો હતા, જ્યાં રૃપિયા ૨૦ની પાણીની બોટલ રૃપિયા ૧૫૦માં અને બે નાના સમોસા રૃપિયા ૨૦૦માં વેચાતા હતા. ખાણીપીણીની ચીજોમાં થતી આ નફાખોરી તો સમજી શકાય, પરંતુ જ્યારે મેટ્રો રેલ જેવું સરકારી સાહસ પણ આવી જ રીતે તકનો લાભ લઈને મુસાફરો પાસેથી વધુ નાણાં ખંખેરે, ત્યારે નાગરિકો ક્યાં જાય? ગાંધીનગરના મુસાફરોનો અનુભવ છે કે તંત્ર દ્વારા ‘સ્પેશિયલ ટ્રેન’ના નામે વસૂલાયેલું આ વધારાનું ભાડું રીતસરની આથક લૂંટ છે. શું તંત્ર પાસે રાત્રિના સમયે સેવા આપવા માટે કોઈ ઠોસ નીતિ નથી? કે પછી માત્ર મેચના બહાને તિજોરી ભરવાનો જ લક્ષ્યાંક હતો? આવા સવાલો સાથે ક્રિકેટ ચાહકોમાં મેટ્રો પ્રશાસન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Bollywood : હીર રાંઝા માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

0

ઈમ્તિયાઝ અલી તથા એક્તા કપૂરની ફિલ્મ ‘હીર રાંઝા’માં હિરોઈન તરીકે ‘ધુરંધર’થી જાણીતી બનેલી સારા અર્જુનની એન્ટ્રી થી હોવાની ચર્ચા હતી પરંતુ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ  છાબરાએ આ ચર્ચાને ફગાવી છે. 

મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી સારા અર્જુનને આ ફિલ્મ માટે સાઈન કરાઈ નથી. તેણે એમ પણ જણાવ્યું છે કે આ ફિલ્મની હિરોઈન જ્યારે પણ ફાઈનલ થશે ત્યારે પોતે તે વિશે અપડેટ આપશે. 

અગાઉ આ ફિલ્મમાં હિરો તરીકે રોહિત સરાફને સાઈન કરાયો હોવાની પણ ચર્ચા હતી. જોકે, બાદમાં એ પણ સ્પષ્ટ થયું હતું કે રોહિત સરાફને હજુ ફાઈનલ કરાયો નથી. 

ઈમ્તિયાઝ અલીનાં બેનર હેઠળ અગાઉ ‘લૈલા મજનુ’ ફિલ્મ બનાવાઈ હતી. તે પછી તેની કડી રુપે જ હીર રાંઝાની જૂની વાર્તાને નવાં  સ્વરુપે ઢાળીને આ ફિલ્મ બનાવાઈ રહી હોવાનું કહેવાય છે. 

Gujarat : ભાવનગર જિલ્લા પંચાયતનું રૂ. 588.00 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર

0

 ર વર્ષેની જેમ આજે સોમવારે ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ-ર૦ર૬-ર૭નુ રૂ. ૧૧૯ર.પ૭ કરોડનુ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું. જિલ્લા પંચાયતનુ રૂ. પ૮૮.૦ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતું. ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપની સધાા છે તેથી શાસક ભાજપે અં ાજપત્રને વિકાસ લક્ષી ગણાવ્યુ હતુ, જયારે કોંગ્રેસે બજેટ આંકડાની માયાજાળવાળુ ગણાવી વખોડયુ હતું. 

ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના હોલ ખાતે આજે સોમવારે સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી, જેમાં વર્ષ-ર૦ર૬-ર૭નુ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું. સરકારી પ્રવૃતિ અને સ્વભંડોળની આવક મળીને કુલ સુચિત અંદાજિત આવક રૂ. ૧ર૧૩.૭ર કરોડ તથા ખુલતી સિલક રૂ. પ૬૬.૮૪ કરોડ મળી કુલ રૂ. ૧૭૮૦.પ૭ કરોડની સામે રૂ. ૧૧૯ર.પ૭ કરોડના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે રૂ. પ૮૮.૦૦ કરોડની પુરાંત રહેશે. આ બજેટમાં કોઈ પણ જાતના નવા કરવેરા નાખવામાં આવ્યા નથી.સને ર૦ર૬-ર૭ના સ્વભંડોળ વિભાગમાં મુખ્યત્વે ચુંટાયેલા સદસ્યઓને તેમના વિસ્તારના વિકાસના કામો માટેની જોગવાઈમાં રૂ. ર૦૦.૦૦ લાખ તેમજ સ્ટેમ્પ ડયુટી ગ્રાંટમાંથી જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માટે રૂ. ૨૦૦.૦૦ લાખ અને જંગલ કટીંગ માટે રૂ. ૪૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. બજેટમાં બાંધકામ ક્ષેત્રે રૂ. ર૭૦.૦૦ લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ તથા અનઅધિકૃત નગરપાલિકાની શાળામાં મુડીગત ખર્ચાઓ સહિત કુલ રૂ. ૧૪૦.૦૦ લાખ, સમાજકલ્યાણ ક્ષેત્રે એસી, એસટી, ઓબીસી સમાજના વિકાસની યોજનાઓ માટે રૂ. ૧૩૧.૦૦ લાખ, અટલવાડી માટે રૂા. ૩૦.૦૦ લાખ જોગવાઈ કરવામાં આવી છે તેમ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણીએ જણાવ્યુ હતું. આ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બજેટમાં ખામીઓ દેખાડી શાસક ભાજપના સભ્યોને સવાલ પુછયા હતાં. કેટલાક પ્રશ્ને સામસામી આક્ષેપો થયા હતાં. 

જિ. પં.ના પ્રમુખનું નિવેદન ઉપપ્રમુખે વાંચતા આશ્ચર્ય 

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ નિવેદન વાંચતા હોય છે, જેમાં અંદાજપત્રની માહિતી હોય છે. આજની સભામાં મહિલા પ્રમુખ રૈયાબેન મિયાણીની જગ્યાએ ઉપપ્રમુખે નિવેદન વાંચતા સભ્યોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. મહિલા પ્રમુખ ઓછુ ભણેલા હોવાથી ઉપપ્રમુખને નિવેદન વાંચવુ પડયુ હોવાનુ સભામાં ચર્ચાય રહ્યુ હતું. 

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિ ઉજવણી કરવા ખર્ચ કરાતો નથી 

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે ખર્ચની જોગવાઈ કરવામાં આવે છે પરંતુ ખર્ચ કરાતો ન હોવાથી વિપક્ષના નેતાએ સવાલો ઉઠાવ્યા હતા અને આ શરમજનક બાબત કહેવાય તેમ જણાવ્યુ હતું. 

કચેરીઓમાં ત્રણ-ત્રણ માસ સુધી ફાઈલ પડી રહેતા હોવાના આક્ષેપો 

ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોઓમાં ત્રણ-ત્રણ માસ સુધી ફાઈલો પડી રહે છે, લોકોના કામ થતા નથી ત્યારે ફાઈલ ટ્રેકીંગ સીસ્ટમ ગોઠવવી જોઈએ તેમ કોંગ્રેસના સભ્યોએ જણાવ્યુ હતું. ફાઈલો પડી રહેતી હોવાની વાતને ભાજપના સભ્યોએ પણ ટેકો આપ્યો હતો. 

જિલ્લા વિકાસ અધિકારીનો બંગલો તોડી નવો બનાવાશે 

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીનો બંગલો તોડી નાખી નવો બનાવવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતનાં પ્રમુખનો બંગલો પણ નવો બનાવવા માટે અગાઉ ઠરાવ થઈ ગયો છે ત્યારે તાલુકાઓમાં રેસ્ટ હાઉસ જર્જરીત હાલતમાં છે તે નવા બનાવવા કોંગ્રેસના સભ્યએ માંગણી કરી હતી. 

Ahmedabad : ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ

નરોડાની હોટલો તથા સ્પામાં યુવાધનને બરબાદ કરવા માટે દેહ વિક્રેયનો ધંધો કેટલાક સમયથી ધમધમી રહ્યો છે.નરોડા પોલીસે ચિલોડા ખાતે આવેલા એટલાન્ટા બીઝનેશ ખાતે એન્જલ લકઝરી સ્પામાં દરોડો પાડયો હતો અને નંબર નોંધીને રૃપિયા આપીને બોગસ ગ્રાહક મોકલીને સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાસ કર્યો હતો. પોલીસે દરોડો પાડતાં સ્પાનો સંચાલક પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. પોલીસ તપાસમાં ગ્રાહક પાસેથી આ ગોરખધંધો કરવા રૃા. ૨૫૦૦ લઇને મહિલાને રૃા.૫૦૦ આપતા હતા. નરોડા પોલીસે સંચાલક સામે ગુનો નોંધી સ્પાના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પર પ્રાંતિય મહિલાઓને રૃા. ૮૦૦૦માં નોકરી રાખી તેમની પાસે દેહ વિક્રેય કરાવતો ઃ પોલીસને જોઇ સંચાલક ભાગી ગયો ઃ નરોડા પોલીસે ગુનો નોંધ્યો

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ વી.આર.ચૌધરીએ નરોડા પોલીસ સ્ટેશનમાં નાના ચિલોડા ખાતે આવેલા  એટલાન્ટા બીઝનેશ ખાતે એન્જલ લકઝરી સ્પાના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસને બાતમી મળી હતી કે તેઓ સ્પાની આડમાં મહિલાને નોકરીએ રાખીને દેહ વ્યાપાર કરાવી રહ્યા છે જેને લઇને પોલીસે ગઇકાલે સાંજે છટકું ગોઠવીને બોગસ ગ્રાહકને રૃપિયા લઇને સ્પામાં મોકલ્યો હતો.

ત્યાં ગયા બાદ બોગસ ગ્રાહકે મહિલા સાથે શરીર સુખ માણવા માટે રૃા. ૨૫૦૦ આપ્યા બાદ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે દરોડા પાડતાં પોલીસને થાપ આપીને સંચાલક ભાગી ગયો હતો જ્યારે બે મહિલા મળી આવી હતી પૂછપરછમાં તેઓએ સ્પા મસાજ કરવાના બહાને મહિને રૃા.૮૦૦૦ માં નોકરી રાખી હતી અને બહારથી ગ્રાહકો બોલાવીને તેમને ૫૦૦ રૃપિયા આપીને તેમની પાસે દેહ વિક્રેયનો ધંધો કરાવવતા હતા.

Bollywood : આલિયા અને શર્વરીની ફિલ્મની રીલિઝ બીજીવાર પાછળ ઠેલાઈ

0

આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની રીલિઝ વધુ એક વખત પાછળ ઠેલાઈ છે. હવે આ ફિલ્મ આગામી જુલાઈમાં ૧૦મી તારીખે રજૂ કરવામાં આવશે. 

મૂૂળ આ ફિલ્મ આગામી એપ્રિલમાં રીલિઝ થવાની હતી. જોકે, તે વખતે સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ તથા આ ફિલ્મ ટિકિટબારી પર ટકરાય તેવી સંભાવના હતી. હવે ફિલ્મ વધુ એકવાર પાછળ ઠેલાતાં આ શક્યતા ટળી છે. 

‘આલ્ફા’ લાંબા સમયથી તૈયાર હોવાનું કહેવાય છે. મૂળ તેને ગત નાતાલ વખતે રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું. બાદમાં તેની રીલિઝ પાછળ ઠેલાઈને એપ્રિલ ૨૦૨૬ નક્કી કરાઈ હતી. અલ્ફા ૧૦-૦૭-૨૦૨૬ના રોજ રિલીઝ કરવામાં આવશે. રણવીર સિંહની સ્પાય ફિલ્મ ‘ધુરંધર’ સુપરહિટ થઈ પછી તેના વાસ્તવદર્શી  ચિત્રણ સામે યશરાજ ફિલ્મસનું સ્પાય યુનિવર્સ વધારે પડતું ગ્લેમરસ અને આડંબર ધરાવતું હોવાની ટીકાઓ સોશિયલ મીડિયા પર થતી રહી છે. 

આ સંજોગોમાં આદિત્ય ચોપરાનો પોતાનાં સ્પાય યુનિવર્સને આગળ વધારવાનો આત્મવિશ્વાસ ડગી ગયો હોવાનું કહેવાય છે. ‘ધુરંધર’ની સફળતા બાદ તેણે આ ફિલ્મમાં કેટલાય ફેરફારો પણ કરાવ્યા હોવાનું કહેવાય છે. 

Vadodara : ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલી વખત સ્પેસ ટેકનોલોજી વિષય ભણાવવાનું શરુ કરાયું

0

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે પહેલી વખત વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજીનો વિષય ભણાવવાનું શરુ કરાયું છે.એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પહેલા સેમેસ્ટરમાં ઈલેક્ટિવ વિષય તરીકે  વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજીનો વિષય ઓફર કરવામાં આવ્યો છે.

આ વિષય માટે કોર્સ ડિઝાઈન કરનાર એપ્લાઈડ ફિઝિક્સ વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.યશેષ ગાંધી કહે છે કે, કોર્સ માટે અમને અમદાવાદ ઈસરોએ અને ખાસ કરીને તેના ડાયરેકટર ડો.નિલેશ દેસાઈએ મદદ કરી છે.સમયની માગ છે કે, અમે વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજી અંગે પણ ભણાવીએ.કારણકે તે પણ એન્જિનિયરિંગનો જ એક ભાગ છે.એક સેમેસ્ટરના કોર્સમાં ભારતના સ્પેસ પ્રોગ્રામનો ઈતિહાસ, રોકેટ પ્રપલ્સન અને ઓર્બિટલ ડાયનેમિકસ, દુનિયામાં વ્યાપક બની રહેલા સ્પેસ બિઝનેસ, ફ્લાઈટ ઓપરેશન  એન્ડ કોમ્યુનિકેશન, સ્પેસ ટેકનોલોજીમાં વપરાતી સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક જેવા વિવિધ પાસાઓનો સમાવેશ કરાયો છે.ડો.ગાંધીના કહેવા પ્રમાણે આ વિષય લેનારા વિદ્યાર્થીઓને અમદાવાદ, ઈસરોની મુલાકાતનો મોકો પણ મળે છે.બીઈ એન્જિનિયરિંગની સાથે સાથે એપ્લાઈડ ફિઝિક્સના એમએસસી કોર્સમાં પણ સ્પેસ ટેકનોલોજી વિષયને વધારે ઉંડાણપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.આ કોર્સમાં હવામાનની આગાહી માટે, કૃષિ માટે તથા ધરતીના પેટાળમાં રહેલા ખનીજોને શોદવા માટે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે લેસર ગાઈડન્સ ટેકનોલોજીનું શિક્ષણ અપાય છે.