Home Blog Page 324

Gujarat : વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો

0

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રૃ.એક કરોડની છેતરપિંડીના કિસ્સામાં દસ વર્ષથી ફરાર ભેજાબાજને વડોદરા પોલીસે કચ્છમાંથી ઝડપી પાડયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,માંજલપુર વિસ્તારના અમર સ્ટીલ સપ્લાયર તેમજ અન્ય લોકો પાસે વર્ષ-૨૦૧૬માં સ્ટીલની ખરીદી કરનાર ભેજાબાજે રૃ.૧.૦૩ કરોડનું પેમેન્ટ નહી ચૂકવતાં તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરાતાં આરોપી આનંદરાજ ડેવિન્ડેન્દુ એન્થોની(લક્ષ્મી લે આઉટ હોસુર,શાંતિનગર, ક્રિષ્ણિગિરી,તામિલનાડુ)નો કોઇ પત્તો લાગતો નહતો.જેથી પોલીસની ટીમો વોચ રાખીને પરત ફરતી હતી.

છેલ્લા કેટલાક દિવસથી આરોપી કચ્છના સામખિયાળી ગામે રોકાયો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે ત્યાં પડાવ નાંખ્યો હતો.આખરે આરોપીનું લોકેશન મળ્યા બાદ તેની ઓળખ થતાં પોલીસે તેને દબોચી લીધો હતો.

Gandhinagar : હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ વચ્ચે બની રહેલા મહત્વકાંક્ષી ગ્રીન કોરિડોર હાઈવેનો વિવાદ દિન-પ્રતિદિન વધુ ઘેરો બની રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા માટે અસરગ્રસ્ત ખેડૂત મંડળ બનાવીને ઉગ્ર લડત આપી રહ્યા છે. આ લડતના ભાગરૃપે આજે કલોલ મુકામે યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ગેરહાજર રહેતા વહીવટી તંત્રને નમતું જોખવું પડયું છે અને સુનાવણી રદ કરવાની ફરજ પડી છે.

કલોલ પ્રાંત અધિકારી સમક્ષ આજે માણસા અને કલોલ તાલુકાના ૮ ગામોના ખેડૂતોની રજૂઆતો સાંભળવા માટે સુનાવણી રાખવામાં આવી હતી. શોભાસણ ગામ સહિતના અસરગ્રસ્ત ખેડૂતો પોતાના પાયાના સવાલો અને વાંધાઓ સાથે હાજર થયા હતા. જોકે, ટેકનિકલ અને પ્રોજેક્ટ સંબંધિત સવાલોના જવાબ આપવા માટે જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર ન રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરવા માંગે છે, પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગંભીર નથી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ કલોલ પ્રાંત અધિકારીએ તમામ ૮ ગામોની સુનાવણી કેન્સલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હવે પછીની તારીખ પ્રોજેક્ટ ડાયરેક્ટરની હાજરીની ખાતરી બાદ જ જાહેર કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં અગાઉ બે વખત બહાર પાડવામાં આવેલા જાહેરનામા તેની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પ્રક્રિયા પૂરી ન થતા લેપ્સ થઈ ગયા છે. હવે ત્રીજી વખત નવું જાહેરનામું બહાર પાડી ખેડૂતો પાસેથી વાંધા મંગાવવામાં આવ્યા છે. અગાઉ આ પ્રોજેક્ટના વિરોધમાં હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિઓને બંધક બનાવવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, જે ખેડૂતોનો આક્રોશ દર્શાવે છે.

Rashi : 10 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0

મેષ

આજનો દિવસ ફાયદાકારક રહેશે. સામાજિક વિસ્તાર વધશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે રસ રહેશે. આજે તમારી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે. તમે વ્યસ્ત રહેશો. તમને કોઈ મામલે મોટો નિર્ણય લેવો પડી શકે છે.


વૃષભ

આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો. જીવનસાથીને કોઈ કામમાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમે ઘણું શીખશો. માતા-પિતાની સાથે શોપિંગ કરવા જશો.


મિથુન

આજે ઓફિસમાં કામનો દબાણ થોડો વધી શકે છે. તમે કેટલાક એવા મામલાઓમાં પડી શકો છો જેના ઉકેલમાં તમને થોડી મુશ્કેલી થઈ શકે. પારિવારિક કામોમાં ઘરના સભ્યોનો સહકાર મળશે. ખર્ચા અંગે તમે ચિંતિત રહી શકો છો. સાથે જ આજુબાજુની દરેક બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.


કર્ક

આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરમાં બદલાવ લાવી શકે છે. આ રાશિના આર્ટ્સના વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવાની જરૂર છે. આજે તમારું કોઈ કામ પૂરૂં થવાના આરે આવી અટકી શકે, પરંતુ સાંજ સુધીમાં તે કામ પણ પૂર્ણ થઈ જશે.


સિંહ

આજે કલાત્મક કાર્યોમાં તમારી રસ વધશે. ધીરજથી નિર્ણય લેશો તો સફળતાના નવા માર્ગો ખુલશે. જીવનસાથીની મદદથી તમને કોઈ કામમાં ફાયદો થશે. તમને તમારા ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે, જેથી તમારી ઘણી ઉલઝનો દૂર થશે.


કન્યા

આજે પરિવારજનોનો સહકાર મળશે. તમારા કામ માટે અન્ય લોકોને સહમત કરાવવામાં તમે સફળ થશો. આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમને ફાયદો કરાવશે. આ રાશિના વેપારીઓને કોઈ વ્યક્તિ સાથે જરૂરી મુલાકાત કરવી પડી શકે છે.


તુલા

આજે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. તમારી તમામ પરેશાનીઓ દૂર થશે. કોઈ કામ માટે થોડું દોડધામ કરવું પડે. નવા કાર્યોમાં રસ વધશે. તમે કોઈ નવો કોર્સ જોડાવા વિશે વિચાર કરી શકો છો.


વૃશ્ચિક

આજે પ્રગતિનાં અનેક નવા રસ્તા દેખાશે. તમે પારિવારિક સંબંધોમાં સમન્વય સ્થાપવામાં સફળ થશો. સાંજે બાળકો સાથે સમય વિતાવશો. ઘણા દિવસોથી અટકેલા કામમાં સફળતા મળી શકે છે.


ધનુ

આજે વ્યાપારીઓને ધનલાભ થશે. તમે બાળકો સાથે ખુશીના પળો વિતાવશો. આ રાશિના સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે — તેમને કોઈ મોટી કંપનીથી જૉબ માટે કોલ અથવા ઈમેલ આવી શકે છે. તમારા સકારાત્મક વિચારોને કારણે બોસ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે.


મકર

આજે અગાઉ કરેલા કામમાં મહેનતનું સારું પરિણામ મળશે. ઓફિસનું આનંદદાયક વાતાવરણ તમને ઉત્સાહથી ભરશે. તમે જાતને એનર્જેટિક અનુભવશો. જીવનસાથી સાથે લાંબી વાતચીત થશે, જે સંબંધોને મજબૂત બનાવશે. નવા મિત્રો બનવાની શક્યતા છે. સામાજિક વિસ્તાર વધશે.


કુંભ

આજે તમારી કિસ્મતના તારા ઉજળા રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના છે તો તે આજે પૂર્ણ થશે. જીવનસાથી સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો, જે સંબંધોને મીઠા બનાવશે. આ રાશિના વકીલો માટે દિવસ ઉત્તમ — કોઈ મહત્વનું કેસ તમારા પક્ષમાં રહેશે.


મીન

આજે કોઈ જૂની વાતને લઈને થોડી ચિંતા થઈ શકે, પણ સાંજ સુધીમાં બધું સારું થઈ જશે. ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી શકે, જેથી ઘરનું વાતાવરણ આનંદમય બનશે. તમે કોઈ વસ્તુ ક્યાંક રાખીને ભૂલી શકો છો, તેથી જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખો.

Entertainment : આનંદ પંડિત અને વૈશલ શાહ ની નવી ગુજરાતી ફિલ્મનું શુટીંગ શરૂ

0

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત સંપન્ન. રોનક અને મિત્ર સ્ટારર આ ફિલ્મ માણસ અને શ્વાન વચ્ચેના અતૂટ સંબંધની વાર્તા છે.આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા રજૂ થતી નવી ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત કાર્યક્રમ ૭ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે મનોરંજન જગતના બહુમુખી ગ્લેમરસ કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ફિલ્મમાં ખ્યાતનામ કલાકાર રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુન્શી, ચેતન દૈયા જોવા મળશે. ફિલ્મનું રિલીઝિંગ રક્ષાબંધનના શુભ અવસર પર નિર્ધારિત છે.

શ્વાન માત્ર પાળતુ પ્રાણી નથી, પરંતુ રક્ષક, સાથી અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે. ફિલ્મ આ જ બોન્ડને મજેદાર, ભાવનાત્મક અને ક્વર્કી પરીકથા સ્વરૂપે રજૂ કરે છે.નવી ફિલ્મના મુહૂર્ત પ્રસંગે આનંદભાઈ એ જણાવ્યું કે “આ મુહૂર્ત સાથે અમારો પ્રયાસ એક એવી પારિવારિક ફિલ્મ બનાવવાનો છે જે પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને પરિવારમાં તેમના મહત્વને સુંદર રીતે રજૂ કરે. એક નિર્માતા તરીકે મને આનંદ છે કે આપણી પ્રાદેશિક સંસ્કૃતિ હવે વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઊભી કરી રહી છે.”

ફિલ્મના નિર્માતા વૈશલભાઈ વધુમાં જણાવ્યું કે “જન્નોક ફિલ્મ્સ હંમેશા એવી વાર્તાઓ કહેવામાં માને છે જે સીધી યુવા પેઢી તથા પરિવારના સભ્યોના દિલ સાથે જોડાય. આ ફિલ્મમાં અમે એક સાવ અલગ અને અત્યાર સુધી વણખેડાયેલા વિષયને ગુજરાતી પડદા પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણા જીવનમાં જે મૂંગા જીવો સાચો અને નિસ્વાર્થ પ્રેમ લાવે છે, તેની ઉજવણી છે. એક પ્રોડ્યુસર તરીકે મને ગર્વ છે કે અમે નિર્દેશક પાર્થ ત્રિવેદી અને રોનક-મિત્ર જેવા ટેલેન્ટેડ કલાકારો સાથે મળીને કંઈક એવું સર્જન કરી રહ્યા છીએ જે રક્ષાબંધનના તહેવાર પર પરિવારોને સિનેમા સુધી ખેંચી લાવશે.

National : Indigoની દિલ્હીથી લંડન જતી ફ્લાઈટે અચાનક હવામાં જ લીધો ‘યુ-ટર્ન’, જાણો કારણ

0

મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોપરી છે અને તેથી ફ્લાઈટ પાછી ખેંચી લેવામાં આવી હતી. કંપની હવે અધિકારીઓ સાથે કામ કરી રહી છે, જેથી મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે બીજી ફ્લાઇટ અથવા વૈકલ્પિક રૂટ દ્વારા સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરી શકાય.

ઈન્ડિગોની ફ્લાઈટ ફરી એક વખત ચર્ચામાં આવી છે. દિલ્હીથી માન્ચેસ્ટર, યુકે જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 033ને હવામાં જ અચાનક યુ-ટર્ન લેવાની ફરજ પડી. લગભગ 7 કલાક સુધી ઉડાન ભર્યા પછી વિમાન દિલ્હી પરત ફરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે પરિસ્થિતિ નોંધપાત્ર રીતે બગડી ગઈ છે, જેના કારણે કેટલાક દેશોએ અચાનક તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે.

મળતી માહતી મુજબ ઈન્ડિગોની આ ફ્લાઈટ ઈથોપિયા-એરિટ્રિયા સરહદ નજીક પાછી વળી ગઈ હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુરક્ષા કારણોસર અને હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધોને કારણે ફ્લાઈટ આગળ વધે તેવી શક્યતા નહોતી.

ઈન્ડિગોએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોપરી છે અને તેથી ફ્લાઈટ પાછી ખેંચી લેવામાં આવી હતી. કંપની હવે અધિકારીઓ સાથે કામ કરી રહી છે, જેથી મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે બીજી ફ્લાઇટ અથવા વૈકલ્પિક રૂટ દ્વારા સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરી શકાય. ઈરાને ઓમાન, યુએઈ, કતાર અને બહેરીનમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો હોવાથી ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે.

સાઉદી અરેબિયાએ હિંસા માટે ઈરાનને દોષી ઠેરવ્યું છે. આ દરમિયાન ઈરાનનો દાવો છે કે તે ફક્ત યુએસ હુમલાઓનો જવાબ આપી રહ્યું છે. ઈરાન યુદ્ધને કારણે આ પ્રદેશ પરનો હવાઈ વિસ્તાર લગભગ બંધ છે. જો કે, ગયા અઠવાડિયાથી ફ્લાઈટ્સને અન્ય માર્ગો દ્વારા ડાયવર્ટ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે યુએઈ (જેમ કે દુબઈ અથવા અબુ ધાબી) થી કેટલીક ફ્લાઇટ્સ હજુ પણ કાર્યરત છે.

Business : એપલના ફોલ્ડેબલ iPhoneની ડિઝાઇન થઈ લીક, જુઓ આવો દેખાઈ શકે છે Fold…

0

એપલ ઓફિશિયલી ફોલ્ડેબલ iPhone લોન્ચ કરે એ પહેલાં જ તેની ડિઝાઇન લીક થઈ ગઈ છે. આ લીક 3D CAD રેન્ડરિંગ ફાઇલોના રૂપમાં સામે આવી છે. ટેક્નોલોજી જર્નાલિસ્ટ Sonny Dicksonએ X પર એક પોસ્ટ શેર કરી છે. આ ફોટોમાં એક અનોખી ડિઝાઇન જોવા મળી રહી છે જેમાં iPhone Air જેવી કેમેરા પ્લેટો પર બે કેમેરા છે, પરંતુ તેની ડિઝાઇન સિંગલ કેમેરા સેટઅપથી અલગ છે.

લીક થયેલી ડિઝાઇન ફાઇલમાં એવું પણ દેખાય છે કે iPhone Fold ખોલ્યા પછી કેવો દેખાશે. તેના ઉપરની ડાબી બાજુ ઉપરની સાઇડ પર ફ્રન્ટ કેમેરા માટે એક ડોટ જોવા મળે છે. બીજી એક તસવીરમાં ફોનના બહારના ભાગનો ખુલ્લો અને બંધ બંને વ્યૂ જોવા મળે છે, જેમાં બહારનો ડિસ્પ્લે પંચ-હોલ કટઆઉટ સાથે દેખાય છે. ફોનના બે ખૂણા ગોળ છે જ્યારે બાકીના બે ખૂણા ચોરસ છે, જ્યાં તેની હિંજ મૂકવામાં આવી છે.

iPhone Foldની લીક થયેલી ડિઝાઇન ફાઇલો એપલના હજી સુધી જાહેર ન થયેલા iPhone Fold વિશેની છે. આ ડિવાઇસની તાજેતરની અફવાઓ દર વર્ષના ટ્રેન્ડ સાથે મેળ ખાય છે. દર વર્ષે આજ સમયે નવા iPhoneની ડિઝાઇન ઓનલાઈન લીક થતી હોય છે અને આ વર્ષે પણ એ જ સમયે આ લીક સામે આવી છે.

Gandhinagar : AI અને સાયબર સિક્યુરિટી લો ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ, GIL, DST અને GNLU વચ્ચે ઐતિહાસિક MoU

ગુજરાતમાં AI, બ્લોકચેન અને સાયબર સિક્યુરિટી લો એન્ડ પોલિસીમાં PG ડિપ્લોમા કોર્સ શરૂ થશે. મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં GIL, DST અને GNLU વચ્ચે MoU કરવામાં આવ્યા છે.

ડિજિટલ ગવર્નન્સ અને ઉભરતી ટેકનોલોજીના નિયામક માળખાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને સાયબર સિક્યુરિટી જેવા જટિલ વિષયોમાં ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ’ શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે આજે ગાંધીનગર ખાતે MoU કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે આયોજિત ‘ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ’ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યની 20થી વધુ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની હાજરીએ સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગની પ્રતીતિ કરાવી હતી.

આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જેઓ માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ તેના કાયદાકીય પાસાઓમાં પણ નિષ્ણાત હોય. આ કોર્સમાં AI ગવર્નન્સ અને બ્લોકચેન રેગ્યુલેશન, સાયબર સુરક્ષા કાયદા અને ડેટા પ્રાઇવસી અને ડિજિટલ ગવર્નન્સ માટે પોલિસી ફ્રેમવર્ક જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પહેલ દ્વારા ગુજરાતની વિસ્તરી રહેલી ડિજિટલ ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા માટે એક ‘સ્કિલ્ડ વર્કફોર્સ’ તૈયાર થશે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર અને વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ પગલાને રાજ્યના ડિજિટલ ભવિષ્ય માટે નિર્ણાયક ગણાવ્યું હતું.

Sports : કોણ છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતી હુંડીયા? T20 વર્લ્ડકપ જીત્યા બાદ સાથે કરી ઉજવણી

0

ભારતીય ક્રિકેટના વર્તુળોમાં બે નામો હાલમાં ચર્ચામાં છે. શાનદાર ક્રિકેટ અને ગ્લેમરના સંગમના કારણે આ નામ હાલમાં ચર્ચામાં છે. આ નામો બીજા કોઈ નહીં પણ ઈશાન કિશન અને તેની સુંદર ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયાના છે. જયપુરની ફેમશ મોડેલ અદિતિ હુંડિયા અને સ્ટાર ક્રિકેટર ઈશાન કિશન વચ્ચેના સંબંધોની તાજેતરમાં સત્તાવાર પુષ્ટિએ સોશિયલ મીડિયાથી લઈને ખેલ જગત સુધી સનસનાટી મચાવી દીધી છે. વર્ષોની ચાલી રહેલી અટકળો પર ત્યારે અંત આવ્યો જ્યારે વર્ષ 2026ના ICC મેન્સ T20 વર્લ્ડ કપના ઉત્સાહ વચ્ચે ઈશાન કિશનના પરિવારે ખાસ કરીને તેના દાદાએ જાહેરમાં અદિતિને ઈશાનની પાર્ટનર તરીકે સ્વીકારી. આ ખુલાસાએ ન માત્ર ચાહકોની જિજ્ઞાસાને સંતોષી પરંતુ અદિતી હુંડિયાને ફરી એક વાર નેશનલ લાઈમલાઈટના કેન્દ્રમાં લાવી દીધી. હવે, લોકો જાણવા માટે ઉત્સાહિત છે કે અદિતી કોણ છે, તે શું કરે છે અને તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. તો ચાલો અમે તમને અદિતી વિશે જણાવીએ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs NZ T20 વર્લ્ડ કપ 2026ની રોમાંચક ફાઈનલ દરમિયાન સ્ટાર ક્રિકેટર ઈશાન કિશનને ચિયર કરવા માટે તેનવી ગર્લફ્રેન્ડ અને ફેમસ મોડેલ અદિતી હુંડિયા સ્ટેન્ડમાં હાજર રહી હતી. રેડ ટેન્ક ટોપ અને કેઝ્યુઅલ ડેનિમ્સમાં અદિતીએ પોતાના ઉત્સાહથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. ઈશાન અને અદિતીના સંબંધની શરૂઆત કથિત રીતે IPL 2019 દરમિયાન થઈ હતી, ત્યારબાદથી તે ઘણીવાર મેદાન પર ઈશાનને સપોર્ટ કરતી દેખાઈ. રવિવારે મેન ઈન બ્લુએ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યા બાદ ઈશાન કિશન ત્રિરંગામાં લપેટાયેલો જોવા મળ્યો અને તેની ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા સ્ટેન્ડમાંથી આવી અને ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીમાં તેની સાથે જોડાઈ.

અદિતી હુંડિયાની ઓળખ માત્ર એક “સ્ટાર ગર્લફ્રેન્ડ” સુધી જ મર્યાદિત નથી, તે રાજસ્થાનની રાજધાની જયપુર સાથે સબંધ ધરાવનારી એક ખૂબ જ સફળ મોડલ અને ઉભરતી એન્ટરપ્રેન્યોર છે. તેના કરિયરની શરૂઆત 2017માં થઈ હતી જ્યારે તેણે ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઈનલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું હતું. તેની સુંદરતા અને આત્મવિશ્વાસે તેને ટૂંક સમયમાં મોટી ઓળખ અપાવી અને 2018માં તેણે મિસ દિવા સુપરનેશનલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે અદિતિ ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક પ્રખ્યાત નામ છે, જે સુંદરતા અને ગ્લેમરના ચાર ચાંદ લગાવવામાં પાછળ નથી રહેતી.

જયપુરની ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અદિતી હુંડિયાએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો. કોલેજના દિવસોથી ફેશન અને રેમ્પ વૉક પ્રત્યેના તેના જુસ્સાએ તેને દેશના સૌથી મોટા બ્યૂટી પેજન્ટના મંચ સુધી પહોંચાડી જ્યાંથી તેણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. અદિતિના વ્યક્તિત્વને ઘડવામાં તેમના પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

જયપુરના એક પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારમાં જન્મેલી અદિતીના પિતા લલિત હુંડિયા એક બિઝનેસમેન છે, જ્યારે તેની માતા બબીતા ​​હુંડિયાએ તેના મોડેલિંગ કરિયરના દરેક પડાવ પર એક મજબૂત સ્તંભની જેમ તેને સાથ આપ્યો છે. પોતાના ભાઈ યશ હુંડિયા સાથે પણ તેના ગાઢ સંબંધ છે. એક શ્રીમંત પરિવારમાંથી આવવા છતાં અદિતીએ હંમેશા પોતાની પર્સનલ લાઈફને લો પ્રોફાઈલ જાળવી રાખી છે અને પોતાના વ્યાવસાયિક કામને જ પોતાની પ્રાથમિક ઓળખ બનાવી છે.

ઈશાન કિશન અને અદિતીની લવ સ્ટોરીની શરૂઆત અને તેની ચર્ચાની સફર પણ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. IPL મેચ દરમિયાન કેમેરા ઘણીવાર અદિતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, જે સ્ટેન્ડમાં બેઠી હતી અને ઈશાનના દરેક શોટ પર ઉત્સાહિત નજર આવતી હતી. ખાસ કરીને 2019ની IPL સીઝન દરમિયાન તે રાતો-રાત મિસ્ટ્રી ફેનગર્લ તરીકે વાઈરલ થઈ ગઈ હતી. જોકે, લાંબા સમય સુધી બંનેએ તેના પર મૌન સાધ્યુ હતું, પરંતુ ઈશાનના દાદાના તાજેતરના નિવેદને એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનો સંબંધ હવે મિત્રતાથી આગળ વધી ગયો છે. એવું કહેવાય છે કે બંનેની લવ સ્ટોરીની શરૂઆત પણ વર્ષ 2019માં જ થઈ હતી.

વર્તમાનમાં અદિતિનો કરિયર ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. તે માત્ર મુખ્ય ફેશન બ્રાન્ડ્સનો ચહેરો જ નથી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ સાથે એક પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે. તેણે “લેબલ અદિતી હુંડિયા”ના નામથી પોતાની ફેશન બ્રાન્ડ પણ સ્થાપિત કરી છે. T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક તરફ ઈશાન કિશન મેદાન પર રનોનો પહાડ બનાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ તેના પરિવારની જાહેરાતથી લગ્ન અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, ઈશાનનું સંપૂર્ણ ધ્યાન પોતાની રમત પર અને પોતાના દેશ જીત અપાવવા પર છે, ત્યારે તેમાં કોઈ શંકા નથી કે અદિતી હુંડિયા અને ઈશાન કિશન નજીકના ભવિષ્યમાં ભારતીય રમતગમત અને ફેશન જગતમાં સૌથી મનપસંદ જોડીમાંથી એક બની રહેશે.

Gandhinagar : અમદાવાદ જિલ્લાના 3283 MSME એકમોને 6283 લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, MSME એકમો રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, MSME એકમો રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછા મૂડીરોકાણથી વધુ રોજગારી ઊભી કરતા આ એકમોને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨’ હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ જિલ્લામાં જ કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા છે. જેમાં ૫,૮૫,૧૭૫ સૂક્ષ્મ એકમો, ૧૩,૦૨૯ લઘુ એકમો અને ૧,૨૧૮ મધ્યમ એકમો નોંધાયા છે.

મંત્રીએ ઉમેર્યુ હતું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨ હેઠળ અમદાવાદ જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાય આપવાની યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૩,૨૮૩ અરજીઓ મંજૂર કરીને તેમને કુલ રૂ. ૬૨૮૩.૨૦ લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર મંજૂર થયેલ ક્લેઇમ અરજીઓમાં અમદાવાદ તાલુકામાં લાભાર્થીઓને રૂ. ૩૫૦૧.૬૭ લાખ, દસક્રોઈમાં રૂ. ૧૮૨૦.૬૩ લાખ, સાણંદમાં રૂ. ૬૪૪.૮૫ લાખ, બાવળામાં રૂ. ૨૬૨.૨૦ લાખ, ધંધુકામાં રૂ. ૪૦.૨૧ લાખ તેમજ વિરમગામ તાલુકામાં રૂ. ૧૩.૬૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ દરમિયાન અમદાવાદ જિલ્લામાં MSME ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

National : ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઇકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ

0

દિલ્હી લિકર કેસ મામલે એક નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના 23 આરોપીઓને મોટી રાહત આપતા નીચલી અદાલતના નિર્ણયને પડકારતી CBIની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે તમામ 23 પક્ષકારોને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 16 માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અહીં સુનાવણી પૂરી નહીં થાય, ત્યાં સુધી નીચલી અદાલતનો ડિસ્ચાર્જ ઑર્ડર અમલી ગણાશે નહીં.

CBI વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કૌભાંડને દેશની રાજધાનીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આ નીતિ ચોક્કસ વેપારીઓને ફાયદો પહોંચાડવા માટે જ બનાવવામાં આવી હતી અને તેમાં હવાલા દ્વારા નાણાંની લેવડદેવડ થઈ હતી. CBIએ પુરાવા તરીકે ઈમેઇલ, વ્હોટ્સએપ ચેટ અને 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો રજૂ કર્યા છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે અંદાજે 170 જેટલા ફોન તોડી નાખ્યા હતા.

તુષાર મહેતાએ નીચલી અદાલતના આદેશ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ગુનાહિત કાવતરું ક્યારેય ખુલ્લેઆમ રચાતું નથી અને તપાસમાં મળેલા તથ્યોને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે ગોવા ચૂંટણી માટે 44.50 કરોડ રૂપિયા હવાલા મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટે નીચલી અદાલતના એવા અવલોકન પર પણ રોક લગાવી છે જેમાં CBIના તપાસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસની ભલામણ કરવામાં આવી હતી. કોર્ટના મતે નીચલી અદાલતના કેટલાક અવલોકનો તથ્યાત્મક રીતે ભૂલભરેલા જણાયા છે.