Home Blog Page 297

Baroda : વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

0

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નારાયણ એવન્યુમાં નજીવી બાબતે થયેલા ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, શહેરના બકરાવાડી સ્થિત નારાયણ એવન્યુમાં રહેતા બંટી નામના શખસે ગત રાત્રે તેની પત્ની સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સા પર કાબૂ ગુમાવનાર બંટીએ ઘરમાં રહેલા ચાકુ વડે પત્ની પર એક પછી એક હિંસક હુમલા શરૂ કરી દીધા હતા. પત્ની કશું સમજે તે પહેલા જ તેના શરીર પર ચાકુના અનેક ઘા વાગતા તે લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડી હતી. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો નારાયણ એવન્યુ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટનાસ્થળે પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. વડોદરા પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા આરોપી પતિ બંટીને રાઉન્ડઅપ કરી લીધો છે.

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, પ્રાથમિક તપાસમાં આ હત્યા ઘરકંકાસને કારણે થઈ હોવાનું જણાય છે. આરોપી પતિએ પત્ની પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું છે. હાલમાં આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃતક રીટાને સંતાનમાં એક 13 વર્ષનો અને બીજો અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આરોપી બંટી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Business : યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો 22 અને 24 કેરેટનો લેટેસ્ટ રેટ

0

ભારતમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. સોનું અને ચાંદી બંનેની કિંમતો ઝડપથી વધી રહી છે. ત્યારે 13 માર્ચે પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો.ઇરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવી રહ્યો છે. સોનાના ભાવ ક્યારેક વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે. ત્યારે 14 માર્ચના રોજ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, 2 એપ્રિલના સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,60,251 પર ટ્રેડ થઈ રહ્યો હતો – જે અગાઉના બંધ ભાવ ₹1,60,401 ની સરખામણીમાં ₹20 નો ઘટાડો હતો. ત્યારબાદ, તે ₹738 અથવા 0.56% ના ઘટાડા સાથે ₹1,59,533 ના નીચા સ્તરે પહોંચી ગયો, જે ₹697 અથવા 0.43% ના ઘટાડા સાથે ₹1,59,574 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે સોનાનો ભાવ
ભારતમાં, 24-કેરેટ સોના (99.9% શુદ્ધતા) માટે સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15,966 છે, જે ગઈકાલના ભાવ કરતા ₹103 ઓછો છે. દરમિયાન, 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,59,660 છે, જે ગઈકાલના ભાવ કરતા ₹1,030 ઓછો છે. જ્યારે 22-કેરેટ સોના (91.6% શુદ્ધતા) માટે, ભાવ પ્રતિ ગ્રામ ₹14,635 છે, જે ગઈકાલના ભાવ કરતા ₹95 ઓછો છે. વધુમાં, 22-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,46,350 છે, જે ગઈકાલના ભાવ કરતા ₹950 ઓછો છે.

આજે ચાંદીનો ભાવ

દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં, 10 ગ્રામ ચાંદી હાલમાં ₹2,750 ના દરે વેચાઈ રહી છે. તેનાથી વિપરીત, ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹27,500 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ હાલમાં ₹2,800 પર ફરતો રહે છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,59,710 1,46,400
વડોદરા
1,59,710 1,46,400
રાજકોટ 1,59,710 1,46,400
સુરત 1,59,710 1,46,400
મુંબઈ 1,59,660 1,46,350
દિલ્હી 1,59,810 1,46,500

ભારતીય પરંપરાઓ અને લાગણીઓ સાથે જોડાયેલ

ભારતમાં સોનું ફક્ત રોકાણનું સાધન નથી. તે લોકોની પરંપરાઓ અને લાગણીઓ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. લગ્ન, તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા પરિવારો પેઢી દર પેઢી સોનાને સાચવવાની પરંપરાને જાળવી રાખે છે, તેને સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.

ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી કેન્દ્રો સુધી, સોનાને એક વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે. જ્યારે પણ આર્થિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે લોકો ઘણીવાર સોના તરફ વળે છે. આ જ કારણ છે કે, ભારતમાં, સોનાને ફક્ત ઘરેણાં સાથે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભવિષ્યની સુરક્ષા સાથે પણ જોડવામાં આવે છે.

Gujarat : જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

0

જામનગર જિલ્લાના લાલપુરમાં શિવપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ આલાભાઇ પરમાર નામના આડત્રીસ વર્ષના યુવાને ગઈકાલે જોગવડ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં પાઇપમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અરવિંદભાઈ આલાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. પત્ની ગંગાબેન સાથે થોડા દિવસ અગાઉ ઝઘડો થયો હતો, જેથી પત્ની ગંગાબેન પોતાના બાળકો સાથે ઘર છોડીને ફઇબાના ઘેર રહેવા માટે ચાલી ગઈ હતી, જેથી અશોકભાઈને મનમાં લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઈ લઇ જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર મામલામાં પોલિસ વધુ તપાસ ચલાવી રહી છે.

Entertainment : “ધુરંધર 2″ના ડાયરેક્ટર આદિત્યધરે રોલ ઓફર કર્યો….પરંતુ મેં ભૂમિકા ઠુકરાવી દીધી, અનિલ કપૂરે કર્યો ખુલાસો

0

“ધુરંધર 2” ફિલ્મ રિલીઝ થવાને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. રણવીર સિંહની “ધુરંધર ” ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સુપરહિટ થઈ હતી. જેના બાદ લોકો તેનો બીજો ભાગ જોવા વધુ આતુર થયા છે. આ ફિલ્મે પ્રભાસની બાહુબલીની જેમ દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. કયારે આ ફિલ્મનો પાર્ટ-2 આવશે અને તેઓ રણવીરને બદલો લેતા જોઈ શકશે. “ધુરંધર” ફક્ત રણવીર જ નહીં તમામ પાત્રો અને ખાસ કરીને ડાયરેક્ટર આદિત્યધરથી લોકો પ્રભાવિત થયા. આ ફિલ્મ બાદથી બોલીવુડના દરેક સ્ટાર્સ તેમની સાથે કામ કરવા આતુર છે. પરંતુ અનિલ કપૂરના ખુલાસાએ લોકોને સ્તબ્ધ કરી દીધા.

બોલીવુડમાં એવરગ્રીન સ્ટાર કહેવાતા અનિલ કપૂરે આદિત્યધરની ઓફર ઠુકરાવી. “ધુરંધર 2” માં આદિત્ય ધર દ્વારા અનિલ કપૂરને ફિલ્મમાં કેમિયો કરવા ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ આ દિગ્ગજ ડાયરેકટરની ઓફર ના સ્વીકારી. “ધુરંધર 2” માટે આ કોઈ પ્રચાર નથી. આદિત્ય ધરે પોતે આ અભિનેતાને ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી તેવો અનિલ કપૂરે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ કે અનિલ કપૂરની આ ભૂમિકા નકારવા પાછળનું કારણ શું છે.

એક ન્યૂઝ વેબસાઇટ સાથેની મુલાકાતમાં, અનિલ કપૂરે “ધુરંધર 2” ને નકારવા પાછળના કારણો સમજાવ્યા. આદિત્ય ધરે “ધુરંધર 2” માટે તેમનો સંપર્ક કર્યો હતો. અનિલ કપૂરે કહ્યું, “આદિત્ય ઇચ્છતો હતો કે હું ફિલ્મમાં એક નાનો કેમિયો કરું. પરંતુ હું આજે જે છું તે મારી પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિકતાને કારણે છું. ફક્ત પ્રતિભા જ મહત્વપૂર્ણ છે; તમે આજે જે છો તે બની શકતા નથી. મેં તે સમયે મારી તારીખો બીજા ફિલ્મ નિર્માતાને આપી દીધી હતી.” અભિનેતાએ આદિત્ય ધરને ના પાડી, “મને આ કેમિયો કરવાનું ગમ્યું હોત, પરંતુ હું પહેલાથી જ પ્રતિબદ્ધ છું. તેઓ હવે ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે, જે ખૂબ સારી વાત છે. તે મારા માટે નુકસાન છે, પણ તે ઠીક છે.”

અનિલ કપૂરે કહ્યું કે તેઓ હાલમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. એટલે મારે આદિત્યને ના પાડવી પડી. મને આશા છે કે તેઓ ભવિષ્યમાં સાથે કામ કરશે. તેમણે પોતાનો મુદ્દો સમજાવતા કહ્યું, “મારા મનમાં પણ આ વાત છે કે આવું તેમની સાથે પણ થઈ શકે છે. એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનાર અન્ય ફિલ્મ નિર્માતા મને ભૂમિકા ઓફર કરી શકે છે, જ્યારે મેં મારી તારીખો આદિત્યને આપી દીધી છે. જો હું તે ફિલ્મ કરવા જાઉં અને આદિત્યની તારીખો રદ કરું, તો તે સંપૂર્ણપણે બિનવ્યાવસાયિક હશે.

Maharashtra : ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, ધર્માંતરણથી જન્મેલું બાળક માતાના મૂળ ધર્મનું ગણાશે

0

મહારાષ્ટ્ર વિધાનસભામાં ધર્મ સ્વતંત્રતા બિલ, 2026 રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, બળજબરીથી ધર્માંતરણના પરિણામે થયેલા લગ્નથી જન્મેલા બાળકને હવે માતાના મૂળ ધર્મનું માનવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ધર્મ સ્વતંત્રતા બિલ, 2026 ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. સરકારના મતે આ બિલનો ઉદ્દેશ્ય બળજબરી, છેતરપિંડી, ખોટી રજૂઆત, બળજબરી, અયોગ્ય પ્રભાવ, લગ્ન અથવા અન્ય કોઈપણ કપટી માધ્યમો દ્વારા પ્રેરિત ધાર્મિક પરિવર્તનોને રોકવાનો છે. આ બિલ ફક્ત ગેરકાયદેસર ધર્માંતરણોને રોકવાનો પ્રયાસ કરતું નથી પરંતુ એવી જોગવાઈઓ પણ શામેલ કરે છે જે તેને અન્ય રાજ્યોમાં સમાન કાયદાઓની તુલનામાં વધુ કડક અને વધુ વ્યાપક બનાવે છે.

શુક્રવાર (13 માર્ચ) ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરાયેલ ‘ધર્મ સ્વતંત્રતા બિલ, 2026’ (ધર્મ સ્વાતંત્ર્ય વિદ્યા) માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ‘ગેરકાયદેસર’ ધાર્મિક પરિવર્તનના પરિણામે લગ્નથી જન્મેલા બાળકને તે ધર્મનું માનવામાં આવશે જે તેની માતાએ આવા લગ્ન અથવા સંબંધ પહેલાં સ્વીકાર્યો હતો.

આ બિલના કાયદાકીય માળખામાં જણાવાયું છે કે તેના હેઠળ કરવામાં આવેલા તમામ ગુનાઓ દખલપાત્ર અને બિન-જામીનપાત્ર રહેશે. આવા કેસોની તપાસ સબ-ઇન્સ્પેક્ટર અથવા તેનાથી ઉપરના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે. આ કેસોની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં યોજાશે.

વધુમાં ધર્મ પરિવર્તન કરાવતા પહેલા સંબંધિત વ્યક્તિએ સક્ષમ અધિકારીને ઓછામાં ઓછા 60 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે. પ્રસ્તાવિત ધર્મ પરિવર્તન સામે વાંધો આવી સૂચનાના 30 દિવસની અંદર દાખલ કરી શકાય છે, જેના પછી વહીવટ પોલીસ તપાસ શરૂ કરી શકે છે. વાસ્તવિક ધર્મ પરિવર્તન કરાવ્યાના 21 દિવસની અંદર, ધર્મ પરિવર્તન કરાવનાર વ્યક્તિ અને તેને સહાયક સંસ્થા બંનેએ ઘોષણાપત્ર સબમિટ કરવું આવશ્યક છે.

નિર્ધારિત સમયમર્યાદામાં આ ઘોષણાપત્ર સબમિટ કરવામાં નિષ્ફળતા ધાર્મિક ધર્મ પરિવર્તન રદબાતલ કરશે. પ્રસ્તાવિત કાયદામાં ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તનનો ભોગ બનેલા બાળકોના પુનર્વસન, ભરણપોષણ અને કસ્ટડી સંબંધિત રક્ષણાત્મક જોગવાઈઓ પણ શામેલ છે.

ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તન સાથે સંકળાયેલા કેસોમાં, ધર્માંતરણ કરાવનાર વ્યક્તિ, તેમના માતાપિતા, ભાઈ-બહેનો અથવા અન્ય કોઈ સંબંધી દ્વારા FIR (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ કરી શકાય છે. પોલીસને આવી બાબતોની સ્વયં (પોતાની પહેલ પર) નોંધ લેવાની પણ સત્તા છે. સજા: ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તનમાં મહત્તમ 7 વર્ષની જેલની સજા અને ₹1 લાખથી ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જો આ ગુનામાં સગીર, મહિલા, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ, અનુસૂચિત જાતિ અથવા જનજાતિનો સભ્ય સામેલ હોય, અથવા સામૂહિક ધાર્મિક પરિવર્તન સાથે જોડાયેલ હોય, તો વધુ કડક સજાની જોગવાઈઓ લાગુ થશે. પુનર્જીવન કરનારાઓને 10 વર્ષ સુધીની જેલ અને ₹7 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

જો કોઈ સંસ્થા સંડોવાયેલી હોય, તો તેની નોંધણી રદ થઈ શકે છે, અને જવાબદાર પદાધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી – જેમાં કેદ અને દંડનો સમાવેશ થાય છે – શરૂ કરવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓને આપવામાં આવતી સરકારી નાણાકીય સહાય બંધ કરવામાં આવશે.

Ahmedabad : મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો

મિડલ ઈસ્ટના યુદ્ધની વૈશ્વિક અસર હવે સ્થાનિક સ્તરે અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ સુધી પહોંચી છે. ગેસના બાટલાની અછત અને આસમાને પહોંચેલા ભાવોને કારણે હોસ્ટેલની મેસ ચલાવવી મુશ્કેલ બની છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પૌષ્ટિક ભોજન અને તેમના અભ્યાસના સમય પર જોખમ ઊભું થયું છે, જેને પહોંચી વળવા સંચાલકોએ હવે આધુનિક ગેસ છોડી ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી છે.

LD એન્જિનિયરિંગ કેમ્પસમાં મેસ ચલાવતા ઓનર નરેશ જોષીએ જણાવ્યું કે, ‘અત્યારે આ યુદ્ધની સ્થિતિને લીધે અમારે ગેસના બાટલા મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખરેખર તો અમારે બે બાટલાની જરૂર હોય છે, જે પહેલાં અમને રોજેરોજ મળી રહેતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી છે કે કોઈ ફોન ઉપાડવા પણ તૈયાર નથી. ત્રણ દિવસ પહેલાં કોઈ બે બાટલા આપી ગયું હતું, પણ હવે સપ્લાય સાવ બંધ જેવી જ છે. આથી, અમે વિકલ્પ તરીકે ચૂલાઓ બનાવ્યા છે અને તેની પર જ રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે.’

ગેસના બાટલા અંગે નરેશ જોષીએ કહ્યું કે, ‘અમારા અહીં સવારે 150 અને સાંજે 150થી 200 જેટલા વિદ્યાર્થીઓ જમે છે. તેમને સમયસર જમવાનું મળી રહે તે માટે અમે પહેલાં સાત વાગ્યે ઊઠતા હતા તેના બદલે હવે વહેલા પાંચ વાગ્યે ઊઠીને રસોઈની તૈયારી કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓને મોડું ન થાય. અમે ગેસના બાટલા માટે પહેલાંના 1700-1800 રૂપિયાના બદલે 2500થી 3000 રૂપિયા આપવા પણ તૈયાર છીએ, છતાં કોઈ આપવા તૈયાર નથી. અત્યાર સુધી તો અમે વિદ્યાર્થીઓને તકલીફ પડવા દીધી નથી, પણ જો ભવિષ્યમાં પણ આવું જ રહેશે તો ઘણી મુશ્કેલીઓ પડી શકે છે.’

અહીં હોસ્ટેલમાં રહીને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રંગાણી ભરાસરે જણાવ્યું કે, ‘અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે ગેસના બાટલાની જે અછત સર્જાઈ છે, તેના લીધે જો અમારી મેસ બંધ થઈ જશે તો અમને ઘણું નુકસાન થશે. અહીં અમને માત્ર 60 રૂપિયામાં જે પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળે છે, તે બહાર રેસ્ટોરન્ટ કે રેકડીઓમાં મોંઘું મળશે અને ત્યાં ખાવાની ગુણવત્તા પણ જળવાશે નહીં, જેનાથી અમારા સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. આ ઉપરાંત, મેસ કોલેજની નજીક હોવાથી અમારો જમવાનો સમય બચે છે, પરંતુ જો અમારે બહાર જમવા જવું પડે તો બે-ત્રણ કિલોમીટરની રઝળપાટમાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમનો અમારો ભણવાનો કિંમતી સમય વેડફાઈ જશે.’

Entertainment : તનુશ્રી દત્તા એ બોલીવુડની ખોલી પોલ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કોમ્પ્રોમાઇઝ’ના નામે થાય છે યુવા કલાકારોનું શોષણ

0

બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા આજે ફરી સમાચારમાં છે. અભિનેત્રી તનુશ્રી દત્તા કે જેણે ભારતમાં ‘MeToo’ ચળવળની મશાલ પ્રગટાવી હતી, તેણે ફરી એકવાર ગ્લેમર વર્લ્ડમાં છુપાયેલા અંધકારમય સત્યનો પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં “મેરી સહેલી” પોડકાસ્ટમાં આપેલી મુલાકાતમાં, અભિનેત્રીએ ઉદ્યોગમાં થતા શોષણ, છેતરપિંડી અને નવા કલાકારોને ફસાવવા માટે વપરાતી યુક્તિઓ વિશે ગંભીર ખુલાસા કર્યા છે. તનુશ્રીની આ ચેતવણી ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ આંખોમાં સપના લઈને માયાનગરીમાં પગ મૂકે છે.

તનુશ્રીના જણાવ્યા અનુસાર, નવા આવનારા કલાકારોને ફસાવવા માટે ‘હાઈપ’ (Hype) નો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં કલાકારોને કહેવામાં આવે છે કે તેઓ અદભૂત દેખાય છે અને ચોક્કસ ‘સુપરસ્ટાર’ બનશે. એકવાર કલાકાર આ પ્રશંસાના નશામાં આવી જાય, પછી તેને ‘કામ મેળવવા’ માટે સમાધાન Compromise કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. ઘણીવાર લોકો તેમની વાસ્તવિક પ્રતિભા જાણવાને બદલે માત્ર તેમને નિયંત્રિત કરવા માટે જાળ બિછાવતા હોય છે.

બાળપણમાં માતા-પિતા આપણને અજાણ્યા વ્યક્તિ પાસેથી ચોકલેટ ન લેવાની સલાહ આપે છે, પરંતુ તનુશ્રી કહે છે કે ફિલ્મ ઉદ્યોગમાં આ ‘ચોકલેટ’ અલગ છે. “અહીં ‘ચોકલેટ’ એટલે તમારા સપના, તમારી મહત્વાકાંક્ષા અને સફળતાની ઈચ્છા. લોકો તમારી આ જ નબળાઈનો ઉપયોગ કરીને તમને ખોટા માર્ગે દોરી જાય છે. તનુશ્રીએ ઉદ્યોગના એ પાસા પર પણ પ્રકાશ પાડ્યો જે ભાગ્યે જ હેડલાઇન્સ બને છે. તેણે જણાવ્યું કે જ્યારે યુવા કલાકારોનું શોષણ થાય છે અને ત્યારબાદ તેમને તરછોડી દેવામાં આવે છે, ત્યારે તેના પરિણામો ભયાનક હોય છે.

ઘણા કલાકારો માનસિક રીતે તૂટી જાય છે અને હારીને ઘરે પાછા ફરે છે. તો કેટલાક કલાકારો મોટા માંધાતાઓની ફસાવેલી જાળમાં ફસાય છે. ઇન્ડસ્ટ્રીમાં કામ અને દામ મેળવવા તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાય છે. કેટલાક કિસ્સાઓમાં, હતાશા એટલી વધી જાય છે કે વ્યક્તિ ગેરકાયદેસર કામો કે ખોટા વ્યવસાયોમાં ધકેલાઈ જાય છે. દુનિયા સામે ફક્ત સફળતાની વાર્તાઓ જ આવે છે, પરંતુ જેઓ આ જાળમાં હોમાઈ ગયા તેમની વાર્તાઓ દબાઈ જાય છે.

પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતા તનુશ્રીએ જણાવ્યું કે તેણે એક જાણીતી અભિનેત્રી સાથેની મિત્રતા માત્ર એટલા માટે તોડી નાખી કારણ કે તે અભિનેત્રી ‘સમાધાન’ ને વાજબી ઠેરવતી હતી. તનુશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: “હું એક અભિનેત્રી છું, કોઈ સમાધાનકારી વ્યવસાયમાં નથી.” તેના મતે, કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય તે તેની અંગત પસંદગી હોઈ શકે, પણ કારકિર્દી માટે પોતાનું સન્માન વેચવું એ ક્યારેય વિકલ્પ ન હોવો જોઈએ.

તનુશ્રીએ કહ્યું કે મારી આ વાત કહેવાનો ઉદ્દેશ્ય ફિલ્મ જગતમાં આવતા યુવાનોને સતર્ક કરવાનો અને તેમના જીવ બચાવવાનો છે. તે માને છે કે જો તેની વાતો સાંભળીને થોડા લોકો પણ સાવધ થઈ જશે, તો તેનો આ પ્રયાસ સફળ ગણાશે.

National : प्रधानमंत्री किसान सम्मान निधि की 22वीं किस्त के रूप में जिले के 102738 किसानों को 20 करोड़ 74 लाख रूपए का हुआ भुगतान

0


राजनांदगांव प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने असम राज्य के गुवाहाटी में आयोजित कार्यक्रम से प्रधानमंत्री किसान सम्मान निधि की 22वीं किस्त की राशि को आधार बेस्ड भुगतान प्रणाली के माध्यम से देशभर के किसानों के बैंक खातों में सीधे हस्तांतरित किया। प्रधानमंत्री किसान सम्मान निधि की 22वीं किस्त के रूप में जिले के 102738 किसानों को 20 करोड़ 74 लाख रूपए का भुगतान किया गया। शासन के निर्देशानुसार इस अवसर को किसान उत्सव दिवस के रूप में मनाया गया। इसी क्रम में जिला पंचायत राजनांदगांव के सभाकक्ष में जिला स्तरीय कार्यक्रम का आयोजन किया गया। इस अवसर पर जिला पंचायत अध्यक्ष श्रीमती किरण वैष्णव, जिला पंचायसत सदस्य प्रशांत कोडापे, कोमल सिंह राजपूत, संतोष अग्रवाल उपस्थित थे।
जिला स्तरीय कार्यक्रम में उपस्थित जनप्रतिनिधियों एवं किसानों को प्रधानमंत्री द्वारा गुवाहाटी से दिए गए संबोधन का सीधा प्रसारण दिखाया गया। जिला पंचायत अध्यक्ष श्रीमती किरण वैष्णव ने प्रधानमंत्री किसान सम्मान निधि से लाभान्वित होने वाले किसानों को बधाई दी। उन्होंने कहा कि केन्द्र एवं राज्य सरकार द्वारा किसानों के हित में विभिन्न योजनाओं का संचालन किया जा रहा है। उन्होंने किसानों से शासन की योजनाओं का अधिक से अधिक लाभ लेने की अपील की।


कोमल सिंह राजपूत ने पीएम किसान सम्मान निधि तथा कृषक उन्नति योजना से किसानों को होने वाले फायदे के बारे में जानकारी दी। संतोष अग्रवाल ने किसानों को संबोधित करते हुए कहा कि किसानों को नवाचारी गतिविधियों से जोडऩे केन्द्र एवं राज्य सरकार की योजनाओं का अधिक से अधिक लाभ लेने कहा। उप संचालक कृषि टीकम सिंह ठाकुर ने प्रधानमंत्री किसान सम्मान निधि के संबंध में विस्तृत जानकारी दी। उन्होंने बताया कि भारत सरकार द्वारा आजीविका के लिए केवल कृषि फार्म पर निर्भर रहने वाले देश के लघु, सीमांत तथा दीर्घ कृषकों को वर्षभर कृषि फार्म में कोई भी आर्थिक समस्या का सामना नहीं करना पड़े, इस उद्देश्य की पूर्ति के लिए वर्ष 2019 प्रधानमंत्री किसान सम्मान निधि की शुरूआत की गई थी। इस योजना के माध्यम से किसानों को हर 3 माह में 2000 रूपए के मान से कुल 6000 रूपए की आर्थिक सहायता प्रदान किया जा रहा है। कार्यक्रम में अन्य जनप्रतिनिधि, अधिकारी एवं कृषक उपस्थित थे।

National : डोंगरगढ़ में पॉलीथिन पर सख्ती स्वागतयोग्य निर्णय – विवेक मोनू भंडारी

0


डोंगरगढ़। नगर में बढ़ते प्लास्टिक कचरे और पर्यावरण प्रदूषण को देखते हुए प्रशासन द्वारा पॉलीथिन के उपयोग पर सख्ती किए जाने के निर्णय का सामाजिक कार्यकर्ता विवेक मोनू भंडारी ने स्वागत किया है। उन्होंने कहा कि शहर को स्वच्छ और पर्यावरण-अनुकूल बनाने के लिए प्रशासन के साथ-साथ नागरिकों, दुकानदारों और श्रद्धालुओं की सहभागिता भी आवश्यक है।
उन्होंने कहा कि धार्मिक नगरी होने के कारण डोंगरगढ़ में प्रतिदिन बड़ी संख्या में श्रद्धालु दर्शन के लिए पहुंचते हैं, विशेषकर माँ बम्लेश्वरी मंदिर, चंद्रगिरी तीर्थ तथा आसपास के बाजारों में। ऐसे में एक अनोखी पहल के तहत दर्शनार्थियों को प्रेरित किया जा सकता है कि वे अपने साथ गार्बेज बैग रखें अथवा मंदिर ट्रस्ट समिति, नगर पालिका या सामाजिक संस्थाओं द्वारा यह उपलब्ध कराया जाए। श्रद्धालु मंदिर परिसर व सीढ़ियों के आसपास फैले कचरे को एकत्र कर डस्टबिन में डालें, जिससे धार्मिक स्थल की पवित्रता बनाए रखने में भी सहयोग मिलेगा।
उन्होंने सुझाव दिया कि स्वच्छता में योगदान देने वाले नागरिकों और श्रद्धालुओं को प्रशासन, मंदिर ट्रस्ट, नगर पालिका या सामाजिक संस्थाओं द्वारा समय-समय पर सम्मानित किया जाए। इसके साथ ही नगर में स्वच्छता सर्वेक्षण सप्ताह आयोजित कर लोगों में स्वच्छता के प्रति जनजागरूकता बढ़ाई जा सकती है। इस दौरान नगर के सबसे स्वच्छ 100 दुकानदारों को सम्मानित कर सकारात्मक प्रतिस्पर्धा को भी बढ़ावा दिया जा सकता है।


विवेक मोनू भंडारी ने यह भी कहा कि शहर के प्रमुख स्थानों, बाजारों और मंदिर मार्गों पर पर्याप्त संख्या में डस्टबिन लगाए जाएं तथा लोगों को कचरा इधर-उधर न फेंकने के लिए लगातार जागरूक किया जाए। थोड़ी सख्ती और थोड़े प्रोत्साहन के साथ यह अभियान निश्चित रूप से सफल हो सकता है और इसके सकारात्मक परिणाम जल्द ही दिखाई देने लगेंगे।
उन्होंने सुझाव दिया कि नगर में स्वच्छता को जनआंदोलन बनाने के लिए “एक श्रद्धालु – एक स्वच्छता संकल्प” जैसे अभियान की शुरुआत की जा सकती है। साथ ही “स्वच्छ दुकान – सम्मान योजना” शुरू कर पॉलीथिन का उपयोग बंद करने और अपनी दुकान के आसपास स्वच्छता बनाए रखने वाले दुकानदारों को सम्मानित किया जाना चाहिए।
उन्होंने कहा कि यदि स्थानीय युवाओं, स्कूली विद्यार्थियों और सामाजिक संगठनों को जोड़कर “स्वच्छता मित्र स्वयंसेवक दल” बनाया जाए तो यह अभियान और अधिक प्रभावी हो सकता है। युवाओं की भागीदारी से स्वच्छता के प्रति जनजागरूकता तेजी से बढ़ेगी और डोंगरगढ़ शहर स्वच्छ, सुंदर और पर्यावरण-अनुकूल धार्मिक नगरी के रूप में नई पहचान बना सकेगा।

National : कन्हारपुरी में अवैध प्लॉटिंग का खेल! लेआउट में सड़क दिखाकर बेचे गए बिना रोड वाले प्लॉट – वीरेंद्र चंद्राकर

0

कन्हारपुरी सीआईटी रोड क्षेत्र में अवैध प्लॉटिंग को लेकर बड़ा मामला सामने आया है। कांग्रेस ओबीसी पिछड़ा वर्ग विभाग के शहर अध्यक्ष वीरेंद्र चंद्राकर ने आरोप लगाया है कि कुछ विशेष लोगों को अवैध प्लॉटिंग की खुली छूट मिली हुई है। दलालों द्वारा ले-आउट में सड़क दिखाकर अंदर स्थित खेत की जमीन को बिना वास्तविक सड़क के ही प्लॉट के रूप में बेच दिया गया जिससे कई भोले-भाले लोग ठगी का शिकार हो गए हैं।


श्री चंद्राकर ने कहा कि कन्हारपुरी सीआईटी रोड स्थित खसरा नंबर 153/57 में एक खेत, जो मुख्य सड़क से अंदर है, उसे ले-आउट नक्शे में सड़क दिखाकर प्लॉट के रूप में बेचा गया। आरोप है कि दलालों ने लोगों को भरोसा दिलाया कि वहां सड़क और अन्य सुविधाएं उपलब्ध होंगी लेकिन जमीन खरीदने के बाद लोगों को पता चला कि वास्तविकता में वहां कोई सड़क ही नहीं है। उन्होंने कहा कि दलाल भोले-भाले लोगों को गुमराह करके जमीन खरीदवाते हैं अपना कमीशन लेते हैं और बाद में गायब हो जाते हैं। इससे आम जनता को खुलेआम ठगा जा रहा है। श्री चंद्राकर ने यह भी सवाल उठाया कि जब चौहद्दी में सड़क दिखाकर रजिस्ट्री कराई गई और उसी हिसाब से रजिस्ट्री शुल्क भी लिया गया तो क्या अब रजिस्ट्रार कार्यालय खरीदारों को कागजों में दर्शाई गई सड़क उपलब्ध कराएगा। उन्होंने आरोप लगाया कि या तो प्रशासन को इस मामले की जानकारी नहीं है या फिर जानबूझकर अनदेखी की जा रही है। उन्होंने कलेक्टर से मांग की है कि इस पूरे मामले को संज्ञान में लेकर जांच कराई जाए और दोषियों के खिलाफ कड़ी कार्रवाई की जाए ताकि पीड़ित लोगों को जल्द से जल्द न्याय मिल सके। वीरेंद्र चंद्राकर ने बताया कि वे जल्द ही उन सभी लोगों से संपर्क करेंगे जिन्होंने वहां प्लॉट खरीदे हैं ताकि सामूहिक रूप से प्रशासन के सामने मामला रखा जा सके और पीड़ितों को न्याय दिलाया जा सके।