Home Blog Page 301

Tharad : થરાદ કેનાલમાં પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા, હાથ બાંધી જીવન ટૂંકાવ્યું

0

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવક અને મહિલાના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પાલિકાના તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર આત્મહત્યાની કરુણ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે થરાદ મુખ્ય કેનાલના કિનારે બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન અને બંનેના ચંપલ મળી આવ્યા હતા. કેનાલ કિનારે પડેલી આ ચીજવસ્તુઓને જોઈ સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી અને તુરંત આ અંગેની જાણ થરાદ પોલીસ તેમજ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી થરાદ નગરપાલિકાના તરવૈયા અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. કેનાલના પાણીમાં કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ અંતે યુવક અને મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા ત્યારે દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બંનેના હાથ એકબીજા સાથે દોરડા કે કપડાથી બાંધેલી હાલતમાં હતા.

તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને મૃતદેહને કેનાલની બહાર કાઢ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી ઓળખ વિધિની પ્રક્રિયા હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ.

Entertainment : 8 વર્ષ જૂની ચેટ લીક થતાં રશ્મિકા છંછેડાઈઃ કાનૂની પગલાંની ચિમકી

0

આઠ વર્ષ જૂની એક પ્રાઈવેટ ઓડિયો ચેટ વાયરલ થતાં રશ્મિકા મંદાના ભારે છંછેડાઈ છે. તેણે તમામ પ્લેટફોર્મ્સ, ઈન્ફ્લુએન્સર્સ તથા મીડિયાને ૨૪ કલાકમાં આ આ ઓડિયો ચેટ ડિલીટ નહિ કરે તો કાનૂની પગલાંની ચિમકી આપી છે.આ ઓડિયો ચેટમાં રશ્મિકાનાં માતા સુમન મંદાના અગાઉ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ વખતે રશ્મિકાને કેટલો ત્રાસ વેઠવો પડયો હતો તેની વાત કરી રહ્યાં હોવાનું કહેવાય છે.

હજુ ગત મહિને વિજય દેવરકોંડા સાથે લગ્ન કરનારી રશ્મિકાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી તેની સતત સતામણી કરવામાં આવી રહી છે. મારા પર ટાર્ગેટેડ એટેક થઈ રહ્યા છે અને મારા શબ્દોને ખોટી રીતે ટાંકવામાં આવી રહ્યા છે. હું આ બધા વિશે ક્યારેય નથી બોલી કારણ કે તેનાથી એ અપપ્રચાર અને ધૃણાસ્પદ વાતોને જ વધારે ફેલાવો મળે તેમ છે.

હું સમજું છું કે જાહેર જીવનમમાં હોવાને કારણે ક્યારેક બિનઈચ્છનીય ટીકાટિપ્પણીઓ વેઠવી પડતી હોય છે તેમ છતાં આ તમામ બાબતો વિશે મૌન સેવવું જ મેં ઉચિત માન્યું છે. મને હતું કે સમય જતાં આ બધું થાળે પડી જશે. પરંતુ, હવે કેટલાક લોકોએ હદ ઓળંગી દીધી છે. જાણ કે સંમતિ વિના રેકોર્ડ કરી લેવાયેલી આઠ વર્ષ જૂની વાતચીતને કાપીકૂપીને જુદા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં મારાં લગ્ન થયા બાદ આવી હરકત થઈ રહી છે. આ મારી પ્રાઈવસી પર તરાપ છે. જે લોકોને કશું લાગતું વળગતું નથી કે મારી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે તેમને પણ બિનજરુરી ઘસડવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી મારા પર વ્યક્તિગત પ્રહારો થયા ત્યાં સુધી હું ચૂપ રહી હતી પરંતુ હવે અન્ય લોકોને ઘસડવામાં આવી રહ્યા છે ત્યારે હું મૌન રહી શકું નહીં.

Ahmedabad : ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં હજારો શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પાસેનું ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ આજે (13મી માર્ચ)થી ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરના સપ્લાયમાં સર્જાયેલી મોટી અછતને કારણે સંચાલકોએ આ કપરો નિર્ણય લેવો પડ્યો છે, જેને પગલે રોજિંદા જમવા આવતા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ છે.

મણિનગર ગાદી સેવા સંસ્થાન દ્વારા કોન્ટ્રાક્ટ પર સંચાલિત આ ભોજનાલયના સંચાલક રાજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 5-6 દિવસથી ગેસની ભારે શોર્ટેજ જોવા મળી રહી છે. અમે કોમર્શિયલ બાટલા માટે ઓર્ડર આપીએ છીએ છતાં સપ્લાય મળી રહ્યો નથી. આ સ્થિતિમાં ભોજનાલય ચલાવવું અશક્ય હોવાથી અમે 1-2 દિવસ માટે ટેમ્પરરી કામગીરી સ્થગિત કરી છે. જેવું સપ્લાય સામાન્ય થશે કે તરત જ સેવા ફરી શરૂ કરાશે.’

આ ભોજનાલયમાં દરરોજ 400થી 500 જેટલા લોકો જમવા માટે આવે છે, જેમાં બહારથી આવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, માર્કેટના શ્રમિકો અને પીજીમાં રહેતા નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે. કિફાયતી દરે મળતું શુદ્ધ ભોજન બંધ થતા આ વર્ગ પર આર્થિક બોજ પણ વધશે. હાલમાં સંચાલકો દ્વારા ભોજનાલયની બહાર નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.

અહીં જમવા આવેલા હેમાંદ્રીએ જણાવ્યું કે, ‘અમે અહીં ભોજનાલયમાં જમવા આવ્યા હતા, ત્યારે ખબર પડી કે આજે આ બંધ છે. અમે અહીં નિયમિત જમવા આવતા હોઈએ છીએ, તેથી આ બંધ હોવાને કારણે અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. અમે વિદ્યાર્થી છીએ અને હોસ્ટેલમાં રહીએ છીએ. અહીં બહુ જ સારું જમવાનું મળે છે, પણ હવે આ બંધ હોવાથી અમારે જમવા માટે બીજી કોઈ જગ્યાએ જવું પડશે. મારે હજુ અહીં 15 દિવસ જ રહેવાનું છે, એટલે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ માટે અમારે જમવાની બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થા કરવી પડશે. અમે આમ પણ દિવસમાં એક જ વાર જમતા હોઈએ છીએ એટલે એક રીતે તો આખો દિવસ ઉપવાસ જેવું જ હોય છે, પણ હવે અમારે બીજી કોઈ જગ્યાએ જ જમવું પડશે.’

National : મોબાઈલ ડેટા પર નવો ટેક્સ લગાવશે સરકાર? દરેક GB પર જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડી શકે

0

ભારતમાં આવનાર સમયમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે. સરકાર મોબાઈલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લગાવવાની ફિરાકમાં છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટેલિકોમ સેક્ટરની એક રિવ્યૂ બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો છે. જે બાદ DoT(ટેલિકોમ્યુનિકેશન વિભાગ)ને કહેવામાં આવ્યું છે કે તે તપાસ કરે કે મોબાઈલ ડેટાના ઉપયોગ પર ટેક્સ લગાવી શકાય કે નહીં, અને જો લગાવી શકાય તો તેનું મોડલ શું હોઈ શકે?

સૂત્ર પ્રમાણે સરકાર જે વિકલ્પને જોઈ રહી છે તેમાં એક GB ડેટા પર 1 રૂપિયો ટેક્સ લાદવામાં આવી શકે છે. જો આવું થશે તો દરેક વખતે કોઈ યુઝર્સ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરશે તો તેના પર વધારાનો ચાર્જ લાગી શકે છે. આ નિર્ણયથી સરકારની તિજોરીમાં તગડી આવક થવાની સંભાવના છે, દાવા પ્રમાણે 1 રૂપિયા પ્રતિ GBની ટેક્સ પદ્ધતિ લાગુ થાય તો સરકારને દર વર્ષે 22,900 રૂપિયાથી વધુનું કમાણી થઈ શકે છે. જો કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, સમગ્ર મોડલ હાલ વિચારધીન છે.

મહત્વનું છે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે કે જ્યાં મોબાઈલ ડેટા ઘણો સસ્તો આપવામાં આવે છે. સસ્તા ઈન્ટરનેટને કારણે ભારતમાં ડેટાનો વપરાશ અતિશય થઈ રહ્યો છે. વીડિયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને રિલ્સ જોવાને કારણે મોબાઈલ ડેટાનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

એક મહત્વની વાત છે કે હાલમાં મોબાઈલ રિચાર્જ અને પોસ્ટ પેડ બિલ પર 18 ટકા GST લગાવવામાં આવે છે, એટલે કે યુઝર્સ પહેલાથી ટેલિકોમ સર્વિસ પર ટેક્સ આપી રહ્યા છે. જો ભવિષ્યમાં ડેટા પર અલગથી ટેક્સ લગાવવામાં આવશે તો હાલમાં લેવામાં આવતા ચાર્જ સિવાય નવો ચાર્જ હશે. પરંતુ હાલમાં સરકારે DoTને કહ્યું છે કે આ પ્રસ્તાવ પર સંપૂર્ણ રીતે સ્ટડી કરવામાં આવે, તેના ફાયદા અને નુકસાનને સમજવામાં આવે, રિપોર્ટ બાદ જ સરકાર નક્કી કરશે કે ભારતમાં મોબાઈલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લાગશે કે નહીં?

Entertainment : દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે

0

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા તેની 14 વર્ષની દીકરી સાયરા સાથે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. લારાએ દુબઈમાં ગાળેલા ભયાનક સમયનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, આ તેના જીવનની સૌથી જોખમી સફર હતી. જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ તેજ થયો, ત્યારે લારા અને તેની દીકરી દુબઈમાં એકલા હતા, કારણ કે તેના પતિ મહેશ ભૂપતિ કામના લીધે લંડન હતો. લારા જેબેલ અલી પોર્ટથી માત્ર 10 કિલોમીટર દૂર રહેતી હતી, જ્યાં દરરોજ બોમ્બમારો થઈ રહ્યો હતો.

લારાએ જણાવ્યું કે તે જે વિલામાં રહેતી હતી ત્યાં સતત ધડાકાઓનો અવાજ સંભળાતો હતો, જેના કારણે તે પોતાની દીકરીની સુરક્ષાને લઈને અત્યંત ચિંતામાં હતી. જ્યારે દુબઈ ઍરપૉર્ટ પર બોમ્બમારો થવા લાગ્યો, ત્યારે તેણે જોખમ ખેડીને ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. લારા બે કલાક સુધી ડ્રાઈવ કરીને ફુજૈરાહ પહોંચી હતી. ચોંકાવનારી વાત એ છે કે, જે દિવસે તે ફુજૈરાહ પહોંચી તેના એક દિવસ પહેલા જ ત્યાંના પોર્ટ અને ઓઇલ રિફાઈનરી પર હુમલો થયો હતો. આ ડરામણી સ્થિતિ વિશે તેણે મજાકમાં અક્ષય કુમારને કહ્યું હતું કે તેને વાસ્તવિક જીવનમાં ‘એરલિફ્ટ 2’ જેવો અનુભવ થઈ રહ્યો છે.

ઍરપૉર્ટ પર પણ સતત ધડાકાઓના અવાજ વચ્ચે લારા અને તેની દીકરી વિમાનમાં બેસવામાં સફળ રહ્યા હતા. લારાએ યુએઈ સરકારની કામગીરી અને એરલાઇન્સ સ્ટાફની પ્રશંસા કરી, જેમણે આ મુશ્કેલ સમયમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. જોકે, લારાએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ભયાનક અનુભવ બાદ તેની દીકરીના માનસિક સ્વાસ્થ્ય પર કોઈ ઊંડી અસર (ટ્રોમા) રહી શકે છે. હાલમાં લારા પોતાના પરિવાર સાથે સુરક્ષિત છે, પરંતુ તે દિવસોની યાદો હજુ પણ તેના મનમાં તાજી છે.

Sports : Kavya Maranનું સનરાઇઝર્સ ‘X’ એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ ,પાકિસ્તાની ખેલાડી ખરીદવો ભારે પડ્યો

0

IPL 2026 સીઝન શરુ થતાં પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન વિવાદમાં ફસાય છે. ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગમાં સનરાઈઝર્સ ગ્રુપની ફ્રેન્ચાઈઝીએ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો છે. જેને લઈ હાલ ધમાલ મચી રહી છે. પહેલી વખત ધ હંડ્રેડમાં ઓક્શનનું આયોજન કરવામાં આ

IPL 2026 સીઝન શરુ થતાં પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન વિવાદમાં ફસાય છે. ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગમાં સનરાઈઝર્સ ગ્રુપની ફ્રેન્ચાઈઝીએ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો છે. જેને લઈ હાલ ધમાલ મચી રહી છે. પહેલી વખત ધ હંડ્રેડમાં ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પુરુષ ટૂર્નામેન્ટ માટે સનરાઈઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને મોટી રકમ આપી ખરીદ્યો હતો. ત્યારબાદ કાવ્યા મારનને લઈ ખુબ અલોચના થઈ રહી છે. આ વિવાદ વચ્ચે સનરાઈઝર્સ લીડ્સનું સોશિયલ મીડિયા અકાઉન્ટ અચાનક સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.

ગુરુવાર 12 માર્ચના રોજ ઈંગ્લેન્ડમાં ધ હંડ્રેડની પુરુષ ટૂર્નામેન્ટમાં પહેલી વખત ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાકિસ્તાનના લેગ સ્પિનર અબરાર અહમદને સનરાઈઝર્સ લીડ્સે અંદાજે 2.3 કરોડ રુપિયાની મોટી રકમ આપી ખરીદ્યો હતો. કાવ્યા મારન પણ આ દરમિયાન ઓક્શન ટેબલમાં પોતાની ફ્રેન્ચાઈઝી સાથે બેઠી હતી. ટીમે નિર્ણય લેતા આની ચારે બાજુ ચર્ચા ચાલુ થઈ હતી. સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે.

ત્યારબાદથી કાવ્ય મારન અને ફ્રેન્ચાઈઝીને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ વચ્ચે ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા અકાઉન્ટને અચાનક સસ્પેન્ડ કરી દીધું છે. ઓક્શનમાં અબરારને ખરીદવા માટે શરુ થયેલા વિવાદના થોડા જ કલાકમાં કાવ્યા મારનનું સનરાઇઝર્સ લીડ્સનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ફ્રેન્ચાઈઝીના અકાઉન્ટ પર લખવામાં આવી રહ્યું છે કે, ‘X’ ના નિયમોના ઉલ્લંધનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, આ અકાઉન્ટ કેમ અને ક્યાં કારણો સર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ઓક્શનની વાત કરીએ તો બધાની નજર આ વાત પર હતી કે, ક્યાં ટૂર્નામેન્ટની ભારતીય માલિકવાળી 4 ટીમો કોઈ પાકિસ્તાની ખેલાડીને ખરીદે છે કે,નહી.રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આઈપીએલ સાથે જોડાયેલી 4 ભારતીય માલિકો વાળી ટીમ ફ્રેન્ચાઈઝીએ કોઈ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો નથી. ત્યારબાદ ECBએ બધી ફ્રેન્ચાઈઝી સાથે મળી એક નિવેદન બહાર પાડ્યું હતુ કે, તે ખેલાડીઓને તેની રાષ્ટ્રીયતા નહી પરંતુ તેના પ્રદર્શનના હિસાબે ખરીદશે. પરંતુ ઓક્શનમાં 13 પાકિસ્તાની ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર અબરાર સિવાય માત્ર સ્પિનર ઉસ્માન તારિકને ખરીદવામાં આવ્યો હતો. તેને બર્મિધમ ફીનિક્સે ખરીદ્યો હતો.

National : ઇડીએ અનિલ અંબાણી જૂથની વધુ ૫૮૧ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

0

અનિલ ધીરૃભાઇ અંબાણી ગુ્રપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીની કંપનીઓ આરએચએફએલ અને આરસીએફએલ સામે તપાસનાં ભાગરૃપે ૫૮૧ કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક  નિવેદનમાં જણાવ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક  નિવેદનમાં જણાવ્યું છે કે ગોવા, કેરળ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ રાજસ્થાનમાં જમીનનાં પ્લોટ ટાંચમાં લેવા માટે ૧૧ માર્ચે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર આ સંપત્તિનું મૂલ્ય ૫૮૧.૬૫ કરોડ રૃપિયા છે. આ સંપત્તિ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (આરસીએફએલ) સામેની તપાસનાં ભાગરૃપે ટાંચમાં લેવામાં આવી છે.૬ માર્ચે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ રિલાયન્સ પાવર લિમિટેડ સામેનાં કેસમાં હાથ ધરવામાં આવેલા સર્ચ આપરેશન પછી આ સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

ઇડીએ અગાઉ પણ એડીએજી કંપનીઓની સંપત્તિઓ ટાંચમાં લીધી હતી. અત્યાર સુધીમાં એડીએજી કંપનીઓની ૧૬૩૧૦ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

આ તપાસ યસ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોને આધારે સીબીઆઇએ દાખલ કરેલી એફઆઇઆરને આધારે શરૃ કરવામાં આવી છે.

ઇડીએ જણાવ્યું હતું કે એડીએજીની આ બે કંપનીઓએ વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પબ્લિક ફંડ એકત્ર કર્યુ હતું. જે પૈકી ૧૧,૦૦૦ કરોડ રૃપિયાની લોન એનપીએ બની ગઇ હતી.

Gujarat : વઢવાણ-લખતર રોડ પર પીકઅપ વાહનમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો

0

સુરેન્દ્રનગર જીલ્લા પુરવઠા વિભાગની ટીમને વઢવાણ-લખતર રોડ પર ચેકિંગ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસેથી પસાર થઈ રહેલ એક પીકઅપ ગાડી શંકાસ્પદ જણાઈ આવતા તેને અટકાવવામાં આવી હતી.

વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડયું હતું. આથી પુરવઠા વિભાગ દ્વારા વાહન ચાલક રાહુલભાઈ મનુભાઈ સાવધરીયા ડ્રાઇવર નામની પૂરછપરછ કરતા અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની મંજુરી, પાસ-પરમિટ કે માન્ય બિલ પાસે નહોતા અને વધુ તપાસ કરતા ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા, વજન અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલો જેટલો જથ્થો કોઈપણ આધાર-પુરાવા વગર ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડયું હતુ. આથી પુરવઠા વિભાગ દ્વારા ચોખા કિંમત રૃ. ૬૨,૪૧૧.૮૫ અને પીકઅપ વાહન કિંમત રૃ.૦૪ લાખ સહિત ફૂલ રૃ.૪,૬૨,૪૧૧.૮૫ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો તેમજ ચોખાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat : વિદેશી દારૂની 4102 બોટલ સહિત 36.28 લાખનો મુદ્દામાલ ઝડપાયો

0

નડિયાદના વડતાલ પાસેના કિશોરપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે મધરાતે દરોડો પાડી લિસ્ટેડ બુટલેગર ભોપા પરમારના ગોડાઉનમાંથી ૪૧૦૨ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ૩૬.૨૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ ઓપરેશનમાં દારૂનું કટિંગ કરી રહેલા નડિયાદના બે શખ્સો સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર ફિરોઝ વોરા સહિત પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ બનાવાઈ છે.

ખેડા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક ધારદાર ઓપરેશન પાર પાડયું છે. નડિયાદ તાલુકાના વડતાલ પોલીસ મથકની હદમાં આવતા કિશોરપુરા ગામે મધરાતે ત્રાટકેલી એસ.એમ.સી.ની ટીમે લિસ્ટેડ બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમારના ખુલ્લા ગોડાઉનમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪૧૦૨ નંગ બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત ૧૬,૦૬,૨૦૦ જેટલી થાય છે. પોલીસને જોઈને નાસભાગ મચી ગઈ હતી, પરંતુ ટીમે ઘેરો ઘાલીને મુખ્ય આરોપી ભોપો પરમાર, નડિયાદની રાધાકુંજ સોસાયટીમાં રહેતા દેવેશ જગદીશભાઈ શર્મા અને જૂના ડુમરાલ રોડ પર રહેતા ચિરાગ માફાજી સરગારાને દબોચી લીધા હતા.

Gujarat : કઠલાલના લાડવેલ-પાંખિયા રોડ ઉપર આઈસર સળગીને ખાખ

0

કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડીથી પાંખિયા તરફ જતા માર્ગ પર આવેલા વિશ્વનાથપુરા સીમ વિસ્તારમાં ગત મધ્યરાત્રિએ એક આઈસરમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં આઈસર ચાલકે સમયસૂચકતા વાપરી બહાર કૂદી જતાં તેનો બચાવ થયો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં આખું વાહન બળીને ખાખ થઈ ગયું હતું.

લાડવેલ અને પાંખિયા રોડ પરથી પસાર થઈ રહેલા આઈસર ટ્રકમાં રાત્રિના ૨ કલાકે અચાનક એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ચાલકને આગ લાગી હોવાની જાણ થતાં તેણે તુરંત ચાલુ વાહને નીચે કૂદકો માર્યોે હતો, જેના કારણે જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાઈવે પર લાગેલી આગને કારણે થોડો સમય વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. કપડવંજ ફાયર બ્રિગેડના જવાનોએ સતત ૨ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફાયરની ટીમ કામગીરી પૂર્ણ કરે તે પહેલા આખું આઈસર અને તેમાં રહેલો માલસામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. વિશ્વનાથપુરાની સીમમાં બનેલી આ ઘટનામાં શોર્ટ સકટ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આથક રીતે મોટું નુકસાન થયું છે. આગ કાબૂમાં આવ્યા બાદ રોડ પરથી વાહનનો ભંગાર દૂર કરી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.