Home Blog Page 299

Business : અદાણી ફાઉન્ડેશનની મોટી જાહેરાત, ‘સ્વાભિમાન’ પહેલ હેઠળ દેશની 10 લાખ મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક

0

અદાણી ફાઉન્ડેશનની 30મી વર્ષગાંઠ નિમિત્તે ‘સ્વાભિમાન’ કાર્યક્રમનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની 1 લાખ અને ભારતની 10 લાખ મહિલાઓને ઉદ્યોગસાહસિક બનાવવાનું લક્ષ્ય છે.

અદાણી ગૃપની સામાજિક પાંખ (સોશિયલ વિંગ) અદાણી ફાઉન્ડેશને તેની 30મી વર્ષગાંઠ પૂર્વે મહિલા સશક્તિકરણ માટેના ‘સ્વાભિમાન’ કાર્યક્રમના ભવ્ય વિસ્તરણની જાહેરાત કરી છે. મુંબઈના NCPA ખાતે આયોજિત “સ્વાભિમાન – ધ રાઇઝ ઓફ શી” કાર્યક્રમમાં ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરની 10 લાખ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર અને ઉદ્યોગસાહસિક બનાવવાનું નેતૃત્વ સંભાળ્યું છે.

આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ષમાં જ રાજ્યની 1 લાખ મહિલાઓને સશક્ત બનાવીને તેમને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડવામાં આવશે. આ માટે અદાણી ફાઉન્ડેશને મહારાષ્ટ્ર સરકારની નોડલ એજન્સી ‘મહિલા આર્થિક વિકાસ મહામંડળ’ (MAVIM) સાથે પીપીપી (PPP) મોડેલ પર ભાગીદારી કરી છે.

મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર મળી રહે તે માટે મુંબઈમાં ‘સ્વતેજા માર્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ સ્થાનિક મહિલાઓને ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ માટે તૈયાર મંચ પૂરો પાડશે. આ સાથે જ મહિલા સંચાલિત ‘ક્લાઉડ કિચન’ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ કાર્યક્રમે મુંબઈમાં 800થી વધુ મહિલાઓને “લખપતિ દીદી” બનાવવામાં સફળતા મેળવી છે.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, મહિલાઓનું સશક્તિકરણ એ સમુદાયોને મજબૂત કરવાનો સૌથી શક્તિશાળી માર્ગ છે. મુંબઈની મહિલાઓની પ્રેરણાદાયી સફર બાદ હવે અમે આ મોડેલને સમગ્ર ભારતમાં લઈ જઈ રહ્યા છીએ. અમારું ધ્યાન ટકાઉ આજીવિકા અને મહિલા નેતૃત્વ હેઠળના ઉદ્યોગો પ્રોત્સાહન આપવા પર છે.

Surat : કાંઠા સુગર મિલમાં 15.65 કરોડનું મસમોટું લોન કૌભાંડ, ખોટો સ્ટોક બતાવી NCDC બેંક સાથે છેતરપિંડી

0

ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા સુગર મિલમાં સંચાલકોએ ખાંડના સ્ટોકના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને NCDC બેંક પાસેથી કરોડોની લોન મેળવીને બેંક અને સરકાર સાથે છેતરપિંડી કરી છે.

સુરત જિલ્લાના ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા સુગર મિલમાં કરોડો રૂપિયાનું લોન કૌભાંડ સામે આવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. મિલના સંચાલકોએ ખાંડના સ્ટોકના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને NCDC બેંક પાસેથી કરોડોની લોન મેળવીને બેંક અને સરકારને મોટો ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કાંઠા સુગર મિલના ગોડાઉનમાં વાસ્તવમાં માત્ર 4 હજાર ક્વિન્ટલ ખાંડનો જ સ્ટોક હતો. તેમ છતાં, એમડી અને અન્ય જવાબદાર વ્યક્તિઓએ કાગળ પર 59 હજાર ક્વિન્ટલ ખાંડનો સ્ટોક હોવાનું દર્શાવી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ બોગસ ડોક્યુમેન્ટના આધારે NCDC બેંકમાંથી 15.65 કરોડની લોન મેળવી લેવામાં આવી હતી. ગંભીર બાબત એ છે કે, બેંકના અધિકારીઓએ લોન મંજૂર કરતા પહેલા કોઈ પણ જાતની સ્થળ તપાસ કરવાની તસ્દી લીધી ન હતી, જે તેમની ઘોર બેદરકારી દર્શાવે છે.

આ સમગ્ર મામલે કાંઠા સુગરની હાલની સરકારી કસ્ટોડિયન કમિટીના પ્રમુખ બ્રિજેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ પ્રદીપ પડ્યાં (તત્કાલિન એમડી, કાંઠા સુગર મિલ), પ્રદીપ પટેલ (ગોડાઉન કીપર), જતીન નાયક (તત્કાલિન મેનેજર, પીપલ્સ બેંક) પોલીસે આ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે.

Surat : ચાર મહિનાની બાળકીને 24 કલાકમાં જ પોલીસે કિડનેપરોની ચૂંગાલમાંથી છોડાવી

0

સુરત પોલીસે 150 જેટલા પોલીસ કર્મીઓની ટીમ બનાવી CCTV ચેક કરી બાળકીને બારડોલીથી હેમ ખેમ શોધી કીડનેપરોની ચુંગાલમાંથી માત્ર 24 કલાકની અંદર મુક્ત કરાવી હતી.

સુરતના નાનપુરા વિસ્તારમાં 4 મહિનાની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને સુરત પોલીસે 150 જેટલા પોલીસ કર્મીઓની ટીમ બનાવી CCTV ચેક કરી બાળકીને બારડોલીથી હેમ ખેમ શોધી કીડનેપરોની ચુંગાલમાંથી માત્ર 24 કલાકની અંદર મુક્ત કરાવી હતી. પોલીસે પતિ પત્ની સહીત બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ભીખ મંગાવવાના ઇરાદે બાળકીનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર ચાર મહિનાની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઇ હતી. સુરતની અઠવા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસ જોડાઈ હતી. જ્યાં માતાની ફરિયાદના આધારે તે સૂતી હતી ત્યાં બાજુમાં ફૂટપાથ પર બાળકીને પણ સુવડાવી હતી. ત્યારે અચાનક બાળકી ગાયબ થઇ ગઈ હતી જ્યાં માતાએ અઠવાલાઈન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ 1500 જેટલા CCTV તપાસ્યા હતા. જ્યાં આ અપહરણ કરતા મહિલા કેદ થઇ હતી.

મહિલા એટલી શાતિર હતી કે તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા ત્રણ અલગ અલગ રીક્ષા બદલી હતી અને બાદમાં ટ્રેનમાં બેસી બારડોલી પહોંચી ગઈ હતી. પોલીસે CCTVના આધારે તેને ટ્રેક કરી બારડોલી રેલવે પોલીસને માહિતી આપી હતી. બારડોલી રેલવે પોલીસ અને સુરત પોલીસે આ આરોપી સુધી પહોંચીને બાળકીને અપહરણકર્તાની ચૂંગાલ માંથી મુક્ત કરાવી હતી.પોલીસે બને આરોપીની પૂછપરછ કરતા ચોંકવનારી હકીકત સામે આવી હતી. આ બાળકીનું અપહરણ એટલા માટે કર્યું હતું કે તે તેની પાસે ભીખ માંગવાનો ધંધો કરવી શકે. આરોપી પતિ પત્ની છે અને તેઓ સુરતમાં ભિક્ષાવૃર્તીઓનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે.આરોપી પતિ પત્નીનું નામ મીના વસાવા અને સુનિલ વસાવા હોવાનું સામે આવ્યું છે.

World : LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર

0

ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કેન્દ્ર સરકારે હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત આપી છે. સરકારના નિર્ણય મુજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાયમાંથી 20 ટકા ક્વોટા મળતો રહેશે. રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોમર્શિયલ LPGની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે. આ ઉપરાંત એલપીજીની કટોકટીના કારણે હોટલ-રેસ્ટોરન્ટ અને પ્રવાસન ઉદ્યોગ પર પડી રહેલી અસરો પર પણ ચર્ચા કરી છે. ત્યારબાદ 20 ટકા ક્વોટા આપવાનો નિર્ણય લેવાયો છે.

સુત્રોના જણાવ્યા મુજબ નોંધાયેલી ગ્રાહકોને કોમર્શિયલ સિલિન્ડરમાંથી 20 ટકા એલપીજી સપ્લાય કરવામાં આવશે. એટલે કે આ ગ્રાહકોને કુલ માંગમાંથી 20 ટકા હિસ્સો મળશે. કોમર્શિયલ સિલિન્ડરનો 20 ટકા સપ્લાય કયાં સેક્ટરોને આપવો તે અંગે ત્રણ ઑઈલ કંપનીઓના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને રાજ્ય સરકાર નિર્ણય લેશે. માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે નોંધાયેલા ગ્રહાકોને જ આ સુવિધા મળશે

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને પત્ર લખ્યો હતો, જેમાં કહેવાયું છે કે, કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ઠપ પડી રહી છે. એસો.એ માંગ કરી છે કે, સરકારે દૈનિક એક કે બે સિલિન્ડર આપવા જોઈએ. આ ઉપરાંત કોમર્શિયલ સિલિન્ડરને આવશ્યકત વસ્તુના કાયદામાં લાવી જોઈએ, જેથી તેઓને રોજ સિલિન્ડર મળી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, ‘ઈરાન યુદ્ધના કારણે તેલ-ગેસ સપ્લાયને અસર થઈ છે, જોકે કેન્દ્ર સરકાર દેશની એનર્જી સિક્યોરિટીની સુરક્ષિત રાખવા માટે તમામ પ્રાયસો કરી રહી છે. સરકારે એનર્જી સેક્ટરને આત્મનિર્ભર બનાવવા માટે સંપૂર્ણ કામ કર્યું છે, જેનાથી દેશમાં ભારે બચત થઈ છે. 2014 પહેલા ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ માટે ઓછી સ્ટોરેજ કેપેસિટી હતી, જોકે હવે આપણી પાસે ઘણો રિઝર્વ સ્ટોક છે.’ પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, કોઈપણ અચડણ વગર પૂરવઠો પહોંચતો રહે તે માટે સરકાર તમામ પગલા ભરી રહી છે. દૈનિક 50 લાખ એલપીજી સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેથી ગ્રાહકોએ રસોઈ ગેસ માટેના સિલિન્ડરનું બેનિંગ બુકિંગ કરવાથી બચવું જોઈએ.

Jamnagar : જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ

0

જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે આજે ધોરણ 10ના પેપરમાં વધુ એક વિદ્યાર્થીની કોપી કરતાં પકડાઈ છે.જામનગરની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીની પોતાના રૂમાલમાં કાપલી સંતાડીને આવી હતી, જે પરીક્ષા ખંડના શિક્ષકના હાથે ઝડપાઈ ગઈ છે, જેની સામે પણ કોપી કેસ કરવામાં આવ્યો છે.

જામનગરની પી.વી.મોદી હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 177 માં ધોરણ 10 ની ગુજરાતી (દ્વિતીય ભાષા) ના કોડ નંબર 13 ની પરીક્ષાની પરીક્ષા લેવામાં આવી રહી હતી, જે દરમિયાન એક વિદ્યાર્થીની પોતાના રૂમામાંમાં કાપલી સંતાડીને આવી હતી, જે પરીક્ષા ખંડના સુપરવાઈઝરના હાથે ઝડપાઈ ગઈ હોવાથી તે વિદ્યાર્થીની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે, અને આ અંગેની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીનીને અન્ય પરીક્ષાઓ આપવા દેવા માટે ચાલું રખાઇ છે. આમ જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો છે. આ અગાઉ લાલપુરના પરીક્ષા કેન્દ્રમાંથી એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ હતી.

Entertainment : કોણ છે મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાનો પતિ? હિન્દુ રીતિ-રિવાજ મુજબ મંદિરમાં કર્યા લગ્ન

0

મહાકુંભમાં ઘણા લોકો વાયરલ થયા. બાબાઓથી લઈને મહાકુંભમાં સ્ટોલ લગાવનારા લોકો સુધી બધાએ પોતાની અનોખી શૈલીથી ધ્યાન ખેંચ્યું. વાયરલ ગર્લ મોનાલિસા તેમાંથી એક હતી. હવે, મોનાલિસા પરિણીત છે.

સોશિયલ મીડિયાના યુગમાં ફક્ત વાયરલ વ્યક્તિ જ લોકપ્રિય અને સ્ટાર છે. લોકપ્રિયતાનું માપ હવે સોશિયલ મીડિયા દ્વારા નક્કી થાય છે. ઘણા લોકો એવા છે જેમણે પોતાની લોકપ્રિયતાથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. 2025 માં યોજાયેલો મહાકુંભ લો. તે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો. આ સમય દરમિયાન ઘણા બાબાઓએ માત્ર ધ્યાન ખેંચ્યું જ નહીં, પરંતુ ઘણા અન્ય લોકોએ પણ તેની અનોખી શૈલી માટે હેડલાઇન્સ બનાવી. આવું જ એક નામ મોનાલિસા હતું. રસ્તાની બાજુમાં માળા વેચનારના આ માસૂમ ચહેરાએ સોશિયલ મીડિયા પર મોહિત થઈ ગયું હતું, અને મોનાલિસા વાયરલ થઈ ગઈ. હવે, મોનાલિસાએ પણ લગ્ન કરી લીધા છે.

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ ફરમાન ખાન નામના મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. મોનાલિસાએ બીજા ધર્મના પુરુષ સાથે લગ્ન કર્યા છે, જેના કારણે તેના પરિવાર તરફથી વિરોધ થયો છે. સોશિયલ મીડિયા પર પણ તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે, જેના પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.

અહેવાલો અનુસાર ફરમાન ખાન મહારાષ્ટ્રનો એક અભિનેતા અને મોડેલ છે. બંને દોઢ વર્ષ પહેલા પ્રેમમાં પડ્યા હતા, જેના કારણે લગ્ન થયા હતા. સૂત્રો કહે છે કે મોનાલિસાએ પોતે ફરમાનને પ્રપોઝ કર્યું હતું, પરંતુ શરૂઆતમાં તેને અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. છ મહિના પછી, બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ, જે હવે લગ્ન સુધી પહોંચી ગઈ છે. બંને પરિવારોનો ઘણો વિરોધ થયો, પરંતુ તેણે પોતપોતાના પરિવારોની વિરુદ્ધ જઈને લગ્ન કરવાનું નક્કી કર્યું. રસપ્રદ વાત એ છે કે, મુસ્લિમ હોવા છતાં, ફરમાન ખાને કેરળના એક મંદિરમાં મોનાલિસા સાથે લગ્ન કર્યા. મોનાલિસા મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છે, જ્યારે મહારાષ્ટ્રમાં રહેતો ફરમાન ખાન મૂળ ઉત્તર પ્રદેશના બાગપતનો છે.

મોનાલિસા અને ફરમાનના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ કપલે લગ્ન પછીનો પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો છે અને મીડિયાના પ્રશ્નોના નિખાલસ જવાબો આપ્યા છે. બંને ખૂબ ખુશ દેખાય છે. લગ્ન પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, આ કપલે સ્પષ્ટતા કરી કે તેઓ લવ જેહાદ જેવી બાબતોમાં માનતા નથી. ફરમાનએ કહ્યું કે તેની નજરમાં બધા ધર્મો સમાન છે. તે મંદિરો અને મસ્જિદોની મુલાકાત લે છે અને પ્રાર્થના પણ કરે છે. આનું કારણ એ છે કે તે એક કલાકાર છે અને બધા ધર્મોનો આદર કરે છે.

world : અમેરિકા પર ઇરાનનો પ્રચંડ પ્રહાર, તુર્કીએમાં ન્યૂક્લિયર બેસ પર ફેંકી મિસાઇલ

0

ઇરાનના હુમલાઓથી આસપાસના વિસ્તારોમાં તણાવનો માહોલ છે. તુર્કીએના રક્ષામંત્રાલયે હુમલાની પુષ્ટી કરી છે. અને ઇરાન સાથે સંપર્ક બનાવી રાખવા અંગે વાતચીત કરી છે. ઇરાન સતત અમેરિકી સ્થળો પર પ્રહાર કરી રહ્યુ છે. હવે ઇરાને અમેરિકી ન્યૂક્લિયર બેસ પાસે મોટો હુમલો કર્યો છે. ઇરાને તુર્કીએ ઇન્સર્લિક એરબેઝ પર મિસાઇલથી નિશાન તાક્યુ છે. અમેરિકી એરક્રાફટ કૈરિયર પર પણ હુમલો કરાયો છે. IRGCએ દાવો કર્યો છે કે, તેણે USS અબ્રાહમ લિંકન પર પણ હુમલો કર્યો છે. ઓમાન સાગરમાં મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યુ છે.

IRGCએ કહ્યુ છે કે, હુમલા બાદ અબ્રાહમ લિંકને પીછે હઠ કરી હતી. પરતુ અમેરિકાએ આ હુમલા બાબતે અસ્વીકાર કર્યો છે. ઈરાને એકસાથે ત્રણ નાટો ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. દુબઈ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનના હુમલાના જવાબમાં, યુએસ એર ડિફેન્સ યુરોપથી મધ્ય પૂર્વ તરફ આગળ વધ્યા છે. બદલો લેવા માટે, ભૂમધ્ય સમુદ્રમાં ઈરાની બેલિસ્ટિક મિસાઈલનો નાશ કર્યો છે. નાટો એર ડિફેન્સ સિસ્ટમે મિસાઈલનો નાશ કર્યો છે.

યુએસએ ઈરાન પર વિનાશક હુમલો કર્યો છે. તેહરાનના વરામિન વિસ્તારમાં મોટો હુમલો થયો છે. પૂર્વ તહેરાન કમાન્ડ હેડક્વાર્ટર પર હુમલો થયો છે. હવે નાટો વિનાશક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જર્મનીએ એક મોટી લશ્કરી કવાયત શરૂ કરી છે. ઘાયલ સૈનિકો માટે મોટા પાયે સ્થળાંતર કવાયત ચાલી રહી છે. લિથુઆનિયાથી જર્મની સુધી તબીબી સ્થળાંતર કવાયત ચાલી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી આ સૌથી મોટી તબીબી કવાયત છે.

Vadodara : વાડી વિસ્તારમાં માનવતા મહેકી, દિવ્યાંગની વહારે આવી ટ્રાફિક બ્રિગેડ યુવતી

0

વડોદરાના વાડી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડની યુવતીએ કાળઝાળ ગરમીમાં દિવ્યાંગ યુવકની વ્હીલચેરને ધક્કો મારી બ્રિજ ચડાવવામાં મદદ કરી છે. રોડ પર ચાલતા વાહનચાલકો અભિભૂત થયા હતા.

સંસ્કારી નગરી વડોદરામાં ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદના અને માનવતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં ફરજ બજાવતી એક ટ્રાફિક બ્રિગેડની યુવતીએ કાળઝાળ ગરમીમાં એક દિવ્યાંગ યુવકની વ્હીલચેરને ધક્કો મારી બ્રિજ ચડાવવામાં મદદ કરી હતી. આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ અભિભૂત થઈ ગયા હતા.

વડોદરાના વાડી વિસ્તારમાં ભારે ટ્રાફિક અને કાળઝાળ ગરમી વચ્ચે એક દિવ્યાંગ યુવક પોતાની વ્હીલચેર પર બ્રિજ ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઢાળ વધારે હોવાને કારણે યુવકને વ્હીલચેર ચડાવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આ સમયે ત્યાં ફરજ પર તૈનાત ટ્રાફિક બ્રિગેડની એક મહિલા કર્મીની નજર તેના પર પડી હતી.

પોતાની ફરજની સાથે સાથે માનવધર્મને પ્રાધાન્ય આપી આ મહિલા કર્મી તુરંત જ દિવ્યાંગ યુવકની મદદે દોડી ગઈ હતી. ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ થવા છતાં તેણે વ્હીલચેરને પાછળથી ધક્કો મારીને આખો બ્રિજ ચડાવ્યો હતો. આ દ્રશ્ય એટલું પ્રભાવશાળી હતું કે, હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા અને આ કામગીરીને બિરદાવી હતી.

સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાના ફોટા અને વીડિયો વાયરલ થતા લોકો ટ્રાફિક બ્રિગેડની આ મહિલાના કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, પોલીસ કે ટ્રાફિક બ્રિગેડ માત્ર દંડ વસૂલવા માટે જ નહીં, પરંતુ આવી રીતે જનતાની સેવામાં પણ સદાય તત્પર હોય છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે માનવતા હજુ પણ જીવંત છે.

Patan : સમીમાં પારિવારિક કલેશનું કરુણ અંજામ: એક વર્ષના માસૂમ પુત્ર સાથે માતાએ કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું

0

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુરા ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય ઘરકંકાસે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુરા ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય ઘરકંકાસે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. રાત્રિના સમયે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલી મહિલાએ પોતાના માત્ર એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરાપુરા ગામમાં રહેતી બે સંતાનોની માતાને ગત મોડી રાત્રે તેના પતિ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.

આ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને મહિલાએ પોતાના એક વર્ષના માસૂમ પુત્રને તેડીને ગામની સીમમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાના કલાકો બાદ શોધખોળ કરતા બંનેના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માતા અને પુત્રના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સમી પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘરકંકાસ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને અગાઉ પણ કોઈ વિવાદ હતો કે કેમ, તે દિશામાં પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. એક વર્ષના માસૂમની પણ આ મામલે ભોગ લેવાતા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

Rajkot : સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલનાર આશિફ હૈદરાબાદથી ઝડપાયો

0

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીને અપશબ્દો બોલી સોશિયલ મીડિયામાં અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી વીડિયો બનાવ્યા બાદ હૈદરાબાદ ભાગી ગયો હતો, પરંતુ રાજકોટ સાયબર ક્રાઈમ શાખાની ટીમે ટેક્નિકલ તપાસના આધારે તેને ઝડપી લીધો છે.

મળતી માહિતી અનુસાર આરોપી આશિફે સોશિયલ મીડિયા પર નાયબ મુખ્યમંત્રીને લઈને અપશબ્દો ભરેલો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ આ અંગે ફરિયાદ નોંધાતા રાજકોટ પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીડિયો બનાવ્યા બાદ આરોપી આશિફ હૈદરાબાદ ભાગી ગયો હતો. જોકે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેકિંગના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું.આ માહિતીના આધારે પોલીસ ટીમ હૈદરાબાદ પહોંચી હતી અને ત્યાંથી આરોપી આશિફની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીને રાજકોટ લાવવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીની વધુ પૂછપરછ કરવાની સાથે મામલાની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.